Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૩૯
હે શ્રેષ્ઠ અંગવાળી! જે ગયું તે તારું નથી, એટલે યૌવન ચાલ્યું ગયું તે ફરી મળવાનું નથી. હે ભીરુ ! (પાપથી ડરનારી) ગયેલું (શરીર) પાછું આવતું નથી. આ શરીર તે માત્ર પંચભૂતને સમુદાય જ છે. અર્થાત્ તેથી અતિરિક્ત આત્મા જેવી કઈ વસ્તુ નથી કે જેને વિચાર કરે પડે અને પાપ કે પરલેકથી ડરવું પડે.” - નાસ્તિક કે “આ ભવ મેઠે, પરભવ કોણે દીઠે?” એમ માનીને ભોગવિલાસમાં મસ્ત બને છે, પણ જ્યારે તેઓ વિવિધ પ્રકારના રોગોથી ઘેરાઈ જાય છે, ત્યારે તેમના શેક-સંતાપને પાર રહેતું નથી. મૃત્યુ તેમને બિહામણું લાગે છે અને તેનાથી બચવા માટે તેઓ અનેક જાતના પ્રયત્ન કરે છે, પણ તે બધા વ્યર્થ નીવડે છે. મૃત્યુ તેમને છોડતું નથી. સિંહ જેમ બકરાનાં ટેળા પર ત્રાટકે છે, તેમ મૃત્યુ તેમના પર ત્રાટકે છે અને તેઓ અનેક જાતનો વલેપાત કરતાં તેના પંજામાં સપડાઈ જાય છે. દશ દષ્ટાંતે દુર્લભ માનવભવની આ
* મનુષ્યભવની પ્રાપ્તિ કેટલી દુલભ છે, તે સમજાવવા માટે શાસ્ત્રકારોએ ચક્રવર્તીના ચૂલાનું, મસાનું ધાન્યના ઢગલાનું, જુગાર, રત્નનું, સ્વપ્નનું, રાધાવેધનું, ચમનું ( સેવાળનું), સમેલનું તથા પરમાણુનું એમ દશ દષ્ટાંતે આપેલાં છે. એક મનુષ્યને પ્રથમ ચક્ર વતના ચૂલે ભોજન કરાવ્યું હોય અને પછી તેનાં ( છ ખંડ ધરતી પર ફેલાયેલાં વિશાળ) રાજ્યમાં દરેક મૂલે ભોજન કરવાનું હોય તો ફરી ચક્રવર્તીના ચૂલે ભજન કરવાને વારે આવો જેટલે દુર્લભ છે, તેટલો મનુષ્યભવ પામવો દુર્લભ છે. આ રીતે દશે દટાતની જના સમજવી.