Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૫૪
આત્મતત્વવિચાર
હમણાં મુંબઈની એક જ્ઞાતિનું વસ્તીપત્રક બહાર પડયું. તેના કામ કરનારાઓ ડાહ્યા હતા, એટલે તેમાં ધાર્મિક શિક્ષણનું પણ એક ખાનું રાખ્યું હતું. તેના પરથી હિસાબ નીકળ્યો કે ૮૬૫૭ની વસ્તી માં માત્ર ૪૮૦૧ સ્ત્રીપુરુષો જ ધાર્મિક ભણેલાં છે, અને તેમાં પણ ૬૬૪ પુરુષો અને ૪૦૭ સ્ત્રીઓ બે પ્રતિક્રમણ સુધી પહોંચેલા નથી ! બાકીના યે માત્ર નવકાર મંત્ર શીખીને જ સંતોષ માનેલો છે. જૈન કુલમાં જન્મેલાઓની આ દશા? જૈન કુલમાં જનમેલાઓને પિતાના ધર્મ પર કેવી શ્રદ્ધા હોય તે સાંભળે.
ધર્મશ્રદ્ધા પર મંત્રીનું દષ્ટાંત.
એક રાજાને મંત્રી જેન કુલમાં જ હતું અને જિનેશ્વર દેવનો પાકે ભક્ત હતા. તે ન્યાયનીતિથી ચાલતા, સદાચારનું પાલન કરતા અને કેઈનું પણ ભલું કરવામાં ઉત્સાહી રહેતા.
રાજાની સ્થિતિ આથી જુદી હતી. તેને ધર્મ પર પ્રીતિ ન હતી, બલકે કંઈક દ્વેષ હતું અને તેથી મંત્રીનું આ ધર્મનિષ્ઠ જીવન તેને પસંદ ન હતું. પણ મંત્રી પોતાના કામકાજમાં ઘણે કુશળ હતું. તે ગુનામાં ન આવે ત્યાં સુધી રાજા તેને શું કહી શકે ?
એક વાર ચૌદશને દિવસ આવ્યા, ત્યારે મંત્રીએ ગુરુ પાસે પિસહ લીધો અને તે પોતાને સમય ધર્મધ્યાનમાં ગાળવા લાગ્યા. હવે દરબારમાં મંત્રીની જરૂર પડી, પણ