Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માનું અસ્તિત્વ કરતાં અનેક મનુષ્યો પ્રતિબંધ પામ્યા અને ચિત્ર સારથિએ પણું સમ્યક્ત્વમૂલ શ્રાવકના બાર વ્રતે ગ્રહણ કર્યા છે પછી તેણે વિદાય થતી વખતે આચાર્યશ્રીને વિનંતિ કરી કે હે ભગવન્! તાબિકા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને રમણીય છે, માટે ત્યાં પધારવા કૃપા કરશે.”
ચિત્ર સારથિએ આમ બે ત્રણ વાર વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે “હે ચિત્ર! જે વનમાં ઘણા દુષ્ટ સ્થાપદો રહેતાં હોય, તે વનમાં વસવું સલામત ગણાય નહિ. તેમ જે નગરમાં ક્રૂર રાજાનું શાસન પ્રવર્તતું હોય, ત્યાં આવવું શ્રેયસ્કર ગણાય નહિ. ”
ચિત્રે કહ્યું: “હે સ્વામી! આપ દેવાનુપ્રિયને પ્રદેશી રાજાનું શું કામ છે? રાજધાનીમાં બીજા ઘણા શેઠ-શ્રીમંત વસે છે, તેઓ આપનો આદર કરશે અને આહા૨પાણી વગેરેની
* સર્વ વ્રત નિયમો સમ્યક્ત્વપૂર્વક સફળ થાય છે. એટલે વ્રત ધારણ કરતાં પહેલાં સમ્યફ ઉચ્ચારવામાં આવે છે. અને તેથી શ્રાવકોનાં વ્રત સમ્યક્ત્વમૂલ કહેવાય છે. આ વ્રતોનાં નામો નીચે પ્રમાણે સમજવા. (૧) પૂલપ્રાણાતિપાત વિરમણવ્રત. (૨) સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત. (૩) રપૂલ અદત્તાદાનવિરમણવ્રત. (૪) પરદારવિસ્મશુરવદારાસ તેષવ્રત (૫) પરિગ્રહ પરિમાણવ્રત (૬) દિક્પરિમાણુવ્રત. (૭) ભોગપભોગપરિમાણવ્રત. (૮) અનર્થદંડવિરમણવ્રત. (૯) સામાયિકવત. (૧૦) દેશાવકાશિકવ્રત. (૧૧) પિષધવત અને (૧૧) અતિથિસંવિભાગવત. આમાંના પ્રથમ પાંચ અણુવ્રત, પછીના ત્રણ ગુણવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત કહેવાય છે. આ વ્રતનું વિસ્તૃત વર્ણન આગળ પીસ્તાલીશમા વ્યાખ્યાનમાં બીજા ભાગમાં) જોઈ શકાશે,