Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
४४
આત્મતત્વવિચાર
બનાવી શકતું નથી. સાચી આંખ અને ખોટી આંખ વચ્ચે કે તફાવત હોય છે, તે જોયો છે ને ? એકમાં અનેરી ચમક દેખાય છે, તે બીજી સાવ કેડા જેવી લાગે છે, બનાવટી કાન-નાકના હાલ પણ એવા જ હોય છે. જ્યારે જીવંત શરીરના એક ભાગની પણ નકલ થઈ શકતી નથી, ત્યારે સમગ્ર ચૈતન્યની ઉત્પત્તિ તે થઈ જ શી રીતે શકે?
છેડા વખત પહેલાં વર્તમાનપત્રોમાં વાત આવી હતી કે રશિયન ડૉકટરે મડદાને અમુક પ્રકારનું ઈંજેકશન આપીને જીવંત કરવામાં સફળ નીવડયા છે, પણ આ વાત માનવા ગ્ય નથી. વધારે સ્પષ્ટ કહીએ તે લોકોને એક પ્રકારના ભ્રમજાળમાં નાખનારી છે. માણસમાં પ્રાણ અવશેષ રહી ગયા હોય અને ઇંજેકશનથી તેનો ફરી સંચાર થાય તે તેણે મરેલાને જીવતે કર્યો ન કહેવાય જે તે મરેલાને જીવતા કરતા હોય તે પછી એ દેશના કોઈ પણ માણસને મરવા શા માટે દે? કમમાં કમ નેતાઓને તે મૃત્યુમાંથી મુક્તિ મળી જ જાય. પણ એ દેશમાં જે પ્રતિદિન હજારો માણસે મરે છે અને તેમાં નેતાઓ પણ સામેલ હોય છે. એટલે પંચભૂત કે અમુક પદાર્થોના સંયોજનથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, એ વાત પ્રમાણની કસોટી પર જરાયે ટકતી નથી અને તેથી માનવા યોગ્ય નથી.
હવે આ ભૂતવાદીઓ કે વિજ્ઞાનિકો મૃત્યુ માટે જે સિદ્ધાંત આગળ ધરે છે, તેની પિકળતા પણ જોઈ લઈએ. તેઓ કહે છે કે “પાંચ પૈકીના કોઈ પણ ભૂતનો સંયોગ