Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૮
આત્મતત્ત્વવિચાર
“આ શરીરનું કામ બંધ કેમ પડે છે?” એમ પૂછીએ તે તેઓ કહે છે કે “જ્યારે પાંચ પૈકીના કોઈપણ ભૂતને સંયોગ સર્વથા છૂટો પડી જાય છે, ત્યારે ચેતન્ય અદશ્ય થાય છે અને શરીરનું કામ બંધ પડે છે. તાત્પર્ય કે ચેતન્યશક્તિ અથવા આત્મા દેહની સાથે જ ઉત્પન્ન થાય છે અને મૃત્યુ બાદ તેનું કેઈ અસ્તિત્વ રહેતું નથી.”
આ પરિસ્થિતિમાં મનુષ્ય કેવી રીતે વર્તવું?” તેને જવાબ આપતાં તેઓ જણાવે છે કે –
यावजीवं सुखं जीवेटणं कृत्वा घृतं पोबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥
જીવે ત્યાં સુધી સુખેથી જી, એટલે એશઆરામમાં રહી અને બને તેટલી મોજમજા કરી લે. જે એ મોજમજાહ કરવાની તમારી પાસે પૂરતા પૈસા ન હોય તે કોઈ સનેહી-સંબંધી પાસેથી ઉછીના લે, પણ ઘી પીવાનું એટલે માલમલીદા ઝાપટવાનું ચાલુ રાખે. આ દેહ બળીને ભસ્મીભૂત થઈ ગયા પછી ફરી આવવાનો નથી, ફરીને મળવાને નથી.
એક નાસ્તિક પિતાની પ્રિયતમાને કેવા શબ્દો કહે છે, તે સાંભળી લે– पिब खाद च चारुलोचने !
ચતત વગાત્ર ! તન્ન તે न हि भीरु ! गतं निवर्तते,
समुदयमात्रमिदं कलेवरम् ।। હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું ખાઈપીઈને મોજ કર.”