Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
મહાનુભાવેા !
adapor nepoor reclosul tabooco cranben
વ્યાખ્યાન બીજી
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
શ્રુતસ્થવિર ભગવંતે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં છત્રીસમા અધ્યયનની ૨૫૮ મી ગાથામાં અલ્પસ સારી આત્માનુ' જે વણું ન કર્યું' છે, તે પ્રસગથી આત્માના વિષય ચાલે છે.
કોઇપણ વસ્તુનું અસ્તિત્વ જે રીતે જાણી શકાય છેઃ એક તા તેને નજરે જોવાથી અને બીજી તેનાં કાર્યા જોવાથી. તેમાં આત્માનું અસ્તિત્વ તેનાં કાર્યો ોવાથી જાણી શકાય છે. આ વસ્તુ, ગત વ્યાખ્યાનમાં અનેક દાખલા-દલીલે પૂર્વ ક સમજાવવામાં આવી છે અને હું માનું છું કે તે તમારા ગળે ખરાખર ઉતરી છે.
4
આત્મા છે' એવું તે! તમે પ્રથમ પણ માનતા હશે। —માનતા હતા. પરંતુ કાઈ પૂછે કે એમ શાથી કહી છે? તા તેના સ્પષ્ટ ઉત્તર આપી શકતા ન હતા. હવે તેના સ્પષ્ટ ઉત્તર આપી શકશે, એમ માની લઇએ ને ?
આમાંથી ( શ્રોતાવગ માંથી ) કૈ'કના છેાકરાઓ હાઈસ્કૂલ તથા કોલેજમાં ભણતા હશે. તેને ત્યાં જે શિક્ષણ આપવામાં આવે છે, તેમાં ધાર્મિકના વિષય શીખવાતા નથી. કેટલીક શાળાઓમાં શીખવાતા, તે પણ સરકારે