SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું અસ્તિત્વ ૧૭ તેણે કહ્યું: ‘ચિત્ર! જે તે ખરે કે આ બધું શું ચાલી રહ્યું છે ? પેલે મોટો જડ બરાડા પાડીને જડ લોકોને શું સમજાવી રહ્યો છે ? આવા નફકરા લોકોને લીધે આપણે આવી ઉદ્યાનભૂમિમાં પણ સારી રીતે હરીફરી શકતા નથી ! માત્ર વિસામે અને શાંતિ મેળવવા અહીં આવ્યા, તે એ મોટા બરાડા પાડીને આપણું માથું પકવી રહ્યા છે !” ચિત્રે કહ્યું: “હે સ્વામી! એ કેશિકુમાર શ્રમણ પાર્ધાપત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે અને તેઓ અન્નભક્ષી છે.” રાજા કહે, “ચિત્ર! તું શું કહે છે? શું એ પરમાવધિથી અધેવતિ અવધિજ્ઞાન થયેલું છે એટલે વિશાળ અવધિ જ્ઞાનના ધારક છે ? શું એ અન્નજીવી છે?” | ચિત્રે કહ્યું: “હા સ્વામી ! એમ જ છે.” રાજા કહે, “ત્યારે શું એ પુરુષની પાસે જવા જેવું છે?” ચિત્ર કહે, “હા મહારાજ ! એમની પાસે જવા જેવું છે.' ને પછી રાજા અને ચિત્ર કેશિકુમારની સામે જઈને ઉભા રહ્યા. રાજાએ પૂછ્યું કે “હે ભલે! તમે શું પરમાવધિજ્ઞાન ધરાવે છે તમે શું અનજીવી છે ?”
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy