Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
લાચારીથી ખારણાં ઉઘાડી નાંખ્યાં અને ભયથી થરથર ધ્રૂજતી બાજુએ ઉભી રહી. જાણે વાયુથી કંપતું પી’પળાનુ' પાન ! મહેશ્વરદત્ત એરડામાં દાખલ થતાં જ ગાંગિલાના યારની ગળચી પકડી અને તેને ગડદાપાટુ માર મારવા માંડયા. તેમાં એક પાટુ પેડુમાં આવી ગયુ, એટલે તેના રામ રમી ગયા! પરંતુ આ વખતે મરનારને એટલી સન્મતિ આવી કે ‘મારાં કુકર્મનું ફળ મને મળ્યું છે. તેમાં ખીજા પર ક્રોધ શા માટે કરવા?' મરણુ સમયની આ સન્મતિને લીધે તેને મનુષ્યના ભવ મળ્યા અને તે ગાંગિલાની કૂખે પેાતાનાં જ વીય*માં ઉત્પન્ન થયા. જીએ! સંસારની ઘટના! એક વખત પિતા હાય તે પુત્ર થાય છે અને પુત્ર હોય તે પિતા થાય છે. એક વખત માતા હાય તે પત્ની થાય છે અને પત્ની હોય તે માતા થાય છે. !
૩૪
મહેશ્વરદત્તે યારને મારી નાખ્યા, પણ ગાંગિલાને અધિક ઠપકા આપ્ટે નહિ, કારણ કે તેમ કરવા જતાં પેાતાની જ ફજેતી થાય તેમ હતુ. નીતિકારાએ કહ્યુ છે કે આયુષ્ય, ધન, ઘનું' છિદ્ર, મંત્ર, દવા, કામક્રીડા, દીધેલુ' દાન, મળેલુ` સન્માન અને થયેલુ. અપમાન ગુપ્ત રાખવા ચેાગ્ય છે. '
દિવસે જતાં ગાંગિલાએ એક સુંદર મુખવાળા પુત્રને જન્મ આપ્યા અને આખું ઘર આનંદથી ઉભરાઈ ગયું. પુત્રજન્મ કયા માતા-પિતાને આનંદ આપતા નથી ?
હવે શ્રાદ્ધના દિવસે। આવતાં મહેશ્વરદત્તને પિતાની વાત યાદ આવી અને તેણે બજારમાં જઈ પાડાની તપાસ