________________
આત્મતત્ત્વવિચાર
"
રાજાએ કહ્યું: તુ' એ ચારે ઘેાડાઓને રથમાં બેડી, તે રથ અહી લઇ આવ. હું એટલામાં તૈયાર થાઉં છું.
"
૧૬
ચિત્ર એ રીતે તૈયાર કરીને રથ લાવ્યા, એટલે પ્રદેશી રાજા રથમાં બેઠા અને વૈતાશ્મિકા નગરીની વચ્ચે થઈને બહાર નીકળ્યા. પછી ચિત્ર સારથિ એ રથને ઘણે દૂર ખેચી ગયા, ત્યારે રાજાએ ગરમી, તરસ અને ઉડતી ધૂળથી કંટાળીને કહ્યું કે · ચિત્ર! હવે રથ પાછેા વાળ.' ત્યારે ચિત્રે રથને પાછા વાન્યા અને તેને મૃગવનઉદ્યાન આગળ લાવી ઊભા રાખ્યા કે જ્યાં કૅશિકુમાર શ્રમણ પેાતાના શિષ્યપરિવાર સાથે ઉતર્યાં હતા.
6
ચિત્રે કહ્યું : • મહાશજ ! આ મૃગવન ઉદ્યાન છે. ત્યાં ઘેાડાને થાડા થાક ખવડાવીએ અને આપણે। શ્રમ પશુ દૂર કરીએ!' રાજાએ હા પાડતાં તે રથને અંદર લઇ ગા અને કેશિકુમારના ઉતારાની પાસે જઈ ઘેાડાઓને છેડી નાખી, તેમની સારસભાળ કરવા લાગ્યા. રાજા પણ રથથી નીચે ઉતર્યાં અને ઘેાડાઓનાં શરીર પર હાથ ફેરવવા લાગ્યા. એમ કરતાં તેણે સભાની વચ્ચે ઉપદેશ કરી રહેલા શ્રી કૅશિકુમાર શ્રમને જોયા.
એમને જોતાં જ પ્રદેશીને વિચાર આવ્યે કે આ વળી કાણુ જડ મુડિયા બેઠા છે ? એ શુ' ખાતે હશે ? શું પીતા હશે? કે શરીરે આવે અલમસ્ત અને દેખાવડ લાગે છે? વળી લેાકેાને તે એવું શુ' આપે છે કે જેથી આવડી માટી માનવમેદની અહી એકત્ર થઇ છે ?
"