Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
Catalog link: https://jainqq.org/explore/022117/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित दात्रिंशवात्रिंशिकाप्रकरणम्। भाग-३ (१६ थी २३ बत्रीशी) : परिशीलन : पू.आ.भ.श्री.वि. चन्द्रगुप्तसू.म. प्रकाशक: श्री अनेकान्त प्रकाशन जैन रीलिजीयस ट्रस्ट : आर्थिक सहकार : प.पू.आ.भ.श्री.वि. कमलरत्नसू.म.सा.ना सदुपदेशथी मुमुक्षु परेशकुमार वीरेन्द्रकुमारजी (पालगोत्र) चौहान (हाल - पू.मु.श्री आगमरत्न वि.म.सा.)नी पालीताणामां थयेली दीक्षा प्रसंगे थयेला चढावानी ज्ञानखातानी ऊपजमांथी. Page #2 -------------------------------------------------------------------------- ________________ न्यायविशारद महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित द्वात्रिंशद्वात्रिंशिकाप्रकरणम् । तृतीय भाग [१६ थी २३ बत्रीशी એ પરિશીલન છે. પૂજયપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મ.સા.ના પટ્ટાલંકાર પૂ. પરમશાસનપ્રભાવક આ.ભ.શ્રી.વિ. મુક્તિચન્દ્ર સુ.મ.સા.ના શિષ્ય પૂ. પરમસમતાનિષ્ઠ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સુ.મ.સા. દ પ્રકાશન શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીયસ ટ્રસ્ટ, ૨આર્થિક સહકાર પ.પૂ.આ.ભ.શ્રી.વિ. કમલરત્ન સૂ.મ.સા.ના સદુપદેશથી મુમુક્ષુ પરેશકુમાર વીરેન્દ્રકુમારજી (પાલગોત્ર) ચૌહાણ (હાલ - પૂ.મુ.શ્રી આગમરત્ન વિ.મ.સા.)ની પાલીતાણામાં થયેલી દીક્ષા પ્રસંગે થયેલા ચઢાવાની જ્ઞાનખાતાની ઊપજમાંથી. Page #3 -------------------------------------------------------------------------- ________________ • द्वात्रिंशद्वात्रिंशिकाप्रकरणम् - तृतीय भाग DD 0ો * આવૃત્તિ : પ્રથમ નકલ : ૫૦૦ * મૂલ્ય : રૂા. ૮૦૦/- (સેટના : ભાગ-૧ થી ૪) * પ્રાપ્તિ સ્થાન : • મુકુંદભાઇ આર. શાહ ૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. • જતીનભાઇ હેમચંદ શાહ કોમલ' છાપરીયાશેરી, મહીધરપુરા, સુરત-૩૯૫ ૦૦૩. • પ્રમોદભાઇ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૯૭. • વિજયકરભાઇ કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. • સૂર્યકાંતભાઇ ચતુરલાલ શાહ C/o. પંકજ એજન્સીઝ : ૨૨, સાઇવિહાર, ‘ગુરુદેવ’ હોટલની ઉપર, મુ.પો. કલ્યાણ (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧. સૂચના : આ પુસ્તક જ્ઞાનખાતાની રકમના ઉપયોગથી છપાયેલું હોવાથી તેની સંપૂર્ણ કિંમત અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતામાં આપીને આ પુસ્તકનો ઉપયોગ કરવા શ્રાવકોને ભલામણ છે. મુદ્રક : Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, A'BAD-1. PH. (079) (O) 22172271 (R) 29297929 (M) 98253 47620 Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકર૫રમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ સોળમી બત્રીશીમાં ઇશાનુગ્રહની વિચારણા કરી છે. સામાન્યથી યોગદર્શનની માન્યતા મુજબ ઇશ-પરમાત્માના અનુગ્રહથી જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરમાત્માના અનુગ્રહનો અભાવ હોય તો જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોય તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જગતના કર્તા, હર્તા પરમાત્મા છે. તેમની ઇચ્છાદિના કારણે આ સંસાર-મોક્ષની વ્યવસ્થા છે... ઇત્યાદિ માન્યતાનું વ્યવસ્થિત નિરૂપણ કરીને એની અયુક્તતાનું નિરૂપણ આ બત્રીશીમાં મુખ્યપણે કરવામાં આવ્યું છે. એનો સ્પષ્ટ ખ્યાલ તો આ બત્રીશીના અધ્યયનથી જ આવશે. અન્યદાર્શનિકોની પ્રતિભા, તેમનો પુરુષાર્થ અને તેમની સંસાર પ્રત્યેની ઉદાસીનતા... ઇત્યાદિનો વિચાર કરીએ અને સાથે સાથે તેઓએ જણાવેલી વાતોનો વિચાર કરીએ તો મિથ્યાત્વની ભયંકરતા સમજાયા વિના નહીં રહે. આપણા પરમ શ્રદ્ધેય શાસ્રકાર પરમર્ષિએ અન્યદર્શનોની વિસઙ્ગતિને જણાવવામાં કોઇ જ કચાશ રાખી નથી. આવા પ૨મતા૨ક ગ્રંથોનું અધ્યયન કર્યા વિના માર્ગની પ્રાપ્તિ કોઇ પણ રીતે શક્ય નથી. આવા સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓનો આપણે અનુગ્રહ ઝીલી શકીએ તો પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું. પરમાત્માનો અનુગ્રહ જે રીતે યોગદર્શનમાં મનાય છે તે રીતે શરૂઆતમાં જ વિસ્તારથી ચાર શ્લોકો દ્વારા જણાવીને પછીના બે શ્લોકોથી તેની અયુક્તતા જણાવી છે. પ્રકૃતિ, પુરુષ... ઇત્યાદિ તત્ત્વોની કલ્પના જ પરમાર્થથી વાસ્તવિક ન હોવાથી પરમાત્માનો અનુગ્રહ પણ વાર્તામાત્ર જ બને છે. ત્યારબાદ જૈનદર્શનની માન્યતા મુજબ દેવનો અનુગ્રહ માનવામાં આવે તો અન્યદર્શનકારોની માન્યતા મુજબનો પરમાત્માનો અનુગ્રહ કથંચિદ્ યુક્તિસઙ્ગત બને છેતે જણાવ્યું છે તેમ જ પતંજલિએ જણાવેલાં વિઘ્નો, તેનો ક્ષય અને પ્રત્યક્ ચૈતન્યની પ્રાપ્તિ : તે બધાનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ કાલાતીત નામના શાસ્ત્રકારવિશેષના જણાવ્યા મુજબ પરમાત્માનું સ્વરૂપ એક જ છે. જેમના રાગાદિ ક્લેશો સર્વથા દૂર થાય છે તે જ પ૨માત્મા છે. તેમનાં જુદાં જુદાં નામોના કા૨ણે તેમનામાં કોઇ જ ફરક પડતો નથી. તેમ જ તે તે દર્શનકારોએ પરમાત્મામાં જે વિશેષતા વર્ણવી છે, પરમાત્માની ઉપાસનામાં ઉપયોગિની નથી. સર્વથા ક્લેશથી રહિત સ્વરૂપે ૫રમાત્માની ઉપાસનાથી જ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે... ઇત્યાદિ માન્યતાનો સ્વીકાર; કદાગ્રહના ત્યાગ માટે કરવામાં બાધ નથી : એ જણાવ્યું છે. અંતે પરમાત્મા ધર્મોપદેશ દ્વારા આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે, તે જ તેઓશ્રીનો અનુગ્રહ છે. તેઓશ્રીના પરમતા૨ક વચનને અનુસરી ધર્માનુષ્ઠાન દ્વારા આપણે આપણા આત્માને ઇશાનુગ્રહવિચાર બત્રીશી : એક પરિશીલન ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મસ્વરૂપ બનાવીએ તો જ આપણે પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું... વગેરે જણાવ્યું છે. આ બત્રીશીના છેલ્લા ત્રણ શ્લોકો મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવા જોઈએ. પરમાત્મા પરમાત્મા કઈ રીતે બન્યા; તેઓશ્રીએ તારક તીર્થની સ્થાપના કેમ કરી અને ધર્મદેશના દ્વારા આપણી ઉપર તેઓશ્રીએ કઈ રીતે અનુગ્રહ ર્યો : એ બધાનો વિચાર કરવાથી પરમાત્માના અનુગ્રહનું વાસ્તવિક સ્વરૂપ આપણે સમજી શકીશું. માર્ગદર્શક પરમાત્મા આપણને માર્ગે ચલાવતા નથી. એ કામ તો આપણે જાતે જ કરવાનું છે. અનન્યસાધારણ માર્ગદર્શન પરમાત્માએ કરાવ્યું છે અને અનન્યસાધારણ પુરુષાર્થ આપણે કરવાનો છે. અંતે પરમાત્માના પરમતારક માર્ગદર્શનને અનુસરી દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગે ચાલવાના એ પુરુષાર્થનો પ્રારંભ કરી પરમાત્માના અનુગ્રહના પાત્ર બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #6 -------------------------------------------------------------------------- ________________ | अथ प्रारभ्यत ईशानुग्रहविचारद्वात्रिंशिका ।। सम्यग्दृष्टिनिरूपणानन्तरं तन्निर्वाहकमीशानुग्रहं विचारयति આ પૂર્વેની બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ આત્માઓનું સ્વરૂપ વર્ણવ્યું. હવે તેમના નિર્વાહક ઇશાનુગ્રહની વિચારણા આ બત્રીશીમાં કરાય છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ જ વાસ્તવિક રીતે વસ્તુતત્ત્વની વિચારણા કરી શકે છે. ઇશાનુગ્રહવિચારણાથી તેનો વાસ્તવિક નિર્ણય થાય છે, જેથી આત્મા સમ્યગ્દષ્ટિ બની રહે છે. આ રીતે સમ્યગ્દષ્ટિનિર્વાહક ઇશાનુગ્રહ હોવાથી સમ્યગ્દષ્ટિના નિરૂપણ પછી આ બત્રીશીમાં ઇશાનુગ્રહની વિચારણા કરાય છે– महेशानुग्रहात् केचिद्, योगसिद्धिं प्रचक्षते । क्लेशाद्यैरपरामृष्टः, पुंविशेषः स चेष्यते ॥१६-१॥ महेशेति-केचित् पातञ्जलाः । महेशानुग्रहाद् योगस्योक्तलक्षणस्य सिद्धिं योगक्षेमलक्षणां । प्रचक्षते कथयन्ति । स च महेशः । पुंविशेषः पुरुषविशेष इष्यते । कीदृश इत्याह-क्लेशाद्यैः क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः त्रिष्वपि कालेषु । तथा च सूत्रं-“क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः” [१-२४] इति । अत्र क्लेशा अविद्यास्मितारागद्वेषाभिनिवेशा वक्ष्यमाणलक्षणाः । क्लेशमूलः कर्माशयः । दृष्टादृष्टजन्मवेदनीयः, अस्मिन्नेव जन्मन्यनुभवनीयो दृष्टजन्मवेदनीयः, जन्मान्तरानुभवनीयस्त्वदृष्टजन्मवेदनीयः । तीवसंवेगेन हि कृतानि पुण्यानि देवताराधनादीनि कर्माणि इहैव जन्मनि फलं जात्यायुर्भोगलक्षणं प्रयच्छन्ति, यथा नन्दीश्वरस्य भगवन्महेश्वराराधनबलादिहैव जन्मनि जात्यादयो विशिष्टाः प्रादुर्भूताः । न चैतदनुपपत्तिः, सदनुष्ठनेन प्रतिबन्धकापनयने केदारान्तरे जलापूरणवत्पाश्चात्यप्रकृत्यापूरणेनैव सिद्धिविशेषोपपत्तेः । तदुक्तं-“जन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धयः” [४-१] । सिद्धिश्चोत्कर्षविशेषः कार्यकारणस्य जात्यन्तरपरिणामः प्रकृत्या पूराद् निमित्तमप्रयोजकं । प्रकृतीनां चरणभेदस्तु ततः क्षेत्रिकवदिति । “सति मूले तद्विपाको जात्यायु गाः” [२-१३] । सति मूले क्लेशरूपबीजे तेषां कुशलाकुशलकर्मणां विपाको जलं जात्यायुभॊगा भवन्ति । जातिर्मनुष्यादिः, आयुश्चिरकालं शरीरसम्बन्धः, भोगा विषयाः, इन्द्रियाणि सुखदुःखसंविच्च । कर्मकरणभावसाधनव्युत्पत्त्या भोगशब्दस्य । इदमत्र तात्पर्यं । चित्तं हि द्विविधं साशयमनाशयं च । तत्र योगिनामनाशयं । तदाह-“(तत्र) ध्यानजमनाशयं” [४-६] । अत एव तेषामशुक्लाकृष्णं कर्म । तदाह-“कर्माशुक्लकृष्णं योगिनः त्रिविधमितरेषां [४-७]”-शुभफलदं कर्म योगादि शुक्लम्, अशुभफलदं ब्रह्महत्यादि कृष्णम्, उभयसङ्कीर्णं शुक्लकृष्णं । तत्र शुक्लं दानतपःस्वाध्यायादिमतां पुरुषाणां, कृष्णं नारकाणां, शुक्लकृष्णं मनुष्याणां, योगिनां तु विलक्षणमिति । साशयं चित्तमयोगिनां । तत्र फलत्यागानुसन्धानाभावात्फलजनकः कर्माशयः, ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानां । द्विविधा हि कर्मवासनाः स्मृतिमात्रफला जात्यायुर्भोग એક પરિશીલન Page #7 -------------------------------------------------------------------------- ________________ फलाश्च। तत्राद्या येन कर्मणा यादृक् शरीरमारब्धं देवमानुषतिर्यगादिभेदेन जात्यन्तरशतव्यवधानेन पुनस्तथाविधस्यैव शरीरस्यारम्भे तदनुरूपामेव स्मृतिं जनयन्ति, अन्यादृशीं च न्यग्भावयन्ति, देवादिभवे नारकादिशरीरोपभोगस्मृतिवत् । न चातिव्यवहितयोः स्मृतिसंस्कारयोर्जन्यजनकभावानुपपत्तिः, दूरानुभूतस्याप्यविचलितचित्ते वासनात्मना स्थितस्योद्बोधविशेषसहकारेण स्मृतिविशेषपरिणामे व्यवधानाभावात् । तदुक्तं'जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृतिसंस्कारयोरेकरूपत्वात्” [४-९] । ताश्च सुखसाधनावियोगाध्यवसायसङ्कल्पस्य मोहलक्षणस्य बीजस्यानादित्वादादिरहिताः । तदुक्तं-“तासामनादित्वमाशिषो नित्यत्वात् [४-१०] । द्वितीया अपि चित्तभूमावेवानादिकालं सञ्चिता यथा यथा पाकमुपयान्ति तथा तथा गुणप्रधानभावेन स्थिता जात्यायुर्भोगलक्षणं कार्यमारभन्त इति । तदेतत्कर्माशयफलं जात्यादिविपाक इति । यद्यपि सर्वेषामात्मनां क्लेशादिपरामर्शो नास्ति, तथापि ते चित्तगतास्तेषां व्यपदिश्यन्ते, यथा योधगतौ जयाजयौ स्वामिनः । अस्य तु त्रिष्वपि कालेषु तथाविधोऽपि क्लेशादिपरामर्शो नास्तीति विलक्षणोSચમચેમ્ય: 9૬-છા. મહેશના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે; એમ કેટલાક કહે છે. ક્યારે પણ જે પુરુષ ક્લેશાદિથી રહિત છે તે મહેશ છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય, વિસ્તારથી આ શ્લોકની જ ટીકામાં ગ્રંથકારશ્રીએ વર્ણવ્યો છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે. પાતંજલદર્શનના અનુયાયીઓ મહેશના અનુગ્રહથી યોગસિદ્ધિ માને છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપાર યોગ છે તેમ જ પાતંજલદર્શનમાં જણાવ્યા મુજબ ચિત્તવૃત્તિનિરોધ યોગ છે. તેની પ્રાપ્તિ અને પ્રાપ્ત એવા તેની રક્ષા સ્વરૂપ યોગની સિદ્ધિ છે. અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા સ્વરૂપ, તે તે વસ્તુની સિદ્ધિ છે. એવી યોગની સિદ્ધિ મહેશના અનુગ્રહથી થાય છે. મહેશ પુરુષવિશેષ છે; જે ત્રણેય કાળમાં ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અસંબદ્ધ છે – એ પ્રમાણે “વફ્લેશરવિપાવાગડશરિપરાકૃષ્ટ પુરુષવિશેષ ફૅશ્વરઃ” (૧-૨૪) ! આ પાતંજલયોગસૂત્રથી જણાવાયું છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ : આ પાંચ ક્લેશ છે, જેનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ક્લેશ જેનું મૂળ છે એવો કર્મસ્વરૂપ આશય(ભાવ) છે. એનો અનુભવ આ જન્મમાં થાય છે; તેમ જ પરજન્મમાં પણ થાય છે. ઉપર જણાવ્યા મુજબ અવિદ્યાદિ સ્વરૂપ લેશો અનેક પ્રકારના છે. તેના કારણે થનારા કર્માશયો પણ અનેક પ્રકારના છે. કેટલાંક કર્મો દૃષ્ટવેદનીય છે અને કેટલાંક કર્મો અદષ્ટવેદનીય છે. આ જન્મમાં જ જેનો અનુભવ થાય છે, તે કર્મો દષ્ટવેદનીય છે અને પરલોકમાં(પરજન્મમાં) જેનો અનુભવ થાય છે તે કર્મો અદષ્ટવેદનીય છે. એમાં મૂળભૂત કારણ અવિદ્યાદિ ક્લેશો છે. તીવ્ર સંવેગ (અતિ-ઉત્કટ પ્રયત્નોથી કરેલાં અતિ-ઉત્તમ પવિત્ર એવાં દેવતા-આરાધનાદિ કર્મો આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળને આપે છે.શિલાદ નામના મુનિના નંદી નામના કુમારે ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #8 -------------------------------------------------------------------------- ________________ મહાદેવજીની અત્યુઝ (શ્રેષ્ઠ) પૂજા કરીને મનુષ્ય શરીરનો ત્યાગ કરી તે જન્મમાં જ દેવના શરીરને ધારણ કરી તે અમર થયો હતો. આ રીતે દેવતાના આરાધનથી આ જન્મમાં જ તેને વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થઈ હતી. આ પ્રમાણે જન્મ, શરીર, આયુષ્ય, ઇન્દ્રિયો વગેરેના પરિણામોમાં ફેરફાર કઈ રીતે થાય ? અર્થાતુ એ શક્ય નથી..” આવી શંકા નહીં કરવી જોઈએ. કારણ કે દેવપૂજાદિ સદનુષ્ઠાનના પ્રભાવથી; તે તે વસ્તુની પ્રાપ્તિના પ્રતિબંધકની નિવૃત્તિ થવાથી એક ક્યારામાંથી બીજા ક્યારામાં જેમ જળ પૂરાય છે તેમ પ્રકૃતિના આપૂરણથી (પૂર્વપ્રકૃતિના જ આપૂરણથી) ઉપર જણાવ્યા મુજબ સિદ્ધિવિશેષની પ્રાપ્તિ થાય છે. તેથી તેમાં (જાત્યાદિના પરિણામોતરમાં) કોઈ અનુપપત્તિ થતી નથી. ખેતરમાં પાણી પાનાર ખેડૂતને જ્યારે એક ક્યારામાંથી બીજા ક્યારામાં પાણી લઈ જવાનું થાય છે ત્યારે તે જેમ તે ક્યારામાં પાણી નાંખવા જતો નથી. પરંતુ પહેલાંની જેમ જ એ પાણી નાખ્યા કરે છે. તે વખતે તે ખેડૂત બીજા ક્યારામાં પાણી જે કારણે જતું ન હતું તે પાળ વગેરે દૂર કરી દે છે. તેથી પ્રતિબંધકના દૂર થવાથી ત્યાં પાણી પહોંચી જાય છે. આવી જ રીતે આ જન્મમાં જન્માંતરસંબંધી વિશિષ્ટ જાતિ, આયુષ્ય વગેરે ફળની પ્રાપ્તિ જે પ્રતિબંધકને લઇને થતી ન હતી તે અધર્મસ્વરૂપ પ્રતિબંધકને, અત્યંત તીવ્ર સંવેગથી સદનુષ્ઠાન કરવા દ્વારા દૂર કરાય છે. તેથી પૂર્વવત્ પ્રકૃતિના આપૂરણથી જ આ જન્મમાં તે તે વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળાંતર (પરિણામાંતર) પ્રાપ્ત થાય છે. આ વાતને જણાવતાં “ગન્મધમતા સમાધિના સિદ્ધા” (૪-૧) . આ પાતંજલયોગસૂત્રમાં વર્ણવ્યું છે કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિના કારણે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પક્ષીઓ આકાશમાં ગમન કરે છે.. વગેરે સિદ્ધિઓ જન્મના કારણે છે. લોહગુગુલાદિના સેવનથી જે અચિંત્ય દિવ્યશક્તિ વગેરે પ્રાપ્ત થાય છે તે ઔષધિના કારણે પ્રાપ્ત થતી સિદ્ધિઓ છે. મંત્રના પ્રયોગથી પ્રાપ્ત થતી આકાશગમનાદિની શક્તિ સ્વરૂપ સિદ્ધિઓ મંત્રના કારણે પ્રાપ્ત થતી હોય છે. તપોબળથી પ્રાપ્ત થનારી શક્તિ તપના કારણે થનારી સિદ્ધિ કહેવાય છે અને સમાધિથી પ્રાપ્ત થનારી અણિમાદિ... વગેરે સ્વરૂપ સિદ્ધિઓ છે, જે યોગીજનોને પ્રાપ્ત થાય છે. કાર્ય અને કારણની સિદ્ધિ તેના ઉત્કર્ષ સ્વરૂપ છે. પૂર્વાવસ્થાના તેના પરિણામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પરિણામાંતરની પ્રાપ્તિ સિદ્ધિસ્વરૂપ છે. આ રીતે ઉત્કૃષ્ટ પરિણામ સ્વરૂપ જાત્યંતર પરિણામ પ્રકૃતિના આપૂરથી થાય છે. આશય એ છે કે આ પ્રકૃતિઓનું આપૂર પ્રકૃતિઓનો સ્વાભાવિક ધર્મ છે કે ધર્માદિના કારણે તે થતો હોવાથી ધર્માદિથી જન્ય છે? આ શંકાના સમાધાન માટે “નાત્યન્તરપરિમ: પ્રાપૂરા” (૪-૧); આ સૂત્ર પછી “નિમિત્તમપ્રયોગ પ્રતીનાં વરળમેવસ્તુ તતઃ ત્રિવ” (૪-૬) આ સૂત્ર છે. શંકાનું કારણ એ છે કે પ્રકૃતિનો આપૂર પ્રકૃતિનો સ્વાભાવિક ધર્મ હોય તો તેનાથી બધાને જ સિદ્ધિ પ્રાપ્ત થશે અને તે જો ધમદિથી જન્ય હોય તો ધર્માદિને એક પરિશીલન Page #9 -------------------------------------------------------------------------- ________________ હેતુ-સ્વતંત્ર કારણ-માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પ્રકૃતિથી જન્ય (પરંપરાએ જન્ય) ધર્માદિ, પ્રકૃતિના આપૂરના કારણ થઈ શકે નહિ. તેથી શંકાના સમાધાન માટે નિમિત્તમ ઇત્યાદિ સૂત્ર છે. ધર્માદિ; પ્રકૃતિના આપૂરનું નિમિત્ત છે, પ્રયોજક નથી. સ્વતંત્ર કારણને પ્રયોજક-હેતુ કહેવાય છે. તેથી ધર્માદિ જે નિમિત્ત છે; તે પ્રકૃતિઓના પ્રયોજક નથી. ધર્માદિથી વરણભેદ (પ્રતિબંધકાપનયન) થાય છે. જેમ ખેડૂત વૃક્ષની આસપાસનું ઘાસ ઉખેડી નાંખે છે તેથી વૃક્ષના મૂળમાં પાણી પહોંચે છે પરંતુ તે ત્યાં પાણી સિંચતો નથી તેમ અહીં પણ સિદ્ધિના પ્રતિબંધક ધર્માદિકથી દૂર થાય છે. તેથી સિદ્ધિઓ તો પ્રકૃતિઓના આપૂરથી જ થાય છે. તે તે સિદ્ધિને અનુકૂળ કારણમાં અવયવોનો(પરમાણુ વગેરેનો) અનુપ્રવેશ કે વિગમ કરાવવો; તેને પ્રકૃતિનો આપૂર કહેવાય છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. “ક્ષત્તિ મૂર્ત તદ્વિપ નાત્યાયુ:(૨૩) આ યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ક્લેશસ્વરૂપ બીજ હોતે છતે કુશલ કે અકુશલ કર્મોના ફળ સ્વરૂપ જાતિ, આયુષ્ય અને ભોગને વિપાક કહેવાય છે. મનુષ્યાદિ જાતિ છે. લાંબા કાળ સુધી આત્માના શરીર સાથેના સંબંધને આયુષ્ય કહેવાય છે. મુખ્યત્ત રૂતિ મુખ્યત્વેડોનેતિ મુર્વેિતિ; “મોગ' શબ્દ એ ત્રણેય રીતે અનુક્રમે કર્મ, કરણ અને ભાવમાં નિષ્પન્ન છે. તેથી શબ્દાદિ વિષયો, શ્રવણાદિ ઇન્દ્રિયો અને સુખ-દુઃખનું સંવેદન : એ ત્રણને ભોગ કહેવાય છે. સુખ-દુઃખના સંવેદનથી ઉત્પન્ન થનારા સંસ્કારો(વાસના)ને આશય કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાંખ્યદર્શનમાં સાશય અને અનાશય - એમ ચિત્તના બે પ્રકાર વર્ણવ્યા છે. તેમાંનું અનાશય ચિત્ત યોગીઓને હોય છે. આ વાત “તત્ર ધ્યાનનમનારાય” (૪-૬) ! આ સૂત્રથી જણાવી છે. તેથી જ ધ્યાનથી ઉત્પન્ન અનાશય ચિત્તવાળા યોગીજનોનું કર્મ અશુક્લાકૃષ્ણ હોય છે. “Íશવત્તા કૃM યોગિનર્જિવિતરેષા” (૪-૭) આ યોગસૂત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે યોગીજનોને અશુક્લાકૃષ્ણ કર્મ હોય છે અને તેમનાથી ભિન્ન જનોને શુક્લ, કૃષ્ણ તેમ જ શુક્લકૃષ્ણ : આ ત્રણ પ્રકારનાં કર્મો હોય છે. શુભ ફળને આપનારું યોગાદિ સ્વરૂપ કર્મ શુક્લ છે. બ્રહ્મહત્યાદિ સ્વરૂપ કર્મ અશુભ ફળને આપનારું હોવાથી કૃષ્ણ છે. ઉભયથી સંકીર્ણ કર્મ શુક્લકૃષ્ણ છે. દાન, તપ અને સ્વાધ્યાયાદિને કરનારાને શુક્લ કર્મ છે; નારકીઓને કૃષ્ણ કર્મ છે અને મનુષ્યાદિને શુક્લકૃષ્ણ કર્મ છે. યોગીજનોને એ ત્રણેય કર્મથી વિલક્ષણ એવું ચોથું અશુક્લાકૃષ્ણ કર્મ હોય છે. યોગીજનોને છોડીને બીજા બધા અયોગીજનોનું ચિત્ત સાશય હોય છે. કારણ કે અયોગીજનો જે કર્મ કરે છે તે, તેના ફળને પ્રાપ્ત કરવાના આશયથી કરે છે. તે વખતે તેમને ફળના ત્યાગની ભાવના હોતી નથી. તેથી તે શુક્લ વગેરે ત્રણ કર્મથી તેના વિપાકને અનુકૂળ જ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે. આ વાત “તતસ્તવિપાનુIનામેવાભિવ્યક્તિનાના ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #10 -------------------------------------------------------------------------- ________________ (૪-૮) । આ સૂત્રથી જણાવેલી છે. શુક્લાદિ કર્મજન્ય જે જાત્યાદિ ફળ પ્રાપ્ત થાય છે, તે તે ફળને અનુગુણ (ઉન્મુખ) એવી વાસનાઓનો (સંસ્કારોનો) તે તે કાળે આવિર્ભાવ થઇ જાય છે; જેથી પૂર્વજન્માદિની અપેક્ષાએ તદ્દન વિલક્ષણ જન્માદિ પ્રાપ્ત થયા પછી તે તે વિપાકોના અનુભવની અનુપપત્તિ થતી નથી. આ કર્મજન્ય વાસનાઓ પણ બે પ્રકારની છે. એક માત્ર સ્મૃતિના ફળવાળી (સ્મૃતિજનક) છે અને બીજી જાતિ, આયુષ્ય અને ભોગના ફળને આપનારી છે. આમાંની પહેલા પ્રકારની વાસના એવી છે કે; જે કર્મથી જેવા શરીરનો આરંભ થયો હોય તેની વચ્ચે દેવ, મનુષ્ય, તિર્યંચાદિના સેંકડો જન્મનું વ્યવધાન થવા છતાં ફરી પાછો તેવા જ શરીરનો આરંભ થાય ત્યારે તેને અનુરૂપ જ સ્મૃતિને ઉત્પન્ન કરે છે અને તે વખતે બીજી બધી સ્મૃતિઓને અંતર્હિત કરે છે. દેવાદિભવમાં નારકાદિ શરીરના ઉપભોગની સ્મૃતિ જેમ લુપ્ત થાય છે તેમ અહીં પણ એ પ્રમાણે અન્યસ્મૃતિઓ લુપ્તપ્રાય થતી હોય છે. “અત્યંત વ્યવહિત(સેંકડો જન્મના વ્યવધાનથી યુક્ત) એવા સંસ્કારથી સ્મૃતિ થઇ શકશે નહીં. કારણ કે અત્યંત વ્યવહિત સંસ્કારને સ્મૃતિ પ્રત્યે કારણ માનતા નથી...' - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે લાંબા કાળે અનુભવેલું હોવા છતાં ચિત્ત જો વિચલિત ન હોય તો એવા ચિત્તમાં સંસ્કારરૂપે પડેલી તે અનુભૂત વસ્તુનો ઉદ્બોધકવિશેષના સહકારથી સ્મૃતિસ્વરૂપ પરિણામ થવામાં કોઇ વ્યવધાન નથી. ત્યાં તે વખતે પણ સંસ્કાર પડેલા છે જ. આ વસ્તુને જણાવતાં “નાતિવેશાતવ્યદિતાનામય્યાનન્તર્થ સ્મૃતિસંારચોરે પાત્” (૪-૧) । આ સૂત્રમાં કહ્યું છે કે, જાતિ, દેશ, કાળથી વ્યવહિત હોવા છતાં વાસનાઓનું આનન્તર્ય છે. કારણ કે સ્મૃતિ અને સંસ્કારની એકરૂપતા(સમાનવિષયકતા) છે. આશય એ છે કે જુદા જુદા જન્મમાં, સ્થળમાં કે કાળમાં અનુભવેલું હોવા છતાં કાલાંતરે, દેશાંતરે કે જાત્યંતરે તેની સ્મૃતિ થતી હોય છે. તેથી સંસ્કાર અને સ્મૃતિને કોઇ વ્યવધાન નથી; આનન્તર્ય(અંત૨રહિતપણું) છે. ઉદ્બોધકવિશેષના સહકારથી સ્મૃતિ થતી હોય છે. આ બધી વાસનાઓનું બીજ મોહ છે. ‘ક્યારે ય સુખનાં સાધનોનો વિયોગ ના થાઓ' આવા પ્રકારના અધ્યવસાયથી જે સંકલ્પ (કર્તવ્ય કે અકર્ત્તવ્યવિષયક પ્રવૃત્તિ-નિવૃત્તિનો અધ્યવસાય) થાય છે, તે મોહ છે. મોહ અનાદિનો હોવાથી વાસનાઓ પણ અનાદિની(આદિરહિત) છે. આ વાત “તાસામનાવિત્તું યાડડશિષો નિત્યત્પા” (૪-૧૦) આ યોગસૂત્રથી સ્પષ્ટ કરી છે. ઉપર જણાવ્યા મુજબ સુખના સાધનનો વિયોગ ન થાય... ઇત્યાદિ સ્વરૂપ ઇષ્ટપ્રાર્થનાને આશિષ કહેવાય છે. આશીર્વાદ નિત્ય હોવાથી વાસનાઓ અનાદિની છે. બીજી પણ કર્મવાસના ચિત્તસ્વરૂપ આશ્રયમાં જ અનાદિકાળથી સંચિત છે. જેમ જેમ તેણીનો પરિપાક થાય તેમ તેમ ગૌણમુખ્યભાવે રહેલી એવી તે; જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ કાર્યનો આરંભ કરે છે. [સત્તામાં રહેલાં કર્મો જેમ જેમ વિપાકોન્મુખ બને તેમ તેમ કોઇ એક પરિશીલન ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ વાર ગૌણ અને કોઈ વાર મુખ્યભાવે (પ્રદેશથી અને રસથી) કાર્યરત થાય છે. આ વસ્તુનો વિચાર કરવાથી ઉપર જણાવેલી વાતને સમજતાં વાર નહીં લાગે.] આથી સ્પષ્ટ છે કે આ કર્ભાશયના ફળસ્વરૂપ જાતિ... વગેરે વિપાક છે. યદ્યપિ સાંખ્યોની માન્યતા મુજબ દરેક આત્મા (પુરુષ) શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સ્ફટિકની જેમ સદાને માટે નિર્મળ હોવાથી કોઈ પણ આત્માને ક્લેશાદિનો પરામર્શ (સંબંધ) નથી. પરંતુ ચિત્તમાં રહેલા તે તે ક્લેશાદિનો પુરુષમાં ઉપચાર કરાય છે. અર્થાત્ યોદ્ધાઓનો જય કે પરાજય થયો હોય તો તે જેમ તેના સ્વામીનો જણાવાય છે, તેમ અહીં પણ ચિત્તમાં રહેલા ક્લેશાદિ પુરુષના જણાવાય છે. આવો ઉપચાર ત્રણે કાળમાં મહેશમાં ન હોવાથી તેઓ ક્લેશાદિથી અપરાકૃષ્ટ છે અને તેથી જ બીજા જીવોની અપેક્ષાએ તેઓ વિલક્ષણ છે. /૧૬-૧ી અન્યપુરુષોની અપેક્ષાએ મહેશમાં જે વિશેષ છે, તે જણાવાય છે– ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । શ્વર્ય વૈવ ધર્મશ, સદ્દસિદ્ધ થતુષ્ટયમ્ ૧૬-૨ ज्ञानमिति-ज्ञानादयो ह्यत्राऽप्रतिपक्षाः सहजाश्च शुद्धसत्त्वस्यानादिसम्बन्धात् । यथा हीतरेषां सुखदुःखमोहतया विपरिणतं चित्तं निर्मले सात्त्विके धर्मात्मप्रख्ये प्रतिसङ्क्रान्तं चिच्छायासक्रान्तान्तःसंवेद्यं भवति, नैवमिश्वरस्य, किं तु तस्य केवल एव सात्त्विकः परिणामो भोग्यतया व्यवस्थित इति । किं च प्रकृतिपुरुषसंयोगवियोगयोरीश्वरेच्छाव्यतिरेकेणानुपपत्तेरनादिज्ञानादिमत्त्वमस्य सिद्धम् ।।१६-२।। જે જગતના સ્વામીનું અસ્મલિત જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચાર સહજ - સ્વભાવસિદ્ધ છે; તે પુરુષવિશેષ ઈશ્વર છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જ્ઞાનાદિગુણો અજ્ઞાનાદિ – પ્રતિપક્ષથી રહિત સ્વભાવથી જ પરમાત્મામાં(ઇશ્વરમાં) છે. કારણ કે શુદ્ધસત્ત્વનો સંબંધ અનાદિકાળથી છે. જેમ બીજા સંસારી પુરુષોને સુખ, દુઃખ અને મોહ રૂપે પરિણામ પામેલું ચિત્ત નિર્મળ, સાત્ત્વિક એવા ચેતન પુરુષમાં સંક્રાંત; ચિછાયામાં સંક્રાંત થયેલા અંતઃકરણથી સંવેદ્ય બને છે. આશય એ છે કે સુખ-દુઃખાદિથી પરિણામ પામેલું ચિત્ત પુરુષમાં પ્રતિસંક્રાંત બને છે અને તેનું - પુરુષમાં પ્રતિબિંબિતનું પ્રતિબિંબ પાછું નિર્મળ બુદ્ધિમાં પડે છે. તેમાં ચિચ્છાયાવિશિષ્ટ ચિત્ત પ્રતિબિંબિત છે. તેને પુરુષ સંવેદ્ય બનાવે છે. પરંતુ પરમાત્માને આવું બનતું નથી. તેમને તો સદાને માટે સાત્ત્વિક પરિણામ જ હોય છે. તે એ સ્વરૂપે જ ભોગ્ય તરીકે વ્યવસ્થિત છે. પ્રતિબિંબાત્મક ભોગ તેમને નથી. યદ્યપિ આવી અવસ્થા તો મુક્તાત્માને પણ હોય છે. તેથી આનાથી સ્વતંત્ર પરમાત્માને માનવાની આવશ્યકતા નથી. પરંતુ આ સંસારમાં પ્રકૃતિ-પુરુષનો સંયોગ તેમ જ તેના વિયોગથી ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #12 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની પ્રાપ્તિ વગેરે ઇશ્વરની ઇચ્છા વિના અનુપપન્ન છે તેથી અનાદિજ્ઞાનાદિમાન પરમાત્માને માન્ય વિના ચાલે એવું નથી... ઇત્યાદિ ક્રિ . ઇત્યાદિ ગ્રંથનો આશય છે. ૧૬-રા. પરમાત્માના અનાદિ જ્ઞાન, વૈરાગ્ય વગેરેમાં યુક્તિ જણાવાય છે सात्त्विकः परिणामोऽत्र, काष्ठाप्राप्ततयेष्यते । નાક્ષપ્રાતિહાપ્રાણ, રૂતિ સર્વજ્ઞાતિઃ ૧૬-રૂ. सात्त्विक इति-अत्रेश्वरे सात्त्विकः परिणामः । काष्ठाप्राप्ततयाऽत्यन्तोत्कृष्टत्वेन इष्यते । तारतम्यवतां सातिशयानां धर्माणां परमाणावल्पत्वस्येवाकाशे परममहत्त्वस्येव काष्ठाप्राप्तिदर्शनाद् ज्ञानादीनामपि चित्तधर्माणां तारतम्येन परिदृश्यमाणानां क्वचिन्निरतिशयत्वसिद्धेः । न पुनरक्षप्रणालिकया इन्द्रियद्वारा प्राप्त उपनीतः । इति हेतोः । सर्वविषयत्वादेतच्चित्तस्य सर्वज्ञतायाः स्थितिः प्रसिद्धिः । तदुक्तं-“तत्र निरतिशयं સર્વજ્ઞવીનમ્” [૧-૨૧] I9૬-રૂ “ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપે મનાય છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સ્વરૂપે મનાતો નથી. તેથી સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્મા-ઈશ્વરમાં શુદ્ધ સાત્ત્વિક ભાવ છે. રજોગુણ કે તમોગુણના લેશથી પણ અનુવિદ્ધ નથી. અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપે તે ત્યાં છે. અર્થાત્ એના કરતાં બીજે ક્યાંય પણ ઉત્કૃષ્ટ ન હોવાથી પરમાત્મામાં તે સર્વોત્કૃષ્ટ છે. કારણ કે તરતમતાવાળા અતિશયથી યુક્ત ધર્મો પરાકાષ્ઠાને પામેલા દેખાય છે. પરમાણુમાં અલ્પત્વ અને આકાશમાં જેમ પરમમહત્ત્વ પરાકાષ્ઠા(સર્વોત્કર્ષ)ને પામેલું છે. અર્થાત્ પરમાણુમાં જે અલ્પત્વ છે તેથી વધારે અલ્પતા બીજે ક્યાંય નથી અને આકાશમાં જે પરમમહત્ત્વ છે, તેના કરતાં સહેજ પણ વધારે પરમમહત્ત્વ બીજે ક્યાંય નથી. તેમ ચિત્તના જ્ઞાનાદિ ધર્મો પણ તરતમતાએ દેખાય છે. તેથી તે કોઈ સ્થાને નિરતિશય (સતિશય) છે – એ સિદ્ધ થાય છે. પરમાત્મામાં રહેલા જ્ઞાનાદિ ધર્મો ઇન્દ્રિયો દ્વારા ઉપનીત નથી. અન્યપુરુષોને; પ્રકૃતિ સાથેના ભેદનું જ્ઞાન ન હોવાથી ઇન્દ્રિયો સ્વરૂપ નીક દ્વારા વિષયાકાર પરિણત થયેલી બુદ્ધિના પ્રતિબિંબ સ્વરૂપ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ઉપનીત છે, જે તાત્ત્વિક નથી. આથી સમજી શકાશે કે પરમાત્મા-ઈશ્વરનું ચિત્ત સર્વવિષયવાળું હોવાથી પરમાત્મામાં સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. ઇન્દ્રિયો દ્વારા ઉપનીત, સર્વવિષયક હોતું નથી. કારણ કે ઇન્દ્રિયો પોતપોતાની મર્યાદામાં મર્યાદિત જ વિષયોનું ગ્રહણ કરીને બુદ્ધિને સમર્પિત કરે છે. તેથી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારું જ્ઞાન સર્વવિષયક હોતું નથી. આ જ વાત “તત્ર નિરતિશયં સર્વાવીનમ્” (૧ર૬) | આ પાતંજલ યોગ-સૂત્રથી જણાવી છે. એનો આશય સ્પષ્ટ છે કે ઈશ્વરમાં સર્વજ્ઞતાનું કારણભૂત કાષ્ઠાપ્રાપ્ત જ્ઞાન છે. સત્ત્વગુણની તરતમતાને લઈને કોઈ પુરુષ વર્તમાનકાળના જ પદાર્થોને જાણે છે અને કોઈ ભૂતકાલાદિના પણ જાણે છે. તેમ જ કોઈ પુરુષ સ્થૂલ પદાર્થોને એક પરિશીલન Page #13 -------------------------------------------------------------------------- ________________ જ જાણે છે અને કોઈ સૂક્ષ્મને પણ જાણે છે. આ રીતે સર્વત્ર તરતમતાવાળું જ્ઞાન હોય છે. તે કોઈ સ્થાને પરાકાષ્ઠાને પામેલું હોવું જોઇએ એ નિયમથી પરમાત્મામાં સર્વજ્ઞતાનું કારણભૂત નિરતિશય (સર્વોત્કૃષ્ટ) જ્ઞાન સિદ્ધ થાય છે. આવી જ રીતે વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્ય વગેરે પણ પરમાત્મામાં પરાકાષ્ઠાને પામેલા છે. મુક્તાત્માઓમાં આવી અવસ્થા નથી. અનાદિથી તેઓ બદ્ધ હતા, કાલાંતરે તેઓ મુક્ત થયા છે અને ભવિષ્યમાં પાછા પરમાત્માની ઇચ્છાથી તેઓ સંસારમાં આવશે. તેથી મુક્તાત્માઓથી અતિરિક્ત પરમાત્મા છે, જેમના અનુગ્રહથી જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. [૧૬-all આ રીતે પરમાત્માને મુક્તાત્માઓથી અતિરિક્ત સિદ્ધ કરીને બ્રહ્માદિ દેવોથી પણ તેઓ અતિરિક્ત છે; તેમાં યુક્તિ જણાવાય છે– ऋषीणां कपिलादीनामप्ययं परमो गुरुः । तदिच्छया जगत्सर्वं, यथाकर्म विवर्त्तते ।।१६-४॥ ऋषीणामिति-अयमीश्वरः कपिलादीनामपि ऋषीणां परम उत्कृष्टो गुरुः । तदुक्तं-“स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदादिति' [१-२६] । तस्येश्वरस्येच्छया सर्वं जगद् यथाकर्म कर्मानतिक्रम्य विवर्तते उच्चावचफलभाग् भवति । न च कर्मणैवाऽन्यथासिद्धः, एककारकेण कारकान्तरानुपक्षयादिति भावः I/૧૬-૪|| “કપિલાદિ ઋષિઓના પણ ઉત્કૃષ્ટ ગુરુ ઈશ્વર છે. તેમની ઇચ્છાથી સમગ્ર જગત કર્મ પ્રમાણે ફળને અનુભવે છે.” આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પાતંજલદર્શનમાં સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી અનાદિશુદ્ધ ઈશ્વરનું નિરૂપણ કરાય છે. એ ઈશ્વરને બ્રહ્માદિસ્વરૂપ માની લેવાય તો તે તે સૃષ્ટિકાળની અપેક્ષાએ તે આદિમાન થઈ જાય, અનાદિ ન રહે. તેથી તેમને બ્રહ્માદિથી અતિરિક્ત માની લેવાય છે. તેમની અનાદિતાને આ શ્લોકમાં જણાવી છે. તે તે દર્શનના પ્રણેતા એવા કપિલાદિ ઋષિઓના પણ ઇશ્વર પરમગુરુ હોવાથી તેઓ અનાદિ છે. “ પૂર્વેષામાં પુર: વાનાનવચ્છતા” (૧-૨૬) ! આ સૂત્રથી જણાવ્યું છે કે ઈશ્વર કાળથી પરિમિત ન હોવાથી કપિલાદિ ઋષિઓના પણ પરમગુરુ છે. જેમ બ્રહ્માદિ દેવો સૃષ્ટિકાલાદિમાં હોય છે અને નથી હોતા તેથી તે કાલાવચ્છિન્ન છે તેમ ઈશ્વર કાલાવચ્છિન્ન નથી, તેમનું અસ્તિત્વ સદાને માટે છે. જેમનું અસ્તિત્વ કાલવિશેષમાં જ હોય છે તેમને કાલાવચ્છિન્ન(કાલપરિમિત) કહેવાય છે. કાળને લઇને જેમની ગણના થતી નથી એવા ઇશ્વરની ઇચ્છાથી સમગ્ર જગત પોતપોતાના કર્મના અનુસાર શ્રેષ્ઠ કે કનિષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે. પોતાના કર્મથી વધારે પણ નહીં અને ઓછું પણ નહીં એવું કર્મના અતિક્રમણથી રહિત શુભ કે અશુભ ફળ; તે તે જીવોને ઇશ્વરની ઇચ્છાથી પ્રાપ્ત ૧૦ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #14 -------------------------------------------------------------------------- ________________ છે. “આ રીતે પરમાત્માની ઇચ્છાથી પણ સ્વકર્માનુસારે જ ઉચ્ચ કે નીચ ફળને ભોગવવાનું હોય તો તે તે ફળની પ્રાપ્તિમાં સ્વકર્મને જ કારણ માનવું જોઇએ, ઇશ્વરની ઇચ્છાને કારણે માનવાની આવશ્યકતા નથી. તે તો અન્યથાસિદ્ધ છે.”. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે એક કારક (કારણોને લઈને બીજા કારકનો ઉપક્ષય થતો નથી. અર્થાતુ એક કારક હોયતેથી બીજા કારકનથી – એમ કહેવાનું ઉચિત નથી... ઇત્યાદિ પાતંજલદર્શનના અનુયાયીઓ જણાવે છે. ૧૬-૪ો. एतदूषयति છેલ્લા ચાર શ્લોકથી જણાવેલી પાતંજલદર્શનના અનુયાયીઓની વાતોની અયુક્તતા જણાવાય છે नैतद् युक्तमनुग्राहो, तत्स्वभावत्वमन्तरा । नाणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि ॥१६-५॥ वैतदिति-एतदीश्वरानुग्रहजन्यत्वं योगस्य न युक्तम् । अनुग्राह्ये तत्स्वभावत्वमनुग्राह्यस्वभावत्वमन्तरा विना । यतो देवताया अनुग्रहादपि ‘अणुरात्मा भवतु' इतीच्छालक्षणात् । कदाचिदपि अणुरात्मा ન થાતુ વમવિપરીવૃત્ત. ૧૬-૧ી. “ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે. આ પ્રમાણેનું કથન યુક્ત નથી. જીવમાં (પુરુષમાં) અનુગ્રાહ્યસ્વભાવત્વ માનવામાં ન આવે તો તે કથન યુક્ત નથી. કારણ કે માત્ર દેવતાના અનુગ્રહથી અણુ આત્મા નહીં બને.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માના અનુગ્રહમાત્રથી યોગની સિદ્ધિ થઈ શકશે નહીં. કારણ કે પુરુષમાં અનુગ્રહ ઝીલવાની યોગ્યતા (અનુગ્રાહ્યસ્વભાવત્વ) ન હોય તો ઇશ્વર દ્વારા ગમે તેટલો અનુગ્રહ કરવામાં આવે તોપણ જીવને યોગની પ્રાપ્તિ નહીં જ થાય. જેમ અણુપરમાણુમાં-(જડમાં) આત્મા(ચેતન) થવાની યોગ્યતા ન હોવાથી “અણુ આત્મા થાય” આવી ઇચ્છા સ્વરૂપ અનુગ્રહમાત્રથી અણુ કાંઈ આત્મા બની નથી જતો. તેમ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ ન હોય તો પરમાત્મા ઇશ્વર કોઈ પણ રીતે અનુગ્રહ નહીં કરી શકે. “પરમાત્માના અનુગ્રહથી જ અણુ વગેરેમાં તે તે સ્વભાવ પણ ઉત્પન્ન થશે...' આ પ્રમાણે નહિ કહી શકાય. કારણ કે સ્વભાવમાં પરાવર્તન શક્ય નથી. /૧૬-પા પાતંજલદર્શનના અનુયાયીઓના કથનમાં દૂષણ જણાવાય છે– उभयोस्तत्स्वभावत्वभेदे च परिणामिता । अत्युत्कर्षश्च धर्माणामन्यत्रातिप्रसञ्जकः ॥१६-६॥ એક પરિશીલન Page #15 -------------------------------------------------------------------------- ________________ उभयोरिति-उभयोरीश्वरात्मनोः । तत्स्वभावत्वभेदे च व्यक्तिकालफलादिभेदेन विचित्रानुग्राह्यानुग्राहकस्वभावभाजनत्वे च परिणामिता स्यात् स्वभावभेदस्येव परिणामभेदार्थत्वात् । तथा चापसिद्धान्तः । ज्ञानादिधर्माणामत्युत्कर्षेणेश्वरसिद्धिरित्यपि च नास्ति । यतो धर्माणामत्युत्कर्षः साध्यमानो ज्ञानादाविवान्यत्राज्ञानादावतिप्रसञ्जकोऽनिष्टसिद्धिकृदत्युत्कृष्टज्ञानादिमत्तयेश्वरस्येव तादृशाज्ञानादिमत्तया तत्प्रतिपक्षस्यापि सिद्ध्यापत्तेः । इत्थं च ज्ञानत्वमुत्कर्षापकर्षानाश्रयवृत्ति, उत्कर्षापकर्षाश्रयवृत्तित्वात्, महत्त्ववदित्यत्र ज्ञानत्वं न तथा, चित्तधर्ममात्रवृत्तित्वाद्, अज्ञानवदिति प्रतिरोधो द्रष्टव्यः । प्रकृतिपुरुषसंयोगवियोगौ च यदि तात्त्विको तदात्मनोऽपरिणामित्वं न स्यात्, तयोढेिष्टत्वेन तस्य जन्यधर्मानाश्रयत्वक्षतेः, नो चेत्कयोः कारणमीश्वरेच्छा । किं च प्रयोजनाभावादपि नेश्वरो जगत् कुरुते । न च परमकारुणिकत्वातानुग्रह एवास्य प्रयोजनमिति भोजस्य वचनं साम्प्रतम्, इत्थं हि सर्वस्यायमिष्टमेव सम्पादयेदित्यधिकं शास्त्रवार्ताસમુદ્ઘવિવરને II9-દા. ઇશ્વર અને આત્મા બંન્નેનો તેવો સ્વભાવ માનવામાં આવે તો ઇશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસંગ આવશે. જ્ઞાનાદિ ધર્મોનો ઉત્કર્ષ માનવામાં આવે તો બીજે પણ ઉત્કર્ષ માનવાનો પ્રસંગ આવશે.” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર પરમાત્માનો અનુગ્રાહક સ્વભાવ માનવાથી જીવને યોગની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી જીવમાં અનુગ્રાહ્ય સ્વભાવ માનવો જોઇએ. આ રીતે પરમાત્મા અને જીવ : એ બંન્નેનો અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવ માની લેવાય છે. દરેક આત્માને એક જ કાળમાં અને એક જ પ્રકારની યોગસિદ્ધિ સ્વરૂપ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી વ્યક્તિ, કાળ અને ફળની ભિન્નતાએ તે અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવમાં પણ ભેદ માન્યા વિના ચાલે એવું નથી. અને તેથી એ રીતે સ્વભાવભેદ માનવાથી ઈશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સ્વભાવની ભિન્નતા જ પરિણામની ભિન્નતા સ્વરૂપ છે. આથી સમજી શકાશે કે ઇશ્વરાદિને પરિણામી માનવાથી પાતંજલોને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવે છે. આવું તો કોઈ પણ ન કરે કે જેથી અપસિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે. આ પૂર્વે જ્ઞાનાદિ ધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ કરી છે તે પણ યોગ્ય નથી. કારણ કે જ્ઞાનાદિમાં જે રીતે ઉત્કર્ષને સિદ્ધ કરાય છે તે રીતે તે ઉત્કર્ષ તો અજ્ઞાનાદિમાં પણ સિદ્ધ થઈ શકે છે. કારણ કે તરતમતાવાળા ધર્મો કોઈ સ્થાને પરાકાષ્ઠા(ઉત્કર્ષ)ને પ્રાપ્ત કરે છે; એમ માનીએ તો તરતમતાવાળું અજ્ઞાન પણ કોઈ સ્થાને પરાકાષ્ઠાને પ્રાપ્ત કરનારું બને. પરંતુ એવું મનાતું નથી. અત્યુત્કૃષ્ટ જ્ઞાનાદિના આશ્રય તરીકે ઇશ્વરની સિદ્ધિ થાય તો અત્યુત્કૃષ્ટ (ગાઢ) અજ્ઞાનાદિના આશ્રય તરીકે ઇશ્વરથી તદ્દન વિરુદ્ધ (તેના પ્રતિપક્ષ) વ્યક્તિની પણ સિદ્ધિ માનવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે “જ્ઞાનમુíપનાશ્રવૃત્તિ, ઉર્જાપાશ્રય ઇશાનુગ્રહવિચાર બત્રીશી ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિત્વ, મહત્ત્વવ” આ અનુમાનમાં “જ્ઞાનતંન તથા ( ક પર્ણીનાશ્રવૃત્તિ) ચિત્તધર્મનાત્રવૃત્તિત્રાવ, જ્ઞાનવ” આ પ્રમાણે સત્વતિપક્ષદોષ છે. પાતંજલીએ આ પૂર્વે (ગ્લો.નં. રમાં જણાવ્યા મુજબ) જણાવ્યું હતું કે પ્રકૃતિ-પુરુષના સંયોગ અને વિયોગની ઉપપત્તિ ઈશ્વરની ઇચ્છા વિના શક્ય નથી. આ વાત પણ બરાબર નથી. કારણ કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક (વાસ્તવિક) હોય તો આત્માને અપરિણામી માની શકાશે નહિ. સંયોગ અને વિયોગ; બંન્નેમાં (પ્રકૃતિ અને પુરુષમાં) વૃત્તિ હોવાથી સંયોગ અને વિયોગ સ્વરૂપ જન્યધર્મનો આશ્રય જ આત્મા થશે. અર્થાત્ જન્યધર્માનાશ્રયત્વ આત્મામાં પુરુષમાં) નહીં રહે અને તેથી જન્યધર્મના અનાશ્રય તરીકે આત્મામાં અપરિણામિત્વ સંગત નહીં થાય. જો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક ન હોય તો ઈશ્વરેચ્છા કોનું કારણ બનશે? અર્થાત્ તે કોઈનું પણ કારણ નહીં બને. તેમ જ ઈશ્વર કૃતકૃત્ય હોવાથી તેમને કયું પ્રયોજન છે કે જેથી તેઓ જગતનું નિર્માણ કરે. ‘તેઓ પરમકરુણાસંપન્ન હોવાથી પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવાનું જ તેમને પ્રયોજન છે. તેથી તેઓ જગતનું નિર્માણ કરે છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એવી કરુણાથી જ તેઓ જગતનું નિર્માણ કરે તો બધા પ્રાણીઓનું ઈષ્ટ જ કરે, શા માટે કેટલાંકને સુખી કરે અને કેટલાંકને દુઃખી કરે? ઈત્યાદિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયના વિવરણમાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી જણાવ્યું છે... આથી સમજી શકાશે કે પરમવિરુત્વ ભૂતાનુપ્રદ વાક્ય પ્રયોગનન્ આ ભોજનું વચન યોગ્ય નથી. ૧૬-દી ઇશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે – આ પાતંજલીના મતને કથંચિત્ માનીને જણાવાય છે. અર્થાત્ એ મત અપેક્ષાએ યોગ્ય છે તે જણાવાય છે– आर्थं व्यापारमाश्रित्य, तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥१६-७॥ आर्थमिति-आर्थं ततः सामर्थ्यप्राप्तं न तु प्रसह्य तेनैव कृतं । तदाज्ञापालनात्मकं व्यापारमाश्रित्य । परं केवलं । तन्त्रनीतितोऽस्मत्सिद्धान्तनीत्या ईशस्यानुग्रहो युज्यते । तदुक्तं-“आर्थं व्यापारमाश्रित्य न ર રોષોડપિ વિદ્યતે” તિ 19૬-૭ના પરમાત્માથી સામર્થ્યના કારણે પ્રાપ્ત થયેલ તેઓશ્રીની આજ્ઞાપાલન સ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ આગમને અનુસાર સંગત છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થવાથી યોગની સિદ્ધિ થાય છે, એ વાત સાચી છે. પરંતુ એ અનુગ્રહ પરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. પરમાત્માનાં પરમતારક વચનોનાં પુણ્યશ્રવણાદિથી આત્માને સામર્થ્યવિશેષ પ્રાપ્ત થાય છે. એ એક પરિશીલન Page #17 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યથી શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ વ્યાપાર (પ્રવૃત્તિ વગેરે) થાય છે, જેથી યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ રીતે યોગની સિદ્ધિના મૂળમાં પરમાત્માનું આલંબન છે. તે સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. પરંતુ આપણે ઇચ્છીએ કે ના ઇચ્છીએ તોય પરમાત્મા આપણને પરાણે યોગ પ્રાપ્ત કરાવે ઃ એવો પરમાત્માનો અનુગ્રહ નથી. સામર્થ્યપ્રાપ્ત આજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ અમારા સિદ્ધાંતથી સંગત છે. યોગબિંદુમાં શ્લોક નં. ૨૯૭માં એ પ્રમાણે જણાવ્યું છે કે આર્થ્ય (સામર્થ્યથી પ્રાપ્ત) વ્યાપારને આશ્રયીને પરમાત્માનો અનુગ્રહ માનવામાં કોઇ દોષ પણ નથી. યુક્તિથી સંગત વાતનો સ્વીકાર કરવાથી ગુણની જ પ્રાપ્તિ થાય છે. ૧૬-૭ના ઉપર જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ કથંચિદ્ યુક્ત હોવાથી પતંજલિએ જણાવેલી બીજી વાત પણ યુક્ત છે, તે જણાવાય છે— एवं च प्रणवेनैतज्जपात् प्रत्यूहसङ्क्षयः । प्रत्यक्चैतन्यलाभश्चेत्युक्तं युक्तं पतञ्जलेः ।।१६-८।। एवं चेति - एवं चार्थव्यापारेणेशानुग्रहादरे च । प्रणवेनोंकारेण । एतस्येश्वरस्य जपात् । प्रत्यूहानां विघ्नानां सङ्क्षयः । विषयप्रातिकूल्येनान्तःकरणाभिमुखमञ्चति यत्तत् प्रत्यक्चैतन्यं ज्ञानं तस्य लाभश्च । इति पतञ्जलेरुक्तं युक्तं । तस्य वाचकः प्रणवः, तज्जपस्तदर्थभावनं, ततः प्रत्यक्चेतनाधिगमो - ऽन्तरायाभावश्चेति प्रसिद्धेर्गुणविशेषवतः पुरुषस्य प्रणिधानस्य महाफलत्वात् ।।१६-८।। “આ રીતે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના પાલન સ્વરૂપ આર્થ વ્યાપારને આશ્રયીને ઇશ્વરનો અનુગ્રહ સ્વીકારાય તો ‘ઓંકારથી ઇશ્વરનો જાપ કરવાના કા૨ણે વિઘ્નોનો નાશ થાય છે અને પ્રત્યક્ ચૈતન્યનો લાભ થાય છે.’ - આ પ્રમાણે જે પતંજલિએ જણાવ્યું છે તે યુક્ત છે.” . આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ આદરણીય બને તો ઓંકારપૂર્વક તે તે મંત્રાદિ દ્વારા પ૨માત્માનો જાપ કરવાથી પ્રત્યૂહ-વિઘ્નોનો નાશ થાય છે. તેમ જ અત્યાર સુધી જે જ્ઞાન વિષયને અનુકૂળ બની વિષય તરફ જતું હતું તેના બદલે વિષયને પ્રતિકૂળ બની અંતરાત્માની તરફ જવા માંડે છે એવા પ્રત્યક્ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ઃ આ પતંજલિનું કથન યુક્ત બને છે. પરંતુ પરમાત્માના કર્તૃત્વ સ્વરૂપ જ તેમના અનુગ્રહમાં : આદર હોય તો એ અનુગ્રહ જ વાસ્તવિક ન હોવાથી તેનાથી પ્રત્યૂહનો સંક્ષય થાય છે અને પ્રત્યક્ ચૈતન્ય પ્રાપ્ત થાય છે : એ કથનમાં કોઇ જ તથ્ય નથી. तस्य वाचकः प्रणवः (१-२७) । तज्जपस्तदर्थभावनम् (१-२८) । ततः प्रत्यक्चेतनाधिगमोડન્તરાયામાવશ (૧-૨૬) । આ પ્રમાણે પાતંજલયોગસૂત્રોમાં પતંજલિએ ઉપ૨ જણાવ્યા મુજબ ઇશાનુગ્રહવિચાર બત્રીશી ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું છે. વિશિષ્ટગુણસંપન્ન પુરુષ (ઈશ્વર)ના પ્રણિધાન (મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વકના ધ્યાન)થી મહાફળની પ્રાપ્તિ થતી હોવાથી - પરમાત્માનો વાચક પ્રણવ (ઓકાર) છે. તેના અર્થનું પરિભાવન તેમનો જપે છે. તે જપથી પ્રત્યકચેતના(જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે અને અંતરાયોનો (વિપ્નોનો) અભાવ થાય છે....... આ પ્રમાણે જે પતંજલિએ કહ્યું છે તે યુક્ત છે. ૧૬-૮ પરમાત્માના જાપથી જેનો સંક્ષય થાય છે - તે પ્રત્યુતનું નિરૂપણ કરાય છે– प्रत्यूहा व्याधयः स्थानं, प्रमादालस्यसम्भ्रमाः । सन्देहाविरती भूम्यलाभश्चाप्यनवस्थितिः ॥१६-९॥ प्रत्यूहा इति-“व्याधिस्थानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि ચિત્તવિક્ષેપાસ્તેઝન્તરાયા:' [9-૩૦] તિ સૂત્રમ્ II9૬-૨ “વ્યાધિ, સ્થાન (સ્વાન), પ્રમાદ, આલસ્ય, સંભ્રમ, સંદેહ, અવિરતિ, ભૂમ્યલાભ અને અનવસ્થિતિ : આ પ્રયૂહ - વિપ્નો છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. પાતંજલયોગસૂત્રમાં અંતરાયસ્વરૂપે વર્ણવેલા એ પ્રયૂહોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. “ધન્યીનસંશયप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः” (१-३०) । આ સૂત્રથી વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિત્વ અને અનવસ્થિતત્વ : આ નવને અંતરાય તરીકે વર્ણવ્યા છે. યોગની સાધનામાં ચિત્તવિક્ષેપને તે કરતા હોવાથી અંતરાય-પ્રભૂહ(વિપ્ન) સ્વરૂપ છે. મુદ્રિત પાતંજલયોગસૂત્રમાં વ્યાધિસ્થાન આવો પાઠ છે. ચીનના બદલે અહીં સ્થાન આવો પાઠ છપાયો છે. ટીકામાં તેમ જ આગળના શ્લોકમાં તે તે સ્થાને તે તે સ્વરૂપે જ તેનું વર્ણન કર્યું છે. અર્થની અપેક્ષાએ બંન્નેનો અર્થ સમાન રીતે વર્ણવ્યો છે. તેથી યથાવત્ પાઠ રાખ્યો છે. I/૧૬-લા વ્યાધિ વગેરે નવ પ્રતૂહોનું સ્વરૂપ વર્ણવાય છે– धातुवैषम्यजो व्याधिः, स्थानं चाकर्मनिष्ठता । प्रमादोऽयत्न आलस्यमौदासीन्यं च हेतुषु ॥१६-१०॥ धात्विति-धातुवैषम्यजो धातूद्रेकादिजनितः । व्याधिरातिसारादिः । स्थानं चाकर्मनिष्ठता आदित एव कर्माप्रारम्भः । प्रमादोऽयत्न आरब्धेऽप्यनुत्थानशीलता । आलस्यं च । हेतुषु समाधिसाधनेषु । औदाલીચું માધ્યä | ન તુ પક્ષપાત: |-૧૦ || “ધાતુની વિષમતાના કારણે ઉત્પન્ન થતા રોગો વ્યાધિ છે. કોઈ પણ જાતના કર્મઅનુષ્ઠાનમાં ન પ્રવર્તવા સ્વરૂપ સ્થાન (સ્વાન) છે. અત્નસ્વરૂપ પ્રમાદ છે. સમાધિનાં એક પરિશીલન ૧૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ સાધનોમાં ઔદાસીન્ય આલસ્ય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે વાત, પિત્ત અને કફની વિષમતાના કારણે વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તેમ જ રસની વિષમતાના કારણે અને ઇન્દ્રિયોના મંદ સામર્થ્યના કારણે પણ રોગો ઉત્પન્ન થાય છે. આ રીતે ધાતુ, રસ અને કરણની વિષમતાદિના કારણે વ્યાધિ ઉત્પન્ન થાય છે. જ્વર, અતિસાર... વગેરે સ્વરૂપ વ્યાધિઓ પ્રસિદ્ધ છે. અકર્મનિષ્ઠતાને સ્થાન (સ્ત્યાન) સ્વરૂપ પ્રત્યૂહ કહેવાય છે. કોઇ પણ જાતના યોગના અનુષ્ઠાનનો પ્રારંભ જ ન કરવા સ્વરૂપ સ્થાન છે. પ્રયત્નના અભાવને પ્રમાદ કહેવાય છે. યોગના અનુષ્ઠાનનો આરંભ કર્યા પછી પણ તેને પૂર્ણ કરવા માટે જે પ્રયત્ન હોવો જોઇએ તેવો પ્રયત્ન પ્રમાદના કારણે થતો નથી. અર્થાત્ પ્રયત્નના અભાવ સ્વરૂપ અહીં પ્રમાદ છે. કામની શરૂઆત કર્યા પછી પણ તેમાં ઉત્સાહનો અભાવ હોય છે, ત્યારે તે પ્રમાદને લઇને બને છે. સમાધિનાં સાધનોમાં પક્ષપાત ન રાખવો અને માધ્યસ્થ્ય સેવવું તેને ઔદાસીન્ય કહેવાય છે. આલસ્ય અહીં ઔદાસીન્ય સ્વરૂપ છે. શરીર અને મનની ગુરુતાને અન્યત્ર આલસ્ય સ્વરૂપ વર્ણવી છે. આલસ્યના કારણે યોગની પ્રવૃત્તિનો અભાવ થાય છે. તમોગુણની ઉદ્રિક્ત અવસ્થાના કારણે મનમાં અને કફની ઉદ્રિક્ત અવસ્થાના કારણે શરીરમાં ગુરુતા (ભારેપણું) આવે છે. ||૧૬-૧૦૫ વ્યાધ્યાદિ ચાર પ્રત્યૂહોનું(અંતરાયોનું) વર્ણન કરીને હવે વિભ્રમ(સંભ્રમ) વગેરે અંતરાયોનું વર્ણન કરાય છે— विभ्रमो व्यत्ययज्ञानं, सन्देहः स्यान्नवेत्ययम् । અઘેવો વિષયાવેશાવું, મવેવિરતિઃ વિજ્ઞ ||૧૬-૧૧|| विभ्रम इति - विभ्रमो व्यत्ययज्ञानं रजते रङ्गबुद्धिवदिष्टसाधनेऽपि योगेऽनिष्टसाधनत्वनिश्चयः । सन्देहोऽयं योगः स्याद्वा न वेत्याकारः । विषयावेशाद्बाह्येन्द्रियार्थव्याक्षेपलक्षणाद् । अखेदोऽनुपरमलक्षणः । વિતાવિરતિર્મવેત્ ।।૧૬-૧૧|| - “વ્યત્યયજ્ઞાન સ્વરૂપ વિભ્રમ છે; ‘હોય કે ના હોય' – આવા આકારવાળો સંદેહ છે અને વિષયના આવેશથી જે ખેદનો અભાવ છે; તેને(અખેદને) અવિરતિ કહેવાય છે.” – આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અન્ય લોકો જેને અયથાર્થજ્ઞાન, વિપર્યય અને ભ્રમ વગેરે કહે છે; તેને અહીં વિભ્રમ-સંભ્રમ તરીકે વર્ણવાય છે. તે ભ્રાંતિદર્શનસ્વરૂપ અંતરાય-પ્રત્યૂહ છે. રજતમાં જેમ રંગનું જ્ઞાન ભ્રમાત્મક છે, તેમ અહીં યોગ ઇષ્ટસાધન હોવા છતાં તેમાં અનિષ્ટસાધનત્વનો જે નિશ્ચય છે તે ભ્રમાત્મકજ્ઞાનસ્વરૂપ સંભ્રમ છે. ઇશાનુગ્રહવિચાર બત્રીશી ૧૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ સંશયાત્મકજ્ઞાનસ્વરૂપ સંદેહ પ્રતીત છે. આ સ્થાણુ છે કે પુરુષ છે.. ઇત્યાદિ આકારવાળા જ્ઞાનને સંદેહ કહેવાય છે. યોગ હોય કે ન હોય... આવું સંદેહાત્મક જ્ઞાન પ્રકૃતિ સ્થળે અંતરાય છે. એવા જ્ઞાનથી યોગની સાધના અટકી પડે છે. તેથી તેને અંતરાય-પ્રભૂહ કહેવાય છે. શ્રવણેન્દ્રિયાદિ બાધેન્દ્રિયોના શબ્દાદિ વિષયોને લઇને જયારે ચિત્ત વ્યાક્ષિપ્ત બને છે, ત્યારે વિષયનો આવેશ હોય છે. એ વિષયના આવેશથી ચિત્ત વિષયથી થાકતું નથી અને સતત વિષયમાં જ જોડાયેલું રહે છે. આવી ચિત્તની અખેદ અવસ્થાને અવિરતિ કહેવાય છે. આનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી અને તેના અભાવે યોગની સાધના અટકી પડે છે. //૧૬-૧૧| છેલ્લા બે પ્રત્યુહોનું સ્વરૂપ જણાવાય છે भूम्यलाभः समाधीनां, भुवोऽप्राप्तिः कथञ्चन । लाभेऽपि तत्र चित्तस्याप्रतिष्ठा त्वनवस्थितिः ॥१६-१२।। भूम्यलाभ इति-कुतोऽपि हेतोः समाधीनां भुवः स्थानस्याप्राप्तिः भूम्यलाभः । लाभेऽपि समाधिभूप्राप्तावपि । तत्र समाधिभुवि चित्तस्याप्रतिष्ठाऽनिवेशस्त्वनवस्थितिः ।।१६-१२॥ સમાધિની ભૂમિની અપ્રાપ્તિને ભૂમ્યલાભ કહેવાય છે અને કોઈ રીતે સમાધિની ભૂમિનો લાભ થવા છતાં તેમાં ચિત્તની જે અપ્રતિષ્ઠા છે; તેને અનવસ્થિતિ કહેવાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે ગમે તે કારણે પ્રતિબંધકાદિવશ સમાધિસ્થાનની પ્રાપ્તિ ન થવાથી યોગની સાધનામાં અવરોધ થાય છે. એ અવરોધ ભૂમ્યલાભસ્વરૂપ અંતરાયના કારણે છે. અલબ્ધભૂમિકત્વ અને ભૂખ્યલાભ બંન્ને એક છે. યોગની સાધના માટે ચિત્તની પ્રસન્નતાદિની આવશ્યકતા છે. સમાધિની ભૂમિકા પ્રાપ્ત ન થાય એટલે યોગની સાધનામાં વિક્ષેપ પડે જ. આવા સંયોગોમાં સમાધિની ભૂમિકા માટે પ્રયત્ન કરી લેવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. એવા કોઈ પ્રયત્નથી સમાધિની ભૂમિકા(સ્થાન) પ્રાપ્ત થઈ જાય તો ય તે સમાધિની ભૂમિકામાં ચિત્તનો નિવેશ ન થાય ત્યારે તે અવસ્થાને અનવસ્થિતિ કહેવાય છે. સમાધિની ભૂમિમાં ચિત્તનો અનિવેશ પણ યોગની સાધનાને અટકાવી દે છે. તેથી તેને અનવસ્થિતિ (અનવસ્થિતત્વ) સ્વરૂપ અંતરાય-પ્રચૂડ કહેવાય છે. અન્યત્ર આ પ્રવૂહ-અંતરાયોને ચિત્તવિક્ષેપ, યોગમલ, યોગપ્રતિપક્ષ... ઇત્યાદિ સ્વરૂપે વર્ણવ્યા છે, જેનું તાત્પર્ય કથંચિત્ સમાન જ છે. અર્થની દૃષ્ટિએ એમાં ખાસ ભેદ નથી. /૧૬-૧૨ વ્યાધિ, સ્થાન, પ્રમાદ.. વગેરે નવ પ્રતૂહો જેથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે જણાવાય છે– रजस्तमोमयाद् दोषाद्, विक्षेपाश्चेतसो हामी । सोपक्रमा जपान्नाशं, यान्ति शक्तिहतिं परे ॥१६-१३॥ એક પરિશીલન Page #21 -------------------------------------------------------------------------- ________________ रज इति-अमी हि रजस्तमोमयाद्दोषाच्चेतसो विक्षेपा एकाग्रताविरोधिनः परिणामाः । सोपक्रमा अपवर्तनीयकर्मजनिताः सन्तः । जपाद्भगवति प्रणिधानाद नाशं यान्ति । परे निरुपक्रमाः शक्तिहतिं दोषानुबन्धशक्तिभङ्गम् । उभयथापि योगप्रतिबन्धसामर्थ्यमेषामपगच्छतीति भावः ।।१६-१३॥ રજોગુણ અને તમોગુણમય દોષના કારણે વ્યાધિ વગેરે અંતરાયો-પ્રભૂહો સોપક્રમકર્મથી ઉત્પન્ન થયેલા હોય તો ઈશ્વરના જાપથી તે નાશ પામે છે અને તે નિરુપક્રમ હોય તો તે પ્રત્યુતોની શક્તિ નાશ પામે છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાધિ, સ્થાન અને પ્રમાદ વગેરે પ્રત્યુહો યથાસંભવ રજોગુણ અને તમોગુણની ઉદ્રિક્ત (પ્રમાણ કરતાં અત્યધિક માત્રા) અવસ્થાના કારણે થનારા કર્મજન્ય દોષો છે. પ્રત્યુહજનક કર્મ સોપક્રમ અને નિરુપક્રમ પણ હોય છે. જે કર્મ, બંધાયા પછી તેના વિપાક(ઉદય) વખતે સ્થિતિ કે રસ વગેરે વિષયમાં પરિવર્તન પામવાની યોગ્યતાવાળું છે તેને સોપક્રમ કહેવાય છે અને એવી યોગ્યતાથી રહિત જે કર્મ છે તે નિરુપક્રમ છે. અપવર્તનીય-સોપક્રમકર્મથી ઉત્પન્ન થયેલા પ્રવ્હો ઈશ્વરના પ્રણિધાન સ્વરૂપ જપથી નાશ પામે છે. જે કર્મની સ્થિતિ વગેરેમાં પરિવર્તન લાવી શકાય છે એવાં અપવર્તનીય કર્મોનો ક્ષય પરમાત્માના જપથી થવાથી વ્યાધ્યાદિનો પણ નાશ થાય : એ સમજી શકાય છે. નિરુપક્રમ(અનાવર્તનીય) કર્મથી ઉત્પન્ન થયેલા પ્રયૂહો પરમાત્માના જપથી નાશ નથી પામતા, પરંતુ તેના દોષની અનુબંધશક્તિ નાશ પામે છે. તેથી ઉત્તરોત્તર વ્યાધિ વગેરે પ્રવૂહોની પરંપરા ચાલતી નથી. નિરનુબંધ એ અંતરાયો વર્તમાનમાં એવું વિશેષ વિઘ્ન નાખતા નથી કે જેથી યોગની સાધનાનો પ્રતિબંધ થાય. આથી સ્પષ્ટ છે કે પરમાત્માના પ્રણિધાનથી બંન્ને પ્રકારના (સોપક્રમ અને નિરુપક્રમ કર્મથી ઉત્પન્ન) પણ અંતરાયોનું સામર્થ્ય નષ્ટ થઈ જાય છે. કાં તો વિપ્ન રહેતું નથી અને વિપ્ન હોય તો તે સામર્થ્યહીન અકિંચિત્કર બની જાય છે. I/૧૬-૧૭ ઈશ્વરના જાપથી પ્રયૂહોનો સંક્ષય થાય છે તે જણાવીને હવે તેનાથી પ્રાપ્ત થતા પ્રત્યકચૈતન્યનું સ્વરૂપ જણાવાય છે प्रत्यक्चैतन्यमप्यस्मादन्तर्ज्योतिःप्रथामयम् । बहिर्व्यापाररोधेन, जायमानं मतं हि नः ॥१६-१४॥ प्रत्यगिति-अस्माद्भगवज्जपात् । बहिर्व्यापाररोधेन शब्दादिबहिरर्थग्रहत्यागेन । अन्तर्ज्योतिःप्रथा ज्ञानादिविशुद्धिविस्तारस्तन्मयं प्रत्यक्चैतन्यमपि हि जायमानं मतं नोऽस्माकं, तथैव भक्तिश्रद्धाद्यतिશિયોપત્તેિ: 9૬-૧૪ “જપથી બાહ્યવ્યાપારના નિરોધ વડે ચિત્તમાં આંતરિક જ્યોતિના વિસ્તારમય ઉત્પન્ન થતું પ્રત્યકચૈતન્ય પણ અમને માન્ય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ૧૮ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #22 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા-ઈશ્વરના જાપથી બાહ્ય શબ્દ, રૂપ, રસ વગેરે અર્થમાં ચિત્તનો વ્યાપાર બંધથવાથી અંતરમાં જ્ઞાનાદિની વિશુદ્ધિનો વિસ્તાર થાય છે, તન્મય જે ચૈતન્ય છે તેને પ્રત્યફ ચૈતન્ય કહેવાય છે. પરમાત્માના જપથી ચિત્ત બાહ્ય ઇન્દ્રિયોના શબ્દાદિ અર્થને ગ્રહણ કરવાથી વિરામ પામે છે. તેથી શુદ્ધ સાત્ત્વિક ભાવોથી જ્ઞાનાદિ વિશુદ્ધ-વિસ્તૃત બને છે. આને જયોતિઃ-પ્રથા કહેવાય છે. તન્મયચિત્ત પ્રત્યકચૈતન્યાન્વિત બને છે. આવું ચિત્ત શુદ્ધ નિર્મળ ક્ષયોપશમભાવાદિના જ્ઞાનાદિથી યુક્ત હોવાથી અમને(જૈનોને) પણ એ અભિમત છે. તેથી પરમાત્માના અનુગ્રહથી જેમ પ્રત્યક્ચૈતન્ય પણ અમને માન્ય છે. કારણ કે એ રીતે એના લાભથી જ ભક્તિ અને શ્રદ્ધાદિના અતિશય ઉપપન્ન બને છે. પ્રત્યકચૈતન્યના અભાવમાં ભક્તિ અને શ્રદ્ધા વગેરેના અતિશયો સંગત નહીં થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોના વિસ્તારથી ભક્તિ વગેરેના અતિશયનો આવિર્ભાવ થાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. /૧૬-૧૪ની પરમાત્માના જપનું અચિંત્ય માહાસ્ય જણાવાય છે– योगातिशयतश्चायं, स्तोत्रकोटिगुणः स्मृतः । योगदृष्ट्या बुधै दृष्टो, ध्यानविश्रामभूमिका ॥१६-१५॥ योगेति-योगातिशयतश्चात्माभ्यन्तरपरिणामोत्कर्षाच्च । अयं जपः । स्तोत्रकोटिगुणः स्मृतः चिरन्तनाचार्यः । वाग्योगापेक्षया मनोयोगस्याधिकत्वाद् । अत एव मौनविशेषेणैव जपः प्रशस्यते । तथा बुधैर्विशारदै ोगदृष्ट्या योगजप्रातिभज्ञानेन । ध्यानस्य विश्रामभूमिका पुनरारोहस्थानं दृष्टः ।।१६-१५।। “યોગના અતિશયથી, ઇશ્વરના જાપને સ્તોત્ર કરતાં કરોડ ગુણ ફળને આપનાર તરીકે પ્રાચીન આચાર્યો જણાવે છે. યોગની દૃષ્ટિથી પંડિત પુરુષો તેને ધ્યાનની વિશ્રામભૂમિકા સ્વરૂપે વર્ણવે છે...” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે અંતરાયોનો સંક્ષય થવાથી અને પ્રત્યકચૈતન્યનો લાભ થવાથી આત્માના અત્યંતર પરિણામના ઉત્કર્ષ સ્વરૂપ યોગાતિશય પ્રાપ્ત થાય છે. તે કારણે પરમાત્માનો જ૫; સ્તોત્રપાઠ કરતાં કરોડ ગુણ ફળપ્રદ બને છે. કારણ કે વાગ્યોગની અપેક્ષાએ મનોયોગનું સામર્થ્ય અધિક છે. આથી જ મૌનવિશેષથી અંતર્જલ્પાકાર જપ પ્રશસ્તરૂપે મનાય છે. યોગના કારણે ઉત્પન્ન થયેલી દૃષ્ટિ સ્વરૂપ પ્રાતિજજ્ઞાનથી યોગના વિશારદ પુરુષો આ જપને ધ્યાનની વિશ્રામભૂમિકા તરીકે જણાવે છે. અર્થાત્ ધ્યાનને પામવા માટેની શરૂઆત આ જપથી કરવામાં આવે છે. ધ્યાનની સિદ્ધિના શિખરે આરોહણ કરવા માટે પ્રથમ ભૂમિકા સ્વરૂપ આ જપ છે. ત્યાંથી જ ચઢવાની શરૂઆત થાય છે. ૧૬-૧પ ननु परैर्यादृश ईश्वरोऽभ्युपगतस्तादृशस्य भवद्विरनभ्युपगमात् कथमार्थव्यापारेणापि तदनुग्रहसिद्धिरित्याशङ्कायां विषयविशेषपक्षपातेनैव समाधानाभिप्रायवानाह એક પરિશીલન ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ પાતંજલદર્શનના અનુયાયીઓ વગેરે, જેવા ઇશ્વરને માને છે; તેવા ઇશ્વરને તમે (જેનો) માનતા નથી; તો આર્થવ્યાપાર(તદાજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપાર)ને આશ્રયીને પણ પરમાત્માના અનુગ્રહની સિદ્ધિ કઈ રીતે થાય? આ શંકાના સમાધાનમાં વિષયવિશેષના પક્ષપાતથી જ તે સિદ્ધ થાય છે.... ઇત્યાદિ અભિપ્રાય જણાવાય છે. અર્થાત્ તાદશ અભિપ્રાયથી ગ્રંથકારશ્રી જણાવે છે– माध्यस्थ्यमवलम्ब्यैव,देवतातिशयस्य च । સેવા સર્વેરિણા, નિાતીતો પિ યH 9૬-૧દ્દા माध्यस्थ्यमिति-माध्यस्थ्यमनिर्णीतविशेषकलहाभिनिवेशाभावलक्षणमवलम्ब्यैव । देवतातिशयस्य च विशिष्टदेवताख्यस्य च सेवा स्तवनध्यानपूजनादिरूपा । सर्वैर्बुधैरिष्टा तन्निमित्तकफलार्थत्वेनाभिमता । स्तवनादिक्रियाः स्वकर्तृकायाः फलदानसमर्थत्वेऽपि स्तवनीयाद्यालम्बनत्वेन तस्याः स्तोत्रादेः फललाभस्य स्तोतव्यादिनिमित्तकत्वव्यवहारात् । यद्यस्मात् कालातीतोऽपि शास्त्रकृद्विशेषो जगौ ॥१६-१६।। “માધ્યથ્યનું અવલંબન લઇને જ દેવતાતિશયની સેવા બધા વિદ્વાનોએ ઈષ્ટ માની છે, જેથી કાલાતીતે(શાસ્ત્રકારવિશેષે) પણ કહ્યું છે. (જે આગળના શ્લોકથી કહેવાશે)” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમના વિશેષ ધર્મનો નિર્ણય થયો ન હોય તેમના વિષયમાં કલહ(વિવાદ) કે અભિનિવેશનો જે અભાવ છે, તેને માધ્યથ્ય કહેવાય છે. આવા માધ્યય્યનું આલંબન લઈને જ વિશિષ્ટદેવવિશેષને આશ્રયીને કરાતી તેમની સ્તવન, ધ્યાનાદિ સ્વરૂપ જે સેવા છે; તે તેમના કારણે ફળવિશેષને પ્રાપ્ત કરાવે છે. એ પ્રમાણે બધા જ વિદ્વાનો માને છે. જ્યાં સુધી તે તે દેવોમાં વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી તે દેવની સ્તવના, તેમનું ધ્યાન અને તેમની પૂજા વગેરે સ્વરૂપ સેવા; ઉપર જણાવ્યા મુજબના માધ્યશ્મના આલંબને જ કરવાથી ફળપ્રદ બને છે – એમ બધા વિદ્વાનોને અભિમત છે. યદ્યપિ તે તે દેવોની આપણે પોતે કરેલી સ્તવનાદિ ક્રિયાઓ ફળનું પ્રદાન કરવામાં સમર્થ છે. પરંતુ સ્તવનીય પરમાત્માનું આલંબન લેવા વડે દેવતાની સ્તોત્રાદિથી કરાયેલી સ્તવનાદિથી જે ફળનો લાભ થાય છે, તે સ્તોતવ્ય કે ધ્યેય વગેરેના નિમિત્તે થાય છે - આવો વ્યવહાર પ્રસિદ્ધ છે. વ્યવહારમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. આપણા કામના જ પૈસા મળે છે છતાં શેઠ આપે છે એમ કહેવાય છે. જેથી આ વાતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કાલાતીતે પણ કહ્યું છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૬-૧૬ll કાલાતીત શાસ્ત્રકારે જે જણાવ્યું છે, તે જણાવાય છે– अन्येषामप्ययं मार्गा, मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेऽपि, तत्त्वनीत्या व्यवस्थितः ॥१६-१७॥ ર0 ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #24 -------------------------------------------------------------------------- ________________ अन्येषामिति–अन्येषामपि तीर्थान्तरीयाणां किं पुनरस्माकम् । अयमस्मदुक्तो मार्गो देवतादिगोचरः । मुक्तादिवादिनामविद्यादिवादिनां च मतेन । अभिधानादीनां नामविशेषणादीनां भेदेऽपि तत्त्वनीत्या परमार्थत एकविषयतया व्यवस्थितः प्रतिष्ठितः ।।१६-१७।। “મુક્તાદિવાદીઓ અને અવિદ્યાદિવાદીઓ એવા બીજા દર્શનકારોએ પણ અમે જણાવેલો માર્ગ નામાદિના ભેદથી વાસ્તવિક રીતે વ્યવસ્થિત કર્યો છે. અર્થાત્ માન્યો છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ સંસારના કારણ તરીકે અવિદ્યા, વાસના, પ્રકૃતિ ઇત્યાદિને અને આ સંસારથી મુક્ત થયેલા એવા આત્માઓને મુક્ત, બુદ્ધ ઇત્યાદિ સ્વરૂપે માનનારા અન્ય દર્શનકારોનો પણ માર્ગ(દેવતાદિસંબંધી માર્ગ) અમે(કાલાતીતે જણાવેલો જ છે. માત્ર નામ અને અંશતઃ સ્વરૂપના ફરકથી તેઓએ અમોએ જણાવેલો માર્ગ પ્રતિષ્ઠિત કર્યો છે. ૫રમાર્થથી તેમનો અને અમારો માર્ગ એક જ છે. માત્ર એમાં નામ અને વિશેષ ધર્મ વગેરેને આશ્રયીને થોડો ફરક છે. આ વિષયમાં મિત્રાદિ ચાર દૃષ્ટિઓના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉપર જણાવેલી વિગત સ્પષ્ટપણે સમજી શકાશે. સામાન્ય રીતે આ સંસારની અસારતાદિનો વાસ્તવિક ખ્યાલ જેમને આવ્યો છે; એવા જીવોને ‘આ સંસારનો ઉચ્છેદ કઇ રીતે થશે.' આવી જિજ્ઞાસાવિશેષ ઉત્પન્ન થાય છે. એને લઇને તેઓ પૂ. ગુરુદેવાદિના પરિચયાદિ દ્વારા સંસારનાં કારણો; મોક્ષનું સ્વરૂપ અને તેને(મોક્ષને) પ્રાપ્ત કરવાનો યોગમાર્ગ જાણી લેવાનો પૂરતો પ્રયત્ન કરી લે છે. એ વખતે તેમને સ્પષ્ટ સમજાય છે કે મોક્ષમાર્ગના સંસ્થાપક અને સર્વ દોષોથી સર્વથા રહિત જ પરમાત્મા-દેવ હોય છે. તેઓશ્રીએ ઉપદેશેલા પરમતારક એ માર્ગના પ્રરૂપક અને સર્વસંગથી વિવર્જિત જ ગુરુભગવંત હોય છે અને આ સંસા૨થી પાર ઉતારી મોક્ષે પહોંચાડનારો જ ધર્મ હોય છે. આવું સમજવા છતાં એમને એ વસ્તુ સમજાતી નથી કે દેવ કોણ છે, ગુરુ કોણ છે અને ધર્મ કયો છે. વસ્તુતત્ત્વ કેવું હોય છે એ બરાબર સમજાય છે પણ એ ક્યાં છે ઃ તેનો ખ્યાલ આવતો નથી. આથી તેમનો યોગમાર્ગ અને અમારો યોગમાર્ગ : બંન્ને એક-સમાન હોવા છતાં નામ કે સ્વરૂપનો થોડો ફરક પડે છે. આનો અર્થ એ નથી કે તેથી તેમનો માર્ગ અમારા માર્ગથી તદ્દન જ જુદો છે. ।।૧૬-૧૭ના ઉપર જણાવેલી વાત જ સ્પષ્ટ રીતે જણાવાય છે— : मुक्तो बुद्धोऽर्हन्वापि यदैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥१६-१८।। मुक्त इति–मुक्तः परब्रह्मवादिनां । बुद्धो बौद्धानाम् । अर्हन् जैनानां । चापीति समुच्चये । यद्यस्माद् । ऐश्वर्येण ज्ञानाद्यतिशयलक्षणेन । समन्वितो युक्तो वर्तते । तत्तस्मादीश्वरोऽस्मदुक्तः । स एव मुक्तादिः સ્વાત્ । સંજ્ઞામેવો નામનાનાત્વમ્ । ત્રત્ર મુસ્તાવિપ્રજ્ઞાપનામાં વનમ્ ||૧૬-૧૮।। એક પરિશીલન ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ મુક્ત, બુદ્ધ અથવા અર્ધનું પણ, જે કોઈ ઐશ્વર્યથી યુક્ત છે તે ઇશ્વર છે; જે અમે જણાવ્યા છે તે જ તે છે. માત્ર અહીં નામનો જ ભેદ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જ્ઞાનાદિસ્વરૂપ ઐશ્વર્યથી યુક્ત હોવાથી જે ઇશ્વર કહેવાય છે તે અમે જણાવેલા જ છે. પરબ્રહ્મવાદી વેદાંતીઓ જેને મુક્ત કહે છે, બૌદ્ધો જેને બુદ્ધ કહે છે અને જૈનો જેને અહંનું કહે છે; એ પરમાત્મામાં અને અમે જણાવેલા પરમાત્મામાં સામાન્યથી નામાદિનો જ ફરક છે. તે તે દર્શનકારોએ ઇશ્વરતત્ત્વનું નિરૂપણ કરતી વખતે રાગાદિ દોષોથી રહિત અને સર્વગુણોથી પરિપૂર્ણ સ્વરૂપે ઇશ્વરતત્ત્વને વર્ણવ્યું છે. માત્ર તેઓશ્રીએ નામ જુદાં જુદાં દર્શાવ્યાં છે અને સ્વરૂપમાં સહેજ ફરક પણ વર્ણવ્યો છે. મુક્તાદિસ્વરૂપે અમે દર્શાવેલા સ્વરૂપવાળા ઇશ્વરનો તેઓએ સ્વીકાર કર્યો છે. /૧૬-૧૮ परकल्पितविशेषनिराकरणायाह અનાદિશુદ્ધ, સાદિઅનંત અને પ્રતિક્ષણભંગુર.. ઇત્યાદિ વિશેષ સ્વરૂપે તે તે દર્શનકારોએ ઈશ્વરનું વર્ણન કર્યું છે. તેથી તે સ્વરૂપે ઈશ્વરની ભિન્નતા હોવાથી તાવ ચા.. ઇત્યાદિ નિરૂપણ અસંગત છે - આ શંકાનું સમાધાન કરતાં, બીજાઓએ માનેલા અનાદિશુદ્ધતાદિસ્વરૂપ વિશેષ ધર્મોનું નિરાકરણ કરાય છે अनादिशुद्ध इत्यादियों भेदो यस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण, मन्ये सोऽपि निरर्थकः ॥१६-१९।। अनादीति-अनादिशुद्ध इत्येवंरूप आदिर्यस्य स तथा । तत्रानादिशुद्धः सर्वगतश्च शैवानां । सोऽर्हन्नसर्वगतश्च जैनानां । स एव प्रतिक्षणं भङ्गुरः सौगतानां । यः पुनर्भेदो विशेषो यस्येश्वरस्य कल्प्यते । तस्य तस्य तन्त्रस्य दर्शनस्यानुसारेणानुवृत्त्या । मन्ये प्रतिपद्ये । सोऽपि विशेषः किं पुनः प्रागभिहितः સંજ્ઞામે રૂપિશબ્દાર્થ: I નિરર્થો નિયોનનઃ II9૬-૧૨I. તે તે દર્શનના અનુસાર અનાદિશુદ્ધ... ઇત્યાદિ સ્વરૂપે જે પરમેશ્વરના વિશેષની કલ્પના કરાય છે તે નિરર્થક છે – એમ હું માનું છું.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તે તે દર્શનકારો ઉપર જણાવ્યા મુજબ ઈશ્વરને માને છે. પરંતુ કેટલાક દર્શનકારો-શૈવો પરમાત્માને અનાદિથી શુદ્ધ અને સર્વગત-વિભુ માને છે. પરમાત્મા અસર્વગત છે પરંતુ વિભુ નથી – એમ જૈનો માને છે અને તે જ પરમાત્મા પ્રતિક્ષણભંગુર છે – એમ બૌદ્ધો માને છે. આ પ્રમાણે ઇશ્વરતત્ત્વમાં તે તે દર્શનકારોએ સ્વરૂપનો ભેદ જણાવ્યો છે. એ રીતે તે તે દર્શનાનુસારે પરમાત્મા-ઈશ્વરમાં જે વિશેષની કલ્પના કરાય છે, તે પણ નિરર્થક છે અર્થાત્ નામનો ભેદ તો અનિશ્ચિત્કર છે જ પરંતુ ઉપર જણાવ્યા મુજબ જે સ્વરૂપભેદ જણાવ્યો છે, તે પણ નિરર્થક છે એ પ્રમાણે હું માનું છું. /૧૬-૧૭ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #26 -------------------------------------------------------------------------- ________________ कुत इत्याहઉપર જણાવેલી કલ્પનાની નિરર્થકતાનું કારણ છે તે જણાવાય છે– विशेषस्यापरिज्ञानाद, युक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધતીવ, હનામેતાવ્ય માતઃ 19૬-૨૦ विशेषस्येति-विशेषस्य मुक्तादेर्देवताविशेषगतस्य । अपरिज्ञानादग्दर्शितप्रत्यक्षेण । तथा युक्तीनामनुमानरूपाणां । जातिवादतोऽसिद्ध्यादिहेतुदोषोपघातेनानुमानाभासत्वात् । प्रायो बाहुल्येन । विरोधतश्चैव वेदान्तिबौद्धादियुक्तीनाम् । एकेषां हि नित्य एवात्मा प्रपञ्चाधिष्ठानत्वाद्, अपरेषां चार्थक्रियाकारित्वस्य स्वभावभेदे नियतत्वेनानित्य एवेति । फलस्य क्लेशक्षयलक्षणस्य गुणप्रकर्षविशेषवत्पुरुषाराधनसाध्यस्य क्वचिन्नित्यानित्यत्वादौ विशेषे आराध्यगते सत्यप्यभेदादविशेषाच्च । भावतः परमार्थतः । गुणप्रकर्षविषयस्य बहुमानस्यैव फलदायकत्वात्तस्य सर्वत्र मुक्तादावविशेषादिति ।।१६-२०॥ “મુક્ત, બુદ્ધ વગેરે દેવતાના વિશેષનું જ્ઞાન; પ્રત્યક્ષથી થતું ન હોવાથી, અનુમાનો જાતિવાદના કારણે અનુમાનાભાસસ્વરૂપ થવાથી તેમ જ વેદાંતી અને બૌદ્ધાદિની વાતોમાં પરસ્પર વિરોધ હોવાથી અને ફ્લેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ ભેદ ન હોવાથી દેવતામાં કરેલી વિશેષની કલ્પના નિરર્થક છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે દર્શનકારોએ ઈશ્વરમાં અનાદિશુદ્ધતા, સર્વગતત્વ.. ઈત્યાદિ જે વિશેષની પરિકલ્પના કરી છે, તે નિરર્થક છે. કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી. સ્થૂલ પ્રત્યક્ષથી તેનું જ્ઞાન થતું ન હોવાથી આપણા જેવાને એ વિશેષ જાણવામાં આવતા નથી. અર્થાત્ આપણા જેવાને એ અનુભવગમ્ય થતા નથી. યદ્યપિ તેવા પ્રકારના પ્રત્યક્ષથી દેવતાગત વિશેષનું સંવેદન થતું ન પણ હોય, તોપણ યુક્તિઓ-અનુમાનોથી તે વિશેષને જાણી શકાય છે, પરંતુ એ અનુમાનો અસિદ્ધિ વગેરે દોષોના કારણે અનુમાનાભાસસ્વરૂપ છે તેમ જ બૌદ્ધ અને વેદાંતી વગેરેની યુક્તિઓ બહુલતયા વિરુદ્ધ છે. વેદાંતીઓના મતે પ્રપંચ(સૃષ્ટિ)નું અધિષ્ઠાન હોવાથી પરમાત્મા એકાંતે નિત્ય છે અને જ્યાં અર્થક્રિયાકારિત્વ હોય છે ત્યાં સ્વભાવભેદ હોય છે, તેથી બૌદ્ધો આત્માને એકાંતે જ અનિત્ય માને છે. પરમાત્માને નિત્ય માનનારાનું કહેવું એ છે કે પરમાત્મા ધમદશના... વગેરે સ્વરૂપ પોતાની અર્થક્રિયા(કાય) પોતાની ઉત્પત્તિના ક્ષણમાં કરે, પોતાની ઉત્પત્તિની પૂર્વે કરે અથવા પોતાની ઉત્પત્તિની પછીના ક્ષણમાં કરેઃ આ ત્રણેય વિકલ્પો આત્માને અનિત્ય માનવાથી સ્વીકાર્ય બનતા નથી. કારણ કે પહેલા વિકલ્પમાં, પોતાની ઉત્પત્તિ અને તે જ વખતે બીજાની પણ પોતાથી ઉત્પત્તિ : એ બન્ને એક કાળમાં શક્ય નથી. બીજા વિકલ્પમાં, પોતે જ જયાં અસત્ છે ત્યાં તે દેશનાદિને કરે એ શક્ય નથી. અન્યથા ભાવી મોરનો ટહૂકો માનવાનો પ્રસંગ આવશે. તેમ જ ત્રીજો વિકલ્પ એક પરિશીલન ૨૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ પણ માની શકાય એવો નથી. કારણ કે પોતે નાશ પામ્યા પછી તે દેશના વગેરે કરે એ શક્ય નથી. અન્યથા મૃત મયૂરનો ટહૂકો માનવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે પરમાત્માને કોઈ પણ રીતે અનિત્ય માની શકાય એમ ન હોવાથી પરમાત્માને અનાદિશુદ્ધ નિત્ય માનવામાં આવે છે. આની સામે બૌદ્ધોનું એ કહેવું છે કે જો ઇશ્વરને અપ્રચ્યત(અવિનાશી), અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળા એકાંતે નિત્ય માનવામાં આવે તો તેમનામાં કોઈ પણ રીતે અર્થક્રિયાકારિત્વ ઘટી શકે એમ નહીં બને. કારણ કે નિત્ય પરમાત્મા વગેરે) ક્રમે કરીને અર્થક્રિયા (પોતાનું કાર્ય કરે કે યુગપ૬ (એક કાળમાં) કરે - આ બે વિકલ્પમાંથી કોઇ પણ વિકલ્પ સંગત નથી. કારણ કે નિત્ય વસ્તુમાં તે તે સકલ કાર્ય કરવાની શક્તિઓ સદાને માટે હોય છે. સહકારીકારણના સમવધાનમાં તે તે વસ્તુમાં કોઈ અતિશયનું આધાન થતું ન હોવાથી નિત્ય વસ્તુ; તે તે બધાં જ કાર્યો એક જ કાળમાં કરી શકશે, પરંતુ એમ બનતું નથી. આથી પ્રથમ વિકલ્પમાં ત્રણેય કાળનાં બધાં જ કાર્ય એકીસાથે કરવાનો પ્રસંગ આવશે. બીજો વિકલ્પ માની લેવામાં આવે તો નિત્ય વસ્તુએ એક જ ક્ષણમાં બધાં કાર્યો કરી લીધાં હોવાથી બીજી ક્ષણે કોઈ પણ કાર્ય કરવાનું રહેતું ન હોવાથી અથક્રિયાકારિત્વના અભાવના કારણે નિત્ય વસ્તુમાં અવસ્તુત્વ માનવાનો પ્રસંગ આવશે. વસ્તુમાં વસ્તુત્વ અર્થક્રિયાકારિત્વસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે એકાંતે નિત્ય વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ એક પણ વિકલ્પ સંગત નથી. તેથી પ્રત્યેક ક્ષણે પરાવર્તમાન જુદી જુદી વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે. આ રીતે પરસ્પર તે તે દર્શનકારોની વાતમાં પરસ્પર વિરોધ આવે છે. તેમ જ ગુણના પ્રકર્ષ સ્વરૂપ વિશેષવાળા પુરુષ સ્વરૂપ પરમાત્માની આરાધનાથી પ્રાપ્ત કરવા યોગ્ય ફલેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ જ ભેદ(મતભેદ) નથી. અર્થાત ગુણપ્રકર્ષસ્વરૂપે પરમાત્માની આરાધનાથી ફલેશના અભાવ સ્વરૂપે ફળની પ્રાપ્તિ થાય છે એમાં કોઈને વિવાદ નથી. તેથી પરમાત્મામાં એકાંતે નિત્યત્વાદિ વિશેષની કલ્પના નિરર્થક છે. ભાવથી-પરમાર્થથી (વાસ્તવિક રીતે) ગુણપ્રકર્ષાત્મક વિશેષવાળા પરમાત્માની પ્રત્યેનું બહુમાન જ ફળ(ક્લેશાભાવસ્વરૂપ ફળ)ને આપનારું છે અને તે મુક્ત, બુદ્ધ વગેરે બધામાં સરખું જ છે. ll૧૬-૨વા સંસારના કારણને આશ્રયીને કલ્પનાની નિરર્થકતા જણાવાય છે– अविद्याक्लेशकर्मादि, यतश्च भवकारणम् । તતઃ પ્રધાનમેવત, સંજ્ઞામે મુપાતિમ્ //૦૬-૨૧ अविद्येति-अविद्या वेदान्तिनां, क्लेशः साङ्ख्यानां, कर्म जैनानाम्, आदिशब्दाद्वासना सौगतानां, पाशः शैवानां । यतो यस्मात् । चकारो वक्तव्यान्तरसूचनार्थः । भवकारणं संसारहेतुः । ततस्तस्मादविद्यादीनां भवकारणत्वाद्धेतोः प्रधानमेवैतदस्मदभ्युपगतं भवकारणं सत् संज्ञाभेदं नामनानात्वमुपागतम् ।।१६-२१।। ૨૪ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદાંતીઓ અવિદ્યાને, સાંખ્યો ક્લેશને, જૈનો કર્મને અને બૌદ્ધો વાસનાને તેમ જ શૈવો પાશને ભવ-સંસારનું કારણ માને છે. તેથી અવિદ્યા વગેરે જે તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે માન્યા છે, તે અમે માનેલા પ્રધાનસ્વરૂપ (પ્રકૃતિસ્વરૂપ) જ ભવના હેતુ છે. માત્ર નામનો ભેદ છે. બાકી તો ભવહેતુત્વ સ્વરૂપ એક જ છે. નામનો ભેદ ભેદ નથી, તે અકિંચિત્કર છે. ૧૬-૨૧ अत्रापि परपरिकल्पितविशेषनिराकरणायाह યદ્યપિ તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે અવિદ્યાદિને માન્યા છે અને સાથે તેમાં મૂત્વ-અમૂર્તત્વ, એકત્વ-અનેકત્વ, વગેરે વિશેષની પરિકલ્પના કરી છે. તેથી માત્ર નામનો જ ભેદ છે એવું નથી, વિશેષનો પણ ભેદ છે; પરંતુ તે અકિંચિત્કર છે એ જણાવાય છે– अस्यापि योऽपरो भेदश्चित्रोपाधिस्तथा तथा । યડતીદેતો, થમતાં સોડણપાર્થવ: 9૬-૨૨ા अस्यापीति-अस्यापि प्रधानस्यापि । योऽपरो भवकारणत्वात् सर्वाभ्युपगतादन्यो भेदो विशेषः । चित्रोपाधिर्नानारूपमूर्तत्वादिलक्षणः । तथा तथा तत्तद्दर्शनभेदेन । गीयते वर्ण्यते । अतीतहेतुभ्योऽनन्तरमेव “विशेषस्यापरिज्ञानाद्” इत्यादिश्लोकोक्तेभ्यः । धीमतां सोऽपि किं पुनर्देवतागत इत्यपिशब्दार्थः । अपार्थकोऽपगतपरमार्थप्रयोजनः । सर्वैरपि भवकारणत्वेन योगापनेयस्यास्योपगमादन्यस्य विशेषस्य सतोऽप्यकिञ्चिરત્વત્ II9૬-૨૨ા. “આ પ્રધાન-પ્રકૃતિમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના વિશેષની કલ્પના કરાય છે. તે પણ પૂર્વે જણાવેલા હેતુઓના કારણે બુદ્ધિમાનો માટે નિરર્થક છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યા, ક્લેશ, કર્મ, વાસના, પાશ અને પ્રધાનને સંસારના કારણ માન્યા પછી ભવહેતુત્વથી ભિન્ન તેમાં અમૂર્તત્વ વગેરે વિશેષની છે તે દર્શનકારોએ કલ્પના કરી છે. કર્મ મૂર્ત છે, અવિદ્યાદિ અમૂર્ત છે; કર્મ અનંત છે, અવિદ્યાદિ સામાન્યથી એક છે... ઈત્યાદિ રીતે સંસારના કારણ તરીકે અભિમત અવિદ્યાદિમાં તે તે વિશેષની કલ્પનાઓ કરી છે. પરંતુ વિશેષારિ, (૧૬-૨૦) આ શ્લોકથી જણાવેલા તે તે કારણે દેવતાગત વિશેષ જ નહિ અવિદ્યાદિગત વિશેષ પણ બુદ્ધિમાનો માટે નિરર્થક છે. અર્થાત્ મોક્ષ માટે એવા કોઈ જ વિશેષનો ઉપયોગ નથી. અવિદ્યાદિને માનનારા તે તે દાર્શનિકોએ અવિદ્યાદિને ભવના કારણ તરીકે વર્ણવીને યોગની આરાધનાથી તે દૂર કરવા યોગ્ય છેઆ વાતનો બધાએ જ સ્વીકાર કર્યો છે. એ વિશેષને છોડીને બીજા મૂર્તવાદિવિશેષ તેમાં(ભવના કારણભૂત અવિદ્યાદિમાં) હોય તો પણ તેનું કોઈ જ પ્રયોજન ન હોવાથી તે અકિંચિકર છે. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. /૧૬-૨૨ા એક પરિશીલન Page #29 -------------------------------------------------------------------------- ________________ यत एवं દેવતા અને અવિદ્યાદિગત મૂર્તવામૂર્તત્વાદિ જે વિશેષ છે તે નિરર્થક હોવાથી તેનું નિરૂપણ કરવાનું પણ નિરર્થક છે, તે યત પર્વ... ઇત્યાદિથી જણાવાય છે– ततोऽस्थानप्रयासोऽयं, यत्तभेदनिरूपणम् । સામાન્ય મનુમાનચ, યતિશ વિષયો મત: 9૬-૨૩ો : तत इति-ततः सतो विशेषस्यापार्थकत्वाद्धेतोः । अस्थानप्रयासोऽयं तत्त्वचिन्तकानां । यत्तद्वेदस्य देवादिविशेषस्य निरूपणं गवेषणं । यतश्चानुमानस्य देवताविशेषादिग्राहकत्वेनाभिमतस्य । सामान्यं विषयो મત: / સતોગપિ સવિશેષાનુમતય તચાપ્રતીત્તેરસ્થાનપ્રયાસોડયમ્ II9૬-૨રૂા. પરમાત્માદિગત વિશેષ અકિંચિત્કર હોવાથી જે-તે દેવાદિમાં રહેલા વિશેષનું અન્વેષણ કરવું - એ પ્રયત્ન વિદ્વાનો માટે નિરર્થક-અસ્થાને છે. કારણ કે પરમાત્માદિને સિદ્ધ કરનારા અનુમાનનો વિષય સામાન્ય મનાય છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષના કારણભૂત મુક્તાત્મા વગેરેમાં અને સંસારના કારણભૂત અવિદ્યાદિમાં મૂર્તવાદિવિશેષો નિરર્થક હોવાથી તત્ત્વચિંતકો માટે દેવાદિવિશેષનું નિરૂપણ-ગવેષણ કરવાનું નિરર્થક છે અર્થાત્ એ પ્રયત્ન અસ્થાને (અનુચિત) છે. કારણ કે દેવતાદિના વિશેષને સિદ્ધ કરવા માટે જે અનુમાન જણાવાય છે, તે અનુમાનનો વિષય સામાન્ય દેવાદિ જ છે. તેથી પણ દેવાદિગત બધા વિશેષની પ્રતીતિ થતી ન હોવાથી વિશેષને જણાવવાનો પ્રયત્ન અકિંચિત્કર-અસ્થાને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્દોષપુરુષવિશેષ સ્વરૂપ દેવ અને કર્મ : એ બંન્નેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી તે બંન્ને અનુમાનના વિષય છે. “જે જે ચય અને અપચય ધર્મ(સ્વભાવ)વાળા છે તે કોઈ સ્થાને સર્વથા પણ ઉચ્છેદને પામે છે. જેમ રોગીઓના રોગ ઓછા વધતા પ્રમાણવાળા હોવાથી સર્વથા ઉચ્છેદને પામે છે તેમ જ આકાશમાં મેઘ(વાદળ) ઓછા વધતા હોય છે તો કોઈ વાર સર્વથા તે મેઘરહિત પણ હોય છે. તેવી રીતે રાગદ્વેષાદિ દોષો પણ ચયાપચયધર્મવાળા હોવાથી જયાં તે સર્વથા ઉચ્છેદ પામે છે તે અતિશયસંપન્ન પુરુષવિશેષ દેવ છે, જેમને તે તે દર્શનકારોએ મુક્ત, બુદ્ધ... વગેરે સ્વરૂપે વર્ણવ્યા છે.” આ રીતે દેવ અનુમાનના વિષય છે. એવી જ રીતે “જે બેનાં સાધન(દષ્ટ-બાહ્ય) સરખાં છે એવા બંન્નેના ફળમાં જે વિશેષ છે તે ચોક્કસ કોઈ અદૃષ્ટ સાધનને લઈને છે. કારણ કે તે ફળવિશેષ કાર્ય છે. જે જે કાર્ય છે તે કારણ વિના ન થાય. જેમ માટી વિના ઘટ થતો નથી. ફળવિશેષ કાર્ય છે. તેથી તે અદષ્ટ કારણવિશેષથી થાય છે. તે કારણનું નામ જ કર્મ છે.” આ રીતે કર્મ અનુમાનનો વિષય છે. આથી સમજી શકાશે કે દેવ અને કર્મનો સિદ્ધ કરનાર અનુમાન; સામાન્યથી દેવ અને કર્મને ૨૬ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #30 -------------------------------------------------------------------------- ________________ જ સિદ્ધ કરે છે, પરંતુ તેના મૂર્ત્તત્વાદિવિશેષને સિદ્ધ કરતા નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ અનુમાનથી દેવનો ને કર્મનો સામાન્યથી સ્વીકાર થાય છે. મૂર્ત્તત્વાદિ સર્વવિશેષથી અનુગત દેવનો અને કર્મનો સ્વીકાર શક્ય નથી. આથી સ્પષ્ટ છે કે દેવાદિના વિશેષની ચિંતા કરવાનો કોઇ અર્થ નથી. કારણ કે તે અનુમાનનો વિષય બનતા નથી અને આત્મપુરુષનાં વચનોથી પણ એનો નિર્ણય શક્ય નથી... ઇત્યાદિ ઉપર જણાવ્યું છે. II૧૬-૨ા इत्थं च भवकारणमात्रज्ञानात्तदपनयनार्थं गुणवत्पुरुषविशेषाराधनं कर्तव्यं, विशेषविमर्शस्तु निष्प्रयोजन इति कालातीतमतं व्यवस्थितम्, एतच्चास्माकमपि विशेषविमर्शाक्षमस्य स्वाग्रहच्छेदाय सामान्ययोगप्रवृत्त्यर्थमनुमतम्, अन्यस्य तु निरभिनिवेशस्य शास्त्रानुसारेण विशेषविमर्शोऽपि भगवद्विशिष्टोपासनारूपतयाऽश्रद्धामलक्षालनेन तत्त्वज्ञानगर्भवैराग्यजीवानुभूतत्वाद्विशिष्टनिर्जराहेतुरिति न सर्वथा तद्वैफल्यमित्यभिप्रायवानाह— આ રીતે શ્લોક નંબર ૧૭ થી ૨૩ સુધીના શ્લોકમાં જણાવેલી ‘કાલાતીત' નામના શાસ્રકારની વાતનો સાર એ છે કે “ભવ-સંસારના કારણમાત્રના જ્ઞાનથી ભવના કારણને દૂર કરવા માટે ગુણવત્પુરુષ-ઇશ્વરની આરાધના કરવી જોઇએ. વિશેષ ધર્મોની વિચારણા કરવાનું કોઇ પ્રયોજન નથી.’ – આ પ્રમાણે કાલાતીતે જે જણાવ્યું છે, તે એક અપેક્ષાનુસારે માની શકાય છે. વિશેષ વિચારણા કરવા માટે જે સમર્થ નથી; તેની પોતાની માન્યતાના આગ્રહના ઉચ્છેદ માટે સામાન્યથી યોગની પ્રવૃત્તિના આશયથી કાલાતીતની વાત મનાય છે. પરંતુ જેઓ મૂર્ત્તત્વાદિવિશેષની વિચારણા કરવા માટે સમર્થ છે; તે અભિનિવેશથી રહિત આત્માઓ માટે તો વિશેષની શાસ્ત્રાનુસારી વિચારણા પણ; ભગવાનની વિશિષ્ટ ઉપાસના રૂપ હોવાથી અશ્રદ્ધામલના પ્રક્ષાલન વડે તત્ત્વજ્ઞાનગર્ભિત વૈરાગ્યનું પરમકારણ હોવાથી વિશિષ્ટ કર્મની નિર્જરાનું કારણ બને છે તેથી વિશેષની વિચારણા સર્વથા નિષ્ફળ નથી. (કાલાતીતે સર્વથા નિષ્ફળ તરીકે વર્ણવી છે.) આ આશયથી જણાવાય છે— आस्थितं चैतदाचार्यैस्त्याज्ये कुचितिकाग्रहे । शास्त्रानुसारिणस्तर्कान्नामभेदानुपग्रहात् ।।१६-२४। आस्थितं चेति एतच्च कालातीतमतम् । आचार्यैः श्रीहरिभद्रसूरिभिः । आस्थितमङ्गीकृतं । कुचितिकाग्र कौटिल्यावेशे त्याज्ये परिहार्ये कुचितिकात्यागार्थमित्यर्थः । शास्त्रानुसारिणः तर्काद् । अर्थसिद्धौ सत्यामिति गम्यं । नामभेदस्य संज्ञाविशेषस्य | अनुपग्रहाद् अनभिनिवेशात् । तत्त्वार्थसिद्धौ नाममात्रक्लेशो हि योगप्रतिपन्थी न तु धर्मवादेन विशेषविमर्शोऽपीति भावः । तदिदमुक्तं - साधु चैतद्यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुचितिकाग्रहः ||9|| विपश्चितां न युक्तो - ऽयमैदम्पर्यप्रिया हि ते । यथोक्तास्तत्पुनश्चारु हन्तात्रापि निरूप्यताम् ॥ २ ॥ उभयोः परिणामित्वं तथाभ्युએક પરિશીલન ૨૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ पगमा वम् । अनुग्रहाप्रवृत्तेश्च तथाद्धाभेदतः स्थितम् ।।३।। आत्मनां तत्स्वभावत्वे प्रधानस्यापि संस्थिते । ईश्वरस्यापि सन्न्यायाद्विशेषोऽधिकृतो भवेद् ।।४।” इति ।।१६-२४।। આ કાલાતીતે જણાવેલી વાત કુચિતિકાના ત્યાગ માટે પૂ. આચાર્યભગવંતે સ્વીકારી છે. કારણ કે શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ થયે છતે નામવિશેષમાં કોઈ આગ્રહ નથી.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ યોગબિંદુમાં કાલાતીતે જણાવેલી વાતનો સ્વીકાર કર્યો છે. એનું કારણ એ છે કે પોતાની માન્યતામાં જે કુચિતિકા-કૌટિલ્ય(આગ્રહ) હોય છે તેના પરિહાર માટે કાલાતીતે જણાવેલી વાત બરાબર છે. કારણ કે સામાન્યથી ગુણવપુરુષને ઈશ્વર માન્યા પછી, તેમના તે તે વિશેષને આશ્રયીને “આ બરાબર અને તે બરાબર નહિ'... ઇત્યાદિ સ્વરૂપ જે કુચિતિકા(આગ્રહ) છે તેને દૂર કરવા માટે પરમાત્માદિમાં વિશેષનું અન્વેષણ નિરર્થક છે... એ જણાવવાનું ઉચિત છે. શાસ્ત્રાનુસારી તર્કથી ગુણવપુરુષવિશેષને ઇશ્વર માનવાનું અને ભવના કારણ તરીકે કર્મ માનવાનું કાર્ય સિદ્ધ થઈ ગયા બાદ તેમના નામમાં વિવાદ કરવાનો રહેતો નથી. એવો વિવાદ કુચિતિકા અર્થાત્ કુટિલતાનો આવેલ છે. તત્ત્વના અર્થની સિદ્ધિ થયે છતે, નામમાત્રનો ક્લેશ તો યોગનો વિરોધી પરિણામ બને છે. પરંતુ ધર્મવાદથી જિજ્ઞાસુભાવે વિશેષની વિચારણા યોગની વિરોધિની નથી. યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે, “કાલાતીતે જે કહ્યું છે કે ઈશ્વર અને કર્મ(પ્રકૃતિ) વગેરેના વિશેષની વિચારણા નિરર્થક છે, તે સુંદર છે. કારણ કે પરમાર્થની ચિંતાથી દેવતાદિના વિષયમાં પ્રવૃત્તિનું કારણ શાસ્ત્ર છે. મુક્ત, બુદ્ધ અને અહન્... વગેરે નામના ભેદથી પરમાત્માદિમાં ભેદ માનવો તે કુચિતિકાગ્રહ અર્થાત્ કુટિલતાના આવેશ સ્વરૂપ છે.” વિદ્વાનો માટે આવો કુચિતિકાગ્રહ યુક્ત નથી, કારણ કે તે તાત્ત્વિક વિદ્વાનોને ઐદત્પર્ય (રહસ્ય) પ્રિય હોય છે અને તે ઐદમ્પર્યઅહીં કાલાતીતનામતમાં પણ શુદ્ધ છે; એ વિચારવું જોઇએ.” ઈશ્વર અને પ્રકૃતિમાં; તેવા પ્રકારનો અભ્યાગમ કરવાથી બંન્નેમાં પરિણામિત્વ નિશ્ચિત છે. કારણ કે તેવા પ્રકારના યોગ્ય જીવો ઉપર ઇશ્વર દ્વારા અનુગ્રહ કરાય છે; તેમ જ પ્રકૃતિ દ્વારા તે તે કાળે પ્રવૃત્તિ થાય છે.” આશય એ છે કે કાળવિશેષમાં પુરુષ ઉપર ઇશ્વર અનુગ્રહ કરે છે અને પ્રકૃતિ તેમ તેમ પ્રવૃત્તિ કરે છે – એ પ્રમાણે કાલાતીતે માન્યું છે. તેથી એ મુજબ ઇશ્વર અને પ્રકૃતિ : બંન્નેમાં નિત્ય એકરૂપતા નથી. ક્રમિક અનેકરૂપતા બળાત્કારે માનવી પડે છે. તેથી ઉભયમાં પરિણામિત્વ જ છે – એ ચોક્કસ છે. આથી સ્પષ્ટ થાય છે કે “ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ, પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ (તે તે મુક્ત પુરુષ માટે કશું જ ન કરવાનો સ્વભાવ) અને પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ હોય તો જ આ બધું સંગત છે. અન્યથા ગમે ત્યારે, ગમે તે, ગમે તેની ઉપર અનુગ્રહ કરવાનો પ્રસંગ આવશે. ૨૮ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #32 -------------------------------------------------------------------------- ________________ તેથી ઉપર જણાવ્યા મુજબ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ અને પ્રધાન-પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ હોતે છતે ઇશ્વર-પરમાત્માનો પણ અનુગ્રાહકસ્વભાવ હોય છે. આ રીતે સંયુક્તિથી પરમાત્મામાં તીર્થકરવાદિસ્વરૂપ અધિકૃત વિશેષ સંગત છે. અન્યથા એ પણ અકિંચિત્કર છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી જાણી લેવું. /૧૬-૨૪ો. विशेषविमर्श शास्त्रतर्कयोईयोरुपयोगप्रस्थानमाह પરમાત્માદિમાં તીર્થકરત્યાદિ વિશેષધર્મો અનાદિના સ્વાભાવિક નિયત હોવાથી સામાન્ય રીતે તેને યોગી પુરુષો જ જાણી શકે છે. તેથી તેના માટે શાસ્ત્ર અને તર્ક ઉપયોગી નથી, તે જણાવાય છે– अस्थानं रूपमन्धस्य, यथा सन्निश्चयं प्रति । तथैवातीन्द्रियं वस्तु, छद्मस्थस्यापि तत्त्वतः ॥१६-२५॥ अस्थानमिति-अस्थानमविषयः । रूपं नीलकृष्णादिलक्षणम् । अन्धस्य लोचनव्यापारविकलस्य । यथा सन्निश्चयं विशदावलोकनं प्रति आश्रित्य । तथैवोक्तन्यायेनैव । अतीन्द्रियं वस्तु आत्मादिविशेषरूपं । छद्मस्थस्यार्वाग्दृशः प्रमातुरपि । तत्त्वतः परमार्थनीत्या ॥१६-२५।। “જેમ અંધ માણસને આશ્રયીને વિશદ રીતે જોવાના વિષયમાં રૂપ વિષય બનતું નથી; તેમ છદ્મસ્થો માટે પણ અતીન્દ્રિય વસ્તુ તત્ત્વથી વિષય બનતી નથી.” - આ પ્રમાણે પચીસમાં શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ છે કે નીલ, કૃષ્ણ અને રક્ત વગેરે રૂપને સારી રીતે જોવા માટે અંધજનો જેમ સમર્થ બનતા નથી, તેવી રીતે આત્માદિવિશેષ સ્વરૂપ અતીન્દ્રિય વસ્તુનો પરમાર્થથી નિશ્ચય કરવા માટે છદ્મસ્થ એવા પ્રમાતાઓ પણ સમર્થ બનતા નથી અર્થાત્ તેમના માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી. /૧૬-૨પા છદ્મસ્થો માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી, તો તેનું નિરૂપણ કઈ રીતે યોગ્ય છે? - આ શંકાનું સમાધાન કરાય છે हस्तस्पर्शसमं शास्त्रं, तत एव कथञ्चन । अत्र तन्निश्चयोऽपि स्यात्, तथा चन्द्रोपरागवत् ॥१६-२६॥ हस्तेति-हस्तस्पर्शसमं तद्वस्तूपलब्धिहेतुहस्तस्पर्शसदृशं । शास्त्रमतीन्द्रियार्थगोचरं । तत एव शास्त्रादेव । कथञ्चन केनापि प्रकारेण । अत्र छद्मस्थे प्रमातरि । तन्निश्चयोऽप्यतीन्द्रियवस्तुनिर्णयोऽपि स्यात् । तथा वर्धमानत्वादिविशेषेण । चन्द्रोपरागवच्चन्द्रराहुस्पर्शवत् । यथा शास्त्रात् सर्वविशेषानिश्चयेऽपि चन्द्रोपरागः केनापि विशेषेण निश्चीयत एव तथाऽन्यदप्यतीन्द्रियवस्तु ततश्छद्मस्थेन निश्चीयत इति भावः I/9૬-૨દ્દો એક પરિશીલન Page #33 -------------------------------------------------------------------------- ________________ “શાસ્ર હસ્તસ્પર્શસમાન છે. તેનાથી જ અહીં કથંચિદ્ અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય; ચંદ્ર અને રાહુના સ્પર્શની જેમ થાય છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જ્યારે આંખથી દેખી શકાય એમ ન હોય ત્યારે હાથેથી સ્પર્શ કરીને ઘટાદિ પદાર્થોનો જેમ નિર્ણય કરાય છે તેમ શાસ્ત્ર પણ કથંચિત્ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરાવે છે, તેથી તે તે વસ્તુની ઉપલબ્ધિના કારણભૂત હસ્તસ્પર્શ-જેવું છે. આ શાસ્ત્રથી જ અહીં છદ્મસ્થ પ્રમાતાને (અર્થને ગ્રહણ કરનારને) કોઇ પણ પ્રકારે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય થાય છે. જેમ વર્ધમાનત્વ (વધતી અવસ્થા) અને હીયમાનત્વ (ઘટતી અવસ્થા)... વગેરે વિશેષ સ્વરૂપે ચંદ્ર અને રાહુના તેવા તેવા સંબંધનું જ્ઞાન શાસ્ત્રથી થાય છે અર્થાત્ શાસ્ત્રથી બધા જ વિશેષોનો નિશ્ચય થતો ન હોવા છતાં કોઇ પણ વિશેષ પ્રકારે ચંદ્ર અને રાહુના સંબંધનું જ્ઞાન જેમ થાય છે, તેવી જ રીતે શાસ્રથી બીજી પણ અતીન્દ્રિય વસ્તુ છદ્મસ્થોને જણાય છે. તેથી અતીન્દ્રિય વસ્તુનું નિરૂપણ યોગ્ય છે. ।।૧૬-૨૬।। ન ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શસમાન શાસ્ત્ર હોવાથી શાસ્ત્રથી થનારા જ્ઞાનસ્વરૂપ શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા વર્ણવી છે : એ જણાવાય છે— इत्थं स्पष्टता शाब्दे, प्रोक्ता तत्र विचारणम् । માધ્યસ્થ્યનીતિતો યુ, વ્યાસોઽપ યવો નૌ ॥૧૬-૨૭॥ इत्थं हीति—इत्थमुक्तदृष्टान्तेन हि । शाब्दे ज्ञाने अस्पष्टता प्रोक्ता । तत्रास्पष्टे शाब्दज्ञाने । माध्यस्थ्यनीतितो विचारणं युक्तं । तर्कस्य प्रमाणानुग्राहकत्वात् । तेनैवैदम्पर्यशुद्धेः । तस्याश्च स्पष्टताप्रायत्वात् । यद्यस्माददो वक्ष्यमाणं व्यासोऽपि जगी ।।१६-२७।। “આ રીતે શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા જણાવી છે. તે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં માધ્યસ્થ્યબુદ્ધિથી વિચારણા કરવી યુક્ત છે. વ્યાસે પણ આ વિષયમાં આ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછી જણાવાશે).” – આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શાસ્ત્રથી; ઉપર જણાવ્યા મુજબ હસ્તસ્પર્શથી થનારા જ્ઞાનની જેમ અસ્પષ્ટ શાબ્દબોધ થાય છે. એ અસ્પષ્ટ શાબ્દજ્ઞાન હોય ત્યારે માધ્યસ્થ્યબુદ્ધિથી અનુમાનાદિ દ્વારા વિચારણા કરવી જોઇએ. કારણ કે તર્ક પ્રમાણાનુગ્રાહક છે. પ્રમાણાનુગ્રાહક તર્કથી જ (વિચારણાથી જ) ઐદમ્પર્યની શુદ્ધિ થાય છે, જે સ્પષ્ટતાપ્રાય છે. આ રીતે અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં સ્પષ્ટતા થતી હોય છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ એ પ્રમાણે કહ્યું છે. (જે હવે પછીના શ્લોકમાં જણાવાય છે.) ૧૬-૨૭ના વ્યાસઋષિએ જે કહ્યું છે : તે જણાવાય છે— ૩૦ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #34 -------------------------------------------------------------------------- ________________ आर्षं धर्मोपदेशञ्च, वेदशास्त्राविरोधिना । यस्तर्केणानुसन्धत्ते, स धर्म वेद नेतरः ॥१६-२८॥ મનુસ્મૃતિ વગેરે સ્વરૂપ ઋષિપ્રણીત અને તન્યૂલક પુરાણાદિ સ્વરૂપ ધર્મોપદેશનો, વેદશાસ્ત્રથી અવિરુદ્ધ એવા તર્કથી જે વિચાર કરે છે તે જ ધર્મને જાણે છે. તેનાથી બીજા જાણતા નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઋષિઓએ બનાવેલાં તે તે શાસ્ત્રોને આર્ષ કહેવાય છે. એ શાસ્ત્રાનુસારે જે જણાવાય છે તે ધર્મોપદેશસ્વરૂપ છે. આર્ષ અને ધર્મોપદેશનું અનુસંધાન; જેઓ પરસ્પર વેદ અને શાસ્ત્રના અવિરોધી એવા તર્કથી કરે છે, તે જ વાસ્તવિક રીતે ધર્મને જાણે છે. પરંતુ જેઓ એ રીતે વિચારણા(અનુસંધાન) કરતા નથી, તેઓ વાસ્તવિક રીતે ધર્મને જાણતા નથી. આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રની વાતમાં અસ્પષ્ટતા હોવાથી વેદાદિના અવિરોધી એવા તર્કથી તેનું અનુસંધાન કર્યા પછી જ ધર્મના વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે - એમ વ્યાસઋષિએ જણાવ્યું છે. I/૧૬-૨૮ના પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે; એ વાતનું સમાપન કરાય છે शास्त्रादौ चरणं सम्यक्, स्याद्वादन्यायसङ्गतम् । ईशस्यानुग्रहस्तस्माद्, दृष्टेष्टार्थाविरोधिनः ॥१६-२९॥ તેથી દષ્ટ અને ઇષ્ટ અર્થના અવિરોધીનું શાસ્ત્રાદિના વિષયમાં સ્યાદ્વાદની નીતિથી સંગત એવું જે આચરણ છે તે જ પરમાત્માનો અનુગ્રહ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગદર્શનકારના જણાવ્યા મુજબ પરમાત્માના અનુગ્રહથી જ પુરુષનો મોક્ષ થાય છે, એ વાત અસંગત છે તેમ જ પુરુષ, પ્રકૃતિ વગેરેનું સ્વરૂપ વાસ્તવિક નથી... ઇત્યાદિ આ પૂર્વે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. તે તે દાર્શનિકોની વાતો જે રીતે દૃષ્ટ (પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ) અને ઈષ્ટ (આગમપ્રતિપાદિત) અર્થના વિરોધથી યુક્ત છે તે રીતે જૈન દર્શનના સિદ્ધાંત દષ્ટપ્રાર્થના વિરોધી નથી. ઇત્યાદિ પણ આ પૂર્વેના નિરૂપણથી સમજી શકાય છે. તેથી પરમાત્માના અનુગ્રહથી જ આત્માનો મોક્ષ થાય છે. તેમની ઇચ્છા હોય ત્યારે આત્માને મુક્ત બનાવે અને અન્યથા આત્માને તેઓ સંસારમાં રાખે... ઈત્યાદિ વાસ્તવિક નથી. દષ્ટ અને ઈષ્ટાર્થનો જે અવિરોધી છે; એવા આત્મા ઉપર પરમાત્માનો અનુગ્રહ જ એ છે કે સ્યાદ્વાદની મુદ્રાએ વસ્તુતત્ત્વને અનુસરી આગમાદિ શાસ્ત્ર અને ધર્મના કારણભૂત પૂ. ગુરુભગવંતશ્રીના પરમતારક ઉપદેશમાં તેઓશ્રીની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવી. શ્રી વીતરાગ એક પરિશીલન Page #35 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરવાથી આત્માનો વાસ્તવિક મોક્ષ થાય છે. શ્રી તીર્થંકર પરમાત્મા તેઓશ્રીની આજ્ઞાના પાલન દ્વારા તે સ્વરૂપે જ અનુગ્રહ કરે છે. આથી વિશેષ કોઇ બીજો અનુગ્રહ નથી. /૧૬-૨લા પરમાત્માની આજ્ઞાના પાલનને છોડીને બીજો કોઈ અનુગ્રહનથી: એમાં કારણ જણાવાયછે– यद् दातव्यं जिनैः सर्वे, दत्तमेव तदेकदा । दर्शनज्ञानचारित्रमयो मोक्षपथः सताम् ॥१६-३०॥ જે આપવા યોગ્ય છે તે દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ સજ્જનોને બધા શ્રી જિનેશ્વરદેવોએ એક વખતે આપી જ દીધો છે. અર્થાતુ હવે કશું જ આપવાનું રહેતું નથી.”- આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે શ્રી વીતરાગપરમાત્માએ પ્રથમ દેશના વખતે જ ભવ્યજીવોને દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ આપી જ દીધો હતો. ત્યાર પછીની અંતિમ દેશના સુધીની દરેકેદરેક દેશનામાં એ પરમતારક માર્ગનું જ તેઓશ્રીએ પ્રદાન કર્યું હતું. પરંતુ જેણે જયારે તેને ગ્રહણ કર્યો, તેનું ત્યારે તેનાથી કલ્યાણ થયું. આપવામાં વિલંબ થયો નથી. જે કોઈ વિલંબ થયો તે ગ્રહણ કરવામાં થયો છે. શ્રી વીતરાગપરમાત્માના સિદ્ધિગમન પછી પણ શાસ્ત્ર અને તદનુસારી ધર્મોપદેશથી આજે પણ એ પરમતારક મોક્ષમાર્ગને આરાધી ભવ્યાત્માઓ પરમપદની સાધના કરી જ રહ્યા છે. આથી સમજી શકાશે કે મોક્ષના માર્ગનું પ્રદાન કરવા સિવાય પરમાત્માનો અનુગ્રહ નથી અને હોઈ પણ ના શકે. વાસ્તવિક અનુગ્રહ જ એ છે. એ સિવાય પરમાત્મા બીજું શું કરી શકે? તેઓશ્રી આપણને માર્ગદર્શક પાટિયાની જેમ માર્ગ બતાવે, પરંતુ મોક્ષ પામવાનો બધો જ પ્રયત્ન આત્માએ પોતે જ કરવાનો છે. આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પરંતુ પરમાત્માએ માર્ગ દર્શાવ્યો ન હોત તો આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ જ ના થઈ હોત. તેથી માર્ગદર્શન કરાવવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. અન્યદર્શનકારોએ વર્ણવેલો પરમાત્માનો અનુગ્રહ વાસ્તવિક નથી. ૧૬-૩૦ના પરમાત્માનો અનુગ્રહ, તેઓશ્રીની પરમતારક આશાના પાલનમાં જ સમાય છે એને પ્રકારાંતરે જણાવાય છે– जिनेभ्यो याचमानोऽन्यं, लब्धं धर्ममपालयन् । તે વિનો વિના માયં, ન મૂત્યેન ત્તત્તે 19૬-રૂકા શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – “પ્રાપ્ત થયેલા ધર્મનું પાલન નહિ કરનાર એવો તેનાથી બીજી વસ્તુની યાચના શ્રી જિનેશ્વરદેવની પાસે કરનાર વિહ્વળ માણસ ભાગ્યને છોડીને તેને કયા મૂલ્યથી મેળવશે ?” આશય એ છે કે ભૂતકાળના કોઇ પ્રબળ પુણ્યોદયે શ્રી વીતરાગપરમાત્માએ ઇશાનુગ્રહવિચાર બત્રીશી ૩૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશેલા ધર્મની પ્રાપ્તિ થયા પછી, છતે સામર્થ્ય જેઓ તે પ્રાપ્ત થયેલા ધર્મનું પાલન કરતા નથી અને શ્રી જિનેશ્વરદેવો પાસે મોક્ષ વગેરેની યાચના કરે છે તેઓ વસ્તુતઃ વિહ્વળ-બાવરા છે; કારણ કે, છે એની તેઓ ઉપેક્ષા કરે છે અને નથી તેને યાચ્યા કરે છે - આ જ તેમની વિહ્વળતા છે. પરમાત્માની પરમકૃપાથી જે ધર્મ પ્રાપ્ત થયો છે, તેને આરાધવો નથી અને તેના ફળને માંગવું છે, એ વિહ્વળતાનું લક્ષણ છે. પરંતુ એ રીતે માંગેલી વસ્તુ કોઇ પણ રીતે મળતી નથી. સિવાય કે ભાગ્ય હોય અને મળી જાય તો જુદી વાત છે. બાકી તો કોઇ એવી વસ્તુ નથી સ્વરૂપ મૂલ્ય(કિંમત) વડે પરમાત્માની પાસે માંગેલી વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. આથી સમજી શકાશે કે ૫૨માત્માની પાસે જેની પણ યાચના કરી છે તેને પ્રાપ્ત કરવા માટે તેઓશ્રીની આજ્ઞાના પાલન સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. તે સ્વરૂપ જ તે પરમતારક આત્માઓનો એકમાત્ર અનુગ્રહ છે. પ્રાપ્ત સંયોગોનો પ૨માત્માની આજ્ઞા મુજબ ઉપયોગ કરવા માંડીએ તો સિદ્ધિ મળશે જ. નવા સાધનની આવશ્યકતા નથી. પરંતુ મળેલા સાધનનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે. II૧૬-૩૧। અંતે પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં કર્તવ્ય જણાવાય છે— अनुष्ठानं ततः स्वामिगुणरागपुरःसरम् । પરમાનન્વત: ાર્ય, મન્યમાનેરનુમ્ ||૧૬-૩૨।। आर्षमित्यारभ्य स्पष्टम् ।।१६-३२।। “તેથી પરમાનંદને આશ્રયીને સ્વામીના ગુણના રાગપૂર્વક; પરમાત્માનો અનુગ્રહ માનનારાઓએ અનુષ્ઠાન કરવું જોઇએ.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ શ્રી તીર્થંક૨૫રમાત્માએ આપણને મોક્ષમાર્ગ આપ્યો છે. એ એક જ તેઓશ્રીએ આપણી ઉ૫૨ કરેલો અનુગ્રહ છે. એ મોક્ષમાર્ગની આરાધના કરીને આપણે અનુગ્રાહ્ય બનીએ છીએ. પરમાત્મા આપણી ઉપર અનુગ્રહ કરે છે : એમ જેઓ માનતા હોય તેઓએ પરમાનંદમય મોક્ષને ઉદ્દેશીને પરમાત્માએ ઉપદેશેલાં પરમતા૨ક વિહિત અનુષ્ઠાનો કરવાં જોઇએ અને એ વખતે પરમાત્માના અનંતજ્ઞાનાદિ ગુણો પ્રત્યે રાગ કેળવી લેવો જોઇએ. આપણા આત્માના પણ ગુણો પરમાત્માના ગુણો જેવા જ છે. પરમાત્માના ગુણો આવિર્ભૂત છે અને આપણા તિરોહિત છે. પરમાત્માના શુદ્ધજ્ઞાનાદિમય સ્વરૂપની જેમ આપણું આત્મસ્વરૂપ પણ આવિર્ભૂત બને – એવી ભાવનાથી તે તે અનુષ્ઠાનો થાય તો તે અનુષ્ઠાનો દૃઢ પ્રણિધાનથી સંગત બને છે, જે ચોક્કસ જ મોક્ષને પ્રાપ્ત કરાવનારાં બને છે. તેથી ‘સ્વામીનો અનુગ્રહ મોક્ષપ્રાપક છે.' એમ માનનારાએ સ્વામીના ગુણના રાગની પ્રધાનતા(મુખ્યતા)એ તે તે અનુષ્ઠાન કરવાં જોઇએ. એક પરિશીલન ૩૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ અંતે પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરી પરમાત્મપદને પ્રાપ્ત કરવા પરમાત્માના અનુગ્રહના ભાજન બની રહીએ એ જ એકની એક અભ્યર્થના. ||૧૬-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामीशानुग्रहविचारद्वात्रिंशिका | ૩૪ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ઇશાનુગ્રહવિચાર બત્રીશી Page #38 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મોક્ષની પ્રાપ્તિ માટે “યોગની સાધનાનો ઉપદેશ આપી આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ પરમતારક યોગની સિદ્ધિ માત્ર પરમાત્માના અનુગ્રહથી થાય છે એવી માન્યતાનું નિરાકરણ આ પૂર્વેની બત્રીશી દ્વારા કરીને હવે આ સત્તરમી બત્રીશીમાં માત્ર દૈવ(ભાગ્ય-કર્મ)થી અને માત્ર પુરુષકાર(પુરુષાર્થ-પ્રયત્નોથી યોગની સિદ્ધિ થાય છે એવી માન્યતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કોઈ વાર પુષ્કળ પ્રયત્ન કરવા છતાં દૈવના અભાવે ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી નંદિષણ આદિ મહાત્માઓના દૃષ્ટાંતથી એ સમજી શકાય છે. આથી તદ્દન વિપરીત રીતે કોઈ વાર સાવ જ અલ્પ એવા પ્રયત્ન દૈવયોગે ફળની સિદ્ધિ થતી હોય છે. શ્રી ભરત મહારાજાદિ મહાત્માઓના દષ્ટાંતથી એ સમજી શકાય છે. આવી વિચિત્રતાના કારણે પૂરતો વિચાર કર્યા વિના કેટલાક વિદ્વાનોએ યોગની સિદ્ધિની પ્રત્યે માત્ર દેવને અથવા માત્ર પુરુષાર્થને કારણ માનવાનું ઉચિત માન્યું છે. તેમની એ માન્યતાનું સ્પષ્ટ રીતે વિસ્તારથી નિરાકરણ કરીને દૈવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે યોગની સિદ્ધિમાં કારણ છે – એ આ બત્રીશીમાં મુખ્યપણે જણાવ્યું છે. વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દેવ અને પુરુષકારમાં પરસ્પર સાપેક્ષતા કઈ રીતે સદ્ગત છે : એ અહીં સ્પષ્ટપણે જણાવાયું છે. લોકવ્યવહારથી પ્રસિદ્ધ દૈવાદિની ઉત્કટતાદિનું સમર્થન કરીને કાલભેદે દૈવાદિનું પ્રાધાન્ય વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી પ્રાયઃ દૈવ બાધિત બને છે. એથી સમજી શકાય છે કે યોગની સિદ્ધિમાં પ્રયત્નનું જ પ્રાધાન્ય છે. કોઈ વાર શ્રી નંદિષેણમુનિ આદિના પ્રબળ પુરુષાર્થથી દૈવનો બાધ ન થવા છતાં મોટા ભાગે ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ થતો હોય છે. કર્મનો એ રીતે બાધ (ફળ આપવા માટે અસમર્થ બનાવવા સ્વરૂપ અહીં બાધ છે.) ન થાય તો ચરમાવકાળમાં પણ યોગની સિદ્ધિ શક્ય નહીં બને. ગ્રંથના અંતિમ ભાગમાં ઉત્કટ પ્રયત્નના ફળસ્વરૂપે ગ્રંથિભેદ વર્ણવ્યો છે. અનાદિકાલીન રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ આત્મપરિણામને ગ્રંથિ કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુક્તષ સ્વરૂપ યોગની પૂર્વસેવાની પ્રાપ્તિથી ગ્રંથિભેદ થતો હોય છે. તેનાથી ફરી પાછો ઉત્કટ પુરુષાર્થ કરાય છે, જેથી ધર્માદિવિષયમાં ઉચિત પ્રવૃત્તિ થાય છે. આ રીતે ગ્રંથિભેદથી જ જો ઉચિત પ્રવૃત્તિ થતી હોય તો ઉચિત પ્રવૃત્તિ માટે શાસ્ત્રમાં જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક છે – આવી શંકાનું સમાધાન કરતાં આ બત્રીશીમાં ફરમાવ્યું છે કે ગુણઠાણાનો એક પરિશીલન ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભ કરનારા માટે અને ગુણઠાણેથી પડતા એવા આત્માઓ માટે અનુક્રમે તેમને ચઢાવવા અને અટકાવવા ઉપદેશ ઉપયોગી બને છે. ઘડો બનાવનાર કુંભારના ચક્રના ભ્રમણ માટે જેમ દંડ ઉપયોગી બને છે તેમ અહીં ગ્રંથિભેદથી થતી ઉચિત પ્રવૃત્તિ માટે ઉપદેશ ઉપયોગી બને છે. ઉચિત પ્રવૃત્તિથી બલવત્તર પુરુષાર્થ દ્વારા કર્મસ્થિતિનો હ્રાસ થવાના કારણે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો વર્ણવતાં અંતે ફરમાવ્યું છે કે – માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ, ગુણરાગ અને શક્યારંભ : આ ચારિત્રીઓનાં લક્ષણો છે. એનું વર્ણન અહીં ખૂબ જ સંક્ષેપથી છે. વિસ્તારથી એનું વર્ણન “યોગશતકમાં ઉપલબ્ધ છે. એ લક્ષણોથી વિશિષ્ટ ચારિત્રવંત આત્માઓને યોગની પ્રવૃત્તિ પરમાનંદ-મોક્ષથી સત બને છે... ઇત્યાદિ જણાવીને આ બત્રીશી પૂર્ણ કરી છે. | સર્વજ્ઞપરમાત્માઓએ દર્શાવેલો મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં વિદ્વાનો; નહીંજવી સામાન્ય બાબતોમાં કઈ રીતે ઉન્માર્ગે જાય છે - એ આ બત્રીશીના અધ્યયનથી આપણે સમજી શકીએ છીએ. અજ્ઞાન દૂર કરવાની ભાવના હોય અને કદાગ્રહપૂર્વકનું વલણ ન હોય તો ખૂબ જ સરળતાથી સહજપણે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કરી શકાય છે. અન્યદર્શનકારોની અજ્ઞાન અને આગ્રહપૂર્ણ વાતો તરફ ધ્યાન આપ્યા વિના આ બત્રીશીના પરિશીલન દ્વારા શ્રી સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચન પ્રત્યે અતૂટ વિશ્વાસનું સંપાદન કરી પરમાનંદસદ્ગત યોગની પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ દેવપુરુષકાર બત્રીશી Page #40 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते दैवपुरुषकारद्वात्रिंशिका । । महेश्वरानुग्रहादेव योगसिद्धिरिति मतं निरस्य दैवादेवेयं पुरुषकारादेव वेयमित्येकान्तमतनिरासायोपक्रमते પરમાત્માના અનુગ્રહથી જ યોગની સિદ્ધિ થાય છે – આ માન્યતાનું નિરાકરણ કરીને દેવથી જ આ યોગની સિદ્ધિ થાય છે; તેમ જ પુરુષાર્થથી જ યોગની સિદ્ધિ થાય છે – આવી એકાંતે જે માન્યતા છે, તેનું નિરાકરણ કરવા માટે આ બત્રીશીનો પ્રારંભ છે– दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः । निश्चयव्यवहाराभ्यामत्र कुर्मो विचारणाम् ॥१७-१॥ વૈમિતિ–સ્પષ્ટ: 9૭-. “દૈવ અને પુરુષકાર(પુરુષાર્થ) બંન્ને યોગની સિદ્ધિમાં તાત્ત્વિક રીતે એકસરખા જ ઉપયોગી છે. વ્યવહાર અને નિશ્ચય નયની અપેક્ષાએ તેની અહીં વિચારણા કરાય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માનો અનુગ્રહ જ યોગની સિદ્ધિમાં કારણ છે. આવી માન્યતાનું આ પૂર્વે સોળમી બત્રીશીમાં નિરાકરણ કર્યું, કેટલાક લોકો યોગની સિદ્ધિ દેવ(ભાગ્ય)થી જ થાય છે - એમ માને છે અને કેટલાક લોકો પુરુષકાર(પુરુષાર્થ)થી જ યોગની સિદ્ધિ થાય છે - એમ માને છે. આ બંન્ને એકાંત માન્યતાનું આ બત્રીશીમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે તાત્ત્વિક રીતે યોગની સિદ્ધિમાં દૈવ અને પુરુષાર્થ બંન્ને સમાન રીતે જ હેતુ છે. એ વિષયમાં વ્યવહાર અને નિશ્ચય : એ બંન્ને નયની અપેક્ષાએ અહીં વિચારણા કરવામાં આવી છે. ૧૭-૧૫. દેવ અને પુરુષકારનું સ્વરૂપ વર્ણવીને નિશ્ચયનયની અપેક્ષાએ તેની કારણતાનો વિચાર કરાય છે दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसज्ञको । निश्चयेनानयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ॥१७-२॥ दैवमिति–दैवं स्वकर्मसञ्ज्ञकं, पुरुषकारश्च स्वोद्यमसञ्ज्ञकः । निश्चयेन निश्चयनयेन । अनयोर्द्वयोः प्रत्येकं स्वकार्यजननेऽन्योन्यनिरपेक्षयोः सिद्धिः ।।१७-२।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે પોતાનું કર્મ અને પોતાનો ઉદ્યમ નામવાળા અનુક્રમે દૈવ અને પુરુષકાર છે. નિશ્ચયનયની અપેક્ષાએ, પોતાથી ઉત્પન્ન થનારા કાર્યમાં (કાર્યની પ્રત્યે) એકબીજાને એકબીજાની અપેક્ષાની આવશ્યકતા નથી. અન્યનિરપેક્ષપણે પોતાના એક પરિશીલન Page #41 -------------------------------------------------------------------------- ________________ કાર્યની પ્રત્યે હેતુ તરીકે સિદ્ધિ થાય છે. અર્થાતુ પોતપોતાના કાર્યની પ્રત્યે પોતે જ કારણ છે, પોતાને છોડીને બીજું કોઈ કારણ નથી - એમ સિદ્ધ થાય છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ જે કાર્ય (અર્થાદિની પ્રાપ્તિ) દૈવકૃત છે; એમાં દૈવ જ કારણ છે, પુરુષકાર પણ નહીં. તેમ જ જે કાર્ય (મોક્ષાદિની પ્રાપ્તિ) પુરુષાર્થકૃત(પુરુષકારકૃત) છે; એમાં પુરુષકાર જ કારણ મનાય છે, દૈવ પણ નહીં. આ રીતે પરસ્પરનિરપેક્ષપણે સ્વ-સ્વકાર્યની પ્રત્યે સ્વ-સ્વ(દેવ-પુરુષકાર)ની કારણ તરીકે સિદ્ધિ થાય છે. ll૧૭-રા अत्रैव युक्तिमाह નિશ્ચયનયની અપેક્ષાએ દેવ અને પુરુષકારને પોતપોતાના કાર્યની પ્રત્યે નિરપેક્ષ કારણ જે યુક્તિથી મનાય છે તે યુક્તિને જણાવાય છે– सापेक्षमसमर्थं हीत्यतो यदव्याप्तं यदा । तदा तदेव हेतुः स्यादन्यत्सदपि नादृतम् ॥१७-३॥ सापेक्षमिति-'सापेक्षं ह्यसमर्थम्' इत्यतो न्यायाद् दैवपुरुषकारयोर्मध्ये यद् यदा व्यापृतं, तदा तदेवाधिकृतकार्य हेतुः स्यात्, कुर्वदूपस्यैव कारणत्वाद् । अन्यत् सदपि नादृतं नाभ्युपगतम् । अनेनासदविशेषाद्वस्तुतोऽर्थक्रियाकारित्वमेव वस्तुनो लक्षणमिति तद्विरहादसदेवान्यदित्यप्यर्थः ॥१७-३।। “સાપેક્ષ અસમર્થ છે; તેથી જે, જે વખતે કાર્યવિશેષની પ્રત્યે વપરાય છે; તે, તે વખતે તે કાર્યવિશેષની પ્રત્યે હેતુ મનાય છે. તે વખતે તેની સાથે બીજાં હોવા છતાં તેને કારણ માનવામાં આવતાં નથી.”- આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ કાર્યની પ્રત્યે એક કારણને બીજા કારણની અપેક્ષા હોય તો તેને સાપેક્ષ કહેવાય છે અને સાપેક્ષમસમર્થન આ ન્યાયથી તેને અસમર્થ અર્થાત્ કાર્ય કરવામાં અનુપયોગી મનાય છે. આવી જ રીતે દૈવ અને પુરુષકાર, બંન્નેને કાર્ય કરવામાં એકબીજાની અપેક્ષા હોય તો બંન્ને અસમર્થ બને છે. તેથી જે વખતે જે કાર્યવિશેષની પ્રત્યે જે ઉપયોગી બને છે તેને જ તે કાર્યની પ્રત્યે નિરપેક્ષ રીતે કારણ માનવામાં આવે છે. કારણ કે કાર્ય કરનાર જ કારણ હોય છે. તે વખતે તેની સાથે જે વિદ્યમાન છે તે હોવા છતાં તેને કારણ તરીકે માનવામાં આવતું નથી. જે કાર્ય દૈવયોગે થતું હોય છે, તેની પ્રત્યે દૈવને જ કારણ મનાય છે. પરંતુ તે વખતે પુરુષકાર હોવા છતાં તેને કારણે માનતા નથી. તેમ જ જે કાર્ય પુરુષાર્થયોગે થતું હોય છે તેની પ્રત્યે પુરુષકારને જ કારણ મનાય છે. પરંતુ તે વખતે દેવ હોવા છતાં તેને કારણે માનતા નથી. કારણ કે વિદ્યમાન એવા પુરુષકારને અને દેવને તે તે કાર્યની પ્રત્યે કારણ માનવામાં આવે તો તે તે કાર્ય કરતી વખતે અનુક્રમે દેવને અને પુરુષકારને પુરુષકારની અને દેવની અપેક્ષા છે એમ માનવું પડે અને તેથી સાપેક્ષને અસમર્થ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે દેવપુરુષકાર બત્રીશી ૩૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ તે તે કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ એકને જ કારણ મનાય છે. પરંતુ તેની સાથે અનુક્રમે પુરુષાર્થ અને દેવ હોવા છતાં તેને કારણે માનતા નથી. આથી સમજી શકાશે કે સદ્ અને અસદ્દવિદ્યમાન અને અવિદ્યમાન)માં કોઈ વિશેષ નથી. જેમ વિદ્યમાન પણ કારણ નથી; તેમ અવિદ્યમાન પણ કારણ નથી. આ રીતે સમાં અર્થક્રિયાકારિત્વસ્વિકાર્યકરવાપણું) ન હોવાથી સત્ પણ અસદુ જ છે. કારણ કે “અર્થક્રિયાકારિત્વ' એ વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે. તેથી તે તે દૈવાદિકારણથી થનારાં તે તે કાર્યની પ્રત્યે દૈવાદિ જ કારણ છે, તેની સાથે રહેનારાં પુરુષાર્થાદિ કારણ નથી. સત્ પણ અસત્ છે - એ પ્રમાણે સરિ નાકૃતમ્ અહીં સપિ પદથી જણાવ્યું છે. II૧૭-all નિશ્ચયનયની અપેક્ષાએ દૈવ અને પુરુષકારમાં નિરપેક્ષકારણતાનું જ સમર્થન કરાય છે– विशिष्य कार्यहेतुत्वं द्वयोरित्यनपेक्षयोः । अवय॑सन्निधि त्वन्यदन्यथासिद्धिमञ्चति ॥१७-४॥ विशिष्येति इत्येवमनपेक्षयोर्द्वयोर्दैवपुरुषकारयो विशिष्य तत्तद्व्यक्तौ कार्यहेतुत्वम् । अन्यत्तु अवय॑सन्निधि अवर्जनीयसन्निधिकं सत् पटादौ कार्ये दैवागतरासभवदन्यथासिद्धिमञ्चति प्राप्नोति । इत्थं च व्यवहारवादिनाऽन्यथासिद्धत्वादपि अन्यस्य कारणत्वं दुर्वचमिति भावः ।।१७-४।। “આ રીતે દૈવ અને પુરુષકાર - બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એકની સાથે બીજાનું સંનિધાન ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે તે વ્યક્તિ(સ્વરૂપ કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષાર્થ(પુરુષકાર)ને સ્વતંત્ર કારણ મનાય છે. અર્થાત્ દૈવજન્ય કાર્યવિશેષની પ્રત્યે દેવ કારણ છે અને તેવી જ રીતે પુરુષકારજન્ય કાર્યવિશેષની પ્રત્યે પુરુષકાર કારણ છે. આ રીતે વિશેષ સ્વરૂપે દેવ અને પુરુષકારનો તે તે કાર્યની પ્રત્યે કાર્યકારણભાવ છે. યદ્યપિ દૈવથી અને પુરુષકારથી થનાર છે તે કાર્યની પૂર્વે અનંતરક્ષણમાં દેવ અને પુરુષકારની સાથે અનુક્રમે પુરુષકાર અને દૈવનું અસ્તિત્વ હોવાથી તેને પણ તે તે કાર્યની પ્રત્યે કારણ માનવાં જોઇએ; પરંતુ આ રીતે કારણની સાથે જેનું સંનિધાન અવર્જનીય હોય છે તેને અન્યથાસિદ્ધ મનાય છે. પટાદિ કાર્યસ્થળે ભાગ્યયોગે(અકસ્મા) આવી ચઢેલા રાસ(ગધેડો)ને પટાદિ કાર્યની પ્રત્યે કારણ માનવામાં આવતો નથી; પણ અન્યથાસિદ્ધ મનાય છે. તેમ અહીં પણ તે તે કાર્યની પ્રત્યે દૈવાદિની સાથે અવશ્ય રહેનાર પુરુષકારાદિને અન્યથાસિદ્ધ મનાય છે. આ રીતે વિચારવામાં આવે તો વ્યવહારનયની માન્યતા ધરનારે એક(વિશેષ) કાર્યની પ્રત્યે દૈવાદિની સાથે રહેનારા પુરુષકારાદિને, તે અન્યથાસિદ્ધ હોવાથી કારણ માનવાનું શક્ય એક પરિશીલન Page #43 -------------------------------------------------------------------------- ________________ નથી. કારણ કે અન્યથાસિદ્ધિથી જે શૂન્ય હોય છે તેને કારણ માનવામાં આવે છે - આ પ્રમાણે અન્યg.. ઇત્યાદિ ગ્રંથનો આશય છે. //૧૭-જા નિશ્ચયનયની અપેક્ષાએ દૈવ અને પુરુષકારની કારણતાનો વિચાર કરીને હવે વ્યવહારનયની અપેક્ષાએ તેની વિચારણા કરાય છે– अन्वयव्यतिरेकाभ्यां, व्यवहारस्तु मन्यते । द्वयोः सर्वत्र हेतुत्वं, गौणमुख्यत्वशालिनोः ॥१७-५।। अन्वयेति-व्यवहारस्तु व्यवहारनयस्तु । अन्वयव्यतिरेकाभ्यां द्वयोर्दैवपुरुषकारयोः सर्वत्र कार्ये हेतुत्वं मन्यते गौणमुख्यत्वशालिनोः । क्वचित्कार्ये हि किञ्चिद्गौणतयोपयुज्यते, किञ्चिच्च मुख्यतया । सामान्यतस्तु दैवं पुरुषकारं वा विना न किञ्चित्कार्यं जायते इति सामान्यतः सर्वत्र हेतुत्वमनयोः । यस्तु कुर्वदूपत्वेन कारणत्वमिच्छन् सामान्यतः कारणतामेवापलपति, तस्य घटाद्यर्थमरण्यस्थदण्डादौ प्रवृत्तिदुर्घटा, तस्या घटसाधनताज्ञानाधीनत्वात्, तस्य च घटोपधानात्प्रागसिद्धेः ‘सादृश्यग्रहात्प्रागपि तत्र घटसाधनत्वधीः, अत एव न कार्यलिङ्गकोच्छेदः, अतज्जातीयात्तज्जातीयोत्पत्तिसम्भावनाभावादिति' चेन्न, तत्रापि वासनाविशेषस्य बीजत्वे तेनैव प्रवृत्त्याधुपपत्तौ दृष्टकारणवैफल्यप्रसङ्गात् प्रकृते बाधकाभावाच्चेत्यन्यत्र विस्तरः I9૭-૧TI. અન્વય અને વ્યતિરેકના કારણે દેવ અને પુરુષકારને ગૌણ અથવા મુખ્યભાવે કાર્યમાત્રની પ્રત્યે કારણ માનવાનું કામ વ્યવહારનય કરે છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે જયાં જયાં કાર્ય છે ત્યાં ત્યાં તેની પૂર્વેક્ષણમાં દૈવ અને પુરુષકાર હોય છે. આ અન્વય(કાર્યકારણનું નિયત સાહચર્ય)થી અને જયાં જયાં દૈવ અને પુરુષકારનો અભાવ છે ત્યાં ત્યાં કાર્યમાત્રનો અભાવ છે. આ વ્યતિરેક(કારણાભાવ-કાર્યાભાવનું નિયત સાહચય)થી કાર્યમાત્રની પ્રત્યે દેવ અને પુરુષકારને ગૌણમુખ્યભાવે કારણ માનવામાં આવે છે. અર્થાત્ કોઈ કાર્યની પ્રત્યે દૈવને ગૌણ કારણ અને પુરુષકારને મુખ્ય કારણ માનવામાં આવે છે. તેમ જ કોઈ કાર્યની પ્રત્યે દૈવને મુખ્ય કારણ અને પુરુષકારને ગૌણ કારણ માનવામાં આવે છે. સામાન્યથી કોઈ પણ કાર્ય શૈવ અને પુરુષકાર વિના થતું નથી. તેથી સામાન્યથી કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારની કારણતા મનાય છે. જે (નિશ્ચયનયને અનુસરી) કુર્વિદ્રુપત્વે જ કારણતાને ઇચ્છે છે અર્થાત્ “જે કાર્ય કરે છે તે જ કારણ છે; તેનાથી બીજા નહિ. તેથી ઘટની પ્રત્યે ઉપયોગી બનતો દંડવિશેષ જ (ગ્રામ0) કારણ છે. દંડસામાન્ય (અરણ્યસ્થ દંડાદિ) કારણ નથી એ પ્રમાણે વિશેષ સ્વરૂપે કારણ માનીને સામાન્યથી કાર્યકારણભાવનો અપલાપ કરે છે, તે; ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ કરી શકશે નહીં. કારણ કે વટસાધનમ્ રિ.. ઇત્યાઘાકારક ઘટસાધનતાની બુદ્ધિના કારણે ४० દેવપુરુષકાર બત્રીશી Page #44 -------------------------------------------------------------------------- ________________ તે પ્રવૃત્તિ થતી હોય છે. સામાન્ય કારણ માનવામાં ન આવે તો ઘટની પ્રત્યે કયો દંડ કારણ બન્યો છે તેનો નિર્ણય તો ઘટની ઉત્પત્તિ પછી શક્ય બને છે. ઘટની ઉત્પત્તિ પૂર્વે એ શક્ય બનતું ન હોવાથી; ઘટની ઉત્પત્તિની પૂર્વે ઘટસાધનતાની બુદ્ધિ ન હોવાથી ઘટાદિ માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ શક્ય નહીં બને. “યદ્યપિ ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થદંડાદિમાં જે પ્રવૃત્તિ થાય છે તેમાં ઘટાદિસાધનતાની બુદ્ધિનું પૂર્વકત્વ નથી પરંતુ ઘટાદિકાર્યના સાધનભૂત ગ્રામસ્થદંડાદિસદશત્વનો તે દંડાદિમાં (અરણ્યસ્થ દંડાદિમાં) ગ્રહ હોવાથી ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટસાધનત્વની બુદ્ધિ છે. તેથી જ કાર્યલિંગક(ધૂમાહિલિંગક) અનુમાનનો ઉચ્છેદ થતો નથી. અન્યથા સર્વથા અદષ્ટ તે તે ધૂમાદિને જોઇને વદ્ધિ વગેરેનું અનુમાન શક્ય નહિ થાય. ત્યાં પણ પૂર્વદષ્ટધૂમાદિસદશ ધૂમાદિના દર્શનથી સાદેશ્યગ્રહાત્મક જ લિંગનું જ્ઞાન અનુમાનનું પ્રયોજક મનાય છે. અર્જાતીયથી તદ્દાતીયની ઉત્પત્તિ શક્ય નથી - એ સમજી શકાય છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સર્વથા ક્ષણિકવાદીને પૂર્વ-પૂર્વ ક્ષણ જ ઉત્તર-ઉત્તર ક્ષણના કારણ તરીકે અભિમત હોવાથી વાસના(સંસ્કાર)વિશિષ્ટ તે તે ક્ષણ જ ઉત્તરોત્તર સજાતીય કે વિજાતીય તે તે ક્ષણનું કારણ બને છે. આ રીતે તો અતીન્દ્રિય સંસ્કાર જ કારણ હોવાથી પ્રત્યક્ષસિદ્ધ કારણને કારણ માનવાની જ જરૂર નથી. અર્થાત્ તે તે કાર્યના નજરે દેખાતાં તે તે કારણોનું કોઈ જ પ્રયોજન નહીં રહે. યદ્યપિ કારણોનું (દષ્ટ કારણોનું) એ મુજબ વૈફલ્ય થાય તો ભલે થતું – એમ કહીને બૌદ્ધો ઈષ્ટાપત્તિ કરી શકે છે. પરંતુ પ્રત્યક્ષસિદ્ધ કાર્યકારણભાવના સ્વીકારમાં કોઈ બાધક ન હોવાથી પ્રત્યક્ષબાધિત કલ્પના કરવાનું ઉચિત નથી.. ઇત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર જણાવ્યું છે. ૧૭-પા. ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે જો દેવ અને પુરુષકાર ઉભય કારણ હોય તો તે તે કાર્યદૈવથી કે પુરુષકારથી થયું છે. ઇત્યાદિ સ્વરૂપે અવતર કારણતાનો વ્યવહાર કેમ થાય છે ? એ શંકાનું સમાધાન કરાય છે– अनुत्कटत्वं गौणत्वमुत्कटत्वं च मुख्यता । द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशनियामकम् ॥१७-६॥ अनुत्कटत्वमिति-गौणत्वमनुत्कटत्वं न त्वल्पत्वमेव, अल्पस्यापि बलीयसो गौणत्वाव्यपदेशाद् । एवं मुख्यता चोत्कटत्वम् । एतद्द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशे नियामकम् । अन्यथा सर्वस्य कार्यस्योभयजन्यत्वात्प्रत्येकजन्यत्वव्यवहारोऽप्रामाणिकः स्यादिति भावः ।।१७-६।। અનુત્કટને ગૌણ કહેવાય છે અને ઉત્કટને મુખ્ય કહેવાય છે. આ અનુત્કટત્વ અને ઉત્કટત્વ બંન્ને પ્રત્યેક(દેવ પુરુષકાર - એક એક) જન્યત્વના વ્યવહારનું કારણ છે.” - આ પ્રમાણે એક પરિશીલન Page #45 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે દૈવ અથવા પુરુષકાર જો અનુત્કટ હોય તો તેમાં ગૌણત્વ મનાય છે. અલ્પ–સ્વરૂપ અહીં ગૌણત્વ વિવક્ષિત નથી. કારણ કે અલ્પ પણ બળવાન હોય તો તેમાં ઉત્કટત્વના કારણે ગૌણત્વનો વ્યવહાર થતો નથી. આવી જ રીતે દૈવ અથવા પુરુષકાર જો ઉત્કટ હોય તો તેમાં મુખ્યત્વ મનાય છે. એ ગૌણત્વ અને મુખ્યત્વ બંન્નેથી પ્રત્યેક અર્થાત દૈવ અથવા પુરુષકારથી જ ત્વનો વ્યવહાર તે તે કાર્યમાં કરાય છે. અન્યથા કાર્યમાત્ર દૈવ અને પુરુષકાર ઉભયથી જન્ય હોય તો તે તે કાર્યમાં દૈવજન્યત્વ અથવા પુરુષકારજન્યત્વ સ્વરૂપ પ્રત્યેકજન્યત્વનો વ્યવહાર પ્રામાણિક નહીં બને. આથી સમજી શકાશે કે પ્રત્યેકજન્યત્વ(પ્રત્યેકથી ઉત્પન્ન થવું)ના વ્યવહારનું નિયામક દૈવાદિની ગૌણતાદિ છે. ૧૭-ell एतदेव भावयतिઉપર જણાવેલી વાતને સ્પષ્ટપણે જણાવાય છે– उत्कटेन हि देवेन, कृतं दैवकृतं विदुः । તાડ્રોન ઘ યર્લૅન, વૃત્ત યત્નકૃત નના: 9૭-૭ના उत्कटेन हीति-उत्कटेन हि दैवेन कृतं कार्यं जना दैवकृतं विदुः, तादृशेनोत्कटेन यत्नेन च कृतं यलकृतमेतदिति । इत्थं चोत्कटस्वकृतत्वज्ञानमनुत्कटान्यकृतत्वज्ञानं वा प्रत्येकजन्यत्वाभिलापप्रयोजकं । दैवकृतमिदं न पुरुषकारकृतमित्यत्र चोत्कटपुरुषकारकृतत्वाभाव एव विषय इति न कश्चिद्दोष इत्यर्थः ।।१७-७।। “ઉત્કટ એવા દેવથી કરાયેલા કાર્યને દેવકૃત કાર્ય અને ઉત્કટ પ્રયત્નથી કરાયેલ કાર્યને યત્નકૃત કાર્ય તરીકે લોકો જાણે છે.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્કટદેવકૃતત્વનું જ્ઞાન હોય અથવા દૈવને છોડીને અનુત્કટ એવા પુરુષાર્થ-યત્નકૃતત્વનું જ્ઞાન હોય ત્યારે તે જ્ઞાન તે કાર્યમાં દેવકૃતત્વના વ્યવહારનું પ્રયોજક બને છે. તેમ જયત્નકૃતત્વના વ્યવહારનું પ્રયોજક ઉત્કટયત્નકૃતત્વનું જ્ઞાન અથવા અનુત્કટદૈવકૃતત્વનું જ્ઞાન પ્રયોજક બને છે. યદ્યપિ વત્તમિદં, ન પુરુષારતન્... ઇત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ હોવાથી એક કાર્યમાં ઉભયકૃતત્વ નહીં માનવું જોઇએ; પરંતુ એ વ્યવહાર ઉત્કટપુરુષકારકતત્વાભાવને સમજાવે છે. સર્વથા પુરુષકારકતત્વાભાવવિષયક એ વ્યવહાર નથી. તેથી દૈવકૃતકાર્યમાં અનુત્કટપુરુષાર્થકતત્વ માનવામાં કોઈ દોષ નથી. /૧૭-ળી विशेषदर्शिनो व्यवहारमुपपाद्याविशेषदर्शिनस्तमुपपादयतिવિવું, ન પુરુષારત”.. ઇત્યાદિ વ્યવહાર, વિશેષગ્રાહી વ્યવહારને આશ્રયીને કઈ રીતે સંગત છે તે જણાવીને હવે સામાન્ય(વિશેષની વિવક્ષા વિના)ગ્રાહી વ્યવહારને આશ્રયીને તે અંગે જણાવાય છે– ૪૨ દેવપુરુષકાર બત્રીશી Page #46 -------------------------------------------------------------------------- ________________ अभिमानवशाद् वाऽयं, भ्रमो विध्यादिगोचरः । निविष्टबुद्धिरेकत्र, नान्यविषयमिच्छति ॥१७-८॥ अभिमानेति-यद्वाऽयं दैवकृतमिदं न पुरुषकारकृतमित्यादिर्व्यवहारो विध्यादिगोचरो विधिनिषेधविषयो भ्रमो विपर्यासोऽभिमानवशादहङ्कारदोषवशात् । यद्यस्मादेकत्र निविष्टबुद्धिरेकविषयोपरक्तग्रहणतीवाभिलाषो नान्यद्विषयमिच्छति । इत्थं चैकधर्मोत्कटजिज्ञासयैवापरधर्माग्रहश्योपपद्यत इति भावः । विपञ्चितोऽयमर्थ उपदेशपदप्रसिद्ध उपदेशरहस्येऽस्माभिः ।।१७-८।। “અથવા “આ દેવકૃત છે અને પુરુષકારકૃત નથી' - આ વિધિનિષેધવિષયક વ્યવહાર અહંકારને લઇને થયો હોવાથી ભ્રમસ્વરૂપ છે. કારણ કે એક વિષયમાં બુદ્ધિ નિવિષ્ટ હોય તો ત્યારે તે બીજા વિષયને ઇચ્છતી નથી. અર્થાત્ ગ્રહણ કરતી નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે, “આ દેવકૃત છે અને પુરુષકારકૃત નથી...” ઇત્યાદિ વ્યવહાર ઉપર જણાવ્યા મુજબ ઉત્કટ પુરુષકારકૃતત્વાભાવનું અવગાહન કરે છે – એમ જણાવીને તેની પ્રામાણિકતાને જણાવી. હવે પ્રકારમંતરે તે ભ્રમસ્વરૂપ છે તે જણાવાય છે. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારનું સામર્થ્ય સમાન છે – એમ માનનાર વ્યવહારનય કોઈ પણ કાર્યમાં પુરુષકારકૃતત્વ નથી” એવા વ્યવહારને ઉચિત ના માને. તેથી વિધિ અને નિષેધ વિષયક એ વ્યવહાર, અહંકારસ્વરૂપ દોષના કારણે થયો હોવાથી આભિમાનિક ભ્રમાત્મક છે. અહંકારનું કારણ પણ એ છે કે એક વાર બુદ્ધિ જે વિષયને તીવ્ર અભિલાષથી ગ્રહણ કરી તેમાં ઉપરક્ત બને છે ત્યારે તે વિષયને છોડીને બીજા વિષયને ગ્રહણ કરવા તત્પર બનતી જ નથી. આથી જ એક ધર્મની ઉત્કટ જિજ્ઞાસાના કારણે તેનાથી બીજા ધર્મનો ગ્રહ થતો નથી. આમાંથી જ આહાર્યજ્ઞાન ઉત્પન્ન થતું હોય છે, જે એક જાતિનો ભ્રમ જ હોય છે. જ્ઞાતાને ચોક્કસ ખબર હોય છે કે શંખ પીળો હોતો નથી. એમ છતાં “શ વીતત્વજ્ઞાન નાચતા આવી ઉત્કટ ઇચ્છાથી થતું શર્વઃ પતિઃ એવું જ્ઞાન જેમ પ્રમાણ મનાતું નથી તેમ દૈવ અને પુરુષકાર : બંન્ને, કાર્યમાત્રની પ્રત્યે સભાનપણે કારણ છે - એમ માનનારા અવિશેષગ્રાહી વ્યવહારનયની અપેક્ષાએ વિવુિં , ન પુરુષવારવૃતમ્...' ઇત્યાઘાકારક વિધિનિષેધવિષયક જ્ઞાન પ્રમાણ મનાતું નથી, પરંતુ ભ્રમાત્મક મનાય છે. કારણ કે તે સ્વારસિક છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ‘ઉપદેશપદમાં પ્રસિદ્ધ એ વસ્તુને ગ્રંથકાર પરમષિએ “ઉપદેશરહસ્યમાં વર્ણવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઇએ. /૧૭-૮ सापेक्षमसमर्थमिति दूषयितुमाह સાપેક્ષમસમર્થ... ઇત્યાદિ (શ્લો.નં. ૩) શ્લોકથી જણાવેલી વાત બરાબર નથી - તે જણાવાય છે અર્થાત્ તેમાં દૂષણ જણાવાય છે એક પરિશીલન Page #47 -------------------------------------------------------------------------- ________________ यदीष्यते परापेक्षा, स्वोत्पत्तिपरिणामयोः । तर्हि कार्येऽपि सा युक्ता, न युक्तं दृष्टबाधनम् ॥१७-९॥ यदीति-यदि स्वस्याधिकृतहेतोरुत्पत्तौ परिणामे च परापेक्षा स्वातिरिक्तहेत्वपेक्षा इष्यते । तदा कार्येऽपि जननीये । सा हेत्वन्तरापेक्षा युक्ता । न युक्तं दृष्टबाधनमनुभूयमानस्य सहकारिसमवधानेन कार्योत्पादकत्वस्यान्यथाकरणम् ।।१७-९।। જો કારણની પોતાની ઉત્પત્તિ અને તેના પરિણામને વિશે કારણને છોડીને બીજાની અપેક્ષા હોય તો કાર્યની ઉત્પત્તિ વગેરેમાં પણ તેવી અપેક્ષા યુક્ત જ છે. કારણ કે અનુભવસિદ્ધ વસ્તુનો બાધ-અપલાપ કરવો યુક્ત નથી.” – આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે કારણને જે કાર્ય કરવામાં બીજા કારણની અપેક્ષા છે, તે કારણ તે કાર્યની પ્રત્યે અસમર્થ છે. તેથી તે તે કાર્યની પ્રત્યે દૈવાદિકારણને સ્વતંત્ર (અસાપેક્ષ) કારણ મનાય છે. ઇત્યાદિ સાપેક્ષ.. (૧૭-૩) આ શ્લોકથી જણાવ્યું છે. આ અંગે જણાવતાં આ શ્લોકથી જણાવ્યું છે કે તે તે કાર્યની પ્રત્યે જે પણ કારણ (અસાપેક્ષ) માનવામાં આવે છે, તે દૈવાદિકારણની ઉત્પત્તિ અથવા પરિણતિ(અવસ્થાંતરપ્રાપ્તિ)ની પ્રત્યે કારણને (દવાદિને) છોડીને બીજા કારણની અપેક્ષા હોય તો પોતાથી(દવાદિથી) જન્ય કાર્યની પ્રત્યે દૈવાદિકારણને પુરુષકારાદિની અપેક્ષા હોય, તે યોગ્ય જ છે. કારણ કે સહકારીકરણના સમવધાન વડે કારણ કાર્યનું ઉત્પાદક બને છે, તે અનુભવસિદ્ધ છે. તેનો બાધ-અપલાપ યુક્ત નહીં બને. ./૧૭-લા. विशिष्येत्यादिनोक्तं दूषयतिવિરિષ્ય શાર્દનુવં.. ઇત્યાદિ (ગ્લો.નં. ૪) શ્લોકથી જણાવેલી વાતમાં દોષ જણાવાય છે विशिष्य कार्यहेतुत्वं, कार्यभेदे भवेदपि । अन्यथा त्वन्यथासिद्धिरन्यत्रातिप्रसङ्गकृत् ॥१७-१०॥ विशिष्येति-विशिष्य कार्यहेतुत्वं च कार्यभेदे प्रामाणिके सति भवेदपि । तथा विजातीये वही तृणादेर्विजातीये च तत्रारण्यादेरिति । अन्यथा कार्यभेदाभावे त्वेकेन हेतुनाऽपरहेतोरन्यथासिद्धिरुच्यमाना अन्यत्र प्रकृतातिरिक्तस्थलेऽतिप्रसङ्गकृत् । शक्यं ह्येवं वक्तुं घटेऽपि दण्डो हेतुर्न चक्रमिति । न शक्यं स्वतन्त्रान्वयव्यतिरेकदर्शनादेकेनापरान्यथासिद्ध्यभावादिति चेत्तुल्यमिदमन्यत्र ।।१७-१०॥ કાર્યભેદ(તે તે કાર્યની ભિન્નતા) હોતે છતે વિશેષ સ્વરૂપે(અસાપેક્ષ)કાર્યની પ્રત્યે કારણતા ઘટી પણ શકે, પરંતુ કાર્યભેદ ન હોય તો અન્યથાસિદ્ધિ; અન્યત્ર અતિપ્રસંગને કરનારી છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના શ્લોક દેવપુરુષકાર બત્રીશી Page #48 -------------------------------------------------------------------------- ________________ નં. ૪માં જણાવ્યા મુજબ દેવ અને પુરુષકાર - બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એમની સાથે બીજાનું અસ્તિત્વ(સંનિધાન) ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે અન્યથાસિદ્ધ છે. આ વિષયમાં અહીં આ શ્લોકથી જણાવ્યું છે કે, તે તે કાર્યમાં જે ભેદ મનાય છે તે પ્રામાણિક હોય તો તે રીતે વિશેષ સ્વરૂપે કારણને (દવાદિને) કાર્યની પ્રત્યે હેતુ માની પણ શકાય. એ મુજબ તાર્ટ વહ્નિ(તૃણવિશેષથી ઉત્પન્ન વિજાતીય વહ્નિ)ની પ્રત્યે તૃણને અને અરણિનિર્મન્થનાદિથી જન્ય વહ્નિની પ્રત્યે અરણિનિર્મથનાદિને કારણ મનાય છે તેમ જ અરણ્યમાં ઉત્પન્ન થનારા આરણ્ય વગેરે વહ્નિવિશેષની પ્રત્યે અરણ્યાદિને કારણ મનાય છે. પરંતુ એવા પ્રકારનો કાર્યનો ભેદ ન હોય તો એક કારણને લઇને બીજા કારણને અન્યથાસિદ્ધ કહેવાનું ઉચિત નથી. કારણ કે તેમ કરવાથી અન્યત્ર અતિપ્રસંગ આવશે. આશય એ છે કે યોગની સિદ્ધિમાં કોઈ ભેદ ન હોય તો તે તે યોગની સિદ્ધિ પ્રત્યે સ્વતંત્રપણે દૈવને કે પુરુષકારને કારણ માનવામાં આવે અને તેની સાથે રહેનાર પુરુષકારને કે દૈવને અન્યથાસિદ્ધ માનવામાં આવે તો યોગસિદ્ધિને છોડીને બીજે પણ એ અતિપ્રસંગ આવશે. અર્થાત્ ઘટાદિ કાર્યની પ્રત્યે દંડકારણ છે, ચક્ર નહીં.. ઇત્યાદિ કહી શકાય છે. યદ્યપિચક્રથી ઇતર દંડાદિ સકલ સામગ્રી હોતે છતે ચક્ર હોય તો ઘટ થાય છે અને તે ન હોય તો ઘટ થતો નથી. આ સ્વતંત્ર અન્વય અને વ્યતિરેકના કારણે ઘટની પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં... ઈત્યાદિ કહી શકાય એવું નથી. પરંતુ એ રીતે તો દૈવ વગેરે હોતે છતે પુરુષકારથી યોગની સિદ્ધિ થાય છે અને તે ન હોય ત્યારે યોગની સિદ્ધિ થતી નથી... ઇત્યાદિ અન્વય વ્યતિરેક તો અહીં પણ સમાન જ છે. તેથી એકને કારણે માની બીજાને અન્યથાસિદ્ધ માનવાનું ઉચિત નથી – એ સમજી શકાય છે. ૧૭-૧ી. अथ देवोत्कर्षेण फलोत्कर्षदर्शनात्तदेव फलहेतुर्न यन इत्याशङ्कायामाह દૈવ(ભાગ્ય) પ્રબળ હોય તો ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે; તેથી ફળની પ્રત્યે દેવને જ કારણ માનવામાં આવે છે, પ્રયત્નને નહીં – આ વાત બરાબર નથી, તે જણાવાય છે क्वचित्कर्मव यत्नोऽपि, व्यापारबहुलः क्वचित् । अन्ततः प्राग्भवीयोऽपि, द्वावित्यन्योऽन्यसंश्रयौ ॥१७-११॥ क्वचिदिति-क्वचित्कार्ये कर्मेव यलोऽपि क्वचित्कार्ये व्यापारबहुलः । अन्तत ऐहिकयलप्राचुर्यानुपलम्भे प्राग्भवीयोऽपि स व्यापारबहुल आवश्यकः, उत्कृष्टयत्नं विनोत्कृष्टदैवानुत्पत्तेः, इत्येवं फलविशेषोत्कर्षप्रयोजकोत्कर्षवत्तयापि द्वौ दैवपुरुषकारावन्योऽन्यसंश्रयौ फलजनने परस्परापेक्षौ । यत उक्तं"व्यापारमात्रात् फलदं निष्फलं महतोऽपि च । अतो यत्कर्म तदैवं वित्तं ज्ञेयं हिताहितम् ।।१।। एवं એક પરિશીલન ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ पुरुषकारस्तु व्यापारबहुलस्तथा । फलहेतुर्नियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ॥२।। अन्योऽन्यसंश्रयावेवं તીવખેતી વિક્ષો ” રૂા રૂતિ I9૭-99/ “કોઈ કાર્યમાં જેમ કર્મ ઉત્કટ હોય છે તેમ કોઈ કાર્યમાં પ્રયત્ન પણ ઉત્કટ હોય છે. કોઈ વાર વર્તમાનમાં પ્રયત્નની પ્રચુરતા(ઉત્કટતા) જણાતી ન પણ હોય તો તે ઉત્કટ પ્રયત્ન પૂર્વભવનો છે – એ ચોક્કસ છે. આ રીતે ફળની પ્રત્યે દૈવ(કર્મ) અને પુરુષકાર(પ્રયત્ન) બંન્ને પરસ્પર સાપેક્ષપણે પ્રયોજક મનાય છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે દૈવ પ્રબળ હોય તો ખૂબ જ અલ્પ પ્રયત્ન ચિકાર ફળ પ્રાપ્ત થાય છે અને ચિકાર પ્રયત્ન કરવા છતાં ભાગ્યની મંદતાએ અલ્પ - નહીંએવું ફળ પ્રાપ્ત થાય છે - આવું ઘણીવાર જોવા મળતું હોય છે. આથી એમ જ લાગે કે ફળના ઉત્કર્ષથી દૈવમાં જ ફળપ્રયોજકતા છે અને પુરુષકારમાં તે નથી. પરંતુ આ વાત ઉચિત નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ દૈવની પ્રચુરતાની જેમ કોઈ વાર પ્રયત્નની પણ પ્રચુરતા જોવા મળે છે. જ્યાં પણ દેવાધિજ્ય સ્થળે પ્રયત્નની અલ્પતા જોવા મળે ત્યાં પૂર્વભવસંબંધી પ્રયત્નની અધિકતા માનવાનું આવશ્યક છે. કારણ કે ઉત્કૃષ્ટ પ્રયત્ન વિના ઉત્કૃષ્ટ દૈવની ઉત્પત્તિ શક્ય નથી. આ રીતે યોગની સિદ્ધિ વગેરે સ્વરૂપ ફળના ઉત્કર્ષની પ્રત્યે પ્રયોજક એવા ઉત્કર્ષના આશ્રય તરીકે દૈવ અને પુરુષકાર બંન્ને તે તે ફળને ઉત્પન્ન કરવામાં પરસ્પર અપેક્ષાવાળા છે. યોગબિંદુમાં આ વાતને જણાવતાં ફરમાવાયું છે કે – “અત્યંત અલ્પ એવા પણ વ્યાપાર(પ્રયત્નોથી જે કર્મ ફળને આપનારું બને છે અને મોટા એવા પણ પુરુષાર્થથી જે કર્મ નિષ્ફળ જાય છે તે દૈવ નામનું શુભાશુભ કર્મ ચિત્ર (અનેક પ્રકારનું) છે. આવી જ રીતે કર્મની અપેક્ષાએ વ્યાપાર-બહુલ (ઉત્કટ) પુરુષકાર પણ ચોક્કસપણે જન્માંતરમાં પણ ફળનું કારણ બને છે - તે સમજી લેવું જોઈએ. આ પ્રમાણે દૈવ અને પુરુષકાર ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ છે - એમ વિદ્વાનોએ કહ્યું છે.”.. (જુઓ યોગબિંદુમાં શ્લો.નં. ૩૨૨, ૩૨૩, ૩૨૪). ૧૭-૧૧TI. આ વિષયમાં સાંખ્યોની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે– कर्मव बुवते केचित्, कालभेदात् फलप्रदम् । तन्नैहिकं यतो यत्नः, कर्म तत्पौर्वदेहिकम् ॥१७-१२॥ कर्मवेति-केचित् साङ्ख्याः कर्मैव कर्म प्रधानापरनामकम् । एवकारेण पुरुषकारव्युदासः । कालभेदात् तत्तत्कालसम्बन्धलक्षणविपाकात् । फलप्रदं तत्तत्कार्यकारि बुवते । तदुक्तं-“अन्यैस्तु कर्मेव केवलं कालभेदत” इति । तन्न, यत ऐहिकं कर्म वाणिज्यराजसेवादि यत्न उच्यते । पौर्वदेहिकं पूर्वदेहजनितं । तद्वासनात्मना तथाविधपुद्गलग्रहणसम्बन्धेन वाऽवस्थितं कर्मोच्यते ।।१७-१२॥ ४६ દૈવપુરુષકાર બત્રીશી Page #50 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો(સાંખ્યો) કહે છે કે “કાલવિશેષે કર્મ જ ફળને આપનારું છે.” પરંતુ તે બરાબર નથી. કારણ કે આ લોકમાં થતા વ્યાપાર, ધંધો, નોકરી વગેરે સ્વરૂપ કર્મ (ક્રિયા)ને યત્ન કહેવાય છે અને પૂર્વભવના શરીરથી જન્ય જે છે તે કર્મ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે સાંખ્યો એમ કહે છે કે પ્રધાન જેનું બીજું નામ છે તે કર્મ જ યોગની સિદ્ધિમાં કાલવિશેષે તે તે કાર્ય કરનારું છે, પુરુષકાર ફળપ્રદ નથી. તે તે કર્મ જે કાળે પોતાના વિપાક(ફળ)ને દર્શાવવા સમર્થ બને છે, તે કાળને પાકેલો કાળ મનાય છે. કાળ પાકે ત્યારે જ તે તે કર્મ તે તે કાર્ય કરનારું બને છે. કાળનો પરિપાક ન થયો હોય ત્યારે કર્મથી પણ ફળની પ્રાપ્તિ થતી નથી. યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – સાંખ્યોએ કેવળ પુરુષકારથી રહિત કર્મ(પ્રધાન) જ કાલવિશેષને પ્રાપ્ત કરી છે તે કાર્ય કરનારું બને છે, એમ માન્યું છે. પરંતુ સાંખ્યોની એ વાત બરાબર નથી. કારણ કે વ્યાપાર, ધંધો અને રાજાની સેવા વગેરે સ્વરૂપ નોકરી આદિ આ લોક સંબંધી કર્મોને યત્ન કહેવાય છે અને પૂર્વભવમાંના શરીરથી ઉદ્ભવેલું કે જે સંસ્કારસ્વરૂપે અથવા તેવા પ્રકારના કર્મણવર્ગણાના પુદ્ગલના સંબંધના કારણે આત્મામાં અવસ્થિત છે તેને કર્મ કહેવાય છે. યદ્યપિ આથી સાંખ્યોએ જણાવેલી વાતની અયુક્તતા સ્પષ્ટ થતી નથી, પરંતુ તે હવે જણાવાશે. ./૧૭-૧રા સાંખ્યોનું કથન અયુક્ત છે, તે જ જણાવાય છે– भवान्तरीयं तत्कार्यं, कुरुते नैहिकं विना । द्वारत्वेन च गौणत्वमुभयत्र न दुर्वचम् ॥१७-१३॥ भवान्तरीयमिति-भवान्तरीयं पूर्वभवार्जितं तत्कर्म । कार्यं धनप्राप्त्यादिकम् । ऐहिकं वाणिज्यराजसेवादि कर्म विना न कुरुते । अतोऽन्वयव्यतिरेकाविशेषात् पौर्वदेहिकस्येवैहिकस्यापि कर्मणः कार्यहेतुत्वमिति द्वयोरन्योऽन्यापेक्षत्वमेव । तदुक्तं-“दैवमात्मकृतं विद्यात् कर्म यत्पौर्वदेहिकम् । स्मृतः पुरुषकारस्तु क्रियते यदिहापरम् ।।१।। नैतदात्मक्रियाभावे यतः स्वफलसाधनम् । अतः पूर्वोक्तमेवेह लक्षणं तात्त्विकं तयोः ।।२।। इति” । द्वारत्वेन व्यापारत्वेन च गौणत्वमुच्यमानम् । उभयत्र यत्ने कर्मणि च न दुर्वचम् । ऐहिकयलस्य कर्मव्यापारत्ववत् प्राग्भवीयकर्मणोऽपि प्राग्भवीययनव्यापारत्वाविशेषादिति भावः 9૭-૧રૂ. પૂર્વભવમાં ઉપાર્જેલું તે કર્મ આ લોક સંબંધી કર્મ(યત્ન) વિના કાર્ય કરતું નથી. દ્વાર હોવાના કારણે યત્ન ગૌણ છે, આ પ્રમાણે બંન્ને સ્થાને કહેવાનું અશક્ય નથી.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ભવાંતરમાં ઉપાર્જેલું શુભાશુભ કર્મ જ્યારે પણ ધનની પ્રાપ્તિ વગેરે જે ફળને આપવાનું કાર્ય કરે છે, તે આ લોક સંબંધી વ્યાપાર કે રાજયસેવાદિ સ્વરૂપ એક પરિશીલન Page #51 -------------------------------------------------------------------------- ________________ કર્મ(યત્ન) વિના કરતું નથી. તેથી “જયાં દૈવ છે ત્યાં ફળ છે અને જ્યાં દૈવ નથી ત્યાં ફળ પણ નથી' - આ અન્વયવ્યતિરેકની જેમ, “જયાં ઐહિક કર્મ(યત્ન) છે, ત્યાં ફળ છે અને જ્યાં ઐહિક કર્મ(વાણિજ્યાદિ સ્વરૂપ) - યત્ન નથી, ત્યાં ફળ પણ નથી - આ અન્વયવ્યતિરેક પણ સમાન હોવાથી પૌવદહિક કર્મ-દૈવની જેમ ઐહિક પણ કર્મ-યત્નને કાર્યની પ્રત્યે કારણ માનવું જોઈએ. જેથી દેવ અને પુરુષકાર બંન્ને પરસ્પર સાપેક્ષપણે કાર્યની પ્રત્યે કારણ છે – એ સ્પષ્ટ છે. યોગબિંદુમાં એ અંગે જણાવ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વગેરે હેતુઓથી આત્માએ કરેલું જે પૂર્વભવના શરીરમાં થયેલું કર્મ છે તેને દૈવ તરીકે જાણવું તેમ જ આ ભવમાં વ્યાપારી લોકો વગેરે દ્વારા વાણિજ્યાદિ (ધંધો વગેરે) જે કર્મ કરાય છે તે પુરુષકાર છે. પૂર્વભવનું કર્મ હોવા છતાં આ ભવમાં તેમને વાણિજ્ય-રાજ્યસેવાદિ કર્મ કરવું પડે છે, ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. યોગબિંદુ ૩૨પી આ કર્મ; જીવનો તેવા પ્રકારનો વ્યાપાર ન હોય તો જે કારણે પોતાના કાર્યને કરનારું તે બનતું નથી, તેથી તે બંન્નેનું પૂર્વે જણાવ્યા મુજબનું પરસ્પર અપેક્ષાવાળું સ્વરૂપ વાસ્તવિક છે. ૩૨૬ll જેમ દંડથી જન્ય ચક્રભ્રમણ દ્વારા ઘટ થતો હોવાથી ત્યાં દંડ મુખ્ય કારણ અને ચક્રભ્રમણ ગૌણ કારણ મનાય છે તેમ પીવેદહિક કર્મ આ ભવના યત્ન દ્વારા ફળની પ્રત્યે કારણ બનતું હોવાથી દૈવ મુખ્ય કારણ છે અને યત્ન દ્વાર-વ્યાપાર હોવાથી ગૌણ કારણ છે.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે તો દૈવ પણ; તેના પૂર્વભવના શરીરમાં ઉદ્ભવેલા યત્નનો વ્યાપાર હોવાથી દૈવને પણ ગૌણ કારણ માનવું પડશે. જેમ દૈવ વિના યત્ન થતો નથી તેમ યત્ન વિના પણ દેવનો સંભવ ક્યાં છે? તેથી ફળની પ્રત્યે દેવ અને પુરુષકાર ઉભય સમાન રીતે કારણ છે. ૧૭-૧૩. કેવળ દૈવને ફળની પ્રત્યે કારણ માનવામાં દૂષણાંતર જણાવાય છે– अपेक्ष्ये कालभेदे च, हेत्वैक्यं परिशिष्यते । दृष्टहानिरदृष्टस्य, कल्पनं चातिबाधकम् ॥१७-१४॥ अपेक्ष्य इति-केवलेन कर्मणा चित्रफलजनने कालभेदे चापेक्ष्येऽपेक्षणीये हेत्वैक्यं कारणैक्यं परिशिष्यते । तत्क्षणविशिष्टकार्यत्वावच्छिन्ने तत्क्षणस्य हेतुत्वेनैवानतिप्रसङ्गाद्देशनियमस्य च स्वभावत एवोपपत्तेः । किं च दृष्टहानिदृष्टानां कारणानां यत्रादीनां त्यागः, अदृष्टस्य च प्रधानस्य कल्पनम् । अतिबाधकमतिबाधाकारीति न किञ्चिदेतत् ।।१७-१४।। “તે તે ફળની પ્રત્યે કલવિશેષને લઈને માત્ર કર્મને (દેવને) કારણ માનવામાં આવે તો કારણનું ઐક્ય જ માનવાનું રહે છે. એ રીતે દષ્ટ કારણોની હાનિ અને અદૃષ્ટ કારણની કલ્પના અત્યંત દુષ્ટ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે કાર્યમાત્રની ४८ દેવપુરુષકાર બત્રીશી Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે માત્ર દેવને જ કારણ માનવામાં આવે તો ભિન્ન ભિન્ન કાળમાં થનારાં તે તે કાર્યની પ્રત્યે કાલવિશેષને લઇને તે તે કાર્યની ઉત્પત્તિને ઉપપન્ન કરી શકાય છે. અર્થાત્ તે તે કાળની અપેક્ષાએ દૈવથી તે તે કાળે તે તે કાર્યની ઉત્પત્તિ થાય છે - આ પ્રમાણે માનીને ફળની પ્રત્યે કેવળ કર્મની કારણતાને કેટલાક લોકો માને છે. પરંતુ એમ માનવાથી તે તે કાલમાં થનાર છે તે કાર્યની પ્રત્યે તે તે ક્ષણને જ કારણ માનવાથી કોઈ દોષ નહીં આવે. તેથી કાર્યની પ્રત્યે એક જ (ક્ષણને જ) કારણ માનવાનો પ્રસંગ આવશે. યદ્યપિ તે તે કાળમાં થનાર કાર્ય તે તે દેશમાં સ્થાનમાં) જ સર્વત્ર નહિ) થતું હોવાથી તે તે કાર્યની પ્રત્યે તે તે દેશને પણ કારણ માનવાનું આવશ્યક હોવાથી કારર્ણક્યના પરિશેષનો પ્રસંગ આવતો નથી. પરંતુ તે તે ક્ષણનો સ્વભાવ જ છે કે તે પોતાના કાર્યને તે તે દેશમાં જ કરે છે. આ પ્રમાણે સ્વભાવથી જ દેશનું નિયમન(તે તે દેશમાં જ કાર્યનું થવું) શક્ય હોવાથી કારણના ઐક્યના પરિશેષનો પ્રસંગ છે જ. કથંચિત્ તે; દેવમાત્ર કારણતાવાદીને ઈષ્ટ છે – એમ માનવામાં આવે તો તેમને જે દોષ આવે છે તે આ શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે ફળની પ્રત્યે માત્ર દૈવ-કર્મને કારણ માનવામાં આવે તો નજરે દેખાતાં એવાં યત્ન વગેરે કારણોનો ત્યાગ કરાય છે અર્થાત્ તેમાં કારણતાનો નિષેધ કરાય છે અને અદષ્ટ એવા દૈવ-પ્રધાન(કમ)ની કલ્પના કરાય છે, એ અત્યંત દુષ્ટ છે. દષ્ટનો અપલોપ અને અષ્ટની કલ્પના અત્યંત દોષાવહ છે – એ સમજી શકાય છે. તેથી સાંખોએ જણાવેલી વાત બરાબર નથી.. એ સ્પષ્ટ છે. I૧૭-૧૪ો. દૈવ-કર્મ અદષ્ટ-અતીન્દ્રિય હોવાથી દષ્ટ કારણોના સમુદાય વડે જ કાર્યની ઉત્પત્તિ ઉપપન્ન થતી હોય તો તેને(દવને) ફળની પ્રત્યે કારણ માનવાની આવશ્યકતા નથી. - આ નાસ્તિક જેવાની માન્યતાનું નિરાકરણ કરાય છે– दृष्टेनैवोपपत्तौ च, नादृष्टमिति केचन । फले विशेषात् तदसत्, तुल्यसाधनयोर्द्वयोः ॥१७-१५॥ दृष्टेनैवेति-दृष्टेनैव कारणसमाजेनोपपत्तौ जगद्व्यवस्थानिर्वाहलक्षणायां सत्यां । नादृष्टं कर्म कल्पनीयमिति केचन नास्तिकप्रायाः । ते हि वदन्ति विहितनिषिद्धाभ्यामपि कर्मभ्यामामुष्मिकफलजननं स्वध्वंसद्वारैवोपपत्स्यत इति किमन्तर्गडुनाऽदृष्टेन ? न चादृष्टसत्त्वे चरमसुखदुःखादिभोगेन तन्नाशात् फलविरामोपपत्तिरन्यथा तु तदनुपपत्तिरिति वाच्यम्, अदृष्टाभ्युपगमेऽपि कालान्तर एव फलप्राप्तेस्तदन्यकाले फलविरामोपपत्तेरिति । तदसत्, तुल्यसाधनयोः सदृशदृष्टकारणयोर्द्वयोः पुरुषयोः फले विशेषात् । तस्य चादृष्टभेदं विनाऽनुपपत्त्या तदसिद्धेः । जायते होकजातीयदुग्धपानादेव कस्यचिदुःखं कस्यचिच्च सुखमित्यत्र चादृष्टभेद एव नियामक इति । न च कर्कट्यादिवदुग्धादेः क्वचित्पित्तादिरसोद् એક પરિશીલન ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ बोधादुपपत्तिः, सर्वत्र तदापत्तेः । न च भेषजवत्तथोपपत्तिः, ततः साक्षात् सुखादितौल्याद्धातुवैषम्यादेरुत्तरकालत्वादिति । तदिदमुक्तं भाष्यकृता-“जो तुलसाहणाणं फले विसेसो ण सो विणा हेउं । कज्जत्तणओ નયમ ઘઉં બે દે ૩ સે વધ્યું IT” ૦૭-9 | દષ્ટ એવાં કારણોના સમુદાયથી જ કાર્યની ઉપપત્તિ થતી હોય તો અદષ્ટ એવા દેવને કારણ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણે કેટલાક કહે છે. પરંતુ એકસરખાં કારણો હોવા છતાં ફળમાં વિશેષતા દેખાતી હોવાથી તે કથન અસત છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે તે તે સુખદુઃખાદિ કાર્યોની પ્રત્યે નજરે દેખાતાં તેનાં સાધનોથી જ આ જગતની વ્યવસ્થાનો નિર્વાહ થઈ જાય છે. તેથી તે તે કાર્યોની પ્રત્યે અતીન્દ્રિય-અદૃષ્ટ કર્મને કારણ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણે નાસ્તિક જેવા લોકો કહે છે. તેમનું કથન એ છે કે વિધાન કરાયેલાં પૂજાદિ કર્મથી અને નિષેધ કરાયેલાં હિંસાદિ કર્મથી ભવાંતરમાં જે સુખ અને દુઃખ વગેરે સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ વખતે તેની અવ્યવહિત પૂર્વેક્ષણે) તે તે પૂજા અને હિંસાદિ સ્વરૂપ કર્મ-અનુષ્ઠાન ન હોવાથી તે અનુષ્ઠાનજન્ય અદષ્ટ(પુણ્ય-પાપ)-કર્મની કલ્પના કરાય છે, જેથી પૂર્વજન્મનાં તે તે અનુષ્ઠાનો પોતાથી જન્ય એવા અદષ્ટ ધર્માધર્મ)-કર્મ દ્વારા પરલોકમાં સુખ-દુઃખાદિનાં જનક બને છે. પરંતુ એ માટે અષ્ટ-દૈવની કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે પૂજાદિ તે તે અનુષ્ઠાનોથી પોતાના ધ્વસ દ્વારા તે તે સુખ-દુઃખાદિ કાર્યોની ઉત્પત્તિ થઈ શકે છે. “આ રીતે અદૃષ્ટ કર્મને કારણ માનવામાં આવે નહિ અને તે તે અનુષ્ઠાનના ધ્વસને કારણ માનવામાં આવે તો પૂજાદિ અનુષ્ઠાનોથી, તેનો ધ્વંસ સર્વદા વિદ્યમાન હોવાથી નિરંતર સુખ-દુઃખાદિ ફળ પ્રાપ્ત થયા જ કરશે, ક્યારેય ય તેનો વિરામ નહીં થાય. અદષ્ટને કારણે માનવાથી જ્યારે ચરમ સુખદુઃખાદિના ભોગથી અદષ્ટનો નાશ થશે એટલે ત્યારે ફળનો ઉપરમ થશે. ધ્વંસનો નાશ થતો ન હોવાથી ફળનો ઉપરમ (વિરામ) નહીં થાય. તેથી ફળના ઉપરમની અનુપપત્તિ ન થાય તે માટે અદષ્ટની કલ્પના કરવી જોઇએ.” - આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે અદષ્ટનો સ્વીકાર કર્યા પછી પણ કાલાંતરે જ (વિવલિત કાળે) ફળની પ્રાપ્તિ થાય છે. તેનાથી ભિન્ન કાળમાં તો અદષ્ટ હોવા છતાં ફળનો વિરામ જ હોય છે. તેમ વૅસની વિદ્યમાનતામાં પણ ફળનો વિરામ શક્ય છે. આ પ્રમાણે કેટલાક લોકોનું કહેવું છે, તેની અયુક્તતાને શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. એનો આશય એ છે કે એકસરખા દષ્ટ કારણસ્વરૂપ યત્ન વગેરે હોવા છતાં બે આત્માઓને એકસ્વરૂપ ફળ મળતું નથી. પરંતુ તેમનાં ફળોમાં વિશેષતા હોય છે. એ બંન્ને આત્માઓના અદષ્ટમાં ફરક માન્યા વિના ફળવિશેષની સિદ્ધિ શક્ય નથી. લોકમાં પણ આવું જોવા મળે છે કે એકસરખું જ દુગ્ધપાન હોવા છતાં કોઇને તેનાથી દુઃખ થાય છે અને કોઇને તેથી સુખ થાય છે. આ ફળવિશેષમાં નિયામક, તે તે આત્માનું અદષ્ટવિશેષ જ છે. “કાકડી વગેરેની જેમ કોઈ ૫૦ દેવપુરુષકાર બત્રીશી Page #54 -------------------------------------------------------------------------- ________________ વાર દૂધ પીવાથી પિત્તાદિ રસ ઉત્પન્ન થવાના કારણે દુગ્ધપાનાદિથી સુખ-દુઃખાદિની ઉત્પત્તિ થતી હોય છે. તેથી અદષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે અદષ્ટ માનવામાં ન આવે તો સર્વત્ર દુગ્ધપાનાદિના કારણે પિત્તાદિરસનો ઉદ્દભવ માનવાનો પ્રસંગ આવશે. “રોગીને જેમ ઔષધાદિથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ સહકારી દષ્ટકારણોથી સુખદુઃખાદિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી અદષ્ટ-કર્મની કલ્પના કરવાની જરૂર નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે તેથી ઔષધનું સેવન કરનારાદિ સૌને સુખાદિની પ્રાપ્તિ સમાનપણે થવાનો પ્રસંગ આવશે. “ઔષધાદિનું સેવન કરનારના શરીરની ધાતુઓની વિષમતાદિના કારણે તેમને સરખી રીતે સુખાદિની પ્રાપ્તિ થતી નથી.” આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે ધાતુની વિષમતાદિના ઉત્તરકાળમાં જ ઔષધાદિનું સેવન હોવાથી તેનાથી તુરત જ સુખાદિની પ્રાપ્તિ થવી જોઈએ. આથી સ્પષ્ટ છે કે તુલ્યસાધનવાળાં બંનેના ફળમાં જે વિશેષતા છે, તે દષ્ટકારણને લઈને નથી. પરંતુ અદકારણને લઈને છે. એ મુજબ ભાષ્યકારશ્રીએ (૧૬૧૩ ગાથા) ફરમાવ્યું છે કે તુલ્યસાધનવાળાઓના ફળમાં જે વિશેષતા છે; તેઘડાની જેમ કાર્ય હોવાથી હે ગૌતમ ! કારણથી રહિત નથી. તે કારણ કર્મ છે. ./૧૭-૧પો. અદષ્ટ-કર્મને કારણ માનવામાં ન આવે તો જે દોષ પ્રાપ્ત થાય છે તે જ જણાવાય છે न चापि क्षणिकं कर्म, फलायादृष्टमन्तरा । वैयर्थ्यञ्च प्रसज्येत, प्रायश्चित्तविधेरपि ॥१७-१६॥ न चेति-न च क्षणिकं क्रियाकालमात्रोपरतं कर्म अदृष्टमन्तरा फलाय फलं जनयितुमलं समर्थं । चिरध्वस्तस्य कालान्तरभाविफलजनकत्वस्य भावव्यापारकत्वव्याप्तत्वावधारणाद्, ध्वंसस्य च व्यापारत्वेऽनुभवेनापि तद्द्वारैव स्मृतिजननोपपत्तौ संस्कारोऽप्युच्छिद्येत । तदुक्तमुदयनेनापि-“चिरंध्वस्तं फलायालं न कर्मातिशयं विना” इति । अपि च प्रायश्चित्तविधेरपि अदृष्टमन्तरा वैयर्थ्यं प्रसज्येत । अधर्मनाशेनैव तस्य फलवत्त्वाद्, नरकादिदुःखानां प्रायश्चित्तविषयकर्मजन्यानामप्रसिद्ध्या तन्नाशस्य कर्तुमशक्यत्वाद् दुःखप्रागभावस्याप्यसाध्यत्वात् । प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन तज्जन्यदुःखोत्पत्त्यापत्तेश्चेत्यन्यत्र વિસ્તર: 19૭-૧દ્દો અષ્ટ-કર્મ(દેવ) વિના ક્ષણિક એવું કર્મ(અનુષ્ઠાન-ક્રિયા), ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ નહીં બને. તેમ જ અદષ્ટ વિના પ્રાયશ્ચિત્તનું વિધાન પણ વ્યર્થ બને છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવપૂજાદિસ્વરૂપ જે અનુષ્ઠાનો છે, તે અનુષ્ઠાનોનું સ્વર્ગાદિ સ્વરૂપ ફળ કાલાંતરે બીજા ભવમાં જયારે પ્રાપ્ત થાય છે ત્યારે તે અનુષ્ઠાનોનો નાશ થયેલો હોય છે. આ રીતે ફળની પ્રાપ્તિ થાય એ પહેલાં જ જે અનુષ્ઠાનો નષ્ટ એક પરિશીલન ૫૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે, એવાં તે ક્રિયાકાશમાત્રથી ઉપરત થયેલાં અનુષ્ઠાનોને ક્ષણિક કર્મ કહેવાય છે. જેનાથી જે કાર્ય થવાનું છે, તે કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વેક્ષણે તે કારણનું અસ્તિત્વ હોવું જોઈએ. ક્ષણિક કર્મોનું એવું સાક્ષાત્ અસ્તિત્વબાધિત હોવાથી સ્વજન્ય અદષ્ટ દ્વારા તેનું અસ્તિત્વ ફળની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વક્ષણે માનવામાં આવે છે. અન્યથા અદષ્ટની કલ્પના કરવામાં ન આવે તો કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ માનવી પડશે. આથી સમજી શકાશે કે અદષ્ટ(ધર્માધમીના અભાવે દેવપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનાત્મક ક્ષણિક કર્મ(કર્યા પછી તુરત જ નષ્ટ થનાર), ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતું નથી. કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણને ભાવસ્વરૂપ વ્યાપાર દ્વારા જ કારણ માનવામાં આવે છે. અર્થાત્ તેવા કારણમાં ભાવવ્યાપારત્વેન વ્યાપકતા (કાર્યનિષ્ઠવ્યાપ્યતાનિરૂપિતવ્યાપકતા) માનવામાં આવે છે. યદ્યપિ કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણના વ્યાપાર તરીકે તેના ધ્વંસને જ માની લેવાથી તાદેશ ધ્વસ દ્વારા પણ કાલાંતરે સ્વર્ગાદિ ફળની ઉત્પત્તિ શક્ય છે. તેથી તે માટે ભાવસ્વરૂપ અદષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ રીતે તો સ્મૃતિની પ્રત્યે સંસ્કાર દ્વારા અનુભવને કારણે માનવાની જરૂર નહીં રહે. કારણ કે અનુભવને તેના ધ્વસ દ્વારા જ સ્મૃતિની પ્રત્યે કારણ માનવાથી પણ સ્કૃતિની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી સંસ્કારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. આ વાત ન્યાયકુસુમાન્જલિમાં ઉદયનાચાર્યે પણ કરી છે કે “કર્મના અતિશય વિના (દ્વાર વિના) લાંબા કાળથી ધ્વસ્ત થયેલાં કારણ, ફળની ઉત્પત્તિમાં સમર્થ નથી. ઉપર જણાવ્યા મુજબ ચિરધ્વસ્ત કારણોને ફળની ઉત્પત્તિની પ્રત્યે સ્વધ્વંસ દ્વારા કારણ માનવામાં આવે તો અનુભવને પણ તેના ધ્વસ દ્વારા સ્મૃતિની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવવાથી જે સંસ્કારના ઉચ્છેદનો પ્રસંગ આવે છે તે ઈષ્ટ જ છે - એમ કહેવામાં આવે તો અદષ્ટને ન માનવામાં દૂષણાંતર જણાવાય છે વૈયØ .. ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે જો અદષ્ટાત્મક કર્મ(દેવપ્રધાન) માનવામાં ન આવે તો પ્રાયશ્ચિત્તનું વિધાન નિરર્થક બને છે. અધર્મનો નાશ કરવાથી જ પ્રાયશ્ચિત્તની સફળતા છે. “હિંસાદિના આચરણથી તેના ધ્વસ દ્વારા પ્રાપ્ત થનારાં નરકાદિ દુઃખોનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે.' - આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે પ્રાયશ્ચિત્તના વિષયભૂત હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુઃખો પ્રાયશ્ચિત્તના વિધાન વખતે પ્રસિદ્ધ ન હોવાથી તેનો નાશ પ્રાયશ્ચિત્તથી શક્ય નથી. “પ્રાયશ્ચિત્તથી તાદશ દુઃખોનો પ્રાગભાવ થાય છે' - એ કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે તે દુઃખાદિનો પ્રાગભાવ સાધ્ય નથી, અનાદિનો છે. “પ્રાયશ્ચિત્તથી તે નરકાદિ દુઃખોના પ્રાગભાવનો નાશ થતો નથી, પરંતુ તે જળવાઈ રહે છે. તે સ્વરૂપ જ તેની સાધ્યતા છે. આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તે તે પ્રાગભાવ પોતાના તે તે પ્રતિયોગી(જનો અભાવ હોય છે તે અભાવનો પ્રતિયોગી કહેવાય ૫૨ દેવપુરુષકાર બત્રીશી Page #56 -------------------------------------------------------------------------- ________________ છે.)નો જનક હોવાથી કાલાંતરે દુ:ખપ્રાગભાવથી નરકાદિ દુઃખોની અવશ્ય ઉત્પત્તિ થશે. પ્રાયશ્ચિત્ત કરવાથી, હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુઃખના પ્રાગભાવની સ્થિતિ ટકી રહે તો તે દુઃખપ્રાગભાવ પોતાના પ્રતિયોગી દુઃખનો નિયમા જનક હોવાથી ભવિષ્યમાં ગમે ત્યારે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ-ઉત્પત્તિ ચોક્કસ જ થવાનો પ્રસંગ આવશે... ઇત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર-સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવું જોઇએ. ।।૧૭-૧૬।। આ રીતે દૈવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષપણે ફળની પ્રત્યે સમાનરૂપે કારણ છે - તે જણાવ્યું છે. તે અંગે જે વિશેષ છે તે હવે જણાવાય છે— विशेषश्चात्र बलवदेकमन्यन्निहन्ति यत् I व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम् ॥१७- १७॥ विशेषश्चेति - अत्र च दैवपुरुषकारविचारणायां विशेषोऽयं । यदनयोर्मध्ये एकं बलवदन्यन्निर्बलं निहन्ति । स्वफलमुपदधानं प्रतिस्खलयति । नन्वत्रैवैकव्यभिचारादुभयोरन्योऽन्यापेक्षत्वक्षतिरित्यत्राहएवमपि च प्रतियोगिनमपेक्ष्य न व्यभिचारः । एकेनान्यप्रतिघातेऽप्यन्यस्य प्रतियोगितयाऽपेक्षणात् केवलं प्रतिहतत्वेनैव प्रतिघातप्रतियोगित्वेन गौणत्वमात्रं स्यादिति बोध्यम् ।।१७- १७।। “દૈવ અને પુરુષકાર બંન્ને, ફળની પ્રત્યે સમાનસ્વરૂપે કારણ હોવા છતાં તેમાં વિશેષતા છે કે એમાં જે બલવર્ છે તે બીજાને હણે છે. આમ છતાં પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અહીં દૈવ અને પુરુષકારની વિચારણામાં એ વિશેષ છે કે એ બેમાં જે એક બળવાન છે તે બીજા નિર્બળને હણે છે અર્થાત્ પોતાના ફળને આપવા દેતું નથી. જે નિર્બળ છે, તેનાથી જે ફળ ઉત્પન્ન થવાનું હોય તેને બળવાન થવા દેતું નથી. “આથી તો કાર્યની પ્રત્યે દૈવ અને પુરુષકાર એ બંન્નેમાંથી જે બળવાન છે તે એક જ કારણ બને છે. તેથી નિર્બળમાં કારણતા વ્યભિચારી થવાથી ‘બંન્ને પરસ્પર સાપેક્ષ કારણ છે' - આ વાતમાં તથ્ય નથી.” એ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે પ્રતિયોગીની અપેક્ષા હોવાથી વ્યભિચાર આવતો નથી. આશય એ છે કે - દૈવ અને પુરુષકારમાં જે બળવાન છે અને બીજા નિર્બળને હણે છે, તે બળવાન પણ હનનના પ્રતિયોગી એવા નિર્બળના હનન માટે નિર્બળની અપેક્ષા કરે છે. જો નિર્બળ ન હોય તો બળવાન કોને હણે ? તેથી આ રીતે નિર્બળની અપેક્ષા હોવાથી દૈવ અને પુરુષકા૨ બંન્ને પ૨સ્પ૨ સાપેક્ષ જ કારણ બને છે. માત્ર બળવાન દૈવાદિના કારણે નિર્બળ એવા પુરુષકારાદિનો પ્રતિઘાત થતો હોવાથી પ્રતિઘાતના પ્રતિયોગી એવા પુરુષકારાદિને ગૌણ કારણ મનાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. મહામંત્રી કલ્પકના બળવાન એક પરિશીલન ૫૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ પુરુષકારથી સ્વકુટુંબના વધને પ્રાપ્ત કરાવનારું કર્મ પ્રતિહત થયું હતું અને દ્વારિકાનગરીના દાહની પ્રવૃત્તિ વખતે તે કર્મથી વાસુદેવ-બળદેવનો પુરુષાર્થ પ્રતિહત થયો હતો. દૈવ અને પુરુષકારનું પરસ્પર તુલ્ય બળ ન હોય તો આ રીતે એકબીજાથી એકબીજાનો ઉપઘાત શક્ય નથી. ।।૧૭-૧૭।। ઉપર જણાવ્યા મુજબ દૈવ અને પુરુષકારમાં પરસ્પર ઉપઘાત્યોપધાતકભાવ સિદ્ધ થવાથી જે સિદ્ધ થાય છે, તે જણાવાય છે— कर्मणा कर्ममात्रस्य, नोपघातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु तस्यैतदपि युज्यते ।।१७-१८।। कर्मणेति-कर्मणा केवलेनैव । कर्ममात्रस्य केवलस्यैव कर्मणः । न उपघातादि उपघातानुग्रहौ । तत्त्वतोऽनुपचारेण । न हि केवलं कर्म किञ्चिदुपहन्तुं निग्रहीतुं वा क्षमम्, असहायत्वात् । स्वव्यापारगतत्वे तु जीवक्रियाप्रतिबद्धत्वे पुनः । तस्य कर्मणः । एतदपि परस्परोपघातादि युज्यते ।।१७-१८ ।। “માત્ર કર્મથી માત્ર કર્મના ઉપઘાતાદિ તાત્ત્વિક રીતે થતા નથી. આત્માના પોતાના વ્યાપાર(ક્રિયા)થી કર્મ પ્રતિબદ્ધ હોય તો તેના પરસ્પર ઉપઘાતાદિ પણ સંગત થાય છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કર્મને પોતાના ફળની ઉત્પત્તિની પ્રત્યે જીવના વ્યાપાર(યત્ન)ની અપેક્ષા ન હોય તો; માત્ર કર્મથી માત્ર કર્મનો ઉપઘાત અથવા અનુગ્રહ સંગત નહીં થાય. કારણ કે કર્મને સહાય ન હોવાથી તે કેવલ કર્મમાત્ર કર્મને હણવા માટે કે તેની ઉપર અનુગ્રહ કરવા માટે સમર્થ બનતું નથી. આત્મવ્યાપાર-પુરુષકારથી પ્રતિબદ્ધ સાપેક્ષ હોય તો તે કર્મના ઉપઘાતાદિ શક્ય બને છે. કારણ કે ત્યારે તેને આત્મવ્યાપારની સહાય પ્રાપ્ત થતી હોય છે. ।।૧૭-૧૮ ઉપર જણાવેલી વાતને જ સ્પષ્ટ રીતે જણાવાય છે— ૫૪ उभयोस्तत्स्वभावत्वे, तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात्, सम्यग्न्यायाविरोधतः ।।१७-१९।। उभयोरिति–उभयोर्देवपुरुषकारयोः । तत्स्वभावत्वे बाध्यबाधकस्वभावत्वे । तेषां कालादीनां सहकारिकारणानामपेक्षया । बाध्यबाधकभाव उपघात्योपघातकभावः स्यात् । सम्यग्न्यायस्य सम्यग्युक्तेरવિરોધતોઽવિઘટનાત્ ||૧૭-૧૧|| “તે તે કાલાદિ સહકારી કારણની અપેક્ષાએ દૈવ અને પુરુષકાર - બંન્નેનો બાધ્યબાધક સ્વભાવ હોય તો તે બંન્નેનો ઉપઘાત્યોપઘાતક ભાવ; સદ્યુક્તિના અવિરોધથી થઇ શકે છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જણાવાયો છે. દૈવ ધ્રુવપુરુષકાર બત્રીશી Page #58 -------------------------------------------------------------------------- ________________ અને પુરુષકાર બંન્નેનો એકબીજાથી બાધિત થવાનો અને એકબીજાનો બાધ કરવાનો સ્વભાવ હોય તો જ કાલાદિ સહાયકની અપેક્ષાએ દૈવાદિ ઉપઘાત્ય કે ઉપઘાતક વાસ્તવિક રીતે થઈ શકે છે. દૈવ અને પુરુષાર્થ બંન્નેનો પરસ્પર બાધ્ય તેમ જ બાધક બનવાનો સ્વભાવ જ ન હોય તો બળવાન હોય કે ન હોય તોપણ તે ઉપઘાત્ય કે ઉપઘાતક બની શકશે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ વગેરે સહકારી કારણોનો ગમે તેટલો સહકાર પ્રાપ્ત થાય તોપણ તંતુનો ઘટોત્પાદક સ્વભાવ ન હોવાથી તંતુથી જેમ ઘટ થતો નથી તેમ દૈવાદિનો તેવો બાધ્ય-બાધક-સ્વભાવ ન હોય તો કોઈ પણ રીતે તેનો ઉપઘાત અને અનુગ્રહ નહીં થાય. તેથી દૈવ અને પુરુષકાર : બંન્નેનો બાધ્યબાધકસ્વભાવ માનવો જોઈએ. જેથી વિના વિરોધે સદ્ભક્તિથી એ બંન્નેમાં પરસ્પર ઉપઘાત્યઉપઘાતકભાવ સંગત થાય છે. ૧૭-૧૯ો. દૈવ અને પુરુષકારના પરસ્પર બાધ્યબાધકભાવને આશ્રયીને બીજી રીતે જણાવાય છે प्रतिमायोग्यतातुल्यं, कर्मानियतभावकम् । વાધ્યમg: પ્રયત્નન, સૈવ પ્રતિમત્યપ |9૭-૨૦ प्रतिमेति-प्रतिमायोग्यतया तुल्यं सदृशं कर्म फलजननं प्रत्यनियतभावं, फलजनननियतिमतोऽबाध्यत्वात् । प्रयत्नेन बाध्यं निवर्तनीयं । सैव प्रतिमायोग्यतैव प्रतिमयेत्यप्याहुराचार्याः । अपिः कर्मणो बाधने पुरुषकारस्य तत्फलजनननियत्यभावनियतां नियतिं सहकारिणी समुच्चिनोति । तदिदमुक्तं“कर्मानियतभावं तु यत् स्याच्चित्रं फलं प्रति । तद्बाध्यमत्र दार्वादिप्रतिमायोग्यतासमम् ।।१।। ।।१७-२०।। પ્રતિમાની યોગ્યતા જેવું અનિયતપણે ફળની પ્રત્યે કારણ બનનારું કર્મ, પ્રયત્નથી બાધ્ય બને છે. પ્રતિમાથી પ્રતિમાની યોગ્યતા જ બાધ્ય બને છે. આ પ્રમાણે પણ આચાર્યો કહે છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાની યોગ્યતાની જેમ ફળને ઉત્પન્ન કરવામાં કર્મ અનિયતભાવવાળું છે. ફળની પ્રત્યે નિયતભાવવાળું કર્મ હોય તો તે બાધ્ય નહીં બને. જે કર્મ ચોક્કસ નિયત સમયે પોતાના ફળને આપનારું છે, તે કર્મ કોઈ પણ રીતે ફળની પ્રત્યે બાધિત નહીં બની શકે. દરેક કાષ્ઠમાં પ્રતિમા થવાની યોગ્યતા હોવા છતાં ક્યારે કયા કાષ્ઠથી પ્રતિમા થવાની છે એ ચોક્કસ નથી, તેમ અનિયતભાવવાળું કર્મ છે. પ્રયત્નથી એવું કર્મ બાધ્ય બને છે અર્થાત્ સ્વજન્ય એવા ફળને ઉત્પન્ન કરવાથી નિવૃત્ત બને છે. પ્રતિમાથી જેમ પ્રતિમાની યોગ્યતા નિવૃત્ત થાય છે, તેમ પ્રયત્નથી અહીં કર્મ નિવૃત્ત થાય છે. આ રીતે કર્મનો બાધ કરતી વખતે, તે ફળની ઉત્પત્તિની અનિયતતા(ગમે ત્યારે થવા સ્વરૂપ)ની વ્યાપક એવી જે નિયતિ(અનિયતપણે ચોક્કસ થવા સ્વરૂપ અવસ્થા) છે તે પુરુષકારને સહકારી કારણ બને છે. આથી સમજી શકાશે કે કર્મથી અનિયતપણે જે કાર્ય ચોક્કસ થવાનું છે એવા કાર્યની પ્રત્યે પ્રયત્ન કર્મને બાધ્ય કરે છે. જે કાર્ય ચોક્કસપણે(નિયત) કર્મથી થવાનું છે, તે એક પરિશીલન Page #59 -------------------------------------------------------------------------- ________________ કાર્યને આશ્રયીને પ્રયત્નથી કર્મનો બાધ થતો નથી. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે “સુખ-દુઃખાદિ ફળની પ્રત્યે, અનિયત-સ્વભાવવાળું ભિન્ન ભિન્ન પ્રકારવાળું જે કર્મ છે, તે અહીં પ્રયત્નથી બાધ્ય બને છે; જે કાષ્ઠાદિની પ્રતિમાની યોગ્યતા જેવું છે.” I૧૭-૨વા अत्र दृष्टान्तदा न्तिकयोर्बाधकतैक्यं शब्दसाम्यादेव विकारनाशसाधारणरूपान्तरपरिणत्यैव वेत्यभिप्रायवानाह અહીં દેવ અને પુરુષકાર : બંન્નેની પરસ્પર બાધ્ય-બાધકતાના વિચારમાં, દષ્ટાંત (પ્રતિમાની યોગ્યતા) અને દાષ્ટબ્લિક(કર્મ-દેવ)ની બાધકતાનું સામ્ય શબ્દના સામ્યથી જ છે અથવા વિકાર અને નાશ : ઉભયસાધારણ રૂપાંતર સ્વરૂપ પરિણતિને લઈને જ છે, એ અભિપ્રાયથી જણાવાય છે– प्रतिमायोग्यतानाशः, प्रतिमोत्पत्तितो भवेत् । कर्मणो विक्रिया यत्नाद्, बाध्यबाधकतेत्यसौ ॥१७-२१॥ प्रतिमेति-प्रतिमोत्पत्तितः प्रतिमायोग्यताया नाश एव बाधो भवेत् । कर्मणो यलाद्विक्रिया अधिकृतफलजननशक्तिभङ्गलक्षणा बाध इत्यसौ बाध्यबाधकता । एतेन प्रतिमया तद्धेतुयत्नेन वा तद्योग्यताबाधे तदुत्पत्तिवत् कर्मयोग्यताबाधेऽपि तत्फलोत्पत्तिप्रसङ्ग इति निरस्तम्, उपादानस्यैव स्वनाशाभिन्नफलोत्पत्तिनियतत्वात् । कर्मयोग्यतायास्तु सुखदुःखादिनिमित्तत्वाद्दण्डनाशे घटस्येव तन्नाशे फलस्याસન્મવદ્વિતિ દ્રષ્ટવ્યમ્ I9૭-૨ા “પ્રતિમાની ઉત્પત્તિના કારણે પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે અને પ્રયત્નના કારણે કર્મની વિક્રિયા થાય છે. આ બાધ્ય-બાધકતા છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પ્રતિમાની ઉત્પત્તિ થવાથી કાઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો જે નાશ થાય છે તે જ બાધ છે. કાર્યની ઉત્પત્તિ થવાથી તેની પૂર્વેના અનાદિકાલીન પ્રાગભાવનો નાશ થાય : એ સમજી શકાય છે. આવી જ રીતે પ્રયત્નથી, વિવક્ષિત ફળને ઉત્પન્ન કરનારી કર્મમાં રહેલી શક્તિનો જે ભંગ થાય છે, તે ભંગસ્વરૂપ જ કર્મની વિક્રિયાને કર્મનો બાધ કહેવાય છે. તેથી આ બાધ્યબાધકતા(બાધ્યબાધકભાવ) છે. દષ્ટાંત અને દાષ્ટન્તઃ બંન્નેમાં આ રીતે બાધ શબ્દના સામ્યના કારણે ઐક્ય છે, બીજી રીતે નહિ. તેથી, “પ્રતિમાના કારણે અથવા તેના કારણભૂત પ્રયત્નના કારણે પ્રતિમાની યોગ્યતાનો બાધ થયે છતે જેમ પ્રતિમાની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મની યોગ્યતાનો બાધ થયે છતે કર્મથી જન્ય એવા ફળની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણેના કથનનું નિરાકરણ થાય છે. ઉપાદાન(સમાયિ)કારણ જ પોતાના નાશથી અભિન્ન એવી ફલોત્પત્તિની પ્રત્યે નિયત (વ્યાપક) છે. નિમિત્તકારણ માટે એવો નિયમ નથી. સુખદુઃખાદિની પ્રત્યે કર્મની યોગ્યતા તો નિમિત્તકારણ ૫૬ દૈવપુરુષકાર બત્રીશી Page #60 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી જેમ દંડના નાશથી ઘટની ઉત્પત્તિનો સંભવ નથી, તેમ કર્મની યોગ્યતાના નાશથી તજન્ય ફલોત્પત્તિનો સંભવ નથી. કાષ્ઠ પ્રતિમાનું ઉપાદાનકારણ છે. આ રીતે દૃષ્ટાંત અને દાતમાં વિશેષ છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૭-૨ના ननु येन कर्मणा फलं न जन्यते, तत्र न तद्योग्यतैव किं यलस्य तद्बाधकत्वेनेत्याशङ्कायामाह ઉપર જણાવ્યા મુજબ યત્નથી કર્મનો બાધ થયે છતે જો કર્મથી ફળની ઉત્પત્તિ જ થતી ન હોય તો તે કર્મમાં ફળને ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી – એમ માનવું જોઈએ. પ્રયત્નને કર્મના બાધક તરીકે માનવાની આવશ્યકતા નથી... આ શંકાનું સમાધાન કરાય છે प्रतिमाया अनियमेऽप्यक्षता योग्यता यथा । फलस्यानियमेऽप्येवमक्षता कर्मयोग्यता ॥१७-२२॥ प्रतिमाया इति-प्रतिमाया अनियमेऽप्यनैकान्त्येऽपि दादिदले यथा योग्यता प्रतिमाया अक्षता तथा लोकव्यवहारात् फलस्य सुखदुःखादिरूपस्य पुरुषकारबाध्यत्वेनानियमेऽपि एवं कर्मयोग्यताऽक्षता, अध्यवसायविशेषप्रयुक्तरसस्थितिविशेषघटितत्वात्तस्याः प्रामाणिकलोकप्रसिद्धत्वाच्च । फलाभावेऽपि बाध्यकर्मयोग्यता व्यवहारस्येति भावः । तदुक्तं-“नियमात्प्रतिमा नात्र न चातोऽयोग्यतैव हि । तल्लक्षणવિયોકોન પ્રતિવાક્ય વાધવ: 9” રૂત 19૭-૨૨/l જેમ પ્રતિમાના અનિયમમાં પણ પ્રતિમાની યોગ્યતા અક્ષત હોય છે. તેમ ફળના અનિયમમાં પણ કર્મની યોગ્યતા અક્ષત હોય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દરેક કાષ્ઠથી પ્રતિમા થાય જ છે એવો નિયમ ન હોવાથી દાવદિલમાં (કાઇ, પાષાણાદિ ખંડમાં) પ્રતિમાનું ઐકાન્ય નથી. છતાં જે પણ કાષ્ઠાદિથી પ્રતિમા થઈ નથી તેમાં પ્રતિમાની યોગ્યતા રહેલી જ છે. એવી લોકવ્યવહાર પ્રસિદ્ધ છે. તેવી જ રીતે પુરુષકારથી બાધ્ય થવાથી જે પણ કર્મથી સુખદુઃખાદિ સ્વરૂપ ફળની ઉત્પત્તિ થઈ નથી; એવા પણ કર્મમાં ફળની યોગ્યતા રહેલી જ છે. કર્મમાં રહેલી એ યોગ્યતા કર્મના શુભાશુભ રસ અને સ્થિતિ વિશેષ સ્વરૂપ છે, જે અધ્યવસાયવિશેષથી પ્રયુક્ત છે. આશય એ છે કે તે તે ફળને ઉત્પન્ન કરનારું કર્મ સામાન્ય રીતે સ્થિતિ અને રસને અનુસાર તે તે ફળને આપનારું બને છે. તેવા પ્રકારની સ્થિતિવિશેષ અને તેવા પ્રકારનો રસવિશેષ સ્વરૂપ યોગ્યતા કર્મમાં ન હોય તો તે કર્મ તે તે ફળનું કારણ નહીં બને. કર્મની તેવી યોગ્યતા પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધ છે. ફળના અભાવમાં પણ પ્રયત્નથી બાધ્ય એવા કર્મમાં યોગ્યતાનો વ્યવહાર પ્રસિદ્ધ છે. એ પ્રમાણે “યોગબિંદુમાં જણાવ્યું છે કે - અહીં કાષ્ઠ કે પાષાણાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવા છતાં નિયમે કરી પ્રતિમા થાય છે - એવું નથી. છતાં પ્રતિમા ન થવાના કારણે કાષ્ઠાદિમાં અયોગ્યતા જ છે – એમ મનાતું નથી. કારણ કે પ્રતિમા માટે અયોગ્ય એવા જલ વગેરેના લક્ષણ એક પરિશીલન ૫૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ (સ્વરૂપ)નો કાષ્ઠાદિમાં અભાવ હોવાથી લોકમાં એમ મનાય છે. તેથી પ્રતિમાની ઉત્પત્તિથી કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતાનો જેમ બાધ થાય છે, તેમ પુરુષકાર કર્મની યોગ્યતાનો બાધક બને છે. જેમ કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાનો વ્યવહાર ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી પ્રતિમાનું કાર્ય કરાતું હોય છે. કાર્ય ઉત્પન્ન થયા પછી તો સર્વત્ર કારણ, અકારણભૂત તરીકે વ્યવહારનો વિષય બને છે. આવી જ રીતે જ્યાં સુધી પુરુષકારથી, ભિન્ન પરિણતિ સ્વરૂપ વિક્રિયાને કર્મ પ્રાપ્ત કરાતું નથી, ત્યાં સુધી તે કર્મ અબાધિતસ્વરૂપે જ રહે છે. પરંતુ પુરુષકાર પ્રવૃત્ત થયે છતે કર્મ અને પુરુષકારનો બાધ્યબાધકભાવ થાય છે... ઇત્યાદિ વિચારવું. /૧૭-રરા ननु योग्यतैव प्रतिमामाक्षेप्स्यति किं तद्बाधकेन पुरुषकारेणेत्याशङ्क्याह કાષ્ઠ વગેરેમાં રહેલી પ્રતિમાની યોગ્યતા જ પ્રતિમાસ્વરૂપ કાર્યને ખેંચી લાવે છે. “પ્રતિમા, તેની યોગ્યતાનો બાધ કરે છે એમ માનવાની જરૂર નથી. તેથી કર્મ જ પુરુષાર્થનું આક્ષેપક છે એમ માનવું જોઇએ, કર્મના બાધક તરીકે પુરુષકારને માનવાની જરૂર નથી - આ શંકાનું સમાધાન કરાય છે– दार्वादेः प्रतिमाक्षेपे, तद्भावः सर्वतो धुवः । योग्यस्याऽयोग्यता वेति, न चैषा लोकसिद्धितः ॥१७-२३॥ दादेरिति-दार्वादेर्दलस्य स्वयोग्यतयैव प्रतिमानिष्पत्त्या तद्भावः प्रतिमाभावः । सर्वतः सर्वस्मात् । धुवो निश्चितः प्रसज्येत । योग्यस्य दार्वादेरेव अयोग्यता प्रतिमानाक्षेपे वेत्येतत्प्रसज्येत । न च न पुनरेषाऽयोग्यता लोकप्रसिद्धितः । न हि दादीनि प्रतिमानिष्पत्त्यभावेऽपि अयोग्यानीति प्रसिद्धिरस्ति, तदापि योग्यतयैव तेषां रूढत्वादिति ।।१७-२३।। કાષ્ઠ વગેરે પોતામાં રહેલી પ્રતિમાની યોગ્યતાના કારણે જ પ્રતિમાની ઉત્પત્તિના આક્ષેપક થતા હોય તો દરેક કાર્ડ વગેરેથી નિશ્ચિતપણે પ્રતિમાની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. અથવા યોગ્ય એવા કાષ્ઠાદિથી પ્રતિમાની ઉત્પત્તિનો આક્ષેપ ન થાય તો પ્રતિમા માટે કાષ્ઠાદિને અયોગ્ય માનવાનો પ્રસંગ આવશે. એ પ્રસંગ લોકપ્રસિદ્ધ નથી.” – આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે દરેક કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવાથી તે પ્રતિમાની આક્ષેપક હોય તો દરેક કાષ્ઠથી પ્રતિમા ચોક્કસ જ થવી જોઇએ. પરંતુ એમ બનતું નથી. અમુક જ કાષ્ઠાદિથી પ્રતિમા થાય છે. એ મુજબ અમુક કાષ્ઠાદિથી પ્રતિમા થતી ન હોવાથી યોગ્ય એવાં પણ તે કાષ્ઠ વગેરેને પ્રતિમા માટે અયોગ્ય માનવાં પડશે. યદ્યપિ આ રીતે પ્રતિમાની ઉત્પત્તિ જે કાષ્ઠાદિથી થતી નથી એવાં કાષ્ઠાદિને યોગ્ય માનવાની જરૂર જ નથી, જેથી યોગ્યને અયોગ્ય માનવાનો પ્રસંગ નહીં આવે, પરંતુ આવી અયોગ્યતા લોકમાં સિદ્ધ નથી. પ્રતિમાની ઉત્પત્તિ ન થવા છતાં પણ કાષ્ઠાદિ, પ્રતિમા માટે અયોગ્ય છે - આવો વ્યવહાર પ્રસિદ્ધ નથી. પ્રતિમાની ૫૮ દેવપુરુષકાર બત્રીશી Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ ન થાય ત્યારે પણ “કાષ્ઠાદિ પ્રતિમાયોગ્ય છે? આવો વ્યવહાર રૂઢ છે. તેથી યોગ્યતા જ પ્રતિમાની આક્ષેપક છે.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. ૧૭-૨૩ इदमेव प्रकृते योजयन्नाह ઉપર જણાવેલી વાતની સંગતિ ચાલુ-પ્રસ્તુત વાતમાં કરાય છે. અર્થાત્ પ્રસ્તુત વાત એ હતી કે દૈવ અને પુરુષકાર બંન્ને સાપેક્ષ રીતે પરસ્પર સમાનપણે ફળની પ્રત્યે કારણ છે અને છેલ્લે એ વાત થઈ છે કે “કર્મ જ પુરુષાર્થનો આક્ષેપક છે' - આ વાત બરાબર નથી. એ વાતને આશ્રયીને પ્રસ્તુત વાત કઈ રીતે સંગત છે, તે જણાવાય છે कर्मणोऽप्येतदाक्षेपे, दानादौ भावभेदतः । फलभेदः कथं नु स्यात्, तथाशास्त्रादिसङ्गतः ? ॥१७-२४॥ कर्मणोऽपीति-कर्मणोऽपि दैवसज्ञितस्य । एतदाक्षेपे फलहेतुपुरुषकाराक्षेपे । दानादौ सुकृतविशेषे विधीयमाने । भावभेदतः परिणामविशेषतस्तत्तारतम्यलक्षणात् । फलस्य भेदः प्रकर्षापकर्षरूपः । कथं नु स्यात् ? न कथञ्चिदित्यर्थः । तथा तथा तेन तेन प्रकारेण शास्त्रादिसङ्गतः शास्त्रलोकसिद्धः । तथाविधपुरुषाकारविकलात् कर्मणः फलाभ्युपगमे न कथञ्चित्तच्चित्रता युज्यते । फलहेतोः कर्मणः पुरुषकारमन्तरेणैकाकारत्वापत्तेरिति परापेक्षमेतद्वितयं प्रतिपत्तव्यमिति ।।१७-२४।। કર્મ (દેવ), પુરુષકારનું આક્ષેપક હોય તો; દાનાદિ ધર્મ કરાવે છતે ભાવની તરતમતાએ શાસ્ત્રાદિસંગત ફળવિશેષ પણ કઈ રીતે સંગત થશે?” – આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે “કર્મ-દૈવનો ફળની પ્રત્યે કારણભૂત એવા પુરુષકારથી આક્ષેપ થાય છે' - એમ માનવાથી જ તેવીસમા શ્લોકમાં જણાવ્યા મુજબ સકલ કાષ્ઠથી પ્રતિમા થવાનો પ્રસંગ આવે છે, એવું નથી. ઉપર જણાવ્યા મુજબ માનવાથી પણ દોષ છે, તે આ શ્લોકથી જણાવાય છે. દાનાદિ સુકૃત કરવામાં આવે ત્યારે બાહ્ય અનુષ્ઠાન સરખું હોવા છતાં આંતરિક પરિણામવિશેષની તરતમતાએ ફળમાં જે વિશેષતા વર્તાય છે તે કોઈ પણ રીતે સંગત નહીં થાય. પ્રયત્નના સામ્યથી ફળનું પણ સામ્ય જ હોવું જોઈએ. ફળનો પ્રકર્ષાપકર્ષ સ્વરૂપ વિશેષ, શાસ્ત્રથી અને લોકવ્યવહારથી સંગત છે. તેવા પ્રકારના પુરુષાર્થથી રહિત એવા માત્ર કર્મને જ કારણ માનવામાં આવે તો તે તે ફળમાં વિશેષતા(પ્રકર્ષાપકર્ષસ્વરૂપ વિચિત્રતા) સંગત નહીં થાય. કારણ કે ફળના કારણભૂત કર્મને પુરુષાર્થની અપેક્ષા ન હોય તો ફળની અંદર સમાનતા જ આવશે. તેથી કર્મ અને પુરુષકાર બંને પરસ્પર બીજાની અપેક્ષા છે એમ માનવું જોઇએ.. ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૭-૨૪ો. દાનાદિ ધર્મ કરતી વખતે જે રીતે ભાવની તરતમતા હોય છે અને તેને લઈને ફળની તરતમતા હોય છે : તે જણાવાય છે– એક પરિશીલન ૫૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ शुभात् ततस्त्वसौ भावो, हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यादत एवास्त्वतो हाद: ।।१७-२५।। शुभादिति - शुभात्ततस्तु तत एव कर्मणः प्राग् नानानिमित्तोपार्जितादसौ दानादिकाले भिन्नरूपतया प्रवृत्तो भावो हन्त अयं च फलभेदस्तत्स्वभावभाग् भावभेदापेक्षोत्पत्तिकविचित्रस्वभाववानिति, परः पृच्छतिएवं किमत्र विचारे सिद्धं स्यात्तत्राह अत एव कर्मणोऽस्तु भावस्तथातो ह्यत एव भावाददः कर्मास्तु । तथा च प्रवाहेणापि परस्परापेक्षत्वमनयोः सिद्धमिति भावः ।।१७-२५।। “શુભ કર્મથી જ ભિન્ન ભિન્ન પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે અને આ ફળવિશેષ, તે ભાવની જેમાં અપેક્ષા છે એવી ઉત્પત્તિના સ્વભાવવાળો છે. આ રીતે ચાલુ પ્રકરણમાં શું સિદ્ધ થયું ? તો આ ભાવથી જ શુભ કર્મ સિદ્ધ છે.” .’” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – અનેક નિમિત્તોથી ઉપાર્જન કરેલા શુભ કર્મના કારણે, તે તે દાનાદિ સુકૃત કરતી વખતે ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રવર્તેલો ભાવ હોય છે. તે તે નિમિત્તોથી ઉપાર્જન કરેલા પૂર્વકાળમાં બદ્ધ એવા તે તે શુભ કર્મના ઉદય વખતે અનેક પ્રકારના ભાવો(આત્મપરિણામ) ઉત્પન્ન થતા હોય છે. તેને લઇને ફળવિશેષનો પ્રાદુર્ભાવ થતો હોય છે. કારણ કે તેને ભાવવિશેષની અપેક્ષા હોય છે. અર્થાત્ ભાવવિશેષની અપેક્ષા છે જેમાં એવી ઉત્પત્તિના વિચિત્ર સ્વભાવવાળો એ ફળવિશેષ છે. અહીં બીજા પ્રશ્ન કરે છે કે દાનાદિ કરતી વખતે કર્મથી ભાવવિશેષના કારણે ફળવિશેષ થાય છે તેથી શું સિદ્ધ થાય છે ? તેના જવાબમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રાગ્(પૂર્વે) ઉપાર્જિત કર્મથી ભલે ભાવ થાય, તેવી જ રીતે એ જ ભાવથી કર્મ થાય. આ રીતે કર્મથી ભાવ અને ભાવથી કર્મ, આ પ્રમાણે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર : બંન્ને પરસ્પર સાપેક્ષ છે. તેવા પ્રકારના કર્મથી પુરુષકાર અને એ પુરુષકારથી કર્મ - આ પ્રમાણેના પ્રવાહથી બંન્નેમાં પરસ્પર સાપેક્ષપણું સિદ્ધ થાય છે. આવી પરસ્પર સાપેક્ષતાના કારણે પરસ્પર બાધ્યબાધકભાવ પણ એકબીજાના પ્રાધાન્યાદિની અપેક્ષાએ સિદ્ધ બને છે. . ... ઇત્યાદિ ‘યોગબિંદુ’થી સમજી લેવું જોઇએ./૧૭-૨૫।। દૈવાદિની પરસ્પર સાપેક્ષતામાં પણ પરસ્પર બાધ્યબાધકભાવ કઇ રીતે સંગત થાય છે તે જણાવીને કાળવિશેષે તેની બાધ્યબાધકતા જણાવાય છે— ૬૦ इत्थं परस्परापेक्षावपि द्वौ बाध्यबाधको । પ્રાયોડત્ર પરમાવર્ત્ત, વૈવં યત્નેન વાધ્યતે ||૧૭-૨૬।। इत्थमिति-इत्थं प्रवाहतः । परस्परापेक्षावपि । द्वौ दैवपुरुषकारौ स्वप्राधान्यापेक्षया बाध्यबाधकौ । प्रायो बाहुल्येनात्रानयोर्मध्ये । चरमावर्ते ऽन्त्यपुद्गलपरावर्ते यलेन दैवं बाध्यते । तथाविधसङ्क्लेशावस्थायां नन्दिषेणादीनामिव कदाचिद्व्यत्ययोऽपि स्यादिति प्रायोग्रहणम् ।।१७-२६।। ધ્રુવપુરુષકાર બત્રીશી Page #64 -------------------------------------------------------------------------- ________________ “આ રીતે પ્રવાહની અપેક્ષાએ દેવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષ હેતુ હોવા છતાં બંન્ને પરસ્પર બાધ્ય અને બાધક બને છે. પ્રાયે કરી ચરમાવર્તકાળમાં પ્રયત્નથી દૈવ બાધિત થાય છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે અત્યાર સુધી પૂર્વ શ્લોકોથી જણાવ્યા મુજબ દેવ અને પુરુષકાર બંન્ને પરસ્પર સાપેક્ષ રીતે ફળની પ્રત્યે કારણ હોવાથી જ ઉપર જણાવ્યા મુજબ પોતાના પ્રાધાન્યની અપેક્ષાએ બીજાના બાધક પણ થાય છે. અન્યથા બેમાંથી એક જ કારણ હોય અને તેને બીજાની અપેક્ષા ન હોય તો તે અકારણનો બાધ થવાનો પ્રસંગ જ નહીં આવે. કારણ કે જે કારણ જ ન હોય તો તેનો કોઈ કઈ રીતે બાધ કરે ? જે; બેમાં પ્રધાન કારણ હોય છે, તે; બીજા અપ્રધાનનો બાધ કરે છે. ચરમાવર્તકાળમાં પ્રાયે કરી દૈવનો બાધ પુરુષકાર(પ્રયત્ન)થી થાય છે. ગમે તેવું કર્મ હોય તોપણ મોટાભાગે પુરુષકારથી તેનો બાધ થતો હોય છે. કોઈ વાર શ્રીનંદિષેણ મુનિ વગેરેની જેમ તેવા પ્રકારની કર્મની સંક્લિષ્ટ અવસ્થામાં પુરુષકારથી કર્મનો બાધ થતો નથી. તેને લઇને વ્યભિચાર ન આવે એ માટે શ્લોકમાં પ્રાયઃ આ પદનું ઉપાદાન કર્યું છે. તેથી કોઈ વાર ચરમાવર્તકાળમાં પણ શ્રી નંદિષેણમુનિ વગેરે મહાત્માઓના પુરુષકારથી કર્મનો બાધ ન થવા છતાં દોષ નથી. II૧૭-૨૬ll આ રીતે સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પોતાના કાર્ય કરતી વખતે દૈવ અને પુરુષકાર પોતે પ્રધાન જ હોય છે. તેથી બંન્નેમાં તેને લઈને તુલ્યતા જ છે તેમ જ વ્યવહારનયની અપેક્ષાએ ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ રીતે બંન્ને કારણ બને છે અને ક્રમે કરી પ્રધાનઅપ્રધાનભાવને પ્રાપ્ત કરે છે તેમ જ બાધ્યબાધકભાવાપન્ન પણ બને છે. તેથી તે મુજબ દૈવ અને પુરુષકારમાં તુલ્યતા છે. આથી જ ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ જ નહીં, ફળવિશેષ પણ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે एवं च ग्रन्थिभेदोऽपि, यत्नेनैव बलीयसा । औचित्येन प्रवृत्तिः स्यादूर्ध्वं तस्यैव चोदनात् ॥१७-२७।। एवं चेति-एवं च चरमावर्ते यलस्य बलीयस्त्वे च । ग्रन्थिभेदोऽपि किं पुनर्देवबाधेत्यपिशब्दार्थः । यत्नेनैव बलीयसाऽतिशयवता, औचित्येन धर्मार्थादिगोचरन्याय्यप्रवृत्तिप्रधानत्वेन प्रवृत्तिः स्यादूर्ध्वं ग्रन्थिभेदोत्तरं । तस्यैव बलीयसो यलस्यैव चोदनात् प्रेरणात् ।।१७-२७।। આ પ્રમાણે બળવાન પ્રયત્ન વડે ગ્રંથિભેદ પણ થાય છે. ત્યાર પછી બળવાન એવા જ પ્રયત્નથી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્તકાળમાં યત્ન બળવાન હોવાથી ગ્રંથિ(રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ)નો ભેદ પણ થાય છે. માત્ર કર્મનો બાધ જ થતો નથી. પરંતુ ગ્રંથિનો ભેદ પણ થાય એક પરિશીલન ૧૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ છે. બળવાન-અત્યંત પ્રયત્ન વડે ગ્રંથિભેદ થયા પછી ધર્મ-અર્થ વગેરે સંબંધી ન્યાય કોટિની પ્રવૃત્તિની મુખ્યપણે પ્રવૃત્તિ થાય છે. કારણ કે ગ્રંથિભેદ થયા પછી પ્રયત્ન બલવત્તર બને છે. ચરમાવર્તકાળમાં અપુનર્બન્ધકાદિદશાની પ્રાપ્તિ થવાથી બળવાન એવા પુરુષકારથી, દુર્બળ એવા મિથ્યાત્વમોહનીયકર્માદિનો બાધ થાય છે, જેથી રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ પણ થાય છે. એથી પ્રાપ્ત સમ્યગ્દર્શનાદિના અચિંત્ય સામર્થ્યથી પ્રયત્ન બલવત્તર બને છે, જેથી ધર્માદિના વિષયમાં પરસ્પર બાધ ન થાય એ રીતે ન્યાધ્ય પ્રવૃત્તિ થાય છે - એ સ્પષ્ટ છે. I/૧૭-૨થી ननु यद्येवं ग्रन्थिभेदादूर्ध्वं स्वपरिणामादेवोचितप्रवृत्तिसिद्धिस्तदोपदेशवैयर्थ्यं स्यादित्यत आह જો આ રીતે ગ્રંથિભેદ પછી પોતાના(આત્માના)પરિણામના કારણે જ ઉચિત પ્રવૃત્તિ સિદ્ધ થતી હોય તો તેવા આત્માઓની પ્રત્યે ઉપદેશ આપવાનું નિરર્થક છે : આવી શંકાનું સમાધાન કરાય છે– उपदेशस्त्वनेकान्तो, हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य, पततो वा स्थितस्य न ॥१७-२८॥ उपदेशस्त्विति-उपदेशस्त्वत्र भिन्नग्रन्थेरुचितप्रवृत्तौ अनेकान्तो जलोत्पत्तौ भूमिसरसभावनिबन्धनायां पवनखननादिरिवानियतहेतुभावः सन्नुपयुज्यते । अनियतत्वेऽपि विशेषे नैयत्यमभिधित्सुराह-गुणमुपरितनगुणस्थानमारभमाणस्य पततो वोपरितनगुणस्थानादधस्तनमागच्छतो न पुनः स्थितस्य तद्भावमात्रવિશ્રાન્તર્યું 19૭-૨૮ાા. અહીં ગ્રંથિભેદ જેણે કરી લીધો છે એવાઓની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ, એકાંતે હેતુ નથી. ગુણને પ્રાપ્ત કરવાનો આરંભ કરનારાને અથવા ગુણસ્થાનકેથી પડતા એવા આત્માઓ માટે ઉપદેશ છે. પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં સ્થિત આત્માઓ માટે ઉપદેશ સાર્થક નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે જેણે ગ્રંથિભેદ કર્યો છે તેની ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે અનિયતપણે ઉપદેશ ઉપયોગી બને છે. ભૂમિનો સરસભાવ(સરસત્વ) જેમાં કારણ છે એવી જલોત્પત્તિની પ્રત્યે પવન કે ખનન વગેરે જેમ ઉપયોગી બને છે, તેમ અહીં ઉપદેશ ઉપયોગી બને છે. પવન કે ખનન(ખોદવું) વગેરે જલોત્પત્તિનાં કારણ નથી. પરંતુ ભૂમિમાં ઉત્પન્ન થયેલા જલના અભિવ્યસ્જક છે. આવી જ રીતે શુભભાવ, શુદ્ધપુરુષકારથી સમુભૂત છે. ઉપદેશ તેની અભિવ્યક્તિનો હેતુ છે. આ રીતે ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશની હેતુતા અનૈકાન્તિક છે, નિયત નથી. ઉપદેશમાં અનિયતeતુતા હોવા છતાં કવચિતેની નિયતતાને શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. આશય એ છે કે પ્રથમાદિ ગુણસ્થાનકથી ચતુર્નાદિ ગુણસ્થાનકે જવાનો આરંભ કરનારા માટે અથવા ઉપરના ગુણસ્થાનકથી (સપ્રમાદિ ગુણસ્થાનકથી) નીચેના ગુણસ્થાનકે પડતા એવાઆત્માઓ દૈવપુરુષકાર બત્રીશી Page #66 -------------------------------------------------------------------------- ________________ માટે ઉપદેશઉપયોગી બને છે. અર્થાત્ ઉપરના ગુણસ્થાનકે જવા માટે અને નીચેના ગુણસ્થાનકે પડતા અટકાવવા માટે ઉપદેશ નિયતપણે ઉપયોગી બને છે. પરંતુ પ્રાપ્ત થયેલા છે તે પરિણામમાં જેઓ વિશ્રાંત (સ્થિર રહેલા) છે તેવા આત્માઓ માટે ઉપદેશ ઉપયોગી નથી. ./૧૭-૨૮ ઉપર જણાવ્યા મુજબ ઉપદેશ, અનિયતપણે ઉપયોગી બનતો હોય તો શાસ્ત્રોમાં શા માટે તેનું વિસ્તારથી વર્ણન કરાય છે? આ શંકાનું સમાધાન કરાય છે. અર્થાત્ ઉપદેશનું ફળ વર્ણવાય છે– आधिक्यस्थैर्यसिद्ध्यर्थं, चक्रभ्रामकदण्डवत् । असौ व्यञ्जकताप्यस्य, तबलोपनतिक्रिया ॥१७-२९॥ आधिक्येति-आधिक्यं सजातीयपरिणामप्राचुर्यं स्थैर्यं च पतनप्रतिवन्धस्तत्सिद्ध्यर्थं । चक्रभ्रामकदण्डवदसावुपदेश उपयुज्यते । यथा हि दण्डो भ्रमतश्चक्रस्य दृढभ्रम्यर्थं भग्नभ्रमेर्वा भ्रम्याधानार्थमुपयुज्यते, न तूचितभ्रमवत्येव तत्र । तथोपदेशोऽपि गुणप्रारम्भाय तत्पातप्रतिबन्धाय वोपयुज्यते, न तु स्थितपरिणाम प्रतीति । तदुक्तमुपदेशपदे-“उवएसो वि हु सफलो गुणठणारंभगाण जीवाण । परिवडमाणाण तहा पायं न उ तआिणं पि ।।१।।” व्यञ्जकताप्यस्योपदेशस्य । तबलेन परिणामबलेनोपनतिक्रिया सन्निधानलक्षणा, अन्यथा घटादौ दण्डादेरपि व्यञ्जकत्वापत्तेरिति भावः ।।१७-२९।। ચક્રને ફેરવનાર દંડની જેમ અધિકતાની અને સ્થિરતાની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી છે. તેની વ્યજકતા પણ તેનાથી જન્ય એવા પરિણામ વડે કાર્યની ઉત્પત્તિ પૂર્વે રહેવા સ્વરૂપ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે ઉચિત પ્રવૃત્તિની અધિકતા માટે ઉપદેશ ઉપયોગી બને છે. સમાનજાતીય પરિણામની પ્રચુરતા સ્વરૂપ અધિકતા છે. પૂર્વે જે પરિણામને લઈને પ્રવૃત્તિ ચાલતી હતી, તે પરિણામમાંની જે પ્રકૃષ્ટતા છે, તે સ્વરૂપ અહીં પ્રવૃત્તિની અધિકતા છે. અને જે પરિણામને લઇને ઉચિત પ્રવૃત્તિ ચાલતી હતી; તે પરિણામનું પતન ન થાય એ રીતે પ્રવર્તવા સ્વરૂપ ધૈર્ય છે. આધિક્ય અને ધૈર્ય એ બંન્નેની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી બને છે. જેમ કુંભારના ફરતા ચક્રના દઢ ભ્રમણ માટે તેમ જ ફરતું અટકી જતાં ચક્રને ફરતું કરવા માટે જેમ દંડ ઉપયોગી છે પરંતુ યોગ્ય રીતે ફરતા ચક્રના માટે તે ઉપયોગી નથી તે જ રીતે ગુણસ્થાનકના પ્રારંભ માટે અને ગુણસ્થાનકથી પતન ન થાય એ માટે ઉપદેશ પણ ઉપયોગી બને છે. જેમના પરિણામ સ્થિર છે, તેમના માટે ઉપદેશ ઉપયોગી નથી. એ પ્રમાણે ઉપદેશપદમાં ફરમાવ્યું છે કે “ગુણસ્થાનક(ચતુર્થાદિ ગુણસ્થાનકોનો આરંભ કરનારા ભવ્યજીવોને માટે તેમ જ ગુણસ્થાનકથી પતન પામતા આત્માઓને અટકાવવા માટે પ્રાયઃ ઉપદેશ સફળ છે. પરંતુ સ્થિરપરિણામવાળા માટે તે ઉપયોગી નથી.” એક પરિશીલન Page #67 -------------------------------------------------------------------------- ________________ આ પૂર્વે અઠ્ઠાવીસમા શ્લોકમાં; “જલોત્પત્તિમાં જેમ પવન-ખનનાદિ અભિવ્યજક છે, પણ કારણ નથી; તેમ ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશ પણ અભિવ્યજક છે' - આ પ્રમાણે જણાવ્યું છે. એ ઉપદેશની વ્યજકતા પણ વસ્તુતઃ કારણતાસ્વરૂપ છે. ઉપદેશના કારણે ઉચિત પ્રવૃત્તિજનક પરિણામ પ્રાપ્ત થાય છે અને તેથી તે તે ગુણસ્થાનકને ઉચિત પ્રવૃત્તિ થાય છે. પરિણામબળથી અર્થાત્ સ્વજન્યપરિણામવત્ત્વ(પરિણામ) સંબંધથી ઉપદેશ, પ્રવૃત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન છે. આવા પ્રકારના સંનિધાન સ્વરૂપ જ અહીં ઉપદેશમાં વ્યસ્જકતા છે. આવી વ્યજકતા, કે જે તાદશ કારણતા સ્વરૂપ છે; તેને માનવામાં ન આવે તો ઘટાદિ કાર્યની પ્રત્યે દંડાદિને પણ વ્યજક જ માનવા પડશે. કારણ કે ઘટાદિની પ્રત્યે પણ દંડાદિ પોતાથી જન્ય એવા ભ્રમણાદિનચક્રભ્રમણાદિ)ના સંબંધથી જ ત્યાં ઘટાદિની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન હોય છે... ઇત્યાદિ અધ્યાપકો પાસેથી સમજી લેવું જોઇએ. ./૧૭-૨૯ો. ઉચિત પ્રવૃત્તિના ફળનું વર્ણન કરાય છે– औचित्येन प्रवृत्त्या च, सुदृष्टिर्यत्नतोऽधिकात् । પલ્યોપમપૃથવસ્વસ્થ, ચારિત્ર ત્તમત્તે વ્યથાત્ ૧૭-૩૦ औचित्येनेति-औचित्येन न्यायप्रधानत्वेन प्रवृत्त्या च । सुदृष्टिः सम्यग्दृष्टिरधिकादतिशयितात् । यत्नात् पुरुषकारात् । पल्योपमपृथक्त्वस्य चारित्रमोहस्थितिसम्बन्धिनो व्ययात् चारित्रं लभते देशविरत्याख्यं । सर्वविरत्याख्यं तु सङ्ख्यातेषु सागरोपमेषु निवृत्तेष्विति द्रष्टव्यम् ।।१७-३०।। “ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિથી સમ્યગ્દષ્ટિ આત્મા અધિક પ્રયત્નના કારણે બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થયે છતે ચારિત્ર(દેશવિરતિ)ને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પોત-પોતાના ગુણસ્થાનકને ઉચિત એવી મર્યાદાનું અતિક્રમણ કર્યા વિના કરાતી ઉચિત પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેને લઇને પુરુષકાર-પ્રયત્નાતિશય થાય છે. એ પ્રયત્નાતિશયથી ચારિત્રમોહનીયકર્મની, બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ક્ષીણ થાય એટલે તે આત્માને દેશવિરતિસ્વરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એક યોજન (૮ માઇલ) પ્રમાણ ઊંડા, પહોળા અને લાંબા, વાલાઝથી ભરેલા ખાડામાંથી સો સો વર્ષે એક વાલીગ્રનો અપહાર કરવાથી જેટલા કાળે તે ખાડો ખાલી થાય તે કાળને એક પલ્યોપમ કહેવાય છે. એવા બેથી નવ પલ્યોપમને પલ્યોપમપૃથકત્વ કહેવાય છે. દશકોટાકોટિ (એક કરોડ X એક કરોડ = કોટાકોટી) પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. આવા સંખ્યાત સાગરોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિ ઘટે (ક્ષીણ થાય) ત્યારે આત્માને સર્વવિરતિધર્મની પ્રાપ્તિ થાય છે. I/૧૭-૩૦ના ઉચિત પ્રવૃત્તિના યોગે ચારિત્રને પામેલા આત્માનાં લિંગો જણાવાય છે– દેવપુરુષકાર બત્રીશી Page #68 -------------------------------------------------------------------------- ________________ मार्गानुसारिता श्रद्धा, प्राज्ञप्रज्ञापनारतिः । गुणरागश्च लिङ्गानि, शक्यारम्भोऽपि चास्य हि ॥१७-३१॥ मार्गेति-मार्गानुसारिताऽनाभोगेऽपि सदन्धन्यायेन मार्गानुसरणशीलता । यदुक्तम्-“असातोदयशून्योऽन्धः कान्तारपतितो यथा । गादिपरिहारेण सम्यक् तत्राभिगच्छति ।।१।। तथाऽयं भवकान्तारे पापादिपरिहारतः । श्रुतचक्षुर्विहीनोऽपि सत्सातोदयसंयुतः ।।२।। अनीदृशस्य तु पुनश्चारित्रं शब्दमात्रकम् । ईदृशस्यापि वैकल्यं विचित्रत्वेन कर्मणाम् ।।३।।” इति । श्रद्धा शुद्धानुष्ठानगता तीव्ररुचिः । प्राज्ञस्य पण्डितस्य प्रज्ञापनाऽर्थविशेषदेशना तत्र रतिः श्रवणतदर्थपालनासक्तिः । गुणरागश्च गुणबहुमानः । शक्यारम्भः स्वकृतिसाध्यधर्मादिप्रवृत्तिरपि चास्य हि चारित्रस्य हि लिङ्गानि लक्षणानि प्रवदन्ति पूर्वसूरयः //9૭-રૂા. “ચારિત્રવંત આત્માનાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાશની દશનામાં રતિ, ગુણરાગ અને શક્યમાં પ્રવૃત્તિ આ લિંગો-લક્ષણો છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યકત્વની પ્રાપ્તિથી જ્યારે બેથી નવ પલ્યોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિનો હ્રાસ થાય તે પછી જ સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એવા ચારિત્રવંત આત્માનાં ઉપર જણાવ્યા મુજબ માગનુસારિતા વગેરે લક્ષણો આ શ્લોકથી જણાવ્યાં છે. એમાં સદ્દઅંન્યાયે, અજ્ઞાનથી પણ મોક્ષમાર્ગને અનુસરવાના સ્વભાવને માર્ગાનુસારિતા કહેવાય છે. “જેને અશાતાવેદનીયકર્મનો ઉદય નથી એવો મહાટવીમાં પડેલો અંધ માણસ જેમ ખાડા વગેરેમાં પડ્યા વિના ત્યાં સારી રીતે ચાલે છે, તેમ આ ભવ-અટવીમાં પડેલો આત્મા પાપાદિનો ત્યાગ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપ ચક્ષુથી વિહીન હોવા છતાં સાતવેદનીયકર્મના ઉદયથી સંયુક્ત બની મોક્ષમાર્ગે સારી રીતે ચાલે છે. જે આ રીતે માર્ગને અનુસરતા નથી તેમનું ચારિત્ર નામથી જ છે, વાસ્તવિક નથી. કોઈ વાર માર્ગાનુસારી એવા પણ આત્માને ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તે તેમના નિકાચિત કોટિના વિચિત્ર ચારિત્રમોહનીયકર્મના ઉદયના કારણે છે.” - આ પ્રમાણે “યોગબિંદુ(શ્લો.નં. ૩૫૪-૩૫૫-૩૫૬)માં જણાવ્યું છે. અનુષ્ઠાનના વિષયમાં જે તીવ્ર રુચિ છે, તેને શ્રદ્ધા કહેવાય છે. મહાટવી પાર કરીને આવેલા બ્રાહ્મણને ઘીથી પૂર્ણ એવા ઘેબર વગેરે ખાવામાં જે રુચિ છે તેની અપેક્ષાએ પણ તીવ્ર એવી ધર્માચરણની ઇચ્છાને અહીં શ્રદ્ધા તરીકે વર્ણવી છે. પંડિત જનની જે અર્થવિશેષની દેશના છે, ત્યાં જે રતિ; તેને પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ કહેવાય છે. એ દેશનાના શ્રવણમાં અને ત્યાર પછી તેમાં જણાવેલા અર્થને પાલનમાં આસક્તિસ્વરૂપ અહીં રતિ છે. જ્ઞાનાદિ ગુણવાન આત્માઓની પ્રત્યેની આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનને ગુણરાગ કહેવાય છે અને પોતાના પ્રયત્નથી શક્ય એવી ધર્મઅર્થ વગેરેની પ્રવૃત્તિને શક્યારંભ કહેવાય છે. આ બધાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા વગેરે ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો છે – એમ પૂર્વાચાર્યભગવંતો કહે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૭-૩૧. એક પરિશીલન Page #69 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રની પ્રાપ્તિનાં લિંગોનું વર્ણન કરીને હવે તેના ફળનું નિરૂપણ કરવા દ્વારા પ્રકૃતાર્થનો ઉપસંહાર કરાય છે— योगप्रवृत्तिरत्र स्यात्, परमानन्दसङ्गता । દેશસવિમેવેન, વિત્રે સર્વજ્ઞમાષિતે ।।૧૭-૩૨॥ योगेति—अत्र देशसर्वविभेदेन । चित्रे नानारूपे चारित्रे । सर्वज्ञभाषिते तीर्थकराभिहिते । योगस्य प्रागुक्तलक्षणस्य प्रवृत्तिः स्यात् । परमेणोत्कृष्टेनानन्देन सङ्गता व्याप्ता ।।१७-३२।। “અહીં શ્રી તીર્થંક૨૫૨માત્માએ ઉપદેશેલા ચિત્ર(અનેક પ્રકારના) દેશચારિત્ર અને સર્વચારિત્રને વિશે પૂર્વે જણાવેલા, મોક્ષની સાથે જોડી આપનારા, ધર્મવ્યાપારસ્વરૂપ યોગની પ્રવૃત્તિ પરમાનંદસ્વરૂપ મોક્ષની સાથે સંગત બને છે... આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થછે. કહેવાનો આશય એ છે કે ‘યોગશતક’ વગેરે ગ્રંથમાં જણાવ્યા મુજબ અપુનર્બંધક અવસ્થાને પામેલા જીવો, સમ્યગ્દષ્ટિ આત્માઓ અને ચારિત્રવંત આત્માઓ યોગના અધિકારી છે. એમાં ચારિત્રવંત આત્માઓને નિયમે કરી હોય છે અને બીજાઓને બીજમાત્ર જેટલો યોગ હોય છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માએ પ્રરૂપેલા જુદા જુદા પ્રકારના દેશિવરિત કે સર્વવિરતિ સ્વરૂપ ચારિત્રને વિશે જ યોગની પ્રવૃત્તિ થાય છે. મોક્ષની સાથે યોગ કરાવનાર ચારિત્રસંપન્ન આત્માના તે તે આત્મવ્યાપાર સ્વરૂપ યોગ છે. તે યોગથી પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ચારિત્રને વિશે થનારી યોગની પ્રવૃત્તિ પરમાનંદથી સંગત છે. શ્રી સર્વજ્ઞપરમાત્માએ ઉપદેશેલા પરમતા૨ક ચારિત્રધર્મની આરાધનાને છોડીને બીજો કોઇ જ મોક્ષમાર્ગ નથી. એની આરાધનાના કાળ દરમ્યાન તે તે આરાધક આત્માઓને આનંદનો જે અનુભવ થાય છે, તે વર્ણનાતીત છે. એક અપેક્ષાએ કહીએ તો તે મોક્ષના સુખનો જ સ્વાદ છે. નિરીહતાના પરમાનંદના અનુભવનો અહીં પ્રારંભ છે. ‘કશું જ જોઇતું નથી' આ અધ્યવસાય નિરીહતાનો છે. પરમાનંદના સાધનભૂત ચારિત્રની સાધનામાં જ યોગની સાધના શક્ય છે. સાધકને સાધ્યસિદ્ધપદની પ્રાપ્તિનું એ એકમાત્ર સાધન છે. તેની સાધના પરમાનંદથી સંગત છે : એ સ્પષ્ટ છે. અંતે પરમાનંદની મૂળભૂત ઉચિત પ્રવૃત્તિની ઉપયોગિતાને સમજી એના આચરણ દ્વારા આપણે પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૧૭-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां दैवपुरुषकारद्वात्रिंशिका | ૬૬ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ દેવપુરુષકાર બત્રીશી Page #70 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી વિતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની સાધના જ ખરેખર તો યોગની સાધના છે. કારણ કે આત્માને મોક્ષની સાથે જોડી આપનારી એ સાધના છે. યોગના સ્વરૂપ અંગે અનેક મતો હોવા છતાં યોગની મોક્ષસાધકતામાં કોઈ જ વિવાદ નથી. દરેક દર્શનકારોએ મોક્ષની પ્રાપ્તિ માટે અનન્ય ઉપાય સ્વરૂપે યોગનું વર્ણન કર્યું છે. આ યોગભેદ નામની દ્વત્રિશિકામાં મુખ્યપણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ યોગભેદોનું વર્ણન કર્યું છે. અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવતાં પ્રસંગથી મૈત્રી વગેરે ભાવોનું વર્ણન કર્યું છે. યોગબિંદુગ્રંથને અનુલક્ષીને કરાયેલું એ વર્ણન ખૂબ જ સ્પષ્ટ રીતે મૈત્રી વગેરેના સ્વરૂપને સમજાવનારું છે. મૈત્ર્યાદિભાવોને આત્મસાત્ કર્યા વિના “અધ્યાત્મની પ્રાપ્તિ શક્ય નથી. “અધ્યાત્મ' શબ્દ ગમી જાય એવો છે. પરંતુ તેના અર્થની પ્રાપ્તિ માટે પ્રબળ પુરુષાર્થ અપેક્ષિત છે. મૈત્યાદિભાવોનું વર્ણન વાંચવાથી સમજાશે કે અધ્યાત્મની પ્રાપ્તિ માટે આત્મામાં અનેક પ્રકારની યોગ્યતાનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. સુખી જનોની ઈર્ષ્યા; દુઃખી જનોની ઉપેક્ષા, બીજાના સુકૃત પ્રત્યેનો દ્વેષ અને અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ : આ અધ્યાત્મપ્રાપ્તિના અવરોધક છે. એના પરિહારથી જ અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મની પ્રાપ્તિ પછી જ આત્માને ભાવનાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી ભાવના પાંચ પ્રકારની છે, જે અત્યંત દઢ એવા સંસ્કારનું કારણ છે. પ્રવૃત્તિના સાતત્ય માટે સંસ્કારની દઢતા આવશ્યક છે અને અંતિમ ફળની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિનું સાતત્ય અપેક્ષિત છે. ભાવનાથી ભાવિત યોગીને ધ્યાન પ્રાપ્ત થાય છે. સ્થિર, શુભ એક વિષયવાળું ધ્યાન, સૂક્ષ્મજ્ઞાનથી સહિત હોય છે. તેની પ્રાપ્તિ માટે ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, લેપ, આસંગ, અન્યમુદ્ર અને રોગ : આ આઠ ચિત્તના દોષોનો ત્યાગ પ્રયત્નપૂર્વક કરવાનું જણાવ્યું છે. ખેદાદિ દોષોનું સ્વરૂપ અને તેનું ફળ અહીં વર્ણવ્યું છે. આઠ ચિત્તના દોષોથી રહિત એવું ધ્યાન હોય તો તે કુશલાનુબંધી બને છે અને એ ધ્યાનથી યોગીને સર્વ કાર્યો સ્વાધીન બને છે. ચિત્તના શુભ પરિણામો નિશ્ચલ બને છે અને અશુભ કર્મોના અનુબંધ નાશ પામે છે. એ રીતે ધ્યાનયોગનું વર્ણન કરીને બાવીશમા શ્લોકથી સમતાયોગનું વર્ણન કર્યું છે. અનાદિકાલીન અદ્વિઘા(અજ્ઞાન)ને લઇને જે સંકલ્પ અને વિકલ્પો થતા હતા, તે હવે તત્ત્વબુદ્ધિ થવાથી થતા નથી. વિષયોને અત્યાર સુધી જે ઈષ્ટ કે અનિષ્ટસ્વરૂપે ગ્રહણ કરવાનું બનતું હતું તે હવે થતું નથી. વસ્તુને વસ્તુતત્ત્વસ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. આવી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે. નિસ્તરંગ સમુદ્ર જેવી શાંત, પ્રશાંત ચિત્તની વૃત્તિઓ સર્વથા વિકલ્પશૂન્ય હોય છે ત્યારે એક પરિશીલન ૬૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિસંક્ષયયોગનો આવિર્ભાવ થાય છે, જે કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે હોય છે અને મનનો સર્વથા નિરોધ થવાથી ચિત્તની સર્વવૃત્તિઓનો નિરોધ થવાથી શૈલેશી અવસ્થામાં હોય છે. મોક્ષના કારણભૂત આત્મવ્યાપારને આશ્રયીને યોગના ભેદોનું વર્ણન છવ્વીસ શ્લોકોથી કરાયું છે. ‘ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે.’ આ પ્રમાણેની માન્યતાને અનુસરવાથી પણ પતંજલિના મતમાં અધ્યાત્માદિ પાંચ યોગભેદો સદ્ગત થઇ શકે છે - તે સત્તાવીસમા શ્લોકથી જણાવવાની શરૂઆત કરી છે. એ જણાવતી વખતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ યોગ છે તે જણાવીને તેમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારોનો સમાવેશ કઇ રીતે થાય છે - તે જણાવ્યું છે. આ બત્રીશીના અંતમાં અધ્યાત્માદિ ચારને યોગની પૂર્વસેવાસ્વરૂપ યોગના ઉપાય તરીકે વર્ણવ્યા છે. વ્યવહારનયને આશ્રયીને કારણમાં કાર્યનો ઉપચાર કરીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાને યોગ કહેવાય છે. ઉપચાર વિના યોગનું નિરૂપણ કરાય તો ‘વૃત્તિસંક્ષય’ને જ યોગ તરીકે વર્ણવાય છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પ્રથમગુણસ્થાનકે અને ચોથાગુણસ્થાનકે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય હોય છે. પાંચમા ગુણસ્થાનકથી આરંભીને યોગની પ્રવૃત્તિ શરૂ થાય છે. અંતે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી અધ્યાત્માદિ પાંચે ય યોગ શીઘ્રપણે ૫૨માનંદસ્વરૂપ મોક્ષને આપનારા છે – એ જણાવીને અન્ય શાસ્ત્રોમાં જણાવેલા તે તે યોગો પરમાનંદનું કારણ બનતા નથી - એ સૂચવ્યું છે. કારણ કે અન્યદાર્શનિકોનાં શાસ્ત્રો શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરતાં નથી. શ્રી વીતરાગપરમાત્માના વચનમાં સ્થિર બની અધ્યાત્માદિ ભાવોની પ્રાપ્તિ દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના... = - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મહા સુદ-૬, શુક્રવાર કલ્યાણ ૬૮ યોગભેદ બત્રીશી Page #72 -------------------------------------------------------------------------- ________________ | अथ प्रारभ्यते योगभेदद्वात्रिंशिका ।। अनन्तरं पुरुषकारप्राधान्येन चारित्रप्राप्तौ योगप्रवृत्तिरुक्तेति तद्वेदानेवात्राह આ પૂર્વે સત્તરમી બત્રીશીમાં પુરુષકાર(પ્રયત્ન)ના પ્રાધાન્યથી ચારિત્રની પ્રાપ્તિમાં યોગની પ્રવૃત્તિ થાય છેતે જણાવ્યું છે. હવે યોગના ભેદ-પ્રકારોને વર્ણવાય છે– अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसक्षयः । યો: પવિધ: પ્રોજો, યોગમાવિશારઃ ૧૮-૧ા. અધ્યાત્મતિ–વ્યt: ll૧૮-૧ી યોગમાર્ગના વિદ્વાનોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય: આ પાંચ પ્રકારનો યોગ વર્ણવ્યો છે.” આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. “યોગબિંદુમાં વર્ણવેલા અધ્યાત્મ, ભાવનાદિ પાંચ પ્રકારના યોગને આશ્રયીને અહીં યોગના પ્રકારોનું નિરૂપણ કરાયું છે. મોક્ષની સાથે આત્માનો યોગ કરાવી આપનાર અધ્યાત્માદિ હોવાથી તેને યોગ કહેવાય છે. ઈષ્ટવસ્તુને આપનારા કલ્પવૃક્ષ અને ચિંતામણિ કરતાં પણ મોક્ષને આપનારા યોગનું માહાસ્ય અતિશયવંતું છે. જન્મનું બીજ બાળી નાખવા માટે અગ્નિ જેવો યોગ છે; જે જરાનો, દુઃખોનો અને મૃત્યુનો નાશ કરે છે. તેથી તેને જરાની જરા; દુઃખોનો ક્ષયરોગ અને મૃત્યુનું મૃત્યુ કહેવાય છે. માસક્ષપણાદિ તપના તપસ્વીઓના તપને પણ નિરર્થક બનાવનાર કામદેવનાં શસ્ત્રોને નકામાં કરવાનું કાર્યયોગથી શક્ય બને છે. ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય ઃ આ પાંચ પ્રકારના યોગનું વર્ણન અહીં મુખ્યપણે કરાય છે. ૧૮-૧ અધ્યાત્મનું વર્ણન કરાય છે– औचित्याद् वृत्तयुक्तस्य, वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ॥१८-२॥ औचित्यादिति-औचित्यादुचितप्रवृत्तिलक्षणात् । वृत्तयुक्तस्याणुव्रतमहाव्रतसमन्वितस्य । वचनाज्जिनागमात् । तत्त्वचिन्तनं जीवादिपदार्थसार्थपर्यालोचनं । मैत्र्यादिभावमैत्रीकरुणामुदितोपेक्षालक्षणैः समन्वितं सहितं अध्यात्म । तद्विदोऽध्यात्मज्ञातारो विदुर्जानते ।।१८-२।। “ઉચિત પ્રવૃત્તિપૂર્વક અણુવ્રતાદિ આચારથી યુક્ત આત્મા; મૈત્રી વગેરે ભાવોથી સહિત આગમને આશ્રયીને જે તત્ત્વચિંતન કરે છે, તેને અધ્યાત્મના જાણકારો “અધ્યાત્મ' કહે છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક અણુવ્રતો અને એક પરિશીલન ૬૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોને ધારણ કરનારા તે તે આત્માઓ શ્રી જિનાગમને આશ્રયીને જીવાદિ નવ તત્ત્વોનું ચિંતન કરે છે, એ તત્ત્વચિંતનસ્વરૂપ અધ્યાત્મ છે. આથી સમજી શકાશે કે માત્ર ચિંતન એ અધ્યાત્મ નથી, તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. માત્ર જીવાદિતત્ત્વચિંતન સ્વરૂપ અધ્યાત્મ નથી, પરંતુ આગમને અનુસરીને થતું તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. આગમ-શાસ્ત્ર પણ શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં હોવાં જોઇએ. આવા પરમતારક શ્રી જિનાગમને અનુસરીને કરાતું તત્ત્વચિંતનમાત્ર પણ અધ્યાત્મ નથી, પરંતુ શ્રાવકનાં પાંચ અણુવ્રતો અને પૂ. સાધુમહાત્માઓનાં પાંચ મહાવ્રતોથી જે આત્માઓ યુક્ત છે; એવા આત્માઓ દ્વારા કરાતું જ એ તત્ત્વચિંતન અધ્યાત્મ છે. આ તત્ત્વચિંતન વખતે પણ અર્થકામાદિસંબંધી તે તે કાળે વિહિત ઉચિત પ્રવૃત્તિનો બાધ ન થાય એનો ઉપયોગ રાખવો જોઇએ. અર્થાત્ ઉચિતપ્રવૃત્તિપૂર્વકનું જ તેવા પ્રકારનું ચિંતન અધ્યાત્મ છે. આ ચિંતન પણ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય સ્વરૂપ ભાવોથી સહિત હોય તો જ તે અધ્યાત્મસ્વરૂપ બને છે - આ પ્રમાણે અધ્યાત્મના જ્ઞાતા અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવે છે. ૧૮-૨ મૈત્રી વગેરે ભાવોમાંથી મૈત્રીભાવનું વર્ણન કરાય છે— सुखचिन्ता मता मैत्री, सा क्रमेण चतुर्विधा । उपकारिस्वकीयस्वप्रतिपन्नाखिलाश्रया ।।१८-३। सुखेति-सुखचिन्ता सुखेच्छा मैत्री मता । सा क्रमेण विषयभेदेन चतुर्विधा । उपकारी स्वोपकारकर्ता स्वकीयोऽनुपकर्ताऽपि नालप्रतिबद्धादिः, स्वप्रतिपन्नश्च स्वपूर्वपुरुषाश्रितः स्वाश्रितो वा, अखिलाच प्रतिपन्नत्वसम्बन्धनिरपेक्षाः, सर्व एव तदाश्रया तद्विषया । तदुक्तम् - " उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा મૈત્રીતિ” ||૧૮-૩॥ “ઉપકારી, પોતાના સ્વજનો, પોતાને માનનારા અને બીજા બધા જીવોને સુખ પ્રાપ્ત થાય એવી જે ઇચ્છા તે અનુક્રમે ચાર પ્રકારની મૈત્રી કહેવાય છે.' - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે બીજાના સુખને ઇચ્છવા સ્વરૂપ મૈત્રીભાવ છે. અહીં હિતસ્વરૂપ સુખ છે. તે તે જીવોના હિતની ચિંતા કરવી (ઇચ્છા કરવી) તેને મૈત્રીભાવના કહેવાય છે. ‘કોઇ જીવ પાપ ના કરે, કોઇ પણ જીવ દુઃખી ના થાય અને બધા જીવો મુક્ત બને' આવી ભાવનાને મૈત્રીભાવના તરીકે વર્ણવવામાં આવે છે. આમ તો આત્માના તેવા પ્રકારના પરિણામ સ્વરૂપ મૈત્રીભાવનાના અસંખ્ય ભેદો છે. પરંતુ તે વિષયવિશેષને આશ્રયીને અનુક્રમે ચાર પ્રકારની છે. ઉપકારી અર્થાત્ પોતાની ઉપર જેણે ઉપકાર કર્યો છે તેવા આત્માઓના હિત-સુખની જે ઇચ્છા છે તે પહેલા પ્રકારની ઉપકારી જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓ ઉપકારી નથી, પરંતુ જેમની સાથે લોહીની સગાઇ છે; એવા તે યોગભેદ બત્રીશી ७० Page #74 -------------------------------------------------------------------------- ________________ તે સ્વકીય-સ્વજનોની પ્રત્યે જે હિતની ભાવના છે તે બીજી સ્વકીય જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓની સાથે કોઈ સગપણ નથી. પરંતુ પોતાના પૂર્વપુરુષોને અથવા પોતાને આશ્રયે જેઓ રહે છે એવા સ્વપ્રતિપન્ન જીવોના હિતની ચિંતા સ્વરૂપ ત્રીજી મૈત્રી છે અને જેઓ ઉપકારી, સ્વકીય કે સ્વપ્રતિપન્ન પણ નથી એવા બધા જીવોના હિતની ઇચ્છા સ્વરૂપ અખિલ જીવોની ચોથી મૈત્રી છે. આ ચાર પ્રકારની મૈત્રીને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – ઉપકારી, સ્વજન, ઇતર અને સામાન્ય જનોના હિતની ભાવનાને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મૈત્રી કહેવાય છે. (જુઓ ષોડશક ૧૩-૯).... ઇત્યાદિ સ્પષ્ટ છે. I/૧૮-all કરુણાભાવનાનું નિરૂપણ કરાય છે करुणा दुःखहानेच्छा, मोहाद् दुःखितदर्शनात् । संवेगाच्च स्वभावाच्च, प्रीतिमत्स्वपरेषु च ॥१८-४॥ करुणेति-दुःखहानस्य दुःखपरिहारस्येच्छा करुणा । स च मोहादज्ञानादेका । यथा ग्लानयाचितापथ्यवस्तुप्रदानाभिलाषलक्षणा । अन्या च दुःखितस्य दीनादेर्दर्शनात् तस्य लोकप्रसिद्धाहारवस्त्रशयनासनादिप्रदानेन । संवेगान्मोक्षाभिलाषाच्च सुखितेष्वपि सत्त्वेषु प्रीतिमत्सु सांसारिकदुःखपरित्राणेच्छा छद्मस्थानामपरा । अपरा पुनरपरेषु च प्रीतिमत्तासम्बन्धविकलेषु सर्वेष्वेव स्वभावाच्च प्रवर्तमाना केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रहपरायणानामित्येवं चतुर्विधा । तदुक्तं-“मोहासुखसंवेगान्यहितयुता चैव રુતિ 19૮-૪|| બીજાનાં દુઃખોને દૂર કરવાની ઇચ્છાને કરુણા કહેવાય છે. મોહના કારણે થનારી, દુઃખિતને જોવાથી થનારી, સંવેગના કારણે પ્રીતિમદ્ જનોને વિશે થનારી અને પ્રીતિમદ્ ન હોય તોય સામાન્ય જનોને વિશે સ્વભાવથી થનારી જે કરુણા છે; તે અપેક્ષાએ કરુણા ચાર પ્રકારની છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે દુઃખ પરિહાર કરવાની ઇચ્છાને કરુણા કહેવાય છે, જે ચાર પ્રકારની છે. એમાંની એક કરુણા મોહથી અર્થાત્ અજ્ઞાનથી થતી હોય છે. માંદા માણસે અપથ્યની માંગણી કર્યા પછી તેને અપથ્ય આપવાની જે ઇચ્છા થાય તેવી ઇચ્છા જેવી આ પ્રથમ કરુણા હોય છે. દુઃખીના દર્શનથી બીજી કરુણા થાય છે. દીન, અનાથ, પાંગળા.. વગેરે દુઃખીને જોવાથી તેમને લોક-પ્રસિદ્ધ રીતે આહાર, વસ્ત્ર અને પાત્ર વગેરે આપવાથી આ બીજી કરુણા થાય છે. અહીં સામા માણસનાં દુઃખ દૂર કરતી વખતે તેના વર્તમાનના હિતાહિતની થોડીઘણી ચિંતા હોય છે, જે પહેલી મોહથી થનારી કરુણા વખતે હોતી નથી. માંગ્યું, એટલે આપી દીધું. પરંતુ તેથી લેનારનું શું થશે? એને એ હિતકર છે કે નહિ? તેને તે નડશે તો નહિ ને?... ઇત્યાદિની ચિંતા પહેલી કરુણામાં હોતી નથી. એક પરિશીલન Page #75 -------------------------------------------------------------------------- ________________ પોતાની પ્રત્યે પ્રીતિ ધારણ કરતા હોય એવા સુખીજનોને વિશે પણ મોક્ષની અભિલાષા - સંવેગથી સાંસારિક દુઃખ(સંસારસ્વરૂપ દુઃખ)થી રક્ષણ કરવાની જે ઇચ્છા છદ્મસ્થ આત્માને હોય છે તેને ત્રીજી કરુણાભાવના કહેવાય છે. ચોથી કરુણાભાવના કેવલજ્ઞાનીભગવંતોની જેમ, સર્વજીવો ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા મહામુનિઓને હોય છે. તેઓ સ્વભાવથી જ પોતાની સાથે પ્રીતિમત્તા(પ્રીતિ)નો સંબંધ હોય કે ન પણ હોય તો ય બધા જ પ્રાણીઓને વિશે તેવા પ્રકારની સાંસારિક દુઃખથી રક્ષણ કરવાની ઇચ્છાને ધારણ કરતા હોય છે. ત્રીજી અને ચોથી કરુણામાં વિષયનું સામ્ય હોવા છતાં ઇચ્છાદિનું તારતમ્ય છે. સામાન્ય રીતે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં જે ફરક છે એવો ફરક ત્રીજી અને ચોથી કરુણાભાવનામાં છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – મોહ(અજ્ઞાન)ના કારણે થતી, અસુખી(દુઃખી)ઓને વશે થતી, મોક્ષની અભિલાષાથી થતી અને હિતબુદ્ધિથી થતી – એમ ચાર પ્રકારની કરુણાભાવના છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. ll૧૮-૪ll મુદિતાભાવનાનું નિરૂપણ કરાય છે– आपातरम्ये सधेतावनुबन्धयुते परे । सन्तुष्टिर्मुदिता नाम, सर्वेषां प्राणिनां सुखे ॥१८-५॥ आपातेति-मुदिता नाम सन्तुष्टिः । सा चाद्यापातरम्येऽपथ्याहारतृप्तिजनितपरिणामासुन्दरसुखकल्पे तत्कालमात्ररमणीये स्वपरगते वैषयिके सुखे । द्वितीया तु सद्धेतौ शोभनकारणे ऐहिकसुखविशेष एव परिदृष्टहितमिताहारपरिभोगजनितस्वादुरसास्वादसुखकल्पे । तृतीया चानुबन्धयुतेऽव्यवच्छिन्नसुखपरम्परया देवमनुजजन्मसु कल्याणप्राप्तिलक्षणे इहपरभवानुगते । चतुर्थी तु परे प्रकृष्टे मोहक्षयादिसम्भवे अव्याबाधे च સર્વેવાં પ્રાણાનાં સુવે નં ઘતુર્વિધા / તદુ-“સુમાત્રે સàતાવનુવશ્વયુતે ઘરે ઘ મુવતા તુ” II9૮-૧TI. તત્કાળ રમણીય, સહેતુવાળા, અનુબંધથી યુક્ત અને શ્રેષ્ઠ કોટિના બધા પ્રાણીઓના તે તે સુખને વિશે જે સંતુષ્ટિ (સંતોષ) છે, તેને મુદિતાભાવના કહેવાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે - સામાન્ય રીતે બધા પ્રાણીઓના સુખમાં સંતુષ્ટ થવા સ્વરૂપ મુદિતાભાવના છે. પ્રાયઃ બીજાઓને સુખી જોવાથી જીવને ઇર્ષ્યાદિ પરિણામ પ્રાપ્ત થતા હોય છે. એ અપેક્ષાએ થોડી સારી પરિણતિ જન્મે તો પોતાના સગા-સંબંધીઓના સુખને જોઈને સંતોષ થાય પણ ખરો ! પરંતુ તે મુદિતાભાવના નથી. સુખને જોઇને ઈર્ષા થવી ના જોઈએ અને સગાસંબંધી જનોના જ સુખને જોઇને નહિ પંરતુ પ્રાણીમાત્રના સુખને જોઇને સંતોષ થવો જોઇએ, તો જ મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મુદિતાભાવનાનો વિષય સુખ છે. તેના ચાર પ્રકારને આશ્રયીને મુદિતાભાવનાના પણ ચાર પ્રકાર છે. ૭૨ યોગભેદ બત્રીશી Page #76 -------------------------------------------------------------------------- ________________ આપાતરમ્ય સુખના વિષયમાં પહેલી મુદિતાભાવના છે. અપથ્ય એવા આહારના ભક્ષણથી વર્તમાનમાં તૃપ્તિ થાય છે પરંતુ કાલાંતરે પરિણામ સારું નથી આવતું. તેની જેમ તત્કાળ (ભોગકાળ) રમણીય અને પરિણામે અસુંદર એવાં સ્વપરનાં વિષયજન્ય સુખોમાં સંતોષ થવા સ્વરૂપ પ્રથમ મુદિતાભાવના છે. જેના હેતુઓ સુંદર છે એવા સુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે. જેમાં સારી રીતે હિત જોવાયું છે એવા હિતકર અને પરિમિત આહારના પરિભોગથી પ્રાપ્ત થતા મધુરરસના આસ્વાદના સુખ જેવા વિષયસુખના વિષયમાં બીજી મુદિતાભાવના હોય છે. અનુબંધ(પરંપરા)યુક્ત સુખના વિષયમાં ત્રીજી મુદિતાભાવના હોય છે. દેવ અને મનુષ્યનાં જન્મોને વિશે ઉત્તરોત્તર અવ્યવચ્છિન્ન(નિરંતર)પણે સુખની પરંપરા સાથે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ સ્વરૂપ આ ભવ અને પરભવ સંબંધી સુખને વિશે સંતોષ પામવાથી ત્રીજી મુદિતાભાવના પ્રાપ્ત થાય છે. પર-પ્રકૃષ્ટ એવા પરમસુખના વિષયમાં ચોથી મુદિતાભાવના હોય છે. સર્વથા મોહક્ષય થયે છતે શ્રી વીતરાગાવસ્થામાં તેમ જ મોહાદિના ઉપશમાદિ થયે છતે અંશતઃ શ્રી વીતરાગતુલ્ય દશામાં જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે, તેમાં સંતોષ થવાથી ચોથી મુદિતાભાવનાનો પરિણામ પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે સુખમાત્રમાં; સહેતુવાળા સુખમાં; અનુબંધયુક્ત સુખમાં તેમ જ પર (પરમ) સુખમાં અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મુદિતાભાવના હોય છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ છે. ૧૮-પા છેલ્લી ઉપેક્ષાભાવનાનું નિરૂપણ કરાય છે– करुणातोऽनुबन्धाच्च, निर्वेदात्तत्त्वचिन्तनात् । उपेक्षा हहितेऽकाले, सुखेऽसारे च सर्वतः ॥१८-६॥ करुणात इति–उपेक्षा हि माध्यस्थ्यलक्षणा । करुणातोऽहिते विषये भवत्येका, यथातुरस्य स्वातन्त्र्यादपथ्यं सेवमानस्य करुणया तन्निवारणमवधीर्योपेक्षा क्रियते । अपरा चानुबन्धादायत्यालोचनेन कार्यविषयप्रवाहपरिणामादकालेऽनवसरे, यथा कश्चिदालस्यादेरा(व)र्जनादिषु न प्रवर्तते, तं चाप्रवर्तमानं कदाचित्तद्धितार्थी प्रवर्तयति, कदाचित्तु परिणामसुन्दरं कार्यसन्तानमनवेक्षमाणो माध्यस्थ्यमवलम्बत इति । अन्या च निर्वेदाद्भवसुखवैराग्यादसारे बहुतरदुःखानुविद्धत्वेन दुःखानतिविशिष्टे सुखे, यथा सर्वेन्द्रियोत्सवकरं संसारिसुखमनुपश्यतोऽपि योगिनः । इतरा च तत्त्वचिन्तनान्मनोज्ञामनोज्ञानां वस्तूनां परमार्थतो रागद्वेषानुत्पादकत्वस्य स्वापराधस्यैव च मोहादिकर्मविकारसमुत्थस्य भावनात् सर्वतः सर्वत्रैव स्वव्यतिरिक्तस्य कस्यापि सुखदुःखहेतुत्वानाश्रयणात् । तदुक्तं-“करुणानुबन्धनिर्वेदतत्त्वसारा ापेक्षेति” ।।१८-६।। એક પરિશીલન ૭૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ “અહિત, અકાળ, સુખ અને સર્વત્ર અસારને વિશે કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી અને તત્ત્વચિંતનથી માધ્યસ્થ સ્વરૂપ ઉપેક્ષાભાવના કહેવાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે માધ્યશ્મસ્વરૂપ ઉપેક્ષાભાવના છે. તે પણ ચાર પ્રકારની છે. જેના અનુક્રમે અહિત, અકાળ, સુખ અને અસાર વિષય છે અને કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વચિંતન પ્રયોજક છે. પહેલી ઉપેક્ષાભાવના કરુણાને લઇને અહિતના વિષયમાં થતી હોય છે. જેમ કોઈ માણસ પોતાની ઇચ્છાથી અપથ્યનું સેવન કરતો હોય ત્યારે તેનું નિવારણ કરવાના બદલે, હશે ! બિચારાને સેવવા દો.. ઇત્યાદિ સ્વરૂપ કરુણાને લઇને તેની ઉપેક્ષા કરાય છે. તે પહેલી ઉપેક્ષાભાવના છે. અનવસરે ભવિષ્યનો વિચાર કરવા સ્વરૂપ અનુબંધને લઇને બીજી ઉપેક્ષાભાવના થાય છે. જેમ કોઇ માણસ આળસના કારણે અર્થ(ધન)ના ઉપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ કરતો નથી ત્યારે અર્થોપાર્જનાદિમાં અપ્રવર્તમાન એવા તેને જોઇને તેના હિતના અર્થી તેને હિતમાં (અર્થોપાર્જનાદિમાં) પ્રવર્તાવે છે. પરંતુ કોઈ વાર પરિણામ સારું નહીં આવે, એમ ધારીને એવા વખતે માધ્યશ્મ ધારણ કરે છે. તે બીજી ઉપેક્ષાભાવના છે. સંસારના સુખના વિષયમાં નિર્વેદને લઈને ત્રીજી ઉપેક્ષા ભાવના થતી હોય છે. સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે સંસારના સુખ પ્રત્યે ઉપેક્ષાભાવના પ્રગટે છે, તે ત્રીજી ઉપેક્ષાભાવના છે. સંસારનું સુખ બહુતરદુઃખથી અનુવિદ્ધ હોવાથી દુઃખમાં અને સંસારના સુખમાં કોઈ અત્યંત વિશેષતાને નહિ માનવાથી અસાર એવા તે સુખમાં નિર્વેદ જાગે છે અને તેથી તેમાં ઉપેક્ષાભાવ આવે છે; જે, બધીય ઇન્દ્રિયોને આલ્હાદકર હોવા છતાં સાંસારિક સુખને દુઃખસ્વરૂપ માનતા યોગીજનોમાં જોવા મળે છે. સર્વત્ર અસાર એવા પદાર્થોને વિશે તત્ત્વની વિચારણાને લઈને ચોથી ઉપેક્ષાભાવના થતી હોય છે. મનોજ્ઞ(ગમતી) કે અમનોજ્ઞ(અણગમતી) વસ્તુઓમાં વાસ્તવિક રીતે રાગ કે દ્વેષનું ઉત્પાદત્વ નથી અર્થાત્ કોઈ પણ વસ્તુ રાગ-દ્વેષનું કારણ નથી. પરંતુ મોહનીયાદિ ઘાતિ કર્મોના વિકાર(વિપાક)ના કારણે ઉત્પન્ન થયેલા પોતાના અશુભ ભાવ સ્વરૂપ(સ્વાપરાધ) દોષના કારણે જ મનોજ્ઞ કે અમનોજ્ઞ વસ્તુઓમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થાય છે... આવી ભાવના ભાવવા સ્વરૂપ તત્ત્વચિંતનના કારણે પોતાને છોડીને (મોહાધીનતાને છોડીને) કોઈ પણ વસ્તુમાં સર્વત્ર સુખ કે દુઃખની કારણતાને ન માનવાના કારણે સ્વાતિરિક્ત વસ્તુમાત્રમાં જે ઉપેક્ષાભાવ આવે છે, તેને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વ છે સારભૂત જેમાં તેને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ઉપેક્ષાભાવના કહેવાય છે. એનો આશય સ્પષ્ટ છે, જે ઉપર જણાવ્યો છે. ૧૮-૬ll. ७४ યોગભેદ બત્રીશી Page #78 -------------------------------------------------------------------------- ________________ उक्तभेदानामेतासां मैत्र्यादीनां यथाक्रमं परिणममानानां विशुद्धस्वभावानामेवाध्यात्मोपयोग इति फलद्वारा दर्शयन्नाह ઉપર જણાવ્યા મુજબના ચાર ચાર ભેદવાળા મૈત્રાદિભાવો, ક્રમાનુસાર આત્મામાં પરિણામ પામતા હોય છે. વિશુદ્ધસ્વભાવવાળા એ ભાવોનો જ અધ્યાત્મમાં ઉપયોગ છે – આ વાત તેના ફળના નિરૂપણ દ્વારા જણાવાય છે सुखा दुःखितोपेक्षा, पुण्यद्वेषमधर्मिषु । रागद्वेषौ त्यजनेता, लब्ध्वाध्यात्म समाश्रयेत् ॥१८-७॥ सुखीति-सुखिष्वीÜ, न तु साध्वेषां सुखित्वमिति मैत्री । दुःखितानामुपेक्षां, न तु कथं नु नामैतेषां दुःखविमुक्तिः स्यादिति कृपां । पुण्ये प्राणिनां सुकृते द्वेषं, न तु तदनुमोदनेन हर्षम् । अधर्मिषु रागद्वेषौ, न तूपेक्षां । त्यजन् परिहरन्नेताः परिणतिशुद्धा मैत्राद्या लब्ध्वा अध्यात्म समाश्रयेत् । निष्पन्नयोगानां हि मैत्र्यादिरहितं सद्बोधमेव स्वभावतः परार्थसारं चित्तं । योगारम्भकाणां त्वभ्यासादेव सुखीर्ष्यादित्यागेन मैत्र्यादिविशुद्धिरिति । तदुक्तं-“एताः खल्वभ्यासात् क्रमेण वचनानुसारिणां पुंसाम् । सद्वृत्तानां सततं शुद्धानां (श्राद्धानां) परिणमन्त्युच्चैः ।।१।।” ततश्च निरपायोऽध्यात्मलाभ इति स्थितम् । पतञ्जलिरप्याह“मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनमिति” [१-३३] ।।१८-७।। “સુખી જનોને વિશે ઈર્ષ્યા; દુઃખી જનોને વિશે ઉપેક્ષા; પ્રાણીઓના સુકૃત-પુણ્યને વિશે દ્વેષ અને અધર્મી જનોને વિશે રાગદ્વેષનો ત્યાગ કરવા વડે પરિણતિશુદ્ધિ એવી મૈત્રી વગેરે ભાવનાઓને પામીને અધ્યાત્મનો સારી રીતે આશ્રય કરવો જોઇએ.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ કરવો જોઇએ. કહેવાનો આશય એ છે કે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ અનુક્રમે સુખી જનોને વિશે ઈર્ષ્યા અને દુઃખીઓની ઉપેક્ષા વગેરેના પરિહારનું કારણ છે. મૈત્રી વગેરે ભાવનાથી સુખી જનોની ઈર્ષ્યા વગેરેનો ત્યાગ સિદ્ધ થાય છે. અને તેથી મૈત્રી વગેરે ભાવનાઓ આત્મામાં પરિણામ પામે છે. આત્મપરિણત એવી ચાર ભાવનાઓને પ્રાપ્ત કરીને અધ્યાત્મનો સારી રીતે સ્વીકાર કરવો જોઇએ. અધ્યાત્મભાવના સમાશ્રયણ માટે એ મૂળભૂત યોગ્યતા છે. અધ્યાત્મના અર્થીઓએ સુખી જનોને જોઇને ઈષ્ય ના કરવી જોઈએ. અનાદિકાળના કુસંસ્કારોને લઈને જીવને પ્રાયઃ સુખી જનોને જોઇને ઇર્ષ્યા ઉત્પન્ન થતી હોય છે. કંઈ-કેટલીય જાતિની એ ઇર્ષ્યા છે. અનેક પ્રકારના જીવો છે અને તેમનાં સુખો પણ અનેક પ્રકારનાં છે. એ બધાંમાં ઈર્ષ્યા કરવાથી આપણને કોઈ જ લાભ નથી અને સામી વ્યક્તિને એથી કોઈ જ નુકસાન નથી. જે કોઈ નુકસાન છે, તે આપણને પોતાને છે. એક બાજુ બધાય જીવોના સુખની ભાવના ભાવવી અને બીજી બાજુ સુખીની ઈર્ષ્યા કરવી એ બેનો મેળ કઇ રીતે બેસે ? આવી ભાવના આત્મપરિણત ન બને. મૈત્રીભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા સુખી જનોની ઇર્ષ્યાનો એક પરિશીલન ૭૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કર્યા વિના ચાલે એવું નથી. સ્વજન હોય કે પરજન હોય, ઉપકારી હોય કે અનુપકારી હોય અને પરિચિત હોય કે અપરિચિત હોય; કોઈ પણ આત્માના સુખને જોઈને ઈર્ષ્યા ન કરતાં આ બધાનું સુખિત્વ (સુખી બરાબર છે – એમ મનમાં વિચારવું જોઈએ. સુખીની ઈર્ષ્યા કરનારા આવી વિચારણા કરતા ન હોવાથી તેમને પરિણતિશુદ્ધ મૈત્રીભાવની પ્રાપ્તિ થતી નથી. દુઃખિત જનોની ઉપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ દુઃખી જનોને જોઇને “કઈ રીતે આ જીવો દુઃખથી મુક્ત થાય' આવી કૃપાનો ત્યાગ કરવો નહિ. કરુણાભાવનાને વિશુદ્ધ બનાવવા માટે બીજાને દુઃખી જોઇને તેના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરવાનું આવશ્યક છે. સામર્થ્ય હોવા છતાં બીજાના દુઃખનો પ્રતીકાર કરવાનો ભાવ ન હોય તો આત્માના પરિણામ નિર્ધ્વસ બને છે. એ પરિણામ અધ્યાત્મપ્રાપ્તિનો અવરોધ કરે છે. આમ પણ, વ્યવહારમાં પણ એ પરિણામ તદ્દન નીચ કક્ષાનો મનાય છે. છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ભાવના ન હોય તો તે માણસને કોઈ સારો તો ન જ માને. એવું નિષ્ફર જીવન જીવનારને અધ્યાત્મભાવ પ્રાપ્ત ન થાય. આપણે આપણા દુઃખને દૂર કરવા શક્તિ ઉપરાંત પ્રયત્ન કરતા હોઇએ અને છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ઉપેક્ષા કરીએ – તે એક ભયંકર નિષ્ફરતા છે. અધ્યાત્મનો સ્વીકાર કરવામાં એ મોટો અવરોધ છે. તેથી અધ્યાત્મના સમાશ્રયણ માટે દુઃખિતની ઉપેક્ષા કરવાનું ત્યજવું જોઈએ – એ સમજી શકાય છે. પ્રાણીમાત્રના સુકૃતને જોઇને દ્વેષ કરવાનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધારણ કરવાનો ત્યાગ કરવો ના જોઈએ. કોઈએ પણ સારું કામ કર્યું હોય ત્યારે મોટા ભાગે તે જોઈને આપણે દ્વેષ કરતા હોઇએ છીએ. “એમાં શું? કોઇને એવી અનુકૂળતા મળી હોય, શક્તિ હોય, સંયોગો હોય તો કરે. અમને એવી અનુકૂળતા મળે તો અમે પણ કરીએ ! એ કાંઈ મોટી વાત નથી...” ઇત્યાદિ રીતે બીજાના સુકૃતને જોઇને; આપણે જે દ્વેષ કરીએ છીએ તેનો ત્યાગ કરીને તે તે જીવના તે તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધરવો જોઇએ. એમ કરવાથી સુકૃત પ્રત્યેનો રાગ બલવત્તર બને છે. બીજાના સુકૃત પ્રત્યે દ્વેષ કરવાથી ખરેખર તો શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા સુકૃત પ્રત્યે આપણે દ્વેષ કરતા થઈએ છીએ. અધ્યાત્મના અર્થી જનો માટે તે ખૂબ જ અનુચિત હોવાથી શક્ય પ્રયત્ન તેનો ત્યાગ કરવાનું આવશ્યક છે. અન્યથા મુદિતાભાવનાને વિશુદ્ધ બનાવવાનું શક્ય નહિ બને. આવી જ રીતે ચોથી ઉપેક્ષાભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા અધર્મીજનો પ્રત્યે રાગ કે દ્વેષનો ત્યાગ કરવો જોઇએ. પરંતુ ઉપેક્ષાનો ત્યાગ કરવો ના જોઇએ. સામાન્ય રીતે વિષયાદિપરવશ જીવોને અધર્મી જનો પ્રત્યે રાગ હોય છે. કારણ કે પોતાના સુખ વગેરેના પરિભોગની પ્રવૃત્તિની પ્રત્યે અધર્મી લોકો અનુકૂળતા કરી આપતા હોય છે. આપણને જયારે એવી અનુકૂળતા જોઇતી ન હોય ત્યારે અધર્મી જનો પ્રત્યે આપણને દ્વેષ થતો હોય છે. અંતે ૭૬ યોગભેદ બત્રીશી Page #80 -------------------------------------------------------------------------- ________________ તો આ રાગ અને દ્વેષ, બંન્નેય અધ્યાત્મભાવની પ્રાપ્તિના અવરોધક જ છે. તેથી તેનો ત્યાગ કરી અધ્યાત્મના અર્થીજનોએ અધર્મી જનોની ઉપેક્ષા જ કરવી જોઇએ. અધર્મી જનો ધર્મમાં સહાયક બનતા નથી અને અધ્યાત્મના અર્થી જનોને સંસારના સુખાદિ માટે સહાયની જરૂર નથી. તેથી ખરી રીતે અધર્મી જનો પ્રત્યે રાગાદિ કરવાનું કોઇ જ કારણ નથી. અનાદિકાળના કુસંસ્કારો આત્માને એ દિશામાં જવા દેતા નથી. તેથી જ અધ્યાત્મભાવની પ્રાપ્તિ પણ થતી નથી. જેની સાથે આપણને કોઇ જ સંબંધ નથી, એવા અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ કરીને ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવી શકાશે નહિ. ઉપેક્ષાભાવનાને પરિણતિશુદ્ધ બનાવવા માટે અધર્મી જનોની પ્રત્યે ઉપેક્ષા જ સેવવી જોઇએ. કરુણા, આ રીતે સુખી જનોની પ્રત્યે ઇર્ષ્યા, દુઃખિતોની ઉપેક્ષા, પુણ્ય (સુકૃત) પ્રત્યે દ્વેષ અને અધર્મીને વિશે રાગ-દ્વેષ : આ બધાનો પરિહાર કરનાર અધ્યાત્માર્થી પુણ્યાત્મા મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા – આ ચાર આત્મપરિણતિશુદ્ધ ભાવનાઓને પ્રાપ્ત કરી અધ્યાત્મને પ્રાપ્ત કરે. જે પુણ્યાત્માઓને અધ્યાત્મ, ભાવના વગેરે યોગની સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે, એવા નિષ્પન્નયોગીજનોનું ચિત્ત મૈત્રી વગેરે ભાવોથી રહિત હોય છે અને સદ્બોધવાળું સ્વભાવથી જ પરાર્થની નિષ્પત્તિના સા૨વાળું હોય છે. એમની દરેક પ્રવૃત્તિ, બીજાના ઉપકારને સ્વભાવથી જ કરવામાં તત્પર હોય છે. પરંતુ જેમને અધ્યાત્માદિ યોગની સિદ્ધિ થઇ નથી એવા યોગારંભક આત્માઓને યોગના અભ્યાસથી જ સુખી જનોની ઇર્ષ્યા વગેરેના ત્યાગ દ્વારા મૈત્રી વગેરે ભાવોની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં ફ૨માવ્યું છે કે “શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરનારા એવા સતત સદાચારનું આચરણ કરનારા શ્રદ્ધાસંપન્ન આત્માઓને યોગના અભ્યાસથી જ મૈત્રી વગેરે ચાર ભાવનાઓ સારી રીતે પરિણમે છે.” આથી મૈત્ર્યાદિભાવો આત્મામાં પરિણત થવાથી, અપાયથી રહિત એવા અધ્યાત્મનો લાભ થાય છે - એ સિદ્ધ થાય છે. આ વિષયને અનુલક્ષીને પતંજલિમહર્ષિએ પણ યોગસૂત્રમાં ફ૨માવ્યું છે કે “અનુક્રમે સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય વિષયવાળી “મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવનાથી(વારંવાર અભ્યાસથી) ચિત્ત શુદ્ધ(સંક્લેશથી રહિત) બને છે.” ||૧૮-ગા અધ્યાત્મનું ફળ વર્ણવાય છે— - अतः पापक्षयः सत्त्वं, शीलं ज्ञानं च शाश्वतम् । तथानुभवसंसिद्धममृतं ह्यद एव नु (तु) ॥१८-८ ॥ अत इति-अतोऽध्यात्मात् । पापक्षयो ज्ञानावरणादिक्लिष्टकर्मप्रलयः । सत्त्वं वीर्योत्कर्षः । शीलं चित्तसमाधिः । ज्ञानं च वस्त्ववबोधरूपं । शाश्वतमप्रतिघं । तथेति वक्तव्यान्तरसमुच्चये । अनुभवसंसिद्धं એક પરિશીલન ૭૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ स्वसंवेदनप्रत्यक्षम् । अमृतं पीयूषं । हि स्फुटम् । अद एवाध्यात्ममेव नु अतिदारुणमोहविषविकारનિરાછારવિતિ 9૮-૮ી. “અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે; સત્ત્વ, શીલ અને અપ્રતિપાતી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમ જ આ અધ્યાત્મ જ અનુભવથી સિદ્ધ એવું અમૃત છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિત્યા.” ઇત્યાદિ (શ્લોક નં. ૨) શ્લોકમાં જણાવ્યા મુજબના અધ્યાત્મથી જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ કર્મ સ્વરૂપ પાપકર્મનો ક્ષય થાય છે. સામાન્યપણે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મને તેમ જ તેના બંધના કારણભૂત મન-વચન-કાયાના યોગોને પાપ કહેવાય છે. અધ્યાત્મભાવથી એ પાપનો ક્ષય થાય છે. ઔચિત્યપૂર્વકનું વર્તન અને મૈત્યાદિ ભાવોથી પૂર્ણ, વચનાનુસાર તત્ત્વચિંતનના સમન્વયના કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય થાય એ સમજી શકાય છે. અધ્યાત્મભાવને પામેલા આત્માઓને ઘાતિકર્માદિ સ્વરૂપ પાપને પાપસ્વરૂપે સમજવાદિની કોઈ જ તકલીફ નથી. તેઓ પાપના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા હોવાથી પાપનો ક્ષય સરળતાથી કરે છે. દુઃખ આપનારાં કર્મોને પાપ માનવાના બદલે આત્મગુણોનો ઘાત કરનારાં કર્મોને તેઓ પાપ તરીકે માને છે, તે તેમના અધ્યાત્મભાવના કારણે છે. એ રીતે અધ્યાત્મથી પાપકર્મનો ક્ષય થવાથી અંતરાયકર્મ(વર્યાન્તરાયકમ)નો પણ ક્ષય થાય છે; તેથી વીર્યનો ઉત્કર્ષ પ્રગટે છે, જેથી અપૂર્વ ઉલ્લાસથી યોગની સાધના થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ વધવાથી ચિત્તસમાધિસ્વરૂપ શીલ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે કોઈ પણ અનુષ્ઠાનનું ફળ ચિત્તસમાધિ છે. જે કોઈ પણ આપણે કામ કરીએ, એનાથી જો ચિત્તમાં સમાધિ ન રહે અને ચિત્ત અસમાધિથી ત્રસ્ત બને તો ખરી રીતે આપણે કરેલું એ કામ ન કર્યા જેવું જ છે. જે ફળપ્રદ નથી તેને કારણ કઈ રીતે મનાય? જે મળ્યું છે એ સિવાય બીજું કાંઈ જ જોઈતું નથી - આ સમાધિ છે. અનુષ્ઠાન કર્યા પછી પ્રાપ્ત થયેલી નિર્જરાને છોડીને બીજી કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી. યોગમાર્ગની સાધનાનો એ એક જ પ્રભાવ છે કે જેથી ઇચ્છાનો અંત આવે છે. ઇચ્છાનું અસ્તિત્વ જ વસ્તુતઃ ચિત્તની અસમાધિ છે. અધ્યાત્મની પ્રાપ્તિ થવાથી પૌલિક ઇચ્છાઓ નાશ પામતી જાય છે. તેથી ચિત્તની સમાધિ ઉત્તરોત્તર વધે છે. તે શીલ(સદનુષ્ઠાન)નું કાર્ય હોવાથી શીળસ્વરૂપે તેનું અહીં વર્ણન કર્યું છે. અધ્યાત્મભાવની પ્રાપ્તિ થવાથી ઉપર જણાવ્યા મુજબ શીલસ્વરૂપ ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. તેથી કોઈ પણ સ્થાને અલના ન પામે એવું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ આવવાથી ઉત્તરોત્તર જ્ઞાન વધે છે. જ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થમાં સુખની ઇચ્છા વગેરે મુખ્યપણે અવરોધ કરે છે. અધ્યાત્મથી એ અવરોધ દૂર થવાથી જ્ઞાનની પ્રાપ્તિ સરળ બને છે. આ પ્રમાણે પાપક્ષય, સત્ત્વ, શીલ અને જ્ઞાનની અધ્યાત્મથી પ્રાપ્તિ થાય છે. તેમ જ આ અધ્યાત્મ જ પોતાના સંવેદનથી પ્રત્યક્ષ અનુભવાતું એવું અમૃત છે. કારણ કે અધ્યાત્મભાવની પરિણતિથી, યોગભેદ બત્રીશી Page #82 -------------------------------------------------------------------------- ________________ અત્યંત ભયંકર એવા મોહ સ્વરૂપ વિષના તે તે વિકારો દૂર થાય છે. પ્રસિદ્ધ અમૃત જેમ વિષના વિકારોને દૂર કરે છે, તેમ મોહસ્વરૂપ વિષના વિકારો અધ્યાત્મસ્વરૂપ અમૃતથી નાશ પામે છે. અમૃતનો સ્વભાવ જ છે કે તે વિષની બાધાને દૂર કરે જ. તેમ અધ્યાત્મનો પણ સ્વભાવ જ છે કે તે મોહના વિકારોને દૂર કરે. મોહજન્ય પરિણતિની તરતમતાથી અધ્યાત્મની પરિણતિનો સ્પષ્ટ ખ્યાલ આવતો હોય છે. મોહજન્ય વિકારો જણાતા હોય તો સમજી લેવું જોઇએ કે અધ્યાત્મભાવનો આવિર્ભાવ થયો નથી. જેટલા અંશમાં મોહજન્ય વિકારોનો અભાવ હોય છે, એટલા જ અંશોમાં અધ્યાત્મનો આવિર્ભાવ હોય છે. /૧૮-૮ અધ્યાત્મનું વર્ણન કર્યું. હવે ‘ભાવનાનું વર્ણન કરાય છે. अभ्यासो वृद्धिमानस्य, भावना बुद्धिसङ्गतः । निवृत्तिरशुभाभ्यासाद्, भाववृद्धिश्च तत्फलम् ॥१८-९॥ अभ्यास इति-(प्रत्यहं प्रतिदिवस) वृद्धिमानुत्कर्षमनुभवन् । बुद्धिसङ्गतो ज्ञानानुगतः । अस्याध्यात्मस्य अभ्यासोऽनुवर्तनं भावनोच्यते । अशुभाभ्यासात् कामक्रोधादिपरिचयात् । निवृत्तिरुपरतिः । भाववृद्धिश्च शुद्धसत्त्वसमुत्कर्षरूपा । तत्फलं भावनाफलम् ।।१८-९।। આ અધ્યાત્મનો જ્ઞાનસંગત, દરરોજ વધતો એવો જે અભ્યાસ છે તેને ભાવના કહેવાય છે. અશુભ એવા અભ્યાસથી નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ - એ ભાવનાનું ફળ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્મથી અપ્રતિપાતી શુદ્ધરત્નના તેજની જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાનથી સંગત એવા અધ્યાત્મનો દિવસે દિવસે વધતો જતો જે અભ્યાસ-અનુવર્તન(વારંવાર કરવું) છે, તેને ભાવના કહેવાય છે. અધ્યાત્મનો તાદશ અભ્યાસ જ ભાવના હોવાથી અધ્યાત્મ અને ભાવનાનો વિષય એક જ છે. માત્ર અધ્યાત્મમાં પ્રવૃત્તિ વારંવાર હોતી નથી અને ભાવનામાં એ પ્રવૃત્તિ વારંવાર હોય છે. ભાવના વડે અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. અભ્યાસ, પરિચયસ્વરૂપ છે. વારંવારના સંપર્કથી સામાન્ય રીતે પરિચય થતો હોય છે. જન્મ-જન્મથી કામ, ક્રોધ અને મદ વગેરે આપણા પરિચિત છે. તેનો પરિચય જ અશુભ અભ્યાસ સ્વરૂપ છે. ભાવનામાં વારંવાર અધ્યાત્મની પ્રવૃત્તિ થવાથી પરિચિત અધ્યાત્મના કારણે ભાવનાના કારણે) અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. શુભ પ્રવૃત્તિ અશુભના અભ્યાસને દૂર કરે છે. આ રીતે અશુભ અભ્યાસથી નિવૃત્ત થવાથી ભાવની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મના અનુવર્તન સ્વરૂપ ભાવનાના પ્રભાવે ચિત્ત શુદ્ધ સાત્ત્વિક ભાવમાં પરિણમે છે. વિષય-કષાયની પરિણતિની મલિનતાનો નાશ થવાથી ચિત્ત પરિશુદ્ધ બને છે. ચિત્તની પરિશુદ્ધિ શુદ્ધસત્ત્વના સમુત્કર્ષ સ્વરૂપ છે. વિષયકષાયની કાલિમાથી યુક્ત ચિત્ત ભાવોલ્લાસને પ્રાપ્ત કરી શકતું નથી, તેમાં શુદ્ધસાત્ત્વિકભાવની અપેક્ષા છે. રજોગુણ કે તમોગુણથી એક પરિશીલન Page #83 -------------------------------------------------------------------------- ________________ અભિભૂત સત્ત્વગુણ અપરિશુદ્ધ છે. એવા ગુણવાળા ચિત્તમાં ભાવવૃદ્ધિ થતી નથી. આથી સમજી શકાશે કે અશુભની નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ : એ ભાવનાનું ફળ છે. [૧૮-૯લા ભાવનાના પ્રકાર વર્ણવાય છે— ज्ञानदर्शनचारित्रतपोवैराग्यभेदतः । કૃષ્ણતે પદ્મધા વેય, વૃસંસ્હારારળમ્ ||૧૮-૧૦ની ज्ञानेति - इयं च भावना भाव्यमानज्ञानादिभेदेनावश्यकभाष्यादिप्रसिद्धा पञ्चधेष्यते । दृढस्य झटित्युपस्थितिहेतोः संस्कारस्य कारणं । भावनाया एव पटुतरभावनाजनकत्वनियमात् ।।१८-१०।। “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદને(પ્રકા૨ને) આશ્રયીને આ ભાવના પાંચ પ્રકારની મનાય છે અને તે દૃઢ સંસ્કારની પ્રત્યે કારણ છે.' - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ ભાવના ભાવ્યમાન(જેનું પરિભાવન કરવાનું છે તે) વિષય જ્ઞાનાદિના કારણે પાંચ પ્રકારની મનાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય મોક્ષનાં અનન્ય સાધન છે. એની સાધનામાં જ યોગની સાધના સમાયેલી છે. જ્ઞાનાદિનું સ્વરૂપ, તેના સાધક, તેના બાધક, તેના પ્રકારો અને તેનું ફળ... ઇત્યાદિની વિચારણા મુખ્ય રીતે ભાવનામાં કરાય છે, તેથી તે ભાવ્યમાન પાંચને લઇને ભાવનાના પણ પાંચ પ્રકાર મનાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં ભાવનાના આ પાંચ પ્રકારો પ્રસિદ્ધ છે. દૃઢ એવા સંસ્કારનું ભાવના કારણ છે. જલદીથી સ્મરણના કારણભૂત સંસ્કારને દૃઢ સંસ્કાર કહેવાય છે. ભાવનાના કા૨ણે સંસ્કારમાં દૃઢતા આવે છે. ભાવના સંસ્કારવિશેષ સ્વરૂપ છે. તેથી પટુતર(વિશિષ્ટ) ભાવનાની ઉત્પત્તિ થતી હોય છે. અભ્યાસથી સંસ્કાર, સંસ્કારથી સ્મૃતિ અને તેથી દૃઢતર સંસ્કાર - આ ક્રમથી સમજી શકાશે કે ભાવના, પટુતર ભાવનાનું કારણ છે. II૧૮-૧૦ હવે ધ્યાનનું નિરૂપણ કરાય છે— ८० उपयोगे विजातीयप्रत्ययाव्यवधानभाक् । શુભ પ્રત્યયો ધ્યાનં, સૂક્ષ્મામોસમન્વિતમ્ ॥૧૮-૧૧|| उपयोग इति - उपयोगे स्थिरप्रदीपसदृशे धारालग्ने ज्ञाने । विजातीयप्रत्ययेन तद्विच्छेदकारिणा विषयान्तरसञ्चारेणालक्ष्यकालेनाप्यव्यवधानभागनन्तरितः शुभैकप्रत्ययः प्रशस्तैकार्थबोधो ध्यानमुच्यते । सूक्ष्माभोगेनोत्पातादिविषयसूक्ष्मालोचनेन समन्वितं सहितम् ।।१८ - ११ ।। “ઉપયોગ(જ્ઞાનવિશેષ)ને વિશે વિજાતીયવિષયક પ્રત્યયના વ્યવધાનથી રહિત પ્રશસ્ત એક વિષયના બોધને ધ્યાન કહેવાય છે, જે સૂક્ષ્મ પદાર્થની વિચારણાથી યુક્ત હોય છે.” અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગમાર્ગની આ પ્રમાણે યોગભેદ બત્રીશી - Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધના પછી જ આત્માને ધ્યાનસ્વરૂપ ત્રીજા યોગના પ્રકારની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરીને કરાતી તત્ત્વવિચારણા અધ્યાત્મ છે અને તેનો અભ્યાસ ભાવના છે. તેવા પ્રકારની તત્ત્વવિચારણાથી જે બોધવિશેષ થાય છે તે જ્ઞાનવિશેષસ્વરૂપ જ ધ્યાન છે. સ્થિરદીપકના જેવું ધારાલગ્ન એવું જે જ્ઞાન હોય છે, તે અહીં ઉપયોગ તરીકે વિવક્ષિત છે. આમ પણ સામાન્ય રીતે જ્ઞાનની પરંપરા(ચિસંતતિ) સ્વરૂપ ધ્યાન પ્રસિદ્ધ છે. યોગસ્વરૂપ ધ્યાનને વર્ણવતાં અહીં ફરમાવ્યું છે કે ધારાલગ્ન એવા જ્ઞાનને(ઉપયોગને) વિશે તેના વિષયથી ભિન્ન (વિજાતીય) એવા વિષયનો સંચાર થવાથી તે જ્ઞાનની ધારાનો વિચ્છેદ થાય છે. તે વિચ્છિન્ન જ્ઞાનની ધારા જ્યારે કાલાંતરે પ્રવર્તે છે ત્યારે તે ઉપયોગને વિશે તેના વિચ્છેદન કરનાર એવા વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી સંગત એવો બોધ થાય છે. પરંતુ સ્થિર દીપક જેવા ધારાલગ્ન જ્ઞાનને વિષે તાદશ વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી રહિત એવો બોધ(અવ્યવધાનભાફ બોધ) હોય છે. કહેવાનો આશય એ છે કે ધ્યાનસ્વરૂપ જ્ઞાન ધારાલગ્ન સ્થિરદીપકની જેમ એક વિષયમાં સ્થિર હોય છે. એમાં બીજા વિષયનો સંચાર થાય તો તે ધ્યાનનો વિચ્છેદ થવાથી લક્ષ્ય ચૂકી જવાના કારણે અલક્ષ્યકાળ ઉપસ્થિત થાય છે. એવા અલક્ષ્યકાળનું પણ ધ્યાનમાં વ્યવધાન(અંતરિતત્વ) હોતું નથી. આવું અપ્રશસ્તધ્યાનમાં આપણને અનુભવગમ્ય છે. અર્થ-કામાદિના ધ્યાનમાં અનવરત ધારા ચાલતી જ હોય છે. વચ્ચે ધર્માદિના વિષયથી પણ (અલક્ષ્યકાળથી પણ) તેમાં વ્યવધાન નડતું નથી. બાહ્ય પ્રશસ્ત પ્રવૃત્તિ વખતે પણ અપ્રશસ્ત વિષયનું ધ્યાન અનવરત ચાલતું હોય છે. અહીં યોગસ્વરૂપ ધ્યાનનું નિરૂપણ હોવાથી તાદશ જ્ઞાનમાં થતો બોધ પ્રશસ્ત એક જ વિષયક બોધ હોય છે. તેવા જ બોધને ધ્યાનસ્વરૂપ યોગ કહેવાય છે. એ બોધ સૂક્ષ્માભોગથી સારી રીતે યુક્ત હોય છે. સૂક્ષ્મબુદ્ધિથી જણાતા અર્થને અહીં સૂક્ષ્માર્થ કહેવાય છે. વસ્તુના ઉત્પાત, વ્યય અને ધ્રૌવ્ય(સ્થિતિ) વગેરે સૂક્ષ્મ અર્થની વિચારણાથી યુક્ત ધ્યાનાત્મક બોધ હોય છે. જાણવું અને સમજવું એ બેમાં જે વિશેષ છે તે સમજી શકનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તે સમજી શકશે. ૧૮-૧૧ાા. ધ્યાનને પ્રાપ્ત કરવા માટે ઉપાય જણાવાય છે खेदोद्वेगभ्रमोत्थानक्षेपासङ्गान्यमुद्जाम् । त्यागादष्टपृथचित्तदोषाणामनुबन्ध्यदः ॥१८-१२॥ खेदेति-खेदादीनां वक्ष्यमाणलक्षणानाम् । अष्टानां पृथचित्तदोषाणां योगिमनोदोषाणाम् । त्यागात् परिहाराद् । अदो ध्यानम् । अनुबन्धि उत्तरोत्तरवृद्धिमद्भवति । यद्यप्यन्यत्र “खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः । युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान्” इत्येवं क्रमोऽभिहितस्तथाप्यत्र बन्धानुलोम्याद्व्यत्ययेनाभिधानमिति द्रष्टव्यम् ।।१८-१२।। એક પરિશીલન Page #85 -------------------------------------------------------------------------- ________________ “ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અન્યમુદ્ર અને રોગ; આ આઠ પૃથક ચિત્તદોષોના ત્યાગથી ધ્યાન, ઉત્તરોત્તર વૃદ્ધિમદ્ બને છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખેદ વગેરે આઠ દોષો ચિત્તના છે. એનાથી યુક્ત ચિત્ત, યોગની પ્રાપ્તિમાં અવરોધ કરે છે. તેથી યોગના અર્થીએ તેનો ત્યાગ કરવો જોઇએ. ખેદ, ઉદ્વેગ અને ભ્રમ વગેરે દોષોનું વર્ણન હવે પછીના શ્લોકોથી કરાશે. એ આઠ દોષો જુદા જુદા ચિત્તના છે. યોગી જનોનું મન જ અહીં ચિત્તસ્વરૂપે વર્ણવ્યું છે. યોગી જનોને આશ્રયીને ચિત્ત, સામાન્યથી આઠ પ્રકારનું છે. તે તે ખેદાદિ દોષના પરિહારથી તે તે ચિત્ત જુદું જુદું બને છે. તેથી ખેદાદિ દોષો પૃથફચિત્તદોષો છે. એ દોષોનો પરિહાર કરવાથી ધ્યાનસ્વરૂપ યોગ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે અર્થાત્ અનુબંધવાળો બને છે. જોકે “વોકેાક્ષેપોત્થાનમ્રાજ્યન્યમુદુIIી યુનિ દિવિનિ પ્રવન્યો વર્નન્મતિમાન ” આ રીતે શ્રી ષોડશકપ્રકરણાદિમાં ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્ર, રુગુ અને આસંગ - આ પ્રમાણે દોષોનો ક્રમ છે. એનાથી જુદી રીતે એનો ક્રમ અહીં છંદની અનુકૂળતાના કારણે જણાવ્યો છે. છંદની (અનુષ્ટ્રમ્ છંદની) રચનાનો ભંગ ન થાય એ માટે એ ક્રમનું ઉલ્લંઘન કર્યું છે. યોગની આઠ દષ્ટિઓને અનુલક્ષીને એક એક દૃષ્ટિમાં જે જે દોષનો વિગમ થાય છે તેને અનુલક્ષીને એ ક્રમ છે. અહીં તો માત્ર સાનુબંધ ધ્યાનાત્મક યોગની પ્રાપ્તિ માટે દોષોના પરિહારની કારણતાનું વર્ણન કરવાનું તાત્પર્ય હોવાથી સામાન્યથી આઠ દોષોને જણાવીને તેના ત્યાગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ક્રમબદ્ધ જ નિરૂપણ કરવું જોઇએ - એવું ન હોવાથી ક્રમવ્યત્યય દોષ નથી. /૧૮-૧૨ા પહેલા ખેદોષનું નિરૂપણ કરાય છે– प्रवृत्तिजः क्लमः खेदस्ततो दाढ्यं न चेतसः । मुख्यो हेतुरदश्चात्र, कृषिकर्मणि वारिवत् ॥१८-१३॥ प्रवृत्तिज इति-प्रवृत्तिजः क्रियाजनितः । क्लमो मानसदुःखानुबन्धी प्रयासः खेदः । तत्र तस्मिन् सति । दाढ्यं प्रणिधानैकाग्रत्वलक्षणं चेतसो न भवति । अदश्च प्रणिधानैकाग्र्यं च । अत्र योगकर्मणि । कृषिकर्मणि कृषिसाध्यधान्यनिष्पत्तौ । वारिवद् मुख्योऽसाधारणो हेतुः । तदुक्तं-खेदे दााभावान्न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ।।१८-१३।। | પ્રવૃત્તિ-ક્રિયાના કારણે ઉત્પન્ન થનાર કુલમ(માનસિક દુ:ખજનક થાક)ને ખેદ કહેવાય છે. તે ખેદને લઈને ચિત્તની દઢતા પ્રાપ્ત થતી નથી. ખેતીના કાર્ય માટે પાણીની જેમ યોગની પ્રાપ્તિ માટે ચિત્તની દઢતા, મુખ્ય હેતુ છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા આઠ દોષોમાં પહેલો દોષ ખેદ છે. સામાન્ય રીતે ૮૨ યોગભેદ બત્રીશી Page #86 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માટે વિહિત કરાયેલી ક્રિયા કરતી વખતે જે કુલમ થાય છે તેને ખેદ કહેવાય છે. થાક, પરિશ્રમ, પ્રયાસ... વગેરેને કુલમ કહેવાય છે. કોઈ પણ કામ કરીએ તો પરિશ્રમ પડવાનો જ, પરંતુ પરિશ્રમ બે પ્રકારના હોય છે. એક પરિશ્રમ થયા પછી મનને આનંદપ્રદ થાય છે અને બીજો પરિશ્રમ (પ્રયાસ) માનસિક દુઃખના અનુબંધનું કારણ બને છે. જે ક્રિયા કર્યા પછી અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી હોય છે, ત્યારે તે ક્રિયાના કારણે થયેલો કૂલમ(પરિશ્રમ-પ્રયાસ); માનસિક દુઃખનો અનુબંધી થતો નથી. પરંતુ જયારે ક્રિયાથી અભીષ્ટની સિદ્ધિ થતી નથી, ત્યારે તે ક્રિયાજનિત કુલમ ખેદસ્વરૂપ મનાય છે. અર્થ-કામાદિની પ્રવૃત્તિમાં પરિશ્રમ થવા છતાં ખેદ થતો નથી અને ધર્માદિની પ્રવૃત્તિમાં અલ્પ પરિશ્રમ થવા છતાં ખેદ થાય છે – એ આપણા અનુભવની વાત છે. ધર્માદિની પ્રવૃત્તિથી નિર્જરા પ્રાપ્ત કરવાનો આશય સેવ્યો હોત તો ખેદ થાત નહિ. ધમદિની પ્રવૃત્તિથી સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ કરવાનો આશય હોય અને તેમ ન બને એટલે પરિશ્રમ, માનસિક દુઃખનો અનુબંધ કરે – એ સ્પષ્ટ છે. વર્ષોથી કરવા છતાં ખેદ ન થાય ને કોઈ વાર જ કરવા છતાં ખેદ થાય એમાં જે હેતુ છે તેનો વિચાર કરવાથી સમજી શકાશે કે ખેદનું મુખ્ય કારણ નિર્જરાના અર્થીપણાનો અભાવ છે. આ ખેદને લઈને, પ્રણિધાનથી થનારી જે મન-વચન-કાયાની એકાગ્રતા સ્વરૂપ દઢતા છે તે ચિત્તમાં આવતી નથી. સામાન્ય રીતે ક્રિયાથી પ્રાપ્ત થનારા વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાના આશયથી વિહિત રીતે ક્રિયા કરવાના સંકલ્પને(અધ્યવસાયને) પ્રણિધાન કહેવાય છે. એ પ્રણિધાનથી ક્રિયામાં મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, તે દઢતા સ્વરૂપ છે. ચિત્તની દઢતા ફળની સિદ્ધિમાં મુખ્ય કારણ છે. ખેતીના કાર્યમાં ફળની નિષ્પત્તિ માટે જેમ પાણી મુખ્ય કારણ છે, તેમ અહીં યોગની સિદ્ધિમાં ચિત્તની દઢતા અસાધારણ કારણ છે, જે ખેદદોષના અભાવમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણને વિષે જણાવ્યું છે કે “ખેદ નામનો દોષ હોતે છતે ચિત્તની દઢતા ન હોવાથી સુંદર પ્રણિધાન હોતું નથી. ખેતીના કાર્યમાં પાણીની જેમ આ સુંદર એવું પ્રણિધાન યોગની સિદ્ધિમાં અસાધારણ કારણ જાણવું.” l/૧૮-૧all બીજા ઉગદોષનું નિરૂપણ કરાય છે– स्थितस्यैव स उद्वेगो, योगद्वेषात् ततः क्रिया । राजविष्टिसमा जन्म, बाधते योगिनां कुले ॥१८-१४॥ स्थितस्यैवेति-स्थितस्यैवाप्रवृत्तस्यैव । स क्लम उद्वेग उच्यते । ततस्तस्मादनादरजनिताद् योगद्वेषात् । क्रिया पारवश्यादिनिमित्ता प्रवृत्तिः । राजविष्टिसमा नृपनियुक्तानुष्ठानतुल्या । योगिनां श्रीमतां श्राद्धानां कुले जन्म बाधते प्रतिबध्नाति । अनादरेण योगक्रियाया योगिकुलजन्मबाधकत्वनियमात् । तदुक्तम्“उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकमलमेतत्तद्विदामिष्टम् ।।१।। ।।१८-१४।। એક પરિશીલન ૮૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ “યોગમાર્ગમાં પ્રવૃત્ત ન થનારનો જ તે કુલમ ઉદ્વેગ છે. તેથી યોગદ્વેષથી થનારી યોગક્રિયા રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે, જેના ફળસ્વરૂપે યોગીઓના કુળમાં જન્મ બાધિત થાય છે. અર્થાત્ યોગીકુળમાં જન્મ પ્રાપ્ત થતો નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ક્રિયાના કારણે ઉત્પન્ન થયેલા ખેદના કારણે ભવિષ્યમાં યોગની પ્રવૃત્તિ ન થાય ત્યારે ખેદ વખતનો જે કુલમ છે, તે યોગમાં અપ્રવૃત્ત આત્માનો છે – તેને જ ઉગ કહેવાય છે. ખેદ વખતે પ્રવૃત્તિ હોય છે અને ઉગ વખતે વાસ્તવિક રીતે પ્રવૃત્તિ હોતી નથી. ઉદ્વેગ નામનો દોષ હોતે છતે યોગ પ્રત્યે દ્વેષ હોવાથી ગુવદિકના અનુરોધે જ્યારે પણ યોગની ક્રિયા થાય ત્યારે તે યોગના અનાદરથી પરવશતાએ થયેલી તે તે યોગની ક્રિયા, રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે. રાજા દ્વારા નિયુક્ત અનુષ્ઠાન કરતી વખતે જેમ ઉલ્લાસ ન હોવાથી ક્રિયામાં બહુ ભલીવાર આવતો નથી તેમ જ રાજાએ કહ્યું છે માટે કર્યા વિના ચાલે એવું નથી; આવી પરવશતાએ કરાતાં કાર્યમાં જેમ વેઠ ઉતારવાનું જ બનતું હોય છે તેમ ઉગના કારણે જ્યાં પણ યોગની ક્રિયાઓ પરવશપણે કરવી પડે છે, ત્યાં વેઠ ઉતાર્યા જેવી જ ક્રિયાઓ થાય છે. તેથી રાષ્ટિના ક્રિયા - આ પ્રમાણે ઉચિત જ જણાવ્યું છે. - આ રીતે ઉગદોષના કારણે થતી ક્રિયાથી યોગના અનાદરના કારણે ઉત્પન્ન થયેલા યોગદ્વેષને લઈને શ્રદ્ધાસંપન્ન યોગી જનોના કુળમાં જન્મનો પ્રતિબંધ થાય છે. કારણ કે અનાદરથી કરેલી યોગક્રિયા યોગી જનોના કુળમાં જન્મનો બાધ કરનારી છે - એવો નિયમ છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – “ઉદ્વેગ હોતે છતે યોગ પ્રત્યેના દ્વેષથી અનાદરપૂર્વક યોગની ક્રિયા કરવાનું, વેઠ ઉતારવા જેવું થાય છે. તેથી સારી રીતે યોગી જનોના કુળમાં તેના જન્મનો બાધ થાય છે. એમ યોગના જાણકારોનું માનવું છે.” |૧૮-૧૪ની ત્રીજા ભ્રમદોષનું વર્ણન કરાય છે– भ्रमोऽन्तर्विप्लवस्तत्र, न कृताकृतवासना । तां विना योगकरणं, प्रस्तुतार्थविरोधकृत् ॥१८-१५॥ भ्रम इति-भ्रमोऽन्तर्विप्लवश्चित्तविपर्ययः, शुक्तिकायां रजतमिदमितिवदतस्मिंस्तद्ग्रह इतियावत् । तत्र तस्मिन् सति । कृताकृतवासना इदं मया कृतमिदं वा न कृतमित्येवंरूपा वासना न भवति । विभ्रमदोषेण सत्यसंस्कारनाशाद्विपरीतसंस्कारोत्पादाद्वा । तां कृताकृतवासनां विना योगकरणं प्रस्तुतार्थस्य योगसिद्धिलक्षणस्य विरोधकृत् । संस्काररहितयोगस्य तादृशयोग एव हेतुत्वादिति भावः । तदिदमुक्तं-“भ्रान्तो विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ।।१।। ।।१८-१५।। ચિત્તના વિપર્યયને ભ્રમ કહેવાય છે. એ હોતે છતે યોગના વિષયમાં “આ મેં કર્યું અથવા આ મેં ન કર્યું ઇત્યાદિ સંસ્કાર પડતા નથી અને એ સંસ્કાર વિના કરાતી યોગની પ્રવૃત્તિ યોગની ८४ યોગભેદ બત્રીશી Page #88 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિના વિરોધને કરનારી બને છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અંતર્વિપ્લવ એટલે ચિત્તનો વિપર્યય. તથી ભિન્ન-અતમાં જે તદ્દનો ગ્રહ(જ્ઞાન) થાય છે; તેને ભ્રમ કહેવાય છે. શુક્તિ(છીપ)માં રજત(ચાંદી)નું જે જ્ઞાન થાય છે, તે ભ્રમ છે. તે ભ્રમસ્વરૂપ દોષ હોતે છતે “આ મેં કર્યું અને આ મેં ન કર્યું...' ઇત્યાદિ સ્વરૂપ વાસના (સંસ્કાર) ઉત્પન્ન થતી નથી. વિભ્રમ(ભ્રમ) સ્વરૂપ દોષના કારણે સાચા સંસ્કારોનો નાશ થવાથી અથવા તો વિપરીત-મિથ્યા સંસ્કાર ઉત્પન્ન થવાથી ઉપર જણાવ્યા મુજબ કૃતાકૃતાદિવિષયક સંસ્કાર પડતા નથી. તેવા પ્રકારના સંસ્કારથી રહિત એવી યોગની પ્રવૃત્તિ કરવાથી યોગની સિદ્ધિ સ્વરૂપ પ્રકૃતિ અર્થની સિદ્ધિ થતી નથી પરંતુ તેનો વિરોધ થાય છે. અર્થાત્ તેવી યોગની પ્રવૃત્તિ યોગની સિદ્ધિનો વિરોધ કરનારી બને છે. કારણ કે સંસ્કારથી રહિત યોગ(યોગની પ્રવૃત્તિ); તેવા પ્રકારના અયોગ(યોગસિદ્ધિના અભાવ)માં જ કારણ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એના વિશે ફરમાવ્યું છે કે – “વિભ્રમદોષથી કૃત અથવા અકૃતના વિષયનો સંસ્કાર ભ્રમાત્મક બને છે. પ્રમાત્મક તાદશ સંસ્કારના અભાવમાં યોગની પ્રવૃત્તિ કરવાનું, યોગની સિદ્ધિનું વિરોધી બને છે. તેમ જ અનિષ્ટ ફળને આપનારું બને છે.”... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૮-૧પ હવે ઉત્થાન નામના દોષનું નિરૂપણ કરાય છે - પ્રશાન્તવાદિતાભાવ, ઉત્થાનં વર તતઃ | त्यागानुरूपमत्यागं, निर्वेदादतथोदयम् ॥१८-१६॥ प्रशान्तेति-प्रशान्तवाहितायाः प्रशमैकवृत्तिसन्तानस्याभावो मनःप्रभृतीनामुद्रकान्मदावष्टब्धपुरुषवदुत्थानमुच्यते । ततः करणं योगस्य त्यागानुरूपं परिहारोचितं प्रशान्तवाहिताभावदोषाद् । अत्यागं न विद्यते त्यागो यस्य तत्तथा कथञ्चिदुपादेयत्वात् । निर्वेदादेकवृत्तिभङ्गलक्षणात् खेदात् । न विद्यते तथा योगकरणोचितत्वेन उदयो भाविकालविपाको यत्र तत्तथा । तदुक्तम्-“उत्थाने निर्वेदात्करणमकरणोदयं વાસ્ય ! અત્યા'ત્યાવિતતા સમયે પિ મતમ્ III” I9૮-૧દ્દા. “પ્રશાન્તવાહિતાના અભાવને ઉત્થાન કહેવાય છે. એ ઉત્થાનદોષને લઈને યોગકરણ, અત્યાગ સ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં યોગને ઉચિત વિપાકવાળું ન હોવાથી ત્યાગને અનુરૂપ જ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશર્મકવૃત્તિની પરંપરાના અભાવને પ્રશાંતવાહિતાનો અભાવ કહેવાય છે. મન, પાંચ ઇન્દ્રિયો અને હાથ પગ વગેરે કર્મેન્દ્રિયોની ઉદ્રિત અવસ્થાના કારણે પ્રશમઅવસ્થાનો અભાવ થાય છે. વિષય અને કષાયની પરિણતિની મંદતાદિને લઇને પ્રશમાવસ્થા પ્રાપ્ત થતી હોય છે. મન અને ઇન્દ્રિયોની ઉદ્રિક્ત અવસ્થા આત્માને વિષયકષાયની પરિણતિને પરવશ બનાવે છે. તેથી પ્રશર્મકવૃત્તિની પરંપરાનો અભાવ થાય છે અને આત્મા તેવા પ્રકારની વિષયકષાયની પરિણતિમાં સતત લીન બને છે. એક પરિશીલન Page #89 -------------------------------------------------------------------------- ________________ આત્માની મૂળભૂત અવસ્થા પ્રશમ સ્વરૂપ (કષાયાદિથી રહિત) છે. કર્મપરવશ એ સ્વરૂપ આવૃત્ત છે. કર્મવિપાકે જીવ જો કર્મના વિપાકને આધીન ના બને તો પ્રશર્મકવૃત્તિ પ્રાપ્ત થઈ શકે છે. કર્મબંધાદિને રોકવા માટે પ્રથમવૃત્તિને રાખવાનું ખૂબ જ આવશ્યક છે. વિષયકષાયની પરિણતિનાં નિમિત્તોથી સર્વદા દૂર રહેવાનો પ્રયત્ન કર્યા વિના આત્માની એ વિશુદ્ધ અવસ્થાનો આવિર્ભાવ શક્ય નહિ બને. પ્રથમવૃત્તિની જ પરંપરાથી ધ્યાનની પ્રાપ્તિ થતી હોય છે. વચ્ચે વચ્ચે પ્રશમવૃત્તિ આવવાથી યોગની પ્રાપ્તિ થતી નથી. તેથી પ્રશર્મકવૃત્તિસંતાન(અવિરત પરંપરા)ની આવશ્યકતા છે. તસ્વરૂપ પ્રશાંતવાહિતા છે. તેના અભાવે મન અને ઇન્દ્રિયોની ઉદ્રિતતાથી (નિયંત્રણરહિત અવસ્થાથી) જીવમાં પૂર્વેના દોષોનો આવિર્ભાવ થાય છે. માણસ ગમે તેટલો પ્રાજ્ઞ હોય પરંતુ જ્યારે તે મદથી અવષ્ટબ્ધ(વિવશ) બને છે ત્યારે તેમાં જેમ અવિવેકાદિ દોષોનો ઉદ્દભવ થાય છે, તેમ પ્રશાંતવાહિતાનો અભાવ હોતે છતે આત્મામાં મન વગેરેની ઉદ્રિક્ત અવસ્થાથી મોહજન્ય વિકારાદિ દોષોનું ઉત્થાન થાય છે. તેથી અહીં તાદેશ પ્રશાંતવાહિતાના અભાવ સ્વરૂપ જ ઉત્થાન નામનો ચોથો દોષ છે. | ઉત્થાનદોષને લઈને જ્યારે પણ યોગની પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે તે પ્રશાંતવાહિતાના અભાવરૂપ દોષના કારણે પરિહાર કરવા માટે જ ઉચિત બને છે. કારણ કે દોષયુક્ત પ્રવૃત્તિથી કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. કથંચિત્ યોગની તે પ્રવૃત્તિ હોવાથી ઉપાદેય હોવાથી તેનો ત્યાગ કરાય નહિ તોપણ તે અત્યાગસ્વરૂપ યોગની પ્રવૃત્તિ તથોદયા નથી. યોગની ઉચિત પ્રવૃત્તિથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે પ્રવૃત્તિને તથોદયા કહેવાય છે. ઉત્થાનદોષથી સહિત જે પ્રવૃત્તિ છે તે તથોદયા નથી. તે પ્રવૃત્તિથી, યોગોચિત પ્રવૃત્તિથી જન્ય એવા વિપાક-ફળનો ઉદય (પ્રાપ્તિ) થતો નથી. કારણ કે આ પ્રવૃત્તિ નિર્વેદથી થયેલી છે. પ્રશાંતવાહિતાસ્વરૂપ એક વૃત્તિનો અહીં ભંગ થયો છે. તેને ખેદસ્વરૂપ નિર્વેદ કહેવાય છે. પ્રવૃત્તિમાં સાતત્ય ન હોય ત્યારે ત્યાં ખેદ-નિર્વેદ હોય જ - એ સમજી શકાય છે. આ વિષયને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – “ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદના કારણે કરાયેલી યોગની પ્રવૃત્તિ અકરણના ફળને સદાને માટે આપનારી બને છે. એ પ્રવૃત્તિ અત્યાચસ્વરૂપ હોવા છતાં ત્યાગને ઉચિત છે - એમ પોતાના આગમમાં પણ જણાવ્યું છે.” ૧૮-૧૬ll. પાંચમા ક્ષેપદોષનું સ્વરૂપ વર્ણવાય છે– क्षेपोऽन्तरान्तरान्यत्र, चित्तन्यासोऽफलावहः । शालेरपि फलं नो यद्, दृष्टमुत्खननेऽसकृत् ॥१८-१७॥ क्षेप इति-अन्तरान्तरा योगकरणकालस्यैव । अन्यत्राधिकृतान्यकर्मणि । चित्तन्यासः क्षेपः । स चाफलावहः फलाजनकः । यद्यस्माच्छालेरपि व्रीहेरपि । असकृद्वारंवारम् । उत्खनने उत्पाटने फलं न યોગભેદ બત્રીશી ८६ Page #90 -------------------------------------------------------------------------- ________________ दृष्टम् । असकृदुत्पाटनेन शालेरिव क्षेपेण योगस्य फलजननशक्तिनाशान्न ततः फलमिति भावः । तदुक्तं“क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः शालिरपि फलावहः पुंसः ।।१।।” T9૮-9૭ની. યોગની પ્રવૃત્તિના કાળમાં વચ્ચે વચ્ચે બીજા કામમાં ચિત્તનો જે વિન્યાસ(જોડવું) છે, તેને ક્ષેપ કહેવાય છે, જે યોગથી જન્ય એવા ફળનો જનક બનતો નથી. કારણ કે વારંવાર ઉખેડવામાં ડાંગરથી પણ ફળની પ્રાપ્તિ થતી દેખાતી નથી.” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે- કોઈ પણ એક વિવક્ષિત પ્રવૃત્તિ કરવાના સમયમાં વચ્ચે વચ્ચે તેને છોડીને(યોગની તે પ્રવૃત્તિથી અન્ય કોઈ પણ) બીજી પ્રવૃત્તિ કરવાથી ક્ષેપદોષ પ્રાપ્ત થાય છે. જેમ કે ગાથા કરતી વખતે વચ્ચે વચ્ચે પડિલેહણ કરવી, બીજું પુસ્તક વાંચવું, વાતો કરવી વગેરે પ્રવૃત્તિમાં ચિત્તને જોડવામાં આવે છે; તે ક્ષેપ નામનો દોષ છે. તેથી જેમ ગાથા આવડતી નથી તેમ યોગથી પ્રાપ્ત થનારું ફળ પ્રાપ્ત થતું નથી. આ વાતને દષ્ટાંતથી શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. એનો આશય એ છે કે શાલિ અર્થાત્ વ્રીહિ(ડાંગર)ને વાવ્યા પછી તેના છોડવા થાય ત્યારે તેને ત્યાંથી ઉખેડીને બીજે વાવવા પડે છે. પછી જ તે ડાંગરને આપવા સમર્થ બને છે. આ રીતે એક વાર શાલિનું ઉત્પનન(ઉખેડવું) થાય તે ઉચિત છે. પરંતુ વારંવાર તેનું ઉત્પનનઉત્પાદન) કરવામાં આવે તો તે ફળપ્રદ બનતું નથી. તેવી જ રીતે વિવલિત કોઈ એક સ્વાધ્યાયાદિ યોગની પ્રવૃત્તિમાં ચિત્તને જોડ્યા પછી વારંવાર તેને બીજી પ્રવૃત્તિમાં જોડવામાં આવે તો તેથી પદોષને લઈને યોગની પ્રવૃત્તિનું ફળ પ્રાપ્ત થતું નથી – એ સમજી શકાય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે – “ક્ષેપદોષ હોતે છતે પણ ચિત્તનો પ્રબંધ (એક સ્થાને લાગી રહેવું) ન હોવાથી ક્યારે પણ યોગની પ્રવૃત્તિ, ઈષ્ટ ફળની સમૃદ્ધિ (સંપ્રાપ્તિ) માટે થતી નથી. વારંવાર ઉખેડવાથી શાલિ(ડાંગરનો છોડ) પણ પુરુષોને ફળ પ્રાપ્ત કરાવી શકતો નથી. /૧૮-૧ણા આસંગદોષનું નિરૂપણ કરાય છે आसङ्गः स्यादभिष्वङ्गस्तत्राऽसङ्गक्रियैव न । ततोऽयं हन्त तन्मात्रगुणस्थानस्थितिप्रदः ॥१८-१८॥ आसङ्ग इति-आसङ्गोऽभिष्वङ्गः स्याद् इदमेव सुन्दरमनुष्ठनमित्येवं नियताभिनिवेशरूपः । तत्र तस्मिन् सति । असङ्गक्रियैवाभिष्वङ्गाभाववत्यनवरतप्रवृत्तिरेव न भवति । ततोऽयमासङ्गो हन्त । तन्मात्रगुणस्थानेऽधिकृतगुणस्थानमात्रे स्थितिप्रदः, न तु मोहोन्मूलनद्वारेण केवलज्ञानोत्पत्तये प्रभवतीत्यासङ्गादपि तत्त्वतोऽफलमेवानुष्ठानं । तदाह-“आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् । મવતીષ્ટત્તવમુવૈતવણસ યતઃ પરમમ્ IIકા” [ષોડશ વતુશે] |9૮-૧૮|| એક પરિશીલન Page #91 -------------------------------------------------------------------------- ________________ “અભિધ્વંગ(અભિનિવેશ) સ્વરૂપ આસંગદોષ છે. તે વિદ્યમાન હોતે છતે અસંગક્રિયા જ થતી નથી. તેથી આ આસંગ નામનો દોષ વિવક્ષિત-અધિકૃતજ જે ગુણસ્થાનક હોય તે તે ગુણસ્થાનકને તે તે આત્માનું અધિકૃત ગુણસ્થાનક કહેવાય છે.) ગુણસ્થાનકે જ સ્થિતિને કરાવે છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અભિવૃંગને આસંગદોષ કહેવાય છે. “આ અનુષ્ઠાન જ સારું છે' આવા પ્રકારના નિયત અભિનિવેશને અભિવૃંગ કહેવાય છે. શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલાં પરમતારક બધાં જ અનુષ્ઠાનો મોક્ષ સાધક છે. એમાંથી આપણને જે અનુકૂળ પડે તે અનુષ્ઠાન જ સારું છે – એવું લાગે તે એક જાતનો અભિનિવેશ છે. એથી બીજાં અનુષ્ઠાનો પ્રત્યે અરુચિ અને અનાદરભાવ વ્યક્ત થાય છે. અનુષ્ઠાન સારું લાગે એ દોષ નથી, પરંતુ વિવક્ષિત એક જ અનુષ્ઠાન સુંદર લાગે તે દોષ છે. એ દોષને લઇને અસંગક્રિયા જ થતી નથી. અભિવૃંગથી રહિત અનવરત(નિરંતર-સતત)પણે થતી ક્રિયા(પ્રવૃત્તિ)ને અસંગક્રિયા કહેવાય છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ ભેદથી અનુષ્ઠાન ચાર પ્રકારનાં છે. અસંગ-અનુષ્ઠાન-(ક્રિયા)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આસંગ-દોષના કારણે અસંગક્રિયા જ અવરોધાય છે. તેથી યોગના ફળને પામવાનું શક્ય ન જ બને તે સમજી શકાય છે. આવી સ્થિતિમાં આસંગદોષને સેવનાર જે ગુણસ્થાનકે હોય તે ગુણસ્થાનકે જ રહી શકે છે. પરંતુ તેની પછીના ગુણસ્થાનકને તે પ્રાપ્ત કરી શકતો નથી. “જે છે તે જ સારું છે એવું લાગે તો તેના કરતાં સારું ન જ મળે : એ સ્પષ્ટ છે. તેથી મોહનીયકર્મની મંદતા કે ક્ષયોપશમાદિની અવસ્થા જ સુંદર જણાય તો મોહનું સર્વથા ઉમૂલન કરી કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ગુણસ્થાનક સમર્થ બનતું નથી. તેથી તાત્ત્વિક રીતે આસંગદોષથી અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે માત્ર તે તે ગુણસ્થાનકે સ્થિતિ બની રહે એ માટે અનુષ્ઠાન કરવાનું ઇષ્ટ નથી. પરંતુ ઉત્તરોત્તર ગુણસ્થાનકની પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાન પામવાના આશયથી અનુષ્ઠાન પ્રારબ્ધ હતું, પણ એ આશય આસંગદોષના કારણે પૂર્ણપણે સફળ બનતો નથી. આથી સમજી શકાશે કે આસંગદોષથી સહિત થતું અનુષ્ઠાન તત્ત્વની રીતે જોઈએ તો ફળથી શૂન્ય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે- “આસંગદોષ હોતે છતે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે એવું દોષયુક્ત કરાતું અનુષ્ઠાન શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન સંગ વિના નિરંતર કરવા યોગ્ય છે. તેથી આસંગયુક્ત આ અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન અસંગસ્વરૂપ પરમકોટિનું હોય તો ઈષ્ટ ફળને સારી રીતે આપનારું છે.” ||૧૮-૧૮ “અન્યમુદ્ દોષનું વર્ણન કરાય છે ૮૮ યોગભેદ બત્રીશી Page #92 -------------------------------------------------------------------------- ________________ विहितेऽविहिते वार्थेऽन्यत्र मुत्प्रकृतात् किल । इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभात्यनादरविधानतः ।।१८-१९॥ विहित इति-प्रकृतात् प्रस्तुतात् कर्मणोऽन्यत्र विहितेऽविहिते वाऽर्थे । मुत् प्रीतिः । इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभा अत्यनादरस्य गाढाबहुमानस्य विधानतोऽवसरोचितरागाभावरागविषयानवसराभ्यां प्रतिपक्षरागाच्च । यथा चैत्यवन्दनस्वाध्यायकरणादिषु प्रतिनियतकालविषयेषु श्रुतानुरागादन्यासक्तचित्ततया वा चैत्यवन्दनाद्यनाद्रियमाणस्य । तदुक्तम्-“अन्यमुदि तत्र रागात्तदनादरतार्थतो महापाया । सर्वानर्थनिमित्तं મુદ્રિષાવૃદ્યામાં કાર્ચ ૧૮-૧૨I. “પ્રકૃત (વિવક્ષિત - કરવા લીધેલા) અનુષ્ઠાનને છોડીને બીજે વિહિત કે અવિહિત અનુષ્ઠાનમાં જે પ્રીતિ થાય છે, તે અન્યમુદ્દોષ છે. તેથી અત્યંત અનાદરપૂર્વક અનુષ્ઠાન થતું હોવાથી ઇષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અંગારાની વર્ષા કરવા જેવું થાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કરવા ધારેલ(પ્રસ્તુત) અનુષ્ઠાનવિશેષને છોડીને બીજા કોઇ પણ શાસ્ત્રવિહિત કે શાસ્ત્રાવિહિત અનુષ્ઠાનને વિશે જે પ્રીતિ થાય છે તેને અન્યમુદ્ નામનો દોષ કહેવાય છે, જે ઈષ્ટ અર્થની પ્રાપ્તિના વિષયમાં અંગારાની વૃષ્ટિ સમાન છે. જે અનુષ્ઠાન મોક્ષને આપનારું છે, તેને બાળી નાખવાનું કામ આ અન્યમુદ્ નામનો દોષ કરે છે. વાત સમજાય એવી છે. જે કરીએ છીએ તેનાથી અન્ય પ્રત્યે પ્રીતિ હોય તો સ્પષ્ટ જ છે કે જે કરાય છે, તે અત્યંત અનાદરપૂર્વક જ થવાનું. આથી કોઇ પણ ફળની સિદ્ધિ કઈ રીતે થાય? કારણ કે અન્ય મુદ્દોષને લઈને કરાતા અનુષ્ઠાન પ્રત્યે ઉત્કટ અબહુમાન છે. અવસરને ઉચિત કરાતા અનુષ્ઠાન પ્રત્યે રાગનો અભાવ હોવાથી અને જેની પ્રત્યે રાગ(પ્રીતિ) છે તેનો અવસર ન હોવાથી વિરુદ્ધ અનુષ્ઠાન પ્રત્યે રાગ છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરે પ્રતિનિયત કાળે કરવાના છે તે અનુષ્ઠાનોને વિશે જયારે કથાશ્રવણાદિના અનુરાગથી અથવા તો વિકથાદિ, પ્રમાદ વગેરેમાં ચિત્ત આસક્ત બનવાના કારણે અનાદર થાય છે ત્યારે તે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો અન્યમુદ્દોષથી દુષ્ટ બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનંતજ્ઞાનીઓએ જે કાળે જે અનુષ્ઠાનો વિહિત કર્યા છે, તે અનુષ્ઠાનો તે કાળે જ કરવાં જોઇએ. આપણને ગમે કે ના ગમે પરંતુ તે તે અનુષ્ઠાનો તે તે કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ જ કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ. તે એક શ્રેષ્ઠ પ્રકારનું પ્રણિધાન છે. અનુષ્ઠાન પ્રત્યેની આપણી પ્રીતિ એવી તો ના જ હોવી જોઇએ કે જેથી તે તે અનુષ્ઠાન પ્રત્યે અત્યંત અનાદરભાવ લાવે. અનુષ્ઠાનની પ્રીતિ અનુષ્ઠાનાંતરના અનાદરનું કારણ બને તો તે અંગારાજેવી છે. બીજ ઉપર અંગારા પડે તો જેમ બીજ બળી જાય છે અને તેથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી તેમ યોગની એક પરિશીલન Page #93 -------------------------------------------------------------------------- ________________ સાધનાના વિષયમાં પણ અન્યમુદ્ નામના દોષથી મોક્ષનાં સાધન, ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવવા સમર્થ બનતાં નથી. શ્રી ષોડશકપ્રકરણમાં અન્ય મુદ્દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - અન્યમુદ્દોષ હોતે છતે પ્રકૃતિ અનુષ્ઠાનને છોડીને બીજાં અનુષ્ઠાનને વિશે રાગ હોવાથી પ્રકૃતિ અનુષ્ઠાનને વિશે અર્થતઃ (પરિણામે) અનાદરભાવ જાગે છે; જે મહાન અપાયસ્વરૂપ છે, સર્વ અનર્થનું નિમિત્ત છે અને પ્રીતિના વિષયભૂત અનુષ્ઠાન બીજા અનુષ્ઠાન ઉપર અંગારાની વૃષ્ટિ સ્વરૂપ બને છે.” તેનો આશય ઉપર જણાવ્યો છે. ૧૮-૧૯ના ગુદોષનું વર્ણન કરાય છે– रुजि सम्यगनुष्ठानोच्छेदाद, वन्ध्यफलं हि तत् । एतान् दोषान् विना ध्यानं, शान्तोदात्तस्य तद्धितम् ॥१८-२०॥ रुजीति-रुजि. पीडारूपायां भङ्गरूपायां वा सत्यां । सम्यगनुष्ठानोच्छेदात् सदनुष्ठानसामान्यविलयात् । वन्ध्यफलं मोघप्रयोजनं हि तदनुष्ठानं बलात्कारेण क्रियमाणं । तदुक्तं-“रुजि निजजात्युच्छेदात्करणमपि हि नेष्टसिद्धये नियमाद् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ।।१।।” तत्तस्मादेतान् दोषान् विना शान्तोदात्तस्य क्रोधादिविकाररहितोदाराशयस्य योगिनो ध्यानं हितं कुशलानुबन्धि ।।१८-२०।। રુગુ નામનો દોષ હોતે છતે સમ્યસદ્) અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી તે અનુષ્ઠાન ફળથી રહિત બને છે. તેથી ખેદ, ઉદ્વેગ... વગેરે દોષો ન હોય તો ક્રોધાદિથી રહિત એવા શાંત અને ઉદાત્ત યોગીઓને ધ્યાન હિતકર છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન આપણે કરતા હોઇએ તે અનુષ્ઠાનમાં અતિચાર કે અનાચાર લાગે ત્યારે તે અનુષ્ઠાનને પીડા કે ભંગ સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે, તેને રુગુ નામનો દોષ કહેવાય છે. ધાન્ય(અનાજ)ની નિષ્પત્તિ વખતે રોગ લાગુ પડવાથી જેમ ધાન્યની નિષ્પત્તિ થતી નથી, વાવેલાં બીજ અને ઊગેલા છોડ નકામાં થઈ જાય છે તેમ અતિચારવાળાં કે અનાચારવાળા (ખંડિત કે ભગ્ન) અનુષ્ઠાનો તદન નકામાં થઈ જાય છે. તેનું કારણ ગુદોષ છે. આ દોષના કારણે સદનુષ્ઠાન(સમ્યગનુષ્ઠાન)નું અનુષ્ઠાનત્વ (પોતાનું સ્વરૂપ) જ વિલય પામે છે. વસ્તુ, પોતાનું કાર્ય જ ન કરી શકે તો વાસ્તવિક રીતે તેમાં વસ્તુત્વ જ રહેતું નથી. ખંડિત કે ભગ્ન ઘડાને ઘડો માનવાનો કોઇ જ અર્થ નથી. કારણ કે તેમાં પાણી ભરવાનું શક્ય નથી. આવી જ રીતે ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન રોગ દોષથી દુષ્ટ હોવાથી તેનું વાસ્તવિક કોઈ જ ફળ નથી. ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન બળાત્કારે થતું હોય છે. પોતાની ઇચ્છાથી એ અનુષ્ઠાન થતું નથી. આશય એ છે કે ભગવાનની આજ્ઞા મુજબ નિરતિચાર અનુષ્ઠાન કરવાની ઇચ્છા હોય તો તે અનુષ્ઠાન તે રીતે કરવાનું અશક્ય નથી. આમ છતાં એ શક્ય ના બને તો માનવું રહ્યું કે અનુષ્ઠાન ૯૦ યોગભેદ બત્રીશી Page #94 -------------------------------------------------------------------------- ________________ કરનારને તેવી ઇચ્છા નથી. “અનુષ્ઠાન કર્યા વિના ચાલે એવું નથી' એમ માનીને અનુષ્ઠાન કરવામાં આવે તો તે બળાત્કારે-પરાણે જ થવાનું, જેનું વાસ્તવિક કોઈ પ્રયોજન નથી. શ્રી ષોડશકપ્રકરણમાં (૧૪-૧૦) ગુ (રોગ) નામના દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે – રુગુદોષ હોતે છતે અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થવાથી જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરી ઈષ્ટ(કર્મનિર્જરાદિ)ની સિદ્ધિ થતી નથી. તેથી તે અનુષ્ઠાન ન કરવા સ્વરૂપ જ છે, માટે તે વંધ્ય ફળવાળું છે.” તેથી સ્પષ્ટ છે કે ઉપર વર્ણવેલા ખેદ, ઉદ્વેગ.. વગેરે દોષોના અભાવે ક્રોધ, લોભ વગેરે વિકારથી રહિત એવા યોગી જનોને જ કુશલાનુબંધી (ઉત્તરોત્તર વિશિષ્ટ ફળને આપવાવાળું) ધ્યાન હોય છે. પણ જો ખેદાદિ દોષો વિદ્યમાન હોય તો તે તે યોગી જનોને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થતી નથી. કુશલાનુબંધી ધ્યાનની પ્રાપ્તિ માટે ખેદાદિ ચિત્તદોષોનો પરિહાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. ૧૮-૨૦ના કુશલાનુબંધી એવા ધ્યાનનું ફળ વર્ણવાય છે– वशिता चैव सर्वत्र, भावस्तैमित्यमेव च । अनुबन्धव्यवच्छेदश्चेति ध्यानफलं विदुः ॥१८-२१॥ वशितेति-सर्वत्र कार्ये । वशिता चैवात्मायत्ततैव । भावस्यान्तःकरणपरिणामस्य स्तमित्यमेव च निश्चलत्वमेव । अनुबन्धव्यवच्छेदो भवान्तरारम्भकाणामितरेषां च कर्मणां वन्ध्यभावकरणं चेत्येतळ्यानफलं વિતુર્નાનને ધ્યાનપત્તવિવ: I9૮-૨૧/ “સઘળાં ય કાર્યોને વિશે સ્વાધીનતા, ભાવની નિશ્ચળતા અને અનુબંધનો વ્યવચ્છેદ : આ ધ્યાનનાં ફળ છે એમ ધ્યાનફળના જાણકારો માને છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે આત્માઓને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થાય છે, તે આત્માઓને દરેક કાર્યને વિશે વશિતા પ્રાપ્ત થાય છે. જ્યારે પણ તેમને તે તે કાર્ય-અનુષ્ઠાન કરવાની ભાવના થાય ત્યારે તેઓને તેમાં કોઈ જ અવરોધ નડતો નથી. સ્વાધીનપણે તેઓ તે તે કાર્ય કરવા માટે સ્વભાવથી જ સમર્થ બને છે. તે તે કાર્ય કરવાનો જાણે તેમનો સ્વભાવ હોય તે રીતે તેઓ કાર્ય કરે છે. કુશલાનુબંધી ધ્યાનને પ્રાપ્ત કરનારા આત્માઓના મનના પરિણામો અત્યંત સ્થિર-નિશ્ચલ હોય છે. ખેદાદિ આઠ દોષોના પરિહારથી તેમનું મન શુદ્ધ બને છે. તેથી મનમાં કોઈ પણ જાતના વિકારાદિ ન હોવાથી મન ધ્યેયને વિશે સ્થિર બને છે. સ્થિરતા પ્રાપ્ત થવાના કારણે મનની ચંચળતા નાશ પામે છે. સ્વાધીનતા અને ભાવની સ્થિરતાના કારણે કર્મોના અનુબંધ પડતા નથી. એક પરિશીલન ૯૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું તાત્પર્ય એ છે કે ભવાંતરને પ્રાપ્ત કરાવનારાં તેમ જ ભવાંતરને પ્રાપ્ત ન કરાવનારાં કર્મોને નિષ્ફળ બનાવવાનું કાર્ય ધ્યાનથી શક્ય બને છે. બદ્ધ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે એવા કર્મબંધમાં કારણ બનતું નથી કે જેથી ભવાંતરમાં જવું પડે. આથી સમજી શકાશે કે હિતકર એવા ધ્યાનથી કર્મોના બંધાભાવને કરવા સ્વરૂપ અનુબંધનો વ્યવચ્છેદ થાય છે. (જુઓ યોગબિંદુ શ્લો.નં. ૩૬૩). II૧૮-૨૧॥ ધ્યાનનું વર્ણન કરીને હવે ‘સમતા’નું વર્ણન કરાય છે— व्यवहारकुदृष्ट्योच्चैरिष्टानिष्टेषु वस्तुषु । લ્પિતેષુ વિવેન, તત્ત્વધીઃ સમતોઘ્યતે ||૧૮-૨૨૫ व्यवहारेति-व्यवहारकुदृष्ट्याऽनादिमत्यां वितथगोचरया कुव्यवहारवासनयाऽविद्यापराभिधानया । उच्चैरतीव । कल्पितेषु इष्टानिष्टेषु इन्द्रियमनः प्रमोददायिषु तदितरेषु च वस्तुषु शब्दादिषु । विवेकेन “तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतो नानिष्टं न विद्यते किञ्चिदिष्टं वे” त्यादिनिश्चयालोचनेन । तत्त्वधीरिष्टानिष्टत्वपरिहारेण तुल्यताधीरुपेक्षालक्षणा समतोच्यते । यदुक्तं“વિદ્યાન્વિતપૂવ્વેરિષ્ટનિટેવુ વસ્તુપુ / સજ્ઞાનાત્ત યુવાસેન સમતા સમતોઘ્યતે II9]” ||૧૮-૨૨|| “અનાદિના વિતથવ્યવહારના સંસ્કારોથી અજ્ઞાનના કારણે કલ્પિત અત્યંત ઇષ્ટાનિષ્ટ વસ્તુઓને વિશે વિવેકથી પ્રાપ્ત થયેલી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનાદિકાળથી આ સંસારમાં શરીરાદિ વસ્તુઓને વિશે અજ્ઞાનાદિને લઇને આત્માદિની જે વિતથબુદ્ધિ થાય છે - તેને અવિદ્યા કહેવાય છે. શરીર એ આત્મા નથી. શરીરથી આત્મા ભિન્ન છે. જ્ઞાનાદિ ગુણોના સ્વામી એવા આત્માને શરીરસ્વરૂપ માની જે જે પ્રવૃત્તિ કરાય છે, તે બધી અજ્ઞાનમૂલક છે. તેમ જ આત્માના જ્ઞાનાદિ ગુણોને છોડીને માતાપિતાદિ પરિવાર, ધન અને તેનાથી પ્રાપ્ત થનારા તે તે શબ્દાદિ વિષયો : એ બધામાં આત્મીયત્વ(પોતાનાપણા)ની જે બુદ્ધિ થાય છે તે અજ્ઞાનઅવિદ્યાને લઇને છે. એ અવિદ્યા આત્માના સંસારનું એકમાત્ર બીજ છે. અનાદિકાળની વિતથ (અવાસ્તવિક) વિષયવાળી જે દુષ્ટ વાસના(કુસંસ્કાર) છે તેને અહીં વ્યવહારકુદૃષ્ટિ તરીકે વર્ણવી છે, જેનું ‘અવિદ્યા’ : બીજું નામ છે. એ અવિઘાના કારણે માનેલા, ઇન્દ્રિય અને મનને આનંદ આપનારા અને નહિ આપનારા ઇષ્ટ અને અનિષ્ટ એવા શબ્દાદિ વિષયોમાં વિવેકને લઇને જે તત્ત્વબુદ્ધિ થાય છે, તેને સમતા કહેવાય છે. ઇન્દ્રિય અને મનને આનંદ આપવાથી અને નહિ આપવાથી અત્યંત ઇષ્ટ અને અનિષ્ટ તરીકે શબ્દ વગેરે વિષયોને કલ્પી લેવામાં આવે છે. પરંતુ તે અવિઘાથી કલ્પિત છે, વાસ્તવિક નથી. શબ્દાદિ વિષયો તત્ત્વદૃષ્ટિએ જોઇએ તો સમજાશે કે વસ્તુતઃ તે ઇષ્ટ અને અનિષ્ટ નથી. પ્રશમરતિ યોગભેદ બત્રીશી ૯૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણમાં (ગાથા નં. પર) જણાવ્યા મુજબ વાસ્તવિકતા તો એ છે કે, “તે અમનોજ્ઞ) વિષયોને વિશે દ્વેષ કરનાર અને તે મનોજ્ઞ) વિષયોને વિશે અત્યંત લીન થનારા આત્માને નિશ્ચયથી કોઇ પણ વિષય અનિષ્ટ નથી અથવા ઈષ્ટ નથી.” -પ્રશમરતિમાં જણાવ્યા મુજબની નિશ્ચયથી વિચારણા કરવા સ્વરૂપ વિવેક વડે જયારે વિષયોની પૂર્વકલ્પિત ઈષ્ટતા અથવા અનિષ્ટતાનો પરિહાર કરીને વિષયોમાં સમાનતાની જે બુદ્ધિ થાય છે, તે તત્ત્વની બુદ્ધિને સમતા કહેવાય છે. તેથી વિષયોને ઈષ્ટ માનીને નતો પ્રવૃત્તિ થાય છે, તેમ જ વિષયોને અનિષ્ટ માનીને ન તો નિવૃત્તિ થાય છે. ઉપેક્ષામૂલક જ અહીં વિષયોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. આવી ઉપેક્ષા સ્વરૂપ સમતા કહેવાય છે. શરીરના કારણે વિષયોની આવશ્યકતા ઊભી થાય તો તેમાં પ્રવૃત્તિ થાય અન્યથા તેમાં પ્રવૃત્તિ ન થાય (નિવૃત્તિ થાય). પરંતુ વિષયો મનોજ્ઞ કે અમનોજ્ઞ છે માટે તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન થાય. સમતાત્મક યોગની પ્રાપ્તિ થવાથી એ રીતે વિષયો પ્રત્યે ઉપેક્ષા(ઔદાસી )ભાવ આવે છે. યોગબિંદુમાં સમતાના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - અનાદિના વિતથી (અવાસ્તવિક) સંસ્કારોના કારણે ઉત્પન્ન થયેલા વિકલ્પથી કલ્પેલી અત્યંત ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુઓને વિશે, ઇષ્ટત્વ કે અનિષ્ટત્વનો પરિહાર કરીને સંજ્ઞાન(પ્રશમરતિ વગેરેમાં જણાવેલી વાસ્તવિકતાની ભાવના સ્વરૂપ વિવેક)ના કારણે જે સમતા(સામ્ય)ની પરિણતિ(અધ્યવસાય) મનમાં થાય છે, તેને સમતા નામનો યોગ કહેવાય છે. /૧૮-૨૨ા. ધ્યાનનું કાર્ય જેમ સમતા છે તેમ સમતાનું કાર્ય ધ્યાન છે: એમ પરસ્પર કાર્ય-કારણભાવ જણાવાય છે– विनतया नहि ध्यानं, ध्यानेनेयं विना च न । તતઃ પ્રવૃત્તવૐ ચા, યમન્યોન્યારત્ ૧૮-૨રૂા विनेति-एतया समतया विना हि ध्यानं न स्यात्, चित्तव्यासङ्गानुपरमात् । ध्यानेन विना चेयं समता न भवति, प्रतिपक्षसामग्र्या बलवत्त्वाद् । अतो द्वयं ध्यानसमतालक्षणम् । अन्योऽन्यकारणात् प्रवृत्तचक्रमनुपरतप्रवाहं स्यात् । न चैवमन्योऽन्याश्रयः, अप्रकृष्टयोस्तयोमिथ उत्कृष्टयोर्हेतुत्वात् । सामान्यतस्तु क्षयोपशमभेदस्यैव हेतुत्वादिति ज्ञेयम् ।।१८-२३।। “આ સમતા વિના ધ્યાન નથી થતું અને ધ્યાન વિના આ સમતા થતી નથી, તેથી પરસ્પર કારણ હોવાથી ધ્યાન અને સમતાનું ચક્ર પ્રવર્તે છે. અર્થાત્ એ બંન્ને અનવરત પ્રવાહવાળા બને છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આ સમતા વિના ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી. કારણ કે ચિત્તના વ્યાસંગની નિવૃત્તિ ત્યારે થયેલી હોતી નથી. સમતાની પ્રાપ્તિ થયેલી ન હોય ત્યારે ચિત્ત શરીરાદિ પરપદાર્થોમાં આસક્ત હોવાથી પરમાત્માદિ ધ્યેય-તત્ત્વોમાં તે સ્થિરતાને પામતું નથી, જેથી ધ્યાનની પ્રાપ્તિ શક્ય બનતી નથી. ધ્યાનની પ્રાપ્તિ માટે ચિત્તની એક પરિશીલન ૯૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતા અત્યંત આવશ્યક છે. પરપદાર્થોમાં ચિત્ત આસક્ત હોય તો તે પરમાત્માદિ ધ્યેયતત્ત્વોમાં સ્થિર ન બને એ સમજી શકાય એવું છે. સમતાથી શરીરાદિને વિશે ઉપેક્ષાભાવ થતો હોવાથી ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાનની પ્રાપ્તિમાં અવરોધરૂપ ચિત્તવ્યાસંગ, સમતાથી દૂર થાય છે. આવી જ રીતે ધ્યાન વિના સમતા પ્રાપ્ત થતી નથી. કારણ કે પ્રતિપક્ષ સામગ્રી બળવાન છે. આશય એ છે કે સમતાને પ્રાપ્ત કરાવનારી સામગ્રી અવિદ્યાનો નાશ કરનારી સામગ્રી છે. અવિદ્યાનો નાશ સ્વપરસ્વરૂપના વાસ્તવિક પરિશીલનથી થાય છે અને તે પરિશીલન ચિત્તની સ્થિરતાથી સાધ્ય છે. ધ્યાન ચિત્તની સ્થિરતા સ્વરૂપ છે. શરીરાદિ પર પદાર્થોની આસક્તિ ચિત્તની સ્થિરતાનો બાધ કરે છે. ધ્યાનના અભાવમાં ચિત્તની વિચલિત અવસ્થા હોય છે. તેની બલવત્તાના કારણે સમતાની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે ધ્યાનના અભાવની સામગ્રી અહીં પ્રતિપક્ષ સામગ્રી છે. આસક્તિના સંસ્કાર અનાદિના હોવાથી તે બળવાન છે. તેને ધ્યાન વિના દૂર કરી શકાય એમ નથી. ધ્યાનથી તે દૂર થાય તો સમતાની પ્રાપ્તિ સરળ બને. આથી સ્પષ્ટ છે કે સમતાથી ધ્યાન અને ધ્યાનથી સમતા : આ રીતે એકબીજા એકબીજાનાં કારણ હોવાથી ધ્યાન અને સમતા: આ બંન્નેનું ચક્ર પ્રવર્તે છે. નિરંતર એનો પ્રવાહ ચાલ્યા કરે છે. “ધ્યાનથી સમતા થાય છે અને સમતાથી ધ્યાન થાય છે – આ પ્રમાણે પરસ્પર એકબીજાનું કારણ છે એમ માનવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. કારણ કે ધ્યાન વિના સમતા ન થાય અને સમતા વિના ધ્યાન ન થાય. એનો અર્થ એ છે કે એકની પણ ઉત્પત્તિ નથી થતી.”.. આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે અપકૃષ્ટ(અલ્પમાત્રાના) ધ્યાન અને સમતા; તેનાથી ઉત્કૃષ્ટ સમતા અને ધ્યાનમાં પરસ્પર કારણ મનાય છે, તેથી કોઈ દોષ નથી. સામાન્યથી તો મોહનીયાદિકર્મનો ક્ષયોપશમ વિશેષ જ ધ્યાન અને સમતા સ્વરૂપ યોગનું કારણ છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું. /૧૮-૨all. સમતાયોગનું ફળ વર્ણવાય છે ऋद्ध्यप्रवर्त्तनं चैव, सूक्ष्मकर्मक्षयस्तथा । અપેક્ષાતત્ત્વવિચ્છેદ્રા, નમસ્યાઃ પ્રવક્ષતે II૧૮-૨૪|| ऋद्धीति-ऋद्धीनामामर्षोषध्यादीनामनुपजीवनेनाप्रवर्तनमव्यापारणं । सूक्ष्माणां केवलज्ञानदर्शनयथाख्यातचारित्राद्यावरकाणां कर्मणां क्षयः । तथेति समुच्चये । अपेक्षैव बन्धनहेतुत्वात्तन्तुस्तद्व्यवच्छेद: फलमस्याः समतायाः प्रचक्षते विचक्षणाः ।।१८-२४।। પ્રાપ્ત થયેલી ઋદ્ધિઓમાં પ્રવૃત્તિ ન કરવી, સૂક્ષ્મ એવાં કર્મોનો ક્ષય કરવો અને અપેક્ષાસ્વરૂપ તંતુનો વિચ્છેદ કરવો : આ સમતાનાં ફળ છે એમ બુદ્ધિમાનો કહે છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમતાત્મક યોગના પ્રભાવથી તે યોગીને આમર્ષોષધિ વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ સમતાના પ્રભાવે તેઓ ૯૪ યોગભેદ બત્રીશી Page #98 -------------------------------------------------------------------------- ________________ તે તે ઋદ્ધિઓનો ઉપયોગ કરતા નથી. પુણ્યથી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં સર્વથા નિઃસ્પૃહ એ મહાત્માઓ માત્ર કર્મક્ષય માટે પ્રબળ પુરુષાર્થ કરતા હોય છે. તેથી સૂક્ષ્મકર્મક્ષયને કરનારા તેઓ બને છે. કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્ર... ઇત્યાદિ ક્ષાયિકગુણોના આવારક એવા કર્મને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. સૂક્ષ્મ સાધનાથી એ કર્મોનો નાશ થાય છે. અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી એ કર્મોની નિર્જરા થાય છે. તેથી તે કર્મોને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. આ રીતે સૂક્ષ્મકર્મોનો ક્ષય થવાથી મોહનો નાશ થાય છે અને મોહનો નાશ થવાથી અપેક્ષાનો નાશ થાય છે. અપેક્ષા (ઇચ્છા-સ્પૃહા) કર્મબંધનું કારણ હોવાથી તેને તંતુ તરીકે અહીં વર્ણવી છે. સમતાયોગના કારણે તે અપેક્ષાતંતુનો વિચ્છેદ થાય છે. અવિદ્યાનો વિગમ થવાથી યોગીને આ સંસારમાં કોઈ પણ વસ્તુની અપેક્ષા રહેતી નથી. ઋદ્ધિમાં અપ્રવૃત્તિ, સૂક્ષ્મ કર્મોનો ક્ષય અને અપેક્ષાતંતુનો વિચ્છેદઃ આ ત્રણ સમતાત્મક યોગનાં ફળ છે – એમ વિચક્ષણો કહે છે. ૧૮-૨૪ અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગમાંના પાંચમા વૃત્તિસંક્ષયયોગનું નિરૂપણ કરાય છે विकल्पस्यन्दरूपाणां, वृत्तीनामन्यजन्मनाम् । अपुनर्भावतो रोधः, प्रोच्यते वृत्तिसंक्षयः ॥१८-२५॥ विकल्पेति-स्वभावत एव निस्तरङ्गमहोदधिकल्पस्यात्मनोऽन्यजन्मनां पवनस्थानीयस्वेतरतथाविधमनःशरीरद्रव्यसंयोगजनितानां विकल्पस्यन्दरूपाणां वृत्तीनाम् । अपुनर्भावतः पुनरुत्पत्तियोग्यतापरिहारात् । रोधः परित्यागः केवलज्ञानलाभकाले अयोगिकेवलित्वकाले च वृत्तिसङ्क्षयः प्रोच्यते । तदाह“अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण स तु तत्सङ्क्षयो मतः ।।१।।” ||१८-२५।। “અન્ય જન્મ સંબંધી વિકલ્પ અને સ્વન્દ સ્વરૂપ વૃત્તિઓનો, ફરીથી ઉત્પત્તિ થવામાં કારણભૂત યોગ્યતા ન રહે એ રીતે જે નિરોધ છે, તેને વૃત્તિસંક્ષય કહેવાય છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સ્વભાવથી જ આત્માનું સ્વરૂપ તરંગથી રહિત એવા સમુદ્ર જેવું અત્યંત શાંત છે. પરંતુ પૂર્વભવસંબંધી, મન અને શરીરના સંયોગથી વિકલ્પ અને અંદન સ્વરૂપ વૃત્તિઓ (વિકારાત્મક પરિણામ - વિભાવો) આત્મામાં થાય છે. પવનના કારણે જેમ સમુદ્રમાં તરંગો પેદા થાય છે, તેમ આત્મામાં પોતાથી ભિન્ન એવા પવનજેવા મન અને શરીર સ્વરૂપ દ્રવ્યના સંયોગથી અનેકાનેક વૃત્તિઓનો ઉદ્ભવ થાય છે, જે અન્યજન્મકૃત કર્મોનો વિપાક હોવાથી અન્યજન્મસંબંધી છે. તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને વિકલ્પાત્મક વૃત્તિઓ કહેવાય છે અને તેવા પ્રકારના શરીરદ્રવ્યસંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને ચન્દ(પરિસ્પદ) વૃત્તિઓ કહેવાય છે. વિકલ્પ અને ચન્દ્રવૃત્તિઓનો, ફરીથી તેની ઉત્પત્તિ માટેની જે યોગ્યતા છે તેના પરિહાર(નાશ)પૂર્વક જે નિરોધ(પરિત્યાગ) છે તેને વૃત્તિસંક્ષય નામનો યોગ કહેવાય છે. આ યોગ એક પરિશીલન ૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનની પ્રાપ્તિના અવસરે અને અયોગી કેવલીપણાના અવસરે હોય છે. આ યોગનું નિરૂપણ = કરતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે – “સ્વભાવથી જ નિસ્તરંગ મહાસમુદ્ર જેવા આત્માની મન અને શરીર દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પસ્વરૂપ અને પરિસ્કંદસ્વરૂપ વૃત્તિઓનો ફરીથી ઉદ્ભવ ન થાય એ રીતે જે નિરોધ છે તેને વૃત્તિસંક્ષય યોગ કહેવાય છે.” ૧૮-૨૫૫ વૃત્તિસંક્ષયયોગનું ફળ વર્ણવાય છે— ,, केवलज्ञानलाभश्च, शैलेशीसम्परिग्रहः । મોક્ષપ્રાપ્તિરનાવાયા, નમસ્ય પ્રીર્ત્તિતમ્ ||૧૮-૨૬।। વàતિ—સ્પષ્ટઃ ।।૧૮-૨૬।। “કેવલજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ અને સર્વ આબાધાઓથી રહિત એવી મોક્ષની પ્રાપ્તિ ઃ આ વૃત્તિસંક્ષયયોગનું ફળ છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પવૃત્તિઓના સંક્ષયથી આત્માને સકલ દ્રવ્યાદિ વિષયને ગ્રહણ કરનારું પરિપૂર્ણ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પરિસ્પંદાત્મક વૃત્તિઓ(શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓ)ના સંક્ષયથી શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. સર્વસંવરભાવસ્વરૂપ શીલના સ્વામી એવા મહાત્માની એ અવસ્થા છે. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જે સર્વ શરીર અને મન સંબંધી વ્યથા(આબાધા)થી રહિત છે અને સદા આનંદને આપનારી છે. ૧૮-૨૬ મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારસ્વરૂપ સ્વાભિમત યોગના, ઉપર જણાવ્યા મુજબ અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચ પ્રકાર વર્ણવ્યા. હવે ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ પાતંજલદર્શનપ્રસિદ્ધ યોગના પણ પાંચ પ્રકાર છે, તે જણાવાય છે— वृत्तिरोधोऽपि योगश्चेद्, भिद्यते पञ्चधाऽप्ययम् । મનોવાાયવૃત્તીનાં, રોઘે વ્યાપારમેવતઃ ।।૧૮-૨૭ા वृत्तिरोधोऽपीति-मोक्षहेतुलक्षणो योगः पञ्चधा भिन्न इति प्रदर्शितं । वृत्तिरोधोऽपि चेद्योग उच्यते । अयमपि पञ्चधा भिद्यते । मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः । अनुभवसिद्धानां भेदानां दुरपह्नवत्वाद्, अन्यथा द्रव्यमात्रपरिशेषप्रसङ्गादिति भावः ।। १८-२७।। ૯૬ “ચિત્તવૃત્તિઓનો નિરોધ પણ યોગ હોય તો એ યોગ પણ પાંચ પ્રકારનો છે. મન, વચન અને કાયાની વૃત્તિઓના નિરોધમાં વ્યાપાર(આત્મવ્યાપાર)ની ભિન્નતા હોવાથી તેને આશ્રયીને ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગ પાંચ પ્રકારનો છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોક્ષના કારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગને આશ્રયીને અધ્યાત્મ, યોગભેદ બત્રીશી Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારો વર્ણવ્યા. પરંતુ ચિત્તવૃત્તિઓના નિરોધ સ્વરૂપ યોગને માનવામાં આવે તો તેના પાંચ પ્રકાર કઇ રીતે થાય - એ જિજ્ઞાસામાં આ શ્લોકથી તેના પણ પાંચ પ્રકાર વર્ણવવાનો આરંભ કર્યો છે. આશય એ છે કે મન, વચન, કાયાને આશ્રયીને થનારી વૃત્તિઓના નિરોધમાં આત્માનો તે તે પ્રકારનો વ્યાપાર ભિન્ન ભિન્ન હોવાથી વૃત્તિઓનો નિરોધ (અભાવ સ્વરૂપ) એક હોવા છતાં તે તે આત્મવ્યાપારને આશ્રયીને ભિન્ન ભિન્ન છે. યદ્યપિ તે તે વ્યાપાર ચિત્તના હોવાથી આત્મામાં એ ઔપાધિક છે. પુરુષમાં અનાદિશુદ્ધત્વ છે... ઇત્યાદિ સાંખ્યોની માન્યતા મુજબ વૃત્તિઓનો નિરોધ શુદ્ધ આત્મદ્રવ્યસ્વરૂપ જ છે. પરંતુ અનુભવસિદ્ધ અધ્યાત્માદિસ્વરૂપ આત્મવ્યાપારનો અપલાપ કરવાનું શક્ય નથી. અન્યથા દરેક દ્રવ્યોમાં જે જે ફેરફાર વર્તાય છે એ બધા જ જો કાલ્પનિક હોય તો માત્ર દ્રવ્યને જ (ગુણાદિને નહિ) માનવાનો પ્રસંગ આવશે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. આ પૂર્વેની પાતંજલયોગબત્રીશીનું અનુસંધાન કરવાથી પણ અહીં જણાવેલી વાતને સમજવાની અનુકૂળતા થશે. તે બત્રીશીમાં જણાવેલી વાતોને અહીં જણાવવાની આવશ્યકતા ન હોવાથી સંક્ષેપથી જ અહીં વર્ણન કર્યું છે. ૧૮-૨૭ના વૃત્તિનિરોધાત્મક યોગમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનો સમાવેશ જણાવાય છે— प्रवृत्तिस्थिरताभ्यां हि, मनोगुप्तिद्वये किल । મેવાશ્રુત્વાર દૃષ્યન્તે, તત્રાત્ત્વાયાં તથાન્તિમઃ ||૧૮-૨૮।। प्रवृत्तीति–प्रवृत्तिः प्रथमाभ्यासः, स्थिरता उत्कर्षकाष्ठाप्राप्तिस्ताभ्यां । मनोगुप्तिद्वये किल । आद्याश्चत्वारो भेदा अध्यात्मभावनाध्यानसमतालक्षणा इष्यन्ते, व्यापारभेदादेकत्र क्रमेणोभयोः समावेशाद्यथोत्तरं विशुद्धत्वात् । तथाऽन्त्यायां चरमायां । तत्र मनोगुप्तौ । अन्तिमो वृत्तिसङ्क्षय इष्यते । इत्थं हि पञ्चापि प्रकारा निरपाया एव ।। १८-२८।। “પ્રવૃત્તિ અને સ્થિરતાને લઇને મનોગુપ્તિ બે પ્રકારની છે. અધ્યાત્મ વગેરે યોગના ચાર પ્રકારોનો સમાવેશ પ્રવૃત્તિસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે અને યોગના પાંચમા પ્રકાર વૃત્તિસંક્ષયનો સમાવેશ છેલ્લી(બીજી) સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે યોગના પ્રથમ અભ્યાસને પ્રવૃત્તિસ્વરૂપ મનોગુપ્તિ કહેવાય છે અને યોગની પરાકાષ્ઠા(ઉત્કર્ષકાષ્ઠા)ને સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિ કહેવાય છે. સામાન્ય રીતે અપ્રશસ્ત(સાવદ્ય) પ્રવૃત્તિઓમાં જતા મનને રોકવું અને પ્રશસ્ત(તે તે કાળે વિહિત) એવી પ્રવૃત્તિમાં મનને જોડવું તે સ્વરૂપ મનોગુપ્તિ છે, જે પાતંજલદર્શનપ્રસિદ્ધ વૃત્તિનિરોધ સ્વરૂપ છે. - યોગત્તી અભ્યાસદશા સ્વરૂપ પ્રથમ પ્રવૃત્તિમનોગુપ્તિમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચાર યોગ-પ્રકા૨નો સમાવેશ થાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્માદિસ્વરૂપ એક પરિશીલન ૯૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ આત્મવ્યાપાર (ક્ષયોપશમભાવવિશેષ) ભિન્ન ભિન્ન છે. ક્રમે કરી ઉભયનો એકમાં સમાવેશ થવાથી તેમ જ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી પ્રથમ મનોગતિમાં અધ્યાત્માદિ ચારનો સમાવેશ થાય છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્માદિ પરસ્પર ભિન્ન હોવાથી એક જ મનોગુપ્તિ સ્વરૂપ તે ચાર પ્રકારનું માનવાનું યદ્યપિ શક્ય નથી, પરંતુ ક્રમે કરી એકમાં ભિન્ન ભિન્ન કાળે ઉભયનો સમાવેશ કરી શકાય છે. અધ્યાત્માદિભાવો ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી ક્રમે કરી એક મનોગતિમાં સમાવિષ્ટ થાય છે. છેલ્લી સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષયસ્વરૂપ પાંચમા યોગભેદ(પ્રકાર)નો સમાવેશ થાય છે. આ રીતે વૃત્તિનિરોધસ્વરૂપ યોગમાં અધ્યાત્માદિ પાંચે ય યોગપ્રકારો સંગત બને છે, એમાં કોઈ દોષ નથી. ૧૮-૨૮ અધ્યાત્માદિ યોગોનો વૃત્તિનિરોધમાં જે રીતે સમાવેશ થાય છે તેનું દિગ્દર્શન કરાય છે– विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । માત્મારા મનતિ (સ્ત) મનોમિસ્ત્રથોવિતા ૧૮-૨૨/ विमुक्तेति-विमुक्तं परित्यक्तं कल्पनाजालं सङ्कल्पविकल्पचक्रं येन तत् । तथा समत्वे सुप्रतिष्ठितं सम्यग्व्यवस्थितम् । आत्मारामं स्वभावप्रतिबद्धं मनस्तज्ज्ञैस्तद्वेदिभिर्मनोगुप्तिस्त्रिधा त्रिभिः प्रकारैरुदिता થતા 19૮-૨૧// “કલ્પનાચક્રથી મુક્ત, સમતામાં પ્રતિષ્ઠિત અને આત્મરમણતાપ્રતિબદ્ધ મન હોવાથી મનોગુપ્તિ ત્રણ પ્રકારની છે. (તિ ના સ્થાને આવો પાઠ છે. એ મુજબ તાદશ ત્રણ પ્રકારના મનને આશ્રયીને મનોગુપ્તિ તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે.)” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વૃત્તિનિરોધ મનોગુપ્તિસ્વરૂપ છે. એ મનોગુપ્તિને તેના જાણકારોએ ત્રણ પ્રકારની વર્ણવી છે. સંકલ્પ અને વિકલ્પોની કલ્પનાઓની જાળ(ચક્ર)માંથી વિમુક્ત મન બને છે, ત્યારે પહેલી મનોગુપ્તિ થાય છે. મિથ્યાત્વમોહનીય વગેરે કર્મના ઉદયથી સંકલ્પ(અસદ્ ઇચ્છાઓ) અને વિકલ્પ(અવાસ્તવિક જ્ઞાન) થતા હોય છે. મિથ્યાત્વાદિકર્મની મંદતાએ તેમ જ ક્ષયોપશમાદિએ સંકલ્પવિકલ્પથી મુક્ત થવાય છે. તેથી ક્રમે કરી મન સમતામાં સારી રીતે વ્યવસ્થિત થાય છે. સમતામાં પ્રતિષ્ઠિત થયેલા મન વખતે બીજી મનોગુપ્તિ હોય છે. આ રીતે વિષયાદિના વાસ્તવિક જ્ઞાનની પરિણતિથી સમતામાં પ્રતિષ્ઠિત થયેલું મન ક્રમે કરી વિષયાદિની (પુદ્ગલાદિની પર પરિણતિની) ઉપેક્ષા કરીને આત્મામાં રમણતા કરે છે; ત્યારે મન સ્વભાવ પ્રતિબદ્ધ(સ્થિર) બને છે. તે વખતે ત્રીજી મનોગુપ્તિ હોય છે. મનોગુપ્તિના જાણકારોએ આ રીતે મનોગુપ્તિ ત્રણ પ્રકારની વર્ણવી છે. પહેલી મનોગુપ્તિમાં ૯૮ યોગભેદ બત્રીશી Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્માદિ ત્રણ યોગનો સમાવેશ થાય છે અને અનુક્રમે બીજી અને ત્રીજી મનોગતિમાં સમતા અને વૃત્તિસંક્ષય યોગનો સમાવેશ થાય છે... એ સમજી શકાય છે. વિકલ્પોની જાળમાંથી મુક્ત બન્યા વિના અધ્યાત્મ, ભાવના અને ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી. આત્માને છોડીને અન્ય પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ ન આવે તો સમતાની પ્રાપ્તિ શક્ય નથી. તેમ જ આત્મસ્વભાવમાં રમણતા ન આવે તો વૃત્તિસંક્ષયની પ્રાપ્તિ પણ શક્ય નથી. કારણ કે તે તે અધ્યાત્માદિભાવો મનોગુતિવિશેષને લઈને પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૧૮-૨લા અધ્યાત્માદિ યોગમાં જેમ મનોગુપ્તિનો ઉપર જણાવ્યા મુજબ અવતાર(સમાવેશ) થાય છે; તેમ વાગુ અને કાયમુર્તિ વગેરેનો પણ સમાવેશ થાય છે, તે જણાવાય છે– अन्यासामवतारोऽपि, यथायोगं विभाव्यताम् । યતઃ સમિતિપુરીનાં, પ્રપટ્ટો યોગ ઉત્તમઃ ૧૮-૩૦ अन्यासामिति-अन्यासां वाक्कायगुप्तीर्यासमित्यादीनाम् । अवतारोऽप्यन्तर्भावोऽपि । यथायोगं यथास्थानं । विभाव्यतां विचार्यतां । यतो यस्मात् । समितिगुप्तीनां प्रपञ्चो यथापर्यायं विस्तारो योग उच्यते । उत्तम उत्कृष्टः । न तु समितिगुप्तिविभिन्नस्वभावो योगपदार्थोऽतिरिक्तः कोऽपि विद्यत इति ।।१८-३०।। મનોગુપ્તિને છોડીને અન્ય ગુપ્તિ વગેરેનો યોગમાં અંતર્ભાવ જે રીતે થાય છે તે રીતે વિચારવું. કારણ કે સમિતિ-ગુતિઓનો પ્રપંચ ઉત્તમ યોગ છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતામાં સમસ્ત મોક્ષ સાધક વ્યાપાર સમાય છે. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ અને એષણા સમિતિ... વગેરે પાંચ સમિતિઓ તે તે, માર્ગગમનાદિ પ્રવૃત્તિના અવસરે અવસરે ઉપયોગમાં આવતી હોવાથી સર્વદા હોતી નથી. પરંતુ અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિથી વિરામ પામવાદિ સ્વરૂપ ગુતિઓ તો સર્વદા હોય છે. મનોગતિનો જે રીતે અધ્યાત્માદિ યોગમાં અંતર્ભાવ જણાવ્યો છે, એ રીતે વચનગુપ્તિ અને કાયગુપ્તિનો તેમ જ પાંચસમિતિઓનો અંતર્ભાવ અધ્યાત્માદિ યોગમાં સમજી લેવો. સંકલ્પ-વિકલ્પથી શૂન્ય પ્રવૃત્તિ, ઉપેક્ષાપૂર્ણ પ્રવૃત્તિ અને આત્મસ્વભાવ પ્રતિબદ્ધતા : આ ત્રણ અવસ્થાને આશ્રયીને વચન અને કાયમુનિ વગેરેનો અંતર્ભાવ અનુક્રમે અધ્યાત્માદિ ત્રણમાં, સમતામાં અને વૃત્તિસંક્ષયમાં થઈ શકે છે. સમિતિ અને ગુમિનો જે વિસ્તાર છે તે યોગ છે. તે તે ગુણસ્થાનકને ઉચિત તેનો પ્રપંચ ઉત્કૃષ્ટ યોગ છે. સમિતિ અને ગુણિને છોડીને બીજા કોઇ પણ સ્વરૂપવાળો યોગ નથી. કોઈ પણ યોગ સમિતિ-ગુપ્તિ સ્વરૂપ છે. II૧૮-૩૦ના અધ્યાત્મ, ભાવના.. વગેરે યોગના ઉપાય છે. તેથી તેને યોગસ્વરૂપ કઈ રીતે વર્ણવાય - એ શંકાનું સમાધાન કરાય છે– એક પરિશીલન ૯૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ उपायत्वेऽत्र पूर्वेषामन्त्य एवावशिष्यते । तत्पञ्चमगुणस्थानादुपायोऽर्वागिति स्थितिः ॥१८-३१॥ उपायत्व इति-अत्राध्यात्मादिभेदेषु योगेषु । पूर्वेषामध्यात्मादीनाम् । उपायत्वे योगोपायत्वमात्रे वक्तव्ये । अन्त्य एव वृत्तिक्षय एव योगोऽवशिष्यते । तत्तस्मात्पञ्चमगुणस्थानादर्वाक् पूर्वसेवारूप उपायस्तत आरभ्य तु सानुबन्धयोगप्रवृत्तिरेवेति स्थितिः सत्तन्त्रमर्यादा ।।१८-३१।। “અધ્યાત્માદિ પૂર્વયોગો જો યોગના ઉપાયભૂત વર્ણવતા હોય તો વૃત્તિસંક્ષય નામનો પાંચમો જ યોગ છે. તેથી પાંચમાં ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય જ હોય છે. આ પ્રમાણે યોગતંત્ર(શાસ્ત્ર)ની મર્યાદા છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અધ્યાત્માદિ પાંચને યોગ તરીકે વર્ણવ્યા છે. પરંતુ પહેલા કે ચોથા ગુણસ્થાનકે વિરતિ ચારિત્ર)નો અભાવ હોવાથી ત્યાં યોગનો સંભવ નથી. તેથી અધ્યાત્માદિને યોગના ઉપાય તરીકે અન્યત્ર વર્ણવ્યા છે. એ મુજબ અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચારને યોગના ઉપાય જ માનવા જોઇએ. વૃત્તિસંક્ષય આ એક જ યોગ છે. વ્યવહારનયને આશ્રયીને કારણમાં કાર્યના ઉપચારે યોગના ઉપાયોને પણ યોગ કહેવાય છે. પરંતુ એવી વિવક્ષાના અભાવમાં અધ્યાત્માદિ ચારને યોગના ઉપાય જ મનાય છે અને વૃત્તિસંક્ષયને જ યોગ મનાય છે. તેથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગના ઉપાય હોય છે. પાંચમા દેશવિરતિગુણસ્થાનકથી આરંભીને સાનુબંધ(ઉત્તરોત્તર વધતી) યોગની પ્રવૃત્તિ જ હોય છે. આ પ્રમાણે વાસ્તવિક યોગશાસ્ત્રની મર્યાદા છે. /૧૮-૩૧ પ્રકરણાર્થનું સમાપન કરતાં યોગનું ફળ વર્ણવાય છે भगवद्वचनस्थित्या, योगः पञ्चविधोऽप्ययम् । સર્વોત્તમ પત્ત વત્ત, પરમાનન્દમફસા //૦૮-રૂરી માહિતિ-નિયાસિદ્ધોડયમ્ ૧૮-૩૨ / શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનમાં સ્થિર થવાથી અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચેય પ્રકારનો આ યોગ સર્વોત્કૃષ્ટ પરમાનંદ સ્વરૂપ મોક્ષફળને શીધ્ર આપે છે. અંતે અધ્યાત્માદિ યોગને આરાધી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા. ૧૮-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगभेदद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता । ૧00 યોગભેદ બત્રીશી Page #104 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની એ વિશેષતા છે કે જે, મોક્ષની સાથે આપણા આત્માનો યોગ કરાવી આપે છે. આ પરમતારક શાસનને છોડીને બીજો કોઈ જ યોગ નથી. આજ સુધી યોગનું નિરૂપણ માત્ર જૈનદર્શને જ કર્યું છે અને બીજાં દર્શનોએ એ કર્યું નથી એવું નથી. પરંતુ બીજા દર્શનકારોએ કરેલા યોગનિરૂપણમાં અને શ્રી જૈનશાસને કરેલા એ નિરૂપણમાં ઘણું મોટું અંતર છે. એ સમજાવવા માટે ગ્રંથકારપરમર્ષિઓએ અનેક રીતે જુદી જુદી દષ્ટિએ યોગનું સ્વરૂપ તે તે ગ્રંથોથી વર્ણવ્યું છે. એના અધ્યયનાદિ દ્વારા મુમુક્ષુ આત્માઓ યોગના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે સમજી શકે છે. આ “યોગવિવેક બત્રીશીમાં સામાન્ય રીતે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથના આધારે વર્ણન કરતી વખતે શરૂઆતમાં જ ગ્રંથકારશ્રીએ ઇચ્છાયોગના વિષયમાં ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. નિર્ચાન યો વિધી આ પ્રમાણે જણાવીને યોગની સાધના માટેની અનિવાર્ય યોગ્યતા જણાવી છે. ગમે તેટલા આપણે બુદ્ધિશાળી હોઈએ અને અસાધારણ આપણી પ્રતિભા હોય, તોય ઇચ્છાયોગના પ્રસંગે પણ ધર્મની પ્રવૃત્તિ નિષ્કપટભાવે જ કરવાની છે. અન્યથા ઇચ્છાયોગની પણ પ્રાપ્તિ શક્ય નહીં બને. સામાન્ય રીતે ઇચ્છાના અભાવને છુપાવવા માટે શક્તિના અભાવને આગળ કરીને માયા કરવાની શરૂઆત થતી હોય છે. કામ કરવું ન હોય ત્યારે “ઇચ્છા નથી' એમ કહેવાના બદલે શક્તિ નથી' એમ કહીને આરંભેલી માયા આત્માને ઇચ્છાયોગથી પણ દૂર રાખે છે. દરેક યોગની યોગ્યતા નિવ્યજતાસ્વરૂપ છે. આ બત્રીશીના પ્રથમ શ્લોકથી એ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે વ્યાજ(માયા) સાથે કરાયેલ ધર્મ યોગાભાસસ્વરૂપ છે. ઇચ્છાયોગનું સ્વરૂપ વર્ણવીને ચોથા શ્લોકથી શાસ્ત્ર-યોગનું વર્ણન કર્યું છે. એનું મુખ્ય બીજ અપ્રમત્તતા છે. વિકથાદિ પ્રમાદના પરિહાર વિના શાસ્ત્રયોગની આરાધના શક્ય નથી. પાંચમા શ્લોકથી સામર્થ્યયોગનું સ્વરૂપ વર્ણવતાં પ્રાતિજજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. ઋતમ્મરાપ્રજ્ઞાદિ સ્વરૂપે અન્ય દર્શનકારોએ સ્વીકારેલ પ્રાતિજજ્ઞાનથી સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે. ધર્મસળ્યાસ અને યોગસચ્ચાસ ભેદથી સામર્થ્યયોગ બે પ્રકારનો છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક સ્વરૂપે બે પ્રકારનો ધર્મસગ્યાસયોગ છે, જે; અનુક્રમે ક્ષપકશ્રેણીમાં અને પ્રવ્રજ્યાકાળમાં હોય છે... ઈત્યાદિનું નિરૂપણ કરીને યોગમાત્રના તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદનું નિરૂપણ કર્યું છે. કોઈ પણ નયની અપેક્ષાએ એક પરિશીલન ૧૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તે તાત્ત્વિક યોગ છે અને જે તેવા પ્રકારના ફળને પ્રાપ્ત કરાવતો નથી, પરંતુ યોગને ઉચિતવેષાદિના કારણે યોગ જેવો જણાય છે તે અતાત્ત્વિક યોગ છે. વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ અનુક્રમે અપુનર્બન્ધકાદિ આત્માને અને ચારિત્રવન્ત આત્માને તાત્ત્વિક યોગ હોય છે તેમ જ અતાત્ત્વિક યોગ સક્રબન્ધકાદિ જીવોને હોય છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદથી જેમ યોગના બે પ્રકાર છે તેમ સાનુબન્ધ-નિરનુબંધ અને સાશ્રવ - અનાશ્રવ ભેદથી પણ યોગના બે પ્રકાર છે, જેનું સ્વરૂપ સત્તરમા અને અઢારમા શ્લોકમાં વર્ણવ્યું છે. ત્યારબાદ યોગના અધિકારી તરીકે યોગી જનોના પ્રકારોનું વર્ણન કરાયું છે. કુલયોગી, ગોત્રયોગી, પ્રવૃત્તચયોગી અને નિષ્પન્નયોગી – આ ચાર પ્રકારના યોગી જનોનું વર્ણન અહીં સ્પષ્ટપણે કર્યું છે. એ પ્રસંગે ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકારના યોગને આશ્રયીને અહિંસા, સત્ય વગેરે યમોનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે. અંતે અવચ્ચક્યોગત્રયનું વર્ણન કરી આ બત્રીશી પૂર્ણ કરી છે. યોગબિન્દુ' અને ‘યોગદષ્ટિ સમુચ્ચય'માંના કેટલાક પદાર્થોને લઈને રચાયેલી આ બત્રીશીના અધ્યયનથી યોગવિવેકના જ્ઞાનને પ્રાપ્ત કરવા દ્વારા તેને પ્રાપ્ત કરી આપણે સૌ પરમાનંદના પાત્ર બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ ૧૦૨ યોગવિવેક બત્રીશી Page #106 -------------------------------------------------------------------------- ________________ | अथ प्रारभ्यते योगविवेकद्वात्रिंशिका ।। अध्यात्मादीन् योगभेदानुपदर्थ्य तदवान्तरनानाभेदप्रदर्शनेन तद्विवेकमेवाह અધ્યાત્માદિ યોગના પ્રકારોને વર્ણવીને તેના અવાંતર ભેદોને જણાવવા દ્વારા યોગનો વિવેક પૃથકતા) જણાવાય છે इच्छां शास्त्रं च सामर्थ्यमाश्रित्य त्रिविधोऽप्ययम् । गीयते योगशास्त्रज्ञैर्निर्व्याजं यो विधीयते ॥१९-१॥ इच्छामिति-इच्छां शास्त्र सामर्थ्य चाश्रित्य त्रिविधोऽप्ययं योगो योगशास्त्रज्ञैर्गीयते, इच्छायोगः शास्त्रयोगः सामर्थ्ययोगश्चेति । यो निर्व्याजं निष्कपटं विधीयते । सव्याजस्तु योगाभासो गणनायामेव નાવતરતીતિ |9૧-|| “યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઇચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ત્રણ પ્રકારનો યોગ વર્ણવ્યો છે, જે નિષ્કપટભાવે વિહિત છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અઢારમી બત્રીશીથી અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું વર્ણન કર્યું છે. આ બત્રીશીથી યોગના બીજા ભેદોનું નિરૂપણ કરાય છે. બીજી રીતે યોગના અનેક ભેદોનું એ રીતે વર્ણન કરવાથી યોગનું વિવિક્ત જ્ઞાન થાય છે. અસંકીર્ણ સ્વરૂપે તેનું જ્ઞાન થવાથી યોગનું સુસ્પષ્ટજ્ઞાન થાય છે. યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઇચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગ વર્ણવ્યા છે. માત્ર શરત એટલી જ છે કે તે નિષ્કપટભાવે આરાધાય. કપટભાવે જો યોગનું વિધાન(આચરણ) કરવામાં આવે તો તે યોગાભાસસ્વરૂપ હોવાથી તેની ગણના જ થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષસાધક અસંખ્ય યોગના પ્રકારોને ઇચ્છાયોગાદિ ત્રણ પ્રકારમાં સમાવીને યોગશાસ્ત્રના જાણકારોએ યોગનું વર્ણન કર્યું છે. એ યોગની આરાધના નિષ્કપટભાવે થાય તો જ તે યોગરૂપ મનાય છે. અન્યથા કપટભાવે(માયાપૂર્વક) કરેલા યોગો વસ્તુતઃ યોગાભાસ છે. તેથી તેની કોઈ ગણતરી જ કરાતી નથી. અર્થાત્ મોક્ષની સાધનામાં તેનું કોઇ જ મૂલ્ય નથી. શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં સામાન્ય રીતે ઋજુ અને જડ; ઋજુ અને પ્રાજ્ઞ તેમ જ વક્ર અને જડ : એમ ત્રણ પ્રકારના જીવો છે. તેમાં વક્ર જીવોને ધર્મારાધના દુષ્કર છે. કારણ કે માયાની અધિકતાથી એવા જીવો ધર્મની આરાધના સરળતાથી કરી શકતા નથી. પગમાં શલ્ય હોય તો માર્ગગમન કેટલું દુષ્કર બને છે - એનો આપણને પૂરતો અનુભવ છે. પરંતુ મોક્ષની એક પરિશીલન ૧૦૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં માયાનું શિલ્ય હોય તો શું થાય એનો વિચાર પણ આપણે કર્યો છે કે કેમ ? એનો જવાબ આપવાનું પણ આપણા માટે દુષ્કર છે. કંઈકેટલી ય જાતિની માયા છે. “કરવું નથી' એના બદલે “થતું નથી' – આવા અધ્યવસાયથી માયાની શરૂઆત થાય છે. એ પ્રગટ ન થાય અને સર્વદા પ્રચ્છન્ન બની રહે એ માટે અનવરતપણે આપણને માયાનો આશ્રય કરવો પડે છે. આ બત્રીશીના પ્રારંભમાં જ નિર્ચાનં વો વિદીયતે કહીને ખૂબ જ માર્મિક રીતે યોગના અર્થીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અત્યાર સુધી યોગને યોગાભાસ બનાવીને આરાધ્યો હોવાથી મોક્ષસાધક યોગની પ્રાપ્તિ આપણને થઈ નહીં. યોગને યોગાભાસ બનાવવામાં જો કોઈ મુખ્ય કારણ હોય તો તે માયા-કપટને છોડીને બીજું કોઈ જ નથી. યોગના આરંભકાળથી જ મુમુક્ષુ આત્માઓએ માયાના પરિવાર માટે પ્રયત્નપૂર્વક ધ્યાન આપવું જોઇએ. અન્યથા યોગના આરંભમાં જ યોગાભાસનો આરંભ થશે. ૧૯-૧|| ઇચ્છાયોગનું નિરૂપણ કરાય છે– चिकीर्षोः श्रुतशास्त्रस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । હાવિનો યોજા, રૂછાયો ડાહત: 19૧-૨|| चिकीर्षोरिति-चिकीर्षास्तथाविधक्षयोपशमाभावेऽपि निर्व्याजमेव कर्तुमिच्छोः । श्रुतार्थस्य श्रुतागमस्य । अर्यतेऽनेन तत्त्वमिति तत्त्वा(कृत्वा)र्थशब्दस्यागमवचनत्वात् । ज्ञानिनोऽपि अवगतानुष्ठेयतत्त्वार्थस्यापि । प्रमादिनो विकथादिप्रमादवतः । कालादिना विकलोऽसम्पूर्णः । योगश्चैत्यवन्दनादिव्यापार इच्छायोग उदाहृतः प्रतिपादितः ।।१९-२।। આગમમાં જણાવેલા અર્થને કરવાની ઇચ્છાવાળા જ્ઞાની એવા પણ પ્રમાદીનો કાલાદિથી વિકલ જે યોગ છે તેને ઇચ્છાયોગ કહેવાય છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે શ્રુતશાસ્ત્ર એટલે શ્રુતાગમ; અને શ્રુતાગમનો અર્થ સૃતાર્થ થાય છે. કારણ કે પથ્થર્સ (VIBતે) તમનેન અર્થાત્ જેના વડે તત્ત્વ અધિગત થાય છે તેને અર્થ કહેવાય છે. આવી વ્યુત્પત્તિથી અર્થ અને આગમ બંન્ને સમાનાર્થક છે. એ મુજબ શ્રુતશાસ્ત્રને અર્થાત આગમમાં જેનું વિધાન કરાયું છે તે ધૃતાર્થને કરવાની ઇચ્છાને ધરનારા એવા જ્ઞાનીઓનો જે કાલાદિથી વિકલ યોગ(ધર્મવ્યાપાર) છે, તેને ઇચ્છાયોગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે આગમમાં વિધાન કરેલા અનુષ્ઠાન કરવાની ઇચ્છા હોય અને તે અનુષ્ઠાન કઈ રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે અને એ માટે ક્યા દ્રવ્યાદિની અપેક્ષા છે... વગેરેનું જ્ઞાન હોય તોપણ એવા જ્ઞાનીને વિકથા-નિદ્રાદિ પ્રમાદને લઇને તે અનુષ્ઠાન તે રીતે કરવાનું શક્ય બનતું નથી. તેથી તે તે અનુષ્ઠાનો કાળ, દ્રવ્ય કે ક્ષેત્ર વગેરેની ઉપેક્ષા કરીને થતાં હોય છે. તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ કાલાદિથી ૧૦૪ યોગવિવેક બત્રીશી Page #108 -------------------------------------------------------------------------- ________________ અવિકલ અનુષ્ઠાન થતું નથી. પરંતુ નિષ્કપટભાવે, તે અનુષ્ઠાન શ્રી વીતરાગપરમાત્માના વચન અનુસા૨ ક૨વાની ઇચ્છા હોવાથી કાલાદિથી વિકલ(અસંપૂર્ણ) પણ અનુષ્ઠાન તેઓ કરે છે. એવા જ્ઞાની પ્રમાદીનો ચૈત્યવંદનાદિધર્મવ્યાપારસ્વરૂપ યોગ ઇચ્છાયોગ કહેવાય છે. એ વિકલ અનુષ્ઠાનમાં ઇચ્છાનું જ પ્રાધાન્ય હોવાથી તેને ઇચ્છાયોગ કહેવાય છે. અહીં સમજી લેવું જોઇએ કે પ્રમાદાદિના કારણે જ્ઞાનીઓ પણ જ્યારે તે તે અનુષ્ઠાનો શાસ્ત્રાનુસાર કરી શકતા નથી ત્યારે કોઇ પણ જાતિની માયા સેવ્યા વિના ઉત્કટ ઇચ્છાથી કરાતાં તે તે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો ઇચ્છાયોગનાં કહેવાય છે. ક૨વાયોગ્ય અનુષ્ઠાનનું જ્ઞાન હોવું જોઇએ, તેને અનુકૂળ ક્ષયોપશમનો અભાવ હોય, વિકથાદિ પ્રમાદનો અવરોધ હોય અને અનુષ્ઠાનસંબંધી પ્રબળ ઇચ્છા હોય ત્યારે ઇચ્છાયોગની પ્રાપ્તિ થતી હોય છે. અજ્ઞાનથી, મજેથી, સામર્થ્ય હોવા છતાં ગતાનુગતિકે કરાતાં વિકલ અનુષ્ઠાનો ઇચ્છાયોગની મર્યાદામાં આવતાં નથી. અહીં યાદ રાખવું જોઇએ કે યોગના ભેદો વર્ણવવાનું અહીં તાત્પર્ય છે. યોગાભાસનું વર્ણન કરવાનું તાત્પર્ય ન હોવાથી સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષની સાધકતાનો જ વિચાર કરીને યોગસ્વરૂપ સમજવું જોઇએ. ।।૧૯-૨।। ન प्रधानस्येच्छायोगत्वे तदङ्गस्यापि तथात्वमिति दर्शयन्नाह ઉપર જણાવ્યા મુજબ મુખ્ય કર્મ(કાર્ય-અનુષ્ઠાન) ઇચ્છાયોગ હોવાથી તેનું અંગ પણ ઇચ્છાયોગ છે - તે જણાવાય છે साङ्गगमप्येककं कर्म, प्रतिपन्ने प्रमादिनः । त्वेच्छायोगत इति, श्रवणादत्र मज्जति ॥ १९-३॥ साङ्गमिति—साङ्गमपि अङ्गसाकल्येनाविकलमपि । एककं स्वल्पं किञ्चित् कर्म । प्रतिपन्ने बहुकालव्यापिनि प्रधाने कर्मण्याहते । प्रमादिनः प्रमादवतः । नत्वेच्छायोगत इति श्रवणादत्र इच्छायोगे निमज्जति निमग्नं भवति । अन्यथा हीच्छायोगाधिकारी भगवान् हरिभद्रसूरिर्योगदृष्टिसमुच्चयप्रकरणप्रारम्भे मृषावादपरिहारेण सर्वत्रौचित्यारम्भप्रदर्शनार्थं नत्वेच्छायोगतोऽयोगमित्यादि नाऽवक्षत् । वाग्नमस्कारमात्रस्याल्पस्य विधिशुद्धस्यापि सम्भवात् । प्रतिपन्नस्वपर्यायान्तर्भूतत्वेन च प्रकृतनमस्कारस्यापीच्छायोगप्रभवत्वमदुष्टमिति विभावनीयम् ।।१९-३।। “લાંબા કાળ સુધી ચાલે એવા પ્રધાન(ઉત્તમ) કાર્ય કરવામાં તત્પર બનનારા પ્રમાદવાળા જીવોનું થોડું અવિકલ પણ કોઇ કર્મ(કાર્ય-અનુષ્ઠાન), ‘ઇચ્છાયોગથી નમસ્કાર કરીને’ - આ પ્રમાણે વચન હોવાથી ઇચ્છાયોગમાં સમાય છે. અર્થાત્ એ કર્મ પણ ઇચ્છાયોગનું મનાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ‘શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય'ના પ્રારંભમાં જ ગ્રંથકારશ્રીએ ‘નત્વેચ્છાયો તોડયોનું યોશિશમાં બિનોત્તમમ્'... ઇત્યાદિનો ઉલ્લેખ કરી ગ્રંથના એક પરિશીલન ૧૦૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ આરંભે મંગલ તરીકે ઇચ્છાયોગને આશ્રયીને મંગલ કર્યું છે (ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યો છે.) - એમ જણાવ્યું છે. એની પાછળનો આશય એ છે કે ગ્રંથરચના સ્વરૂપ પ્રધાન કાર્યનો આદર કર્યા પછી લાંબા કાળ સુધી ચાલનારા કાર્ય વખતે પ્રમાદનો સંભવ હોવાથી પ્રમાદવાળાનું એ અનુષ્ઠાન ઇચ્છાયોગનું છે. તેથી તેના અંગભૂત નમસ્કારાત્મક મંગલ સ્વરૂપ અનુષ્ઠાન પણ ઇચ્છાયોગનું છે.અન્યથા વાગ્નમસ્કારમાત્ર સ્વરૂપ એ મંગલરૂપ અનુષ્ઠાન વિશુદ્ધ-શાસ્ત્રયોગાદિ સ્વરૂપ થઈ શકે છે. કારણ કે અત્યંત અલ્પકાલીન એ અનુષ્ઠાન છે. અપ્રમત્તપણે થઈ શકનારું એ કર્મ હોવા છતાં, ઇચ્છાયોગના અધિકારી યોગદષ્ટિસમુચ્ચયના કર્તા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પ્રકરણના આરંભે નત્વેચ્છાયો તોડયો... ઇત્યાદિ વચન દ્વારા તેને ઇચ્છાયોગનું વર્ણવ્યું છે, તે; ઉપર જણાવ્યા મુજબ અવિકલ પણ અનુષ્ઠાન ઇચ્છાયોગનું હોવાથી મૃષાવાદનો પરિત્યાગ કરવા માટે અને સર્વત્ર ઉચિત જ પ્રવૃત્તિ કરવી જોઈએ એ જણાવવા માટે છે. અન્યથા અવિકલ અનુષ્ઠાનને ઇચ્છાયોગનું વર્ણવવાનો કોઈ જ અર્થ નથી. અવિકલ-અનુષ્ઠાનમાત્ર, જો શાસ્ત્રયોગાદિસ્વરૂપ જ હોય અને તે અત્યંત અલ્પકાલીન હોવાથી કરી શકાતું હોય તો એને ઇચ્છાયોગનું વર્ણવવાથી મૃષાવાદનો પ્રસંગ આવે. તેમ જ તેને ઇચ્છાયોગનું ન વર્ણવીએ તોય તે અશક્ય ન હોવાથી તે કરવામાં ઔચિત્યનો ભંગ પણ નથી... એ સમજી શકાય છે. તેમ જ ઉપર જણાવ્યા મુજબ અવિકલ એવા અંગભૂત એ અનુષ્ઠાનને ઇચ્છાયોગનું વર્ણવવાથી મૃષાવાદનો પરિહાર થાય છે. અને ઇચ્છાયોગના અધિકારીએ તે મુજબ જ અનુષ્ઠાન કર્યું હોવાથી ઔચિત્યપૂર્વક જ એનો આરંભ છે – એ પણ સમજી શકાય છે. યદ્યપિ અલ્પકાલીન વાગ્નમસ્કારાદિસ્વરૂપ અવિકલ અનુષ્ઠાનને ઇચ્છાયોગનું અનુષ્ઠાન માનવાની આવશ્યકતા નથી. કારણ કે તે વિકલ નથી. પરંતુ વાગ્યોગનમસ્કાર સ્વરૂપ પ્રકૃત અનુષ્ઠાન ઇચ્છાયોગથી થયેલું છે. કારણ કે દીર્ઘકાલીન ગ્રંથરચના સ્વરૂપ અનુષ્ઠાન ઇચ્છાયોગનું છે અને ઈષ્ટદેવતાનમસ્કાર(સ્તવ) સ્વરૂપ મંગલ તેના પર્યાય(અંગભૂત છે. તેથી ઇચ્છાયોગથી જન્ય એ અનુષ્ઠાન ઇચ્છાયોગનું છે, એમ કહેવામાં કોઇ દોષ નથી – એ વિચારવું જોઇએ. ૧૯-3. શાસ્ત્રયોગનું નિરૂપણ કરાય છે– यथाशक्त्यप्रमत्तस्य, तीव्रश्रद्धावबोधतः । शास्त्रयोगस्त्वखण्डाराधनादुपदिश्यते ॥१९-४॥ यथाशक्तीति-यथाशक्ति स्वशक्त्यनतिक्रमेण । अप्रमत्तस्य विकथादिप्रमादरहितस्य । तीव्रौ तथाविधमोहापगमात् पटुतरौ यौ श्रद्धावबोधौ जिनप्रवचनास्तिक्यतत्त्वपरिच्छेदौ ततः । अखण्डार्थाराधनात् कालाद्यविकलवचनानुष्ठानात्तु । शास्त्रयोग उपदिश्यते ।।१९-४।। ૧૦૬ યોગવિવેક બત્રીશી Page #110 -------------------------------------------------------------------------- ________________ “તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે પ્રમાદથી રહિત એવા આત્માની, શક્તિના અતિક્રમણ વિના જે અખંડપણે આરાધના થાય છે તે વચનાનુષ્ઠાનને લઇને શાસ્ત્રયોગ જણાવાય છે અર્થાત્ તે અનુષ્ઠાન શાસ્ત્રયોગનું વર્ણવાય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે તેવા પ્રકારના મિથ્યાત્વાદિ મોહનીય વગેરે કર્મના અપગમથી આત્માને નિર્મલતર શ્રદ્ધા અને અવબોધની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરદેવોના પ્રવચન પ્રત્યે જે આસ્તિક્ય(‘છે' એવી દૃઢ માન્યતા) છે, તેને શ્રદ્ધા કહેવાય છે અને તત્ત્વપરિચ્છેદસ્વરૂપ અવબોધ છે. એ તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે વિકથા કે નિદ્રાદિ પ્રમાદથી રહિત એવા આત્માઓ, પોતાની શક્તિનો સમગ્રપણે ઉપયોગ કરી અર્થાતુ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના તે તે અનુષ્ઠાનો અખંડપણે આરાધે છે. તેમનાં તે તે કાલાદિથી અવિકલ અનુષ્ઠાનથી શાસ્ત્રયોગ સિદ્ધ બને છે. તીવ્ર શ્રદ્ધા અને અવબોધ, શક્તિનો સમગ્ર રીતે ઉપયોગ, વિકથાદિ પ્રમાદનો પરિહાર અને કાલાદિસાપેક્ષ અખંડ આરાધનાને આશ્રયીને શાસ્ત્રયોગનો વિચાર કરવો જોઇએ. દઢશ્રદ્ધા, અત્યંત સ્પષ્ટ બોધ, અપ્રતિમવીર્ષોલ્લાસ, પ્રમાદનો અભાવ અને કાલાદિનો આગ્રહ : આ શાસ્રયોગનાં મુખ્ય સાધનો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી તે તે દોષોથી રહિત અખંડિત અનુષ્ઠાનો શાસ્ત્રયોગનાં છે. ૧૯-જા સામર્થ્યયોગનું વર્ણન કરાય છે– शास्त्रेण दर्शितोपायः फलपर्यवसायिना । तदतिक्रान्तविषयः, सामर्थ्याख्योऽतिशक्तितः ॥१९-५।। शास्त्रेणेति-फलपर्यवसायिना मोक्षपर्यन्तोपदेशेन शास्त्रेण । दर्शितः सामान्यतो ज्ञापित उपायो यस्य सामान्यतः फलपर्यवसानत्वाच्छास्त्रस्य द्वारमात्रबोधनेन विशेषहेतुदिक्प्रदर्शकत्वाद् । अतिशक्तितः शक्तिप्राबल्यात् । तदतिक्रान्तविषयः शास्त्रातिक्रान्तगोचरः । सामर्थ्याख्यो योग उच्यते ।।१९-५॥ “મોક્ષસ્વરૂપ ફળ સુધીનું વર્ણન કરનારા શાસ્ત્ર વડે જેનો ઉપાય જણાવાયો છે અને શક્તિની પ્રબળતાના કારણે જે શાસ્ત્રનો વિષય બનતો નથી, તે સામર્થ્યયોગ છે.” – એ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રો મોક્ષસ્વરૂપ અંતિમ ફળની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરતાં હોય છે. તેથી શાસ્ત્ર ફલપર્યવસાયી હોય છે. ફેલપર્યવસાયી એવા શાસ્ત્ર વડે સામાન્યથી સામર્થ્યયોગનો ઉપાય ચારિત્ર વગેરે વર્ણવાયો છે. જે પણ થોડાઘણા વિશેષ હેતુઓનું વર્ણન શાસ્ત્રમાં ઉપલબ્ધ છે તે દ્વારમાત્રને જણાવવા વડે તે તે વિશેષ હેતુઓનું દિશાસૂચન માત્ર છે. આથી સમજી શકાય છે કે શાસ્ત્ર ફલપર્યવસાયી હોવા છતાં ફળના ઉપાયોનું વર્ણન સામાન્યથી જ કરે છે. એક પરિશીલન ૧૦૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સામર્થ્યયોગ ફલપર્યવસાયી એવા શાસ્ત્રનો વિષય છે અને તેની શક્તિ પ્રબળ હોવાથી તે શાસ્ત્રના વિષયથી અતિક્રાંત છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની શક્તિ અધિક છે, તે સ્પષ્ટ છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે અને સામર્થ્યયોગથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. ૧૯-પા. शास्त्रातिक्रान्तविषयत्वमस्य समर्थयन्नाहસામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાંતિવિષયવાળો છે તેનું સમર્થન કરાય છે– शास्त्रादेव न बुध्यन्ते, सर्वथा सिद्धिहेतवः । अन्यथा श्रवणादेव, सर्वज्ञत्वं प्रसज्यते ॥१९-६॥ शास्त्रादिति-सिद्धिहेतवः सर्वे । सर्वथा सर्वैः प्रकारैः । शास्त्रादेव न बुध्यन्ते । अन्यथा शास्त्रादेव सर्वसिद्धिहेतूनां बोधे सर्वज्ञत्वं प्रसज्यते । श्रवणादेव सर्वसिद्धिहेतुज्ञाने सार्वइयसिद्ध्युपधायकोत्कृष्टहेतुज्ञानस्याप्यावश्यकत्वात्, तदुपलम्भाख्यस्वरूपाचरणरूपचारित्रस्यापि विलम्बाभावात्, सर्वसिद्ध्युपायज्ञानस्य सार्वज्ञ्यव्याप्यत्वाच्च । तदिदमुक्तं-“सिद्ध्याख्यपदसम्प्राप्तेर्हेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिभिः ॥१॥ सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा સિદ્ધિ વાણિતઃ III” I99-દ્દા “મોક્ષનાં કારણોનો બધી રીતે બોધ શાસ્ત્રથી જ થતો નથી. અન્યથા શાસ્ત્રથી જ તેનો બોધ થાય તો શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષના કારણભૂત યોગો અસંખ્ય છે, એ બધા બધી રીતે શાસ્ત્રથી જ જણાતા નથી. કારણ કે શાસ્ત્રનું એટલું સામર્થ્ય નથી. શાસ્ત્રથી જ જો એ બધા સિદ્ધિહેતુઓ જણાય તો શાસ્ત્રના જ્ઞાતાઓ સર્વજ્ઞ જ થઈ જાય. અર્થાત્ તેઓ બધામાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ આવશે. યદ્યપિ શાસ્ત્રથી જ બધા ય સિદ્ધિહેતુઓને જાણવા છતાંય સર્વજ્ઞત્વની સિદ્ધિને કરી આપનાર ઉત્કૃષ્ટહેતુભૂત જ્ઞાન ન હોવાથી શાસ્ત્રના જ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ નહીં આવે. પરંતુ શાસ્ત્રથી જ સઘળાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થતું હોય તો સર્વજ્ઞત્વની સિદ્ધિના ઉપધાયક ઉત્કૃષ્ટ - હેતુભૂત જ્ઞાન પણ થવું જ જોઇએ અને તેથી માત્ર શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ. યદ્યપિ સર્વ સિદ્ધિહેતુઓનું શાસ્ત્રથી જ્ઞાન થવા છતાં એ મુજબ સર્વહયોપાદેયની નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ આચરણરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયેલી ન હોવાથી જ માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને વિશે સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. પરંતુ સર્વસિદ્ધિહેતુઓના જ્ઞાનથી હેયોપાદેયના ઉપલંભસ્વરૂપાચરણાત્મક ચારિત્રમાં વિલંબ થવાનું કોઈ જ કારણ નથી. તેથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ. આશય એ છે કે હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ સ્વરૂપ ૧૦૮ યોગવિવેક બત્રીશી Page #112 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર છે. સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોય તો ચારિત્રની ઉત્પત્તિમાં વિલંબ થવાનું કોઇ જ કારણ નથી. જ્ઞાનના પ્રતિભાસિત વિષયો જ આચરણના વિષય હોય છે. જ્ઞાન સંવાદી પ્રવૃત્તિનું જનક હોય છે. એ અપેક્ષાએ જ્ઞાનમાં જેટલી શેયની વર્ત્તના છે, તેટલી ચારિત્રની વર્તના છે. શેયને કૃતિનો વિષય બનાવવાથી ઉપલંભ થતો હોય છે. હેયની નિવૃત્તિ, ઉપાદેયની પ્રવૃત્તિ અને તભિન્ન શેયની ઉપેક્ષા વસ્તુતઃ શેયનો ઉપલંભ છે, તદાત્મક આચરણ સ્વરૂપ ચારિત્ર છે અને એ ચારિત્ર સર્વજ્ઞતાની સિદ્ધિનું ઉપધાયક છે. એના અભાવમાં સર્વજ્ઞતાની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રથી જ જો બધાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થઇ જાય તો તેવા પ્રકારના ચારિત્રની પ્રાપ્તિમાં વિલંબનું કોઇ જ કારણ નહિ હોવાથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ આવશે. સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોવા છતાં ક્ષાયિકભાવનું ચારિત્ર નહિ હોવાથી સર્વજ્ઞત્વનો પ્રસંગ યદ્યપિ આવતો નથી. પરંતુ જ્યાં જ્યાં સર્વસિદ્ધિ-ઉપાયનું જ્ઞાન છે, ત્યાં ત્યાં સર્વજ્ઞત્વ છે - આ પ્રમાણે સર્વજ્ઞત્વનું વ્યાપ્ય સર્વસિદ્ધિ-ઉપાયનું જ્ઞાન હોવાથી શાસ્ત્રથી જ જો સર્વસિદ્ગુપાયનું જ્ઞાન થતું હોય તો માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવું જ પડશે. કારણ કે જ્યાં વ્યાપ્ય (ધૂમાદિ) હોય ત્યાં વ્યાપક (વનિ વગેરે) હોય જ એ સ્પષ્ટ છે. આ વિષયને જણાવતાં ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં ફ૨માવ્યું છે કે – સિદ્ધિ નામના પદની સમ્પ્રાપ્તિના હેતુવિશેષ સમ્યગ્દર્શન વગેરે, પરમાર્થથી અહીં લોકમાં યોગીઓ વડે સર્વપ્રકારે જ શાસ્ત્રથી જ જાણી શકાતા નથી. કારણ કે તેના અનંત પ્રકારો છે. શાસ્ત્રથી જ વિના વિલંબે ફળ આપવાદિ બધા પ્રકારે મોક્ષપ્રાપ્તિહેતુઓનું જ્ઞાન થવાથી કેવલજ્ઞાનની જેમ સાક્ષાત્કાર થવાના કારણે શ્રોતા એવા યોગીને સર્વજ્ઞપણાની સિદ્ધિ થશે અને તેથી શાસ્ત્રશ્રવણ વખતે મોક્ષપદની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. કારણ કે અયોગિકેવલિત્વના સદ્ભાવનું જ્ઞાન તે વખતે શાસ્રશ્રવણથી જ થયેલું હશે. ૧૯-૬।। ઉપર જણાવેલા પ્રસંગને ઇષ્ટાપત્તિથી નિવારી નહિ શકાય, એનું કારણ જણાવાય છે— प्रातिभज्ञानगम्यस्तत्सामर्थ्याख्योऽयमिष्यते । अरुणोदयकल्पं हि प्राच्यं तत्केवलार्कतः ॥। १९-७।। प्रातिभेति-तत्तस्मात्प्रातिभज्ञानगम्योऽयं सामर्थ्याख्यो योग उच्यते (इष्यते) । सार्वज्ञ्यहेतुः खल्वयं मार्गानुसारिप्रकृष्टोहस्यैव विषयो न तु वाचां, क्षपकश्रेणिगतस्य धर्मव्यापारस्य स्वानुभवमात्रवेद्यत्वादि भावः । ननु प्रातिभमपि श्रुतज्ञानमेव अन्यथा षष्ठज्ञानप्रसङ्गात्तथा च कथं शास्त्रातिक्रान्तविषयत्वमस्येत्यत आह-तत्प्रातिभं हि केवलार्कतः केवलज्ञानभानुमालिनः प्राच्यं पूर्वकालीनमरुणोदयकल्पम् ||93-૭|| “તેથી પ્રાતિભજ્ઞાનથી જણાતો આ સામર્થ્ય નામનો યોગ કહેવાય છે. કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યના પૂર્વકાળમાં થના૨ અરુણોદય જેવો આ સામર્થ્યયોગ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો એક પરિશીલન ૧૦૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગનું સ્વરૂપ શાસ્ત્રાતીત છે. તેનું વર્ણન જો શાસ્ત્રો કરે તો ઉપર જણાવ્યા મુજબ તે તે શાસ્ત્રના શ્રવણકાળમાં શ્રોતાઓને મોક્ષની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. “એ પ્રસંગ ઈષ્ટ જ છે' - એમ કહી શકાય એવું નથી. કારણ કે એમ બનતું નથી. તેથી સામર્થ્યયોગને શાસ્ત્રથી ગમ્ય માનતા નથી, પરંતુ પ્રાતિજ્ઞાનથી ગમ્ય મનાય છે. | સર્વજ્ઞપણાનો કારણભૂત એ યોગ માર્ગાનુસારી પ્રકૃષ્ટ વિચારનો જ વિષય છે, વાણીનો તે વિષય નથી. કારણ કે ક્ષપકશ્રેણીના કાળમાં થનાર ધર્મવ્યાપાર માત્ર સ્વાનુભવથી જ વેદ્ય (ગમ્યો છે. પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીના કાળમાં હોવાથી તે શાસ્ત્રથી ગમ્ય નથી. પરંતુ સ્વાનુભવ(પ્રાતિજજ્ઞાનાત્મક અનુભવ)થી ગમ્ય બને છે. યદ્યપિ પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રથી ગમ્ય નથીઃ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે પ્રાતિજજ્ઞાન પણ શ્રુતજ્ઞાનવિશેષ સ્વરૂપ છે. અન્યથા એને શ્રુતજ્ઞાનથી અતિરિક્ત માનવામાં આવે તો છઠું જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે. અર્થાત્ જ્ઞાન પાંચ છે એ વાક્યનો વિરોધ આવશે. તેથી સામર્થ્યયોગમાં શાસ્ત્રાતિક્રાંતિવિષયત્વ છે. શાસ્ત્રમાં સર્વ પ્રકારે તેનું વર્ણન નથી.) – એ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. પરંતુ પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોવાથી તેનાથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાંતગોચર છે – એમ કહેવામાં કોઈ દોષ નથી. “પ્રાતિજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોય તો છઠ્ઠા જ્ઞાનને માનવાનો પ્રસંગ આવશે.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તે પ્રાતિજજ્ઞાન કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યની પૂર્વકાળમાં થતું હોવાથી અરુણોદય (લાલ આભા) જેવું છે. અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનની વચ્ચે થનારું એ જ્ઞાન હોવાથી તેનો સમાવેશ ઉભયમાં શક્ય છે. ./૧૯-છા एतदेव भावयतिઅરુણોદય જેવું પ્રાતિજજ્ઞાન છઠું જ્ઞાન નથી – એ સ્પષ્ટ કરાય છે– रात्रेर्दिनादपि पृथग, यथा नो वारुणोदयः । श्रुताच्च केवलज्ञानात्, तथेदमपि भाव्यताम् ॥१९-८॥ रात्रेरिति-यथाऽरुणोदयो रात्रेर्दिनादपि पृथग् नो वाऽपृथगित्यर्थः । न पुनरत्रैकरूप्यं विवेचयितुं शक्यते, पूर्वापरत्वाविशेषेणोभयभागसम्भवात् । श्रुतात् केवलज्ञानाच्च तथेदमपि प्रातिभं ज्ञानं भाव्यता, तत्काल एव तथाविधक्षयोपशमभाविनस्तस्य श्रुतत्वेन तत्त्वतोऽसंव्यवहार्यतया श्रुतादशेषद्रव्यपर्यायाविषयत्वेन क्षायोपशमिकत्वेन च केवलज्ञानाद्विभिन्नत्वात् केवलश्रुतपूर्वापरकोटिव्यवस्थितत्वेन तद्धेतुकार्यतया च ताभ्यामभिन्नत्वात् ।।१९-८।।। જેમ અરુણોદય રાત્રિ અને દિવસથી પૃથ(અતિરિક્ત) અથવા અપૃથ(અનતિરિક્ત) નથી, તેમ કેવલજ્ઞાનથી કે શ્રુતજ્ઞાનથી આ પ્રાતિજજ્ઞાન પૃથ કે અપૃથર્ નથી – એ વિચારવું ૧૧૦ યોગવિવેક બત્રીશી Page #114 -------------------------------------------------------------------------- ________________ જોઇએ.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અરુણોદય રાત અને દિવસના અંતે અને શરૂઆતમાં થાય છે, તે જેમ રાત અને દિવસથી અતિરિક્ત નથી તેમ જ બંન્નેથી અનતિરિક્ત પણ નથી. કારણ કે તેને રાત-દિવસ સ્વરૂપ માનવાનું શક્ય નથી. રાત અને દિવસની પૂર્વે કે પછી થનાર અરુણોદયને તે બન્નેના અંશસ્વરૂપ માનવાનું શક્ય નથી. તેથી તેને રાત કે દિવસથી પૃથગુ કે અપૃથર્ માની શકાય એમ નથી. એવી જ રીતે પ્રાતિજજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. ક્ષપકશ્રેણીના કાળમાં જ થનાર એ ક્ષયોપશમભાવવાળું જ્ઞાન હોવાથી શ્રુતજ્ઞાનસ્વરૂપ હોવા છતાં તત્ત્વથી તે શ્રુતસ્વરૂપે સંવ્યવહાર્ય નથી. તેમ જ સઘળાંય દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરતું ન હોવાથી અને ક્ષાયોપથમિક હોવાથી ક્ષાયિક એવા કેવલજ્ઞાનથી ભિન્ન છે. આમ છતાં શ્રુતજ્ઞાનના અંતે અને કેવલજ્ઞાનની પૂર્વેની અવસ્થામાં વ્યવસ્થિત હોવાથી પ્રાતિજજ્ઞાનને શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનથી અભિન્ન મનાય છે. કારણ કે પ્રતિભજ્ઞાન શ્રુતજ્ઞાનનું કાર્ય છે અને કેવલજ્ઞાનનું કારણ છે. તેથી ઉપચારથી તેને તે બંન્ને સ્વરૂપ મનાય છે, અતિરિક્ત નથી માન્યું; જેથી પ્રાતિજજ્ઞાનને મતિજ્ઞાનાદિથી અતિરિક્ત છઠ્ઠા જ્ઞાન સ્વરૂપે માનવાનો પ્રસંગ નહીં આવે. ૧૯-૮ સામર્થ્યયોગને જણાવનાર પ્રાતિજજ્ઞાન છે. એ વાત અન્યદર્શનકારોએ પણ માની છે, તે જણાવાય છે– ऋतम्भरादिभिः शब्दैर्वाच्यमेतत्परैरपि । इष्यते गमकत्वं चामुष्य व्यासोऽपि यज्जगौ ॥१९-९॥ ऋतम्भरादिभिरिति-एतत् प्रकृतं प्रातिभज्ञानं परैरपि पातञ्जलादिभिरतम्भरादिभिः शब्दैर्वाच्यमिष्यते । आदिना तारकादिशब्दग्रहः । गमकत्वं सामर्थ्ययोगज्ञापकत्वं चामुष्य प्रातिभस्य परिष्यते । ધરમયિકોડપિ ની 99-. આ પ્રાતિજજ્ઞાનને સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે અન્યદર્શનકારોએ ઋતંભરા પ્રજ્ઞા ઈત્યાદિ નામે ઇછ્યું છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ કહ્યું છે કે – (જે શ્લો.નં. ૧૦માં જણાવાશે).” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પાતંજલાદિએ સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે આ પ્રાતિજજ્ઞાનને ઋતંભરા પ્રજ્ઞા વગેરે નામથી જણાવ્યું છે. મોક્ષના સાધનભૂત તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે પ્રાપ્ત થનારી એ પ્રજ્ઞા છે. દરેક દર્શનકારોએ એવી અવસ્થાવિશેષનું વર્ણન જુદી જુદી રીતે કર્યું છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવક સામર્થ્યયોગ છે અને તેનું જ્ઞાપક પ્રતિભાન છે. જેને અન્યદર્શનકારોએ ઋતંભરા પ્રજ્ઞા, તારકજ્ઞાન વગેરે શબ્દો દ્વારા વર્ણવ્યું છે. સામર્થ્યયોગને જણાવવાનું સામર્થ્ય પ્રાતિજજ્ઞાનાદિમાં જ મનાય છે. ૧૯-લા એક પરિશીલન ૧૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ વ્યાસે જે વર્ણવ્યું છે તે જણાવાય છે– आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते योगमुत्तमम् ॥१९-१०॥ आगमेनेति-आगमेन शास्त्रेण । अनुमानेन लिङ्गाल्लिङ्गिज्ञानरूपेण । ध्यानाभ्यासस्य रसः श्रुतानुमानप्रज्ञाविलक्षणऋतम्भराख्यो विशेषविषयस्तेन च त्रिधा प्रज्ञा प्रकल्पयन् । उत्तमं सर्वोत्कृष्टं योगं તમને 98-9 || “આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી : એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાનો ઉપયોગ કરનાર ઉત્તમ એવા યોગને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગના ગમક-જ્ઞાપક તરીકે ઋતંભરા પ્રજ્ઞા સ્વરૂપે પ્રાતિજ્ઞાનનું વ્યાસમહર્ષિએ વર્ણન કર્યું છે. આ શ્લોકથી વ્યાસમહર્ષિએ એ પ્રજ્ઞાનું તેના ફળના વર્ણન દ્વારા વર્ણન કર્યું છે. એનો આશય એ છે કે આગમના ઉપયોગથી, ત્યાર પછી અનુમાનના ઉપયોગથી અને અંતે ધ્યાનાભ્યાસના રસના ઉપયોગથી જે આત્માઓ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ-વ્યાપાર (કાર્યાન્વિત) કરે છે, તેને ઉત્તમયોગની પ્રાપ્તિ થાય છે. રાગાદિથી રહિત એવા આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે, જે શાસ્ત્ર સ્વરૂપે પ્રસિદ્ધ છે. અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વની સિદ્ધિ માટે એ એક જ આપણા માટે સાધન છે. શાસ્ત્રસિદ્ધ તે તે પદાર્થની સિદ્ધિની દઢતા માટે અનુમાન છે. લિંગ(ધૂમાદિ) જ્ઞાનથી થનાર લિંગી(અગ્નિ વગેરે)ના જ્ઞાનને અનુમાન કહેવાય છે. શાસ્ત્રથી જાણેલા (શાસ્ત્રશ્રવણ દ્વારા જાણેલા) અર્થોને અનુમાનથી ગ્રહણ કરવાના કારણે જ્ઞાનમાં દઢતા આવે છે. અનુમાનથી અર્થગ્રહણ કરવાના કારણે આગમથી જાણેલા અર્થની ઉપપત્તિ થાય છે. આ રીતે આગમ અને અનુમાનથી ગ્રહણ કરેલા અર્થની દિક્ષા(જોવાની ઇચ્છા)ને લઇને તે અર્થના વારંવાર સતત અનુશીલન સ્વરૂપ ધ્યાનાભ્યાસના રસથી ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જેનો વિષય આગમ(શ્રુત) અને અનુમાનના વિષયથી જુદો છે – એ સમજી શકાય છે. આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી બુદ્ધિનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ યોગની - સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. મતિજ્ઞાનાદિના ક્ષયોપશમાદિના કારણે મળેલી પ્રજ્ઞાનો ઉપર જણાવ્યા મુજબ ત્રણ રીતે ઉપયોગ કરવાથી ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. એક રીતે વિચારવાથી સમજાશે કે પ્રજ્ઞાનો એ જ ઉપયોગ છે. શાસ્ત્રની વાતોનો સ્વીકાર કરી અને અનુમાનથી એની દૃઢ પ્રતીતિ કરી તેને સાક્ષાત્ કરવા સતત તેના ધ્યાનનો રસ કેળવવો જોઇએ. આ રીતે પ્રજ્ઞાનો ત્રણ પ્રકારે ઉપયોગ કરવાથી ઉત્તમ એવા યોગની પ્રાપ્તિ થાય છે, જે સર્વોત્કૃષ્ટ-સામર્થ્યયોગસ્વરૂપ છે. ll૧૯-૧૦ના ૧૧૨. યોગવિવેક બત્રીશી Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા સામર્થ્યયોગના પ્રકાર જણાવાય છે— द्विधाऽयं धर्मसन्यासयोगसन्याससञ्ज्ञितः । ક્ષાયોપમિા ધર્મા, યોગાઃ વ્હાયર્મિ તુ ॥૧૬-૧૧|| द्विधेति-द्विधा द्विप्रकारोऽयं सामर्थ्ययोगः । धर्मसन्यासयोगसन्यासस जाते यस्य स तथा । सञ्ज्ञा चेह तथा सञ्ज्ञायत इति कृत्वा तत्स्वरूपमेव गृह्यते । क्षायोपशमिकाः क्षयोपशमनिर्वृत्ताः क्षान्त्यादयो धर्मा योगास्तु कायादिकर्म कायोत्सर्गकरणादयः कायादिव्यापाराः ।। १९-११।। “ધર્મસંન્યાસનામવાળો અને યોગસંન્યાસનામવાળો સામર્થ્યયોગ બે પ્રકારનો છે. ધર્મસંન્યાસમાંનો ધર્મ ક્ષાયોપશમિક છે અને યોગસંન્યાસઘટક યોગ કાયાદિના વ્યાપાર(પ્રવૃત્તિ) સ્વરૂપ છે. આ પ્રમાણે અગિયારમી ગાથાનો સામાન્ય અર્થ છે. – કહેવાનું તાત્પર્ય એ છે કે સામર્થ્યયોગ બે પ્રકારનો છે. એકનું નામ ધર્મસંન્યાસ છે અને બીજાનું નામ યોગસંન્યાસ છે. શ્લોકમાંના ‘ધર્મસન્યાસયોગસન્યાસÍતઃ' - આ પદનો અર્થ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સંજ્ઞા જેને થઇ છે તે સામર્થ્યયોગ છે. ‘જે જણાય છે તે સંજ્ઞા છે.’ - આ અર્થની અપેક્ષાએ સન્તા શબ્દનો અર્થ તેનું (પદાર્થસામર્થ્યયોગનું) સ્વરૂપ થાય છે. પરંતુ સગ્ગા શબ્દનો અર્થ અહીં નામ નથી. આથી સમજી શકાશે કે ધર્મસંન્યાસસ્વરૂપ અને યોગસંન્યાસસ્વરૂપ : આ બે સ્વરૂપના ભેદથી તે તે સ્વરૂપવાળા સામર્થ્યયોગનું ધૈવિધ્ય છે. ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ અને યોગસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ : આ બે પ્રકા૨નો સામર્થ્યયોગ છે. તેમાં જે ધર્મોનો સંન્યાસ છે, તે ધર્મો ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થયેલા છે. ક્ષમા વગેરે ધર્મો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તે ક્ષમા, મુક્તિ (ઇચ્છાનો અભાવ), ઋજુતા વગેરે ધર્મોનો ધર્મસંન્યાસયોગમાં સંન્યાસ હોય છે. ‘મૂકી દેવું’ તેને ન્યાસ કહેવાય છે. અને ‘સારી રીતે મૂકી દેવું' તેને સંન્યાસ કહેવાય છે. ‘એકવાર મૂકી (છોડી) દીધા પછી ફરી પાછું તેનું ગ્રહણ ન કરવું' તે સંન્યાસ છે. ક્ષમાદિ ધર્મોનો ક્ષયોપશમભાવ આજ સુધી અનેકવાર થયો હતો. તેનો ત્યાગ પણ અનેકવાર થયો. પરંતુ તેને ફરી પાછા ગ્રહણ કર્યા. તેથી ધર્મસંન્યાસયોગની પ્રાપ્તિ થઇ નહીં. ધર્મસંન્યાસયોગમાં ક્ષયોપશમભાવના ક્ષમા, મુક્તિ અને ઋજુતાદિ ધર્મોનો સંન્યાસ થાય છે. તે બધા ધર્મો ક્ષાયિકભાવે પરિણમતા હોવાથી ફરી પાછો તે ધર્મોનો ન્યાસ કરવાનો પ્રસંગ આવતો નથી. કાયા અને વચનાદિના વ્યાપાર(કર્મ-ક્રિયા-પ્રવૃત્તિ)ને અહીં યોગસંન્યાસયોગમાં યોગ કહેવાય છે. કાયયોગાદિનો ત્યાગ કર્યા પછી ફરીથી તેનું ગ્રહણ કરવું પડતું ન હોવાથી તે વખતે યોગનો સંન્યાસ થાય છે, જે યોગનિરોધની અવસ્થા સ્વરૂપે પ્રસિદ્ધ છે. યોગસંન્યાસયોગના એક પરિશીલન ૧૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ ફળસ્વરૂપે પરમપદ પ્રાપ્ત થાય છે. તેથી અશરીરીપણામાં કાયાદિકર્મનો સર્વથા અભાવ થાય छ. ॥१८-११॥ ઉપર જણાવેલા ધર્મસંન્યાસાદિ યોગ ક્યારે હોય છે – તે જણાવાય છે– द्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादूर्ध्वं, द्वितीय इति तद्विदः ॥१९-१२॥ द्वितीयेति-द्वितीयापूर्वकरण इति ग्रन्थिभेदनिबन्धनप्रथमापूर्वकरणव्यवच्छेदार्थं द्वितीयग्रहणं, प्रथमेऽधिकृतसामर्थ्ययोगासिद्धेः । अपूर्वकरणस्य तु तत्रासञ्जातपूर्वग्रन्थिभेदादिफलेनाभिधानाद् यथाप्राधान्यमयमुपन्यासः । चारुश्च पश्चानुपूर्येति समयविदः । ततो द्वितीयेऽस्मिंस्तथाविधकर्मस्थितेस्तथाविधसङ्ख्येयसागरोपमातिक्रमभाविनि प्रथमो धर्मसन्न्याससज्ञितः सामर्थ्ययोगस्तात्त्विकः-पारमार्थिको भवेत् । क्षपकश्रेणियोगिनः क्षायोपशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः । अतात्त्विकस्तु प्रव्रज्याकालेऽपि भवति, प्रवृत्तिलक्षणधर्मसन्न्यासायाः प्रव्रज्याया ज्ञानयोगप्रतिपत्तिरूपत्वाद् । अत एवास्या भवविरक्त एवाधिकार्युक्तः । यथोक्तम्-“अथ प्रव्रज्याहः । आर्यदेशोत्पन्नो विशिष्टजातिकुलान्वितः । क्षीणप्रायकर्ममलबुद्धिः । 'दुर्लभं मानुष्यं, जन्ममरणनिमित्तं, सम्पदश्चलाः, विषया दुःखहेतवः, संयोगो वियोगान्तः, प्रतिक्षणं मरणं, दारुणो विपाक,' इत्यवगतसंसारनैर्गुण्यस्तत एव तद्विरक्तः, प्रतनुकषायोऽल्पहास्यादिः, कृतज्ञो, विनीतः प्रागपि राजामात्यपौरजनबहुमतोऽद्रोहकारी, कल्याणाङ्गः, श्राद्धः समुपसम्पन्नश्चेति” । न ह्यनीदृशो ज्ञानयोगमाराधयति, न चेदृशो नाराधयतीति भावनीयं, सर्वज्ञवचनमागमस्तत्रायमनिरूपितार्थ इति । आयोज्यकरणं केवलाभोगेनाचिन्त्यवीर्यतया भवोपग्राहिकर्माणि तथा व्यवस्थाप्य तत्क्षपणव्यापारणं शैलेश्यवस्थाफलं तत ऊर्ध्वं द्वितीयो योगसन्याससज्ञित इति तद्विदोऽभिदधति शैलेश्यवस्थायां कायादियोगानां सन्यासेनायोगाख्यस्य सर्वसन्न्यासलक्षणस्य सर्वोत्तमस्य योगस्य प्राप्तेरिति ।।१९-१२।। “પ્રથમ-ધર્મસંન્યાસયોગ બીજા અપૂર્વકરણ વખતે તાત્ત્વિક રીતે હોય છે અને બીજો યોગસંન્યાસયોગ આયોજયકરણ પછી તાત્ત્વિક રીતે હોય છે – એ પ્રમાણે સામર્થ્યયોગના જાણકારો કહે છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગમાં પ્રથમ જે ધર્મસંન્યાસ સ્વરૂપ સામર્થ્યયોગ છે તે દ્વિતીય અપૂર્વકરણ વખતે તાત્ત્વિક રીતે હોય છે. આત્માનો શુદ્ધપરિણામવિશેષ અપૂર્વકરણ છે. રાગ-દ્વેષના તીવ્ર પરિણામ સ્વરૂપ ગ્રંથિના ભેદનો કારણભૂત આત્મપરિણામ(અધ્યવસાય) પ્રથમ અપૂર્વકરણ છે. તે પરિણામ વખતે તાત્વિક રીતે ધર્મસંન્યાસયોગ પ્રાપ્ત થતો ન હોવાથી અહીં દ્વિતીય અપૂર્વકરણનું ગ્રહણ કર્યું છે. પ્રથમ અપૂર્વકરણનો વ્યવચ્છેદ કર્યો છે. કારણ કે પહેલા અપૂર્વકરણમાં તાત્ત્વિક સામયોગની १. द्वितीयापूर्वकरणकालीनधर्मसन्यासः । ૧૧૪. યોગવિવેક બત્રીશી Page #118 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ થતી નથી. શ્લોકમાં “દિતીય' પદનું ઉપાદાન કર્યું ન હોત તો સામાન્યથી અપૂર્વકરણમાત્રમાં તાત્ત્વિક સામર્થ્યયોગની સિદ્ધિ માનવાનો પ્રસંગ આવત. યદ્યપિ પ્રથમ અપૂર્વકરણમાં તેવા પ્રકારના સામર્થ્યયોગની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને અપૂર્વકરણ કહેવું ના જોઇએ. પરંતુ અનાદિકાળથી પ્રાપ્ત નહીં થયેલા એવા ગ્રંથિભેદ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે અપૂર્વફળને આશ્રયીને તે પ્રમાણે ત્યાં અપૂર્વકરણના નિરૂપણમાં કહેવામાં આવ્યું છે. પ્રથમ અપૂર્વકરણ પ્રધાન છે. બીજું અપૂર્વકરણ પ્રધાનતમ છે. તેથી તે મુજબ તે બંન્નેનો ઉપન્યાસ કર્યો છે. પશ્ચાનુપૂર્વીએ તે ચારુ અર્થાત્ સુંદર છે. દ્વિતીય અપૂર્વકરણ સુંદર છે. એની અપેક્ષાએ પ્રથમ અપૂર્વકરણ ઓછું સુંદર છે - એ પ્રમાણે આગમના જાણકારો જણાવે છે. તેથી સ્પષ્ટ છે કે, તેવા પ્રકારની અંતઃકોટાકોટિ સાગરોપમની આસપાસની કર્મસ્થિતિનું સંખ્યાત સાગરોપમ પ્રમાણ અતિક્રમ થયે છતે પ્રાપ્ત થનારા બીજા આ અપૂર્વકરણમાં પ્રથમ ધર્મસંન્યાસસ્વરૂપ યોગ તાત્ત્વિક રીતે પ્રાપ્ત થાય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે જે કર્મસ્થિતિ હોય છે, તે સ્થિતિ સંખ્યાત સાગરોપમ જેટલી ઓછી થાય ત્યારે આ બીજું અપૂર્વકરણ હોય છે અને તેમાં પ્રથમ ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ તાત્વિક હોય છે. કારણ કે એ સમયે ક્ષપકશ્રેણીનો આરંભ કરનાર યોગીને ક્ષયોપશમભાવના ક્ષમા વગેરે ધર્મોની નિવૃત્તિ થાય છે. અતાત્ત્વિક(અપારમાર્થિક) એવો ધર્મસંન્યાસયોગ તો પ્રવ્રયાકાળમાં પણ હોય છે. કારણ કે તે સમયે પ્રવૃત્તિસ્વરૂપ (સાવઘપ્રવૃત્તિસ્વરૂપ) ધર્મોનો સંન્યાસ હોય છે. પ્રવ્રયા દરમ્યાન પૂજા દાનાદિ ધર્મોનો ત્યાગ કરવાનો હોય છે. તેથી પ્રવ્રજયા જ્ઞાનયોગની પ્રતિપત્તિ (સ્વીકાર) સ્વરૂપ છે. ચતુર્થગુણસ્થાનકાદિ માટે વિહિત પણ એવી પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મોનો, છઠ્ઠા ગુણસ્થાનકાદિ માટે તે નિષિદ્ધ હોવાથી ત્યાગ કરવો પડે છે. આથી જ એ પ્રવ્રયાનો અધિકારી ભવવિરક્ત મનાય છે. રાગ, પ્રવૃત્તિનું કારણ છે અને વૈરાગ્ય નિવૃત્તિનું કારણ છે. નિવૃત્તિ વખતે પ્રવૃત્તિસ્વરૂપ ધર્મોનો ત્યાગ હોય જ એ સમજી શકાય છે. પ્રવ્રજ્યાના અધિકારી તરીકે ભવવિરક્તનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે – આર્યદેશમાં જન્મેલા, વિશિષ્ટ જાતિ અને કુળવાળા, લગભગ ક્ષીણ થયેલા કર્મમલવાળા, નિર્મળબુદ્ધિવાળા, “મનુષ્યપણું દુર્લભ છે, જન્મ-મરણનું કારણ છે, પુણ્યથી પ્રાપ્ત સંપત્તિ ચંચળ છે, વિષયો દુઃખના કારણ છે, સંયોગના અંતે વિયોગ છે, પ્રત્યેક ક્ષણે મરણ છે (આયુષ્ય ક્ષીણ થાય છે), ભવાંતરમાં ભયંકર વિપાક છે.” - આ પ્રમાણે સંસારની નિર્ગુણતાના જ્ઞાનવાળા, તેથી જ તેનાથી વિરક્ત થયેલા, અત્યંતમંદ કષાયવાળા, અલ્પ(નહિવત) હાસ્ય રતિ વગેરે નોકષાયવાળા, કૃતજ્ઞ, વિનયવાળા, દીક્ષા લેવાની ભાવના પૂર્વે પણ રાજા મંત્રી વગેરેથી માન્ય બનેલા, ગુવદિકનો દ્રોહ નહીં કરનારા, અક્ષત અંગવાળા, શ્રદ્ધાવંત અને સામેથી પોતાની મેળે દીક્ષા લેવા માટે આવેલા જીવો પ્રવ્રજ્યાના અધિકારી છે. જે જીવો એવા નથી, તેઓ જ્ઞાનયોગની આરાધના એક પરિશીલન ૧૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ કરી શકતા નથી અને જે જીવો આવા છે તેઓ જ્ઞાનયોગની આરાધના કરતા નથી એવું નથી અર્થાતુ કરતા હોય છે. આગમ શ્રી સર્વજ્ઞભગવંતોના વચન સ્વરૂપ છે. તેથી ત્યાં આ વાત જણાવી નથી – એવું નથી. કેવલજ્ઞાન વડે, અચિંત્યવીર્યના કારણે ભવોપગ્રાહી કમ તત્કાલમાં ક્ષય પામે તે રીતે વ્યવસ્થિત કરી તે કર્મોનો ક્ષય કરવાના વ્યાપારને(આત્માના પ્રયત્નવિશેષને) આયોજયકરણ કહેવાય છે. તેનું ફળ શૈલેશી-અવસ્થા છે. આયોજયકરણ પછી યોગસંન્યાસસ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે તેના જાણકારો કહે છે. શૈલેશી અવસ્થામાં કાયા, વચન અને મનના યોગોનો સંન્યાસ થવાથી અયોગ નામના સર્વસંન્યાસ સ્વરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૧૯-૧૨ા. યોગસામાન્યના ભેદ જણાવાય છે तात्त्विकोऽतात्त्विकश्चेति, सामान्येन द्विधाप्ययम् । तात्त्विको वास्तवोऽन्यस्तु, तदाभासः प्रकीर्तितः ।।१९-१३॥ तात्त्विक इति-सामान्येन विशेषभेदानुपग्रहेण तात्त्विकोऽतात्त्विकश्चेति द्विधाप्ययं योग इष्यते । तात्त्विको वास्तवः केनापि नयेन मोक्षयोजनफल इत्यर्थः । अन्योऽतात्त्विकस्तु तदाभास उक्तलक्षणविरहितोऽपि योगोचितवेषादिना योगवदाभासमानः प्रकीर्तितः ।।१९-१३।। “સામાન્યથી આ યોગ તાત્ત્વિક અને અતાત્ત્વિક : એમ બે પ્રકારે પણ મનાય છે. તાત્ત્વિક્યોગ વાસ્તવિક હોય છે અને અતાત્ત્વિકયોગ તો યોગાભાસસ્વરૂપ કહેવાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી એટલે કે યોગના અધ્યાત્માદિ વિશેષભેદોની વિવક્ષા ન કરીએ તો યોગસામાન્યના તાત્ત્વિક અને અતાત્ત્વિક : આવા બે ભેદ છે. અર્થાત્ તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદથી યોગ બે પ્રકારનો પણ મનાય છે. તાત્ત્વિકક્યોગ કોઇ પણ નયને આશ્રયીને સાક્ષાત્ કે પરંપરાએ આત્માને મોક્ષની સાથે જોડી આપવા સ્વરૂપ ફળવાળો હોવાથી તે વાસ્તવિક છે. પરંતુ તાત્ત્વિક્યોગને છોડીને જે બીજો અતાત્ત્વિયોગ છે, તે કોઈ પણ નયની અપેક્ષાએ મોક્ષની સાથે આત્માને જોડી આપનારો ન હોવાથી વાસ્તવિક નથી. યોગને ઉચિત વેષાદિના કારણે યોગની જેમ પ્રતીત થતો હોવાથી તે યોગાભ્યાસ, યોગ તરીકે વર્ણવાય છે, પરમાર્થથી તો તે યોગ નથી. ll૧૯-૧all તાત્ત્વિક્યોગ કોને હોય છે, તે જણાવાય છે– अपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्त्विकः । અધ્યાત્મમાવનારૂપો, નિશયનોત્તરસ્ય તું /૧૬-૧૪|| ૧૧૬ યોગવિવેક બત્રીશી Page #120 -------------------------------------------------------------------------- ________________ अपुनर्बन्धकस्येति-अपुनर्बन्धकस्य उपलक्षणात्सम्यग्दृष्टेश्च । अयं योगो व्यवहारेण । कारणस्यापि कार्योपचाररूपेण तात्त्विकोऽध्यात्मरूपो भावनारूपश्च । निश्चयेन निश्चयनयेनोपचारपरिहाररूपेणोत्तरस्य तु વારિત્રિ પર્વ I9૧-૧૪|| તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારનયથી અપુનબંધકદશાને પામેલા આત્માને હોય છે અને નિશ્ચયનયથી તે ચારિત્રસંપન્ન આત્માને જ હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કારણમાં કાર્યનો ઉપચાર કરવા સ્વરૂપ વ્યવહારથી અધ્યાત્મ અને ભાવનાસ્વરૂપ યોગ (તાત્વિકયોગ), અપુનબંધકદશાને પામેલા આત્માઓને હોય છે. જે જીવો હવે પછી મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અથવા ઉત્કૃષ્ટરસનો બંધ કરવાના નથી એવા જીવોને અપુનબંધક કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી યોગના કારણને યોગ માનવામાં આવે છે. તેથી અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ તાત્ત્વિકયોગ અપુનબંધકદશામાં પણ માનવામાં આવે છે. તેમ જ ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે હોય છે - એ સમજી લેવું જોઇએ. | નિશ્ચયનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો ન હોવાથી તાત્ત્વિક રીતે અધ્યાત્માદિયોગ ચારિત્રસંપન્ન આત્માઓને જ હોય છે, અપુનબંધકાદિને તે હોતો નથી. અહીં આ શ્લોકથી અધ્યાત્મ અને ભાવના યોગ તાત્ત્વિક રીતે કોને હોય છે, તે જણાવ્યું છે. ધ્યાનાદિ યોગ અંગે હવે પછી જણાવાશે. ૧૯-૧૪ અતાત્ત્વિક અધ્યાત્માદિ યોગ કોને હોય છે તે જણાવાય છે सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । પ્રત્યાયનાસ્તાવેષાદ્ધિમાત્રતઃ 193-9 सकृदिति-सकृदेकवारमावर्तन्त उत्कृष्टस्थितिं बध्नन्तीति सकृदावर्तनाः । आदिशब्दाद्विरावर्तनादिग्रहः । तेषामतात्त्विको व्यवहारतः । निश्चयतश्चातत्त्वरूपोऽशुद्धपरिणामत्वादुदाहृतोऽध्यात्मभावनारूपो योगः । प्रत्यपायोऽनर्थः फलं प्रायो बाहुल्येन यस्य स तथा । तथा तत्प्रकारभावसाराध्यात्मभावनायुक्तयोगियोग्यं यद्वेषादिमानं नेपथ्यचेष्टाभाषालक्षणं श्रद्धानशून्यं वस्तु तस्मात् । तत्र हि वेषादिमात्रमेव ચ, ન પુનત્તેવાં વિદ્ધાતુતિ I/93-9૧ી. સમૃદાવર્તનાદિક જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારથી અને નિશ્ચયથી અતાત્ત્વિક હોય છે. તેવા પ્રકારના વેષાદિમાત્ર જ હોવાથી એવા અતાત્વિક યોગનું ફળ પ્રાયઃ અનર્થ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે જીવો હજુ મિથ્યાત્વમોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો એકવાર બંધ કરવાના છે તેમને સકૃદાવર્તન(સકુબંધક) કહેવાય છે. તેમ જ તેવા પ્રકારની એક પરિશીલન ૧૧૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ બે વાર કરવાના છે તેમને દ્વિરાવર્તન કહેવાય છે. શ્લોકમાંના વાવર્તનાલીનાના મારિ પદથી દ્વિરાવર્તન (દ્વિબંધક) જીવો અને ત્રિરાવર્તનાદિ જીવોનો સંગ્રહ કરાય છે. એ સબંધક અને દ્વિબંધકાદિ જીવોને વ્યવહારથી તેમ જ નિશ્ચયથી અતાત્ત્વિક યોગ હોય છે. કારણ કે તે જીવોના પરિણામ અશુદ્ધ હોય છે. તેથી સબંધકાદિ જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ અતાત્ત્વિક હોય છે. એ અતાત્ત્વિક યોગનું ફળ પ્રાયે કરી અનર્થ હોય છે. કોઈ જીવવિશેષને તેનું તેવા પ્રકારનું અનિષ્ટ-અનર્થસ્વરૂપ ફળ કોઈ વાર ન પણ પ્રાપ્ત થાય. પરંતુ મોટા ભાગે અતાત્વિક્યોગ અનર્થપ્રદ જ છે. અતાત્ત્વિકયોગ વખતે, તેવા પ્રકારના (તાત્વિયોગને અનુકૂળ) ભાવથી સારભૂત અધ્યાત્મ અને ભાવના યોગવાળા યોગી જનોને ઉચિત એવો વેષ તેમ જ તેવી ક્રિયા અને ભાષા હોય છે. અર્થાત્ માત્ર બાહ્ય વેષ, ક્રિયા વગેરે હોય છે; પરંતુ કોઈ પણ પ્રકારની તેવી શ્રદ્ધા હોતી નથી. બાહ્ય દૃષ્ટિએ યોગી જનોનું સ્વરૂપ, તેમની કાયિક ચેષ્ટા અને વચનની પ્રવૃત્તિ અતાત્ત્વિકયોગવાળા આત્માઓમાં જોવા મળે પરંતુ આંતરિક એવી કોઈ શ્રદ્ધા તેમનામાં હોતી નથી, જેથી બહુલતયા એ આત્માઓને અનર્થની જ પ્રાપ્તિ થતી હોય છે. તથાભવ્યત્વની વિશિષ્ટતાએ કોઈ વાર આવા અતાત્ત્વિક યોગની પ્રવૃત્તિથી તે જીવવિશેષને પ્રત્યપાય-અનર્થની પ્રાપ્તિ થતી નથી. તેથી શ્લોકમાં પ્રાયઃ પદનું ઉત્પાદન કર્યું છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૧૯-૧પ ધ્યાનાદિયોગ કોને હોય છે - તે જણાવાય છે शुद्ध्यपेक्षो यथायोगं, चारित्रवत एव च । हन्त ध्यानादिको योगस्तात्त्विकः प्रविजृम्भते ॥१९-१६।। शुद्ध्यपेक्ष इति-यथायोगं यथास्थानं । शुद्ध्यपेक्ष उत्तरोत्तरां शुद्धिमपेक्ष्य प्रवर्तमानचारित्रवत एव च हन्त तात्त्विकः पारमार्थिकैकस्वरूपो ध्यानादिको योगः प्रविजृम्भते प्रोल्लसति ।।१९-१६॥ યોગને અનુસરી ઉત્તરોત્તર શુદ્ધિની અપેક્ષાએ ચારિત્રવાળા જ આત્માઓને પારમાર્થિક ધ્યાન વગેરે યોગનો આવિર્ભાવ થાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે તે તે અવસ્થાના અધ્યવસાય મુજબ ઉત્તરોત્તર થતી પરિણામની શુદ્ધિને લઈને પ્રવર્તતા ચારિત્રવાળા આત્માઓને જ પારમાર્થિક એક જ સ્વરૂપવાળો ધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષય સ્વરૂપ યોગ પ્રાપ્ત થાય છે. ચારિત્રવંત આત્માઓને છોડીને બીજા અવિરતિવાળા આત્માઓને ધ્યાનાદિસ્વરૂપ તાત્ત્વિકયોગની પ્રાપ્તિ થતી નથી. ધ્યાનાદિસ્વરૂપ તાત્ત્વિક્યોગ ચારિત્રવાળાને જ હોય છે, બીજાઓને નહીં – આ નિયમ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. યોગબિંદુમાં શ્લો.નં. ૩૭૧નું અહીં થોડું અનુસંધાન કરવું જોઈએ. ૧૧૮ યોગવિવેક બત્રીશી Page #122 -------------------------------------------------------------------------- ________________ शुद्ध्यपेक्षो यथायोगं ना स्थाने शुद्ध्यपेक्षो यथोत्तरं खावो पाठ त्यां छे. खाम भेजे तो अंभेनुं तात्पर्य खेड छे, ते सोने भेवाथी समछ शाशे ।।१८-१६।। પ્રકારાંતરે યોગસામાન્યના ભેદ જણાવાય છે— अपायाभावभावाभ्यां, सानुबन्धोऽपरश्च सः । निरुपक्रमकर्मैवाऽपायो योगस्य बाधकम् ।।१९- १७॥ अपायेति–अपायस्याभावभावाभ्यामसद्भावसद्भावाभ्यां सानुबन्धोऽपरो निरनुबन्धश्च स योगः । अपायरहितः सानुबन्धः, तत्सहितश्च निरनुबन्ध इति । योगस्य बाधकं निरुपक्रमं विशिष्टानुष्ठानचेष्टयाप्यनुच्छेद्यमनाश्यस्वविपाकसामर्थ्यं वा कर्मैव चारित्रमोहनीयाख्यमपायः ।। १९-१७।। “અપાયના અસદ્ભાવ અને સદ્ભાવને લઇને અનુક્રમે સાનુબંધ અને નિરનુબંધ : એ બે પ્રકારનો યોગ છે. યોગનું બાધક એવું નિરુપક્રમ કર્મ જ અહીં અપાય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે અપાયથી રહિત યોગ સાનુબંધ છે અને અપાયથી સહિત યોગ નિરનુબંધ છે. આ રીતે યોગના સાપાય અને નિપાય આ બે ભેદ છે. અહીં નિરુપક્રમકોટિનું ચારિત્રમોહનીયકર્મ અપાય છે. વિશેષ પ્રકારના અનુષ્ઠાનને કરવા છતાં પણ જે કર્મનો ઉચ્છેદ થતો નથી અથવા જે કર્મના, ફળને આપવાના સામર્થ્યનો નાશ થઇ શકતો નથી, એવા કર્મને નિરુપક્રમ કર્મ કહેવાય છે. એવા પ્રકારના નિરુપક્રમ ચારિત્રમોહનીયકર્મ સ્વરૂપ અપાયને લઇને યોગ નિરનુબંધ બને છે. કારણ કે એ કર્મ યોગનું બાધક બને છે.૧૯-૧૭ પ્રકારાંતરથી યોગના ભેદો જણાવાય છે—– बहुजन्मान्तरकरः, सापायस्यैव साश्रवः । अनाश्रवस्त्वेकजन्मा, तत्त्वाङ्गव्यवहारतः ।।१९ - १८॥ बह्विति- बहुजन्मान्तरकरो देवमनुष्याद्यनेकजन्मविशेषहेतुर्निरुपक्रमकर्मणोऽवश्यवेदनीयत्वात् । सापायस्यैवापायवत एव साश्रवो योगः । एकमेव वर्तमानं जन्म यत्र स त्वनाश्रवः । ननु कथमेतदयोगिकेवलिगुणस्थानादर्वाक् सर्वसंवराभावेनानाश्रवत्वासम्भवादित्यत आह-तत्त्वाङ्गं निश्चयप्रापको यो व्यवहारस्ततः । तेन साम्परायिककर्मबन्धलक्षणस्यैवाश्रवस्याभ्युपगमात्तदभावे इत्वराश्रवभावेऽपि नानाश्रवयोगक्षतिरिति भावः । तदुक्तम् - " आश्रवो बन्धहेतुत्वाद्बन्ध एवेह यन्मतः । स साम्परायिको मुख्यस्तदेषोऽर्थोऽस्य सङ्गतः || १ || एवं चरमदेहस्य सम्परायवियोगतः । इत्वराश्रवभावेऽपि स तथानाश्रवो मतः ।।२।। निश्चयेनात्र शब्दार्थः सर्वत्र व्यवहारतः । निश्चयव्यवहारौ यद्द्वावप्यभिमतार्थदौ ||३||" निश्चयेनेत्युपलक्षणे तृतीया । ततो निश्चयेनोपलक्षितात्तत्प्रापकव्यवहारत इत्यन्वयः ।।१९-१८। એક પરિશીલન ૧૧૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ “અપાય(નિરુપક્રમ ચારિત્રમોહનીયકર્મ)વાળા આત્માને જ ઘણા બીજા જન્મોને ક૨ના૨ો સાશ્રવયોગ હોય છે. નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનારા વ્યવહારનયની અપેક્ષાએ એક જન્મવાળો અનાશ્રવયોગ છે.” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે યોગના સાપાય અને નિરપાય જેમ બે ભેદ છે તેમ સાશ્રવ અને અનાશ્રવ : આ પણ બે ભેદ છે. ચારિત્રમોહનીયસ્વરૂપ નિરુપક્રમકર્મવાળા(સાપાયયોગવાળા) આત્માને જ સાશ્રવયોગ હોય છે. સાશ્રવયોગ દેવ, મનુષ્ય વગેરે અનેક જન્મોની પ્રાપ્તિ કરાવનારો બને છે. કારણ કે નિરુપક્રમ (ઉપક્રમરહિત) કર્મ, અવશ્ય ભોગવવાં પડે છે, જેથી એના કારણે વારંવાર જનમવું પડે છે. આ રીતે સાશ્રવયોગ વર્તમાન જન્મને છોડીને બીજા દેવ કે મનુષ્ય વગેરે અનેક જન્મોનું કારણ બને છે. અનાશ્રવયોગ તો વર્તમાન એક મનુષ્યજન્મવાળો જ હોય છે. અર્થાત્ એ જન્મને છોડીને બીજા જન્મનું, એ અનાશ્રવયોગ કારણ થતો નથી. યદ્યપિ અયોગીકેવલીગુણસ્થાનકની પૂર્વે સર્વસંવરભાવ ન હોવાથી આશ્રવનો અભાવ નથી. તેથી એ વખતે વર્તમાન જન્મમાં અનાશ્રવયોગનો સંભવ નથી, પરંતુ નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનાર તત્ત્વાંગસ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવયોગનું નિરૂપણ અહીં છે, તેથી કોઇ દોષ નથી. કારણ કે તત્ત્વાઙ્ગભૂત (નિશ્ચયપ્રાપક) વ્યવહારનય, કષાયપ્રત્યયિક (કષાયના કારણે) કર્મબંધસ્વરૂપ જ આશ્રવને સ્વીકારે છે. તેથી યોગાદિપ્રત્યયિક અલ્પકાળપ્રમાણ આશ્રવ હોવા છતાં અનાશ્રવત્વ માનવામાં કોઇ દોષ નથી, જ્યાં કષાયપ્રત્યયિક કર્મબંધ થાય છે, ત્યાં તાદેશ વ્યવહારનયને આશ્રયીને આશ્રવત્વ મનાય છે, અન્યત્ર નહીં. - આ વિષયને વર્ણવતાં યોગબિંદુમાં ફરમાવ્યું છે કે – “બંધનું કારણ હોવાથી આશ્રવ બંધસ્વરૂપ છે. (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી - એ અર્થ થાય છે.) જે કારણથી એ બંધ સાંપરાયિક(કષાયપ્રત્યયિક) મુખ્ય - વાસ્તવિક મનાય છે તેથી આશ્રવનો સાંપ૨ાયિક કર્મબંધ સ્વરૂપ અર્થ સંગત છે.’” (યો.બિં.૩૭૬) “આ પ્રમાણે જેમ કષાયવાળા આત્માને સાશ્રવયોગ હોય છે, તેમ ચરમશ૨ી૨ી(તદ્ભવમુક્તિગામી)ને કષાયનો દશમા સૂક્ષ્મસં૫રાયગુણસ્થાનકના અંતે વિગમ થવાથી યોગપ્રત્યયિક બે સમયવાળો વેદનીય કર્મનો અલ્પકાલીન આશ્રવ હોવા છતાં અનાશ્રવયોગ મનાય છે.’’ (યો.બિ. ૩૭૭) ‘નિશ્ચયથી અર્થાત્ નિશ્ચયોપલક્ષિત (નિશ્ચયપ્રાપક) વ્યવહારથી અહીં યોગના નિરૂપણને વિષે સર્વત્ર વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવત્વાદિ શબ્દોનો અર્થ ક૨વામાં આવ્યો છે. નિશ્ચય અને વ્યવહાર બંન્ને નયો અભિપ્રેત અર્થને જણાવનારા છે. નિશ્ચયનયથી અયોગીકેવલીપરમાત્માને અનાશ્રવયોગ હોય છે અને નિશ્ચયના કારણભૂત વ્યવહારનયને આશ્રયીને કષાયરહિત આત્માને અનાશ્રવયોગ હોય છે.” (યો.બિં. ૩૭૮) ‘યોગબિંદુ’ના ૩૭૮મા શ્લોકમાં નિશ્ચયેન અહીં તૃતીયા વિભક્તિનો અર્થ ઉપલક્ષણ છે. તેથી ‘નિશ્ચયેનોપક્ષિતાત્તાપવ્યવહારત:' - આ પ્રમાણે અન્વય સમજવો. એનો અર્થ ઉ૫૨ યોગવિવેક બત્રીશી ૧૨૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યો છે. અહીં બત્રીશીના સાશવ... વગેરે પાઠના સ્થાને યોગબિંદુમાં સાવ... વગેરે પાઠ છે. ૧૯-૧૮. ___ इत्थं साश्रवानाश्रवत्वाभ्यां योगद्वैविध्यमुक्त्वा शास्त्रसापेक्षस्वाधिकारिकत्वतद्विपर्ययाभ्यां तद्द्वविध्याभिधानाभिप्रायवानाह આ રીતે સાશ્રવ અને અનાશ્રવ સ્વરૂપે યોગના બે પ્રકારનું વર્ણન કરીને હવે શાસ્ત્રીય રીતે યોગનું અધિકારિકત્વ અને અનધિકારિકત્વસ્વરૂપયોગના બે પ્રકાર જણાવવાની ભાવનાથી કહેવાય છે– शास्त्रेणाधीयते चायं, नासिद्धर्गोत्रयोगिनाम् । सिद्धेर्निष्पन्नयोगस्य, नोद्देशः पश्यकस्य यत् ।।१९-१९॥ शास्त्रेणेति-अयं च योगो गोत्रयोगिनां गोत्रमात्रेण योगिनामसिद्धेमलिनान्तरात्मतया योगसाध्यफलाभावाच्छास्त्रेण योगतन्त्रेण नाधीयते । तथा सिद्धेः सामर्थ्ययोगत एव कार्यनिष्पत्ते निष्पन्नयोगस्यासङ्गानुष्ठनप्रवाहप्रदर्शनेन सिद्धयोगस्यायं शास्त्रेण नाधीयते । यद्यस्मात् पश्यकस्य स्वत एव विदितवेद्यस्य । उद्दिश्यत इत्युद्देशः सदसत्कर्तव्याकर्तव्यादेशो नास्ति । यतोऽभिहितमाचारे-“उद्देसो પાસ નત્ય ”િ 198-99 “ગોત્રયોગીઓને યોગથી સાધ્ય એવા ફળની સિદ્ધિ થતી ન હોવાથી યોગનાં શાસ્ત્રો વડે યોગનું અધ્યયન થતું નથી તેમ જ નિષ્પન્નયોગીઓને ફળની સિદ્ધિ થયેલી હોવાથી એ રીતે યોગનું અધ્યયન થતું નથી. કારણ કે જેઓએ જાણવા યોગ્ય જાણી લીધું છે તેમને ઉપદેશ હોતો નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેઓ ગોત્રમાત્રથી જ યોગી છે, પરંતુ યોગની સાથે જેમને કશો જ સંબંધ નથી – એવા યોગીઓને ગોત્રયોગી કહેવાય છે. આવા માત્ર ગોત્રના કારણે યોગી થયેલા જીવો, તેમનું મન મલિન હોવાથી, યોગથી સાધ્ય એવા ફળને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેવા પ્રકારની ફળની અસિદ્ધિના કારણે યોગશાસ્ત્રથી યોગનું અધ્યયન તેમને કરાવાતું નથી. જેમને ફળ મળવાનું નથી તેમને સાધન આપવાનો કોઈ અર્થ નથી - એ સમજી શકાય છે. માત્ર ગોત્રથી યોગીઓનું મન મલિન હોવાથી યોગનું ફળ પામવાની શક્યતા જ તેમને નથી. આવી જ રીતે જેમને સામર્થ્યયોગથી જ કાર્યની (વિવક્ષિત ફળની) સિદ્ધિ થઇ ગઇ છે, એવા નિષ્પન્નયોગીઓને પણ શાસ્ત્રથી યોગનું અધ્યયન કરાવવાનું રહેતું નથી. અસંગાનુષ્ઠાનના પ્રવાહના દર્શનથી જેમને યોગની સિદ્ધિ થઈ છે – એવા સિદ્ધયોગીઓને અહીં નિષ્પન્નયોગીઓ કહેવાય છે. તેમને કાર્ય સિદ્ધ હોવાથી કારણની આવશ્યકતા નથી. કારણ કે પશ્યકને અર્થાતુ પોતાની મેળે વેદ્ય(જાણવાયોગ્ય)ને જેણે જાણી લીધું છે તેને ઉદ્દેશ નથી અર્થાત્ સદુ-અસના કર્તવ્યાકર્તવ્યનો ઉપદેશ અપાતો નથી. આથી એ વાતને જણાવતાં શ્રી આચારાંગસૂત્રમાં પણ એક પરિશીલન ૧૨ ૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું છે કે દેશો પાસ નત્વિ અર્થાત્ સ્વતઃ જે વિદિતવેદ્ય (જાણવાયોગ્ય જેણે જાણી લીધું છે તે) છે, તેને ઉપદેશ નથી. ll૧૯-૧૦માં શાસ્ત્રથી જેને યોગનું અધ્યયન કરાવાય છે, તે જણાવાય છે कुलप्रवृत्तचक्राणां, शास्त्रात् तत्तदुपक्रिया । યોજાવાર્વિનિર્વિષ્ટ, તત્તમિદં પુનઃ ૧-૨ને कुलेति-कुलयोगिनां प्रवृत्तचक्रयोगिनां च शास्त्राद्योगतन्त्रात् सा विचित्रत्वेन प्रसिद्धा उपक्रिया योगसिद्धिरूपा भवति । तदुक्तं योगदृष्टिसमुच्चये-“कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथासिद्ध्यादिभावतः ।।१।।” तेषां कुलप्रवृत्तचक्रयोगिनां लक्षणं पुनरिदं वक्ष्यमाणं योगाचार्य ઊંતિપઃ રિમિનિર્વિદમ્ II૧૨-૨૦|| યોગશાસ્ત્રથી કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તચક્ર યોગીઓને તે તે ઉપકાર (યોગની સિદ્ધિ સ્વરૂપ ઉપકાર) થાય છે. યોગાચાર્યોએ તે યોગીઓનું લક્ષણ આ પ્રમાણે (આગળના શ્લોકમાં જણાવવામાં આવશે તે) જણાવ્યું છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમનાં લક્ષણો હવે પછી જણાવવામાં આવશે તે કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગીઓને યોગશાસ્ત્રના અધ્યયનથી જુદી જુદી રીતે પ્રસિદ્ધ એવા યોગની સિદ્ધિ સ્વરૂપ ઉપકાર થાય છે. વ્યવહાર-નિશ્ચય, સાપાય-અનયાય, સાશ્રવ-અનાશ્રવ અને ઈચ્છાદિ સ્થાનાદિ તેમ જ પ્રીત્યાદિ સ્વરૂપે યોગ પ્રસિદ્ધ છે. એ યોગોની સિદ્ધિ, કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તયોગી(પ્રવૃત્તચકયોગી)ઓને જ યોગશાસ્ત્રના અભ્યાસથી થાય છે. તેમના માટે યોગસંબંધી ઉપદેશ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં (૨૦૯) એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “આ યોગશાસ્ત્રના અધિકારી કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગીઓ જ છે. બીજા યોગીઓ તેના અધિકારી નથી. કારણ કે તે બીજા યોગીઓમાંના ગોત્રયોગીને સિદ્ધિનો સંભવ નથી અને નિષ્પન્નયોગીને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. યોગનું પ્રતિપાદન-નિરૂપણ કરનારા આચાર્યભગવંતોએ કુલયોગી વગેરે યોગીઓનું લક્ષણ નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. ૧૯-૨૦ કુલયોગીઓનું સ્વરૂપ(લક્ષણ) જણાવાય છે– ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । નયોજિન ઉચ્ચત્તે, જોત્રવત્તોડપિ નાગપરે ૧૧-૨૧. य इति-ये योगिनां कुले जाता लब्धजन्मानस्तद्धर्मानुगताश्च योगिधर्मानुसरणवन्तश्च ये प्रकृत्याऽन्येऽपि, कुलयोगिन उच्यन्ते द्रव्यतो भावतश्च, गोत्रवन्तोऽपि सामान्येन कर्मभूमिभव्या अपि नापरे યોનિન રૂતિ 98-રા ૧૨૨ યોગવિવેક બત્રીશી Page #126 -------------------------------------------------------------------------- ________________ “જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે, તેમ જ જેઓ તેમના ધર્મની પ્રવૃત્તિને કરનારા છે, તેમને કુલયોગી કહેવાય છે. બીજા ગોત્રવંતો પણ, કુલયોગી કહેવાતા નથી.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેઓ યોગીજનોના કુળમાં જન્મ પામ્યા છે, તેમ જ જેઓ સ્વભાવથી તેવા ન હોવા છતાં યોગીજનોના ધર્મનું અનુસરણ કરે છે, તેમને કુલયોગી કહેવાય છે. દ્રવ્યથી અને ભાવથી તેઓ કુલયોગી છે. ગોત્રવંતો અર્થાત્ સામાન્યથી કર્મની અપેક્ષાએ ભવ્ય હોવા છતાં જેઓ યોગીજનોના ધર્મનું અનુસરણ કરતા નથી, તેઓને કુલયોગી તરીકે માનતા નથી. આ શ્લોકની ટીકામાં વર્મભૂમિમવ્યા વિ... આ પાઠ છે, તેના સ્થાને યોગદૃષ્ટિસમુચ્ચયમાં શ્લો.નં. ૨૧૦ની ટીકામાં ભૂમિમવ્યા પિ... આવો પાઠ છે. અર્થથી બંન્ને એક છે. ૧૯-૨૧॥ કુલયોગીનાં વિશેષ લક્ષણો જણાવાય છે– सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः । दयालो विनीताश्च, बोधवन्तो जितेन्द्रियाः ।।१९-२२।। सर्वत्रेति एते च तथाविधाग्रहाभावेन सर्वत्राद्वेषिणः । तथा धर्मप्रभावाद्यथास्वाचारं गुर्वादिप्रियाः । तथा प्रकृत्या क्लिष्टपापाभावेन दयालवः । विनीताश्च । कुशलानुबन्धिभव्यतया बोधवन्तो ग्रन्थिभेदेन નિતેન્દ્રિયાશ્ચારિત્રમાવેન ||9૬-૨૨।। “સર્વત્ર દ્વેષરહિત, ગુરુદેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા દયાળુ, વિનીત, બોધવંત અને જિતેન્દ્રિય કુલયોગીઓ હોય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કુલયોગીઓને ક્યાંય પણ દ્વેષ હોતો નથી. કારણ કે કોઇ પણ સ્થાને તેમને તેવા પ્રકારનો આગ્રહ હોતો નથી. મુખ્યપણે દ્વેષનું કારણ આગ્રહ હોય છે. ‘આપણી ઇચ્છા મુજબ જ થવું જોઇએ’ એવો આગ્રહ ન હોય તો ક્યારે ય કોઇ પણ સ્થાને દ્વેષ નહિ થાય. કુલયોગીને તેવા પ્રકારનો આગ્રહ ન હોવાથી સર્વત્ર અદ્વેષ જ હોય છે. ધર્મના પ્રભાવથી પોતાના આચાર મુજબ કુલયોગીને ગુરુદેવ અને બ્રાહ્મણ પ્રિય હોય છે. ધર્મપ્રિય હોવાથી, ધર્મના પ્રરૂપક ગુરુ, ધર્મમાં સહાયક દેવ અને ધર્મક્રિયામાં તત્પર દ્વિજ-બ્રાહ્મણ, પ્રિય બને એ સમજી શકાય છે. પોતપોતાના આચારનું ઉલ્લંઘન કર્યા વિના ગુર્વાદિ ધર્મમાં સ્થિર હોવાથી કુલયોગીને તેઓ પ્રિય બને છે. કુલયોગીઓ સ્વભાવથી જ ક્લિષ્ટ પાપકર્મથી રહિત હોવાથી દયાળુ હોય છે. ક્લિષ્ટ પાપકર્મના યોગે માણસને દયાનો પરિણામ આવતો નથી. ‘બીજાને ગમે તેટલું દુઃખ પડે તો પણ પોતાને દુઃખ આવવું ના જોઇએ.’ - આવો પરિણામ ક્લિષ્ટ પાપકર્મના ઉદયથી આવતો હોય છે, જેથી આત્માનો પરિણામ દયાહીન બને છે. કુલયોગી એવા હોતા નથી. પોતાને દુઃખ એક પરિશીલન ૧૨૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભોગવવું પડે તોય બીજાને દુઃખ નહિ આપવાના પરિણામ સાથે બીજાના દુઃખને દૂર કરવાના પરિણામવાળા તેઓ હોય છે. કુલયોગીઓ કુશલાનુબંધી ભવ્યાત્મા હોવાથી વિનીત હોય છે. સામાન્ય રીતે વિશેષે કરી કર્મને આત્માથી જે દૂર કરે છે, તેને વિનય કહેવાય છે. એવા વિનયથી સંપન્ન આત્માને વિનીત કહેવાય છે. ઉત્તરોત્તર કુશલના અનુબંધી ભવ્યાત્માઓ સ્વભાવથી જ કર્મની નિર્જરાને કરનારા હોવાથી વિનીત હોય છે - એ સ્પષ્ટ છે. રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરવાથી કુલયોગીઓ બોધવાળા હોય છે. મિથ્યાત્વની મંદતાદિને લઇને આત્માને બોધ પ્રાપ્ત થતો હોય છે. જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ હોય તોપણ જો તેવા પ્રકારની મિથ્યાત્વની મંદતા વગેરે ન હોય તો જ્ઞાન બોધસ્વરૂપે પરિણમતું નથી. મિત્રા તારા... વગેરે આઠ દૃષ્ટિઓમાં તૃષ્ણાગ્નિ, ગોમયાગ્નિ... વગેરે સ્વરૂપ જેવું તે તે બોધનું સ્વરૂપ વર્ણવ્યું છે. જ્ઞાનમાં અને બોધમાં જે ફરક છે તે સમજી લેવો જોઇએ. ચારિત્રના કારણે કુલયોગીઓ જિતેન્દ્રિય હોય છે. સામાન્ય રીતે આત્માની ઉપર લાગેલા કર્મસમૂહને જે ખાલી કરે છે તેને ચારિત્ર કહેવાય છે. સર્વસાવદ્યયોગથી વિરામ પામવા સ્વરૂપ ચારિત્ર પ્રસિદ્ધ છે. અંશતઃ પણ એવા ચારિત્રની પ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને જીતવાનું આવશ્યક છે. કુલયોગીઓ ચારિત્રવંત હોવાથી જિતેન્દ્રિય હોય છે. ઇન્દ્રિયોને જીતવાથી જ ખરી રીતે યોગની શરૂઆત થતી હોય છે. કુલયોગીઓનું સ્વરૂપ વિચારીએ તો તેઓ જિતેન્દ્રિય હોય જ ઃ એ સમજી શકાય. I૧૯-૨૨ પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ જણાવાય છે— प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं, शुश्रूषादिगुणान्विताः ।। १९-२३॥ प्रवृत्तचक्रास्त्विति–प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयस्य इच्छायमप्रवृत्तियमलक्षणस्य समाश्रया आधारीभूताः । शेषद्वयार्थिनः स्थिरयमसिद्धियमद्वयार्थिनः । अत्यन्तं सदुपायप्रवृत्त्या । शुश्रूषादयो गुणाः शुश्रूषा श्रवण-ग्रहणधारणविज्ञानोहापोहलक्षणास्तैरन्विता युक्ताः ।।१९-२३।। “પ્રવૃત્તચક્રયોગીઓ તો અહિંસાદિ (પાંચ સ્વરૂપ) યમોના પ્રથમ બે યમોને પામેલા હોય છે અને બુદ્ધિના શુશ્રુષાદિ આઠ ગુણોથી યુક્ત એવા તે યોગીઓ છેલ્લા બે યમના અત્યંત અર્થા હોય છે.” – આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ પાંચ યમ છે. તેના દરેકના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિને આશ્રયીને ચાર ચાર પ્રકાર છે. અર્થાત્ ઇચ્છાદિ ચારને આશ્રયીને યમ ચાર પ્રકારનો છે અને તેના દરેકના અહિંસાદિ પાંચ પ્રકાર છે. ૧૨૪ યોગવિવેક બત્રીશી Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તચક્રોગીઓને યમના ચાર પ્રકારમાંથી ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમઃ આ શરૂઆતના બે પ્રકારના યમની પ્રાપ્તિ થયેલી હોય છે તેમ જ છેલ્લા બે પ્રકારના અર્થાતુ ધૈર્યયમ અને સિદ્ધિયમ સ્વરૂપ યમના તેઓ અત્યંત અર્થી હોય છે. તેમની સદુપાયમાં કરાતી યમની (યમના સાધનના વિષયમાં કરાતી યમની) પ્રવૃત્તિના કારણે તેમને છેલ્લા બે યમની અત્યંત ઇચ્છા છે - એ સમજાય છે. એ છેલ્લા બે યમને પ્રાપ્ત કરવાની ઇચ્છાને સફળ બનાવવા માટે આ યોગીજનો બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય છે. શુશ્રુષા(સાંભળવાની તીવ્ર ઇચ્છા), શ્રવણ(યાદ રાખી શકાય તે રીતે ઉપયોગપૂર્વક સાંભળવું), સાંભળીને તેનો અર્થ સમજવા માટે પ્રયત્ન કરવા સ્વરૂપ ગ્રહણ, ગ્રહણ કરેલા અર્થને ધારી રાખવા સ્વરૂપ ધારણા(ધારણ), વિશિષ્ટ બોધ સ્વરૂપ વિજ્ઞાન, એના વિષયની વિચારણા સ્વરૂપ ઊહ, અસદ્ વિચારણાના પરિત્યાગ સ્વરૂપ અપોહ અને પારમાર્થિક સ્વરૂપની પ્રતિપત્તિસ્વરૂપ તત્ત્વનો અભિનિવેશ : આ આઠ બુદ્ધિગુણો છે. એનું સ્વરૂપ અન્યત્ર યોગદષ્ટિ એક પરિશીલન' વગેરે સ્થાને વર્ણવ્યું છે. ઇચ્છાદિ ચાર યમોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. (જુઓ શ્લો.નં. ૨૬-૨૭). ૧૯-૨૩ પ્રવૃત્તચયોગીનું સ્વરૂપ જ વર્ણવાય છે– आद्यावञ्चकयोगाप्त्या, तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥१९-२४॥ आद्येति-आद्यावञ्चकयोगस्य योगावञ्चकयोगस्य आप्त्या प्राप्त्या हेतुभूतया । तदन्यद्वयलाभिनः क्रियावञ्चकफलावञ्चकयोगलाभवन्तस्तदवन्ध्यभव्यतया तत्त्वतस्तेषां तल्लाभवत्त्वाद् । एतेऽधिकारिणो योगप्रयोगस्याधिकृतयोगव्यापारस्येत्येवं तद्विदो योगविदोऽभिदधति ।।१९-२४।। “પહેલા અવચ્ચકયોગની પ્રાપ્તિ થવાના કારણે બીજા અને ત્રીજા અવચ્ચકક્યોગના અવશ્યલાભવાળા આ પ્રવૃત્તચક્રયોગીઓ યોગની પ્રવૃત્તિના અધિકારી છે - એમ યોગના જાણકારો કહે છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવખ્યયોગ ત્રણ પ્રકારનો છે. એમાંના પ્રથમ યોગાવચ્ચકયોગની પ્રાપ્તિ પ્રવૃત્તચયોગીને થયેલી હોય છે. તેના કારણે ચોક્કસ જ તેમને બીજા અને ત્રીજા ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક યોગની પ્રાપ્તિ થવાની હોય છે. કારણ કે પ્રવૃત્તચક્રોગીને થયેલી યોગાવચ્ચક્યોગની પ્રાપ્તિ ચોક્કસ જ ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક યોગની પ્રાપ્તિને કરાવનારી હોય છે. તેથી વાસ્તવિક રીતે પ્રવૃત્તચયોગીને ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક : આ બે યોગની પ્રાપ્તિ થયેલી જ છે. જે ચોક્કસ જ થવાનું છે તે થયેલું છે – એમ ઉપચારથી માનવાનું પ્રસિદ્ધ છે. એક પરિશીલન ૧ ૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ આ પ્રવૃત્તચક્રયોગીઓ ઈચ્છાયોગાદિના અધિકારી છે. પ્રવૃત્તચક્રયોગીઓમાં જે યોગ્યતા છે, તેને લઇને તેઓ ઇચ્છાયોગાદિને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે, તેથી અધિકૃત યોગની પ્રવૃત્તિના અધિકારી પ્રવૃત્તચક્યોગી છે - એમ યોગના જાણકારો કહે છે. ૧૯-૨૪ પૂર્વે જણાવેલા ચાર પ્રકારના યમને જણાવાય છે यमाश्चतुर्विधा इच्छाप्रवृत्तिस्थैर्यसिद्धयः । યોથિીનાઢ્ય ૨, મર્યતડવત્રયમ્ ૨૧-૨૧/ यमा इति-यमाश्चतुर्विधा इच्छायमाः प्रवृत्तियमाः स्थिरयमाः सिद्धियमाश्च । अवञ्चकत्रयं च योगक्रियाफलाख्यं श्रूयते योगावञ्चकः क्रियावञ्चकः फलावञ्चकश्चेति ।।१९-२५।। “ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ સ્વરૂપ ચાર પ્રકારનો યમ છે અને યોગ, ક્રિયા તેમ જ ફળના નામવાળો અવચ્ચક યોગ ત્રણ પ્રકારનો છે.” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ યમ છે. તેના દરેકના ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકાર છે. તેથી પાંચ ઇચ્છાયમ છે, પાંચ પ્રવૃત્તિયમ છે, પાંચ ધૈર્યયમ છે અને પાંચ સિદ્ધિયમ છે, જેનું સ્વરૂપ આગળના શ્લોકથી જણાવવામાં આવશે. યોગ, ક્રિયા અને ફલના નામવાળો અવચ્ચક્યોગ ત્રણ પ્રકારનો છે. યોગાવચ્ચકયોગ, ક્રિયાવચ્ચકયોગ અને ફ્લાવચ્ચકયોગનું સ્વરૂપ પણ આગળના શ્લોકથી વર્ણવાશે. જુદી જુદી રીતે યોગનું સ્વરૂપવર્ણવવાનું અહીં તાત્પર્ય છે. તેથી પ્રસંગથી તે તેયોગનું નિરૂપણ કર્યું છે.૧૯-રપો ઇચ્છા અને પ્રવૃત્તિ યમનું સ્વરૂપ વર્ણવાય છે– इच्छायमो यमेष्विच्छा, युता तद्वत्कथामुदा । स प्रवृत्तियमो यत्तत्पालनं शमसंयुतम् ।।१९-२६॥ इच्छेति-तद्वतां यमवतां कथातो या मुत् प्रीतिस्तया युता सहिता यमेष्विच्छा इच्छायम उच्यते । यत्तेषां यमानां पालनं शमसंयुतमुपशमान्वितं स प्रवृत्तियमः । तत्पालनं चात्राविकलमभिप्रेतं, तेन न कालादिविकलतत्पालनक्षणे इच्छायमेऽतिव्याप्तिः । न च सोऽपि प्रवृत्तियम एव, केवलं तथाविधसाधुचेष्टया प्रधान इच्छायम एव तात्त्विकपक्षपातस्यापि द्रव्यक्रियातिशायित्वात् । तदुक्तं-“तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।१।।” संविग्नपाक्षिकस्य प्रवृत्तचक्रत्वानुरोधे तु प्रवृत्तियम एवायं तस्य शास्त्रयोगानियतत्वादिति नयभेदेन भावनीयम् ।।१९-२६।। અહિંસાદિયમવાળા આત્માઓની કથાના શ્રવણાદિથી થતા આનંદથી યુક્ત એવી છે યમની ઇચ્છા, તેને ઇચ્છાયમ કહેવાય છે અને પ્રવૃત્તિયમ તેને કહેવાય છે કે જે ઉપશમથી યુક્ત તેનું પાલન કરે છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. ૧૨૬ યોગવિવેક બત્રીશી Page #130 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના બીજા શ્લોકમાં જણાવ્યા મુજબ ઇચ્છાયોગના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે સાધનની વિકલતામાં જ્યારે વિહિત અનુષ્ઠાનની ઉત્કટ ઇચ્છાથી કાલાદિથી વિકલ અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે તે ઇચ્છાયોગનું અનુષ્ઠાન હોય છે. ઈચ્છાયમ પણ ઇચ્છાયોગવિશેષ છે. અહિંસાદિ પાંચ પ્રકારના યમસ્વરૂપ મહાવ્રતોને જે લોકો સારી રીતે આરાધે છે, તેઓની કથાના પુણ્યશ્રવણથી આત્માને પરમ આનંદ થાય છે અને તેથી તે તે મહાત્માઓની જેમ મને પણ તે અહિંસાદિયમની પ્રાપ્તિ ક્યારે થશે, કઈ રીતે થશે... ઇત્યાદિ ઇચ્છા, યમના વિષયમાં થાય છે. તેને ઇચ્છાયમ કહેવાય છે. યોગની તીવ્ર ઇચ્છાની અભિવ્યક્તિ આ રીતે થતી હોય છે. યમ-નિયમાદિ અષ્ટાંગયોગની સાધનામાં યોગના પ્રથમ અંગ સ્વરૂપે અહિંસાદિ પાંચ યમની પ્રાપ્તિ થતી હોય છે. મહાવ્રતોના નામથી પ્રસિદ્ધ યમ, ઇચ્છાદિના ભેદથી ચાર પ્રકારનો છે. પ્રવૃત્તિના અભાવમાં પણ ઇચ્છા કેટલી ઉત્કટ હોય છે તે આપણે આપણી દૈનિક આહારાદિની પ્રવૃત્તિથી સમજી શકીએ છીએ. એ મુજબ જ આ ઇચ્છાયમનું સ્વરૂપ સમજી લેવું જોઇએ. આપણે જે ઇચ્છીએ છીએ તે કરી શકતા ન હોઇએ ત્યારે તે વસ્તુને પામેલાઓની તેમ જ તે વસ્તુની કે તેના સાધનાદિની કથા(વાત) સાંભળવામાં અત્યંત પ્રીતિ થતી હોય છે અને તેને લઇને તે વિષયની તીવ્ર સ્પૃહા થાય છે. એવી યમવિષયણી તીવ્ર સ્પૃહાને ઇચ્છાયમ કહેવાય છે. તે યમો (અહિંસાદિ)નું ક્રોધાદિ કષાયોના ઉપશમપૂર્વકનું જે પાલન(પ્રવૃત્તિ) છે, તેને પ્રવૃત્તિયમ કહેવાય છે. અહીં કાલાદિથી અવિકલ પાલન જ પ્રવૃત્તિયમ તરીકે વિવક્ષિત છે, તેથી કાલાદિથી વિકલ એવા પાલનથી યુક્ત એવા ઇચ્છાયમને પ્રવૃત્તિયમ કહેવાનો પ્રસંગ નહીં આવે. અન્યથા પાલનસામાન્યને (વિકલ-અવિકલ) પ્રવૃત્તિમ માનવામાં આવે તો ઇચ્છાયમને પણ પ્રવૃત્તિયમ માનવાનો પ્રસંગ સ્પષ્ટ છે. યમના વિકલ પણ પાલનને પ્રવૃત્તિયમ કહેવાનું યોગ્ય નથી. કારણ કે વિકલયમની પ્રવૃત્તિ સ્થળે તેવી સાધુઓની સચ્ચેષ્ટાને લઈને ત્યાં પ્રધાન-શ્રેષ્ઠ ઇચ્છાયમ જ મનાય છે. શુદ્ધક્રિયાનો જયાં અભાવ છે પરંતુ તાત્ત્વિક પક્ષપાત(આગ્રહ) છે, ત્યાં દ્રવ્યક્રિયા(વિકલ અનુષ્ઠાન)ની અપેક્ષાએ તાત્ત્વિક પક્ષપાતને શ્રેષ્ઠ મનાય છે. યોગદષ્ટિ સમુચ્ચય'માં શ્લો.નં. ૨૨૩થી ફરમાવ્યું છે કે – “તાત્ત્વિકપક્ષપાત(ક્રિયાશૂન્ય ભાવ) અને ભાવશૂન્ય જે ક્રિયા(તાત્ત્વિકપક્ષપાત-રહિત ક્રિયા) : એ બંન્નેમાં સૂર્ય અને ખદ્યોત(ખજવો) જેટલું અંતર છે અર્થાત્ ઘણો મોટો ફરક છે. યદ્યપિ સંવિગ્નપાક્ષિક આત્માઓનું તે તે અનુષ્ઠાન કાલાદિથી વિકલ હોવા છતાં તેમને પ્રવૃત્તચક્રયોગી મનાય છે, તેથી તે મુજબ તેમને પ્રવૃત્તિયમ છે - એમ માનવાનું આવશ્યક હોવાથી પ્રવૃત્તિયમની વિવક્ષામાં પ્રવૃત્તિસામાન્યની વિવક્ષા કરવી જોઈએ. અન્યથા સંવિગ્નપાક્ષિકોને તેવા પ્રકારના અવિકલ અનુષ્ઠાનના અભાવે પ્રવૃત્તિયમના અભાવમાં પ્રવૃત્તચક્રયોગી માનવાનું એક પરિશીલન ૧૨૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ શક્ય નહીં બને. પરંતુ સંવિગ્નપાક્ષિકોને પ્રવૃત્તચયોગી તરીકે વર્ણવાય છે, તેથી તેમના યમ(વિકલ પણ યમ)ને પ્રવૃત્તિયમ જ કહેવાય છે. પ્રવૃત્તિયમ માટે યમનું પાલન શાસ્ત્રનિયત (શાસ્ત્રયોગાનુસારી) જ હોવું જોઈએ એવો નિયમ નથી. વ્યવહારનયવિશેષની અપેક્ષાએ એ વિચારવું જોઈએ. ૧૯-૨દો સ્થિરયમનું સ્વરૂપ વર્ણવાય છે सत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया । રહેતા રમસેવા તુ, તૃતીયો યમ ઉતે 99-૨ી सदिति-सतो विशिष्टस्य क्षयोपशमस्योत्कर्षादुद्रेकादतिचारादीनां चिन्तया रहिता तदभावस्यैव विनिश्चयात् । यमसेवा तु तृतीयो यमः स्थिरयम उच्यते ।।१९-२७।। “વિશિષ્ટ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિની ચિંતાથી રહિત જે યમનું પાલન છે તેને ત્રીજો સ્થિરમ કહેવાય છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પ્રવૃત્તિયમ અને સ્થિરયમ બંન્નેમાં યમનું પાલન તો હોય છે. પરંતુ ચારિત્રમોહનીયાદિ કર્મના વિશિષ્ટ ક્ષયોપશમાદિના કારણે મહાવ્રતોના પાલનમાં કોઈ પણ અતિચાર લાગવાનો સંભવ રહેતો ન હોવાથી જ્યારે તે તે અતિચારોના અભાવનો નિશ્ચય થાય છે, ત્યારે તે યમના પાલનને સ્થિરયમ કહેવાય છે. ક્ષયોપશમના ઉત્કર્ષથી મહાવ્રતોના પાલનમાં અતિચાર - અનાચાર વગેરેનો ભય ન હોવાથી અતિચારાદિની ચિંતાથી રહિત એવીયમનીસેવારિયમમાં હોય છે. પ્રવૃત્તિયમમાં એવોલયોપશમનો ઉત્કર્ષ ન હોવાથી અતિચારાદિનો ભય હોવાથી અતિચારાદિની ચિંતા હોય છે. તેથી ત્યાં યમોનુંમહાવ્રતોનું પાલન અતિચારાદિની ચિંતાથી રહિત હોતું નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. I૧૯-૨થી. સિદ્ધિયમનું સ્વરૂપ વર્ણવાય છે– परार्थसाधिका त्वेषा, सिद्धिः शुद्धान्तरात्मनः । ન્જિયિન, ચતુર્થો યમ ઉચ્યતે |૧૬-૨૮ परार्थेति-परार्थसाधिका स्वसन्निधौ परस्य वैरत्यागादिकारिणी तु एषा यमसेवा सिद्धिः । शुद्धः क्षीणमलतया निर्मलोऽन्तरात्मा यस्य । अचिन्त्याया अनिर्वचनीयायाः शक्तेः स्ववीर्योल्लासरूपाया योगेन વાર્થો યમ ઉધ્યતે I9૧-૨૮ “શુદ્ધમનવાળા આત્માની અચિંત્ય શક્તિના યોગે બીજાના પ્રયોજન(કાય)ને સાધી આપનારી સિદ્ધિને ચતુર્થયમ-સિદ્ધિયમ કહેવાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ ૧૨૮ યોગવિવેક બત્રીશી Page #132 -------------------------------------------------------------------------- ________________ છે. એનું તાત્પર્ય એ છે કે જે યોગના યોગીના સાંનિધ્યને લઈને બીજાને વૈરત્યાગ વગેરેની પ્રાપ્તિ થાય છે તે યોગસ્વરૂપ યમની સિદ્ધિને સિદ્ધિયમ કહેવાય છે. જેમનો અંતરાત્મા(મન) કર્મમલના ક્ષયથી નિર્મળ છે તે શુદ્ધમનવાળા યોગીજનોના અચિંત્યવીર્ષોલ્લાસ સ્વરૂપ સામર્થ્યથી બીજાને પણ પોતાની સિદ્ધિ જેવી સિદ્ધિને પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ સ્વરૂપ ચોથા યમની પ્રાપ્તિ થાય છે. કોઈ સંયોગોમાં તેવા પ્રકારની અન્ય કારણસામગ્રીનો અભાવ હોય તો યોગીઓની સિદ્ધિથી બીજાને તેવી સિદ્ધિ ન પણ મળે એ બનવાજોગ છે. એટલા માત્રથી યોગીજનને સિદ્ધિ મળી નથી – એમ માનવાની ભૂલ કરવી ના જોઇએ. કારણ કે આવા પ્રસંગે યોગીજનોની સિદ્ધિમાં પરાર્થ-સાધત્વસ્વરૂપયોગ્યતારૂપે છે જ... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૯-૨૮ ચાર પ્રકારના ઇચ્છાદિયમોનું નિરૂપણ કરીને હવે અવચ્ચક ત્રણ યોગોનું સ્વરૂપ જણાવતાં પ્રથમ અવંચક યોગનું સ્વરૂપ વર્ણવાય છે– सद्भिः कल्याणसम्पन्नै दर्शनादपि पावनैः । તથા વનતો થોડા સાદાવઝવ વધ્યતે II9૧-૨૬ सद्भिरिति-सद्विरुत्तमैः । कल्याणसम्पन्नैर्विशिष्टपुण्यवद्भिः । दर्शनादप्यवलोकनादपि पावनैः पवित्रैः । तथा तेन प्रकारेण गुणवत्तयेत्यर्थः । दर्शनतो योगः सम्बन्ध आद्यावञ्चकः सद्योगावञ्चक इष्यते ।।१९-२९।। “દર્શનથી પણ પવિત્ર કરનારા એવા ઉત્તમ વિશિષ્ટ પુણ્યવાના યોગીઓની સાથે તેવા પ્રકારે દર્શનને આશ્રયીને જે સંબંધ છે તેને આઘાવંચક(યોગાવંચક) યોગ કહેવાય છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગીજનોના દર્શન દ્વારા તેમની સાથે આપણો જે સંબંધ થાય છે તેને પ્રથમ યોગાવંચક યોગ કહેવાય છે. અવંચક ત્રણ યોગમાં તે પ્રથમ છે. જે યોગીજનોના દર્શનથી યોગાવંચકયોગની પ્રાપ્તિ થાય છે, તે યોગીઓનું સ્વરૂપ શ્લોકના પૂર્વાદ્ધથી વર્ણવ્યું છે. તે યોગીજનો વિશિષ્ટપુણ્યસ્વરૂપ કલ્યાણના ભાજન હોય છે અને તેમના દર્શનમાત્ર થવાથી પણ તેઓ આપણા આત્માને પવિત્ર કરનારા હોય છે. એ ઉત્તમ યોગીઓનાં તેમને ગુણી માનીને જે દર્શન થાય છે તેવા દર્શનને આશ્રયીને તેમની સાથે થનારા સંબંધને આદ્ય (પ્રથમ) અવંચક (યોગાવંચક) યોગ કહેવાય છે. અવંચકયોગની શરૂઆતની આ અવસ્થા છે. આ અવસ્થાનું ઘણું જ મહત્ત્વ છે. એને અનુરૂપ જ આગળના યોગની પ્રાપ્તિ થવાની છે. શરૂઆતમાં જ યોગી સારા મળે, એ પણ સિદ્ધિનું મુખ્ય અંગ છે, નહિ તો આપણને યોગની સિદ્ધિ મેળવવી હોય અને એ વખતે માર્ગદર્શક યોગી સારા ન મળે તો; સિદ્ધિ તો દૂર રહી, પણ જે સિદ્ધ છે તે પણ ગુમાવવાનો વખત આવે એવું પણ બને ! એક પરિશીલન ૧૨૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્લોકમાંનું તથા વર્ગનતો થો. આ પદ નિરંતર સ્મરણીય છે. એનું તાત્પર્ય એ છે કે સારા પણ યોગીજનોનું દર્શન તેમને ગુણવાન માનીને થાય તો જ યોગાવંચકયોગની પ્રાપ્તિ થાય છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુનું દર્શન પણ તેને તેની વિશેષતાને જાણવાથી ફળે છે. અન્યથા તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી – એ સમજી શકાય છે. જેનું આપણને કામ હોય અને તે આપણને સામે જ મળી જાય પરંતુ તેમને આપણે ઓળખીએ જ નહિ તો કાર્ય સિદ્ધ કઈ રીતે થાય? યોગીજનોની વિશેષતાને જાણીને તેમનું દર્શન થાય તો યોગાવંચકયોગની પ્રાપ્તિ થઈ શકે છે... ઇત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૧૯-રા. ક્રિયાવંચકયોગનું સ્વરૂપ વર્ણવાય છે– तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥१९-३०॥ तेषामेवेति-तेषामेव सतामेव प्रणामादिक्रियानियम इत्यलं क्रियावश्यकयोगः स्यात् । महापापक्षयस्य नीचैर्गोत्रकर्मक्षयस्योदय उत्पत्तिर्यस्मात् स तथा ।।१९-३०।। “સંયોગીઓને જ પ્રણામ વગેરે કરવાના નિયમથી ક્રિયાવંચકયોગ સારી રીતે (સમર્થપણે) થાય છે, જેનાથી મહાપાપના ક્ષયનો ઉદય થાય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે યોગાવંચકયોગની પ્રાપ્તિથી યોગીજનોનું ગુણવાન તરીકે દર્શન થાય છે. ત્યાર પછી નિયમિતપણે તેમને પ્રણામ કરવાની તેમ જ તેમનો સત્કાર કરવા વગેરેની ક્રિયા કરવાથી ક્રિયાવંચક્યોગની પ્રાપ્તિ થાય છે. કહેવાનો આશય એ છે કે વિશિષ્ટપુણ્યવાળા ઉત્તમ યોગીના દર્શન પછી પણ પ્રમાદાદિના કારણે અથવા તો બાહ્ય સંયોગોની વિચિત્રતાના કારણે તેઓશ્રીને પ્રણામ કરવાનું બનતું નથી. બને તો તેવો નિયમ રહેતો નથી અને તેથી એવા યોગીજનોને પ્રણામ કરવા વગેરેથી પ્રાપ્ત થનારા ફળથી આપણે વંચિત રહીએ છીએ. પરંતુ ચોક્કસપણે એવા યોગીજનોને પ્રણામ વગેરે કરવાથી તે યોગના ફળને આપવા માટે સમર્થ એવો ક્રિયાવંચક્યોગ પ્રાપ્ત થાય છે. “ક્રિયાવંચક' શબ્દના અર્થ ઉપરથી એ સમજી શકાય છે. આ બીજા અવંચકયોગથી મહાપાપસ્વરૂપ નીચગોત્રકર્મનો ક્ષય થાય છે. યોગના અર્થી જનો માટે નીચગોત્રકર્મ મહાપાપસ્વરૂપ છે. કારણ કે એ કર્મના ઉદયથી જયાં યોગનું નામ પણ સાંભળવા ન મળે એવા નીચકુળમાં જન્મ મળે છે. યોગના અર્થી માટે એવા જન્મને છોડીને બીજું કયું ખરાબ છે? જે જોઇએ છે એ જ મળે નહીં અને બીજું બધું મળે એનો કોઈ અર્થ નથી – એમ જ યોગના અર્થીઓને થતું હોય છે. યોગની સિદ્ધિ માટે ખૂબ જ અગત્યનું એ સાધન છે. એની પ્રાપ્તિમાં નીચગોત્રકર્મનો ઉદય પ્રતિબંધક છે અને એનો ક્ષય આ ક્રિયાવંચકયોગથી થાય છે. ૧૯-૩૦ના ૧૩૦ યોગવિવેક બત્રીશી Page #134 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા અવંચક્યોગનું સ્વરૂપ જણાવાય છે– फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । સાનુવન્થwીવાર્થસિદ્ધી સતાં મતા ૧૨-રૂા. फलेति-फलावञ्चकयोगस्तु सद्य एवानन्तरोदितेभ्यो नियोगतोऽवश्यम्भावेन सानुबन्धस्योत्तरोत्तरवृत्तिमतः फलस्यावाप्तिस्तथा सदुपदेशादिना धर्मसिद्धौ विषये सतां मता ।।१९-३१।। । ઉત્તમ પ્રકારના યોગીઓથી જ અવશ્યપણે ઉત્તરોત્તર તે તે ફળની પ્રાપ્તિને, ધર્મસિદ્ધિને વિશે ફલાવંચક્યોગ તરીકે સત્પરુષોએ માની છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – જે યોગીઓને ક્રિયાવંચક્યોગને લઈને પ્રણામ વગેરે સ્વરૂપ ક્રિયા કરી હતી તે ઉત્તમયોગી પાસેથી જ સદુપદેશાદિને પ્રાપ્ત કરવાથી ચોક્કસપણે જે ફળની ઉત્તરોત્તર પ્રાપ્તિ થાય છે તે જ ફલાવંચકયોગ તરીકે મનાય છે. અહીં ધર્મસિદ્ધિના વિષયમાં યોગાવંચકાદિની ઉપયોગિતા સ્પષ્ટપણે વિચારી લેવી જોઇએ. ઉત્તમયોગીઓનું દર્શન, તેમને પ્રણામ વગેરે કરવા સ્વરૂપ ક્રિયાનું કરણ અને ત્યાર બાદ તેમની જ પાસે સદુપદેશાદિનું શ્રવણ કરવાથી મુમુક્ષુ આત્માને સાનુબંધ ધર્મની પ્રાપ્તિ થાય છે. તે જ ફલાવંચકયોગ છે. ઉત્તરોત્તર અનુક્રમે વિશિષ્ટ એવા ધર્મસ્વરૂપ ફળની પ્રાપ્તિને અહીં સાનુબંધફલાવાતિ તરીકે વર્ણવી છે. એકાદ બે વાર ધર્મસ્વરૂપ ફળ મળે પરંતુ પછી તે ન મળે તો તે નિરનુબંધ ફળની પ્રાપ્તિને ફલાવંચયોગ સ્વરૂપે વર્ણવી નથી. યોગના ફળને જેઓ ઇચ્છે છે તેમની તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ અવંચક ત્રણ યોગનું સ્વરૂપ તેઓએ સમજી લેવું જોઈએ. તે તે કાર્ય કરતી વખતે શરૂઆત ખોટી ન થાય, ક્રિયા અટકી ન પડે અને તે બગડી ન જાય એની કાળજી આપણે ચાલુ વ્યવહારમાં બરાબર રાખતા હોઈએ છીએ. એવી જ કાળજી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં અનુષ્ઠાન કરતી વખતે રાખવામાં આવે તો ચોક્કસ જસિદ્ધિ પ્રાપ્ત થશે. ક્રિયાનો આરંભ ખોટો થાય તેમ જ ક્રિયા અટકી પડે કે બગડી જાય તો શું થાય એની કલ્પના આપણને છે જ, તેથી અવંચયોગોનું મહત્ત્વ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. // ૧૯-૩૧al પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે इत्थं योगविवेकस्य, विज्ञानाद्धीनकल्मषः । થતમાનો યથાશક્ટ્રિ, પરમાનન્દનનુત્તે 98-રૂર Wમિતિ–સ્પષ્ટ: 98-રૂરી “આ રીતે યોગવિવેકના વિશિષ્ટજ્ઞાનથી જેનાં પાપ ક્ષીણ થયાં છે તે પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના યોગની આરાધનામાં પ્રયત્ન કરનાર આત્માને પરમાનંદસ્વરૂપ મોક્ષની એક પરિશીલન ૧૩૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક રીતે યોગના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવવા માટે આ બત્રીશીમાં એ રીતે જ યોગવિવેકનું નિરૂપણ કરાયું છે. એ યોગવિવેકના જ્ઞાનથી આત્માનાં પાપો ક્ષીણ થાય છે. આવી હીનકલ્મષ અવસ્થામાં પોતાની શક્તિ અનુસાર અર્થાત્ પોતાની શક્તિને ગોપવ્યા વિના જો યોગની સાધનામાં પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ જ આત્મા પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. શ્લોકમાં યતમાનો યથાશત્તિ – આ ત્રીજું પદ છે, જે મુમુક્ષુજનોએ નિરંતર યાદ કરવું જોઇએ. યોગની સાધનામાં યથાશક્તિ પ્રયત્ન હોય તો મોક્ષની પ્રાપ્તિમાં કોઇ અવરોધ નથી. અર્થ અને કામની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન થાય છે તેનો જેને ખ્યાલ છે, એવા આત્માઓને યથાશક્તિ યત્નનો અર્થ સમજાવવાની આવશ્યકતા નથી. આપણી પાસે જેટલી શક્તિ છે એટલી બધી જ શક્તિનો ઉપયોગ કરી યોગની સાધનામાં પ્રયત્ન કરવા સ્વરૂપ જ અહીં યથાશક્તિ યતમાન અવસ્થા છે. અંતે એવી અવસ્થાને પામવા દ્વારા ગ્રંથમાં જણાવ્યા મુજબ આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૧૯-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगविवेकद्वात्रिंशिका ॥ ૧૩૨ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ યોગવિવેક બત્રીશી Page #136 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે ) યોગવિવેક' બત્રીશીમાં સ્વાભિમત યોગનું નિરૂપણ કરીને અન્યદર્શનકારોએ વર્ણવેલા યોગ; તે કયા યોગમાં સમાય છે આવી જિજ્ઞાસાને શાંત કરવા આ બત્રીશીમાં “યોગાવતાર' જણાવાય છે. ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવીને પતજલિ વગેરે યોગના જાણકારોએ સમ્રજ્ઞાત અને અસહ્મજ્ઞાત : આ બે મુખ્ય ભેદો વર્ણવ્યા છે. તેના અવાંતર ભેદોનું સ્વરૂપ, તેનું ફળ અને તેને પ્રાપ્ત કરવાના સામાન્ય ઉપાયો વગેરેના વર્ણન સાથે યોગીઓના ચિત્તની દશાદિનું વર્ણન; પાતંજલયોગસૂત્ર વગેરેમાં વિસ્તારથી કરેલું છે. એને અનુલક્ષીને પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ આ બત્રીશીની શરૂઆતમાં ચૌદ શ્લોક દ્વારા ખૂબ જ સંક્ષેપથી વર્ણન કર્યું છે. ખૂબ જ સ્વસ્થ ચિત્તે એકાગ્રતાપૂર્વક તેનું અધ્યયન કરવાથી અન્યદર્શનના યોગના સ્વરૂપાદિનો ખ્યાલ આવી શકે છે. મૌલિક આત્માદિના સ્વરૂપમાં જ મતભેદ હોવાથી ખરેખર તો તેમની જ માન્યતા મુજબ તેમણે જણાવેલી વાતો સગત થતી નથી. તેથી તેમની માન્યતા મુજબના યોગની વિચારણા કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ યોગના જિજ્ઞાસુઓને જ્યાં પણ યોગની વાત સાંભળવા મળે એટલે તેનો સમાવેશ આપણે ત્યાં ક્યાં અને કઈ રીતે થઈ શકે તે અંગે જિજ્ઞાસા થતી હોય છે. તેને અનુસરીને પંદરમા શ્લોકથી યોગાવતારનો પ્રારંભ કરાયો છે. અન્યાભિમત યોગનો યથાસંભવ સ્વાભિમત યોગમાં અવતરણ કરતાં ગ્રંથકારશ્રીએ સમાપત્તિનું વર્ણન વિશમા શ્લોકમાં સ્પષ્ટ રીતે કર્યું છે. ત્યાર પછી અસમ્પ્રજ્ઞાતયોગનો સમાવેશ વૃત્તિસંક્ષય નામના યોગમાં જણાવીને તેના ફળ સ્વરૂપે પાપાકરણનિયમનું વર્ણન કર્યું છે, જે યોગનું વાસ્તવિક ફળ છે. એ નિયમના અભાવમાં યોગની પ્રવૃત્તિનું વસ્તુતઃ કોઈ ફળ નથી. દષ્ટાંતથી પાપાકરણનિયમની આવશ્યકતા સમજાવીને અંતે મોક્ષની પ્રાપ્તિમાં તેનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું છે. તેને લઈને જ વૃત્તિસંક્ષયયોગ ઉપપન્ન બને છે... ઇત્યાદિ નિરૂપણ યોગના અર્થીઓ માટે અનુશીલન કરવા યોગ્ય છે. યોગશાસ્ત્ર અને આપણું વર્તન : એ બંન્નેનો સંવાદ જ આપણા આત્માને પરમાત્મા બનાવી શકે છે – એ સાધકે તો નહીં જ ભૂલવું જોઈએ. આ રીતે અન્યદર્શનકારે જણાવેલા અને જૈનદર્શનમાં જણાવેલા યોગનું સ્વરૂપ એક હોય તો ભેદ કઈ રીતે પડે છે - આ શકાનું સમાધાન ચોવીશમા શ્લોકમાં જણાવ્યું છે. દશ્ય એક હોવા છતાં બાહ્યસંયોગો, દ્રષ્ટાની સ્થિતિ અને સાધનની ક્ષતિ... વગેરે કારણે જેમ દશ્યમાં ભિન્નતા વર્તાય છે તેમ દર્શનોમાં પણ ભેદ પડે છે. ઈત્યાદિ વર્ણન ખૂબ જ શ્રદ્ધાજનક છે. પચીસમા શ્લોકથી આ રીતે આઠ સદ્દષ્ટિઓના નિરૂપણનો પ્રારંભ થાય છે. તે તે દૃષ્ટિઓનું એક પરિશીલન ૧૩૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ, તે તે દૃષ્ટિમાં પ્રાપ્ત થતાં યોગનાં અકો, બાધક દોષની હાનિ અને સાધક ગુણની પ્રાપ્તિનું અહીં સામાન્યથી વર્ણન છે. સંક્ષેપથી આઠ દૃષ્ટિઓના જ્ઞાન માટે એ પૂરતું છે. બત્રીશીના અંતિમ ભાગમાં દષ્ટિઓના સાપાય નિરપાય; પ્રતિપાતયુતા અને અપ્રતિપાતયુતા : આ રીતે બે બે ભેદ દર્શાવ્યા છે. એમાંનો આદ્ય ચાર દૃષ્ટિઓનો પ્રથમ ભેદ મિથ્યાષ્ટિને હોય છે અને બીજો ભેદ ભિન્નગ્રંથિક જીવોને હોય છે – એ જણાવીને છેલ્લે મિથ્યાષ્ટિઓને સદ્દષ્ટિઓ કઈ રીતે હોય - એ શકાનું સમાધાન જણાવ્યું છે. મિથ્યાત્વની મંદતામાં પ્રથમ ચાર દૃષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. તેથી તેને યોગદષ્ટિ કહેવાય છે. મિથ્યાદષ્ટિ-ગુણસ્થાનકે પણ નિસર્ગથી જ જેઓ ભદ્રમૂર્તિ, શાંત, મૃદુ, વિનીત અને સંતોષના સુખની પ્રધાનતાને માનનારા હોય છે તેઓ પરમાનંદના ભાજન બને છે – આ વાત છેલ્લા શ્લોકથી જણાવી છે. અંતે આ રીતે પ્રથમ ગુણસ્થાનકની નૈસર્ગિક એ યોગ્યતાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની આપણે પરમાનંદના ભાજન બની રહીએ... એ જ એક અભ્યર્થના... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય : પિંપળગામ (બસવંત) (જિ. નાસિક) ફાગણ સુદ-૩, સોમવાર, તા. ૨૩-૦૨-૨૦૦૪ ૧૩૪ યોગાવતાર બત્રીશી Page #138 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते योगावतारद्वात्रिंशिका ।। अनन्तरोक्तो योगविवेकः स्वाभिमतयोगभेदे परोक्तयोगानामवतारे सति व्यवतिष्ठत इत्यतोऽयं निरूप्यते આ પૂર્વેની યોગવિવેકબત્રીશીમાં વર્ણવેલા પોતાને માન્ય એવા યોગના ભેદોમાં અન્ય દર્શનકારોએ વર્ણવેલા તે તે યોગના પ્રકારોનો અવતાર(સમાવેશ) થયે છતે પોતાના માન્ય યોગપ્રકારો વ્યવસ્થિત બને છે. તેથી આ બત્રીશીથી યોગાવતાર જણાવાય છે. કહેવાનો આશય એ છે કે અન્યદર્શનકારોએ પણ ચિત્તવૃત્તિના નિરોધાદિને યોગના સ્વરૂપે વર્ણવીને તેના સંપ્રજ્ઞાતાદિ ભેદો વર્ણવ્યા છે. એનો ખ્યાલ આવવાથી મુમુક્ષુઓને અધ્યાત્માદિ યોગોમાં તેનો સમાવેશ ક્યાં થાય છે... વગેરે જાણવાની ઇચ્છા થાય એ સમજી શકાય છે. મુમુક્ષુઓની તે તે જિજ્ઞાસાને તૃપ્ત કરવા આ બત્રીશીથી યોગાવતારનું નિરૂપણ કરાય છે सम्प्रज्ञातोऽपरश्चेति, द्विधाऽन्यैरयमिष्यते । सम्यक् प्रज्ञायते येन, सम्प्रज्ञातः स उच्यते ॥२०-१॥ सम्प्रज्ञात इति-सम्प्रज्ञातोऽपरोऽसम्प्रज्ञातश्चेति अन्यैः पातञ्जलैरयं योगो द्विधेष्यते । सम्यक् संशयविपर्ययानध्यवसायरहितत्वेन प्रज्ञायते प्रकर्षेण ज्ञायते भाव्यस्य स्वरूपं येन स सम्प्रज्ञात उच्यते T/૨૦-૧ી. જૈનેતર દર્શનના અનુયાયી એવા પાતંજલીએ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત ભેદથી યોગને બે પ્રકારનો માન્યો છે. જેના વડે સારી રીતે ભાવ્ય(ભાવિત બનાવવા માટે યોગ્ય) પદાર્થો જણાય છે તેને સંપ્રજ્ઞાતયોગ કહેવાય છે.” આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પાતંજલોની માન્યતા મુજબ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત ભેદથી યોગ બે પ્રકારનો છે. સારી રીતે સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિતપણે ભાવ્યનું જેના વડે જ્ઞાન થાય છે; તેને સંપ્રજ્ઞાતયોગ કહેવાય છે. “આ પુરુષ છે કે સ્થાણુ (સૂંઠ) છે.”.. ઇત્યાદિ સ્વરૂપ સંશય છે. શુક્તિ(છીપ)માં રજતનું જે જ્ઞાન થાય છે તે વિપર્યય છે અને રસ્તે જતી વખતે પગે અડતી વસ્તુ વગેરેનું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તે અનધ્યવસાય છે. ગ્રાહ્ય પૃથ્વી પાણી વગેરે અને ગંધ રૂપ રસ વગેરે; ગ્રહણ જ્ઞાનેન્દ્રિય તેમ જ કર્મેન્દ્રિય વગેરે અને ગ્રહીતા આત્મા વગેરે ત્રણ પ્રકારના ભાવ્ય (ધ્યય-ધ્યાનના વિષય) છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી ભિન્ન એવું નિશ્ચયાત્મક, ભાવ્યનું પ્રકૃષ્ટજ્ઞાન, જે યોગથી થાય છે તેને સંપ્રજ્ઞાતયોગ કહેવાય છે. સામાન્ય રીતે ધ્યેયભૂત વિષયને ભાવ્ય કહેવાય છે. જેનું ધ્યાન કરાય છે; તેને ધ્યેય કહેવાય છે. ગ્રાહ્યાદિ ભાવ્ય સ્વરૂપનું પ્રકર્ષથી સંશયાદિથી રહિતપણે જે યોગથી એક પરિશીલન ૧૩૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન થાય છે તે સંપ્રજ્ઞાતયોગ છે. કોઈ પણ વસ્તુનું તેવા પ્રકારનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો તે વિષયના સ્વરૂપનું ધ્યાન આવશ્યક છે – એ સમજી શકાય છે. ૨૦-૧૧ સંપ્રજ્ઞાતસમાધિયોગના પ્રકાર જણાવાય છે– वितर्केण विचारेणानन्देनास्मितयान्वितः । भाव्यस्य भावनाभेदात्, सम्प्रज्ञातश्चतुर्विधः ॥२०-२॥ वितर्केणेति-वितर्केण विचारेणानन्देनास्मितयाऽन्वितः क्रमेण युक्तः । भाव्यस्य भावनाया विषयान्तरपरिहारेण चेतसि पुनः पुनर्निवेशनलक्षणाया भेदात् । सम्प्रज्ञातश्चतुर्विधो भवति । तदुक्तंવિતવિધારાનન્દમિતારૂપનુમત્મિપ્રજ્ઞાતિ તિ [999]” ર૦-૨ ભાવ્યની ભાવનાના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી યુક્ત એવો સંપ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે.” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પાતંજલદર્શનની માન્યતા મુજબ ચિત્તવૃત્તિઓનો નિરોધ યોગ છે. વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત(અનુગત-સંબદ્ધ) એ નિરોધ અનુક્રમે વિતકન્વિત, વિચારાન્વિત, આનંદાન્વિત અને અસ્મિતાન્વિત કહેવાય છે. તેથી તે સ્વરૂપે સંપ્રજ્ઞાતસમાધિ-યોગ ચાર પ્રકારનો છે. જે ભાવનામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાયાત્મક જ્ઞાનના અભાવપૂર્વક યથાર્થરૂપે ધ્યેય-ભાવ્યનું જ્ઞાન થાય છે; તે ભાવનાવિશેષ સંપ્રજ્ઞાત છે. વિષયાંતરના પરિહારપૂર્વક કોઈ એક ધ્યેય-ભાવ્યનો ચિત્તમાં વારંવાર જે નિવેશ છે તેને ભાવના કહેવાય છે, જે ભાવ્યના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત બને છે. તે ચાર પ્રકારની ભાવનાથી સંપ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે. “પાતંજલયોગસૂત્રમાં સૂ.નં. ૧-૧૭ થી જણાવ્યું છે કે વિતર્ક, વિચાર, આનંદ અને અમિતાત્મક સ્વરૂપના અનુગમથી તે નિરોધ સંપ્રજ્ઞાત કહેવાય છે. આને જ સવિકલ્પયોગ અથવા સવિકલ્પસમાધિ કહેવાય છે. વિતર્ક, વિચાર વગેરેનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ૨૦-રા. વિતકન્વિત સંપ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છે– पूर्वापरानुसन्धानाच्छब्दोल्लेखाच्च भावना । महाभूतेन्द्रियार्थेषु, सविकल्पोऽन्यथापरः ॥२०-३॥ पूर्वेति-पूर्वापरयोरर्थयोरनुसन्धानाच्छब्दोल्लेखाच्छब्दार्थोपरागाच्च यदा भावना प्रवर्तते महाभूतेन्द्रियलक्षणेष्वर्थेषु स्थूलविषयेषु तदा सवितर्कः समाधिः । अन्यथाऽस्मिन्नेवालम्बने पूर्वापरानुसन्धानशब्दार्थोलेखशून्यत्वेन भावनायामपरो निर्वितर्कः ॥३॥ ૧૩૬ યોગાવતાર બત્રીશી Page #140 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી વગેરે પાંચ મહાભૂતો અને ગંધાદિ પાંચ ઇન્દ્રિયાર્થીને વિશે પૂર્વાપરના અનુસંધાનથી અને શબ્દોના ઉલ્લેખથી જ્યારે ભાવના પ્રવર્તે છે; ત્યારે સવિકલ્પ-સવિતર્ક (વિતકન્વિત) સમાધિયોગ હોય છે. અન્યથા તાદેશ શબ્દોના ઉલ્લેખથી શૂન્ય ભાવના પ્રવર્તે છે; ત્યારે નિર્વિકલ્પ-નિર્વિતર્કસમાધિ હોય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાપર અર્થના અનુસંધાન(સ્મરણ)થી શબ્દ અને અર્થના સંબંધને લઈને જયારે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો સ્વરૂપ સ્કૂલ વિષયમાં ભાવના-ધ્યાન પ્રવર્તે છે; ત્યારે સવિતર્કસમાધિયોગ હોય છે. સામે ઘટ પડેલો હોય ત્યારે આને શું કહેવાય? આ શું છે? અને અહીં શું જાણ્યું? - આ ત્રણેય પ્રશ્નોના જવાબમાં ઘટ' આવો એકાકાર ઉત્તર પ્રાપ્ત થતો હોય છે, જેને શબ્દ, અર્થ અને જ્ઞાનની એકરૂપતાની પ્રતીતિ કહેવાય છે. એમાં પૂર્વાપર અર્થનું અનુસંધાન અવશ્ય હોય છે. શબ્દ, અર્થ અને જ્ઞાન સ્વરૂપ વિકલ્પોથી સંકીર્ણ(એકમેક) આ સમાધિને સવિતર્કસમાધિ કહેવાય છે. જ્યારે પૂર્વાપરઅર્થના અનુસંધાનથી શબ્દાર્થના ઉલ્લેખનો અભાવ હોય ત્યારે માત્ર ઘટાદિસ્વરૂપ મહાભૂતોના અર્થનિર્માસથી યુક્ત સમાધિ નિર્વિતર્ક મનાય છે. સ્થૂલ મહાભૂતો અને સૂક્ષ્મ ગંધાદિ પંચતન્માત્રા ગ્રાહ્ય છે. તેના વિષયવાળી સમાધિને ગ્રાહ્યસમાધિ કહેવાય છે. સ્થૂલવિષયક ગ્રાહ્યસમાધિ વિતર્કાનુગત છે, જે ઉપર જણાવ્યા મુજબ સવિકલ્પ અને નિર્વિકલ્પ યોગ સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈ પણ લક્ષ્યવેધી પહેલાં સ્થૂલ લક્ષ્યને વીંધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે અને ત્યાર પછી સૂક્ષ્મ લક્ષ્યને વીંધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે. તેમ અહીં પણ સ્કૂલ અને સૂક્ષ્મ વિષયમાં અનુક્રમે ભાવના પ્રવર્તે છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. l/૨૦-all વિચારાવિતસમાધિનું (સંપ્રજ્ઞાતયોગનું) નિરૂપણ કરાય છે– तन्मात्रान्तःकरणयोः, सूक्ष्मयो र्भावना पुनः । दिक्कालधर्मावच्छेदात्, सविचारोऽन्यथापरः ॥२०-४॥ तन्मात्रेति-तन्मात्रान्तःकरणयोः सूक्ष्मयोर्भाव्ययोर्दिकालधर्मावच्छेदाद्देशकालधर्मावच्छेदेन भावना पुनः सविचारः समाधिः । अन्यथा तस्मिन्नेवालम्बने देशकालधर्मावच्छेदं विना धर्मिमात्रावभासित्वेन ભાવનાયામપરો નિર્વિવાર: ર૦-૪ “દેશ અને કાળને લઇને સૂક્ષ્મ એવા ગંધાદિતન્માત્રા અને અંતઃકરણના વિષયમાં જે ભાવના(ધ્યાનવિશેષ) છે; તેને સવિચારસમાધિયોગ કહેવાય છે. અન્યથા દેશ-કાળને આશ્રયીને ન પ્રવર્તતી ભાવનામાં જ્યારે માત્ર ધર્મી જ (પંચતનાત્રા અને અંતઃકરણ જ) ભાસે છે, ત્યારે એ જ સમાધિને “નિર્વિચારસમાધિયોગ” કહેવાય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એક પરિશીલન ૧૩૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ગ્રાહ્ય; સ્કૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારના છે. સ્થૂલ ગ્રાહ્ય ભાવ્યને વિષય બનાવીને જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે વિતર્યાનુગતસમાધિ હોય છે. પરંતુ સૂક્ષ્મ ગ્રાહ્યને વિષય બનાવીને પ્રવર્તતી ભાવના હોય ત્યારે વિચારાનુગતસમાધિ હોય છે, જેના વિચાર અને નિર્વિચાર એમ બે ભેદ છે. પૃથ્વી વગેરેના સૂક્ષ્મ પરમાણુ; ગંધાદિ પંચતન્માત્રા અને સાંખ્યદર્શનપ્રસિદ્ધ મહત્તત્ત્વ સ્વરૂપ અંતઃકરણ સૂક્ષ્મ ગ્રાહ્ય છે. તેના ધ્યાન વખતે ઊધ્વદિ દેશ તેમ જ વર્તમાનાદિ કાળને આશ્રયીને જે ભાવના પ્રવર્તે છે, તે સવિચારસમાધિ છે. અન્યથા સૂક્ષ્મ ગ્રાહ્યના વિષયમાં જ જ્યારે દેશ કે કાળના અવચ્છેદ વિના માત્ર સૂક્ષ્મ ધર્મીનો જ અવભાસ કરાય છે ત્યારે નિર્વિચારસમાધિ હોય છે. સ્થૂલ મહાભૂતોના કારણભૂત જે પંચતન્માત્રાદિ છે; તે સૂક્ષ્મગ્રાહ્ય છે. તે તે દેશ-કાળને આશ્રયીને સૂક્ષ્મ ગ્રાહ્યની ભાવનાને સવિચાર-સમાધિયોગ કહેવાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધય છે. આથી વિશેષ હવે પછીના શ્લોકોથી સ્પષ્ટ કરાશે. ૨૦-૪ll આનંદાનુગત સંપ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છે यदा रजस्तमोलेशानुविद्धं भाव्यते मनः । तदा भाव्यसुखोद्रेकाच्चिच्छक्ते गुणभावतः ॥२०-५॥ यदेति-यदा रजस्तमसोर्लेशेनानुविद्धं मनोऽन्तःकरणतत्त्वं भाव्यते तदा भाव्यस्य भावनाविषयस्य सुखस्य सुखप्रकाशमयस्य सत्त्वस्योद्रेकादाधिक्याच्चिच्छक्तेर्गुणभावतोऽनुद्रेकात् ॥२०-५।। જયારે રજોગુણ અને તમોગુણના લેશથી (અંશથી) અનુવિદ્ધ(સંબદ્ધ-વ્યાપ્ત) એવા મનનું ધ્યાન (ભાવના) થાય છે, ત્યારે ભાવ્ય(ધ્યય-ભાવનાનો વિષય) સ્વરૂપસુખના ઉદ્રક(આધિક્ય)થી ચિતશક્તિની ગૌણતાના કારણે સાનંદ-સમાધિયોગ થાય છે.” - આ પ્રમાણે નોડત્રવ.... ઇત્યાદિ શ્લોકમાંના (છઠ્ઠા શ્લોકમાંના) સનઃ પદના સંબંધથી પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંપ્રજ્ઞાતયોગના ત્રીજા આનંદાનુગત-સાનંદ પ્રકારનું આ શ્લોકથી વર્ણન કરાયું છે. ગ્રહણસમાધિસ્વરૂપ આ યોગ છે. આનો વિષય, ગ્રહણ સ્વરૂપ મન અને ઇન્દ્રિયો છે. સામાન્ય રીતે મનના વિષયને આશ્રયીને અહીં સાનંદયોગનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાંખ્યાદિ દર્શનપ્રસિદ્ધ અંતઃકરણતત્ત્વસ્વરૂપ મન છે; જે જ્ઞાનનું સાધન છે, ચિતશક્તિથી અન્વિત છે. સત્ત્વ, રજસ અને તમોગુણમાંના રજોગુણ અને તમોગુણની અત્યંત અલ્પતાથી અનુવિદ્ધ એવા મનની જયારે ભાવના પ્રવર્તે છે ત્યારે ભાવનાના વિષયભૂત મન; સુખસ્વરૂપ અર્થાત્ સુખપ્રકાશ(જ્ઞાન)સ્વરૂપ સત્ત્વગુણથી પરિપૂર્ણ-ઉદ્ભિક્ત હોય છે. તેથી તે વખતે ચિતશક્તિની અનુદ્રિતાવસ્થાને લઇને સુખાનુભવસ્વરૂપ સાનંદસમાધિ હોય છે. તે વખતે સુખનું જ્ઞાન હોવા છતાં સુખનું પ્રાધાન્ય અને જ્ઞાનનું અપ્રાધાન્ય વર્તાય છે. એ સમજી શકાય છે. ૨૦-પા. ૧૩૮ યોગાવતાર બત્રીશી Page #142 -------------------------------------------------------------------------- ________________ સાનંદસમાધિ વખતે યોગીઓનું જે સ્વરૂપ હોય છે તે વર્ણવાય છે सानन्दोऽत्रैव भण्यन्ते, विदेहा बद्धवृत्तयः । देहाहकारविगमात्, प्रधानपुमदर्शिनः ॥२०-६॥ सानन्द इति-सानन्द: समाधिर्भवत्युक्तहेतुतः । अत्रैव समाधौ बद्धवृत्तयो विदेहा भण्यन्ते । देहाहङ्कारविगमाबहिर्विषयावेशनिवृत्तेः । प्रधानपुमदर्शिनः प्रधानपुरुषतत्त्वाविभावकाः ।।२०-६।। આ સાનંદસમાધિમાં જ જેમનું ચિત્ત લીન બન્યું છે; તે યોગીજનોના દેહાલંકારની નિવૃત્તિ થવાથી તેઓને વિદેહ કહેવાય છે. જેઓ પ્રધાન અને પુરુષતત્ત્વના વિભાવક હોતા નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાંના સીનન્દ આ પદનો સંબંધ પાંચમા શ્લોકમાં છે. ત્યાં એ પ્રમાણે અર્થ કર્યો છે. કહેવાનો આશય એ છે કે સાનંદસમાધિમાં ભાવ મન છે. તે સમાધિમાં ચિત્ત લીન થવાથી મનમાં જ લય પામવાના કારણે યોગીના શરીરાહંકારનો વિગમ થાય છે. અનાત્મભૂત શરીરમાં અહંકાર(આત્મત્વ)નો વિગમ થવાથી બાહ્ય વિષયોની પ્રત્યેના આવેશની નિવૃત્તિ થાય છે. પરંતુ આ સાનંદસમાધિમાં(ગ્રહણ સમાધિમાં) લીન થવાથી ગ્રહીતુ પ્રધાન-પુરુષ વગેરે તત્ત્વોનું વિભાવન અહીં હોતું નથી. અનાત્મભૂત શરીરનો અધ્યાસ ન હોવાથી અહીં યોગીને વિદેહ કહેવાય છે. ધ્યાતા ધ્યેયાકાર પરિણત બની જ્યારે તેમાં જ બદ્ધવૃત્તિવાળો બને ત્યારે તેનાથી અતિરિક્તનું વિભાવન કરી શકતો નથી – એ સમજી શકાય છે. સામાન્ય રીતે જે માણસ ભૂત અથવા ઇન્દ્રિયોમાંથી કોઇ પદાર્થમાં આત્મત્વની ભાવના કરી તેનું જ સમાધિમાં આલંબન કરી તેનું જ ધ્યાન કરે છે ત્યારે તે વિદેહ કહેવાય છે. કારણ કે તે દેહપાત પછી ભૂત અથવા ઇન્દ્રિયોમાં લીન હોવાથી તે દેહરહિત થાય છે. જ્યાં સુધી તેઓ એ રીતે ધ્યેયમાં લીન રહે છે ત્યાં સુધી તેમની વૃત્તિઓ નિરુદ્ધ રહે છે. ગ્રાહ્ય અને ગ્રહીતૃપૃથ્યાદિ વિષયો અને પુરુષોનું ધ્યાન આ સાનંદસમાધિ વખતે હોતું નથી, જે પ્રધાનપુમશિનઃ આ પદથી જણાવ્યું છે. ૨૦-૬ll અસ્મિતાનુગત સંપ્રજ્ઞાતયોગનું નિરૂપણ કરાય છે– सत्त्वं रजस्तमोलेशानाक्रान्तं यत्र भाव्यते । स सास्मितोऽत्र चिच्छक्तिसत्त्वयो मुख्यगौणता ॥२०-७॥ सत्त्वमिति-यत्र रजस्तमोलेशेनानाक्रान्तं सत्त्वं भाव्यते, स सास्मितः समाधिः । अत्र चिच्छक्तिसत्त्वयोर्मुख्यगौणता । भाव्यस्य शुद्धसत्त्वस्य न्यग्भावाच्चितिशक्तेश्च उद्रेकात् सत्तामात्रावशेषत्वाच्चात्र सास्मितत्वोपपत्तिः । न चाहङ्कारास्मितयोरभेदः शङ्कनीयः, यतो यत्रान्तःकरणमहमित्युल्लेखेन विषयं એક પરિશીલન ૧૩૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ वेदयते सोऽहङ्कारः, यत्रान्तर्मुखतया प्रतिलोमपरिणामेन प्रकृतिलीने चेतसि सत्तामात्रमेव भाति સાઽસ્મિતેતિ II૨૦-૭|| “રજોગુણ અને તમોગુણના લેશ(અંશ)થી અનાક્રાંત(રહિત) એવા સત્ત્વનું જ્યાં પરિભાવન છે; તે સાસ્મિત(અસ્મિતાનુગત) સંપ્રજ્ઞાતયોગ(સમાધિ) છે. અહીં ચિચ્છક્તિનું પ્રાધાન્ય હોય છે અને સત્ત્વનું અપ્રાધાન્ય(ગૌણત્વ) હોય છે.” આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અસ્મિતાનુગતસમાધિમાં સાધક સત્ત્વનું પરિભાવન કરે છે. રજોગુણ અને તમોગુણનો લેશ પણ તેમાં ન હોવાથી શુદ્ધસત્ત્વનું અહીં પરિભાવન હોય છે. ગ્રાહ્ય અને ગ્રહણ વિષયથી અનનુગત આ યોગમાં માત્ર ગ્રહીતૃ વિષય હોય છે. અહંકાર, પ્રકૃતિ અને અહંકારોપાધિક પુરુષથી અનુગત આ સમાધિને સાસ્મિત એટલે કે અસ્મિતાનુગતસમાધિ કહેવાય છે. પૂર્વ પૂર્વ સમાધિમાં ઉત્તર ઉત્તર સમાધિનો વિષય અનુગત હોય છે. પરંતુ ઉત્તરોત્તર સમાધિમાં પૂર્વપૂર્વ સમાધિનો વિષય અનુગત હોતો નથી. સ્થૂલ ગ્રાહ્ય, સૂક્ષ્મગ્રાહ્ય, ગ્રહણ અને ગ્રહીત્ ઃ આ ચાર વિષયથી અનુગત વિતર્કસંપ્રજ્ઞાતયોગ છે. ત્યાર પછી પૂર્વપૂર્વવિષયથી અનનુગત ઉત્તરોત્તર ત્રણ, બે અને એક વિષયથી અનુગત અનુક્રમે વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત સંપ્રજ્ઞાતયોગ હોય છે... ઇત્યાદિ પાતંજલયોગસૂત્રના અનુસંધાનથી સમજી લેવું જોઇએ. સમાધિની વિશિષ્ટતા તેના વિષયની સૂક્ષ્મતાને લઇને છે - એ સમજી શકાય છે. અસ્મિતાનુગતસમાધિમાં ચિત્શક્તિ (દૃશક્તિ, પુરુષ, આત્મા) મુખ્ય છે અને શુદ્ધસત્ત્વ ગૌણ છે. ભાવ્ય(ધ્યેય) શુદ્ધસત્ત્વ ગૌણ થવાથી અને ચિત્શક્તિની ઉદ્રિત અવસ્થાના કારણે ભાવ્યના બીજા કોઇ પણ ધર્મની ભાવનાને છોડીને માત્ર સત્તાનો પ્રતિભાસ હોવાથી આ સમાધિમાં સાસ્મિતત્વ(અસ્મિતા) સંગત બને છે. “આનંદાનુગતસમાધિમાં સત્ત્વ(અહંકાર)નું પરિભાવન હોય છે અને અસ્મિતાનુગતસમાધિમાં પણ સત્ત્વનું પરિભાવન હોય છે. તેથી અહંકાર (સાનંદસમાધિ) અને અસ્મિતા (સાસ્મિતસમાધિ) : એ બંન્નેમાં કોઇ ભેદ નહીં રહે.” - આ શંકા કરવી ના જોઇએ. કારણ કે જ્યાં ‘હું અંતઃકરણ છું.” - આ પ્રમાણે વિષય-સત્ત્વનું વેદન થાય છે ત્યાં સાનંદ-સમાધિ છે. અર્થાત્ તેનો વિષય અહંકાર છે અને જ્યાં પ્રતિલોમ (પશ્ચાનુપૂર્વી) પરિણામથી પ્રકૃતિના વિકારભૂત ચિત્ત પ્રકૃતિમાં લીન થયે છતે માત્ર સત્તારૂપે (અસ્મિરૂપે) પ્રતીત થાય છે ત્યાં સાસ્મિતસમાધિની વિષયભૂત અસ્મિતા છે ... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. તે તે કાર્યનું પોતાના તે તે કારણમાં લીન(વિલીન) થવા સ્વરૂપ પરિણામને પ્રતિલોમ પરિણામ કહેવાય છે. ૨૦-૭ાા અસ્મિતાનુગતસમાધિ વખતે યોગીઓનું જે સ્વરૂપ થાય છે તેનું વર્ણન કરાય છે— ૧૪૦ अत्रैव कृततोषा ये, परमात्मानवेक्षिणः । चित्ते गते ते प्रकृतिलया हि प्रकृतौ लयम् ॥ २०-८।। યોગાવતાર બત્રીશી Page #144 -------------------------------------------------------------------------- ________________ अत्रैवेति-अत्रैव सास्मितसमाधावेव ये कृततोषाः परमात्मानवेक्षिणः परमपुरुषादर्शिनः, ते हि चित्ते प्रकृतौ लयं गते सति प्रकृतिलया उच्यन्ते ।।२०-८।। આ અસ્મિતાનુગતસમાધિમાં જ જેઓ સંતુષ્ટ થયા છે તે પરમાત્મતત્ત્વને નહિ જોનારા, પ્રકૃતિમાં ચિત્ત લય પામે છતે “પ્રકૃતિલય' તરીકે કહેવાય છે.”.આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ અસ્મિતાનુગતસમાધિમાં ગ્રહીતૃસમાપત્તિનું પરિભાસન છે. ગ્રાહ્ય અને ગ્રહણ સમાપત્તિના વિષયની અપેક્ષાએ ગ્રહીતૃસમાપત્તિના વિષયની સૂક્ષ્મતા છે. સ્થૂલ વિષયોના પરિભાવન પછી ક્રમે કરીને સૂક્ષ્મ સૂક્ષ્મતરાદિ વિષયોનું પરિભાવન થતું હોય છે એ વસ્તુ સમજી શકાય છે. પાંચ મહાભૂતો પૃથ્વી પાણી... વગેરે), ગંધાદિ પાંચ તન્માત્રાઓ અને અહંકારાદિનું પરિભાવન સાનંદસમાધિમાં થયા પછી, સાસ્મિતસમાધિમાં પ્રતિલોમ(સ્થૂલથી સૂક્ષ્મમાં જવા સ્વરૂપ) પરિણામથી અહંકાર, પ્રકૃતિ અને અહંકારો પાધિક પુરુષનું પરિભાવન હોય છે. આ અવસ્થામાં જયારે સાધક તેમાં જ સંતોષ માની પ્રકૃતિમાં લીન બને છે ત્યારે ચિત્ત પ્રકૃતિમાં લય પામે છે. આ વખતે નિરુપાધિક શુદ્ધ પુરુષનું પરિભાવન ન હોવાથી સાધક પરમપુરુષને જોતો નથી. તેથી આ અવસ્થામાં રહેલા સાધકને “પતિન' કહેવાય છે. પરમપુરુષાદર્શી અવસ્થા હોવા છતાં અહીં સાધક; પરમપુરુષદર્શી અવસ્થાની ખૂબ જ પાસેની અવસ્થાનો અનુભવ કરે છે. આવી અવસ્થામાં લાખ મવંતર સુધી સાધકની સ્થિતિ માની છે. ૪૩ લાખ ૨૦ હજાર વર્ષના ચાર યુગ થાય છે અને ૨૫,૫૬૫ યુગચતુષ્ટયનું એક મવંતર થાય છે. (૪૩,૨૦,૦૦૦X૨૫,૫૬૫ x ૧,૦૦,૦૦૦= લાખ મવંતર) આટલા કાળ સુધી સમાધિમાં રહ્યા પછી પણ યોગીના સંસારનો અંત આવતો નથી. એ સમાધિકાળ પછી યોગી ફરીથી સંસારમાં (બાહ્યભાવમાં) આવે છે... ઇત્યાદિ તેના જ્ઞાતાઓ પાસેથી સમજી લેવું જોઇએ. /૨૦-૮ ચાર પ્રકારના ઉપર જણાવેલા સમાધિઓના વિષયનો વિભાગ જણાવાય છે– गृहीतृग्रहणग्राहसमापत्तित्रयं किल । अत्र सास्मितसानन्दनिर्विचारान्तविश्रमम् ॥२०-९॥ गृहीत्रिति-सास्मितसमाधिपर्यन्ते परं पुरुषं ज्ञात्वा भावनायां विवेकख्यातौ गृहीतृसमापत्तिः । सानन्दसमाधिपर्यन्ते ग्रहणसमापत्तिः । निर्विचारसमाधिपर्यन्ते च ग्राह्यसमापत्तिर्विश्रान्तेत्येतदर्थः ।।२०-९।। . “અહીં ગ્રહીતુ (ગૃહ), ગ્રહણ અને ગ્રાહ્ય સમાપત્તિ અનુક્રમે સાસ્મિત, સાનંદ અને નિર્વિચાર સમાધિના અંતમાં વિશ્રાંત હોય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જ વર્ણવ્યો છે. સાસ્મિતસમાધિના અંતે પરમપુરુષને જાણીને વિવેકખ્યાતિ (પ્રકૃતિથી સર્વથા ભિન્ન પુરુષ છે.. ઇત્યાઘાકારક જ્ઞાન)થી યુક્ત એવી ભાવનામાં એક પરિશીલન ૧૪૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ગ્રહીતૃસમાપત્તિ વિરામ પામે છે, આનંદાનુગતસમાધિના અંતે ગ્રહણ સમાપત્તિ વિરામ પામે છે અને નિર્વિચારસમાધિના અંતે ગ્રાહ્યસમાપત્તિ વિશ્રાંત થાય છે. અર્થાત્ ઉત્તરોત્તર સમાધિ વખતે તે તે (ગ્રાહ્યાદિ) સમાપત્તિ હોતી નથી. ૨૦-૯ો. સમાપત્તિનું સ્વરૂપ વર્ણવાય છે– मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥२०-१०॥ मणेरिवेति-मणेरिव स्फटिकादिरलस्येवाभिजातस्य जात्यस्य क्षीणवृत्तेः क्षीणमलस्य । असंशयं निश्चितं । तात्स्थ्यात्तत्रैकाग्रत्वात्तदञ्जनत्वाच्च तन्मयत्वात् । न्यग्भूते चित्ते विषयस्य भाव्यमानस्यैकत्वोत्कर्षात् समापत्तिः प्रकीर्तिता । तदुक्तं-"क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापत्तिः” [१-४१] । यथा हि निर्मलस्फटिकमणेस्तद्रूपाश्रयवशात्तद्रूपतापत्तिरेवं निर्मलचित्तसत्त्वस्य तत्तद्भावनीयवस्तूपरागात्तद्रूपतापत्तिः । यद्यपि ग्रहीतृग्रहणग्राह्येत्युक्तं तथापि भूमिकाक्रमवशेन व्यत्ययो बोध्यः । यतः प्रथमं ग्राह्यनिष्ठः समाधिः, ततो ग्रहणनिष्ठः, ततोऽस्मितोपरागेण गृहीतृनिष्ठः, केवलस्य पुरुषस्य गृहीतुर्भाव्यत्वासम्भवादिति बोध्यम् ।।२०-१०।। “જાત્ય સ્ફટિકાદિરત્નની જેમ ક્ષીણ થયેલી છે વૃત્તિઓ જેની એવા ચિત્તની એકાગ્રતાના કારણે અને તન્મયતાના કારણે ભાવ્ય-વિષયની સાથે એકરૂપતા થવાથી સમાપત્તિ થાય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વિષયાકાર પરિણતિને સમાપત્તિ કહેવાય છે. ચિત્ત ગૌણ થયે છતે ભાવ્યમાન(જનું પરિભાવન કરાય છે તે) વિષયના(ગ્રાહ્યાદિ) આકારની સાથે ચિત્ત એકરૂપ થવાથી સમાપત્તિનો આવિર્ભાવ થાય છે. આ વસ્તુને જણાવતાં યોગસૂત્રમાં જણાવ્યું છે કે – “ક્ષીવૃત્તેમિનાતચેવ મને દીક્ષાપ્રાપુ તીતવના સમાપત્તિઃ' I9-૪છા જાત્ય એવા મણિની જેમ નિર્મળ એવા ચિત્તની, ગ્રહદ્ર ગ્રહણ અને ગ્રાહ્ય એવા વિષયોને વિશે જે એકાગ્રસ્થિતિ સ્વરૂપ વિષયાકારતા છે તેને સમાપત્તિ કહેવાય છે. એનું તાત્પર્ય એ છે કે જેમ નિર્મલસ્ફટિકમાં તે તે રૂપાશ્રય જપાપુષ્પાદિના સંનિધાનને લઈને તે તે આકાર-સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તેમ નિર્મળ એવું ચિત્તસત્ત્વ (સાત્ત્વિકચિત્ત), તેના પરિભાવનીય વિષયોના આકાર જેવા આકારને પ્રાપ્ત કરે છે. તેવા પ્રકારની ચિત્તપરિણતિ અહીં સમાપત્તિ છે. અહીં સૂત્રમાં જોકે ગ્રહી, ગ્રહણ અને ગ્રાહ્ય એ રીતનો વિષયક્રમ જણાવ્યો હોવાથી સમાપત્તિનો પણ ક્રમ એવો જ જણાય છે; પરંતુ સમાપત્તિના સાધકની ભૂમિકા(યોગ્યતા) મુજબ એ ક્રમમાં વ્યત્યય(વપરીત્ય) સમજવો જોઇએ. કારણ કે પ્રથમ સ્થૂલ અને સૂક્ષ્મ પાંચ ભૂતાદિસ્વરૂપ ગ્રાહ્મનિષ્ઠ સમાધિ હોય છે. ત્યાર બાદ ગ્રહણઇન્દ્રિયાદિનિઇ સમાધિ હોય છે અને અંતે અસ્મિતાન્વિત પુરુષાદિનિષ્ઠ(અહંકારો પાયિક ૧૪૨ યોગાવતાર બત્રીશી Page #146 -------------------------------------------------------------------------- ________________ પુરુષાદિનિષ્ઠ) રહીતૃસમાધિ હોય છે. નિરુપાધિક કેવલ શુદ્ધ પુરુષનું પરિભાવન સંભવિત नथी.... त्या योगसूत्राथ. ll dj . ।२०-१०।। ગ્રાહ્યસમાપત્તિના પ્રકાર જણાવાય છે– सङ्कीर्णा सा च शब्दार्थज्ञानैरपि विकल्पतः । सवितर्का परैर्भदैर्भवतीत्थं चतुर्विधा ।२०-११॥ सङ्कीर्णेति-सा च समापत्तिः शब्दार्थज्ञानैर्विकल्पतोऽपि सङ्कीर्णा सवितर्का । यदाह-"(तत्र) शब्दार्थज्ञानविकल्पैः सङ्कीर्णा सवितर्का [१-४२]” । तत्र श्रोत्रेन्द्रियग्राह्यः स्फोटरूपो वा शब्दः, अर्थो जात्यादिज्ञानं, सत्त्वप्रधाना बुद्धिवृत्तिर्विकल्पः शाब्दज्ञानानुपाती वस्तुशून्योऽर्थः, एतैः सङ्कीर्णा यत्रैते शब्दादयः परस्पराध्यासेन प्रतिभासन्ते-“गौरिति शब्दो गोरित्यर्थो गौरिति ज्ञानम्” इत्याकारेण । इत्थं परैर्भेदैश्चतुर्विधेयं भवति । तथाहि-“महास्मृतिपरिशुद्धौ स्वरूपशून्ये वार्थमात्रनिर्भासा निर्वितर्का” [१-४३] । यदाह-“उक्तलक्षणविपरीता निर्वितर्केति” । यथा च स्थूलभूतादिविषया सवितर्का तथा सूक्ष्मतन्मात्रेन्द्रियादिकमर्थं शब्दार्थविकल्पसहितत्वेन देशकालधर्मावच्छेदेन च गृह्णन्ती सविचारा भण्यते, धर्मिमात्रतया च गृह्णन्ती निर्विचारेति । यत उक्तम्-“एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता” [१४४] । सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानं [१-४५] न क्वचिद्विद्यते, न वा किञ्चिल्लिङ्गति गमयतीत्यलिङ्गं प्रधानं तत्पर्यन्तमित्यर्थः । गुणानां हि परिणामे चत्वारि पर्वाणि विशिष्टलिङ्गमविशिष्टलिङ्ग लिङ्गमात्रमलिङ्गं चेति । विशिष्टलिङ्गं भूतानि, अविशिष्टलिङ्गं तन्मात्रेन्द्रियाणि, लिङ्गमात्रं बुद्धिः, अलिङ्गं च प्रधानमिति । एताश्च समापत्तयः सम्प्रज्ञातरूपा एव । यदाह-ता एव सबीजः समाधिरिति” [१-४६] सह बीजेनालम्बनेन वर्तत इति सबीजः सम्प्रज्ञात इत्यर्थः ।।२०-११।। શબ્દ, અર્થ અને જ્ઞાનથી વિકલ્પને આશ્રયીને પણ સંકીર્ણસમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. આ રીતે બીજા (આગળ વર્ણવવામાં આવશે તે) પ્રકારો સાથે આ સમાપત્તિ (सभापत्ति) या२ १२नी छ." - भा प्रभारी भगिया२मा दोनो सामान्य अर्थ छे. કહેવાનો આશય એ છે કે શબ્દ અર્થ અને જ્ઞાનથી જે વિકલ્પ થાય છે, તેને લઈને પણ જે સમાપત્તિ સંકીર્ણ હોય છે, તેને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. યોગસૂત્રમાં પણ એ મુજબ જણાવ્યું છે કે શબ્દ અર્થ જ્ઞાન વિકલ્પથી સંકીર્ણ એવી સમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. - તેમાં શ્રવણેન્દ્રિયથી જેનું ગ્રહણ થાય છે, તે શબ્દ છે; જે સર્વવિદિત છે અથવા વર્ણ, પદ અને વાક્ય વગેરેથી અભિવ્યંગ્ય એવો સ્ફોટકસ્વરૂપ શબ્દ છે. તેના અભિવ્યંજક વર્ણાદિ છે. જાતિ, ગુણ, દ્રવ્ય વગેરે અર્થ છે. સત્ત્વપ્રધાન બુદ્ધિની વૃત્તિ સ્વરૂપ જ્ઞાન સાંખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે. સામાન્યથી જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. પરંતુ અહીં સાંખ્યાભિમત સમાપત્તિનું નિરૂપણ ચાલતું હોવાથી તે દર્શનપ્રસિદ્ધ જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે. બુદ્ધિના સત્ત્વગુણની પ્રધાનતાએ એક પરિશીલન ૧૪૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિની વિષયાકાર(શેયાકાર) પરિણતિવિશેષને અહીં જ્ઞાન કહેવાય છે. વસ્તુના(શેયના) સ્વરૂપથી શૂન્ય એવા શાબ્દબોધના વિષયને વિકલ્પ કહેવાય છે. આ, ‘ગાય’ એ પ્રમાણે બોલે છે; આ ગાય છે અને મેં ગાયને જાણી; અહીં અનુક્રમે ગાય શબ્દ, ગાય અર્થ અને ગાયનું જ્ઞાન જણાય છે. એ ત્રણેય ભિન્ન હોવા છતાં એકસ્વરૂપે પ્રતીત થાય છે. આ રીતે શબ્દ, અર્થ અને જ્ઞાનના અભેદની પ્રતીતિ સ્વરૂપ સવિતર્કસમાપત્તિ છે. શબ્દાદિમાં ભેદ હોવા છતાં જે અભેદ જણાય છે તે વિતથ હોવાથી વિકલ્પ છે. આ સમાપત્તિમાં તે શબ્દ, અર્થ અને જ્ઞાન એકસ્વરૂપે પરસ્પર સંકીર્ણ પ્રતિભાસિત થાય છે. “નૌરિતિ શબ્દો નૌરિત્યર્થો ગૌરિતિ જ્ઞાનમ્” - આ પ્રમાણે ો... ઇત્યાદિ શબ્દ, અર્થ અને જ્ઞાન એકસ્વરૂપે આ સવિતર્કસમાપત્તિમાં પ્રતીત થાય છે. ગ્રાહ્ય વિષયોનું શબ્દાદિના ઉલ્લેખથી જ્યાં ધ્યાન થાય છે; ત્યાં સવિકલ્પ સમાપત્તિ મનાય છે. આ ગ્રાહ્યસમાપત્તિ બીજા પ્રકારો વડે ચાર પ્રકારની છે. તેમાંની નિર્વિતર્કસમાપત્તિનું વર્ણન કરતાં યોગસૂત્રમાં ફરમાવ્યું છે કે “સ્મૃતિ(મહાસ્મૃતિ)રિશુદ્ધો સ્વપશૂન્યેવાડર્થમાનિર્માતાનિર્વિતń ” ।।૧-૪રૂ।। અર્થાત્ સ્મૃતિ(મહાસ્મૃતિ)ની નિવૃત્તિ થાય ત્યારે જાણે કે સ્વરૂપથી રહિત હોય નહીં એવી, કેવળ અર્થને જ બતાવવાવાળી જે સમાપત્તિ તેને નિર્વિતર્કસમાપત્તિ કહેવાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સવિતર્કસમાધિમાં ગ્રાહ્યપદાર્થ, ગ્રાહ્યપદાર્થનો વાચક શબ્દ અને ગ્રાહ્ય પદાર્થનું જ્ઞાન ચિત્તમાં પ્રતિભાસે છે. એમાં મુખ્ય કારણ એ છે કે સાધકને શબ્દાર્થના સંકેતનું(વાચ્યવાચકભાવનું) સ્મરણ(મહાસ્મૃતિ) હોય છે. તાદેશ સ્મૃતિ ન હોય તો આગમ કે અનુમાનાદિથી જ્ઞાન શક્ય બનતું નથી. પરંતુ સવિતર્ક સમાધિના ઉત્તરકાળમાં તાદેશ શબ્દાર્થસંકેતની સ્મૃતિની પરિશુદ્ધિ થયે છતે અર્થાત્ તેનો અપગમ(ઉપયોગનો અભાવ) થયે છતે માત્ર અર્થનો પ્રતિભાસ થાય છે. અપ્રશસ્ત આલંબનમાં રાગાદિની તીવ્ર પરિણતિમાં આવી નિર્વિતર્કતાનો અનુભવ આપણે અનેકવાર કર્યો છે. શરૂઆતમાં ‘આ શું છે ? આને શું કહેવાય ? આ કઇ રીતે જણાય ?' ઇત્યાદિ જિજ્ઞાસાથી ‘આ આ છે; આને આ કહેવાય અને આ મને જ્ઞાત થયું...’ ઇત્યાદિ અનુભવ પછી માત્ર એનો જ પ્રતિભાસ સુદીર્ઘ સમય સુધી થતો હોય છે. આવા પ્રકારની જ સ્થિતિનો અનુભવ પ્રશસ્ત આલંબને સાધક આત્માને થતો હોય છે, જે સવિતર્કનિર્વિતર્ક-સમાધિની ક્રમિક અવસ્થાવિશેષ છે. જેથી અન્યત્ર વર્ણવ્યું પણ છે કે સવિતર્કસમાપત્તિના લક્ષણથી વિપરીત લક્ષણવાળી નિર્વિતર્કસમાપત્તિ છે, જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. સવિચા૨ગ્રાહ્યસમાપત્તિનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્થૂલ ભૂતાદિવિષયમાં શબ્દાદિ વિકલ્પને લઇને જેમ સવિતર્કસમાપત્તિ પ્રવર્તે છે; તેમ સ્થૂલ ભૂતાદિ જેના પરિણામ છે એવા સૂક્ષ્મભૂતાદિ પંચતન્માત્રાદિના વિષયમાં શબ્દાદિના વિકલ્પની સાથે દેશ(ઉપર નીચે દૂર પાસે...) અને કાળ(વર્તમાનાદિ) વિશિષ્ટ સ્વરૂપે તે તે અર્થને ગ્રહણ કરનારી સવિચા૨સમાધિ છે અને જ્યારે શબ્દાદિના વિકલ્પથી રહિત દેશ-કાલાદિની વિવક્ષા વિના ધર્મીમાત્રને ગ્રહણ યોગાવતાર બત્રીશી ૧૪૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ કરનારી સમાપત્તિ નિર્વિચારા સમાપત્તિ કહેવાય છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં “તથૈવ વિચારા નિર્વિવારા = સૂક્ષ્મવિષયા વ્યાવ્યાતા ||૧-૪૪||” - આ યોગસૂત્રથી જણાવ્યું છે કે આ સવિતર્ક અને નિર્વિતર્ક સમાપત્તિના નિરૂપણથી જ સૂક્ષ્મવિષયવાળી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિનું નિરૂપણ થઇ ગયું છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આ બંન્ને સમાપત્તિની સૂક્ષ્મવિષયતા અલિંગ સુધીની સમજવી – એ પ્રમાણે “સૂક્ષ્મવિષયત્ન ચાતિ પર્યવસાનમ્ ॥૧-૪।।” આ યોગસૂત્રમાં જણાવ્યું છે. જે ક્યાંય વૃત્તિ નથી અને જે કોઇને ય જણાવતું નથી તે અલિંગ પ્રધાન(પ્રકૃતિ)સ્વરૂપ છે. ત્યાં સુધી સૂક્ષ્મવિષયતા છે. યોગદર્શનની માન્યતા મુજબ પાર્થિવ પરમાણુ, જલપરમાણુ, અગ્નિપરમાણુ, વાયુપરમાણુ અને આકાશપરમાણુ (અંશ) અનુક્રમે પૃથ્વી જલ તેજો વાયુ અને આકાશ સ્વરૂપ સૂક્ષ્મભૂત છે, જેની ઉત્પત્તિ અનુક્રમે ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ સ્વરૂપ તન્માત્રાથી થાય છે. આ બધા સૂક્ષ્મવિષય છે. ગુણોના પરિણામમાં ચાર પર્વ છે. વિશિષ્ટ લિંગ, અવિશિષ્ટ લિંગ, લિંગમાત્ર અને અલિંગ. વિશિષ્ટ લિંગો ભૂતો છે. અવિશિષ્ટ લિંગો ગંધાદિ તન્માત્રાઓ છે. બુદ્ધિ લિંગમાત્ર સ્વરૂપ છે અને પ્રકૃતિસ્વરૂપ અલિંગ છે. જે તત્ત્વ કારણમાં (ઉપાદાનમાં) લીન થાય છે તેને લિંગ કહેવાય છે. સામાન્યથી ઉત્તરોત્તર કાર્યસ્વરૂપ પરિણામ પૂર્વપૂર્વકારણ - સ્વરૂપ પરિણામમાં લીન થાય છે. પ્રકૃતિનું કોઇ કારણ ન હોવાથી તે ક્યાંય લીન થતી નથી. તેથી તેને અલિંગ કહેવાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. પાંચ મહાભૂતોનું કોઇ પરિણામસ્વરૂપ કાર્ય નથી. પંચતન્માત્રાનું કાર્ય છે અને બુદ્ધિ અર્થને જણાવનારી છે... ઇત્યાદિ અહીં યાદ રાખવું જોઇએ. સવિતર્ક નિર્વિતર્ક સવિચાર અને નિર્વિચાર : આ ચારે ય સમાપત્તિ સંપ્રજ્ઞાત જ સમાપત્તિ છે. જે ભાવના(ધ્યાન-યોગ)માં સંશય વિપર્યય અને અનધ્યવસાયથી રહિત યથાર્થસ્વરૂપે ધ્યેય(ગ્રાહ્ય ગ્રહણ અને ગ્રહીત્)નું જ્ઞાન થાય છે, તે ભાવનાવિશેષને સંપ્રજ્ઞાતસમાપત્તિ કહેવાય છે; જે સબીજસમાધિ તરીકે વર્ણવાય છે. આ ચાર સમાપત્તિ સબીજ જ સમાધિ છે. કારણ કે અહીં અનાત્મભૂત સૂક્ષ્મ કે સ્થૂલ ગ્રાહ્યનું જ્ઞાન હોય છે. આત્મભૂત પુરુષનું અહીં જ્ઞાન નથી. બીજભૂત બાહ્ય આલંબનની સાથે વર્ત્તતી હોવાથી આ ચારેય (ગ્રાહ્યસમાપત્તિ) સબીજ જ છે. યોગસૂત્રના “તા વ સવીન: સમાધિઃ ||૧-૪૬।” આ સૂત્રમાં દ્દ નો અન્વય સીન ની સાથે છે. અન્યથા યથાસ્થાને તેનો અન્વય થાય તો ગ્રાહ્યસમાપત્તિ જ સબીજસમાધિ છે ઃ એવો અર્થ થવાથી ગ્રહણ અને ગ્રહીત્ સમાપત્તિને સબીજસમાધિ તરીકે માની શકાશે નહિ... ઇત્યાદિ યાદ રાખવું. II૨૦-૧૧ इतरासां समापत्तीनां निर्विचारफलत्वान्निर्विचारायाः फलमाह સવિતર્ક નિર્વિતર્ક અને સવિચાર : આ ત્રણ ગ્રાહ્યસમાપત્તિનું ફળ નિર્વિચારસમાપત્તિ હોવાથી નિર્વિચારસમાપત્તિના ફળનું નિરૂપણ કરાય છે– એક પરિશીલન ૧૪૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ अध्यात्म निर्विचारत्ववैशारखे प्रसीदति । તમ્મર તતઃ પ્રજ્ઞા, શ્રુતાનુમિતિનોડધા //ર૦-૧૨ अध्यात्ममिति-निर्विचारत्वस्य चरमसमापत्तिलक्षणस्य वैशारद्ये प्रकृष्टाभ्यासवशेन नैर्मल्येऽध्यात्म शुद्धसत्त्वं प्रसीदति क्लेशवासनारहितस्थितिप्रवाहयोग्यं भवति । यदुक्तं-“निर्विचारत्ववैशारद्येऽध्यात्मप्रसादः” [१-४७] ततोऽध्यात्मप्रसादादृतम्भरा प्रज्ञा भवति । ऋतं सत्यमेव बिभर्ति, न कदाचिदपि विपर्ययेणाच्छाद्यते या सा ऋतम्भरा । तदुक्तं-"ऋतम्भरा तत्र प्रज्ञा” [१-४८] । सा च श्रुतानुमितित आगमानुमानाभ्यां सामान्यविषयाभ्यां विशेषविषयत्वेनाधिका । यदाह-"श्रुतानुमानुप्रज्ञाभ्यामन्यविषया વિશેષાર્થત્વતિ” [9-૪] //ર૦-૧૨. “નિર્વિચારસમાપત્તિની વિશારદતા પ્રાપ્ત થયે છતે યોગીને અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલા એ અધ્યાત્મથી ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જે શ્રુત અને અનુમિતિથી અધિક વિષયવાળી છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સવિતર્યાદિ ગ્રાહ્ય સમાપત્તિઓમાંની પ્રથમ ત્રણ સમાપત્તિઓનું ફળ નિર્વિચારસમાપત્તિ છે – એ સમજી શકાય છે. તેથી તેનું નિરૂપણ ન કરતાં નિર્વિચારસમાપત્તિના ફળનું વર્ણન કર્યું છે. ચરમ સમાપત્તિ સ્વરૂપ નિર્વિચારસમાપત્તિની નિર્મળતા પ્રાપ્ત થયે છતે અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. આ છેલ્લી ગ્રાહ્યસમાપત્તિના અભ્યાસની પ્રકૃષ્ટતાથી તેમાં નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેને લઇને શુદ્ધસત્ત્વસ્વરૂપ અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મ ક્લેશ અને વાસનાથી રહિત એવી સ્થિતિના પ્રવાહને યોગ્ય બને છે. આશય એ છે કે રજોગુણ અને તમોગુણની અધિકતાથી ચિત્ત અશુદ્ધ બને છે અને આવરણના કારણે તે મલિન હોય છે. એ અશુદ્ધિ અને મલના વિગમથી પ્રકાશસ્વરૂપ બુદ્ધિમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય છે. તેથી ચિત્તસ્વરૂપ અધ્યાત્મ સ્વચ્છ સ્થિરતારૂપ એકાગ્ર પ્રવાહને યોગ્ય બને છે. આ જ અધ્યાત્મની પ્રાપ્તિમાં કારણભૂત નિર્વિચારસમાધિની વિશારદતા છે. “નિર્વિવાર–વૈશર ધ્યાત્મિકતા: 9-૪૭ીઆ યોગસૂત્રથી એ વાત જણાવી છે. જેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ચિત્તની એકાગ્રતા માટે ચિત્તની અશુદ્ધિ અને તેના આવરણનો વિગમ થવો ખૂબ જ આવશ્યક છે. રજોગુણ અને તમોગુણના તિરોધાનથી (આચ્છાદનથી) ચિત્ત સત્ત્વપ્રધાન બને છે અને તેથી ક્લેશ અને વાસનાથી રહિત એવું ચિત્ત ઉત્તરોત્તર અધિકાધિક સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે. આ અધ્યાત્મની પ્રાપ્તિથી યોગી જનોને ઋતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે. જે પ્રજ્ઞા-બુદ્ધિ) સદાને માટે સત્યને જ ધારણ કરે છે, તે પ્રજ્ઞા ઋતંભરા પ્રજ્ઞા કહેવાય છે, ક્યારે પણ એ પ્રજ્ઞા વિપર્યયથી આચ્છાદિત થતી નથી. આગમ અને અનુમાનથી સામાન્ય વિષયનું જ જ્ઞાન થાય છે. તેની અપેક્ષાએ આ પ્રજ્ઞાથી વિશેષ વિષયનું જ્ઞાન થતું હોવાથી શ્રુત અને અનુમિતિથી આ ૧૪૬ યોગાવતાર બત્રીશી Page #150 -------------------------------------------------------------------------- ________________ ઋતંભરા પ્રજ્ઞા અધિક છે. યોગસૂત્રના “ૠતરા તંત્ર પ્રજ્ઞા ||૧-૪૮||” અને “શ્રુતાનુમાનપ્રજ્ઞાશ્યામવિષયા વિશેષાર્થ~ાર્ ||૧-૪૧।।” આ બંન્ને સૂત્રોનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આગમ(શબ્દ)થી તે તે પદાર્થોનો જે બોધ થાય છે તે સામાન્યથી જ થાય છે. કારણ કે તે તે શબ્દ તે તે અર્થને સામાન્યથી જ જણાવવા માટે સમર્થ છે. શબ્દ સ્વવાચ્યાર્થને જ જણાવવા સમર્થ છે. અનુમાનથી પણ ધૂમાદિ લિંગના કારણે થનારું અગ્નિ વગેરેનું સામાન્યથી જ જ્ઞાન થાય છે. ઋતંભરા પ્રજ્ઞા તો વિશેષરૂપથી પ્રકૃતિ વગેરે અનાત્મ સૂક્ષ્મ પદાર્થોને અને પુરુષગત વિશેષને પણ ગ્રહણ કરી લે છે તેથી શ્રુત અને અનુમિતિની અપેક્ષાએ તે અધિક છે. ૨૦-૧૨ ઋતંભરા પ્રજ્ઞાથી પ્રાપ્ત થનારા ઉત્તમ યોગના ફળનું નિરૂપણ કરાય છે. આશય એ છે કે આગમ, અનુમાન અને નિદિધ્યાસન : આ ત્રણ દ્વારા પ્રજ્ઞાને અત્યંત નિર્મળ બનાવવાના કા૨ણે યોગી જનને ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે, જે ઋતંભરા પ્રજ્ઞાનું ફળ છે. તેના કારણે ફળ મળે છે; તેનું વર્ણન કરાય છે— तज्जन्मा तत्त्वसंस्कारः, संस्कारान्तरबाधकः । ઊસજ્ઞાતનામાં સ્વાત્, સમાધિસ્તન્નિરોધતઃ ॥૨૦-૧૩॥ तज्जन्मेति-तत ऋतम्भराप्रज्ञाया जन्मोत्पत्तिर्यस्य स तथा । तत्त्वसंस्कारः परमार्थविषयः संस्कारः । संस्कारान्तरस्य स्वेतरस्य व्युत्थानजस्य समाधिजस्य वा संस्कारस्य बाधकस्तन्निष्ठकार्यकरणशक्तिभङ्गकृदिति यावत् । तदुक्तं - " तज्जः संस्कारः संस्कारप्रतिबन्धी” [ १-५० तज्जः संस्कारोऽन्यसं] । तस्य निरोधतः सर्वासां चित्तवृत्तीनां स्वकारणे प्रविलयात् । संस्कारमात्रोदितवृत्तिलक्षणोऽसम्प्रज्ञातनामा समाधिः સ્વાત્ । તવુń—“તસ્યાપિ નિરોધે સર્વ(વૃત્તિ)નિરોધી નિ(થાન્નિ)ર્થીન: સમાધિરિતિ” [9-9] II૨૦-૧૩|| “ઋતંભરા પ્રજ્ઞાના કારણે ઉત્પન્ન થયેલો તત્ત્વસંસ્કાર સંસ્કારાંતરનો બાધક બને છે. તેના નિરોધથી યોગીને અસંપ્રજ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવેલી ઋતંભરા પ્રજ્ઞાથી જેનો જન્મ-ઉત્પત્તિ છે એવા સંસ્કારને તજ્જન્મા તરીકે વર્ણવ્યો છે. આ સંસ્કાર તત્ત્વવિષયક(પરમાર્થવિષયક) હોય છે. પોતાથી ભિન્ન એવા વ્યુત્થાન કાળના (સમાધિથી શૂન્ય કાળના) અથવા નિર્વિચારસમાધિ સુધીના સમાધિકાળના સંસ્કારોનો એ તાત્ત્વિક સંસ્કાર પ્રતિબંધક બને છે. અર્થાત્ વ્યુત્થાનકાળના અથવા સમાધિકાળના સંસ્કારો નાશ પામેલા ન હોવા છતાં તેમની પોતાનું કાર્ય કરવાની શક્તિનો ભંગ કરનારો એ પારમાર્થિક સંસ્કાર બને છે. આ આશયને જણાવતાં “તખ્તઃ સંરોડન્યસંસ્થારપ્રતિવથી 19૧૦।।” આ સૂત્ર યોગસૂત્રકારે જણાવ્યું છે. “તસ્થાપિ નિરોધે સર્વનિરોધાશિર્ડીનઃ સમાધિઃ 19૧૧।।” આ સૂત્રથી જે જણાવાયું છે તે જણાવતાં ગ્રંથકારશ્રીએ આ શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવ્યું એક પરિશીલન ૧૪૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ છે કે આ તાત્ત્વિક સંસ્કારના પણ નિરોધથી બધી જ ચિત્તવૃત્તિઓ પોતાના કારણમાં વિલય પામતી હોવાથી યોગીને અસંપ્રજ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે. વ્યુત્થાનકાળના સંસ્કાર અને સમાધિકાળના સંસ્કારોથી યુક્ત ચિત્ત પ્રકૃતિમાં લીન થવા છતાં અધિકાર વિશિષ્ટ જ પ્રતીત થાય છે. પરંતુ તે અધિકાર, વિરોધી નિરોધસંસ્કારને લઇને હોવાથી તે ભોગ માટે થતો નથી. તેથી આ અસંપ્રજ્ઞાતયોગમાં યોગીને શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૦-૧૩॥ અસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ અને તેનું ફળ જણાવાય છે— विरामप्रत्ययाभ्यासान्नेति नेति निरन्तरात् । તતઃ સંહારશેષાવ્ય, જૈવલ્યમુપતિપ્તે ।।૨૦-૧૪|| विरामेति-विरामो वितर्कादिचिन्तात्यागः स एव प्रत्ययो विरामप्रत्ययस्तस्याभ्यासः पौनःपुन्येन चेतसि निवेशनं ततः । नेति नेति निरन्तरादन्तररहितात्संस्कारशेषादुत्पन्ना ततोऽसम्प्रज्ञातसमाधेः । यत उक्तं—“विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषादन्य इति” [ १ १८ षोऽन्य ] । कैवल्यमात्मनः स्वप्रतिष्ठत्वलक्षणमुपतिष्ठत आविर्भवति ॥ २०-१४।। “વિતઽદિસમાધિની ચિંતાના ત્યાગના જ્ઞાનવિશેષના અભ્યાસથી નિરંતર ‘નહિ.. નહિ’ - એવી ભાવનાથી - (સંસ્કાર-શેષસ્વરૂપ ભાવનાથી) ઉત્પન્ન એવી જીવની અવસ્થાવિશેષસ્વરૂપ અસંપ્રજ્ઞાતસમાધિ છે. એ સમાધિથી આત્માને કૈવલ્ય પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિતર્કાદિ સંપ્રજ્ઞાતસમાધિની ભાવનાનો ત્યાગ કરવાના પ્રત્યય(જ્ઞાન)ના વિષયના અભ્યાસથી અર્થાત્ તેમાં વારંવાર ચિત્તનો નિવેશ ક૨વાથી તેમ જ પૂર્વઅવસ્થાથી પોતાનું સ્વરૂપ વિલક્ષણ હોવાથી ‘એ નહિ, એ નહિ...’ ઇત્યાદિ પ્રકારના નિવૃત્તિક ચિત્તના સાતત્યથી માત્ર સંસ્કારસ્વરૂપ ચિત્તની અવસ્થાવિશેષ જે ઉત્પન્ન થાય છે તે અવસ્થાવિશેષને અહીં અસંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. યોગસૂત્રમાં “વિરામપ્રત્યયાભ્યાસપૂર્વ: સંહારશેોડન્ચઃ ||૧-૧૮||” - આ સૂત્રથી જણાવ્યું છે કે - સર્વ વૃત્તિઓના લયનો હેતુ જે પરવૈરાગ્ય, તેનો અભ્યાસ છે સાધન જેનું એવી અને માત્ર સાત્ત્વિક સંસ્કારો જ જેમાં શેષ રહે છે; એવી અસંપ્રજ્ઞાતસમાધિ જાણવી. આ અસંપ્રજ્ઞાતસમાધિના કારણે આત્માને, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવા સ્વરૂપ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે... ઇત્યાદિ પદાર્થનો વિચાર સાંખ્યદર્શનના આધારે કરવો જોઇએ. સામાન્ય રીતે અહીં ગુણસંપન્ન પ્રથમ ગુણસ્થાનક, ચતુર્થગુણસ્થાનક, ષષ્ઠસપ્તમગુણસ્થાનક અને સામર્થ્યયોગમાં ક્ષાયોપશમિક ભાવોના ત્યાગ... વગેરેની વિચારણાનું અનુસંધાન કરવાથી ઉ૫૨ જણાવેલી વાતનો થોડો થોડો ખ્યાલ આવી શકશે. બાકી તો તે અર્થનો સ્પષ્ટ ખ્યાલ ‘યોગસૂત્ર’ના યોગાવતાર બત્રીશી ૧૪૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ તલસ્પર્શી અધ્યયનથી જ મેળવી શકાશે. અહીં તો સામાન્યપણે દિપ્રદર્શનનું તાત્પર્ય છે; તેથી જિજ્ઞાસુએ અધ્યાપક પાસેથી સ્પષ્ટપણે સમજી લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ૨૦-૧૪ો. ___ तदेवमुक्तौ पराभिमतौ सभेदौ सोत्पत्तिक्रमौ च सम्प्रज्ञातासम्प्रज्ञाताख्यौ योगभेदौ, अथानयोर्यथासम्भवमवतारमाह ઉપર જણાવ્યા મુજબ પાતંજલદર્શનાભિમત પ્રકારો અને ઉત્પત્તિના ક્રમ સાથે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત નામના યોગવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેનો યથાસંભવ (સંગત બને તે રીતે) સ્વમતમાં જે રીતે જયાં અવતરણ થાય છે - તે વર્ણવાય છે– सम्प्रज्ञातोऽवतरति, ध्यानभेदेऽत्र तत्त्वतः । तात्त्विकी च समापत्ति, त्मिनो भाव्यतां विना ॥२०-१५॥ सम्प्रज्ञात इति-अत्र सम्प्रज्ञातासम्प्रज्ञातयोर्योगभेदयोर्मध्ये सम्प्रज्ञातस्तत्त्वतो ध्यानभेदेऽवतरति, स्थिराध्यवसानरूपत्वाद्, अध्यात्मादिकमारभ्य ध्यानपर्यन्तं यथाप्रकर्षं सम्प्रज्ञातो विश्राम्यतीत्यर्थः । यदाह योगबिन्दुकृत्-“समाधिरेष एवान्यैः सम्प्रज्ञातोऽभिधीयते । सम्यक्प्रकर्षरूपेण वृत्त्यर्थज्ञानतस्तथा ।।१।। इति” । एष एवाध्यात्मादियोगः तात्त्विकी निरुपचरिता च समापत्तिरात्मनो भाव्यतां भावनाविषयतां विना न घटते शुद्धस्याभाव्यत्वे विशिष्टस्यापि तत्त्वायोगाद् विशेषणसम्बन्धं विना वैशिष्ट्यस्यापि दुर्वचत्वाच्चेति । तथा च गृहीतृसमापत्तिर्वाङ्मात्रमेवेति भावः ।।२०-१५।। - “વાસ્તવિક રીતે સંપ્રજ્ઞાતયોગ ધ્યાનમાં અવતરે છે. તાત્ત્વિક સમાપત્તિ તો આત્માને ભાવ્ય માન્યા વિના ઘટતી નથી.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત આ બે પ્રકારના યોગમાંથી સંપ્રજ્ઞાતયોગનો અવતાર(સમાવેશ) ધ્યાનસ્વરૂપ યોગભેદમાં થઈ શકે છે. કારણ કે તે સ્થિર અધ્યવસાયસ્વરૂપ છે. અધ્યાત્મ ભાવના ધ્યાન સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારનો યોગ છે. એમાંના અધ્યાત્મ ભાવના અને ધ્યાન: આ ત્રણ ભેદમાં યથાસંભવ સંપ્રજ્ઞાતયોગનો અવતાર થાય છે. સમતા અને વૃત્તિસંક્ષય: આ છેલ્લા બે યોગમાં સંપ્રજ્ઞાત-સમાધિનો અવતાર થતો નથી-એ તાત્પર્ય છે. “યોગબિંદુમાં (શ્લો.નં. ૪૧૯) આ અંગે ફરમાવ્યું છે કે - “મનુષ્ય નારક વગેરે આત્મપર્યાયસ્વરૂપ વૃત્તિઓ અને દીપ પર્વત સમુદ્ર વગેરે સ્વરૂપ અર્થને તે તે સ્વરૂપે- યથાર્થપણે નિશ્ચય કરવા વડે માનવાથી આ અધ્યાત્માદિ યોગને બીજા દર્શનકારોએ સંપ્રજ્ઞાતયોગ તરીકે વર્ણવ્યો છે. તાત્ત્વિક-ઉપચાર વિનાની સમાપત્તિ તો આત્માને ભાવનાનો વિષય બનાવ્યા વિના ઘટી શકે એમ નથી. યદ્યપિ શુદ્ધ એવા આત્માનું ધ્યાન ન હોવા છતાં અહંકારોપાધિવિશિષ્ટ આત્માનું ધ્યાન સાંખ્યોએ માન્યું છે. પરંતુ શુદ્ધનું ભાવ્યત્વ(ભાવનાવિષયત્વ) શક્ય ન હોય તો તાદશ એક પરિશીલન ૧૪૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિવિશિષ્ટનું પણ ભાવ્યત્વ શક્ય નથી. વિશેષણના સંબંધ વિના વૈશિર્યાનું નિર્વચન શક્ય નથી. તેથી સાંખ્યાભિમત ગ્રહીતૃસમાપત્તિ માત્ર બોલવા માટે જ છે, તે વાસ્તવિકનથી.l/૨૦-૧૫ા તાત્ત્વિક સમાપત્તિ કઈ રીતે ઘટી શકે છે તે જણાવાય છે– परमात्मसमापत्ति, जीवात्मनि हि युज्यते । अभेदेन तथाध्यानादन्तरङ्गस्वशक्तितः ॥२०-१६॥ परमात्मेति-जीवात्मनि हि परमात्मसमापत्तिस्तथापरिणामलक्षणा युज्यते । अभेदेन तथा परमात्मत्वेन ध्यानाज्जीवात्मनोऽन्तरङ्गाया उपादानभूतायाः स्वशक्तितस्तथापरिणमना(दा)त्मशक्तेः शक्त्या सत एव व्यक्ता(क्त्या)परिणमनस्य तथा सामग्रीतः सम्भवादिति भावः ।।२०-१६॥ “પરમાત્માની સાથે જીવાત્માને પરમાત્મસ્વરૂપે અભેદ છે – એ રીતે અંતરંગશક્તિથી પરમાત્મસ્વરૂપે ધ્યાન ધરવાથી જીવાત્માને વિશે પરમાત્મસમાપત્તિ(પરમાત્માની સાથે એકરસાપત્તિ) ઘટે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે જીવાત્મામાં પરમાત્મસ્વરૂપ પરિણમવાસ્વરૂપ પરમાત્મસમાપત્તિ સંગત બને છે. અભેદપણે પરમાત્માનું ધ્યાન કરવાથી અર્થાત્ પરમાત્માનું જ સ્વરૂપ છે તે મારું પણ સ્વરૂપ છે... ઇત્યાદિ રીતે પરમાત્મસ્વરૂપે પરમાત્માનું ધ્યાન કરવાથી; પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવાની જીવાત્મામાં જે ઉપાદાનસ્વરૂપ અંતરંગશક્તિ(સ્વરૂપ યોગ્યતા) છે તેને લઈને જીવાત્મા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તે સ્વરૂપયોગ્યતા(અંતરંગશક્તિ) પરમાત્મસ્વરૂપ ફળમાં પરિણમે છે. શક્તિ(સ્વરૂપ યોગ્યતા)થી સ(વિદ્યમાન) વ્યક્તિ(ફલાત્મક વ્યક્તિ)રૂપે તેવા પ્રકારની સામગ્રીને લઈને પરિણામ પામે છે. માત્ર સ્વરૂપયોગ્યતા હોય એટલે તાદશ યોગ્યતામાત્રથી ફળની સિદ્ધિ થતી નથી. તેમાં તેવા પ્રકારની સામગ્રીની અપેક્ષા હોય છે. માટીમાં શક્તિને આશ્રયીને ઘટ સત્ છે. તેથી કુલાલ ચક્ર ચીવરાદિ તથાવિધ સામગ્રીના કારણે માટી અંતરંગશક્તિથી ઘટસ્વરૂપે પરિણમે છે. એવી જ રીતે જીવાત્મા પણ તાદશ અંતરંગશક્તિથી પરમાત્માની સાથેના અભેદધ્યાનાદિ સામગ્રીના કારણે પરમાત્મસ્વરૂપ બને છે... આપણું પરમાત્મસ્વરૂપ છે; એનો ખ્યાલ આવે, એની શ્રદ્ધા જાગે, એના તિરોધાનને કારણે આત્માને થનારા અહિતનું ભાન થાય અને તેથી એ પરમાત્મસ્વરૂપ પ્રગટાવવાની પ્રબળ ઈચ્છા વગેરે થાય ત્યારે પરમાત્માની સાથે અભેદધ્યાન ધરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.આ બધું ધારીએ છીએ એટલું સહેલું નથી. આપણે આપણું સર્વસ્વ ગુમાવ્યું છે – એવું જ્યારે લાગે ને, ત્યારે આ દિશામાં આપણી નજર મંડાશે. પરમાત્માની ભક્તિ આપણા આત્માને પરમાત્મા બનાવવા માટે છે – એ વીસરવું ના જોઈએ. આપણી સ્વરૂપયોગ્યતા અને વર્તમાનનો આપણો પ્રયત્ન : આ બંન્નેનો મેળ જ ખાતો નથી. નિરંતર આપણી યોગ્યતાનો ૧૫૦ યોગાવતાર બત્રીશી Page #154 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરી આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવા પ્રયત્નશીલ બની રહીએ – એ એકમાત્ર આશયથી અહીં તાત્ત્વિક સમાપત્તિનું નિરૂપણ છે. ૨૦-૧૬ll. जीवात्मनि परमात्मनः सत्त्वोपपत्त्यर्थमात्मत्रयं सन्निहितमुपदर्शयति જીવાત્મામાં પરમાત્માની સમાપત્તિની ઉપપત્તિ (પ્રાપ્તિ) માટે ત્રણ આત્માનું સાંનિધ્ય જણાવાય છે बाहात्मा चान्तरात्मा च, परमात्मेति च त्रयः । कायाधिष्ठायकध्येयाः, प्रसिद्धा योगवाङ्मये ॥२०-१७॥ बाह्यात्मा चेति-कायः स्वात्मधिया प्रतीयमानोऽहं स्थूलोऽहं कृश इत्याद्युल्लेखेनाधिष्ठायकः कायचेष्टाजनकप्रयलवान् ध्येयश्च ध्यानभाव्य एते त्रयो बाह्यात्मा चान्तरात्मा च परमात्मा चेति योगवाङ्मये योगशास्त्रे प्रसिद्धाः । एतेषां च स्वेतरभेदप्रतियोगित्वध्यातृत्वध्येयत्वैानोपयोगस्तात्त्विकातात्त्विकैकत्वपरिणामतश्च सन्निधानमतात्त्विकपरिणामनिवृत्तौ तात्त्विकपरिणामोपलम्भश्च समापत्तिरिति ध्येयम् ।।२०-१७।। કાયસ્વરૂપ, તેના અધિષ્ઠાયક સ્વરૂપ અને ધ્યેયસ્વરૂપ; અનુક્રમે બાહ્યાત્મા અંતરાત્મા અને પરમાત્મા : આ ત્રણ આત્મા યોગવાયમાં પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. પોતાના આત્માની બુદ્ધિએ જ્યારે પોતાના શરીરમાં આત્માની પ્રતીતિ થાય છે, ત્યારે કાય-શરીર સ્વરૂપ બાહ્યાત્મા મનાય છે. પૂતોડ અને શોડન ઈત્યાદિ પ્રતીતિ બાહ્યાત્માની છે. સ્થૂલત્વાદિ ધર્માશ્રયથી અભિન્ન એવા આત્માની અહીં પ્રતીતિ થાય છે. સ્કૂલત્વાદિ ધર્મો શરીરના છે અને તેનો પદથી (આત્મવાચક પદથી) ઉલ્લેખ છે. આ રીતે શરીરસ્વરૂપ બાહ્યાત્માની પ્રસિદ્ધિ છે. કાયાની ચેષ્ટાને ઉત્પન્ન કરનાર પ્રયત્નનો જે આશ્રય છે; તે કાયામાં રહેલો અંતરાત્મા છે. હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહારઃ તેને અનુકૂળ જે ક્રિયા છે તેને ચેષ્ટા કહેવાય છે. એ ચેષ્ટાસ્વરૂપ ક્રિયાવિશેષનો જનક પ્રયત્ન છે. તાદશ પ્રયત્નનો આશ્રય જે છે તે અંતરાત્મા છે અને તે કાયામાં અધિષ્ઠિત છે. ધ્યેય અર્થાતુ ધ્યાનના ભાવ્ય(ભાવવાયોગ્ય-વિષય)ભૂત આત્મા પરમાત્મા છે. બાહ્યાત્માદિ ત્રણ આત્મા આ રીતે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્વરભેદપ્રતિયોગિત, ધ્યાતૃત્વ અને ધ્યેયત્વ સ્વરૂપે ધ્યાન કરાતું હોવાથી તે ત્રણનો ધ્યાનમાં ઉપયોગ છે. જીવ; પોતાથી ઇતર શરીરાદિથી ભિન્ન છે. શરીરાદિનો ભેદ જીવમાં છે. શરીરાદિ ભેદના પ્રતિયોગી (જનો ભેદ હોય તે ભેદના પ્રતિયોગી) છે અને તે ભેદનું પ્રતિયોગિત્વ શરીરાદિમાં છે. તે સ્વરૂપે શરીરાદિ ધ્યાનના ભાવ્યા બને છે. અનાદિકાળથી શરીરમાં જીવ અધિષ્ઠિત હોવાથી એ નિરંતર સહવાસથી જીવનું આત્મત્વ શરીરમાં (બાહ્યાત્મામાં) પ્રતીત થતું આવેલું પરંતુ એ અતાત્ત્વિક પરિણામ છે. જીવનું જીવત્વ એક પરિશીલન ૧૫૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ (આત્મત્વ) તાત્ત્વિક છે. કારણ કે ધ્યાતા એવા જીવમાં (અંતરંગ આત્મામાં) આત્મત્વ વાસ્તવિક છે. જીવનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ એક જ છે. આ રીતે ધ્યાનમાં અતાત્ત્વિક, તાત્ત્વિક અને એકત્વ(એકસ્વરૂપત્ન) પરિણામને લઇને અનુક્રમે ત્રણેય આત્માનું સંવિધાન સમાપત્તિસ્વરૂપ ધ્યાનમાં હોય છે. અતાત્ત્વિક પરિણામની નિવૃત્તિ માટે તેનો (અતાત્ત્વિક પરિણામનો) વિચાર કરવો પડે છે. અતાત્વિક પરિણામની નિવૃત્તિ થયે છતે તાત્ત્વિક પરિણામનો ઉપલંભ-સાક્ષાત્કાર થાય છે અને એ જ સમાપત્તિ છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. /૨૦-૧૭ બીજાઓના મતે બાહ્યાત્માદિ ત્રણ આત્માનું સ્વરૂપ જણાવાય છે– अन्ये मिथ्यात्वसम्यक्त्वकेवलज्ञानभागिनः । मिश्रे च क्षीणमोहे च, विश्रान्तास्ते त्वयोगिनि ॥२०-१८॥ अन्य इति-अन्ये पुनराहुः-मिथ्यात्वसम्यक्त्वकेवलज्ञानभागिनो बाह्यात्मान्तरात्मपरमात्मानः । ते तु मिश्रे च क्षीणमोहे चायोगिनि च गुणस्थाने क्रमेण विश्रान्ताः । तत्र च बाह्यात्मतादशायामन्तरात्मपरमात्मनोः शक्तिस्तदेकद्रव्यत्वाद्, अन्तरात्मदशायां च परमात्मनः शक्ति र्बाह्यात्मनस्तु भूतपूर्वनयेन योगः, परमात्मतादशायां च बाह्यात्मान्तरात्मनोईयोरपि भूतपूर्वनयेनैव योग इति वदन्ति । तत्त्वमत्रत्यमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितमस्माभिः ।।२०-१८॥ મિથ્યાત્વી, સમ્યકત્વવંત અને કેવલજ્ઞાની અનુક્રમે મિશ્રગુણસ્થાનક સુધીના, ત્યાર બાદ ક્ષીણમોહગુણસ્થાનક સુધીના અને ત્યાર બાદ અયોગગુણસ્થાનક સુધીના આત્માઓ ક્રમશઃ બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા સ્વરૂપ છે – એમ બીજા કહે છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્યથી જે આત્માઓ મિથ્યાત્વી છે અને સમ્યકત્વવંત નથી એવા આત્માઓને અહીં બાહ્યાત્મા તરીકે વર્ણવ્યા છે, જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગુણસ્થાનક સુધી હોય છે. જે આત્માઓ સમ્યકત્વવંત છે અને કેવલજ્ઞાન પામ્યા નથી એવા આત્માઓને અહીં અંતરાત્મા તરીકે વર્ણવ્યા છે; જે ચોથાગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. કેવલજ્ઞાનને વરેલા આત્માઓ પરમાત્મા છે; જે છેલ્લાં બે ગુણસ્થાનક સુધી છે. - આ ત્રણ પ્રકારની આત્માની દશાઓમાં જ્યારે બાહ્યાત્મદશા ચાલતી હોય છે ત્યારે અંતરાત્મા અને પરમાત્માની શક્તિ હોય છે. કારણ કે તે ત્રણેય દશાઓ એક જ દ્રવ્યને (એકાત્મદ્રવ્યને) આશ્રયીને છે. અંતરાત્મદશા જ્યારે ચાલતી હોય છે ત્યારે પરમાત્માની શક્તિ હોય છે અને બાહ્યાત્માનું અસ્તિત્વ ભૂતપૂર્વનયથી હોય છે. વસ્તુ વર્તમાનમાં ન હોય પરંતુ તે ભૂતકાળમાં હતી, તેનો ઉપચાર વર્તમાનમાં ભૂતપૂર્વનયથી કરાય છે. પરમાત્મદશા જયારે હોય ત્યારે તો બાહ્યાત્મા અને અંતરાત્મા એ બંન્નેનો યોગ ભૂતપૂર્વનયથી જ છે - આ પ્રમાણે બીજાઓ કહે છે. આ પૂર્વે સત્તરમા શ્લોકથી જણાવેલા ત્રણ આત્માઓ જુદા જુદા દ્રવ્યને આશ્રયીને ૧૫૨ યોગાવતાર બત્રીશી Page #156 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યા હતા અને આ શ્લોકથી એકાત્મદ્રવ્યને આશ્રયીને તે તે દશાની અપેક્ષાએ ત્રણ આત્માઓનું નિરૂપણ કર્યું છે. આ વિષયમાં વસ્તુતત્ત્વનું નિરૂપણ અધ્યાત્મમત પરીક્ષામાં ગ્રંથકારશ્રીએ કર્યું છે, તત્ત્વજિજ્ઞાસુએ તે ગ્રંથથી જાણી લેવું જોઇએ. /૨૦-૧૮ પરમાત્મસમાપત્તિની જેમ વિષય(ભાવ્ય બાહ્યવિષય)સમાપત્તિ પણ હોય છે - તે જણાવવાપૂર્વક તે બંન્નેની તાત્ત્વિકતાદિ જણાવાય છે विषयस्य समापत्तिरुत्पत्तिर्भावसज्ञिनः । आत्मनस्तु समापत्तिर्भावो द्रव्यस्य तात्त्विकः ॥२०-१९॥ विषयस्येति-विषयस्यात्मातिरिक्तस्य भाव्यस्य समापत्तिर्भावसज्ञिनो भावाभिधानस्योत्पत्तिरुच्यते । वदन्ति हि नयदक्षाः-“अग्न्युपयुक्तो माणवकोऽप्यग्निरेवेति” । शब्दार्थप्रत्ययानां तुल्याभिधानत्वान्नत्वर्थज्ञानयोः कश्चनैकवृत्त्यारूढतया एकत्वपरिणामः सम्भवति, चेतनत्वाचेतनत्वयोर्विरोधादिति भावः । आत्मनस्तु समापत्तिव्यस्य परमात्मदलस्य तात्त्विकः सहजशुद्धो भावः परिणामः ।।२०-१९॥ વિષયાત્મક ભાવનામવાળાની ઉત્પત્તિ સ્વરૂપ વિષયની સમાપત્તિ કહેવાય છે અને આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના પરિણામને કહેવાય છે - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ભાવ્ય એવા પદાર્થના તે તે સ્વરૂપની આત્માને જે પ્રાપ્તિ થાય છે તેને સમાપત્તિ કહેવાય છે. આત્મા અને આત્માતિરિક્ત વિષયો એ બે ભાવ્ય છે. આત્માતિરિક્ત વિષયોની જયારે ભાવના પ્રવર્તે છે, ત્યારે આત્મા તે વિષયાકાર પરિણામવાળો થાય છે. અર્થાત્ તે વિષયના ઉપયોગવાળો બને છે. અને તસ્વરૂપ તે ઉપયોગને લઇને તે ભાવના નામને આત્મા ધારણ કરે છે, જેથી ભાવ્યની સંજ્ઞા અને આત્માની સંજ્ઞા બંન્ને એક થાય છે. આને વિષયસમાપત્તિ કહેવાય છે. | નયના નિપુણો પણ આ વાતને જણાવતાં કહે છે કે “અગ્નિના ઉપયોગવાળો માણવક (નાનો છોકરો, તે નામનો માણસ) પણ અગ્નિ કહેવાય છે.” શબ્દ(ઘટાદિ), અર્થઘટાદિ) અને પ્રત્યય(વટાદિજ્ઞાન) : આ ત્રણેય સમાન(એક) અભિધાન(સંજ્ઞા, નામ) વાળા છે. અર્થ અને જ્ઞાન : એ બેમાં એકરૂપતાત્મક પરિણામ થવાનો સંભવ નથી. કારણ કે ચેતનત્વ અને અચેતનત્વનો વિરોધ છે. એક અભિધાન હોવાથી એક શબ્દથી એ બંન્નેનો ઉલ્લેખ થવાથી એ બંન્ને એકરૂપ થાય એવો સંભવ નથી. આથી સમજી શકાશે કે વિષયની સમાપત્તિ ઉપયોગને લઈને છે. પરંતુ વિષયના સ્વરૂપની પ્રાપ્તિના કારણે નથી. આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના સહજ શુદ્ધ(સ્વભાવથી જ નિર્મળ) તાત્ત્વિક પરિણામ સ્વરૂપ છે. આત્માના સહજ શુદ્ધ પરિણામની પ્રાપ્તિ પરમાત્મસમાપત્તિથી થાય છે, જે ઔપચારિક નથી પરંતુ તાવિક છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૦-૧૯ાા. એક પરિશીલન ૧૫૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ આત્માની તાત્ત્વિક સમાપત્તિનું જ સમર્થન કરાય છે– अत एव च योऽर्हन्तं, स्वद्रव्यगुणपर्ययैः । વેવાત્માન સ વ ચં, વેન્યુ¢ મમ: //ર૦-૨૦ अत एव चेति-यत एव 'दलतया परमात्मैव जीवात्मा,' अत एव च योऽर्हन्तं तीर्थकरं स्वद्रव्यगुणपर्ययैर्निजशुद्धात्मकेवलज्ञानस्वभावपरिणमनलक्षणैर्वेद जानाति, स एव स्वमात्मानं वेद तत्त्वतो जानाति, तथाज्ञानस्य तथाध्यानद्वारा तथासमापत्तिजनकत्वादिति महर्षिभिरुक्तं । यतः पठ्यते-“जो जाणइ अरहंते दव्यत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणइ अप्पाणं मोहो खलु जाइ तस्स लयं ॥१॥” । न चैतद्गाथाकर्तुदिंगबरत्वेन महर्षित्वाभिधानं न निरवद्यमिति मूढधिया शङ्कनीयं, सत्यार्थकथनगुणेन व्यासादीनामपि हरिभद्राचार्यंस्तथाभिधानादिति द्रष्टव्यम् ।।२०-२०।। આથી જ જે પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાય(પર્યય)થી શ્રી અરિહંત પરમાત્માને જાણે છે તે જ પોતાના આત્માને તત્ત્વથી જાણે છે – એ પ્રમાણે મહર્ષિઓએ કહ્યું છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગ્યતાની દષ્ટિએ પરમાત્મા જ જીવાત્મા છે. તેમાં કોઈ ભેદ નથી. તેથી જ શ્રી તીર્થંકર પરમાત્માને; પોતાના સહજ શુદ્ધ આત્મદ્રવ્યરૂપે, કેવલજ્ઞાનાદિ ગુણો વડે અને સ્વભાવપરિણમનસ્વભાવ સ્વરૂપ પર્યાયોથી જે જાણે છે, તે જ પોતાના આત્માને તત્ત્વથી(પરમાર્થથી) જાણે છે. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માના તેવા પ્રકારના દ્રવ્ય, ગુણ અને પર્યયપર્યાય)થી થનારા જ્ઞાનથી તે સ્વરૂપે કરાતા ધ્યાન દ્વારા તેવા પ્રકારની પરમાત્મસમાપત્તિ પ્રાપ્ત થાય છે. મહર્ષિઓ દ્વારા આથી જ કહેવામાં આવ્યું છે કે - “જે દ્રવ્યત્વસ્વરૂપે, ગુણત્વસ્વરૂપે અને પર્યાયત્વસ્વરૂપે(પ્રકારે) શ્રી અરિહંત પરમાત્માને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ(અજ્ઞાન) વિલય પામે છે.” મૂઢબુદ્ધિથી એવી શંકા નહીં કરવી જોઇએ કે, “નો ના? મહંતે.” આ ગાથા દિગંબરકર્ક (દિગંબરે બનાવેલી) હોવાથી તે ગાથાના કર્તાને મહર્ષિ તરીકે વર્ણવવાનું નિરવઘ નથી. કારણ કે શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ સત્ય અર્થનું કથન કરનારા વ્યાસ વગેરેને પણ મહર્ષિ ભગવાન... ઇત્યાદિરૂપે વર્ણવ્યા છે. તેથી અહીં દિંગબરને તે સ્વરૂપે વર્ણવવામાં કોઈ દોષ નથી. // ૨૦-૨૦માં અધ્યાત્માદિ પાંચયોગમાંથી; અસંપ્રજ્ઞાતયોગનો સમાવેશયોગમાં થાય છે તે જણાવાય છે– असम्प्रज्ञातनामा तु, सम्मतो वृत्तिसङ्क्षयः । सर्वतोऽस्मादकरणनियमः पापगोचरः ॥२०-२१॥ ૧૫૪ યોગાવતાર બત્રીશી Page #158 -------------------------------------------------------------------------- ________________ असम्प्रज्ञातेति– असम्प्रज्ञातनामा तु समाधि वृत्तिसङ्क्षयः सम्मतः, सयोग्ययोगिकेवलित्वकाले मनोविकल्पपरिस्पन्दरूपवृत्तिक्षयेण तदुपगमात् । तदुक्तम् - " असम्प्रज्ञात एषोऽपि समाधिर्गीयतेऽपरैः । निरुद्धाशेषवृत्त्यादितत्स्वरूपानुवेधतः ||१||" इति । 'धर्ममेघः' इत्यप्यस्यैव नाम यावत्तत्त्वभावनेन फलमलिप्सोः सर्वथा विवेकख्यातो धर्ममशुक्लकृष्णं मेहति सिञ्चतीति व्युत्पत्तेः । तदुक्तं - 'सम्प्रख्याने - ( प्य) कुसीदस्य सर्वथा विवेकख्यातौ धर्ममेघसमाधिरिति ” [ ४ २९ ] । एवमन्येषामपि तत्तत्तन्त्रसिद्धानां शब्दानामर्थोऽत्र यथायोगं भावनीयः । तदाह - ' धर्ममेघोऽमृतात्मा च भवशत्रुशिवोदयः । सत्त्वानन्दपरश्चेति योज्योऽत्रैवार्थयोगतः ।।१।।” अस्माद्वृत्तिसङ्क्षयात् फलीभूतात् । सर्वतः सर्वैः प्रकारैः । पापगोचरः पाप-विषयः । अकरणनियमोऽनुमीयते इति शेषः । नरकगमनादिवृत्तिनिर्वृत्तेर्महारम्भपरिग्रहादिहेत्वकरणનિયમેનેવોપવત્તે: ૨૦-૨૧॥ “વૃત્તિસંક્ષય નામના યોગમાં અસંપ્રજ્ઞાતસમાધિ સમાય છે. એ સમાધિના ફળ સ્વરૂપે બધા પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમ પ્રાપ્ત થાય છે.” – આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બીજા દર્શનકારો જેને અસંપ્રજ્ઞાતસમાધિ કહે છે, તેને અધ્યાત્માદિ પાંચ યોગમાંથી વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવી શકાય છે. કારણ કે સયોગી કેવલી અને અયોગી કેવલી અવસ્થાના કાળમાં મનના વિકલ્પના કારણે થનારી મનની પરિસ્કંદરૂપવૃત્તિઓનો ક્ષય થવાથી તે વખતે અસંપ્રજ્ઞાતયોગ માનવામાં આવે છે. આ વિષયમાં ‘યોગબિંદુ’ શ્લોક નં. ૪૨૧થી જણાવ્યું છે કે “આ જ કૈવલ્યસ્વરૂપ-અવસ્થાંતરપ્રાપ્ત જે યોગ છે તેને પરદર્શનીઓ વડે અસંપ્રજ્ઞાત(સંપ્રજ્ઞાતથી ભિન્ન) સમાધિ તરીકે વર્ણવાય છે. કારણ કે ત્યાં સમગ્ર મનોવૃત્તિ અને તેના બીજભૂત કર્મ(ભવાંતરાનુયાયી કર્મ)નો નિરોધ થવા સ્વરૂપ યોગ આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. અર્થાત્ આત્માની સાથે યોગનો અનુવેધ(ઐક્યભાવ) પ્રાપ્ત થાય છે.” આથી સમજી શકાશે કે જે સમાધિમાં વૃત્તિ અને વૃત્તિબીજો સમગ્રપણે નિરુદ્ધ હોય છે અને આત્મા તે સમાધિસ્વરૂપથી અનુવિદ્ધ હોય છે, તે અસંપ્રજ્ઞાતસમાધિ માનસ(મનોજન્ય) વિજ્ઞાનથી વિકલ હોય છે. અહીં યાદ રાખવું જોઇએ કે આ અસંપ્રજ્ઞાતસમાધિ(વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવિષ્ટ) બે પ્રકારે છે. એક સયોગીકેવલી અવસ્થાભાવી અને બીજો અયોગીકેવલી અવસ્થાભાવી. એમાં પ્રથમ અસંપ્રજ્ઞાત સમાધિ, વિકલ્પાત્મક જ્ઞાનસ્વરૂપ મનોવૃત્તિઓના અને તેના બીજભૂત જ્ઞાનાવરણાદિના ઉદયના નિરોધથી ઉત્પન્ન થાય છે અને બીજો તો સર્વ કાયાદિવૃત્તિઓના અને તેના બીજભૂત ઔદારિકાદિ શરીરરૂપ વૃત્તિબીજોના આત્યંતિક ઉચ્છેદથી ઉત્પન્ન થાય છે. આ સમાધિનું જ બીજું નામ છે ધર્મમેઘ. યાવત્ તત્ત્વની ભાવના વડે ફળની ઇચ્છાથી રહિત થઇને સર્વથા વિવેકખ્યાતિને(પ્રકૃત્યાદિથી ભિન્નપણાના જ્ઞાનને) પ્રાપ્ત કરેલ યોગી અશુક્લકૃષ્ણ ધર્મને સિંચે છે તેથી તેને ધર્મમેઘ એવી સમાધિ કહેવાય છે. ધર્મ મેતિ-સિતિ - આ ‘ધર્મજ્ઞેષ’ ની વ્યુત્પત્તિ છે. સામાન્ય રીતે શુક્લકર્મ, કૃષ્ણકર્મ, શુક્લકૃષ્ણકર્મ અને એક પરિશીલન ૧૫૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ અશુક્લકૃષ્ણકર્મ - એમ ચાર પ્રકારનાં કર્મ છે. એમાં તમોગુણમૂલક તથા દુઃખરૂપ ફળને આપનારાં બ્રહ્મહત્યાદિસ્વરૂપ દુરાત્માઓનાં કર્મ કૃષ્ણકર્મ છે. સત્ત્વમૂલક અને સુખને આપનારાં તપ સ્વાધ્યાય વગેરે કર્મ શુક્લકર્મ છે. જે કર્મો રજોગુણમૂલક હોવાથી પુણ્ય પાપના જનક અને દુઃખમિશ્રિત સુખસ્વરૂપ ફળને આપનારાં છે તે યજ્ઞયાગાદિ કર્મ શુક્લકૃષ્ણકર્મ છે અને જે કર્મો સુખદુઃખાદિનાં જનક નથી તે સંપ્રજ્ઞાતસમાધિ વગેરે કર્મો અશુક્લકૃષ્ણ કર્મ છે. (અશુક્લકૃષ્ણઅશુક્લાકૃષ્ણ) કર્મ છે. “સમૃધ્યાને થયુસીડી સર્વથા વિવેવસ્થાતી ઘર્મનેયઃ સમઃ ૪રા’ - આ યોગસૂત્રથી પણ ઉપર જણાવેલી વાત જણાવી છે કે “વિવેકજ્ઞાનમાં પણ ફળની ઇચ્છાને ન રાખનાર યોગીને વિવેકખ્યાતિને લઈને ધર્મમેઘ-સમાધિ હોય છે. ધર્મમેઘસમાધિના અર્થની જેમ જ તે તે તંત્રપ્રસિદ્ધ શબ્દોનો અર્થ યથાયોગે (જે રીતે સંગત થાય તે રીતે) વિચારવો જોઇએ. તે તે તંત્રપ્રસિદ્ધ તે તે શબ્દો(અસંપ્રજ્ઞાતસમાધિને જણાવનારા તે તે શબ્દો)ને જણાવતાં યોગબિંદુમાં (શ્લો.નં. ૪૨૨) ફરમાવ્યું છે કે – “ધર્મમેઘ અમૃતાત્મા ભવશત્રુ શિવોદય સત્તાનંદ અને પર - આ શબ્દો અહીં અધ્યાત્માદિ યોગાર્થમાં યોજવા જોઇએ. કારણ કે તે અર્થની સાથે તે તે શબ્દોનો અર્થ સંગત થાય છે.” અસંપ્રજ્ઞાતસમાધિની વૃત્તિસંક્ષયયોગસંમતતા જણાવીને તાદશ વૃત્તિસંક્ષયયોગનું ફળ જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધથી ફરમાવ્યું છે કે અધ્યાત્માદિ યોગના ફળભૂત આ વૃત્તિસંક્ષય નામના યોગથી સર્વ પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમનું અનુમાન કરાય છે. કારણ કે આવા યોગી જનો નરકાદિ દુર્ગતિગમનની વૃત્તિની નિવૃત્તિવાળા હોવાથી તેઓને વિશે અનુમાન કરાય છે કે નરકાદિગમનની વૃત્તિના હેતુભૂત મહારંભ અને પરિગ્રહાદિને વિશે અકરણનિયમ તેમને છે. અન્યથા તાશિનિયમનો જો અભાવ હોત તો તે યોગીઓને પણ નરકાદિગમનની વૃત્તિ હોત. તેથી સ્પષ્ટ છે કે નરકાદિગમનની વૃત્તિની નિવૃત્તિ પાપાકરણનિયમથી જ ઉપપન્ન છે. ૨૦-૨૧ નરકાદિગતિને આશ્રયીને વર્ણવેલા પાપાકરણનિયમનું દષ્ટાંતથી સમર્થન કરાય છે– ग्रन्थिभेदे यथाऽयं स्याद्, बन्धहेतुं परं प्रति । નરવેદ તિષ્યવ, જ્ઞયસ્તબ્ધતુવર: //ર૦-૨૨ ग्रन्थिभेद इति-यथाऽयमकरणनियमो बन्धहेतुं मिथ्यात्वं परमुत्कृष्टं सप्ततिकोटिकोट्यादिस्थितिनिमित्तं प्रत्याश्रित्य ग्रन्थिभेदे निरूप्यते । एवं नरकादिगतिषु निवर्तनीयासु तद्धेतुगोचरो नरकादिહેતુવિષયોડરનિયમો શેય: I/ર૦-૨૨ા. “ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને આશ્રયીને જેમ આ અકરણનિયમ જણાવાય છે તેમ નરકાદિગતિને આશ્રયીને તેના હેતુના વિષયમાં પણ આ અકરણનિયમ સમજવો જોઈએ” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર ૧૫૬ યોગાવતાર બત્રીશી Page #160 -------------------------------------------------------------------------- ________________ પરિણતિ સ્વરૂપ ગ્રંથિ જેવો ગ્રંથિસ્વરૂપ આત્મપરિણામનો ભેદ થયે છતે મિથ્યાત્વમોહનીયકર્મનો સિત્તેર કોટાકોટી સાગરોપમનો સ્થિતિબંધ થતો નથી. કારણ કે ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વ મોહનીયકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો હેતુભૂત અધ્યવસાય જ આત્માને આવતો નથી. તેથી કારણના અભાવે કાર્યનો અભાવ થાય છે. અહીં જેમ પાપાકરણનો નિયમ સ્પષ્ટ છે, તેમ નરકાદિ ગતિની નિવૃત્તિમાં પણ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત પાપના અકરણનિયમને અવશ્ય માનવો જોઇએ. અન્યથા પાપ ચાલુ હોય તો તેના ફળસ્વરૂપે નરકાદિગતિમાં જવાનું થવાનું જ. તેની નિવૃત્તિ શક્ય નહીં જ બને. તેથી નરકાદિગતિમાં ગમનની નિવૃત્તિના અનુરોધથી નરકાદિ ગતિમાં ગમનના હેતુભૂત પાપના અકરણના નિયમનો સ્વીકાર કરવો આવશ્યક છે. II૨૦-૨૨ પાપાકરણનો નિયમ ન માનીએ તો જે દોષ આવે છે તે જણાવાય છે— दुःखात्यन्तविमुक्त्यादि, नान्यथा स्याच्छ्रुतोदितम् । हेतुः सिद्धश्च भावोऽस्मिन्निति वृत्तिक्षयौचिती ॥ २०-२३॥ दुःखेति—अन्यथा दुःखात्यन्तविमुक्त्यादि श्रुतोदितं सिद्धान्तप्रतिपादितं न स्यात् । तदाह“अन्यथात्यन्तिको मृत्युर्भूयस्तत्रागतिस्तथा । न युज्यते हि सन्यायादित्यादि समयोदितम् ।।१।।” न च तत्त्वज्ञानेनैव दुःखात्यन्तविमुक्त्युपपत्तौ किमकरणनियमेनेति वाच्यं तस्यात्यन्तिकमिथ्याज्ञाननाशद्वारा हेतुत्वोपगमे तद्धेत्वकरणनियमस्यावश्याश्रयणीयत्वादिति भावः । अस्मिंस्तत्तत्पापस्थानाकरणनियमे च सिद्धः परापराधनिवृत्तिहेतुतत्त्वज्ञानानुगततया प्रतिष्ठितो भावोऽन्तःकरणपरिणामो हेतुः । तदुक्तं - " हेतुमस्य परं भावं सत्त्वाद्यागोनिवर्तनम् । प्रधानं करुणारूपं ब्रुवते सूक्ष्मदर्शिनः ||9||” इति । एवमकरणनियमोपपत्तौ वृत्तिक्षौचिती वृत्तिक्षयस्य न्याय्यता हेत्वंकरणनियमेन फलानुत्पत्तिपर्यायोपपत्तेस्तत्प्राग्भावापगमस्यापि योग्यताविगमाख्यस्य हेत्वकरणनियमेनैव फलवत्त्वात् तद्विरहितस्य फलनियतत्वात् । तदुक्तं -“मण्डुकभस्मन्यायेन वृत्तिबीजं महामुनिः । योग्यतापगमाद्दग्ध्वा ततः कल्याणमश्नुते ।।१।। इति” ।।२०- २३।। “પાપાકરણનો નિયમ ન હોય તો શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયેલ દુઃખોની અત્યંત વિમુક્તિ વગેરે સંગત નહિ થાય. પાપાકરણનિયમનો સ્વીકાર કર્યો છતે અંતઃકરણનો પરિણામ સ્વરૂપ ભાવ હેતુ તરીકે સિદ્ધ છે. તેથી વૃત્તિસંક્ષયની ન્યાય્યતા થાય છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ યોગની સાધનામાં આત્મા વિકાસ સાધે તેમ તેમ તેને પાપાકરણનિયમની પ્રાપ્તિ થતી હોય છે અને એ રીતે ક્રમે કરી જીવને ફરી પાછા ન આવે એ સ્વરૂપે દુઃખની અત્યંત વિમુક્તિ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ આગમમાં વર્ણવેલી એ દુ:ખની અત્યંત વિમુક્તિ પાપાકરણનિયમ વિના શક્ય નથી. એક પરિશીલન ૧૫૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુગ્રંથમાં (શ્લો.નં. ૪૧૭) આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે “પાપાક૨ણનિયમનો સ્વીકાર કરવામાં ન આવે તો, ફરી પાછું ન આવે એવું આત્યંતિક મૃત્યુ તેમ જ ફરી પાછા નરકાદિમાં જવાનું ન બને એવી અગતિ વગેરે સદ્યુક્તિથી ઘટી શકતા નથી... એમ આગમમાં જણાવ્યું છે.” આથી સ્પષ્ટ છે કે પાપાકરણનો નિયમ ન માનીએ તો દુઃખની અત્યંત વિમુક્તિ વગેરે યુક્તિસંગત નહિ બને. યદ્યપિ તત્ત્વજ્ઞાનથી જ દુ:ખની આત્યંતિક વિમુક્તિ સંગત થતી હોવાથી તેના માટે (આત્યંતિક દુઃખધ્વંસ માટે) પાપાક૨ણનિયમને કારણ માનવાની આવશ્યકતા નથી. પરંતુ તત્ત્વજ્ઞાનની પ્રત્યે મિથ્યાજ્ઞાનનો નાશ કારણ છે અને મિથ્યાજ્ઞાનનો નાશ પાપાકરણનિયમથી થાય છે. તેથી પાપાકરણનિયમ, મિથ્યાજ્ઞાનના નાશ દ્વારા તત્ત્વજ્ઞાનની પ્રત્યે હેતુ હોવાથી પાપાક૨ણનિયમનો અવશ્ય સ્વીકાર કરવો જોઇએ. પાપાકરણનિયમનો જે હેતુ છે તે શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવાય છે. એનો આશય એ છે કે પાપાકરણનિયમમાં, પરની(બીજાની) પ્રત્યે કરાતા અપરાધની નિવૃત્તિનો કારણભૂત અને તત્ત્વજ્ઞાનને અનુકૂળ એવો આત્મામાં પ્રતિષ્ઠિત (સુસ્થિર) થયેલો જે ભાવ (અંતઃકરણપરિણામ) છે તે હેતુ છે. આ અંગે ‘યોગબિંદુ’(શ્લો.નં. ૪૧૮)માં જણાવ્યું છે કે “આ પાપાકરણના નિયમનો હેતુ આત્માનો ઉત્કૃષ્ટ પરિણામ છે, જે તે તે પાપસ્થાનના વિષયમાં શત્રુ મિત્ર કે ઉદાસીન જનોની પ્રત્યેના અપરાધની નિવૃત્તિનું કારણ છે તેમ જ પ્રધાન એટલે કે યથાવસ્થિત વિજ્ઞાનને અનુસરનારી કરુણાસ્વરૂપ છે - આ પ્રમાણે સૂક્ષ્મદર્શી એવા મહાત્માઓ કહે છે.” આ રીતે પાપાકરણનિયમની ઉપપત્તિ થયે છતે વૃત્તિક્ષયનું ઔચિત્ય છે. તે તે ફળના (દુષ્ટસંસારસ્વરૂપ ફળના) હેતુને ન કરવાના કારણે ફળની અનુત્પત્તિસ્વરૂપ પર્યાયની પણ ઉપપત્તિ (સંગતિ) સિદ્ધ થાય છે. “આત્યંતિક દુઃખવિગમ પૂર્વે તેનો(દુઃખનો) પ્રાગભાવ નાશ પામે છે. તેથી દુઃખની અનુત્પત્તિ થાય છે. એમાં હેત્વકરણ(પાપાકરણ)નિયમને કારણ માનવાની આવશ્યકતા નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે દુ:ખની ઉત્પત્તિની યોગ્યતાના વિગમ સ્વરૂપ, દુ:ખ-પ્રાગભાવનો અપગમ પણ વસ્તુતઃ તેના હેત્વકરણનિયમને લઇને જ ફળસ્વરૂપ બને છે. હેત્વકરણના નિયમના વિરહમાં ચોક્કસ જ ફળની(દુઃખાદિની) ઉત્પત્તિ થાય છે. યોગબિંદુ(શ્લો.નં. ૪૨૩)માં એ વિષયમાં જણાવ્યું છે કે “નવમાદિ ગુણસ્થાનકે રહેલા ક્ષપકશ્રેણીગત મહામુનિઓ, શરીર અને મન સંબંધી ચેષ્ટા સ્વરૂપ વૃત્તિઓના બીજને, તે તે કર્મબંધની યોગ્યતાનો વિગમ થવાથી દેડકાની ભસ્મના ન્યાયે શુક્લધ્યાનસ્વરૂપ દાવાનલથી બાળીને મોક્ષસ્વરૂપ કલ્યાણને પ્રાપ્ત કરે છે.” દેડકાની ભસ્મ થવાથી નિમિત્ત મળતાં તેમાંથી જેમ ફરી દેડકા પેદા થતા નથી તેમ આ મહામુનિઓને ફરી કર્મબંધ થતો નથી. ૨૦-૨ ननु यद्येक एव योगस्तदा कथं भेदः ? भेदे च प्रकृते किं तदन्तर्भावप्रयासेनेत्यत आह યોગાવતાર બત્રીશી ૧૫૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબ યોગ એક જ (સ્વ-પરદર્શન-પ્રસિદ્ધ યોગ અભિન્ન જ) હોય તો ભેદ કેમ પડે ? અને જો બધા યોગમાં ભેદ હોય તો તેનો સમાવેશ કરવાનો પ્રયાસ શા માટે ? (અર્થાત્ એ વ્યર્થ છે) - આ શંકાનું સમાધાન કરાય છે योगे जिनोक्तेऽप्येकस्मिन् दृष्टिभेदः प्रवर्तते । क्षयोपशमवैचित्र्यात्, समेघाद्योघदृष्टिवत् ॥२०-२४॥ योग इति-(जिनेन) अर्हता सर्वज्ञेन प्रोक्ते तत्त्वत एकस्मिन्नपि योगे क्षयोपशमवैचित्र्याद दृष्टिभेदो दर्शनविशेषः प्रवर्तते । समेघादौ मेघसहितरात्र्यादावोघदृष्टिवत् सामान्यदर्शनमिव । तथा हि एकस्मिन्नपि दृश्ये समेघायां रात्रौ दृष्टिः किञ्चिन्मात्रग्राहिणी, अमेघायां तु मनागधिकतरग्राहिणी । एवं समेघामेघयोर्दिवसयोरप्यस्ति विशेषः । तथा सग्रहाग्रहयोश्चित्तविभ्रमतदभावाभ्यामर्भकानर्भकयोरपि मुग्धत्वविवेकाभ्यामुपहतानुपहतलोचनयोश्च दोषगुणाभ्यां ग्राहकयोरपि । तथा प्रकृतेऽपि योगदृष्टिभेद इति भावनीयम् । एतन्निबन्धनोऽयं दर्शनभेद इति योगाचार्याः । न खल्वयं स्थिरादिदृष्टिमतां भिन्नग्रन्थीनां योगिनां, यथाविषयं नयभेदावबोधात्, प्रवृत्तिरपि अमीषां परार्थं शुद्धबोधभावेन विनिवृत्ताग्रहतया मैत्र्यादिपारतन्त्र्येण गम्भीरोदाराशयत्वाच्चारिचरकसञ्जीविन्यचरकचारणनीत्येत्याहुः ।।२०-२४।। શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો યોગ એક જ હોવા છતાં, મેઘસહિત રાત્રિ વગેરેને વિશે જેમ એક જ દશ્ય હોવા છતાં સામાન્યદષ્ટિમાં ભેદ વર્તાય છે તેમ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે દર્શનભેદ પ્રવર્તે છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞ એવા અરિહંતપરમાત્માએ દર્શાવેલો યોગ એક જ પ્રકારનો હોવા છતાં તેને સમજનારા જિજ્ઞાસુઓના મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિની વિચિત્રતાથી તે તે દર્શનોનો ભેદ પ્રવર્યો છે. એ વાત દષ્ટાંતથી સમજાવવા શ્લોકના ઉત્તરાર્ધનો અંતિમ ભાગ છે. એનું તાત્પર્ય એ છે કે દશ્ય-ઘટાદિ એક હોવા છતાં મેઘવાળી રાતમાં ખૂબ જ થોડી માત્રામાં એનું ગ્રહણ થાય છે. મેઘરહિત રાત્રિએ એ જ દશ્યનું થોડું વધારે ગ્રહણ થાય છે. આવી જ રીતે મેઘસહિત દિવસમાં અને મેઘરહિત દિવસમાં દશ્યના ગ્રહણમાં વિશેષતા સ્પષ્ટ છે. તેમ જ એ દશ્યને જોનાર ચિત્તવિભ્રમવાળો (સગ્રહ) અને ચિત્તવિભ્રમથી રહિત (અગ્રહ) હોય તો ય દશ્યગ્રહણમાં ફરક પડે છે. આવી જ રીતે એ દશ્યને જોનાર બાળક હોય અને યુવાન હોય (બાલથી ભિન્ન, તોયદશ્યગ્રહણમાં વિશેષતા હોય છે. કારણ કે એક મુગ્ધ હોય છે અને બીજામાં વિવેક હોય છે. આ રીતે જ જેની આંખમાં દોષ(ખામી) છે અને જેની આંખમાં દોષ નથી (ગુણ છે) એવા ઉપહત લોચનવાળા અને અનુપહત લોચનવાળા દશ્ય જોનારા હોય તોય દશ્યગ્રહણમાં ફરક પડતો હોય છે. તેવી રીતે જ યોગની દૃષ્ટિમાં ભેદ સમજી લેવો જોઈએ. એ ભેદને લઇને આ દર્શનોનો ભેદ છે - આ પ્રમાણે યોગાચાર્ય કહે છે. એક પરિશીલન ૧૫૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ પરંતુ જેમણે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કર્યો છે, એવા સ્થિરાદિ દૃષ્ટિવાળા (પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી દૃષ્ટિવાળા) યોગી જનોને એવો ભેદ વર્તાતો નથી. કારણ કે તેઓને તે તે વિષયને અનુસરી નયાનુસારી બોધ હોય છે. આવા યોગી જનો ઉપદેશાદિની જે પ્રવૃત્તિ કરે છે તે પરાર્થ માટે થાય છે. કારણ કે તેઓને શુદ્ધ બોધ હોય છે. તેઓ આગ્રહ વિનાના, મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત અને ગંભીર આશયવાળા હોય છે. ચારાને ચરનારો અને સંજીવનીને નહિ ચરનારો જે છે તેને ચરાવનારની નીતિથી આ યોગી જનોની પ્રવૃત્તિ એકાંતે પરાર્થકારિણી હોય છે... ઇત્યાદિ ‘યોગદૃષ્ટિ એક પરિશીલન' થી સમજી લેવું જોઇએ. I૨૦-૨૪॥ દૃષ્ટિસામાન્યનું સ્વરૂપ વર્ણવાય છે અને તેનો વિભાગ કરાય છે—– सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिः सा चाष्टधोदिता । मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा ।।२० - २५।। सच्छ्रद्धेति - सच्छ्रद्धया शास्त्रबाह्याभिप्रायविकलसदूहलक्षणया सङ्गतो बोधो दृष्टिः, तस्या उत्तरोत्तरगुणाधानद्वारा सत्प्रवृत्तिपदावहत्वात् । तदुक्तं - " सच्छ्रद्धासङ्गतो बोधो दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातसत्प्रवृत्तिपदावहः || १ ||" इति । सा चाष्टधोदिता मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता પ્રમા પરા વેતિ ૨૦-૨૫|| “સશ્રદ્ધાથી સંગત એવા બોધને દૃષ્ટિ કહેવાય છે. તેના આઠ પ્રકારો શાસ્ત્રમાં જણાવાયા છે, જેનાં અનુક્રમે મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા – આ નામો છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે ચોવીસમા શ્લોકથી દૃષ્ટિભેદનું કા૨ણ વર્ણવીને આ શ્લોકથી દૃષ્ટિનું સ્વરૂપ જણાવવા સાથે તેનો વિભાગ કરાય છે. સત્પ્રદ્ધાથી સંગત એવો બોધ દૃષ્ટિ છે. શાસ્ત્રથી બાહ્ય(વિપરીત) અભિપ્રાયથી વિકલ (રહિત) એવા સદૂહ(સદ્વિચારણા) સ્વરૂપ સત્ શ્રદ્ધા છે. અસત્ એવી શ્રદ્ધાનું ગ્રહણ ન થાય એ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે. પોતાની ઇચ્છાને આશ્રયીને જે વિચારણા થાય છે, તેને અસત્ શ્રદ્ધા કહેવાય છે. તેના વ્યવચ્છેદ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે, જે શાસ્ત્રાનુસારી વિચારણા સ્વરૂપ છે. પોતાના અભિપ્રાયથી જે વિચારાય છે તે સત્ શ્રદ્ધા સ્વરૂપ ન હોય એ સમજી શકાય છે. સત્ શ્રદ્ધાથી સંગત જે બોધ-અવગમ(સમજણ) છે - તેને દૃષ્ટિ કહેવાય છે. માત્ર જ્ઞાનને અહીં દૃષ્ટિ તરીકે વર્ણવવામાં આવતું નથી. જાણવું અને સમજવું : આ બંન્નેમાં જે ભેદ છે તેને સમજનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તેને સમજી શકે છે. બોધને દૃષ્ટિ તરીકે વર્ણવવાનું કારણ એ છે કે, બોધ; ઉત્તરોત્તર ગુણનું આધાન કરી સત્પ્રવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવે છે. ૧૬૦ યોગાવતાર બત્રીશી Page #164 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય' (ગ્લો.નં.૧૭)માં આ અંગે જણાવ્યું છે કે “અસવૃત્તિનો વ્યાઘાત (રોકવું તે) કરવા વડે સત્યવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવનારો શ્રદ્ધાથી સંગત એવો જે બોધ છે, તેને દષ્ટિ કહેવાય છે.” અહીં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને અસત્યવૃત્તિ કહેવાય છે અને શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિને સવૃત્તિ કહેવાય છે. પ્રથમ ત્રણ ગુણસ્થાનક સુધી અવેદ્યસંવેદ્યપદ [જ્યાં વેદ્ય(સંસારાદિના હેતુ)નું સંવેદન નથી તેવું હોય છે. તેનો પરિત્યાગ થવાથી ચોથા ગુણસ્થાનકે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ દૃષ્ટિથી થાય છે. પાંચમી વગેરે દૃષ્ટિઓ (૫ થી ૮) વેદ્યસંવેદ્યપદસ્વરૂપ હોવાથી; ત્યાંનો બોધ આવેદ્યસંવેદ્યપદનો પરિત્યાગ કરાવી વેદસંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર બનતો નથી. તેથી તાદશપદને સત્યવૃત્તિપદ તરીકે વિવક્ષિત કર્યા વિના પરમાર્થથી શૈલેશીપદને જ સત્યવૃત્તિપદ તરીકે વિવક્ષિત કર્યું છે. તેથી સશ્રદ્ધાસંગત બોધ સાક્ષાત્ કે પરંપરાએ શૈલેશી અવસ્થાનો પ્રાપક હોવાથી કોઈ દોષ નથી. શ્લોકના ઉત્તરાદ્ધથી તાદશ બોધસ્વરૂપ દૃષ્ટિનો વિભાગ કરાય છે. અર્થાત્ નામમાત્રથી જ તેના પ્રકારો જણાવ્યા છે. મિત્રા તારા બલા દીપ્રા સ્થિરા કાંતા પ્રભા અને પરા : આ આઠ પ્રકારો દૃષ્ટિના છે. ૨૦-૨પા. દષ્ટાંતમાત્રથી દષ્ટિઓનું નિરૂપણ કરાય છે तृणगोमयकाष्ठग्निकणदीपप्रभोपमा । - रत्नतारार्कचन्द्राभा क्रमेणेक्ष्वादिसन्निभा ॥२०-२६॥ तृणेति-मित्रा दृष्टिस्तृणाग्निकणोपमा, न तत्त्वतोऽभीष्टकार्यक्षमा, सम्यक्प्रयोगकालं यावदनवस्थानाद् । अल्पवीर्यतया ततः पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः, विकलप्रयोगभावादावतो वन्दनादिकार्यायोगादिति । तारा दृष्टिोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वाद्, अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेस्तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथातत्कार्याभावादिति। बला दृष्टिः काष्ठग्निकणतुल्या, ईषद्विशिष्टा उक्तबोधद्वयात्, तदावेनात्र मनाक स्थितिवीर्ये, अतः पटुप्राया स्मृतिः, इह प्रयोगसमये तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यललेशभावादिति । दीपा दृष्टिर्दीपप्रभासदृशी, विशिष्टतरा उक्तबोधत्रयाद्, अतोऽत्रोदने स्थितिवीर्ये, तत्पव्यपि प्रयोगसमये स्मृतिः, एवम्भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ, तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानकप्रकर्ष एतावानिति समयविदः । स्थिरा च भिन्नग्रन्थेरेव सा च रलाभा, तदवबोधो हि रत्नभास्समानः, तद्भावोऽप्रतिपाती प्रवर्धमानो निरपायो नापरपरितापकृत् परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति । कान्ता ताराभा, तदवबोधस्ताराभास्समानः, अतः स्थित एव प्रकृत्या निरतिचारमत्रानुष्ठानं शुद्धोपयोगानुसारि विशिष्टाप्रमादसचिवं विनियोगप्रधानं गम्भीरोदाराशयमिति । प्रभाऽर्काभा, तदवबोधस्तरणिभास्समानः, सद्ध्यानहेतुरेव सर्वदा, नेह प्रायो विकल्पावसरः, प्रशमसारं सुखमिह, अकिञ्चित्कराण्यत्रान्यशास्त्राणि समाधिनिष्ठमनुष्ठानं, तत्सन्निधौ वैरादिनाशः, परानुग्रहकर्तृता, औचित्ययोगो विनयेषु, तथाऽवन्ध्या सत्क्रियेति । परा तु दृष्टिश्चन्द्राभा, એક પરિશીલન ૧૬૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ तदवबोधश्चन्द्रचन्द्रिकाभास्समानः, सद्ध्यानरूप एव सर्वदा, विकल्परहितं मनः, तदभावेनोत्तमं सुखम्, आरूढारोहणवन्नानुष्ठानं प्रतिक्रमणादि, परोपकारित्वं, यथाभव्यमवन्ध्या क्रियेति । तथा क्रमेण मित्राद्यनुक्रमेणेक्ष्वादिसन्निभा दृष्टिः, इक्षुरसककुबगुडकल्पाः खल्वाद्याश्चतस्रः खण्डशर्करामत्स्यण्डवर्षोलकसमाश्चाग्रिमा इत्याचार्याः । इक्ष्वादिकल्पानामेव रुच्यादिगोचराणां संवेगमाधुर्यभेदोपपत्तेः, नलादिकल्पानामમાનાં સંવેTHધુર્યશૂન્યત્વવિતિ //ર૦-રદા “તૃણ (ઘાસ), ગોમય (છાણાં), કાષ્ઠના અગ્નિકણની અને દીપપ્રભાની ઉપમાવાળી તેમ જ રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની આભા જેવી કાંતિવાળી, ઇક્ષુ (શેલડી) વગેરે જેવી ક્રમે કરી. મિત્રા તારા બલા દીધા વગેરે દષ્ટિઓ છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એના ભાવાર્થને સ્પષ્ટ કરતાં ટીકામાં જણાવ્યું છે કે મિત્રાદષ્ટિ તૃણના અગ્નિના કણની ઉપમાવાળી છે. અર્થાતું એ મિત્રાદષ્ટિનો બોધ તૃણના અગ્નિકણ જેવો અત્યંત અલ્પ અને અલ્પસ્થિતિવાળો હોય છે. તાત્ત્વિક રીતે એથી કોઈ અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. કારણ કે યથાસ્થિત પ્રવૃત્તિના આરંભકાળ સુધી તે બોધનું અવસ્થાન નથી. તૃણના અગ્નિના કણના પ્રકાશમાં જે કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કરીએ ત્યાં તો તે અગ્નિ જેમ બુઝાઈ જાય છે તેમ અહીં પણ સારી રીતે પ્રવૃત્તિનો આરંભ કરીએ ના કરીએ ત્યાં તો બોધ જતો રહે છે. તેથી અભીષ્ટ કાર્યની નિષ્પત્તિ માટે અહીં સામર્થ્ય રહેતું નથી. તેથી અલ્પ સામર્થ્યના કારણે અત્યંત ઉત્કટ એવી સ્મૃતિના બીજભૂત સંસ્કારોના આધાનની ઉપપત્તિ થતી નથી. આ રીતે વિકલ પ્રયોગ(ભલીવાર વિનાનો)ના કારણે અહીં વંદનાદિ અનુષ્ઠાનો ભાવથી થતાં નથી. પરંતુ દ્રવ્યથી થાય છે. તારાદષ્ટિ છાણાના અગ્નિના કણ જેવી છે; અર્થાત્ આ દૃષ્ટિનો બોધ ગોમયાગ્નિકણ જેવો છે. આ દષ્ટિ પણ મિત્રાદષ્ટિ જેવી જ છે. સહેજ ફરક છે. પરંતુ એથી તાત્ત્વિક દૃષ્ટિએ કોઈ વિશિષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. વિશિષ્ટ સ્થિતિ અને વીર્ય(સામર્થ્ય)ની વિકલતાને લઈને મૃતિની પટુતા(દઢતા) સિદ્ધ થતી નથી. અને તેથી તેના અભાવે પ્રયોગ પ્રવૃત્તિ)ની વિકલતાના કારણે તે કાર્યનો અભાવ થાય છે અર્થાત્ વિવલિત કાર્ય થતું નથી. બલાદેષ્ટિનો બોધ કાષ્ઠના અગ્નિકણ જેવો છે. પહેલી અને બીજી દષ્ટિના બોધની અપેક્ષાએ થોડો વિશિષ્ટ એવો અહીં બોધ છે. તેને લઈને અહીં બોધની સ્થિતિ અને વીર્ય થોડું અધિક હોય છે. તેથી લગભગ અહીં પહુસ્મૃતિ હોય છે. યોગની પ્રવૃત્તિના પ્રયોગકાળમાં સ્મૃતિ વિદ્યમાન હોવાથી યોગની પ્રવૃત્તિના અર્થની પ્રીતિને કારણે તેમાં થોડો પ્રયત્ન થાય છે. ચોથી દીપ્રાદષ્ટિ દીપપ્રભાદેવી છે. અહીં દીપની પ્રભા જેવો બોધ હોય છે. આ પૂર્વેની ત્રણેય દૃષ્ટિ કરતાં અહીં વિશિષ્ટતર બોધ હોય છે – એ સમજી શકાય છે. આથી અહીં બોધની સ્થિતિ અને વીર્ય(ઉલ્લાસ-સામર્થ્ય) ઉદગ્ર(ઉત્કટ) હોય છે. તેથી યોગ પ્રવૃત્તિ વખતે પટુ પણ સ્મૃતિ હોય છે. આમ હોવા છતાં વંદનાદિની પ્રવૃત્તિ દ્રવ્યથી થાય છે. પરંતુ પ્રયત્નવિશેષથી ૧૬૨ યોગાવતાર બત્રીશી Page #166 -------------------------------------------------------------------------- ________________ તેવી ભક્તિના કારણે પ્રવૃત્તિ થાય છે. તેથી પ્રથમ ગુણસ્થાનકની અહીં પરાકાષ્ઠા હોય છે – એમ આગમના જાણકારોનું કહેવું છે. સ્થિરાદષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ કર્યો છે એવા ભિન્નગ્રંથિક જીવોને હોય છે. તે દૃષ્ટિ રત્નપ્રભાદેવી હોય છે. અર્થાતુ અહીં અવબોધ રત્નની આભા જેવો હોય છે. તે ભાવ અપ્રતિપાતી, ઉત્તરોત્તર વધતો, અપાયથી રહિત, પરિતાપને નહિ કરનારો, આત્માને સંતોષ ઉપજાવનારો અને પ્રાયઃ પ્રણિધાનાદિ આશયને ઉપજાવનારો હોય છે. કોઈ તથાવિધ નિકાચિત કોટિનાં કર્મોનો ઉદય ન હોય તો આ દૃષ્ટિનો અવબોધ પ્રણિધાનાદિને અવશ્ય ઉત્પન્ન કરે છે. કાંતાદૃષ્ટિ તારાજેવી છે. અર્થાત્ તારાઓની પ્રભા જેવો કાંતાદૃષ્ટિનો બોધ છે. તેથી તે અહીં સ્થિત જ છે. સ્વભાવથી જ અહીં યોગાનુષ્ઠાન અતિચારથી રહિત હોય છે. શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશેષ પ્રકારના અપ્રમાદની સહાયવાળું, વિનિયોગ નામના આશયની પ્રધાનતા(મુખ્યતા)વાળું એ અનુષ્ઠાન ગંભીર અને ઉદાર આશયવાળું હોય છે. સાતમા ગુણસ્થાનકના પ્રકર્ષને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા લગભગ અહીં પ્રાપ્ત થાય છે. સૂર્યની પ્રભા જેવો બોધ જેમાં છે તે સૂર્યજેવી સાતમી દૃષ્ટિ છે. સૂર્યની કાંતિ જેવી કાંતિ છે જેમાં એવી આ દૃષ્ટિ સદાને માટે સધ્યાનનું કારણ બની રહે છે. પ્રાયઃ કરી અહીં વિકલ્પનો અવસર નથી. આ પ્રભાદેષ્ટિમાં પ્રશમના સારવાળું સુખ છે. બોધ આત્મસાત્ થવાથી અહીં પ્રવૃત્તિ માટે બીજા શાસ્ત્રના આલંબનની આવશ્યકતા રહેતી નથી. ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિમય અનુષ્ઠાન આ દૃષ્ટિમાં હોય છે. અહીં આ દૃષ્ટિથી સંપન્ન યોગીના સાંનિધ્યમાં હિંસકાદિ જીવોના વૈરાદિનો નાશ થાય છે. બીજાની ઉપર અનુગ્રહ કરનારા અને વિનેયો(શિષ્યોને વિશે ઔચિત્યને આચરનારા એવા આ યોગીઓની ક્રિયા ચોક્કસ જ ફળદાયિની હોય છે. આઠમી પરાદષ્ટિમાં તો ચંદ્રની પ્રભા જેવો બોધ હોય છે. અહીં સદાને માટે સધ્યાન હોય છે. આ દૃષ્ટિમાં વિકલ્પથી રહિત મન હોવાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. ચઢેલાને જેમ ચઢવાનું હોતું નથી તેમ અહીં પ્રતિક્રમણાદિનું અનુષ્ઠાન હોતું નથી. કારણ કે તત્સાધ્ય ફળ અહીં સિદ્ધ હોય છે. સામા જીવોની યોગ્યતા મુજબ પરોપકારને કરનારા આ યોગી જનોની ક્રિયા નિશ્ચિત વિના વિલંબે ફળને આપનારી હોય છે. આ રીતે સામાન્યથી આઠ સદ્દષ્ટિઓનું નિરૂપણ કર્યું. એમાંની પ્રથમ ચાર દૃષ્ટિઓમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. એ ચાર દૃષ્ટિઓના સુદીર્ઘકાળ પછી તેની પ્રાપ્તિ પાંચમી દષ્ટિમાં થાય છે. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ યદ્યપિ સદ્દષ્ટિઓ નથી. પરંતુ તે સદ્દષ્ટિઓની કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરવા દ્વારા તે પ્રથમ ચારે દષ્ટિને સદ્દષ્ટિ જણાવી છે. આ આશયને ગર્ભિત રીતે આ શ્લોકના ચોથા પાદથી જણાવ્યો છે. એનો આશય એ છે કે ઇક્ષુ (શેલડી) વગેરે જેવી અનુક્રમે મિત્રાદિ દષ્ટિઓ છે. ઇક્ષુ જેવી મિત્રાદષ્ટિ, તેના રસ જેવી તારાદષ્ટિ, કક્કબ એક પરિશીલન ૧૬૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ જેવી બલાદૃષ્ટિ અને ગોળજેવી દીપ્રાદેષ્ટિ છે. ખાંડજેવી સ્થિરાદષ્ટિ, શર્કરા જેવી કાંતાદષ્ટિ, મસ્યડીજેવી પ્રભાષ્ટિ અને વર્ષોલકજેવી છેલ્લી પરાષ્ટિ છે. આથી સમજી શકાશે કે શેલડી વગેરે જેમ રસાદિ સ્વરૂપે પરિણમે છે, તેમ મિત્રાદિ દષ્ટિઓ તારાદિ દષ્ટિઓ સ્વરૂપે પરિણમે છે. શેલડી વગેરેની મધુરતાની જેમ અહીં મિત્રાદિ દૃષ્ટિઓમાં માર્ગ પ્રત્યેની રુચિ વગેરે વિષયોના સ્વરૂપમાં સંવેગ(મોક્ષની અભિલાષા) સ્વરૂપ માધુર્યવિશેષ ઉપપન્ન છે. જો મિત્રાદિ દષ્ટિઓના | વિષયમાં એવું માધુર્ય હોય જ નહિ તો અંતિમ દૃષ્ટિમાં પણ એ નહિ જ આવે. નલાદિ(વનસ્પતિવિશેષ)જેવા અભવ્યાત્મામાં ક્યારે ય એવું સંવેગમાધુર્ય આવતું નથી. સદાને માટે તેઓ સંવેગાદિમાધુર્યથી શૂન્ય હોય છે... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૨૦-૨૬ll આ દૃષ્ટિ સામાન્યથી સકલયોગીઓના દર્શનમાં હોય છે, તેથી તે જેવાઓને જેવી હોય છે તે જણાવાય છે– यमादियोगयुक्तानां, खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानां, क्रमेणैषा सतां मता ॥२०-२७॥ यमादीति-यमादयो योगाङ्गत्वाद्योगाः । यथोक्तं-“यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्येति” [२-२९] तैर्युक्तानां, खेदादीनां ध्यानाभिधानस्थले प्रोक्तानां योगप्रत्यनीकाशयलक्षणानां परिहारतोऽद्वेषादयो येऽष्टौ गुणाः । तदुक्तम्-“अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवणबोधमीमांसाः । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टाङ्गिकी तत्त्व इति" । तत्स्थानां तत्प्रतिबद्धवृत्तीनां क्रमेणैषा दृष्टिः सतां भगवत्पतञ्जलिभदन्तभास्करादीनां योगिनां मतेष्टा ।।२०-२७।। “યમ, નિયમ આદિ યોગથી યુક્ત અને અદ્વેષ જિજ્ઞાસા વગેરે ગુણથી સહિત એવા જીવોને ખેદ ઉદ્વેગ વગેરે દોષના પરિહારથી અનુક્રમે મિત્રા તારા.. વગેરે દૃષ્ટિઓ પતંજલિ વગેરે વિદ્વાનોએ માની છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ : આ યોગસૂત્રમાં (૨-૨૯) જણાવ્યા મુજબ આઠ યોગનાં અંગ છે. તે યોગનાં અંગોને ઉપચારથી યોગ તરીકે જણાવ્યાં છે. એ એક એક અંગ વખતે અનુક્રમે મિત્રાદિ આઠ દૃષ્ટિમાંથી એક એક દૃષ્ટિ હોય છે. અર્થાત્ યમસ્વરૂપ યોગ મિત્રાદષ્ટિમાનને હોય છે. તારાદષ્ટિ નિયમવાનને હોય છે. આ રીતે તે તે યોગના અંગવાળાને તે તે દૃષ્ટિ હોય છે. સાલમ્બનાદિધ્યાન-અધિકાર પ્રસંગે શ્રી ષોડશક પ્રકરણમાં (૧૪-૩) વર્ણવેલા ખેદ ઉદ્વેગ ક્ષેપ ઉત્થાન ભ્રાંતિ અન્યમુદ્ર અને આસંગઃ આ આઠયોગપ્રતિબંધક દોષો છે. એમાંથી ખેદનો પરિહાર કરનારને મિત્રાદષ્ટિ હોય છે. ઉદ્વેગનો પરિહાર કરનારને તારાદષ્ટિ હોય છે. એ રીતે યોગના અવરોધક તે તે દોષને દૂર કરવાથી ક્રમાનુસાર તે તે દૃષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. આ રીતે શ્રી ૧૬૪ યોગાવતાર બત્રીશી Page #168 -------------------------------------------------------------------------- ________________ ષોડશકપ્રકરણમાં (૧૬-૧૪) વર્ણવેલા અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ : આ યોગને અનુકૂળ આઠ ગુણો છે. અદ્વેષાદિ તે તે ગુણમાં રહેલાને તે તે દૃષ્ટિ અનુક્રમે હોય છે. પ્રત્યેક દૃષ્ટિના વર્ણન વખતે યોગનાં તે તે અંગો, પ્રતિબંધક દોષો અને સાધક ગુણોનું વર્ણન કરાશે. અહીં સામાન્યથી તેનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ જાણવું. અહિંસાદિ પાંચ યમ છે. શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઇશ્વરનું ધ્યાન ઃ આ પાંચ નિયમ છે. સુખકારક સ્થિર પદ્માસનાદિ, આસન છે. શ્વાસપ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો અભાવ, પ્રાણાયામ છે. વિષયના વિકારોની સાથે ઇન્દ્રિયોનું ન જોડાવું તે, પ્રત્યાહાર છે. મનની સ્થિરતા, ધારણા છે. ધ્યાન, ચિત્તની એક વિષયમાં એકાગ્રતા સ્વરૂપ છે અને ધ્યેયમાં લીનતા સ્વરૂપ સમાધિ છે. ક્રિયામાં પ્રવૃત્તિના અભાવની કારણ સ્વરૂપ શ્રાન્તતા, ખેદ છે. ક્રિયામાં સુખનો અભાવ, ઉદ્વેગ છે. પ્રવૃત્તિના વિષયથી અન્યત્ર ચિત્તનું જવું તે ક્ષેપ છે. ચિત્તની અપ્રશાંતવાહિતા, ઉત્થાન છે. ભ્રમસ્વરૂપ ભ્રાંતિ છે. પ્રવૃત્તિના વિષયથી બીજા વિષયમાં હર્ષ, અન્યમુદ્ છે. પ્રવૃત્તિનો ભંગ કે તેમાં પીડા, રુચ્ છે અને આસક્તિસ્વરૂપ આસંગ છે. તત્ત્વ પ્રત્યે અપ્રીતિનો અભાવ, અદ્વેષ છે. તત્ત્વ જાણવાની ઇચ્છા, જિજ્ઞાસા છે. તત્ત્વશ્રવણની ઇચ્છા, શુશ્રુષા છે. તત્ત્વ સાંભળવા સ્વરૂપ શ્રવણ છે. તત્ત્વનો અવગમ, બોધ છે. તત્ત્વની સદ્વિચારણાને મીમાંસા કહેવાય છે. તત્ત્વનો ભાવપૂર્વકનો નિશ્ચય પરિશુદ્ધ પ્રતિપત્તિ છે અને તત્ત્વવિષયક અનુષ્ઠાન સ્વરૂપ પ્રવૃત્તિ છે. આ આઠ પ્રકારે તત્ત્વની પ્રાપ્તિ થાય છે... ઇત્યાદિ યાદ રાખવું. ઉપર જણાવ્યા મુજબ એક યોગ(યોગાંગ) એક દોષનો પરિહાર અને એક ગુણની પ્રાપ્તિ તે તે દૃષ્ટિમાં અનુક્રમે હોય છે. II૨૦-૨૭ણા ઉપર જણાવ્યા મુજબ તે તે દૃષ્ટિ કોને હોય છે તે જણાવ્યું. હવે એમાં બે વિભાગને આશ્રયીને તેના આશ્રયાદિ જણાવાય છે— आद्याश्चतस्रः सापायपाता मिथ्यादृशामिह । तत्त्वतो निरपायाश्च, भिन्नग्रन्थेस्तथोत्तराः || २०-२८॥ आद्या इति-आद्याश्चतस्रो मित्राद्या दृष्टय इह जगति मिथ्यादृशां भवति । सापायपाता दुर्गतिहेतुकर्मबलेन तन्निमित्तभावादपायसहिताः । कर्मवैचित्र्याद्भ्रंशयोगेन सपाताश्च । न तु सपाता एव, ताभ्यस्तदुत्तरभावादिति । तथोत्तराश्चतस्रः स्थिराद्या दृष्टयो भिन्नग्रन्थेस्तत्त्वतः परमार्थतश्च निरपायाः । श्रेणिकादीनामेतदभावोपात्तकर्मसामर्थ्ये हि तस्यापायस्यापि सद्दृष्ट्यविघातेन तत्त्वतोऽनपायत्वाद्वज्रतण्डुलवत्पाकेन तदाशयस्य कायदुःखभावेऽपि विक्रियानुपपत्तेः । योगाचार्या एवात्र प्रमाणं । तदुक्तं - " प्रतिपात - યુતાશાવાશ્ચતો નોત્તરાસ્તથા । સાવાયા વિ ચૈતાસ્તત્વતિપાતેન નેતરાઃ |9||” કૃતિ ૨૦-૨૮॥ એક પરિશીલન ૧૬૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ “પહેલી ચાર દૃષ્ટિઓ મિથ્યાર્દષ્ટિઓને હોય છે. તે અપાયસહિત અને ચાલી જવાવાળી હોય છે. ત્યાર પછીની છેલ્લી ચાર દૃષ્ટિઓ તાત્ત્વિક રીતે અપાય વિનાની ભિન્નગ્રંથિક આત્માઓને હોય છે.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દૃષ્ટિઓ આ જગતમાં મિથ્યાદૃષ્ટિઓને હોય છે. દુર્ગતિગમનમાં કારણભૂત કર્મના બળે તેમાં(દુર્ગતિગમનમાં) નિમિત્ત બનવાથી આ ચારેય દૃષ્ટિઓ અપાયવાળી (અપાયસહિત) છે અને કર્મની વિચિત્રતાના કારણે એ દૃષ્ટિઓ જતી રહેતી હોવાથી પાતસહિત હોય છે. આ ચારેય દૃષ્ટિઓ અવશ્ય પડવાના સ્વભાવવાળી જ હોય છે એવું નથી. કારણ કે ઉત્તર ચાર દૃષ્ટિઓમાં આ ચાર દૃષ્ટિઓ પરિણમનારી હોય છે. મિત્રાદિ દૃષ્ટિઓ અવશ્ય પતન પામનારી હોય તો તે સ્થિરાદિ દષ્ટિઓ રૂપે ક્યારેય નહીં થાય. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ સપાત જ છે એવું નથી. વિચત્ કર્મની વિચિત્રતાએ તે પતન પામનારી હોવાથી સપાત પણ છે. સ્થિરા કાંતા પ્રભા અને પરા દૃષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ કર્યો છે એવા આત્માઓને જ હોય છે. તાત્ત્વિક રીતે (૫૨માર્થથી) તે દૃષ્ટિઓ અપાયથી રહિત છે. સ્થિરાદષ્ટિને પ્રાપ્ત કર્યા પછી પણ શ્રેણિક મહારાજાદિને જે અપાય(નરકગમનાદિ)પ્રાપ્ત થયા તે, સ્થિરાદિદૃષ્ટિઓની પ્રાપ્તિના અભાવકાળમાં ઉપાત્ત અશુભ કર્મના સામર્થ્યના કારણે થયા હતા. સ્થિરાદિ દૃષ્ટિના કારણે એ અપાય પ્રાપ્ત થયા ન હતા. આવા અપાયનીવિદ્યમાનતામાં પણ તેમની સદ્દષ્ટિઓનો વિઘાત(નાશ) થયો ન હોવાથી વસ્તુતઃ એ અપાય અનપાય જ છે. વજ્રના ચોખા ગમે તેટલા રાંધીએ તોય તેનો પાક થતો ન હોવાથી ત્યાં જેમ વસ્તુતઃ પાક હોવા છતાં પાક નથી. તેની જેમ અહીં પણ શારીરિક દુઃખ હોવા છતાં શ્રેણિકમહારાજાદિના આશયમાં કોઇ વિકૃતિ આવી ન હતી. અહીં આ રીતે અપાયસહિતત્વ હોવા છતાં નિરપાયત્વનું જે રીતે નિરૂપણ છે તેમાં યોગાચાર્યે જ પ્રમાણભૂત છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. આ વિષયમાં યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લોક નં.૧૯થી જણાવ્યું છે કે – “પહેલી ચાર દૃષ્ટિઓ સંભાવનાની અપેક્ષાએ પ્રતિપાતવાળી છે. તેવી છેલ્લી ચાર દૃષ્ટિઓ નથી. પ્રતિપાતને લઇને પહેલી આ ચાર દૃષ્ટિઓ જ અપાયવાળી છે. છેલ્લી ચાર દૃષ્ટિઓ પ્રતિપાતના કારણે અપાયવાળી નથી...” ઇત્યાદિ યોગદૃષ્ટિસમુચ્ચયથી સમજી લેવું જોઇએ. ૨૦-૨૮॥ - ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદિ દૃષ્ટિઓ પ્રતિપાતાદિથી રહિત છે તો ભવાંતરમાં ચારિત્રાદિ ફળનો અભાવ કેમ થાય છે ? કારણ કે કારણની વિદ્યમાનતામાં કાર્યનો અભાવ સંગત નથી. તેથી કાર્યના અભાવે તેના કારણભૂત દૃષ્ટિનો પણ અભાવ માનવો જોઇએ... આ શંકાનું સમાધાન કરવા માટે જણાવાય છે— ૧૬૬ प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ।।२०- २९।। યોગાવતાર બત્રીશી Page #170 -------------------------------------------------------------------------- ________________ प्रयाणेति – प्रयाणस्य कन्यकुब्जादावनवरतगमनलक्षणस्य भङ्गाभावेन निशि रात्रौ स्वापसमः पुनर्विघातः प्रतिबन्धः पुनर्दिव्यभवतः स्वर्गजन्मनः सकाशाच्चरणस्य चारित्रस्योपजायते ।।२०- २९ ।। “પ્રયાણના ભંગના અભાવ વડે રાત્રીએ ઊંઘવા જેવો ચારિત્રનો વિધાત દિવ્યભવના કારણે થાય છે.’’ – આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કોઇ એક માણસે કન્યકુબ્જ વગેરે નગર તરફ અનવરતપણે પ્રયાણ કર્યું હોય ત્યારે રાત પડવાથી કોઇ સ્થાને ઊંઘી જાય છે. છતાં એના પ્રયાણનો ભંગ થયો છે – એમ જેમ મનાતું નથી તેમ અહીં પણ રાત્રીના શયનની જેમ દેવભવના કારણે (અર્થાત્ તાદેશ પ્રતિબંધકના કારણે) ચારિત્રનો વિધાત થાય છે. દૃષ્ટાંતમાં જેમ રાત્રી વીત્યા પછી સવારે પ્રયાણ શરૂ થાય છે તેમ અહીં પણ દિવ્યભવ પૂરો થયા બાદ ચારિત્રનો યોગ થઇ જાય છે. આથી સમજી શકાશે કે દૃષ્ટિના અભાવે ચારિત્રનો અહીં વિઘાત નથી પરંતુ દિવ્યભવાદિના કારણે છે. તેથી દષ્ટિનો અપ્રતિપાત સંગત જ છે. ૧૨૦-૨ા ઉપર જણાવેલા દૃષ્ટાંતને પ્રસ્તુત અર્થમાં ઘટાવાય છે— तादृश्यौदयिके भावे, विलीने योगिनां पुनः । जान्निरन्तरगतिप्राया योगप्रवृत्तयः ।। २०-३०।। तादृशीति-तादृशि स्वर्गगतिनिबन्धने सरागचारित्रदशावति (दशाभाविनि) औदयिके भावे प्रशस्तरागादिरूपे विलीने पुनर्योगिनां जाग्रतो या निरन्तरा गतयस्तत्प्राया योगिनां प्रवृत्तयो भवन्ति । अक्षेपेणैव मोक्षपुरप्राप्त्युपपत्तेस्तथाविधकर्मरूपश्रमाभावेन तदपनयनार्थस्वापसमस्वभावेनाविलम्वादिति भावः ।।२०-३०।। “તેવા પ્રકારનો ઔદયિકભાવ વિલીન થયે છતે જાગતા માણસની નિરંતર ગતિ જેવી યોગની પ્રવૃત્તિઓ થાય છે.’’ - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દેવગતિનું કારણ ઔદિયકભાવવિશેષ છે. સરાગચારિત્રવાન આત્મામાં પ્રશસ્તરાગાદિસ્વરૂપ જે ભાવ છે તે ઔદિયકભાવના કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનો ઔદયિકભાવ જ્યારે વિલીન થાય છે ત્યારે યોગીઓની યોગપ્રવૃત્તિઓ શરૂ થાય છે. જાગતા માણસની અવિરતપણે થનારી પ્રવૃત્તિઓ જેવી એ પ્રવૃત્તિઓ છે. એવી પ્રવૃત્તિથી યોગીઓને વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિ થાય છે. રસ્તે જતા થાક લાગવાથી રાત્રે ઊંઘીને થાક – શ્રમ દૂર કરી સવારે પ્રયાણ કરનાર માણસને જેમ પોતાના ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિ વિલંબ વિના થાય છે તેમ તેવા પ્રકારના કર્મસ્વરૂપ શ્રમના અભાવથી કે જે શ્રમને દૂર કરવા માટે નિદ્રાના જેવા સ્વભાવરૂપ છે, તેનાથી મોક્ષપ્રાપ્તિમાં વિલંબ થતો નથી. જે કાર્ય જેટલા કાળે થવાનું હોય તેટલા કાળે તે કાર્ય થાય તો તે વિના વિલંબે જ થયું છે – એ સમજી શકાય છે. કાર્યની ઉત્પત્તિમાં જે જે અવરોધ છે તે તે અવરોધને દૂર ક૨વાનું, કાર્યસિદ્ધિનું જ અંગ છે. તેથી તત્પ્રયુક્ત વિલંબ વસ્તુતઃ વિલંબ નથી... ઇત્યાદિ વિચારવું જોઇએ. II૨૦-૩૦ એક પરિશીલન ૧૬૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ પહેલી ચાર દૃષ્ટિઓ મિથ્યાદૃષ્ટિઓને હોય છે - તે જણાવ્યું. હવે મિથ્યાત્વની કેવી અવસ્થામાં હોય છે - તે જણાવાય છે. કારણ કે મિથ્યાત્વની અવસ્થા તો અનાદિની છે— मिथ्यात्वे मन्दतां प्राप्ते, मित्राद्या अपि दृष्टयः । માર્ગાભિમુલમાવેન, વંતે મોક્ષયોનનમ્ ॥૨૦-૩૧|| मिथ्यात्व इति-मिथ्यात्वे मिथ्यात्वमोहनीये कर्मणि मन्दतां प्राप्तेऽपुनर्बन्धकत्वादिभावेन । मित्राद्या अपि दृष्टयश्चतस्रः । किं पुनः स्थिराद्या इत्यप्यर्थः । मार्गाभिमुखभावेन मार्गसाम्मुख्येन द्रव्ययोगतया मोक्षयोजनं कुर्वते । चरमावर्तभावित्वेन समुचितयोग्यतासिद्धेः ।।२०-३१।। - કહેવાનો આશય એ છે કે જીવમાત્રની મિથ્યાત્વની અવસ્થા અનાદિકાળની હોવાથી મિત્રાદિ ચાર દષ્ટિઓ ત્યારની કેવી અવસ્થામાં પ્રાપ્ત થાય છે : આવી શંકા સહજ છે. યોગની દૃષ્ટિઓ મોક્ષની સાથે આત્માને જોડી આપે છે તેથી જ તેને યોગની દૃષ્ટિઓ પણ કહેવાય છે. પરંતુ મિથ્યાત્વકાળે પ્રાપ્ત થનારી પ્રથમ ચાર દૃષ્ટિઓ મિથ્યાત્વના કાળમાં આત્માને મોક્ષની સાથે કઇ રીતે જોડે... આ શંકા પણ ઉદ્ભવી શકે છે. તેના સમાધાનને જણાવવા આ એકત્રીસમો શ્લોક છે. તેનો અર્થ એ છે કે – “મિથ્યાત્વ મંદ થયે છતે મિત્રાદિ ચાર દૃષ્ટિઓ પણ આત્માને માભિમુખ ભાવ દ્વારા મોક્ષની સાથે જોડી આપે.’’ એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અપુનર્બંધકાદિ દશાને પામવાથી મિથ્યાત્વમોહનીયકર્મ મંદતાને પ્રાપ્ત થયે છતે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દૃષ્ટિઓ પણ જીવને; માર્ગને અભિમુખ કરવા દ્વારા મોક્ષની સાથે જોડી આપે છે. સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ જ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે એવું નથી. સ્થિરાદિ દૃષ્ટિઓ આત્માને મોક્ષની સાથે જોડી આપે જ. પણ આ રીતે મિત્રાદિ ચાર દૃષ્ટિઓ પણ દ્રવ્યયોગસ્વરૂપે (ભાવના કારણ સ્વરૂપે) આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. ચરમાવર્ત્તકાળમાં મિત્રાદિ દષ્ટિઓની પ્રાપ્તિ થતી હોવાથી યોગને ઉચિત એવી યોગ્યતાની સિદ્ધિ થાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. II૨૦-૩૧ મિથ્યાત્વની મંદતાને લઇને મિત્રાદિ દૃષ્ટિઓ મોક્ષનું કારણ બને છે - એમાં સૂત્રાનુસારિતા જણાવાય છે— ૧૬૮ प्रकृत्या भद्रकः शान्तो, विनीतो मृदुरुत्तमः । સૂત્રે મિથ્યાદૃાવ્યુò:, પરમાનન્દમાત: ૨૦-૩૨।। प्रकृत्येति-अत उक्तहेतोः सूत्रे जिनप्रवचने प्रकृत्या निसर्गेण । भद्रको निरुपमकल्याणमूर्तिः । शान्तः क्रोधविकाररहितः । विनीतोऽनुद्धतप्रकृतिः । मृदुर्निर्दम्भः । उत्तमः सन्तोषसुखप्रधानः । मिथ्यादृगपि परमानन्दभाक् निरतिशययोगसुखभाजनमुक्तः शिवराजर्षिवदिति ।।२०-३२।। યોગાવતાર બત્રીશી Page #172 -------------------------------------------------------------------------- ________________ “મિથ્યાત્વની મંદતાને કારણે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી નિસર્ગથી જેઓ ભદ્રક શાંત વિનીત મૃદુ અને ઉત્તમ છે એવા મિથ્યાષ્ટિ પણ પરમાનંદના ભાજન બને છે.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે જેઓ મિથ્યાષ્ટિ હોવા છતાં સ્વભાવથી જ અનુપમ કલ્યાણની મૂર્તિ સ્વરૂપ છે, ક્રોધના વિકારથી રહિત છે, વિનીત એટલે કે ઉદ્ધત સ્વભાવ વગરના છે, દંભરહિત છે અને સંતોષના સુખને જ મુખ્ય માનનારા છે; તેઓ સવતિશાયી એવા મોક્ષસુખના ભાજન બને છે. - મિથ્યાત્વની મંદતામાં સ્વભાવથી જ જેઓ ઉપર જણાવ્યા મુજબ ભદ્રકતાદિ ગુણો ધરાવતા હોય તેમની યોગને ઉચિત એવી યોગ્યતા અંગે કોઈ વિવાદ નથી. પોતાનું નિરુપદ્રવ સ્વરૂપ, કષાયના વિકારનો અભાવ, નિર્દમ્ભાવસ્થા અને વાસ્તવિક સંતોષસુખનું પ્રાધાન્ય... વગેરે ગુણના જેઓ નિસર્ગથી જ સ્વામી છે; તેઓને યોગ્ય પૂ. ગુરુદેવશ્રીનો યોગ મળતાંની સાથે તેમની એ યોગ્યતા ફળની ઉત્પાદિકા બનતી હોય છે. શિવરાજ ઋષિ... વગેરે આત્માઓના જીવનનો વિચાર કરવાથી એ વાત સમજી શકાય છે. મિથ્યાત્વની અવસ્થામાં પણ અવધિજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) જેવા જ્ઞાનને પામવા સુધીની સાધના કર્યા પછી પણ તેમનું મિથ્યાત્વ ગયું ન હતું. પરંતુ શ્રી વીતરાગ પરમાત્માનો પરિચય થતાં જ તેમને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. સ્વભાવસિદ્ધ એ ગુણોથી અભિવ્યક્ત થયેલી એ યોગ્યતા આત્માને પરમાનંદનું ભાજન બનાવે છે – એ પરમાર્થ છે. એને યાદ રાખી એવી યોગ્યતાને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૨૦-૩રો. ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगावतारद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે આ પૂર્વે યોગાવતારબત્રીશીમાં અધ્યાત્માદિ યોગમાં; અન્ય દર્શનોએ પ્રરૂપેલા યોગોનો સમાવેશ જે રીતે થઇ શકે છે; તે જણાવીને યોગની આઠ દૃષ્ટિઓ પણ યોગસ્વરૂપ છે તે જણાવ્યું છે. એ યોગની આઠ દૃષ્ટિઓમાંથી પ્રથમ મિત્રાદષ્ટિનું વર્ણન આ બત્રીશીમાં કરાય છે. જ્ઞાન અને દૃષ્ટિ-દર્શનમાંનો ફરક સમજી શકાય તો આ મિત્રાદૃષ્ટિનું સ્વરૂપ સમજવાનું અઘરું નથી. આ અનાદિ-અનંત સંસારમાં અત્યાર સુધી યોગનું જ્ઞાન અનેક વાર પ્રાપ્ત થયું. પરંતુ તે શિવસુખનું કારણ ન બન્યું. યોગની દૃષ્ટિ શિવસુખના કારણ તરીકે વર્ણવી છે. આથી સમજી શકાશે કે યોગના જ્ઞાનમાં અને દર્શન(દૃષ્ટિ)માં ઘણો જ ફરક છે. વર્ષોથી જે વસ્તુ આપણે જાણતા હોઇએ તેનું દર્શન થાય તો આપણા આનંદની અવિધ રહેતી નથી. એવી જ સ્થિતિ આ મિત્રાદૅષ્ટિ વખતે અનુભવાય છે. અત્યાર સુધી જે જોયું ન હતું તે યોગનું દર્શન સૌથી પ્રથમ આ દૃષ્ટિમાં થાય છે. આ રીતે યોગને જોયા પછી સાધક યોગની પ્રાપ્તિ માટેની સાધનાનો પ્રારંભ કરે છે. આ બત્રીશીના પ્રથમ શ્લોકથી એ સાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે. દર્શન મંદ હોય છે. યમસ્વરૂપ પ્રથમ યોગાઙની પ્રાપ્તિ થાય છે. ખેદ નામના દોષનો વિગમ થાય છે અને અદ્વેષગુણનો આવિર્ભાવ થાય છે. અહિંસાદિ પાંચ મહાવ્રતો સ્વરૂપ યમ છે. તેનું ‘યોગસૂત્ર'માં જણાવેલું સ્વરૂપ વર્ણવીને તેની યોગાઙતા વર્ણવી છે. યોગની સાધનાના પ્રારંભકાળમાં પણ યમની જે પ્રધાનતા છે, તેનું ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ણન ‘યોગસૂત્ર'માં જણાવ્યા મુજબ અહીં કર્યું છે. જૈનદર્શનને અનુસરીને આ દૃષ્ટિમાં જે યોગનાં બીજો પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આઠમા શ્લોકથી શરૂ થાય છે. ચ૨માવર્ત્તકાળમાં તથાભવ્યત્વના પરિપાકથી પ્રાપ્ત થનારું એ યોગબીજ આસઙ્ગથી રહિત હોય તો શુદ્ધ છે... ઇત્યાદિ વર્ણન સાધકો માટે નિરંતર સ્મરણીય છે. ખરેખર જ ફળની અભિસંધિ આત્માને ફળથી દૂર રાખે છે. ગ્રંથિભેદ કરેલો ન હોવા છતાં આ દૃષ્ટિમાં ક્ષયોપશમવિશેષે શુદ્ધયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ એવા યોગબીજની પ્રાપ્તિ થાય છે. આ વાત દૃષ્ટાંત સાથે અગિયારમા શ્લોકથી જણાવી છે. ત્યાર બાદ સોળમા શ્લોક સુધીના શ્લોકોથી બીજાં પણ યો- નાં બીજોની પ્રાપ્તિ આ દૃષ્ટિમાં થાય છે તે સામાન્યથી વર્ણવ્યું છે. આ સ. નાના ફળ સ્વરૂપે મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગાવંચકયોગ, ક્રિયાવંચકયોગ અને ફલાવંચકયોગ : આ ત્રણ પ્રકારના અવંચકયોગની પ્રાપ્તિ થાય છે. એમાં તે આત્માની ભાવમલાલ્પતા મુખ્ય કારણ છે. આ વાત પણ દષ્ટાંતથી જણાવીને, એ સ્થિતિનું મુખ્ય કારણ ચરમયથાપ્રવૃત્તિકરણ છે; જેને યોગાચાર્યોએ અપૂર્વ તરીકે વર્ણવીને અવંધ્યફળવાળું વર્ણવ્યું છે. ઇત્યાદિનું વર્ણન ત્રેવીસમા શ્લોક સુધીના શ્લોકોથી કર્યું છે. ૧૭૦ મિત્રા બત્રીશી Page #174 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વકરણની નજીકની આ અવસ્થા હોવાથી આ દૃષ્ટિમાં પ્રથમ ગુણસ્થાનક પરમાર્થથી ગુણોનું સ્થાન બને છે. તે પૂર્વે તો તે નામથી જ ગુણસ્થાનક હતું. આ વાતનું સમર્થન કરીને છેલ્લા સાત શ્લોકોથી પ્રકરણાર્થનું સમાપન કર્યું છે. સદ્દગુરુદેવશ્રીના સુયોગથી આ દષ્ટિમાં જેમ ગુણોની પ્રાપ્તિ થાય છે તેમ શરીરની અંદર રહેલા તાવની જેમ હજી આગ્રહ ગયો ન હોવાથી કોઈ વાર અસપુરુષોના યોગથી ગુણોના બદલે ગુણાભાસની પણ પ્રાપ્તિનો સંભવ જણાવ્યો છે. તેથી સમજી શકાશે કે સત્પરુષોના યોગનું ખૂબ જ મહત્ત્વ છે. છેલ્લા ત્રણ શ્લોકોથી ખૂબ જ સ્પષ્ટ રીતે એનું મહત્ત્વ જણાવ્યું છે. એનું પરિશીલન કરી સદ્ગુરુદેવશ્રીના યોગને પામી એના મહત્ત્વને સમજી સદાને માટે એને ટકાવી રાખવા પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી. મિત્રાદષ્ટિની આ એક અદ્ભુત સિદ્ધિ છે. સઘળાય ગુણો આપણામાં ન હોય એ સમજી શકાય પણ સઘળા ય ગુણોનું મૂળ સદ્યોગ ન હોય : એ કઈ રીતે માનવું. અંતે આ બત્રીશીના અધ્યયનથી મિત્રાદષ્ટિની સિદ્ધિરૂપે પરમકલ્યાણમિત્ર એવા સદ્ગુરુદેવના યોગની પ્રાપ્તિ અને પરિરક્ષા માટે આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભ્યર્થના. - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય : રત્નપુરી મલાડ (ઇસ્ટ), મુંબઈ-૯૭. ચૈત્ર સુદ-૧૩, તા. ૦૩-૦૪-૨૦૦૪ એક પરિશીલન ૧૭૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते मित्राद्वात्रिंशिका ।। योगावतारद्वात्रिंशिकायां मित्राद्या दृष्टयोऽप्यवर्तारितास्तत्र मित्रां दृष्टिमत्र सप्रपञ्चं निरूपयन्नाह આ પૂર્વે યોગાવતારબત્રીશીમાં મિત્રાદિ આઠ દૃષ્ટિઓનું પણ અવતરણ કર્યું. તે આઠ દૃષ્ટિઓમાં પ્રથમ જે મિત્રાદષ્ટિ છે; તેનું વિસ્તારથી અહીં વર્ણન કરાય છે– मित्रायां दर्शनं मन्दं, योगाङ्गं च यमो भवेद् । अखेदो देवकार्यादावन्यत्राद्वेष एव च ॥२१-१॥ ___ मित्रायामिति-मित्रायां दृष्टौ । दर्शनं मन्दं-स्वल्पो बोधः । तृणाग्निकणोद्योतेन सदृशो योगाङ्गं च यमो भवेदिच्छादिभेदः । अखेदोऽव्याकुलतालक्षणो देवकार्यादावादिशब्दाद्गुरुकार्यादिपरिग्रहस्तथातथोपनतेऽस्मिंस्तथापरितोषान्न खेदः, अपि तु प्रवृत्तिरेव, शिरोगुरुत्वादिदोषभाक्त्वेऽपि भवाभिनन्दिनो भोगकार्यवद् । अद्वेषश्चामत्सरश्चापरत्र त्वदेवकार्यादौ तथा तत्त्वाऽऽवेदितया मात्सर्यवीर्यबीजसद्भावेऽपि तद्भावाङ्कुरानुदयात्तथाविधानुष्ठानमधिकृत्यात्र स्थितस्य हि करुणांशबीजस्यैवेषत्स्फुरणमिति ।।२१-१।। મિત્રાદેષ્ટિમાં દર્શન (બોધ) મંદ હોય છે. યોગના અંગ તરીકે યમ હોય છે. દેવકાર્યાદિમાં ખેદનો અભાવ હોય છે અને દેવકાર્યાદિને છોડીને બીજે દ્વેષનો અભાવ જ હોય છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મિત્રો નામની પહેલી દૃષ્ટિમાં દર્શન(બોધ) ખૂબ જ અલ્પ હોય છે. તૃણના અગ્નિના કણનો જે પ્રકાશ હોય છે, તેના જેવો અત્યંત અલ્પ બોધ હોય છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં અત્યાર સુધી જે પ્રાપ્ત થયો ન હતો તે બોધ અહીં પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે અહીં જે બોધ છે તે વિશિષ્ટ છે. તારાદિ દૃષ્ટિઓની અપેક્ષાએ એ બોધ ખૂબ જ અલ્પ છે. યોગનાં આઠ અંગોમાંથી પ્રથમ યમસ્વરૂપ અંગની પ્રાપ્તિ થાય છે. સામાન્યથી ઇચ્છાયમ પ્રવૃત્તિયમ સ્થિરયમ અને સિદ્ધિયમ : આ ચાર પ્રકારના યમ છે. એમાંથી આ મિત્રાદષ્ટિમાં ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ : આ બે યમની પ્રાપ્તિ થાય છે. “છા ત થાતિ , પાનને શમસંયુતમ્ | પ્રવૃત્તિ જમીન , સિદ્ધિઃ પરાર્થતા ” - આ શ્લોકથી ગ્રંથકારશ્રીએ ઇચ્છાદિનું સ્વરૂપ સંક્ષેપથી વર્ણવ્યું છે. યોગીઓની કથામાં પ્રીતિ થવી એ ઇચ્છાયોગ છે. કષાયથી રહિતપણે કરાતી ક્રિયા : એ પ્રવૃત્તિયોગ છે. એ વખતે અભ્યાસાદિને કારણે દોષનો ભય ન રહે એ સ્થિરતા છે અને આપણા જેવી જ યોગની પ્રાપ્તિ બીજાને થવી એ સિદ્ધિ છે. દરેક યોગનાં અંગોના એ રીતે ચાર ભેદ(પ્રકાર) છે. વિસ્તારથી એનું સ્વરૂપ યોગવિંશિકા એક પરિશીલનથી સમજી લેવું. ૧૭૨ મિત્રા બત્રીશી Page #176 -------------------------------------------------------------------------- ________________ દેવના કાર્યમાં તેમ જ ગુરુના કાર્ય વગેરેમાં મિત્રાદેષ્ટિના યોગીને વ્યાકુળતાસ્વરૂપ ખેદ થતો નથી, ઉપરથી તે તે કાર્ય ઉપસ્થિત થયે છતે તે તે પ્રસંગે તેમને પરિતોષ થાય છે. ખેદ થતો નથી, પરંતુ તે તે કાર્યમાં પ્રવૃત્તિ જ થાય છે. ભવાભિનંદી જીવોને તે તે વિષયોનો પરિભોગ કરવાથી માથું ભારે થવાદિ દોષો પ્રાપ્ત થવા છતાં જેમ ભોગની પ્રવૃત્તિ ચાલે જ છે તેમ દેવ, ગુરુ અને ધર્મની પ્રવૃત્તિ વખતે તકલીફ પડવા છતાં મિત્રાદષ્ટિના યોગીને તે વખતે ખેદ થતો નથી, પરંતુ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. અહીં દેવ, ગુરુ વગેરેના કાર્યને છોડીને અન્ય કાર્ય પ્રસંગે માત્સર્યસ્વરૂપ દ્વેષ થતો નથી. કારણ કે માત્સર્યની શક્તિ સ્વરૂપ બીજ હોવા છતાં અહીં યોગી તત્ત્વને જાણતા હોવાથી માત્સર્યના પરિણામ સ્વરૂપ ભાવાંકુરનો ઉદય થતો ન હોવાથી તેવા પ્રકારના દિવ, ગુરુ અને ધર્મને છોડીને બીજાના) કાર્યને આશ્રયીને આ દૃષ્ટિને પામેલા યોગીને થોડી કરુણાનો અંશ સ્લરે છે. આશય એ છે કે આ દૃષ્ટિમાં રહેલા યોગીને ઉપર જણાવ્યા મુજબ દેવ, ગુરુ અને ધર્મના તે તે કાર્ય પ્રત્યે પ્રીતિ હોય છે. આવા વખતે તેનાથી અતિરિક્ત (અદેવકાર્યાદિ) અનુષ્ઠાનનો પ્રસંગ આવે તો તે સમજે છે કે એ કાર્ય કર્યા વિના ચાલે એવું નથી. એ કર્યા પછી દેવકાર્યાદિ કરવાની અનુકૂળતા મળશે. તેથી તે કાર્ય પણ કરી આપું... ઇત્યાદિ સ્વરૂપ કરુણાભાવે અહીં બીજાં કાર્યો કરાય છે. તેથી માત્સર્યસ્વરૂપ દ્વેષનો અહીં સંભવ નથી રહેતો. ૨૧-૧ાા यमस्वरूपं सभेदमभिधत्ते પ્રથમ દૃષ્ટિમાં પ્રાપ્ત થતા યોગના પહેલા અંગ યમનું એના ભેદો(પ્રકારો) સાથે સ્વરૂપ જણાવાય છે– अहिंसासूनृतास्तेयब्रह्माकिञ्चनता यमाः । दिकालाधनवच्छिन्नाः, सार्वभौमा महाव्रतम् ॥२१-२॥ अहिंसेति-प्राणवियोगप्रयोजनो व्यापारो हिंसा तदभावोऽहिंसा । वाङ्मनसोर्यथार्थत्वं सूनृतं । परस्वापहरणं स्तेयं तदभावोऽस्तेयम् । उपस्थसंयमो ब्रह्म । भोगसाधनानामस्वीकारोऽकिञ्चनता । एते યમ: | તદુ—“ટિંસા સત્યાન્ત વહીવર્યારિ પ્રહ યમાં તિ” રિ-રૂ૦] વિશસ્તીથ, છાત્તश्चतुर्दश्यादिः, आदिना ब्राह्मण्यादिरूपाया जातेर्बाह्मणादिप्रयोजनरूपस्य समयस्य च ग्रहः । ततो दिकालादिनाऽनवच्छिन्नाः “तीर्थे कञ्चन न हनिष्यामि, चतुर्दश्यां न हनिष्यामि, ब्राह्मणान्न हनिष्यामि, देवब्राह्मणाद्यर्थव्यतिरेकेण न कमपि हनिष्यामि” इत्येवंविधावच्छेदव्यतिरेकेण सर्वविषया अहिंसादयो यमाः सार्वभौमाः सर्वासु क्षिप्राद्यासु चित्तभूमिषु सम्भवन्तो महाव्रतमित्युच्यते । तदुक्तम्-“एते तु जातिदेश સમયનિર્વચ્છિન્ના: સાર્વમીમાં મહેવિતમ્” રિ-રૂ9] રૂતિ ર૭-રા એક પરિશીલન ૧૭૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ “વિવક્ષિત દેશ અને કાળ વગેરેની અપેક્ષા વિના; દરેક ભૂમિકામાં થનારા(હોનારા) અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય અને અકિંચનતા(અપરિગ્રહ) : આ મહાવ્રત સ્વરૂપ “યમ” છે.” – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય આમ તો સ્પષ્ટ છે. પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં તેનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું છે કે, પ્રાણનો વિયોગ કરવાનું જેનું પ્રયોજન છે, એવા મન - વચન - કાયાના વ્યાપારને હિંસા કહેવાય છે. તેના અભાવને અહિંસા કહેવાય છે. વાણી અને મનની યથાર્થતાને સૂતૃત કહેવાય છે. બીજાના ધનાદિના અપહરણને તેય કહેવાય છે અને તેનો અભાવ, અસ્તેય છે. જનનેન્દ્રિયના સંયમને બ્રહ્મચર્ય કહેવાય છે. ભોગનાં સાધનોના અસ્વીકારને અકિંચનતા કહેવાય છે. આ પાંચ યમ છે. એ જણાવતાં યોગસૂત્રમાં (૨-૩૦) જણાવ્યું છે કે – “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ યમ છે.' મન, વાણી અને કાયાથી; બીજાનું અનિષ્ટ ચિંતન, કઠોર ભાષણ અને પ્રાણીઓને સતાવવું આ હિંસા છે અને તેનો અભાવ અહિંસા છે. જેવું જોયું હોય, જેવું અનુમાન કરેલું હોય અને જેવું સાંભળેલું હોય તે પ્રમાણે જ કહેવું તે સત્ય છે. એ વાણી બીજાને છેતરનારી હોવી ન જોઈએ અને તેથી બીજાનો ઉપઘાત થવો ના જોઈએ. અન્યથા તે વાણી સત્યસ્વરૂપ મનાતી નથી. શાસ્ત્રોક્ત વિધિ વિના બીજાની પાસેથી દ્રવ્ય ગ્રહણ કરવા સ્વરૂપ તેય છે અને તેનો અભાવ અસ્તેય છે. અહીં ગ્રહણ ન કરવું એનો અર્થ ચિત્તથી સ્પૃહા પણ ન કરવી – એ પ્રમાણે છે. તેથી જ અસ્પૃહરૂપમત્તેય-આ પ્રમાણે ભાષ્યકારે જણાવ્યું છે. સર્વઇન્દ્રિયોના નિરોધપૂર્વકજનનેન્દ્રિયનો સંયમ કરવો તે બ્રહ્મચર્ય છે. સ્ત્રીનું સ્મરણ કરવું, સ્ત્રીનું કીર્તન કરવું, તેની સાથે હાસ્ય વગેરે ક્રીડા કરવી, તેની સામે દૃષ્ટિપાત કરવો, તેની સાથે એકાંતમાં વાત કરવી, સ્ત્રીના ભોગનો સંકલ્પ કરવો, સ્ત્રીભોગનો નિશ્ચયપૂર્વક વિચાર કરવો અને સ્ત્રીની સાથે મૈથુન સેવવુંઆ આઠ પ્રકારે અબ્રહ્મ છે. તેનો ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય છે. વિષયભોગમાં; સંપાદન આસક્તિ અને હિંસા... વગેરે દોષો છે – એમ સમજીને તેનો(વિષયોનો) સ્વીકાર ન કરવો તેને અપરિગ્રહ કહેવાય છે. ઉપર જણાવેલા આ પાંચ યમને મહાવ્રત કહેવાય છે. તે અહિંસાદિનો સ્વીકાર કરતી વખતે દિગૂ-દેશ, કાલ, જાતિ અને સમયને આશ્રયીને અપવાદ રાખવામાં આવતો નથી. તેથી તે યમને દિકાલાઘનવચ્છિન્ન કહેવાય છે. અન્યથા તે દિક્વાલાદ્યવચ્છિન્ન કહેવાય છે. તીર્થક્ષેત્રાદિ સ્વરૂપ દેશ છે. ચૌદસ આદિ તિથિ વગેરે કાળ છે. બ્રાહ્મણી વગેરે જાતિ છે અને પ્રયોજનરૂપ સમય છે. તીર્થમાં કોઇને પણ હરીશ નહીં, ચૌદશે હણીશ નહિ, બ્રાહ્મણને હણીશ નહિ અને દેવ કે બ્રાહ્મણાદિને છોડીને બીજા માટે હણીશ નહીં... ઈત્યાદિ રીતે જે અહિંસાનો સ્વીકાર છે; તે ક્રમશઃ દેશ, કાલ, જાતિ અને સમયથી અવચ્છિન્ન છે, અનવચ્છિન્ન નથી. તેથી તે મહાવ્રતો સ્વરૂપ નહીં બને. મહાવ્રતો સર્વવિષયમાં હોય છે. અને ચિત્તની દરેક અવસ્થાઓમાં હોય છે તેથી સાર્વભૌમ કહેવાય છે. ક્ષિણ મૂઢ વિક્ષિણ 1 અને નિરુદ્ધ: આ પાંચ ચિત્તની ૧૭૪ મિત્રા બત્રીશી Page #178 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાઓ છે. સામાન્ય રીતે દૈત્ય-દાનવાદિનું ચિત્ત ક્ષિપ્ત હોય છે. રાક્ષસ-પિશાચાદિનું ચિત્ત મૂઢ હોય છે. દેવોનું ચિત્ત વિક્ષિપ્ત હોય છે. સંપ્રજ્ઞાતસમાધિમાં આરૂઢ થયેલા સાધકોનું ચિત્ત એકાગ્ર હોય છે. અને ક્લેશથી રહિત જીવન્મુક્ત એવા કૃતકૃત્ય યોગીઓનું ચિત્ત નિરુદ્ધ હોય છે. એ અવસ્થાઓનું સ્વરૂપ જિજ્ઞાસુએ પાતંજલયોગદર્શનથી જાણવું. પાતંજલયોગસૂત્ર(ર૩૧)માં આ મહાવ્રતોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે – જાતિ, દેશ, કાળ અને સમયથી અનવચ્છિન્ન સર્વ અવસ્થામાં હોનારા પાંચ યમ મહાવ્રત છે. ૨૧-રા. પાંચ પ્રકારના અહિંસાદિ “યમને યોગાંગ તરીકે કેમ વર્ણવાય છે - તે જણાવાય છે– बाधनेन वितर्काणां, प्रतिपक्षस्य भावनात् । योगसौकर्यतोऽमीषां, योगाङ्गत्वमुदाहृतम् ॥२१-३॥ बाधनेनेति-वितर्काणां योगपरिपन्थिनां हिंसादीनां प्रतिपक्षस्य भावनाद् बाधनेनानुत्थानोपहतिलक्षणेन योगस्य सौकर्यतः सामग्रीसम्पत्तिलक्षणादमीषामहिंसादीनां यमानां योगाङ्गत्वमुदाहृतं । न तु धारणादीनामिव समाधेः साक्षादुपकारकत्वेन, न वासनादिवदुत्तरोत्तरोपकारकत्वेनैव, किं तु प्रतिबन्धकહિંપનીયતર્યવેત્વર્થઃ | તદુ¢–વિતવધને પ્રતિપક્ષમાવતિ” રિ-રૂ૩) ર૭-રૂા. અહિંસાદિના વિરોધી એવા હિંસાદિમાં દોષની પરિભાવના કરવાથી વિતર્કોનો બાધ થવા વડે યોગની સુકરતા થાય છે; તેથી યમ નિયમ આસન અને પ્રાણાયામ વગેરેને યોગના અંગ તરીકે વર્ણવાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી યમ-નિયમાદિ યોગનાં સાધન ન હોવાથી તેને યોગનાં અંગ તરીકે વર્ણવવાનું કઈ રીતે ઉચિત બને? આવી શંકાનું સમાધાન કરતાં આ શ્લોકથી ફરમાવ્યું છે કે યોગનાં સાધન જેમ યોગનાં અંગ બને છે તેમ યોગના પરિપંથીઓનો બાધ કરનારને પણ યોગનાં અંગ માનવાં જોઇએ. પ્રતિપક્ષની ભાવનાથી વિતર્કોનો બાધ થાય છે. મુમુક્ષુ આત્માને જ્યારે અહિંસાદિના પ્રતિપક્ષભૂત(વિરોધીભૂત) હિંસા અસત્ય તેય અબ્રહ્મ અને પરિગ્રહનો પરિણામ જાગે ત્યારે અત્યંત વધેલા કુમાર્ગ તરફના પ્રવાહવાળા વિતર્કથી બંધનને પામતા હિંસાદિમાં તેણે પ્રવૃત્ત ન થવું. પણ “આ ઘોર સંસારમાં બળતા અને સેકાતા મેં સઘળા પ્રાણીઓના અભયદાન માટે કથંચિત્ અહિંસાદિ યોગધર્મનું શરણું સ્વીકાર્યું છે તો જો હું તેનો ત્યાગ કરી હિંસાદિને સેવીશ તો હું પણ કૂતરા જેવો વાંસભક્ષી (વમેલું ખાનાર) થઈ જઈશ...' આવા પ્રકારની પ્રતિપક્ષ-ઊલટી ભાવના કરવી. આવી પ્રતિપક્ષ ભાવનાથી વિતર્કભૂત હિંસાદિ યોગપરિપંથીનો બાધ થાય છે. અને તેથી અર્થાત્ યોગના પરિપંથીનું અનુત્થાન અથવા તો ઉત્થિતના સામર્થ્યની ઉપહિતિ (નાશ) થવાથી યોગની સામગ્રી સારી રીતે પ્રાપ્ત થાય છે. તેથી યમ કે નિયમ વગેરેને યોગનાં અંગ તરીકે વર્ણવ્યાં છે. ધારણાદિ જેવી રીતે યોગના સાક્ષાત્ ઉપકારક બને છે અને વાસનાદિ જેમ એક પરિશીલન ૧૭૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરોત્તર સાતત્ય ટકાવવા દ્વારા ઉપકારક બને છે તેમ અહીં અહિંસાદિ પાંચ યમ ઉપકારક બનતા નથી. પરંતુ યોગના પ્રતિબંધક હિંસાદિને દૂર કરવા દ્વારા અહીં યોગની પ્રત્યે ઉપકારક બને છે. આ વાતને જણાવતાં યોગસૂત્ર(૨-૩૩)માં જણાવ્યું છે કે “યમાદિનો વિતર્ક(હિંસાદિ પરિણામ)થી બાધ થયે છતે પ્રતિપક્ષની ભાવના કેળવવી.” ।।૨૧-૩ા વિતર્કનું સ્વરૂપ વગેરે જણાવાય છે— क्रोधाल्लोभाच्च मोहाच्च, कृतानुमितकारिताः । मृदुमध्याधिमात्राश्च, वितर्काः सप्तविंशतिः ।।२१-४।। क्रोधादिति–क्रोधः कृत्याकृत्यविवेकोन्मूलकः प्रज्वलनात्मकश्चित्तधर्मस्तस्मात् । लोभस्तृष्णालक्षणस्ततश्च । मोहश्च सर्वक्लेशानां मूलमनात्मन्यात्माभिमानलक्षणः । इत्थं च कारणभेदेन त्रैविध्यं दर्शितं भवति । तदुक्तं - " लोभक्रोधमोहमूल” इति । [ २-३४ पूर्वकाः] व्यत्ययाभिधानेऽप्यत्र मोहस्य प्राधान्यं, स्वपरविभागपूर्वकयोर्लोभक्रोधयोस्तन्मूलत्वादिति वदन्ति । ततः कारणत्रयात् कृतानुमितकारिता एते हिंसादयो वा भिद्यन्ते । तेऽपि मृदवो मन्दाः, मध्याश्चातीव्रमन्दाः, अधिमात्राश्च तीव्रा इति प्रत्येकं त्रिधा भिद्यन्ते । तदुक्तं -“मृदुमध्याधिमात्राः” इति [२-३४ वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् ।] इत्थं च सप्तविंशतिर्वितर्का भवन्ति । अत्र मृद्वादीनामपि प्रत्येकं मृदुमध्याधिमात्रभेदो भावनीय इति वदन्ति ।।२१-४।। ‘ક્રોધ, લોભ અને મોહ ઃ આ ત્રણના કા૨ણે કરેલ અનુમોદેલ અને કરાવેલ; મૃદુ મધ્ય અને અધિમાત્ર પ્રમાણવાળા વિતર્ક સત્તાવીશછે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થછે. કહેવાનો આશય એ છે કે અહિંસાદિના વિરોધીભૂત જે; ‘હું અવશ્ય હિંસા કરીશ'... વગેરે સ્વરૂપ નિશ્ચયાત્મક તર્ક છે તેને વિતર્ક કહેવાય છે. આ વિતર્કના કારણ ક્રોધ, લોભ અને મોહ ઃ આ ત્રણ છે. એમાં કૃત્ય અને અકૃત્યના વિવેકનું ઉન્મૂલન કરનાર પ્રજ્વલન સ્વરૂપ ચિત્તપરિણામ – એ ક્રોધ છે. તૃષ્ણાસ્વરૂપ લોભ છે અને મોહ, સકલ ક્લેશોનું મૂળ એવું, આત્મભિન્નમાં આત્માનું જે અભિમાન છે તે સ્વરૂપ છે. જે શરીરાદિ આત્માથી ભિન્ન છે અને જે ધનાદિ આત્માના નથી; તેને આત્મસ્વરૂપ અને આત્મીય (પોતાના) સ્વરૂપ માનવું : એ અભિમાન છે અને તે મોહ છે જે સકલ ક્લેશોનું મૂળ છે. વિતર્કોનું સ્વરૂપ હિંસાદિ છે. તેનાં કારણ ક્રોધ, લોભ અને મોહ છે. તેને આશ્રયીને વિતર્કના ત્રણ પ્રકાર છે. તે દરેકના કૃત, અનુમોદિત અને કારિત : આ ત્રણ પ્રકાર હોવાથી વિતર્કના નવ પ્રકાર પડે છે. એ નવ પ્રકારના દરેક વિતર્કના મૃદુ, મધ્ય અને અધિમાત્ર આવા ત્રણ ત્રણ ભેદ છે. તેથી વિતર્કના સત્તાવીશ ભેદ થાય છે. મંદને મૃદુ કહેવાય છે. જે મંદ પણ નથી અને તીવ્ર પણ નથી તેને મધ્ય કહેવાય છે; અને તીવ્રને અધિમાત્ર કહેવાય છે. આ સત્તીવાશ ભેદોનું (પ્રકારોનું) વર્ણન કરતાં યોગસૂત્રમાં જણાવ્યું છે કે - વિતર્કો હિંસાદિ સ્વરૂપ છે. તેના કૃત કારિત અને ૧૭૬ મિત્રા બત્રીશી Page #180 -------------------------------------------------------------------------- ________________ અનુમોદિત ત્રણ ભેદ છે. તેનાં કારણ ક્રોધ લોભ અને મોહ છે. અર્થાત્ તે વિતર્કો ક્રોધાદિપૂર્વકના છે. અને તે નવ વિતર્કો મૃદુ મધ્ય અને અધિમાત્ર ધર્મવાળા હોય છે. યોગસૂત્ર નં. ૨-૩૪ના પ્રકૃતોપયોગી અંશનો જ અહીં ઉલ્લેખ છે. સ્વરૂપ, કારણ, પ્રકાર અને ધર્મને આશ્રયીને વિતર્કોનું નિરૂપણ અહીં કર્યું છે. લોભ, ક્રોધ અને મોહપૂર્વક વિતર્ક હોય છે : આ જણાવવા સ્રોમોધમો પૂર્વાઃ... આ પ્રમાણે સૂત્રમાં ક્રમનો વ્યત્યય કરીને જણાવ્યું હોવા છતાં સ્વપરવિભાગપૂર્વકના ક્રોધ અને લોભ હોવા છતાં તે મોહમૂલક હોવાથી અહીં મોહનું પ્રાધાન્ય છે - એ પ્રમાણે કહે છે. મૃદુ મધ્ય અને અધિમાત્ર દરેકના પણ મૃદુ મધ્ય અને અધિમાત્ર : આ ત્રણ ભેદ માનીએ તો મૃદુમૃદુ મધ્યમૃદુ અને અધિમાત્ર મૃદુ... ઇત્યાદિ રીતે મૃદુ વગેરેના નવ ભેદ થવાથી ૮૧ ભેદ વિતર્કના થાય છે... એમ કેટલાક કહે છે. એ મુજબ જીવાદિની અપેક્ષાએ વિચારીએ તો અસંખ્યભેદો પણ વિતર્કના વિચારી શકાય. ૨૧-૪ ફળની અપેક્ષાએ વિતર્કોનું નિરૂપણ કરાય છે— दुःखाज्ञानानन्तफला, अमी इति विभावनात् । प्रकर्षं गच्छतामेतद्यमानां फलमुच्यते ॥२१-५॥ दुःखेति - दुःखं प्रतिकूलतयाऽवभासमानो राजसश्चित्तधर्मः, अज्ञानं मिथ्याज्ञानं संशयविपर्ययादिरूपं, ते अनन्ते अपरिच्छिन्ने फलं येषां ते तथोक्ता अमी वितर्का इति विभावनान्निरन्तरं ध्यानात् प्रकर्षं गच्छतां यमानामेतद्वक्ष्यमाणं फलमुच्यते ॥ २१-५ ।। “દુઃખ અને અજ્ઞાન સ્વરૂપ અનંત ફળને આપનારા આ હિંસાદિ વિતર્કો છે - આ પ્રમાણે વિભાવન કરવાથી; યમના પ્રકર્ષને પામનારાને આ(હવે જણાવાશે તે) ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેમના આ ફળને કહેવાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે વિતર્કસ્વરૂપ હિંસાદિને આચરનારાદિને અપરિચ્છિન્ન (જેની કલ્પના ના કરી શકાય એવું) - અનંત દુઃખ અને અજ્ઞાન સ્વરૂપ ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિકૂળ - સ્વરૂપે જણાતો, રજોગુણની અધિકતાથી ઉત્પન્ન જે ચિત્તનો રાજસ ધર્મ છે; તેને દુઃખ કહેવાય છે અને સંશય વિપર્યય તથા અનધ્યવસાય સ્વરૂપ મિથ્યાજ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. આવા અનંતફળને આપનારા એ વિતર્કો છે - એ પ્રમાણે જેઓ નિરંતર ધ્યાનમાં રાખે છે, તેઓ ઉત્તરોત્તર અહિંસાદિરૂપ યમના પ્રકૃષ્ટ ભાવને પામે છે, જેથી હવે પછી વર્ણવવામાં આવનાર એવા ફળની તેમને પ્રાપ્તિ થાય છે. ।।૨૧-૫।। પ્રકૃષ્ટભાવવાળા યમના ફળને જણાવાય છે—– એક પરિશીલન वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । रत्नोपस्थानसद्वीर्यलाभो जनुरनुस्मृतिः ।।२१-६ ।। ૧૭૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ वैरेति-तस्याहिंसाभ्यासवतोऽन्तिके सन्निधौ वैरत्यागः सहजविरोधिनामाप्यहिनकुलादीनां हिंसत्वपरित्यागः । तदुक्तं-(अहिंसाप्रतिष्ठायां) “तत्सन्निधौ वैरत्यागः” [२-३५] । सत्याभ्यासवतश्चाकृतकर्मणोऽविहितानुष्ठानस्यापि फलं तदर्थोपनतिलक्षणं । क्रियमाणा हि क्रिया यागादिकाः फलं स्वर्गादिकं प्रयच्छन्ति अस्य तु सत्यं तथा प्रकृष्यते, यथाऽकृतायामपि क्रियायां योगी फलमाश्रयते, तद्वचनाच्च यस्य कस्यचित् क्रियामकुर्वतोऽपि फलं भवतीति । तदाह-"(सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम्” [२-३६] अस्तेयाभ्यासवतश्च रलोपस्थानं तत्प्रकर्षान्निरभिलाषस्यापि सर्वतोदिकालानि रत्नान्युपतिष्ठन्त इत्यर्थः । बहाचर्याभ्यासवतश्च सतो निरतिशयस्य वीर्यस्य लाभः, वीर्यनिरोधो हि ब्रह्मचर्यं, तस्य प्रकर्षाच्च वीर्यं शरीरेन्द्रियमनःसु प्रकर्षमागच्छतीति । अपरिग्रहाभ्यासवतश्च जनुष उपस्थितिः “कोऽहमासं ? कीदृशः ? किंकार्यकारी' इति जिज्ञासायां सम्यग्जानातीत्यर्थः । न केवलं भोगसाधनपरिग्रह एव परिग्रहः किं त्वात्मनः शरीरपरिग्रहोऽपि तथाभोगसाधनत्वाच्छरीरस्य, तस्मिन् सति रागानुबन्धादबहिर्मुखायामेव प्रवृत्तौ न तात्त्विकज्ञानप्रादुर्भावः । यदा पुनः शरीरादिपरिग्रहनैरपेक्ष्येण माध्यस्थ्यमवलम्बते तदा मध्यस्थस्य रागादित्यागात् सम्यग्ज्ञानहेतुर्भवत्येव पूर्वापरजन्मसम्बोध इति तदाह-(अपरिग्रहस्थैर्य) जन्मकथन्ताસન્ડ્રોધઃ” રૂતિ રિ-રૂ] /ર૦-દ્દી “અહિંસાદિ અભ્યાસવાળા યોગીની પાસે રહેનારાને અનુક્રમે વૈરનો ત્યાગ; યોગી જેને જે કહે, તેને ક્રિયા ન કરવા છતાં તે ફળની પ્રાપ્તિ, યોગીને દિવ્યરત્નોની પ્રાપ્તિ, વીર્યનો લાભ અને જન્મનું અનુસ્મરણ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અહિંસાદિ પાંચ યમમાં જે પ્રકૃષ્ટ ભાવને પામ્યા છે તે યોગીને અહિંસાના અભ્યાસના કારણે બીજાને અહિંસાભાવને પ્રાપ્ત કરાવવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ યોગીની પાસે સ્વાભાવિક વિરોધવાળા સર્પનકુલાદિ જીવો આવે તો યોગીના સાંનિધ્યમાં તેઓ વૈરનો ત્યાગ કરનારા બને છે. આ વાતને જણાવતાં યોગસૂત્રમાં (૨-૩૫) જણાવ્યું છે કે અહિંસા આત્મામાં સિદ્ધ થયે છતે તે યોગીના સાંનિધ્યમાં નિત્યવૈરવાળા જીવો પણ વૈરભાવનો ત્યાગ કરે છે. સત્યસ્વરૂપ યમના પ્રકર્ષભાવને પામેલા આત્માઓને વચનસિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. સત્યના અભ્યાસવાળા આ યોગી પુરુષો જે આત્માને જે પણ સારું કે ખરાબ થશે – એમ કહે ત્યારે તે સારા કે ખરાબ ફળને અનુકૂળ ક્રિયા કર્યા વિના પણ તે આત્માને, તે સારા કે ખરાબ ફળની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે કરાતી એવી યજ્ઞ-યાગાદિની ક્રિયાઓ સ્વર્ગાદિ ફળને આપનારી બને છે. પરંતુ અભ્યસ્ત છે સત્ય જેને એવા આ યોગીનું સત્ય તો એવા પ્રકર્ષને પામ્યું છે કે જેથી યજ્ઞયાગાદિની ક્રિયા કર્યા વિના પણ યોગીના વચનમાત્રથી તે તે ફળને, જીવો પ્રાપ્ત કરે છે. આ વાત યોગસૂત્રમાં (૨-૩૬) જણાવી છે. તેનો આશય એ છે કે - યોગીના આત્મામાં સત્ય પ્રતિષ્ઠિત થયે છતે તે તે યજ્ઞયાગાદિ ક્રિયાના તે તે સ્વર્ગાદિ ફળનું આશ્રયત્વ, યોગીના મિત્રા બત્રીશી ૧૭૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ વચનમાત્રથી જ પુરુષોને પ્રાપ્ત થાય છે. યોગીને વચનસિદ્ધિ પ્રાપ્ત થવાથી તે શાપ કે આશીર્વાદ આપે તો તે પ્રમાણે અવશ્ય થાય છે. આવા યોગીઓને વચનસિદ્ધ યોગી કહેવાય છે. અસ્તેયસ્વરૂપ ત્રીજા યમના અભ્યાસવાળા યોગીને કોઈ પણ પ્રકારની ઇચ્છા ન હોવા છતાં બધી જાતિના તે તે દેશના અને તે તે કાળનાં અમૂલ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્યના અભ્યાસવાળા યોગીને સર્વોત્કૃષ્ટ વીર્ય-સામર્થ્યની પ્રાપ્તિ થાય છે, જેના યોગે ભવિષ્યમાં તે યોગીને અષ્ટમહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વીર્યનો નિરોધ: એ બ્રહ્મચર્ય છે. તેના પ્રકર્ષથી શરીર ઈન્દ્રિયો અને મનમાં પ્રકૃષ્ટ સામર્થ્ય આવે છે. અપરિગ્રહસ્વરૂપ પાંચમા યમના અભ્યાસવાળા યોગીને જન્મની ઉપસ્થિતિ (જાતિસ્મરણ) થાય છે. “ભૂતકાળમાં હું કોણ હતો; વર્તમાનમાં હું કેવો છું અને ભવિષ્યમાં કયા કાર્યને કરનારો થઇશ.” - ઇત્યાદિ જિજ્ઞાસા હોય ત્યારે આ અપરિગ્રહની પ્રતિષ્ઠાને પામેલા યોગી તેને સારી રીતે જાણી લે છે. માત્ર ભોગનાં સાધનોનો પરિગ્રહ જ પરિગ્રહ નથી. પરંતુ આત્માને શરીરનો પરિગ્રહ પણ પરિગ્રહ છે. કારણ કે વિષયોની જેમ શરીર પણ ભોગનું સાધન છે. એ શરીરનો પરિગ્રહ હોતે છતે રાગના અનુબંધના કારણે બહિર્મુખ જ પ્રવૃત્તિ થવાથી તાત્ત્વિકજ્ઞાનનો આવિર્ભાવ શક્ય નથી. જયારે શરીરાદિના પરિગ્રહની નિરપેક્ષતાને લઈને માધ્યથ્યનું અવલંબન લેવાય છે. ત્યારે તે મધ્યસ્થ યોગીને રાગાદિ દોષના ત્યાગથી અપરિગ્રહનો અભ્યાસ; ભૂતભવિષ્યજન્મના સંબોધનું કારણ બને જ છે. એ પ્રમાણે યોગસૂત્રથી (૨-૩૯) જણાવ્યું છે. અપરિગ્રહની સ્થિરતામાં ભૂત વર્તમાન અને ભવિષ્યના જન્મના કેવા પ્રકારનું સમ્યજ્ઞાન થાય છે. અર્થાત્ ભૂતકાળમાં હું કોણ હતો, ક્યાં હતો, કેવી રીતે રહેતો; વર્તમાનશરીર ભૂતોનું કાર્ય છે કે ભૂતોનો સમૂહ છે અથવા ભૂતોથી અન્ય છે; તેમ જ ભવિષ્યમાં હું કોણ થઇશ, કેવી રીતે થઈશ અને ક્યાં થઇશ... ઇત્યાદિ વિષયની જિજ્ઞાસામાં તેને સારી રીતે જ્ઞાન થાય છે. ૨૧-૬ll અન્યદર્શનને આશ્રયીને યમનું ફળ વર્ણવીને હવે શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનને આશ્રયીને તે વર્ણવાય છે– इत्थं यमप्रधानत्वमवगम्य स्वतन्त्रतः । योगबीजमुपादत्ते, श्रुतमत्र श्रुतादपि ॥२१-७॥ इत्थमिति-इत्थमुक्तप्रकारेण स्वतन्त्रतः स्वाभिमतपातञ्जलादिशास्त्रतो यमप्रधानत्वमवगम्य । अत्र मित्रायां दृष्टौ निवृत्तासद्ग्रहतया सद्गुरुयोगे श्रुताज्जिनप्रवचनात् श्रुतमपि योगबीजमुपादत्ते तथाમાવ્યાત્ //ર૦-૭ી. “સ્વાભિમત પતંજલિ વગેરેના શાસ્ત્રથી અહિંસાદિ યમનું પ્રાધાન્ય જાણીને; અહીં મિત્રાદેષ્ટિમાં આત્મા શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનથી સાંભળેલા પણ યોગબીજને ગ્રહણ કરે એક પરિશીલન ૧૭૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ આ મિત્રાદષ્ટિ મિથ્યાષ્ટિને હોય છે. સામાન્ય રીતે આવા આત્માઓને કર્મની લઘુતાએ યોગને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થતી હોય છે. પરંતુ શરૂઆતમાં જ લોકોત્તર એવા, શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા યોગની સામગ્રી બધાને મળી જ જાય એવું ન બને - એ સમજી શકાય છે. આવી સ્થિતિમાં પહેલા ગુણસ્થાનકે પતંજલિ વગેરેના શાસ્ત્રના પરિચયથી યોગની સામગ્રીનો ઉપયોગ કરી ત્યાં જણાવેલા યમાદિ યોગાળાદિનું પ્રાધાન્ય તે તે આત્માઓને જાણવા મળે છે. એ મુજબ તેઓ શક્ય પ્રયત્ન તેનો સ્વીકાર કરી યોગની પ્રવૃત્તિનો આરંભ કરે છે. તે વખતે યોગધર્મની પરમ પ્રીતિને કારણે અને કોઈની પ્રત્યે એવો પૂર્વગ્રહ ન હોવાના કારણે તેઓ યોગશાસ્ત્રોનું શ્રવણ ખૂબ જ આદરથી કરતા હોય છે. આમ કરતાં કોઈ વાર શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનથી સાંભળેલા યોગબીજનું તે સ્વભાવથી જ ગ્રહણ કરે છે. એમાં મુખ્યપણે આત્માનો આ પૂર્વેનો અસંધ્રહ નિવૃત્ત થયેલો હોવાથી અને સદ્ગુરુ ભગવંતની પાસે શ્રવણ કર્યું હોવાથી અહીં યોગબીજનું ઉપાદાન પારમાર્થિક રીતે શક્ય બને છે. ૨૧-છા उक्तयोगबीजमेवाहસામાન્યથી કહેલા યોગબીજને જ જણાવાય છે– जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥२१-८॥ जिनेष्विति-जिनेष्वर्हत्सु कुशलं द्वेषाद्यभावेन प्रीत्यादिमच्चित्तम्, अनेन मनोयोगवृत्तिमाह । तन्नमस्कार एव जिननमस्कार एव च, तथामनोयोगप्रेरितः, इत्यनेन वाग्योगवृत्तिं (आह) । प्रणामादि च पञ्चाङ्गादिलक्षणम्, आदिशब्दान्मण्डलादिग्रहः । संशुद्धमशुद्धव्यवच्छेदार्थमेतत् तस्य सामान्येन यथाप्रवृत्तकरणभेदत्वात्तस्य च योगबीजत्वानुपपत्तेरेतत्सर्वं सामस्त्यप्रत्येकभावाभ्यां योगबीजं मोक्षयोजकानुष्ठानकारणमनुत्तमं सर्वप्रधानं विषयप्राधान्यात् ।।२१-८।। “શ્રી જિનેશ્વરદેવોને વિશે કુશલ ચિત્ત, તેઓશ્રીને નમસ્કાર જ અને તેઓશ્રીને પ્રણામ વગેરે જે શુદ્ધ છે; તે યોગનાં સર્વોત્તમ બીજ છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ મિત્રાદષ્ટિમાં મુમુક્ષુ આત્માને શ્રી અરિહંત પરમાત્માની પ્રત્યે દ્વેષ કે ઉપેક્ષાદિ ભાવ ન હોવાથી તેનું ચિત્ત પ્રીતિ-ભક્તિથી યુક્ત હોય છે. આનાથી તે મુમુક્ષુના મનના યોગની વૃત્તિ જણાવી છે. આ મનોયોગથી પ્રેરિત મુમુક્ષુ શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર કરે છે. નમઃ... ઇત્યાદિ શબ્દોચ્ચારણપૂર્વક કર-સંયોજનાદિ વ્યાપારસ્વરૂપ નમસ્કાર છે. આનાથી મુમુક્ષુની વાગ્યોગવૃત્તિ જણાવી છે. ૧૮૦ મિત્રા બત્રીશી Page #184 -------------------------------------------------------------------------- ________________ પંચાંગે શ્રી અરિહંતપરમાત્માને પ્રણામ કરવો; તેઓશ્રીને પ્રદક્ષિણા આપવી... વગેરે યોગનાં અનુત્તમ કોટીનાં બીજ છે. શ્લોકમાં સંશુદ્ધ આ પદ, અશુદ્ધ પ્રણામાદિના વ્યવચ્છેદ માટે છે. અશુદ્ધ પ્રણામાદિ સામાન્યથી યથાપ્રવૃત્તકરણ વખતે હોય છે. ગ્રંથિદેશે આવેલા જીવોને એ યથાપ્રવૃત્તકરણ હોય છે, જે અભવ્યાત્માઓને તેમ જ અચરમાવર્તકાળમાં ભવ્યાત્માઓને પણ હોય છે. એથી આ કરણ (ગ્રંથિદેશને પ્રાપ્ત કરાવનાર આત્મપરિણામ); યોગના બીજ સ્વરૂપે વર્ણવાનું નથી. નદીના ગોળ પથ્થરોની જેમ કર્મની સ્થિતિનો પરિભોગ કરતાં કરતાં જ્યારે પણ આયુષ્યકમ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ઓછી (અંતઃકોટાકોટી સાગરોપમ) હોય છે; ત્યારે તે આત્માઓ ગ્રંથિદેશને પ્રાપ્ત હોય છે. તે વખતના તેમના આત્મપરિણામને યથાપ્રવૃત્તિ-કરણ કહેવાય છે. આવી સ્થિતિ જીવને આ ભવચક્રમાં અનંતી વાર પ્રાપ્ત થતી હોય છે. જ્યાં એક મિથ્યાત્વ-મોહનીય કર્મની જ ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટાકોટી સાગરોપમની હોય છે, ત્યાં આટલી લઘુભૂત કર્મની સ્થિતિ અનંતી વાર પ્રાપ્ત થવા છતાં આજ સુધી એનો લાભ આપણે લઈ શક્યા નહીં. એનું કારણ આપણી અજ્ઞાનદશા છે. ગ્રંથિદેશે આવ્યા પછી પણ ગ્રંથિને ઓળખવા દૃષ્ટિની આવશ્યકતા હોય છે, જે આ યથાપ્રવૃત્તિકરણના કાળમાં પ્રાપ્ત થતી નથી. આ કાળમાં થનારા પ્રણામાદિ (પંચાંગ-પ્રણિપાતાદિ) શુદ્ધ હોતા નથી. સંશુદ્ધપ્રણામાદિ જ યોગનાં બીજ છે. અહીં વર્ણવેલા કુશલચિત્તાદિ બધા સમુદાયરૂપે અથવા સ્વતંત્રરૂપે દરેક યોગનાં ઉત્તમોત્તમ બીજ છે. કારણ કે તેના વિષયભૂત શ્રી જિનેશ્વરદેવો અનુત્તમ (સર્વોત્તમ) છે. તેથી તે પરમતારક પરમાત્માને વિશે કુશલચિત્તાદિ અનુત્તમ બીજ છે... ઈત્યાદિ સમજી શકાય છે. /ર૧-૮ ઉપર જણાવેલા યોગના બીજની પ્રાપ્તિ જ્યારે થાય છે તે સમયને જણાવાય છે चरमे पुद्गलावर्ते, तथाभव्यत्वपाकतः । प्रतिबन्धोज्झितं शुद्धमुपादेयधिया हादः ॥२१-९॥ चरम इति-अदो हि एतच्च चरमेऽन्त्ये पुद्गलावर्ते भवति । तथाभव्यत्वस्य पाकतो मिथ्यात्वकटुकत्वनिवृत्त्या मनाग्माधुर्यसिद्धेः । प्रतिबन्धेनासङ्गेनोज्झितमाहारादिसंज्ञोदयाभावात् फलाभिसन्धिरहितत्वाच्च । तदुपात्तस्य तु स्वतः । प्रतिबन्धसारत्वाद् । अत एवोपादेयधियाऽन्यापोहेनादरणीयत्वबुद्ध्या शुद्धं । तदुक्तम्-‘उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् Iછા” ર૭-// “તથાભવ્યત્વના પરિપાકથી છેલ્લા પુદ્ગલાવર્ત કાળમાં ફળની અભિસંધિથી રહિત ઉપાદેયબુદ્ધિથી આ યોગનું બીજ શુદ્ધ મળે છે. (અન્યકાળે કોઇ પણ રીતે આવું શુદ્ધ યોગનું બીજ પ્રાપ્ત થતું નથી.)” – આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, તથાભવ્યત્વ એક પરિશીલન ૧૮૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ (ભવ્યત્વવિશેષ)ના પરિપાકથી અનાદિકાલીન મિથ્યાત્વની કટુતા દૂર થવાના કારણે સહેજ માધુર્ય આવે છે તેથી છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં જ શુદ્ધ એવા યોગબીજની પ્રાપ્તિ થાય છે. એ યોગબીજોની શુદ્ધિ; આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા વગેરે સંજ્ઞાઓનો ઉદય ન હોવાથી આ લોકના કે પરલોકના ફળની અભિસંધિ(ઉત્કટ ઇચ્છા)ના અભાવના કારણે છે. એવી અભિસંધિના કારણે જો યોગનાં બીજોનું ગ્રહણ કરવામાં આવે તો તે યોગનાં બીજો સ્વયં પ્રતિબંધ(સુખનો રાગ વગેરે)ના સારવાળાં બને છે. પ્રતિબંધોથી ઉજ્જિત (રહિત) નથી રહેતાં. જે બીજો(યોગબીજો)ના કારણે વસ્તુતઃ પ્રતિબંધથી રહિત(સર્વથા મુક્ત) બનવાનું છે એ યોગબીજો પોતે જ રાગ વગેરે પ્રતિબંધથી સહિત હોય તો કેવી સ્થિતિ થાય - એ આપણને સમજી શકાય એવું છે. કારણ કે જે પાણીથી કપડાં ધોવાનાં છે, એ પાણી જ જો ગંદું હોય તો કપડાંનું શું થાય - એ આપણે બરાબર સમજી શકીએ છીએ. આથી જ આ પ્રતિબંધોથી ઉજિઝત યોગનાં બીજોનું ઉપાદાન ઉપાદેયબુદ્ધિથી અર્થાતુ એનાથી અન્યને દૂર કરી યોગબીજો પ્રત્યેના આદરપૂર્વક થાય છે. આ યોગબીજની આદરણીયતાબુદ્ધિના કારણે તે બીજો શુદ્ધ છે. આ વાતને જણાવતાં યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લોક નં. ૨૫) ફરમાવ્યું છે કે – “અત્યંત ઉપાદેયબુદ્ધિથી, આહારસંજ્ઞાદિ સર્વ સંજ્ઞાઓના ઉદયના અભાવથી યુક્ત અને ભવાંતર્ગત ફળની અભિસંધિથી રહિત એવું યોગબીજોનું આ ઉપાદાન સંશુદ્ધ છે. અર્થાત્ તેવા પ્રકારનાં તે તે કાલાદિ કારણોની પ્રાપ્તિ થયે છતે તથાસ્વભાવે જેમ ફળનો પાક શરૂ થાય છે, તેમ આ યોગનાં બીજો ફળાનુકૂલ બને છે.” - ઇત્યાદિનું અનુસંધાન યોગદૃષ્ટિસમુચ્ચયથી કરી લેવું જોઇએ. //ર૧-૯ાા યોગનાં બીજો પ્રતિબંધોથી રહિત હોય તો શુદ્ધ બને છે - એ જણાવીને હવે તે પ્રતિબંધસહિત હોય તો કેવાં હોય છે : તે જણાવાય છે– प्रतिबन्धैकनिष्ठं तु, स्वतः सुन्दरमप्यदः । तत्स्थानस्थितिकार्येव, वीरे गौतमरागवत् ॥२१-१०॥ प्रतिबन्धेति-प्रतिबन्धे स्वासङ्गे एका केवला निष्ठा यस्य तत्तथा । अदो जिनविषयकुशलचित्तादि तत्स्थानस्थितिकार्येव तथास्वभावत्वात् । वीरे वर्धमानस्वामिनि गौतमरागवद् गौतमीयबहुमानवद् । असङ्गसक्त्यैव ह्यनुष्ठानमुत्तरोत्तरपरिणामप्रवाहजननेन मोक्षफलपर्यवसानं भवति इति विवेचितं प्राक् |૨૬-૧૦ની “પોતાની આસક્તિમાત્રમાં નિષ્ઠાવાળું આ યોગનું બીજ સ્વરૂપથી સુંદર હોવા છતાં શ્રી મહાવીર પરમાત્માને વિશેના શ્રી ગૌતમસ્વામીના બહુમાનની જેમ તે સ્થાનમાં જ સ્થિતિને કરાવનારું છે. (આગળના ગુણસ્થાનકે લઈ જતું નથી.)”. આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનેશ્વરદેવોને વિશે કુશલચિત્ત.. વગેરે સ્વરૂપ જે યોગનાં ૧૮૨ મિત્રા બત્રીશી Page #186 -------------------------------------------------------------------------- ________________ બીજ છે તે સરસ છે – બરાબર છે... ઇત્યાદિ સ્વરૂપ તે તે બીજો પ્રત્યેના સ્વાસંગને પ્રતિબંધ કહેવાય છે. આવા પ્રકારના પ્રતિબંધની નિષ્ઠાવાળું યોગનું બીજ હોવાથી સ્વતઃ સુંદર જ છે પરંતુ એવા બીજથી મુમુક્ષુ જે પહેલા ગુણસ્થાનકાદિ ગુણસ્થાનકે હોય તે ગુણસ્થાનકે જ તેની સ્થિતિ રહે છે. તે વસ્તુને સ્પષ્ટ કરવા ઉદાહરણ તરીકે અહીં શ્રી ગૌતમસ્વામીને વર્ણવ્યા છે. ભગવાન દેવાધિદેવ શ્રી મહાવીરપરમાત્માની પ્રત્યે શ્રી ગૌતમસ્વામીને બહુમાનગર્ભિત રાગ હતો. પરંતુ તે સ્વરૂપથી સુંદર(પરમાત્મા પ્રત્યેનો રાગ) હોવા છતાં એની વિદ્યમાનતામાં શ્રી ગૌતમસ્વામીને આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ ન થઈ. ગુણસ્થાનકની સ્થિતિ અને સ્વોત્તરગુણસ્થાનકની પ્રાપ્તિ : એ બેમાં ઘણું જ અંતર છે. ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં જેટલું અંતર છે એટલે એ બેમાં અંતર છે. આથી સમજી શકાશે કે “આ જ સારું છે' - આવા પ્રકારના આસંગદોષથી યુક્ત અનુષ્ઠાન ઇષ્ટફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી. માત્ર ગુણસ્થાનકની સ્થિતિને ટકાવી રાખે છે. અસંગસક્તિથી જ અનુષ્ઠાન, ઉત્તરોત્તર પરિણામના પ્રવાહની પ્રત્યે કારણ બનવા દ્વારા અર્થાત્ તાદશ અનુષ્ઠાન તેવા પ્રકારના પરિણામના પ્રવાહને ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષફળની પ્રાપ્તિમાં પર્યવસિત બને છે... આ પ્રમાણે આ પૂર્વે વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. ૨૧-૧૦ગા. સામાન્ય રીતે યોગનાં બીજોનું ઉપાદાન ચરમાવર્તકાળમાં શક્ય બને છે તે જણાવીને હવે તે કાળમાં પણ તે ચોક્કસ ક્યારે બને છે તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે– सरागस्याप्रमत्तस्य, वीतरागदशानिभम् । अभिन्दतोऽप्यदो ग्रन्थि, योगाचार्येर्यथोदितम् ॥२१-११॥ सरागस्येति-अदः शुद्धयोगबीजोपादानं ग्रन्थिमभिन्दतोऽपि जीवस्य चरमयथाप्रवृत्तकरणसामर्थ्येन तथाविधक्षयोपशमादतिशयितानन्दानुभवात् । सरागस्याप्रमत्तस्य सतो यतेर्वीतरागदशानिभं सरागस्य वीतरागत्वप्राप्ताविव योगबीजोपादानवेलायामपूर्वः कोऽपि स्वानुभवसिद्धोऽतिशयलाभ इति भावः । થોહિત ગોવા ર9-99ો. આશય એ છે કે ચરમપુદ્ગલપરાવર્તકાળમાં પણ અનાદિમિથ્યાદૃષ્ટિ જીવોએ જ્યાં સુધી ગ્રંથિભેદ કર્યો નથી, ત્યાં સુધી મિથ્યાત્વની વિદ્યમાનતા હોવાથી તે કાળમાં પણ શુદ્ધયોગબીજોની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે પ્રશ્નના સમાધાનને શ્લોકથી જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, રાગસહિત એવા અપ્રમત્તયતિને(સાધુને) વીતરાગદશા જેમ પ્રાપ્ત થાય છે તેમ ગ્રંથિને ભેદતો ન હોવા છતાં આ યોગનું બીજ ચરમાવર્તકાળમાં તે તે જીવોને પ્રાપ્ત થાય છે. આ શ્લોકથી જણાવેલી વાતનો આશય એ છે કે ચરમપુદ્ગલાવર્તકાળમાં તથાભવ્યત્વના પરિપાકથી ચરમ(શુદ્ધ) યથાપ્રવૃત્તિ પ્રવૃત્તીકરણના સામર્થ્યથી તેવા પ્રકારના વિશિષ્ટ ક્ષયોએક પરિશીલન ૧૮૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ પશમના કારણે અતિશય આનંદ થતો હોવાથી આ શુદ્ધયોગબીજનું ઉપાદાન, ગ્રંથિભેદ કર્યા વિના પણ થાય છે. રાગસહિત એવા અપ્રમત્ત સાધુમહાત્માને વીતરાગદશાની (વીતરાગતુલ્ય દશાની) પ્રાપ્તિ થયે છતે જે નિરતિશય આનંદનો અનુભવ થાય છે, એવો યોગબીજના ઉપાદાન વખતે મિત્રાદૃષ્ટિમાં અપૂર્વ એવો કોઈ સ્વાનુભવસિદ્ધ અતિશય પ્રાપ્ત થાય છે. આ વિષયમાં યોગાચાર્યો (આગળના શ્લોકથી જણાવવામાં આવશે તે) કહે છે. ૨૧-૧૧ યોગાચાર્યોએ જે કહ્યું છે તે જણાવાય છે ईषदुन्मज्जनाभोगो, योगचित्तं भवोदधौ । तच्छक्त्यतिशयोच्छेदि, दम्भोलिन्थिपर्वते ॥२१-१२॥ ईषदिति-योगचित्तं योगबीजोपादानप्रणिधानचित्तं । भवोदधौ संसारसमुद्रे । ईषन्मनागुन्मज्जनस्याभोगः । तच्छक्तेर्भवशक्तेरतिशयस्योद्रेकस्योच्छेदि नाशकं । ग्रन्थिरूपे पर्वते दम्भोलिर्वजं नियमात्तद्वेदकारित्वाद् । इत्थं चैतत्फलपाकारम्भसदृशत्वादस्येति समयविदः ।।२१-१२।। “યોગનું ચિત્ત; આ ભવસમુદ્રમાં થોડા ઉપર આવવા માટે આભોગ (માર્ગ-જગ્યાઉપાય...) છે, ભવમાં ભ્રમણને અનુકૂળ એવી ભવશક્તિના ઉચ્છેદન કરનારું છે અને ગ્રંથિસ્વરૂપ પર્વતને ભેદવા માટે જ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ યોગનું ચિત્ત અર્થાત્ યોગના બીજનું ગ્રહણ કરવા અંગેનું જે પ્રણિધાન (ઉત્કટ નિર્ણય) છે તે પ્રણિધાનયુક્ત ચિત્તનું સ્વરૂપ આ શ્લોકથી યોગશાસ્ત્રના જાણકારોના જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. અનાદિકાળથી આત્મા ભવસમુદ્રના તળિયે હોવાથી તેને તારનાર કોઈ પ્રાપ્ત થયો ન હતો. તળિયે બેસેલાની કોઈને ખબર પણ ન પડે. તેઓ બચાવવા માટે બૂમ પણ પાડે તો તે કોઇને પણ સંભળાય નહિ. આવી સ્થિતિમાં ભવસમુદ્રમાં ડૂબેલા આત્માને સહેજ ઉપર આવવા માટેના માર્ગ ઉપાય સ્વરૂપે આ યોગના બીજના ઉપાદાન સંબંધી પ્રણિધાનવાળા યોગચિત્તની પ્રાપ્તિ થાય છે. એથી એ આત્મા ભવસમુદ્રથી બહાર આવવા પોતાની મેળે થોડીઘણી મહેનત કરી શકે તેમ જ બચાવવા માટે બૂમ પણ પાડી શકે, જેથી તારક સામગ્રીનો ખૂબ જ સરળપણે યોગ પ્રાપ્ત થાય છે. તેમ જ અત્યાર સુધીના ભવભ્રમણનું એકમાત્ર કારણ રાગાદિથી યુક્ત સંક્લિષ્ટ ચિત્ત છે. એ સંક્લેશ જ ભવની શક્તિ છે. એનો ઉચ્છેદ-નાશ આ યોગનું ચિત્ત કરે છે. રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ છે. અત્યાર સુધી એને ભેદવાનું શક્ય બન્યું ન હોવાથી એ આત્મપરિણામ (ગ્રંથિ) પર્વતજેવો દુર્ભેદ છે, જેને ભેદવા માટે તાદશ પરિણામવાળું(પ્રણિધાનવાળું) યોગનું ચિત્ત વજજેવું છે... એ પ્રમાણે યોગાચાર્યોએ કહ્યું છે. આ પ્રમાણે યોગના બીજના ઉપાદાન સંબંધી પ્રણિધાનથી યુક્ત ચિત્ત, મોક્ષસ્વરૂપ ફળના પાકના આરંભ જેવું છે અર્થાત એથી ભવિષ્યમાં ૧૮૪ મિત્રા બત્રીશી Page #188 -------------------------------------------------------------------------- ________________ ચોક્કસ જ મોક્ષની પ્રાપ્તિ થશે - એ પ્રમાણે આગમના જાણકારો કહે છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઇએ. /ર૧-૧૨ી શ્રી જિનેશ્વરદેવોને વિશે કુશલ ચિત્ત.. વગેરે ઉપર જણાવેલાં જ યોગનાં બીજ છે.. એવું નથી; તેનાથી અન્ય પણ છે – તે જણાવાય છે आचार्यादिष्वपि होतद्, विशुद्धं भावयोगिषु । न चान्येष्वप्यसारत्वात्, कूटेऽकूटधियोऽपि हि ॥२१-१३॥ आचार्यादिष्वपीति-आचार्यादिष्वपि आचार्योपाध्यायतपस्व्यादिष्वपि । एतत् कुशलचित्तादि । विशुद्धं संशुद्धमेव । भावयोगिषु तात्त्विकगुणशालिषु योगबीजं । न चान्येष्वपि द्रव्याचार्यादिष्वपि । कूटेऽकूटधियोऽपि हि । असारत्वादसुन्दरत्वात् । तस्याः सद्योगबीजत्वानुपपत्तेः ।।२१-१३।। ભાવયોગી - પૂ. આચાર્યભગવંતાદિને વિશે પણ આ કુશલ ચિત્ત વગેરે સંશુદ્ધ છે; બીજાને વિશે તે વિશુદ્ધ નથી; કારણ કે જે ફૂટસ્વરૂપ (ખોટા-આભાસાદિ સ્વરૂપ) છે તેમનામાં અકૂટપણાની બુદ્ધિ અસાર છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોને વિશે જેમ કુશલ ચિત્તાદિ (નમસ્કાર-પંચાંગ પ્રણામાદિ) વિશુદ્ધ યોગબીજ છે તેમ ભાવયોગીસ્વરૂપ અર્થાત્ તાત્ત્વિક રીતે ગુણોને ધરનારા એવા પૂ. આચાર્યભગવંતો, પૂ. ઉપાધ્યાયભગવંતો અને પૂ. તપસ્વી મહાત્માઓ વગેરેને વિશે પણ જે કુશલ ચિત્તાદિ છે તે પણ વિશુદ્ધ એવાં યોગબીજ છે. પરંતુ ભાવયોગી એવા આચાર્યભગવંતાદિને છોડીને બીજા જે દ્રવ્યાચાર્યાદિ છે તેમને વિશે કુશલચિત્તાદિ યોગબીજ નથી. જે ભાવથી રહિત અને તાત્ત્વિક ગુણોથી રહિત છે તેમને ભાવયોગી માનીને તેમને વિશે કુશલચિત્તાદિ ધારણ કરવાનું ઉચિત નથી. કારણ કે કૂટમાં અકૂટત્વની બુદ્ધિ સુંદર નથી. અસાર બુદ્ધિથી ધારણ કરેલા કુશલચિત્તાદિમાં સદ્યોગબીજત્વ અનુપપન્ન છે - એ સમજી શકાય છે. ૨૧-૧૩ પૂ. આચાર્યાદિ ભગવંતોને વિશે કુશલ ચિત્તાદિ સ્વરૂપ યોગનાં બીજોથી અતિરિક્ત યોગનાં બીજો જણાવાય છે– श्लाघनाद्यसदाशंसापरिहारपुरःसरम् । વૈયાવૃત્યે ઘ વિધિના, તેથ્વાશવિશેષત: //ર૧-૧૪| श्लाघनेति-श्लाघनादेः स्वकीर्त्यार्याऽसत्यसुन्दराशंसा प्रार्थना तत्परिहारपुरस्सरं । वैयावृत्त्यं च व्यापृतभावलक्षणमाहारादिदानेन । विधिना सूत्रोक्तन्यायेन । तेषु भावयोगिष्वाचार्येषु । आशयविशेषतश्चित्तोत्साहातिशयात् । योगबीजम् ।।२१-१४।। એક પરિશીલન ૧૮૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ “ભાવયોગી એવા પૂ. આચાર્ય ભગવંતાદિને વિશે ચિત્તના ઉત્સાહવિશેષથી; શ્લાઘાદિની ખરાબ આશંસાનો ત્યાગ કરવાપૂર્વક વિધિ અનુસાર જે વૈયાવૃત્ત્વ કરાય છે તે યોગબીજ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ભાવયોગીસ્વરૂપ પૂ. આચાર્ય ભગવંતાદિનું વૈયાવૃત્ત્વ કરવું : એ યોગબીજ છે. વૈયાવૃત્ત્વ કરતી વખતે, પોતાની કીર્તિ કે યશ બધે ફેલાય છે : એવી જે અસદ્-ખરાબ ઇચ્છા છે તેનો ત્યાગ કરવો જોઇએ. અર્થાત્ એ ત્યાગની મુખ્યતાએ વૈયાવૃત્ત્વ ક૨વું જોઇએ. આવું વૈયાવૃત્ત્વ વિધિપૂર્વક અર્થાત્ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ યથાસમયે પુરુષાદિને આશ્રયીને કરવું. અર્થાત્ પ્રથમ પૂ. આચાર્યભગવંતનું ત્યાર બાદ પૂ. ઉપાધ્યાયભગવંતાદિનું વૈયાવૃત્ત્વ કરવું... ઇત્યાદિ શાસ્ત્રમાં જણાવેલ વિધિપૂર્વક વૈયાવૃત્ત્વ કરવું. પૂ. આચાર્યભગવંતાદિને, પોતાનાં બીજાં બધાં કામ પડતાં મૂકીને તેઓશ્રીના કામમાં જ ચિત્તનો ઉપયોગ રાખી આહાર લાવી આપવાદિ સ્વરૂપ વૈયાવૃત્ત્વ છે. આ વૈયાવૃત્ત્વ, ચિત્તના અત્યંત ઉત્સાહ સ્વરૂપ આશયવિશેષથી કરવું. ના છૂટકે, જેમ-તેમ, કે ન કરીએ તો ખરાબ લાગશે... ઇત્યાદિ પરિણામથી ન કરવું. અન્યથા તે યોગબીજસ્વરૂપ પરિણમશે નહિ. આથી સમજી શકાશે કે વૈયાવૃત્ત્વ – એ નવી વસ્તુ નથી. વર્ષોથી આપણે એ કરી જ રહ્યા છીએ. પરંતુ યોગબીજસ્વરૂપ વૈયાવૃત્ત્વ ખૂબ જ અઘરું છે. પૂ. આચાર્યભગવંતાદિ ભાવયોગીઓ પ્રત્યે બહુમાનાતિશય પ્રગટે, ત્યારે જ આ યોગબીજની પ્રાપ્તિ થઇ શકશે. આ જગતમાં પૂ. આચાર્યભગવંતાદિ ભાવયોગીઓ કરતાં કોઇ જ અધિક નથી - એની પ્રતીતિ જ તાદેશ બહુમાનાતિશયને જાળવી રાખે છે. જે દિવસે પણ એ ભાવયોગીઓ કરતાં આ જગતમાં કોઇ પણ માણસ કોઇ પણ રીતે શ્રેષ્ઠ જણાશે તે દિવસે પૂ. આચાર્યભગવંતાદિ પ્રત્યે બહુમાન નષ્ટ થશે અને તેથી તેનાથી રહિત વૈયાવૃત્ત્વ પણ યોગબીજ નહિ બને... એ સ્પષ્ટ છે. ૨૧-૧૪ યોગનાં બીજાંતરને જ જણાવાય છે— भवादुद्विग्नता शुद्धौषधदानाद्यभिग्रहः । તથા સિદ્ધાન્તમાશ્રિત્ય, વિધિના સેવાવિ ચ ॥૨૧-૧૧|| भवादिति–भवात्संसारादुद्विग्नता इष्टवियोगाद्यनिमित्तकसहजत्यागेच्छालक्षणा । शुद्धो निर्दोष औषधदानादेरभिग्रहो भावाभिग्रहस्य विशिष्टक्षयोपशमलक्षणस्य भिन्नग्रन्थेरेव भावेऽपि द्रव्याभिग्रहस्य स्वाश्रयशुद्धस्यान्यस्यापि सम्भवात् । तथा सिद्धान्तमार्षं वचनमाश्रित्य न तु कामादिशास्त्राणि । विधिना न्यायात्तधनसत्प्रयोगादिलक्षणेन लेखनादिकं च योगबीजम् ।।२१-१५।। શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ભવોદ્વેગ, શુદ્ધ ઔષધાદિ પ્રદાનનો અભિગ્રહ અને વિધિપૂર્વક સિદ્ધાંતને આશ્રયીને લેખન વગેરે કરવું...” - એ યોગનાં બીજ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, અનંતોપકારી શ્રી તીર્થંક૨૫૨માત્માદિએ આ સંસારને અનંત દુઃખમય, દુઃખફલક અને મિત્રા બત્રીશી ૧૮૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ દુઃખપરંપરક વર્ણવ્યો છે. ભૂતકાળનાં શુભાશુભ કર્મના યોગે ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા જ કરતી હોય છે. પરંતુ કોઈ કોઈ વાર ઈષ્ટવિયોગાદિના કારણે આ સંસાર પ્રત્યે ઉદ્વેગ આવતો હોય છે. ઈષ્ટવિયોગાદિનિમિત્તક આ ભવોગને છોડીને જેમાં ઈષ્ટવિયોગાદિ નિમિત્તભૂત નથી એવો સહજ રીતે સંસારની અસારતાને સમજીને) ભવના ત્યાગની ઇચ્છા સ્વરૂપ જે ભવોગ છે ? તે યોગનું બીજ છે. નિર્દોષ-શુદ્ધ એવા ઔષધાદિ(આહાર વસ્ત્ર પાત્રાદિ) આપવા અંગે દ્રવ્યથી અભિગ્રહ કરવો... એ યોગનું બીજ છે. આ મિત્રાદષ્ટિમાં ગ્રંથિભેદ થયો ન હોવાથી મોહનીયકર્મનો ક્ષયોપશમવિશેષ પ્રાપ્ત થયેલો નથી. તેથી તે સ્વરૂપ ભાવાભિગ્રહનો અહીં સંભવ નથી. તોપણ ભાવના કારણભૂત શુદ્ધ દ્રવ્યને આશ્રયીને અહીં અભિગ્રહ હોય છે. અર્થાત્ અહીં પ્રધાન દ્રવ્યનિક્ષેપાને આશ્રયીને ઔષધાદિપ્રદાનના વિષયમાં અભિગ્રહ(નિયમ) હોય છે. ઋષિઓએ ઉપદેશેલા વચનને સિદ્ધાંત કહેવાય છે. તેને આશ્રયીને પરંતુ કામશાસ્ત્ર કે અર્થશાસ્ત્રાદિને આશ્રયીને નહિ, જે લેખનાદિ છે તે યોગનું બીજ છે. આ લેખનાદિ પણ ન્યાયથી ઉપાર્જન કરેલા ધનના સત્યયોગ(વાપરવા) દ્વારા તેમ જ ભક્તિ-બહુમાનાદિપૂર્વક વિધિથી કરવું જોઇએ. અન્યથા અવિધિપૂર્વક કરેલ લેખનાદિ સિદ્ધાંતને આશ્રયીને પણ હોય તોય તે યોગનું બીજ નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. યોગમાર્ગની આરાધના કરવાની ભાવનાવાળાએ અવિધિની ભયંકરતા બરાબર યાદ રાખવી જોઇએ. ર૧-૧પના लेखनादिकमेवाहલેખનાદિ યોગબીજ છે. ત્યાં લેખનાદિ પદાર્થને જણાવાય છે लेखना पूजना दानं, श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥२१-१६॥ लेखनेति-लेखना सत्पुस्तकेषु । पूजना पुष्पवस्त्रादिभिः । दानं पुस्तकादेः । श्रवणं व्याख्यानस्य । वाचना स्वयमेवास्य । उद्ग्रहो विधिग्रहणमस्यैव । प्रकाशना गृहीतस्य भव्येषु । अथ स्वाध्यायो वाचनादिरस्यैव । चिन्तना ग्रन्थार्थताऽस्यैव । भावनेति चैतद्गोचरैव । योगबीजम् ।।२१-१६।। લખવું (લખાવવું); પૂજા કરવી; પુસ્તકનું પ્રદાન કરવું; ગ્રંથનું શ્રવણ કરવું; વાચના લેવી, બીજાને જણાવવું; સ્વાધ્યાય કરવો; અર્થનું ચિંતન કરવું અને ભાવના કરવી: આ યોગનાં બીજ છે.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઋષિ-મહર્ષિએ પ્રરૂપેલા સિદ્ધાંતને સારાં પુસ્તકોમાં લખવા અને લખાવવાને ‘લેખના' કહેવાય છે. એ પુસ્તકોની પુષ્ય-વસ્ત્ર વગેરેથી પૂજા કરવા સ્વરૂપ પૂજના છે. પૂ. ગુરુભગવંતને જરૂર પડ્યે પુસ્તક... એક પરિશીલન ૧૮૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ વગેરે (અધ્યયનાદિ માટેનાં સાધન) આપવા સ્વરૂપ “દાન છે. પૂ. ગુરુભગવંત પાસે વ્યાખ્યાનનું શ્રવણ કરવા સ્વરૂપ શ્રવણ છે. સ્વયં વ્યાખ્યાનની વાચના લેવી, વિધિપૂર્વક તેનું ગ્રહણ કરવું અને ભવ્ય જીવોને વિશે ગ્રહણ કરેલા તે તે પદાર્થને જણાવવા... તેને અનુક્રમે “વાચના”, “ઉદ્મહ” અને “પ્રકાશના” કહેવાય છે. વ્યાખ્યાનગ્રંથની વાચના વગેરે સ્વાધ્યાય પ્રસિદ્ધ છે. ગ્રંથના અર્થને આશ્રયીને વ્યાખ્યાનની જ ચિંતના અહીં “ચિંતના' છે. અને વારંવાર તે વિષયની જ પરિભાવનાને ભાવના કહેવાય છે. આ રીતે લેખના પૂજના દાન શ્રવણ વાચના ઉધ્રહ પ્રકાશના સ્વાધ્યાય ચિંતના અને ભાવના યોગબીજ છે, જે આ પૂર્વે લેખનાદિ પદથી સૂચવ્યાં હતાં. ર૧-૧૬ll. અવાંતર યોગબીજો જ જણાવાય છે– बीजश्रुतौ परा श्रद्धान्तर्विश्रोतसिकाव्ययात् । तदुपादेयभावश्च, फलौत्सुक्यं विनाधिकः ॥२१-१७॥ बीजेति-बीजश्रुतौ योगबीजश्रवणे । परा उत्कृष्टा श्रद्धा 'इदमित्थमेव' इति प्रतिपत्तिरूपा । अन्तविश्रोतसिकायाश्चित्ताशङ्काया व्ययात् । तस्या बीजश्रुतेरुपादेयभावश्चादरपरिणामश्च । फलौत्सुक्यमभ्युदयाशंसात्वरालक्षणं विनाऽधिकोऽतिशयितो योगबीजम् ।।२१-१७।। “ચિત્તની આશંકા દૂર થવાથી યોગનાં બીજો સાંભળવામાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા જન્મે છે અને અભ્યદયાદિ ફળના ફુક્ય વિના યોગબીજશ્રવણમાં અધિક ઉપાદેયભાવ આવે છે. એ શ્રદ્ધા અને ઉપાદેયભાવ યોગબીજ છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવેલાં યોગબીજોનું શ્રવણ કરવાથી મિત્રાદષ્ટિમાં યોગીનું અજ્ઞાન દૂર થતું જાય છે. તેને લઈને ચિત્તની આશંકાઓ પણ દૂર થવાથી “આ, આ પ્રમાણે જ છે.'... ઇત્યાદિ સ્વરૂપે યોગબીજની પ્રતિપત્તિ (અભ્યપગમ-સ્વીકાર) સ્વરૂપ ઉત્કૃષ્ટ એવી શ્રદ્ધા જાગે છે. મનની શંકા દૂર થવાથી શ્રદ્ધા મજબૂત બને – એ સમજી શકાય છે. મનની શંકા જ શ્રદ્ધાને વિચલિત અને મલિન બનાવે છે. નિશ્ચલ અને નિર્મળ એવી શ્રદ્ધા યોગનું બીજ છે. યોગબીજનાં શ્રવણનો અત્યંત આદરભાવ : એ યોગનું બીજ છે. મિત્રાદષ્ટિમાં બીજશ્રુતિમાં જે પરમ ઉપાદેયભાવ-આદરભાવ હોય છે, એનું કારણ એ છે કે ત્યાં ફળની ઉત્સુકતા હોતી નથી. ગ્રંથકારશ્રીએ તેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે અભ્યદય(આ લોકમાં માનસન્માનાદિ)ની આશંસા અને ઉતાવળ(ત્વરા) સ્વરૂપ ફલૌત્સુક્ય છે. આ લોક સંબંધી કોઈ પણ ફળની ઇચ્છા; ઔત્સુક્ષ્મસ્વરૂપ હોય એ સમજી શકાય છે. તેમ જ કાર્ય કરતી વખતની ત્વરાઉતાવળ પણ ફળની ઉત્સુકતાને જણાવનારી હોય છે. આવા પ્રકારની ફલોસુકતા અહીં ન ૧૮૮ મિત્રા બત્રીશી Page #192 -------------------------------------------------------------------------- ________________ હોવાથી ખૂબ જ સ્વસ્થચિત્તે મિત્રાદષ્ટિમાં બીજશ્રુતિ, પરમ આદરપૂર્વક થાય છે. એ પણ યોગનું બીજ છે... ઇત્યાદિ બરાબર વિચારવું. ૨૧-૧૭ના મિત્રાદષ્ટિના યોગીને જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે– निमित्तं सत्प्रणामादे, भद्रमूर्तेरमुष्य च । शुभो निमित्तसंयोगोऽवञ्चकोदयतो मतः ॥२१-१८॥ निमित्तमिति-अमुष्य चानन्तरोदितलक्षणयोगिनो जीवस्य । भद्रमूर्तेः प्रियदर्शनस्य । सत्प्रणामादेर्योगबीजस्य निमित्तं शुभः प्रशस्तः । निमित्तसंयोगः सद्योगादिसम्बन्धः । सद्योगादीनामेव निःश्रेयससाधननिमित्तत्वाज्जायते । अवञ्चकोदयाद्वक्ष्यमाणसमाधिविशेषोदयात् ।।२१-१८॥ “કલ્યાણકારી જેનું સ્વરૂપ છે, એવા આ યોગીને સ...સામાદિના નિમિત્તભૂત પ્રશસ્ત સદ્યોગોનો સંયોગ; અવંચકયોગના ઉદયના કારણે પ્રાપ્ત થાય છે... - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે જેમનું સ્વરૂપ વર્ણવ્યું છે, એ મિત્રાદષ્ટિના યોગીઓ ભદ્રમૂર્તિ અર્થાત્ જોતાંની સાથે પ્રિય બનનારા એવા પ્રિયદર્શનવાળા છે. સટૂણામાદિસ્વરૂપ યોગનાં બીજોને પ્રાપ્ત કર્યા પછી તેના કારણભૂત સદ્યોગાદિના સંબંધને તેઓ પ્રાપ્ત કરે છે. મોક્ષનાં સાધનોની પ્રાપ્તિમાં સદ્યોગાદિ જ નિમિત્ત છે. અને એ સદ્યોગ અને એના આશ્રયભૂત સદ્યોગીઓના કારણે આત્મા સ...સામાદિને કરી શકે છે. મુમુક્ષુ આત્માઓને આ સદ્યોગાદિ સ્વરૂપ નિમિત્તનો સંયોગ પ્રશસ્તરૂપ બને છે અને તેની પ્રાપ્તિ અવંચકયોગના આવિર્ભાવથી થાય છે. સમાધિવિશેષસ્વરૂપ એ યોગનું વર્ણન હવે પછી કરવામાં આવશે. સટૂણામાદિ (શુદ્ધપ્રણામાદિ) યોગનાં બીજ છે. એ કરવા માટે સદ્યોગાદિનો સંયોગ(સંબંધી આવશ્યક છે અને તે અવંચકયોગના આવિર્ભાવથી પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ યાદ રાખવું. ર૧-૧૮ અવંચકયોગનું સ્વરૂપાદિ જણાવાય છે योगक्रियाफलाख्यं च, साधुभ्योऽवञ्चकत्रयम् । श्रुतः समाधिरव्यक्त, इषुलक्ष्यक्रियोपमः ॥२१-१९॥ योगेति-साधुभ्यः साधूनाश्रित्य । योगक्रियाफलाख्यमवञ्चकत्रयं योगावञ्चकक्रियावञ्चकफलावञ्चकलक्षणम् । अव्यक्तः समाधिः श्रुतः, तदधिकारे पाठद् । इषुलक्ष्यक्रियोपमः शरशरव्यक्रियासदृशः । यथा शरस्य शरव्यक्रिया तदविसंवादिन्येव, अन्यथा तत्क्रियात्वायोगात्, तथा सद्योगावञ्चकादिकमपि સંઘોઘવિસંવાઘેવેતિ માવઃ ર૧- “સાધુમહાત્માને આશ્રયીને, અનુક્રમે યોગ ક્રિયા અને ફળ નામવાળા ત્રણ અવંચક્યોગ; બાણની લક્ષ્ય વધવાની ક્રિયા જેવા; અવ્યક્ત સમાધિ સ્વરૂપે પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે એક પરિશીલન ૧૮૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગાવંચક; ક્રિયાવંચક અને ફલાવંચક: આ ત્રણ પ્રકારનો અવંચક યોગ છે. યોગાદિને આશ્રયીને જેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેને યોગાવંચકાદિ યોગ કહેવાય છે. સામાન્ય રીતે યોગ, ક્રિયા અને ફળ : આ સંસારમાં આપણે પામતા જ હોઇએ છીએ. પરંતુ તે સાધુને આશ્રયીને ન હોવાથી અવંચક્યોગની પ્રાપ્તિ થતી નથી. યોગ સાધુ મહાત્માનો થવો જોઇએ. વંદનાદિ ક્રિયા તેઓશ્રીની પ્રત્યે થવી જોઈએ અને તે ક્રિયાનું ફળ પણ અવશ્ય પ્રાપ્ત થવું જોઇએ. ધર્મક્રિયા કરવાનું મન થાય ત્યારે પૂ. સાધુમહાત્માનો યોગ જ ન મળે. એવો યોગ મળે તો ગમે તે કારણે તેઓશ્રીને વંદનાદિ ન કરીએ અને કોઈ વાર કરીએ તો જેમ-તેમ કરીએ... ઇત્યાદિ કારણે વિવક્ષિત ફળથી વંચિત રહીએ - આવો અનુભવ તો આપણને પૂરતા પ્રમાણમાં છે, જેના મૂળમાં અવંચકયોગના ઉદયનો અભાવ છે. મિત્રાદેષ્ટિમાં એવું બનતું નથી. સહજપણે તેમને સદ્ગુરુનો યોગ વગેરેની પ્રાપ્તિ થાય છે. એનું કારણ અવંચક યોગનો ઉદય(આવિર્ભાવ) છે. આને જ અવ્યક્તસમાધિ કહેવાય છે. અવ્યક્તસમાધિના અધિકારમાં તેનો પાઠ હોવાથી આ ત્રણ અવંચકયોગ; અવ્યક્તસમાધિ તરીકે પ્રસિદ્ધ છે. બાણના લક્ષ્યની ક્રિયા જેવો અવિસંવાદી અવંચક યોગ છે. બાણ જેવી રીતે ચોક્કસ જ લક્ષ્ય વધે છે, અન્યથા લક્ષ્ય વીંધાય જ નહિ તો તે બાણની ક્રિયા ગણાય જ નહિ તેમ સદ્યોગાવંચકાદિ યોગ પણ સદ્ગુરુયોગાદિને અવશ્ય પ્રાપ્ત કરાવનાર હોવાથી અવિસંવાદી જ છે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. //ર૧-૧લા સ-સામાદિનું અંતરંગ જ કારણ છે, તે જણાવાય છે– हेतुरत्रान्तरङ्गश्च, तथा भावमलाल्पता । ज्योत्स्नादाविव रत्नादिमलापगम उच्यते ॥२१-२०॥ हेतुरिति-अत्र सत्प्रणामादौ । अन्तरङ्गश्च हेतुः । तथा भावमलस्य कर्मसम्बन्धयोग्यतालक्षणस्याल्पता । ज्योत्स्नादाविव रलकान्त्यादाविव रत्नादिमलापगम उच्यते । तत्र मृत्पुटपाकादीनामिवात्र સદ્યો વીનાં નિમિત્તત્વેર્નવોપયો વિતિ ભાવઃ ર૧-૨૦|ી. આશય એ છે કે સત્પણામાદિનું નિમિત્ત; અવંચક યોગના આવિર્ભાવથી પ્રાપ્ત થનાર સોગાદિ છે, તે બાહ્ય કારણ છે. પરંતુ અવંચકયોગ આત્મપરિણામસ્વરૂપ હોવાથી તેના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનાર આત્મપરિણામ કયો છે કે જે સત્યભામાદિનું અંતરંગ નિમિત્ત છે... આ પ્રશ્નનું સમાધાન આ વસમા શ્લોકથી કરાય છે. ૧૯૦ મિત્રા બત્રીશી Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે આ સત્પણામાદિમાં અંતરંગ - મુખ્ય હેતુ; ભાવમલ અર્થાત્ કર્મના સંબંધ માટેની યોગ્યતા સ્વરૂપ ભાવમલની અલ્પતા છે. રત્નના મલનો અપગમ થવાથી જેમ રત્નની કાંતિ પ્રગટે છે તેમ અહીં પણ કર્મબંધ માટેની યોગ્યતાનો હ્રાસ થવાથી સત્કામાદિ સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. રત્નની કાંતિને પ્રગટ કરવા જેમ ક્ષાર આપીને અગ્નિનો તાપ આપવો પડે છે. તેમ અહીં પણ મૃત્યુટપાકાદિતુલ્ય સદ્યોગાદિ સસામાદિની પ્રત્યે નિમિત્તરૂપે જ ઉપયોગી બને છે. જ્યાં સુધી મળનો વિગમ થાય નહિ ત્યાં સુધી સ્વભાવસિદ્ધ કાંતિનો આવિર્ભાવ નહીં થાય - એ સમજી શકાય છે. બાહ્ય નિમિત્તો પણ અંતરંગ મળના પ્રક્ષાલન દ્વારા જ સ્વભાવના આવિર્ભાવ માટે ઉપયોગી બને છે, અન્યથા બાહ્ય નિમિત્તોનો ખાસ કોઇ ઉપયોગ રહેતો નથી. ર૧-૨ના ઉપર જણાવેલ અંતરંગ હેતુના સમર્થન માટે વ્યતિરેકમુખે જણાવાય છે. અર્થાત્ હેતુની ઉપસ્થિતિમાં કાર્યનું સત્ત્વ જણાવીને હવે કાર્યના અભાવમાં તે હેતુનો અભાવ છે – એ જણાવાયછે– सत्सु सत्त्वधियं हन्त, मले तीव्र लभेत कः । अगुल्या न स्पृशेत् पङ्गुः, शाखां सुमहतस्तरोः ॥२१-२१॥ सत्स्विति-सत्सु साधुषु सत्त्वधियं साधुत्वबुद्धिं हन्त तीव्र प्रबले मले कर्मबन्धयोग्यतालक्षणे सति को लभेत ? ततो लाभशक्तेरयोगान्न कोऽपीत्यर्थः । अङ्गुल्या पङ्गुः सुमहतस्तरोः शाखां न स्पृशेत्, तत्प्राप्तिनिमित्तस्योच्चत्वस्यारोहशक्तेर्वाऽभावात्, तद्वत्प्रकृतेऽपि भावनीयम् ।।२१-२१॥ શ્લોકાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે કર્મબંધની યોગ્યતા સ્વરૂપ મળ તીવ્ર હોય તો સાધુઓને વિશે સાધુત્વબુદ્ધિ કોણ પ્રાપ્ત કરે ? કારણ કે તાદેશ બુદ્ધિના લાભ માટેની શક્તિ તીવ્રમલની વિદ્યમાનતામાં હોતી નથી. તેથી તે વખતે કોઈને પણ એવી બુદ્ધિનો લાભ થાય નહીં. આ વાતનું સમર્થન કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંતનો ઉપન્યાસ કર્યો છે. | સુવિશાલ(અતિશય ઉન્નત) વૃક્ષની શાખાને કોઈ પાંગળો માણસ પોતાની આંગળીથી સ્પર્શ નહીં કરે. કારણ કે તે શાખા સુધી પહોંચવા માટે જે ઊંચાઈ જોઈએ તે પંગમાં નથી. અથવા વૃક્ષ ઉપર ચઢવા માટેની શક્તિ પંગમાં નથી. વૃક્ષ નાનું હોય, તેના થડને અડકવું હોય, અથવા તેની શાખાને લાકડી વગેરેથી અડકવું હોય તો હજી પંગુ માણસ માટે એ કથંચિત્ શક્ય છે. પરંતુ સુમહાન વૃક્ષની શાખાને પોતાની આંગળીથી અડકવાનું હોય તો કોઇ પણ રીતે એ પંગુ માણસ માટે તો શક્ય નથી. આવી જ રીતે પ્રકૃતમાં(ચાલુ વિષયમાં) પણ સમજી લેવું જોઈએ. કર્મબંધની યોગ્યતા સ્વરૂપ મલની તીવ્રતા હોય તો કોઈને પણ કોઈ પણ રીતે સાધુમહાત્માને વિશે સાધુત્વની બુદ્ધિ નહિ થાય... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૧-૨૧ એક પરિશીલન ૧૯૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ અધિકૃત વસ્તુના સમર્થન માટે અન્વયની પ્રધાનતાએ દષ્ટાંત જણાવાય છે– ___ वीक्ष्यते स्वल्परोगस्य, चेष्टा चेष्टार्थसिद्धये । स्वल्पकर्ममलस्यापि, तथा प्रकृतकर्मणि ॥२१-२२॥ वीक्ष्यत इति-स्वल्परोगस्य मन्दव्याधेश्चेष्टा राजसेवादिप्रवृत्तिलक्षणा चेष्टार्थस्य कुटुम्बपालनादिलक्षणस्य सिद्धये निष्पत्तये वीक्ष्यते । न तु तीव्ररोगस्येव प्रत्यपायाय । स्वल्पकर्ममलस्यापि पुंसस्तथा प्रकृतकर्मणि योगबीजोपादानलक्षणे । ईशस्यैव स्वप्रतिपन्ननिर्वाहक्षमत्वात् ।।२१-२२।। આ પૂર્વે એકવીસમા શ્લોકથી એ સમજાવ્યું કે તીવ્રમલ હોય તો સાધુઓને વિશે સાધુપણાની બુદ્ધિ નહીં જ થાય. હવે આ શ્લોકથી સ્વલ્પમલ હોય તો યોગબીજનું ઉપાદાન થઈ શકે છે: એ અન્વયદષ્ટાંતથી જણાવાય છે. “સ્વલ્પ રોગવાળા માણસની ચેષ્ટા ઈષ્ટાર્થની સિદ્ધિ માટે થાય છે એમ જોવા મળે છે - તેમ સ્વલ્પકર્મમલ હોતે છતે પ્રકૃતકર્મમાં પણ સમજવું.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે જેઓ સર્વથા રોગરહિત ન હોય પણ મંદવ્યાધિવાળા હોય તો ય તેઓની રાજાની નોકરી વગેરે કરવા સ્વરૂપ ચેષ્ટા, પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા સ્વરૂપ ઇષ્ટની સિદ્ધિ માટે થાય છે. પરંતુ તીવ્રરોગીની જેમ પ્રત્યપાય માટે થતી નથી. તીવ્રરોગવાળા માણસો નોકરી-ધંધે જાય તો ઉપરથી પોતાનું આરોગ્ય વધારે બગડવાથી પોતાના કુટુંબના ભરણ-પોષણની વાત તો દૂર રહી પરંતુ પોતાની સારવાર કરાવવાનો જ પ્રસંગ આવે. સર્વથા રોગરહિત હોય તો તો સારું જ છે. પરંતુ એવું તો બધાને માટે ન જ બને. એથી અલ્પવ્યાધિવાળાની ચેષ્ટા પ્રત્યપાયનું કારણ બન્યા વિના જેમ ઈષ્ટસિદ્ધિનું કારણ બને છે. તેમ અહીં પણ જેઓ અલ્પકર્મમલ - (કર્મબંધયોગ્યતાસ્વરૂપ મલ)વાળા જીવો યોગબીજોના પ્રહણ સ્વરૂપ કર્મ(કાય) માટે યોગ્ય છે. તેઓની એ પ્રવૃત્તિ ઈષ્ટસિદ્ધિ માટે થાય છે. અલ્પકર્મમલવાળા આત્માઓ જ પોતે સ્વીકારેલાં યોગબીજોનો નિર્વાહ કરવા માટે સમર્થ બને છે.. ઇત્યાદિ વિચારવું. ૨૧-૨રા ઉપર જણાવ્યા મુજબની યોગબીજોપાદાનાદિની બધી અવસ્થા જયારે પ્રાપ્ત થાય છે; તે જણાવાય છે यथाप्रवृत्तकरणे, चरमे चेदृशी स्थितिः । તાતો પૂર્વમવેમપૂર્વાસત્તિતો વિવું 1ર9-૨રૂા. यथेति-यथाप्रवृत्तकरणे चरमे पर्यन्तवर्तिनि च । ईदृशी योगबीजोपादाननिमित्ताऽल्पकर्मत्वनियामिका । स्थितिः स्वभावव्यवस्था । अपूर्वस्यापूर्वकरणस्यासत्तितः सन्निधानात्फलव्यभिचारायोगाद् । ૧૯૨ મિત્રા બત્રીશી Page #196 -------------------------------------------------------------------------- ________________ इदं चरमं यथाप्रवृत्तिकरणं । तत्त्वतः परमार्थतः । अपूर्वमेव विदुर्जानते योगविदः । यत उक्तम-“अपूर्वासन्नભાવેન વ્યfમવારવિયોતિઃ | તત્ત્વતોડપૂર્વમવેનિતિ યોોિ વિદુ: Iકા” ર૧-૨રૂા. “આવા પ્રકારની સ્થિતિ છેલ્લા યથાપ્રવૃત્તિ-કરણ'ના કાળમાં હોય છે. અપૂર્વકરણની નિકટમાં હોવાથી વાસ્તવિક રીતે આ ચરમયથાપ્રવૃત્તિકરણ; અપૂર્વ છે – આ પ્રમાણે યોગના જાણકારો જાણે છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, આવા પ્રકારની અવસ્થા અર્થાત્ યોગનાં બીજોનાં ગ્રહણમાં નિમિત્તભૂત અને જીવની કર્માલ્પતાની નિયામક એવી આ અવસ્થા ભવના છેડે થનાર છેલ્લા યથાપ્રવૃત્તકરણના કાળ દરમ્યાન હોય છે. ચરમયથાપ્રવૃત્તકરણ (શુદ્ધયથાપ્રવૃત્તકરણ); આત્માનો પરિણામવિશેષ છે. ગ્રંથિને ઓળખવાનું અહીં શક્ય બને છે. આત્માની આ અવસ્થા-સ્થિતિ, સ્વભાવ-વ્યવસ્થા સ્વરૂપ છે. સર્વથા કર્મરહિત શુદ્ધ સ્વરૂપ આત્માનો સ્વભાવ કર્માલ્યતાના કારણે અંશતઃ આવિર્ભત થતો હોય છે. આ ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નિકટ હોય છે. તેથી ચોક્કસ ફળપ્રદ બને છે. અર્થાત્ તેથી ફળની પ્રત્યે વ્યભિચાર આવતો નથી. આથી જ આ છેલ્લા યથાપ્રવૃત્તકરણને યોગના જાણકારો અપૂર્વજ તરીકે જાણે છે. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નં. ૩૯ થી ફરમાવ્યું છે કે – “અપૂર્વકરણની નિકટ હોવાથી વ્યભિચારનો અભાવ થવાના કારણે; આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ તાત્ત્વિક રીતે અપૂર્વ છે – એ પ્રમાણે યોગના જાણકારો કહે છે.” ૨૧-૨૩ અનાદિકાળથી જીવને જે પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ હતી તે તો નામમાત્રથી જ હતી. પરંતુ હવે આ મિત્રાદેષ્ટિમાં જે પ્રથમ ગુણસ્થાનક છે, તે તેના અર્થને અનુકૂળ છે - એ જણાવાય છે प्रवर्तते गुणस्थानपदं मिथ्यादृशीह यत् । अन्वर्थयोजना नूनमस्यां तस्योपपद्यते ॥२१-२४॥ प्रवर्तत इति-यदिह जिनप्रवचने गुणस्थानपदं मिथ्यादृशि मिथ्यादृष्टौ पुंसि प्रवर्ततेऽस्खलवृत्तियोगविषयीभवति । तस्य गुणस्थानपदस्य । नूनं निश्चितम् । अस्यां मित्रायां दृष्टौ । अन्वर्थयोजना योगार्थघटना । उपपद्यते । सत्प्रणामादियोगबीजोपादानगुणभाजनत्वस्यास्यामेवोपपत्तेः । तदुक्तं हरिभद्रसूरिभिः-“प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥१॥" રૂતિ રિ-૨૪ના જે અહીં મિથ્યાષ્ટિને વિશે “ગુણસ્થાનક પદની પ્રવૃત્તિ થાય છે, તેના અર્થની સંગતિ આ મિત્રાદષ્ટિમાં ચોક્કસપણે ઉપપન્ન બને છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનમાં, પ્રથમ ગુણસ્થાનક મિથ્યાષ્ટિ આત્માને હોય છે. આ રીતે મિથ્યાષ્ટિ આત્મામાં “પ્રથમ ગુણસ્થાનક' પદનો પ્રયોગ (વ્યવહાર) એક પરિશીલન ૧૯૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ કરાય છે. એ પદના અર્થને મિથ્યાદષ્ટિ આત્મામાં ઘટાવવાનું મિત્રાદષ્ટિની અવસ્થામાં જ શક્ય બને છે. કારણ કે એ અવસ્થામાં સત્યભામાદિ સ્વરૂપ યોગીજોને ગ્રહણ કરવા સ્વરૂપ ગુણોના ભાજન, તે આત્માઓ બને છે. તેથી “ગુણસ્થાનક' શબ્દનો અર્થ ત્યારે જ પ્રાપ્ત થાય છે. એ પૂર્વે તો “ગુણસ્થાનક પદનો પ્રયોગ થતો હતો પરંતુ ત્યારે મિથ્યાષ્ટિમાં ગુણ ન હતા. અર્થાત્ એ વખતે અર્થનિરપેક્ષ (અન્વર્થરહિતપણે) જ મિથ્યાદષ્ટિ આત્મામાં “ગુણસ્થાનક' પદનો પ્રયોગ કરાતો હતો. તેથી ત્યાં અન્વર્યયોજના અનુપપન્ન હતી. ઉપર જણાવેલી વિગત જણાવતાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૪૦) ફરમાવ્યું છે કે – મિથ્યાદષ્ટિ નામનું જે પ્રથમ ગુણસ્થાનક છે તે સામાન્યથી જ આગમમાં વર્ણવ્યું છે. મિત્રાદષ્ટિની તો તે અવસ્થામાં (મિથ્યાત્વાવસ્થામાં) પ્રથમ ગુણસ્થાનકપણું મુખ્ય - ઉપચારરહિતપણે હોય છે. કારણ કે આ અવસ્થામાં ઉપર જણાવ્યા મુજબ સત્પણામાદિ યોગબીજો સ્વરૂપ ગુણો હોવાથી “ગુણસ્થાનક'પદના અર્થનું અનુસરણ છે. અર્થાત્ નાનાં શાનમતિ ગુણસ્થાન (ગુણોનું સ્થાન - એ ગુણસ્થાન) - આ વ્યુત્પત્યર્થ ઘટે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૧-૨૪ો. પ્રકારતરથી ઉક્ત વસ્તુનું જ સમર્થન કરાય છે– व्यक्तमिथ्यात्वधीप्राप्तिरप्यन्यत्रेयमुच्यते । घने मले विशेषस्तु, व्यक्ताव्यक्तधियो र्नु कः ॥२१-२५॥ व्यक्तेति-अन्यत्र ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्ति मिथ्यात्वगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वेन । इयं मित्रा दृष्टिरेवोच्यते । व्यक्तत्वेन तत्रास्या एव ग्रहणात् । घने तीवे मले तु सति । नु इति वितर्के । व्यक्ताव्यक्तयोर्धियोः को विशेषः ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युतातिदुष्टत्वान्न कथञ्चिद्गुणस्थानत्वनिबन्धनत्वमिति भावः । विचित्रतया निगमस्य बहुभेदत्वात् तद्भेदविशेषाश्रयणेन वाऽन्यत्र तथाभिधानमिति परिभावनीयं सूरिभिः ।।२१-२५।। “બીજા ગ્રંથમાં પ્રથમ ગુણસ્થાનક પદના વ્યવહારનું(પ્રવૃત્તિનું) નિમિત્ત તરીકે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિને જણાવાય છે. તે વસ્તુતઃ આ મિત્રાદષ્ટિ જ છે. કારણ કે તીવ્ર મળ હોય તો વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ અને અવ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ એ બેમાં કયો વિશેષ છે? (અર્થાત કોઈ વિશેષ નથી)-” આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મિત્રાદેષ્ટિમાં કર્મની અલ્પતા હોવાથી તેને લઈને ત્યાં મિથ્યાષ્ટિગુણસ્થાને પ્રથમ ગુણસ્થાન પદનો મુખ્ય-ઉપચારરહિતપણે વ્યવહાર થાય છે. એ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયમાં તેમ જ તેને અનુસરીને અહીં પણ જણાવ્યું છે. ૧૯૪ મિત્રા બત્રીશી Page #198 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ગ્રંથાંતરમાં મિથ્યાષ્ટિ નામના ગુણસ્થાનકે પ્રથમ ગુણસ્થાનક તરીકે જે મુખ્ય વ્યવહાર થાય છે તેમાં નિમિત્ત તરીકે અર્થાત્ તે શબ્દના પ્રવૃત્તિનિમિત્ત તરીકે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિને જણાવી છે. તે વસ્તુતઃ મિત્રાદષ્ટિ જ છે. વ્યક્તિ મિથ્યાષ્ટિ(મિથ્યાત્વ)રૂપે ત્યાં મિત્રાદૃષ્ટિનું જ ગ્રહણ કર્યું છે. તીવ્ર કર્મમળ હોતે છતે વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ અને અવ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ - એ બન્નેમાં કયો વિશેષ છે? અર્થાત્ એ બંન્નેમાં કોઈ ફરક પડતો નથી. ઉપરથી દુષ્ટ એવી વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિ; અવ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની અપેક્ષાએ અત્યંત દુષ્ટ છે. તેથી તે કોઈ પણ રીતે તીવ્ર કર્મમળની વિદ્યમાનતામાં ગુણસ્થાનત્વનું કારણ નહીં બની શકે - એ સમજી શકાય છે. જો આ રીતે “ગુણસ્થાનક'પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે મિત્રાદષ્ટિપ્રયોજક કર્મમળની અલ્પતા જ હોય તો તે પ્રમાણે અન્યત્ર પણ જણાવવું જોઇએ ને? વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની પ્રાપ્તિને તે પ્રમાણે જણાવવાનું બરાબર તો ન ગણાય ને? ઇત્યાદિ શંકાનું સમાધાન કરાય છે. વિચિત્રતા નિલામી... ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે નૈગમનય વિચિત્ર છે. અનેક રીતે વસ્તુનું સ્વરૂપ જણાવવામાં તત્પર એવા તેના ઘણા પ્રકાર છે. તેના પ્રકાર-વિશેષને આશ્રયીને અન્યત્ર વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને ગુણસ્થાનકપદપ્રવૃત્તિનિમિત્ત તરીકે જણાવી છે... ઈત્યાદિ વિદ્વાનોએ વિચારવું જોઇએ. વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિને તે તે ગ્રંથમાં મિથ્યાત્વગુણસ્થાનપદપ્રવૃત્તિનિમિત્ત સ્વરૂપે જે વર્ણવી છે, ત્યાં મિત્રાદષ્ટિને ઉદ્દેશીને જ વર્ણન છે. અથવા નૈગમનયને અનુસરીને ગ્રંથકારે પ્રકારતરથી ત્યાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિના નિમિત્તનું વર્ણન કર્યું છે... એટલે પ્રકૃતિ વાતમાં બંન્ને રીતે પણ વિરોધ નથી. ર૧-૨પા મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થનારાં યોગનાં બીજોનું વિસ્તારથી વર્ણન પૂર્ણ કરીને હવે યોગના અંગભૂત પ્રથમ અંગસ્વરૂપ યમને આશ્રયીને જણાવાય છે– यमः सद्योगमूलस्तु, रुचिवृद्धिनिबन्धनम् । શુવા પક્ષદિતીયાયા, યોજાશક્તમસો યથા ર૦-રદા उत्कर्षादपकर्षाच्च शुद्ध्यशुद्ध्योरयं गुणः । મિત્રાયામપુનર્વત્થાન, વર્ગનાં સમ્રવર્તતે ર૧-૨૭ના “શુક્લપક્ષની બીજના ચંદ્રમાના યોગની જેમ સદ્યોગ જેનું મૂળ છે એવો યમ (પાંચ મહાવ્રતો...) રુચિની વૃદ્ધિનું કારણ છે. શુદ્ધિના ઉત્કર્ષથી અને અશુદ્ધિના અપકર્ષથી મિત્રાદષ્ટિમાં કર્મનો ફરીથી બંધ ન થવાના કારણે એ ગુણ(યમસ્વરૂપ યોગાંગ) પ્રવર્તે છે.” - આ પ્રમાણે છવ્વીસમા અને સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. છવ્વીસથી બત્રીસમા શ્લોક સુધીના સાત શ્લોકો સુગમ છે, એમ જણાવીને ગ્રંથકાર પરમર્ષિએ તેની ઉપર ટીકાની રચના કરી નથી. એક પરિશીલન ૧૯૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ આ પૂર્વે; મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થનાર યોગના અંગ તરીકે યમની વાત જણાવી હતી. મુખ્યપણે પાતંજલદર્શનને આશ્રયીને એ વાત જણાવી હતી. સ્વદર્શનને આશ્રયીને એ વિષયમાં અહીં થોડો વિચાર કરી લેવો છે. યોગની પરિભાષામાં પાંચ મહાવ્રતોને યમ તરીકે વર્ણવાય છે. મહાવ્રતોના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો સમજાશે કે યોગની પૂર્વસેવાને પામ્યા વિના યમ”ની પ્રાપ્તિ શક્ય નથી. યોગ્યતા વિના કોઈ વાર એ મહાવ્રતોની પ્રાપ્તિ થઈ જાય તો ય તે તેના વિવક્ષિત ફળ સુધી લઈ જવા સમર્થ બનતી નથી. તેથી કથંચિ એ પ્રાપ્તિ પણ અપ્રાપ્તિતુલ્ય જ બની રહેતી હોય છે. યોગની પૂર્વસેવા (ગુરુદેવાદિ-પૂજન, સદાચાર, તપ અને મુક્તશ્લેષ) સ્વરૂપ સદ્યોગ, યમનું મૂળ છે. અને યમ સમ્યગ્દર્શનસ્વરૂપ તત્ત્વચિની વૃદ્ધિનું નિબંધન (કારણ) છે. શુક્લપક્ષની દ્વિતીયાનો ચંદ્ર ખૂબ જ અલ્પ સમય અને અલ્પપ્રમાણવાળો હોય છે. પરંતુ દિનપ્રતિદિન સમય અને પ્રમાણથી વૃદ્ધિને પ્રાપ્ત કરતાં કરતાં સમસ્ત કલાઓથી પૂર્ણકલાવાળો બને છે. એમાં મૂળભૂત કારણ દ્વિતીયાનો ચંદ્ર છે. એવી જ રીતે અહીં પણ યમસ્વરૂપ યોગાંગ દ્વિતીયાના ચંદ્ર જેવો છે, જે અનુક્રમે આઠમી દષ્ટિ સુધી જીવને લઇ જાય છે. મિત્રાદષ્ટિમાં આ યમસ્વરૂપ ગુણ; કર્મની અપુનબંધાવસ્થાના કારણે પ્રવર્તે છે. અત્યાર સુધી જીવને તથાસ્વભાવાદિના કારણે મિથ્યાત્વમોહનીયાદિ કર્મનો ઉત્કૃષ્ટ બંધ ચાલુ હતો. પરંતુ એવો ઉત્કૃષ્ટ કર્મબંધ હવે બાકીના કાળમાં ક્યારેય થવાનો ન હોવાથી એ ગુણ પ્રવર્તે છે. આ સ્થિતિ શુદ્ધિના ઉત્કર્ષથી અને અશુદ્ધિના અપકર્ષથી પ્રાપ્ત થાય છે. સામાન્યથી ઘાતકર્મમલના વિગમથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને અશુદ્ધિ, ઘાતિકર્મના સંબંધથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ ઘાતિકર્મોનો વિગમ થતો જાય છે તેમ તેમ શુદ્ધિનો પ્રકર્ષ(ઉત્કર્ષ) પ્રાપ્ત થાય છે અને અશુદ્ધિનો અપકર્ષ થતો હોય છે. એ માટે યોગની પૂર્વસેવા સ્વરૂપ સદ્યોગ ખૂબ જ ઉત્કટ સાધન છે. એ સાધનની ઉપેક્ષા કરવાથી યોગદષ્ટિને પામવાનું શક્ય નહીં બને. ર૧-૨૬, ૨૭ળા સપુરુષોના યોગથી જેમ મિત્રાદેષ્ટિમાં ગુણની પ્રાપ્તિ થાય છે. તેમ કોઇ વાર પાપમિત્રોના યોગે ગુણાભાસ પણ હોય છે – એ જણાવીને તેની હેયતા જણાવાય છે– गुणाभासस्त्वकल्याणमित्रयोगेन कश्चन । નિવૃત્તી ઇત્વેનાચ્ચત્તરશ્વરન્નિમ: f/ર૦-૨૮ “આગ્રહની નિવૃત્તિ થયેલી ન હોવાથી આંતરિક તાવ જેવો ગુણાભાસ; કોઈ વાર અકલ્યાણમિત્રના યોગે મિત્રાદષ્ટિમાં હોય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મિત્રાદષ્ટિમાં આમ તો સરુના યોગે, અત્યાર સુધીનો જે કદાગ્રહ હતો તે ઘટતો જાય છે. પરંતુ એની નિવૃત્તિ સંપૂર્ણપણે અહીં થયેલી નથી. બાહ્ય રીતે તાવ ન હોય, પણ એ જેમ અંદર હોય છે; તેમ આ દૃષ્ટિમાં બાહ્યદષ્ટિએ આગ્રહ ન જણાતો હોય તો ૧૯૬ મિત્રા બત્રીશી Page #200 -------------------------------------------------------------------------- ________________ પણ આંતરિક તાવ જેવો આગ્રહ હોવાથી કોઈ વાર અકલ્યાણમિત્રના સંગથી (અસદ્યોગથી) ગુણાભાસ પણ સંભવે છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ દૃષ્ટિમાં સદ્ગુરુદેવશ્રીના સદ્યોગથી ગુણની પ્રાપ્તિ થવાનો આરંભ થયેલો હોવા છતાં અત્યંતર જવરની જેમ આગ્રહ હોવાથી અકલ્યાણમિત્રના યોગથી(અસના યોગથી) ગુણના બદલે ગુણાભાસની પ્રાપ્તિ થાય છે. સદ્દગુરુનો યોગ થયા પછી પણ પૂર્વના પ્રબળ પરિચયાદિના કારણે કોઈ વાર અસનો(અકલ્યાણમિત્રનો) યોગ થવાથી મોક્ષના સાધનભૂત ગુણો ગુણાભાસમાં પરિણમતા હોય છે. આવા વખતે વર્ષોનો પરિચય છોડી દેવાનું લગભગ શક્ય બનતું નથી. અકલ્યાણમિત્રો આપણને જે રીતે નુકસાન પહોંચાડે છે, એનો ખ્યાલ આવ્યા પછી પણ એનાથી દૂર રહેવાનું ઘણું જ કપરું કામ છે. અનાદિનો આગ્રહ તો છે જ અને એમાં આ અકલ્યાણમિત્રોનો યોગ મળે. પછી તો આપણા હાથમાં કશું જ રહેતું નથી. અંદર તાવ હોય અને અપથ્યાદિનો યોગ મળે તો દર્દીનું શું થાય - એ આપણને ખ્યાલમાં છે જ. ત્યાં અપથ્યથી દૂર રહી શકનારા પણ અહીં અકલ્યાણમિત્રોથી દૂર રહી શકતા નથી. યોગના અર્થી જીવો એ કામ કરી શકે તો સિદ્ધિનો અદ્ધભાગ સિદ્ધ થઈ ગયો છે - એમ કહી શકાય. મોક્ષમાર્ગની સાધનામાં વિનોને દૂર કરવાની વાતો કરવાના બદલે એ વિદ્ગો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. કલ્યાણમિત્રો વિપ્નો ઉપર વિજય પ્રાપ્ત કરાવનારા છે. અકલ્યાણમિત્રો વિઘ્નોને દૂર કરવા પ્રયત્ન કરાવનારા છે. સ્થિરચિત્તે જો એનો વિચાર કરીએ તો એ બેમાં ઘણો મોટો ફરક જણાશે. મિત્રાદષ્ટિને પામ્યા પછી પણ તારાદિ દષ્ટિઓને પ્રાપ્ત કરવામાં જે વિલંબાદિ થાય છે – એનું પ્રધાન કારણ આ અકલ્યાણમિત્રનો યોગ છે. દેવ અને ગુરુના યોગમાં પણ અકલ્યાણમિત્રોનો યોગ આપણને કેટલો ગમે છે - એનો વિચાર કરવો ખૂબ જ આવશ્યક છે. દેવ અને ગુરુના સદ્યોગને સર્વથા નિરર્થક બનાવવાનું મુખ્ય કામ જ અકલ્યાણમિત્રના યોગનું છે. ૨૧-૨૮ મિત્રાદેષ્ટિમાં આગ્રહને લઈને અકલ્યાણમિત્રના યોગે ગુણાભાસ હોય છે - એ વાત દષ્ટાંતથી જણાવાય છે– मुग्धः सद्योगतो धत्ते, गुणं दोषं विपर्ययात् । स्फटिको नु विधत्ते हि, शोणश्यामसुमत्विषम् ॥२१-२९॥ “સદ્યોગથી મુગ્ધ જીવો ગુણને ધારણ કરે છે અને અસહ્યોગથી દોષને ધારણ કરે છે. સ્ફટિક લાલવર્ણવાળા પુષ્પના સાંનિધ્યથી લાલપુષ્પના વર્ણ જેવા વર્ગને ધારણ કરે છે અને શ્યામવર્ણના પુષ્પના સાંનિધ્યથી શ્યામવર્ણવાળા પુષ્પના વર્ણ જેવા વર્ગને ધારણ કરે છે.” - એક પરિશીલન ૧૯૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વિવેકવિશેષથી રહિત એવા મુગ્ધ જીવોને કલ્યાણમિત્ર વગેરે સપુરુષોનો યોગ પ્રાપ્ત થાય તો તેઓ વિશિષ્ટ વિવેકાદિ ગુણને ધારણ કરનારા બને છે. તેના વિપર્યયથી એટલે કે અકલ્યાણમિત્રો.. વગેરે અસપુરુષોનો યોગ પ્રાપ્ત થાય તો અવિવેકાદિ દોષને ધારણ કરે છે. લાલ અને કાળા વર્ણવાળા પુષ્પના સાંનિધ્યથી સ્ફટિક જેમ લાલાશ અને કાળાશને ધારણ કરે છે તેમ મુગ્ધ જીવોની પણ તે તે અવસ્થા સમજી શકાય છે. મિત્રાદષ્ટિને પામેલા જીવો સામાન્યથી મુગ્ધ હોય છે. પ્રબુદ્ધ હોતા નથી; કે જેથી સ્વયં વિવેકી બની ગુણ-દોષને ધારણ કરે કે પરિહરે. સદસદ્યોગના કારણે તેઓને સામાન્યથી ગુણ અને દોષની પ્રાપ્તિ થતી હોય છે. મુખ્ય રીતે મિત્રાદષ્ટિમાં સદ્યોગનું મહત્ત્વ ઘણું છે. એ સદ્યોગથી જ મિત્રાદષ્ટિમાંથી અનુક્રમે તારાદિ દૃષ્ટિમાં જવાનું થાય છે. અન્યથા તો અસદ્યોગથી ગુણાભાસ જ નહીં, પ્રતિપાત પણ થતો હોય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૧-૨લા સંદ્યોગની મુખ્યતા દૃષ્ટાંતથી વર્ણવાય છે– यथौषधीषु पीयूषं, द्रुमेषु स्वर्दुमो यथा । गुणेष्वपि सतां योगस्तथा मुख्य इहेष्यते ॥२१-३०॥ ઔષધીઓમાં જેમ અમૃત મુખ્ય છે, વૃક્ષોને વિશે જેમ કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ ગુણોને વિશે સપુરુષોનો યોગ આ મિત્રાદષ્ટિમાં મુખ્ય મનાય છે...” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સમજી શકાય છે. ઔષધી અને વૃક્ષોમાં અનુક્રમે અમૃત અને કલ્પવૃક્ષની મુખ્યતા સુપ્રસિદ્ધ છે તેમ યોગની સાધનામાં આ મિત્રાદેષ્ટિને વિશે જે જે ગુણો પ્રાપ્ત થાય છે, તે બધામાં સત્પુરુષોનો (કલ્યાણમિત્રોનો) યોગ મુખ્ય-પ્રધાન મનાય છે. અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં લગભગ અસપુરુષોનો પરિચય આપણને થતો આવેલો. કર્મની લઘુતાએ કોઈ વાર એવો યોગ પ્રાપ્ત થયો ત્યારે તેઓની વાત ગમી નહીં. તેથી પરમાર્થથી તો સપુરુષોનો યોગ પ્રાપ્ત થયો ન હતો. મિત્રાદષ્ટિમાં આ સદ્યોગ અનેકાનેક ગુણોની પ્રાપ્તિનું કારણ બનવાથી તે બધા ગુણોમાં પણ મુખ્ય મનાય છે. અનાદિકાળની અજ્ઞાનદશાને દૂર કરી બોધનો પ્રારંભ કરાવનાર આ સંયોગ છે. યોગદષ્ટિઓના વિકાસમાં સદ્યોગનું જે મહત્ત્વ છે એ અહીં સમજી લેવું જોઇએ. આજે લગભગ એની ઉપેક્ષા કરાય છે. પરમ કલ્યાણમિત્ર એવા સદ્ગુરુનો યોગ પણ કેટલો ગમે છે એ એક પ્રશ્ન છે, જેનો પ્રામાણિકપણે જવાબ આપવાનું પણ શક્ય નથી. યોગની દૃષ્ટિ તરફ દષ્ટિ હોય તો જ સદ્યોગનું મહત્ત્વ સમજી શકાશે. અન્યથા એની ઉપેક્ષા થવાની જ છે. મોક્ષસાધક યોગ પણ મોક્ષની ઇચ્છા વિના મોક્ષસાધક બનતા નથી. સદગુરુના યોગથી મોક્ષની ઇચ્છા આવિર્ભાવ પામે છે. ૨૧-૩ના ૧૯૮ મિત્રા બત્રીશી Page #202 -------------------------------------------------------------------------- ________________ સદ્યોગની મહત્તા જ વર્ણવાય છે– विनैनं मतिमूढानां, येषां योगोत्तमस्पृहा । तेषां हन्त विना नावमुत्तितीर्षा महोदधेः ॥२१-३१॥ જે મતિમૂઢ જનોને આ સદ્યોગ વિના યોગની ઉત્તમ સ્પૃહા છે તેમને મહાસમુદ્રને નાવ વિના જ તરવાની ઇચ્છા છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેમને સમુદ્રથી તરવાની ઇચ્છા હોય અને નાવ વિના તરવાની ઇચ્છા કરે તો તે જેમ શક્ય નથી તેમ સદ્ગુરુના યોગ વિના જે જીવો ઉત્તમ એવા યોગની સ્પૃહા કરે તો તેમને કોઈ પણ રીતે યોગની પ્રાપ્તિ શક્ય નથી. સામાન્ય નદી તરવી હોય અને નાવ ન હોય તો તરવાનું શક્ય બને પણ મહાસમુદ્ર તરવો હોય અને પોતાની પાસે નાવ-સાધન ન હોય તો તે કઈ રીતે શક્ય બને ? મહાસમુદ્રથી પાર ઊતરવામાં જે મહત્ત્વ નાવનું છે, એટલું જ મહત્ત્વ, ઉત્તમ એવા યોગની પ્રાપ્તિમાં આ સદ્યોગનું છે. જેમના દર્શન માત્રથી જ આત્મા પવિત્ર બને છે, તે સત્પરુષોની સાથેનો યોગ; યોગની પ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. ભવનિતારક કલ્યાણમિત્ર એવા પરમ સદ્ગુરુદેવશ્રીની સાથે થયેલો યોગ, ઉત્તમ એવા યોગની સ્પૃહાને પૂર્ણ કરે છે. ll૧૧-૩૧l પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે– तन्मित्रायां स्थितो दृष्टौ, सद्योगेन गरीयसा । समारुह्य गुणस्थानं, परमानन्दमश्नुते ॥२१-३२॥ શિMા સરનોઠી સુના ર૭-૨૬-૨૭-૨૮-૨૬-૩૦-રૂ9-રૂરી “તેથી મિત્રાદષ્ટિમાં રહેલા જીવો શ્રેષ્ઠ એવાં સદ્યોગથી ગુણસ્થાનકને પ્રાપ્ત કરી પરમાનંદને પ્રાપ્ત કરે છે.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. અહીં યાદ રાખવું જોઈએ કે મિત્રાદષ્ટિમાં સ્થિર થયેલા આત્માને શ્રેષ્ઠ એવા સદ્યોગથી ગુણસ્થાનકે આરોહણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી આમ તો આત્માને પ્રથમ ગુણસ્થાનક તો હતું જ. પરંતુ તે ગુણહીન હતું. સદ્યોગના કારણે ગુણસંપન્ન એ ગુણસ્થાનક મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થવાથી અહીં ગુણસ્થાનકે આરોહણની શરૂઆત થાય છે. ગ્રંથિભેદ વખતના અપૂર્વકરણની નજીકની આ અવસ્થા છે. પરમકલ્યાણમિત્ર એવા સદ્દગુરુદેવશ્રીના પરિચયાદિથી ઉત્તરોત્તર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી અંતે પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવા આત્મા સમર્થ બને છે. મિત્રાદષ્ટિની આ એક અદ્ભુત વિશેષતા છે. શરીરની અંદર રહેલા તાવ જેવા આગ્રહને બહાર આવતાં અટકાવનારો સદ્યોગ છે. સદ્યોગને જાળવી લેતાં આવડે તો મિત્રાદષ્ટિમાંથી તારાદિ દષ્ટિને પામવાનું ખૂબ જ સરળ એક પરિશીલન ૧૯૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ બને છે. આપણને આજ સુધી સદ્યોગ મળ્યો ન હતો એવું નથી. પરંતુ ગમે તે કારણે તેને આપણે જાળવી ન શક્યા. શાસન ગમે અને અનુશાસન ન ગમે - આ સ્થિતિ ખરેખર જ ચિંતાજનક છે. અનુશાસનની અરુચિને લઇને જ સદ્યોગ નિરર્થક જાય છે. સદ્યોગનું સાક્ષાત્ફળ જ અનુશાસનની પ્રાપ્તિ છે. મિત્રાદૃષ્ટિને પામેલા જીવો એ અનુશાસનને પ્રાપ્ત કરી અનુક્રમે ગુણસ્થાનકે આરૂઢ થઇ પરમાનંદને પ્રાપ્ત કરનારા બને છે. અંતે ઉપર જણાવ્યા મુજબ સદ્યોગનું મહત્ત્વ સમજીને અનુશાસનને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૨૧-૩૨॥ ।। इति श्रीद्वात्रिंशद्द्द्वात्रिंशिकायां मित्राद्वात्रिंशिका ।। ૨૦૦ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ મિત્રા બત્રીશી Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનની એકમાત્ર આરાધનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ મોક્ષકલક્ષી આરાધના કરવાની ભાવના હોવા છતાં દરેક આરાધક મુમુક્ષુ આત્માને તથાભવ્યત્યાદિના યોગે આરાધનાની સામગ્રી એકસરખી મળી જતી નથી. મળેલી સામગ્રીનો શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ઉપયોગ કરી લેતાં આવડે તો ઉત્તરોત્તર વિશિષ્ટ સામગ્રીની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરી આત્માને મોક્ષપ્રાપ્તિ સરળ બને છે. આત્માના આ વિકાસક્રમની વાત યોગની આઠ દૃષ્ટિઓમાં સમાઈ છે. મિત્રાદિ દૃષ્ટિઓની અવસ્થાનું વર્ણન આરંભેલું છે. આ પૂર્વે મિત્રાબત્રીસીમાં “મિત્રા' દષ્ટિનું વર્ણન કર્યું છે. આ બત્રીસીમાં તારા, બલા અને દીપ્રા : આ ત્રણ દૃષ્ટિઓનું વર્ણન કરાય છે. બીજી “તારા'દષ્ટિમાં છાણાના અગ્નિના કણ જેવો બોધ હોય છે. યોગનાં આઠ અંગમાંથી બીજા “નિયમની પ્રાપ્તિ થાય છે. યોગના અષાદિ આઠ ગુણોમાંથી બીજા ગુણ સ્વરૂપે તત્ત્વજિજ્ઞાસાની પ્રાપ્તિ થાય છે અને યોગના અવરોધક એવા ખેદાદિ દોષોમાંથી ઉગ નામનો દોષ જાય છે. શૌચ સંતોષ સ્વાધ્યાય તપ અને ઈશ્વરનું પ્રણિધાન : આ પાંચ નિયમોનું સ્વરૂપ વર્ણવીને તેના ફળનું વર્ણન પાતંજલ યોગસૂત્રના આધારે કર્યું છે. આ દૃષ્ટિમાં અવિચ્છિન્ન (અખંડપણે) યોગકથાની પ્રીતિ થાય છે. તે એક તારાદષ્ટિની અદ્ભુત સિદ્ધિ છે. અશુભ પ્રવૃત્તિના અભાવે ભવનો ભય રહેતો નથી. પોતાના વિકલ આચરણથી ત્રાસ પામે છે. યોગીઓના વિશુદ્ધ આચરણને જોઈને આ કઈ રીતે થાય. ઇત્યાદિ પ્રકારની જિજ્ઞાસા આ દૃષ્ટિમાં થતી હોય છે અને પોતામાં પ્રજ્ઞાનો અભાવ છે એમ માનીને શિષ્ટ પુરુષોના વચનનું પ્રામાણ્ય આ દૃષ્ટિમાં બહુમાનપૂર્વક સ્વીકારાય છે. જેથી ત્રીજી બલાદષ્ટિને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અનુકૂળતા મળે છે... ઈત્યાદિનું વર્ણન નવ શ્લોક દ્વારા કરાયું છે. દશમા શ્લોકથી ત્રીજી બલાદષ્ટિનું વર્ણન કરાય છે. કાષ્ઠના અગ્નિના કણ જેવો અહીં બોધ હોય છે. આસન નામનું ત્રીજું યોગનું અંગ હોય છે. યોગના વિષયમાં ક્ષેપ નામના દોષનો અભાવ હોય છે અને યોગના ગુણમાંથી તત્ત્વશુશ્રુષા નામનો ગુણ સવિશેષ પ્રાપ્ત થાય છે, જે સાધકને ચોથી દષ્ટિએ લઈ જવા માટેનું મહત્ત્વપૂર્ણ સાધન છે. આસન, ક્ષેપાભાવ અને તત્ત્વશુશ્રુષાનું ફળ યોગસૂત્રમાં જે રીતે વર્ણવ્યું છે, તે પ્રમાણે જણાવીને પંદરમા શ્લોકથી આ દષ્ટિમાં પ્રાપ્ત થતી અનુષ્ઠાનની પુષ્ટતા જણાવી છે. સોળમા શ્લોકથી ચોથી દીપ્રાદષ્ટિનું વર્ણન શરૂ થાય છે. અહીં દીપપ્રભાસમાન બોધ હોય છે. ઉત્થાન નામના દોષનો અભાવ હોય છે. યોગના અા તરીકે પ્રાણાયામની પ્રાપ્તિ થાય છે અને તત્ત્વશ્રવણ સ્વરૂપ ગુણની પ્રાપ્તિ થતી હોય છે. એથી મધુર વાણીના સિચ્ચનથી જેમ બીજોનો એક પરિશીલન ૨૦૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ = પ્રાદુર્ભાવ થાય છે, તેમ અહીં યોગબીજોનો પ્રાદુર્ભાવ થાય છે. પ્રાણાયામનું સ્વરૂપ યોગસૂત્રમાં જણાવ્યા મુજબનું જણાવીને તેની યોગાઙતા કઇ રીતે છે - તેનું વર્ણન અહીં વિસ્તારથી કર્યું છે. તે પ્રાણાયામ યોગની સાધનામાં બધા માટે ઉપયોગી બનતો ન હોવાથી ભાવપ્રાણાયામનું અહીં વર્ણન કર્યું છે, જે યોગની સાધનામાં અનિવાર્ય એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. ન - આ દૃષ્ટિમાં ભાવપ્રાણાયામના કારણે પોતાના પ્રાણ કરતાં પણ ધર્મનું મૂલ્ય અત્યધિક છે – એ સમજાય છે. તેથી ધર્મ માટે પ્રાણનો ત્યાગ કરવાનું સત્ત્વ પ્રગટે છે... ઇત્યાદિનું વર્ણન કરીને બાવીશમા શ્લોકથી તત્ત્વશ્રવણનું ફળ વર્ણવ્યું છે. આમ છતાં અર્થાત્ તત્ત્વશ્રવણ કરવા છતાં અહીં સૂક્ષ્મબોધ પ્રાપ્ત થતો નથી. કારણ કે અહીં વેઘસંવેદ્યપદની પ્રાપ્તિ થતી નથી. સૂક્ષ્મબોધના પ્રયોજક એવા એ વેદ્યસંવેદ્યપદથી વિપરીત એવું અવેઘસંવેદ્યપદ જ આ દૃષ્ટિમાં હોય છે. આ બંને પદનું સ્પષ્ટ નિરૂપણ અહીં કરાયું છે. એના તાત્ત્વિક અને અતાત્ત્વિક સ્વરૂપને જણાવીને તેથી આત્માની જે સ્થિતિ થાય છે તેનું પણ વર્ણન અહીં વિસ્તારથી કર્યું છે. અંતે ભોગસુખમાં આસક્ત બનેલા એવા આત્માઓ આ અવેઘસંવેદ્યપદના કારણે અસત્ ચેષ્ટાઓથી પોતાના આત્માને મલિન કરે .છે એ જણાવીને અવેઘસંવેદ્યપદને જીતવાનો ઉપાય દર્શાવ્યો છે. એ મુજબ સત્સઙ્ગ અને આગમના યોગને પ્રાપ્ત કરી; દુર્ગતિપ્રદ એવા કઠોર અવેઘસંવેદ્યપદને જીતવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ ‘રત્નપુરી’ મલાડ (ઇસ્ટ) વૈ.વ.૧૦, તા. ૧૩-૦૫-૨૦૦૪ ૨૦૨ તારાદિત્રય બત્રીશી Page #206 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते तारादित्रयद्वात्रिंशिका ।। मित्रानिरूपणानन्तरं तारादित्रयं निरूपयन्नाह મિત્રાદેષ્ટિનું નિરૂપણ આ પૂર્વે કર્યું. હવે તારા, બલા અને દીપ્રા – એ ત્રણ દષ્ટિઓનું નિરૂપણ કરાય છે– तारायां तु मनाक् स्पष्टं, दर्शनं नियमाः शुभाः । अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा ॥२२-१॥ तारायामिति–तारायां पुनदृष्टौ । मनागीषत् स्पष्टं मित्रापेक्षया दर्शनं । शुभाः प्रशस्ताः । नियमा वक्ष्यमाणा इच्छादिरूपाः । तथा हितारम्भे पारलौकिकप्रशस्तानुष्ठानप्रवृत्तिलक्षणेऽनुद्वेगः । तथा तत्त्वगोचरा तत्त्वविषया जिज्ञासा ज्ञातुमिच्छा । अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यात् ।।२२-१॥ “તારાદષ્ટિમાં થોડું દર્શન સ્પષ્ટ હોય છે; નિયમો શુભ હોય છે; હિતના આરંભમાં ઉદ્વેગ હોતો નથી અને તત્ત્વના વિષયમાં જિજ્ઞાસા હોય છે...” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વેની બત્રીશીમાં મિત્રાદષ્ટિનું નિરૂપણ કર્યું. આ બત્રીશીમાં તારા, બલા અને દીપ્રા દૃષ્ટિનું નિરૂપણ કરવાનું છે. એમાં તારાદષ્ટિનું નિરૂપણ આ પ્રથમ શ્લોકથી કરાય છે. મિત્રાદષ્ટિમાં તૃણના અગ્નિના કણ જેવો બોધ હોવાથી દર્શન મંદ હતું. તેની અપેક્ષાએ અહીં તારાદષ્ટિમાં થોડું સ્પષ્ટ દર્શન છે. કારણ કે છાણાના અગ્નિના કણ જેવો બોધ અહીં હોય છે. યોગનાં આઠ અંગમાંથી બીજા નિયમ સ્વરૂપ અંગની પ્રાપ્તિ થાય છે, જેનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. સામાન્યપણે તેના, ઈચ્છા પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિને આશ્રયીને ચાર પ્રકાર છે. પ્રશસ્ત એ નિયમોની પ્રાપ્તિ તારાદષ્ટિમાં થાય છે. યોગના બાધક એવા ખેદાદિ આઠ દોષોમાંથી બીજો ઉગ નામનો દોષ આ દૃષ્ટિમાં હોતો નથી. તેથી પરલોકસંબંધી પ્રશસ્ત અનુષ્ઠાનની પ્રવૃત્તિ સ્વરૂપ હિતારંભમાં અહીં અનુક્રેગ હોય છે. તેમ જ તત્ત્વને જાણવાની ઇચ્છા સ્વરૂપ જે જિજ્ઞાસા ગુણ છે; તેનો અહીં આવિર્ભાવ થાય છે. આ પૂર્વે તત્ત્વ પ્રત્યે દ્વેષ સિદ્ધ હોવાથી તત્ત્વની પ્રતિપત્તિ(અભ્યપગમ-સ્વીકાર)ને અનુકૂળતા પ્રાપ્ત થવાથી તત્ત્વજિજ્ઞાસા તારાદષ્ટિમાં હોય છે. ખેદાદિ આઠ દોષોનું વર્ણન અને અદ્વેષાદિ આઠ ગુણોનું વર્ણન આ પૂર્વે કર્યું છે. (જુઓ બત્રીશી નં. ૧૮ અને ૨૦) તેમ જ “ષોડશક એક પરિશીલન'માં વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ એ જાણી લેવું જોઇએ. યોગદષ્ટિ એક પરિશીલનમાં પણ વિસ્તારથી એ વિષયમાં જણાવ્યું છે. ૨૨-૧ી. એક પરિશીલન ૨૦૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિમાં યોગના બીજા અંગભૂતનિયમની પ્રાપ્તિ થાય છે. એનિયમનું સ્વરૂપવર્ણવાય છે– नियमाः शौचसन्तोषौ स्वाध्यायतपसी अपि । देवताप्रणिधानं च योगाचार्यरुदाहृताः ॥२२-२॥ नियमा इति-शौचं शुचित्वं, तद्विविधं, बाह्यमाभ्यन्तरं च, बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनम्, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तमलप्रक्षालनं । सन्तोषः सन्तुष्टिः । स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जपः । तपः कृच्छ्रचान्द्रायणादि । देवताप्रणिधानमीश्वरप्रणिधानं सर्वक्रियाणां फलनिरपेक्षतया ईश्वरसमर्पणलक्षणम् । एते योगाचार्यः पतञ्जल्यादिभिर्नियमा उदाहृताः । यदुक्तं-“शौचसन्तोषतपः-स्वाध्यायेश्वरप्रणिઘાનનિ નિયમ:” તિ [ર-રૂ૨] IIરર-રા. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતાનું પ્રણિધાન : આ પાંચ નિયમ છે – એમ યોગાચાર્યોએ જણાવ્યું છે – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – શુચિત સ્વરૂપ શૌચ છે. બાહ્ય અને આત્યંતર ભેદથી એ શૌચ બે પ્રકારનું છે. માટી અને પાણી વગેરેથી કાયાનું પ્રક્ષાલન કરવા સ્વરૂપ બાહ્ય શૌચ (પવિત્રતા) છે અને આત્યંતર શૌચ મૈત્રી, પ્રમોદ વગેરે ભાવનાથી ચિત્તનું પ્રક્ષાલન કરવા સ્વરૂપ છે. સંતુષ્ટિ સ્વરૂપ સંતોષ પ્રસિદ્ધ છે. પ્રણવ(કાં)પૂર્વક મંત્રોના જાપ સ્વરૂપ સ્વાધ્યાય છે. કચ્છ અને ચાંદ્રાયણ વગેરે તપ છે. કૃષ્કૃતપ અને ચાંદ્રાયણ તપ વગેરે તપનું સ્વરૂપ બારમી યોગપૂર્વસેવા બત્રીશીમાં જણાવ્યું છે. (જુઓ બારમી બત્રીશી, શ્લો.નં. ૧૯-૧૮..) ત્યાંથી એનું સ્વરૂપ યાદ કરી લેવું જોઈએ. લૌકિક તપનું એ સ્વરૂપ છે. લોકોત્તરપ્રસિદ્ધ તપનું સ્વરૂપ તેની અપેક્ષાએ જુદું છે. સામાન્ય રીતે પાંચ નિયમો લોકમાં પ્રસિદ્ધ હોવાથી લોકપ્રસિદ્ધ તપનું અહીં વર્ણન છે. આમ પણ મિત્રાદિ ચાર દૃષ્ટિઓ લોકમાં પણ સંભવે છે. તેથી અહીં તારાદષ્ટિમાં પ્રાપ્ત થયેલા નિયમમાં અંતર્ગત તપ, લોકને આશ્રયીને જણાવ્યો છે. ઈશ્વરપ્રણિધાન સ્વરૂપ દેવતાપ્રણિધાન છે. જેટલાં પણ આપણે સત્કર્મ કરીએ; તે બધાંય સત્કર્મોના ફળની અપેક્ષા રાખ્યા વિના તેનું પરમાત્માને સમર્પણ કરવું - એ ઇશ્વરપ્રણિધાન છે. શૌચ સંતોષ સ્વાધ્યાય તપ અને ઇશ્વરપ્રણિધાન : આ પાંચને પતંજલિ વગેરે યોગાચાર્યોએ નિયમ તરીકે વર્ણવ્યા છે. “શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : નિયમ છે.' - આ પ્રમાણે યોગસૂત્રમાં(૨-૩૨માં જણાવ્યું છે. ૨૨-રા શૌચ-નિયમનું તેના ફળને આશ્રયીને નિરૂપણ કરાય છે शौचभावनया स्वाङ्गजुगुप्साऽन्यैरसङ्गमः । सत्त्वशुद्धिः सौमनस्यैकाग्र्याक्षजययोग्यता ॥२२-३॥ ૨૦૪ તારાદિત્રય બત્રીશી Page #208 -------------------------------------------------------------------------- ________________ शौचेति–शौचस्य भावनया स्वाङ्गस्य स्वकायस्य कारणरूपपर्यालोचनद्वारेण जुगुप्सा घृणा “ अशुचिरयं कायो नात्राग्रहः कर्तव्यः” इति । तथा चान्यैः कायवद्भिरसङ्गमस्तत्सम्पर्कपरिवर्जनमित्यर्थः । यः किल स्वयमेव कायं जुगुप्सते तत्तदवद्यदर्शनात्, स कथं परकीयैस्तथाभूतैः कायैः संसर्गमनुभवति ? | तदुक्तं—“शौचात्स्वाङ्गे जुगुप्सा परैरसंसर्गः ” [२-४०] । तथा सुसत्त्वस्य प्रकाशसुखात्मकस्य शुद्धी रजस्तमोभ्यामनभिभवः । सौमनस्यं खेदाननुभवेन मानसी प्रीतिरैकाग्र्यं नियते विषये चेतसः स्थैर्यम्, अक्षाणामिन्द्रियाणां जयो विषयपराङ्मुखानां स्वात्मन्यवस्थानं योग्यता चात्मदर्शने विवेकख्यातिरूपे समर्थत्वम् । एतावन्ति फलानि शौचभावनयैव भवन्ति । तदुक्तं - “सुसत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि चेति” [२-४१] ।।२२-३॥ શૌચભાવનાથી પોતાના શરીર પ્રત્યે જુગુપ્સા થાય છે. બીજાના શરીર સાથેના સંસર્ગનો અભાવ થાય છે. સત્ત્વની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયો ઉપર વિજય અને યોગ્યતા પ્રાપ્ત થાય છે.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શૌચ, બાહ્ય અને આત્યંતર ભેદથી બે પ્રકારનું છે. તેના અભ્યાસ(વારંવાર સેવન)થી જે ફળ પ્રાપ્ત થાય છે; તે આ શ્લોકથી જણાવ્યું છે. બાહ્યશૌચની ભાવનાથી પ્રાપ્ત થનાર ફળનું વર્ણન, આ શ્લોકના પૂર્વાદ્ધથી કર્યું છે અને ઉત્તરાદ્ધથી આપ્યંતર શૌચભાવનાથી પ્રાપ્ત થનાર ફળનું વર્ણન કર્યું છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે. માટી અને પાણી વગેરેથી પોતાના શરીરની વારંવાર શુદ્ધિ કરવામાં આવે તો ય શરીર તો સદાને માટે શુચિ(પવિત્ર-શુદ્ધ) રહેતું જ નથી. તેથી જ તો તેને વારંવાર શુદ્ધ કરવું પડે છે... ઇત્યાદિ રીતે શૌચભાવનાથી ભાવિત બનવાના કારણે પોતાના શરીરના કારણસ્વરૂપની વિચારણાથી સાધકને શરીર પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય છે. અર્થાત્ આ કાયા અપવિત્ર છે, એનો આગ્રહ (મમત્વ) રાખવા જેવો નથી... ઇત્યાદિ પરિણામ ઉત્પન્ન થાય છે. તેમ જ બીજાના શરીરની સાથેનો સંપર્ક પણ દૂર થાય છે. જે પોતાના શરીરની જ જુગુપ્સા રાખે છે તે બીજાના અશુચિ શરીરની સાથે સંપર્ક કઇ રીતે કરે ? અર્થાત્ ન જ કરે - એ સમજી શકાય છે. આ રીતે સાધક એકાંતવાસને સેવવા પ્રયત્નશીલ બની જાય છે, જે શૌચભાવનાનું ફળ છે. “શૌચથી પોતાના શ૨ી૨માં જુગુપ્સા અને બીજાઓની સાથેના સંગનો અભાવ પ્રાપ્ત થાય છે.’ ’’ – આ પ્રમાણે યોગસૂત્ર(૨-૪૦)માં જણાવ્યું છે. બાહ્ય શૌચભાવનાનું ફળ વર્ણવીને હવે શ્લોકના ઉત્તરાર્શ્વથી આવ્યંતર શૌચભાવનાનું ફળ વર્ણવાય છે. મૈત્રી, પ્રમોદાદિ ભાવનાથી ચિત્ત નિર્મળ બને છે. ક્લેશથી રહિત એ ચિત્ત સાત્ત્વિકભાવાન્વિત પ્રકાશમય અને સુખાત્મક હોય છે. રજોગુણ અને તમોગુણથી તેનો અભિભવ થતો ન હોવાથી સત્ત્વશુદ્ધિ થાય છે. ખેદનો અનુભવ થતો ન હોવાથી માનસિક પ્રીતિ સ્વરૂપ સૌમનસ્ય પ્રાપ્ત થાય છે. નિયત(વિચારણીય) વિષયમાં ચિત્તની સ્થિરતા સ્વરૂપ મનની એક પરિશીલન ૨૦૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રતા (કાગ્રય) પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયોના વિષયોથી પરાભુખ થવાના કારણે આત્મા સ્વસ્વરૂપમાં જે સ્થિરતા પ્રાપ્ત કરે છે, તે સ્વરૂપ ઇન્દ્રિયજય પ્રાપ્ત થાય છે. સ્વસ્વરૂપમાં રમણતા કરવા સ્વરૂપ જ ઈન્દ્રિયજય છે. આ રીતે આંતર્મુખ અવસ્થા પ્રાપ્ત થવાથી વિવેકખ્યાતિ સ્વરૂપ આત્મદર્શનમાં આત્માને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. પ્રકૃતિથી સર્વથા ભિન્ન સ્વરૂપે જયારે પુરુષનું જ્ઞાન થાય છે; ત્યારે વિવેકખ્યાતિસ્વરૂપ આત્મદર્શન (આત્મસાક્ષાત્કાર) થાય છે. આ બધાં આત્યંતર શૌચભાવનાનાં ફળો છે. “સુસત્ત્વશુદ્ધિ, સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનની યોગ્યતા શૌચભાવનાથી પ્રાપ્ત થાય છે.' - આ પ્રમાણે યોગસૂત્ર(ર-૪૧)માં જણાવ્યું છે, જેનો આશય ઉપર જણાવ્યો છે. ll૧૨-૩. સંતોષાદિ નિયમનું, તેના ફળને આશ્રયીને નિરૂપણ કરાય છે– सन्तोषादुत्तमं सौख्यं, स्वाध्यायादिष्टदर्शनम् । તપસોડસક્ષયોઃ સિદ્ધિ, સમાધિ: પ્રથાનતઃ રર-૪ सन्तोषादिति-सन्तोषाद् स्वभ्यस्ताद् योगिन उत्तममतिशयितं सौख्यं भवति, यस्य बाहोन्द्रियप्रभवं सुखं शतांशेनापि न समम् । तदाह-“सन्तोषादनुत्तमः सुखलाभः” [२-४२] । स्वाध्यायात् स्वभ्यस्तादिष्टदर्शनं નર્ણમાનમન્નમતદેવતાને મવતિ | તવાહિ–સ્વાધ્યાયાદિદેવતાયો :' રિ-૪૪] I તપસ: स्वभ्यस्तात् क्लेशाद्यशुचिक्षयद्वाराङ्गाक्षयोः कायेन्द्रिययोः सिद्धिः, यथेत्थमणुत्वमहत्त्वादिप्राप्तिसूक्ष्मव्यवहितविप्रकृष्टदर्शनसामर्थ्यलक्षणोत्कर्षः स्यात् । यथोक्तं-“कायेन्द्रियसिद्धिरशुचिक्षयात्तपसः” [२-४३] । प्रणिधानत ईश्वरप्रणिधानात् समाधिः स्याद्, ईश्वरभक्त्या प्रसन्नो हीश्वरोऽन्तरायरूपान् क्लेशान् परिहृत्य સમાધિમુવીધયતીતિ | યથો¢–“સમથસિદ્ધિરીશ્વરાિનાતિ” રિ-૪૫] | તા:સ્વાધ્યાયેશ્વરप्रणिधानानां त्रयाणामपि च शोभनाध्यवसायलक्षणत्वेन क्लेशकार्यप्रतिबन्धद्वारा समाध्यनुकूलत्वमेव श्रूयते । यथोक्तं-“तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः [२-१] समाधिभावनार्थः क्लेशतनुकरणार्थતિ' રિ-૨) રર-જા “સંતોષથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે, સ્વાધ્યાયથી ઈષ્ટનું દર્શન થાય છે, તપથી શરીર અને ઇન્દ્રિયોની સિદ્ધિ થાય છે અને ઇશ્વરપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે પુણ્યયોગે જે સુખની સામગ્રી પ્રાપ્ત થઈ છે તેનાથી અધિકની ઇચ્છાના અભાવને સંતોષ કહેવાય છે. તેના વારંવાર અભ્યાસથી ઉત્તમ એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. “સંતોષથી ઉત્તમ સુખલાભ થાય છે.' - આ પ્રમાણે યોગસૂત્રમાં જણાવ્યું છે. (જુઓ સૂ.નં. ૨-૪૨) પૂર્વે જણાવ્યા મુજબ મંત્રજાપસ્વરૂપ સ્વાધ્યાય છે. તેના પ્રકૃષ્ટ અભ્યાસથી જાપના વિષયભૂત અભીષ્ટ દેવતાનું દર્શન (સાક્ષાત્કાર) થાય છે. જે દેવતાને અનુલક્ષીને મંત્રજાપ કરાય ૨૦૬ તારાદિત્રય બત્રીશી Page #210 -------------------------------------------------------------------------- ________________ છે, તે દેવતાનું પુણ્યદર્શન તાદશ સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. “સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાનો સંપ્રયોગ થાય છે' - એમ યોગસૂત્ર(૨-૪૪)માં જણાવ્યું છે. સારી રીતે અભ્યસ્ત કરેલા તપથી રાગાદિ ક્લેશ વગેરે અશુચિનો ક્ષય થાય છે અને તેનાથી શરીર અને ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. અર્થાતુ પોતાની ઇચ્છા મુજબ શરીરને નાનું મોટું વગેરે બનાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને ઇન્દ્રિયના વિષયમાં સૂક્ષ્મ, વ્યવધાનસહિત અને દૂર રહેલા એવા પણ વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. “તપથી ક્લેશાદિ અશુચિનો ક્ષય થવાથી કાયા અને ઇન્દ્રિયોની સિદ્ધિ થાય છે.” - એ પ્રમાણે યોગસૂત્ર(-૪૩)થી જણાવ્યું છે. આવા પ્રકારના શરીર અને ઇન્દ્રિયોના સામર્થ્યવિશેષસ્વરૂપ જે કાયાદિનો ઉત્કર્ષ છે; તે સ્વરૂપ જ કાયા અને ઇન્દ્રિયોની અહીં સિદ્ધિ છે, જે તપવિશેષથી પ્રાપ્ત થાય છે. ઈશ્વરપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે. યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ઇશ્વરભક્તિથી પ્રસન્ન થયેલા ઇશ્વર; સમાધિમાં અંતરાય સ્વરૂપ-અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ : આ પાંચ ક્લેશોને દૂર કરી સમાધિને પ્રગટ કરે છે. “ઇશ્વરના પ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થાય છે....... એ પ્રમાણે યોગસૂત્ર(૨-૪૫)માં જણાવ્યું છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : આ ત્રણ શુભ અધ્યવસાય સ્વરૂપ હોવાથી અવિદ્યાદિ ક્લેશસ્વરૂપ કાર્યનો પ્રતિબંધ કરવા દ્વારા તે સમાધિને અનુકૂળ છે. આ વસ્તુને જણાવતાં યોગસૂત્રમાં (૨-૧ અને ૨-૨માં). જણાવ્યું છે કે “તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : એ ક્રિયાયોગ છે. સમાધિની ભાવના (સિદ્ધિ) માટે અને અવિદ્યાદિ ક્લેશોને સૂક્ષ્મ-પતલા કરવા માટે એ ક્રિયાયોગ છે. અહીં યાદ રાખવું જોઇએ કે હિત મિત અને પથ્ય એવા આહારને ગ્રહણ કરી શીત-ઉષ્ણ; સુખ-દુઃખ... વગેરે કંકોની સહનશીલતા સાથે ઈન્દ્રિયોનો વિરોધ કરવા સ્વરૂપ તપ જ અહીં મુખ્યત્વે વિવક્ષિત છે. શરીરને પીડા પહોંચાડનારા તે તે (કુછુ કે ચાંદ્રાયણાદિ) તપની વિવલા અહીં મુખ્યપણે કરી નથી. સ્વાધ્યાય પણ કારપૂર્વકના મંત્રજાપ સ્વરૂપ વિવક્ષિત છે અને ઇશ્વરપ્રણિધાન, નિષ્કામભાવે કરાતા કર્મનું ઇશ્વરને સમર્પણ કરવા સ્વરૂપ જ વિવક્ષિત છે. અનાદિકાળના ક્લેશોની મંદતા વિના સમાધિની સિદ્ધિ થતી નથી. તેથી ક્લેશોની અલ્પતા કરવાનું આવશ્યક છે, જે તપ સ્વાધ્યાય અને ઈશ્વરના પ્રણિધાનથી જ શક્ય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૨૨-૪ ઉપર જણાવ્યા મુજબ નિયમનું સ્વરૂપ સમજીને તારાદષ્ટિમાં રહેલા જીવો તે નિયમને જે રીતે પ્રાપ્ત કરે છે, તે હવે જણાવાય છે– विज्ञाय नियमानेतानेवं योगोपकारिणः । ત્રતેષ રસ્તો દૃષ્ટો, મહિચ્છાવુિ હિ .રર-૧// એક પરિશીલન ૨૦૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ विज्ञायेति-एतान् शौचादीन्नियमानेवं स्वाङ्गजुगुप्सादि साधकत्वेन योगोपकारिणः समाधिनिमित्तान् विज्ञाय । अत्र तारायां दृष्टावेतेषु इच्छादिकेषु हि नियमेषु रतो भवेत् । तथाज्ञानस्य तथारुचिहेतुत्वात् । तदत्र काचित्प्रतिपत्तिः प्रदर्शिता ।।२२-५।। શૌચ, સંતોષ વગેરે યોગમાં ઉપકારી છે – એમ જાણીને આ તારાદષ્ટિમાં ઇચ્છા પ્રવૃત્તિ વગેરે નિયમને વિશે જીવ તત્પર બને.”. આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે આ તારાષ્ટિમાં રહેલા જીવને શૌચ વગેરે નિયમ સ્વાંગજુગુપ્સાદિના સાધક હોવાથી યોગમાં ઉપકારી અર્થાત સમાધિના સાધક છે – એવું જ્ઞાન હોય છે. તેથી તે; ઇચ્છા પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપ નિયમમાં રત(તત્પર) બને છે. કારણ કે તેવા પ્રકારનું (યોગોપકારિત્વનું) જ્ઞાન તેવા પ્રકારની રુચિનું (યોગોપકારીની રુચિનું) કારણ છે. તેથી આ રીતે તારાદષ્ટિમાં થોડાઘણા અંશે નિયમોનો સ્વીકાર થયેલો જણાવાય છે. આશય એ છે કે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : આ પાંચ નિયમોનો સ્વીકાર સર્વાશે તો અહીં શક્ય નથી. પરંતુ અવિદ્યાદિ ક્લેશોને દૂર કરવા દ્વારા એ નિયમો સમાધિના સાધક છે : એનો ખ્યાલ આવવાથી આ દૃષ્ટિમાં ઈચ્છાદિ રૂપે એ નિયમોનો સ્વીકાર થાય છે. વસ્તુની ઉપયોગિતાનું જ્ઞાન થવાથી વસ્તુની રુચિ થાય જ અને રુચિ થયા પછી એની અંશતઃ પણ પ્રાપ્તિ માટે પૂરતો પ્રયત્ન થાય એની પ્રતીતિ આ દૃષ્ટિમાં રહેલા આત્માઓને જોવાથી થાય છે. અપ્રશસ્ત યોગોમાં એવો અનુભવ કંઈકેટલીય વાર આપણે કર્યો છે. પણ પ્રશસ્તયોગમાં એવો અનુભવ સૌથી પ્રથમ આ દૃષ્ટિની પ્રાપ્તિથી શક્ય બને છે... ઈત્યાદિ સમજી લેવું. મર-પા. આ દૃષ્ટિમાં બીજા જે ગુણો પ્રાપ્ત થાય છે - તે જણાવાય છે भवत्यस्यामविच्छिन्ना, प्रीतियोगकथासु च । यथाशक्त्युपचारश्च, बहुमानश्च योगिषु ॥२२-६॥ भवतीति-अस्यां दृष्टावविच्छिन्ना भावप्रतिबन्धसारतया विच्छेदरहिता योगकथासु प्रीतिर्भवति । योगिषु भावयोगिषु यथाशक्ति स्वशक्त्यौचित्येनोपचारश्च ग्रासादिसम्पादनेन, बहुमानश्च अभ्युत्थानगुणगानादिना । अयं च शुद्धपक्षपातपुण्यविपाकाद्योगवृद्धिलाभान्तरशिष्टसम्मतत्वक्षुद्रोपद्रवहान्यादिफल इति ધ્યેયમ્ રિર-દ્દા , આ દૃષ્ટિમાં રહેલા આત્માને યોગની કથામાં અખંડ પ્રીતિ થાય છે અને યોગીઓને વિશે પોતાની શક્તિને અનુસાર ઉપચાર અને બહુમાન હોય છે....... આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે તારાષ્ટિમાં રહેલા આત્માને યોગની કથામાં વિચ્છેદથી રહિત એવી અખંડ પ્રીતિ થાય છે. કોઈ વાર સંયોગવિશેષના અભાવે યોગની કથાનો યોગ ન મળે તોય ભાવ તો તેનામાં જ હોય છે. તેથી અહીં યોગની કથાની પ્રીતિ ભાવપ્રતિબંધસારવાળી ૨૦૮ તારાદિત્રય બત્રીશી Page #212 -------------------------------------------------------------------------- ________________ હોય છે, જેથી તે પ્રીતિ વિચ્છેદથી રહિતપણે નિરંતર બને છે. સદાને માટે યોગની કથામાં પ્રીતિ ટકી રહે છે. પ્રવૃત્તિના વિરહમાં પણ મન તો યોગની કથામાં જ હોય છે. તેથી જ ભાવયોગીઓને(પરમાર્થથી યોગીઓને) વિશે પોતાની શક્તિને ઉચિત ઉપચારને તેઓ કરનારા બને છે. આહાર, વસ્ત્ર વગેરે આપીને સેવા કરવા સ્વરૂપ ઉપચાર છે. ભાવયોગીઓને વિશે ઉપચાર કરવા પૂર્વક તેઓ બહુમાન કરે છે. ભાવયોગીઓને જોતાંની સાથે ઊભા થવું, તેમના ગુણ ગાવા... વગેરે સ્વરૂપ બહુમાન છે. આ ઉપચાર અને બહુમાનનું ફળ શુદ્ધનો પક્ષપાત; પુણ્યના વિપાકના કારણે યોગવૃદ્ધિ અને લાભાંતર(લમ્બની અપેક્ષાએ વિશેષનો લાભ), શિષ્ટસમ્મતપણું અને શુદ્રઉપદ્રવ-રોગની હાનિ વગેરે છે. ભાવયોગીઓનો ઉપચાર કરવાથી અને તેમની પ્રત્યે બહુમાન રાખવાથી શુદ્ધયોગ અને યોગીઓનો પક્ષપાત કર્યો છે - એ સમજી શકાય છે. ઉપચારાદિથી પુણ્યના વિપાક દ્વારા ઉત્તરોત્તર યોગની વૃદ્ધિ અને અન્ય અન્યનો લાભ થાય : એ બનવાજોગ છે. ઉપચારાદિને કરનારાને શિષ્ટપુરુષો માન આપે છે તેથી શિષ્ટસમ્મતત્વ પ્રાપ્ત થાય છે અને સામાન્ય રોગાદિ સ્વરૂપ મુદ્રઉપદ્રવની હાનિ તેમ જ શ્રદ્ધાન્વિત ઉપચાર વગેરેની પ્રાપ્તિ થાય છે. આથી સ્પષ્ટ છે કે ભાવયોગીઓને વિશે કરેલા ઉપચારાદિ શુદ્ધપક્ષપાતાદિ ફળવાળા છે, જે આ તારાદષ્ટિની સિદ્ધિ છે. ૨૨-૬ll આ દૃષ્ટિમાં પ્રાપ્ત થનારા ગુણાદિનું જ નિરૂપણ કરાય છે– भयं न भवजं तीवं, हीयते नोचितक्रिया । न चानाभोगतोऽपि स्यादत्यन्तानुचितक्रिया ॥२२-७॥ भयमिति-भवजं संसारोत्पन्नं तीवं भयं न भवति, तथाऽशुभाऽप्रवृत्तेः । उचिता क्रिया क्वचिदपि कार्ये न हीयते, सर्वत्रैव धर्मादरात् । न चानाभोगतोऽप्यज्ञानादप्यत्यन्तानुचितक्रिया साधुजननिन्दादिका ચાત્ રર-૭ની આ દૃષ્ટિમાં ભવનો તીવ્ર ભય રહેતો નથી. ઉચિત ક્રિયા સિદાતી નથી. અજાણતા પણ અત્યંત અનુચિતક્રિયા થતી નથી....... આ પ્રમાણે સાતમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આ તારાદષ્ટિને પામ્યા પછી આ સંસારનો ભય રહેતો નથી. અત્યાર સુધી આ સંસારનો ભય હતો. સંસારની ભયંકરતા સમજ્યા પછી તેનો ભય પેદા થાય જ. પરંતુ હવે એનો તીવ્ર ભય રહેતો નથી. કારણ કે આ દૃષ્ટિમાં એના કારણભૂત અશુભ પ્રવૃત્તિનો અભાવ હોય છે. અશુભ પ્રવૃત્તિને કારણે આ ભયંકર સંસારમાં પરિભ્રમણ કરવું પડેલું. અશુભ પ્રવૃત્તિનો અભાવ થવાથી આ સંસારમાં પરિભ્રમણ કરવાનો હવે એવો તીવ્ર ભય રહેતો નથી. પૂર્વે ઉપાર્જેલાં અશુભ એક પરિશીલન ૨૦૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ કર્મોના યોગે સંસારમાં રહેવાનું તો બનવાનું જ છે. પરંતુ અશુભ પ્રવૃત્તિનો અભાવ થવાથી હવે લાંબો કાળ સંસારમાં રહેવું નહીં પડે, તેથી સંસારનો એવો તીવ્ર ભય રહેતો નથી. બધે જ, ધર્મ પ્રત્યે આદર હોવાથી કોઇ પણ કાર્ય પ્રસંગે ઉચિત ક્રિયા રહી જતી નથી. સર્વત્ર ઔચિત્યનું આસેવન થતું હોવાથી ઉચિત ક્રિયાની હાનિ ન થાય એ સમજી શકાય છે. ધર્મ પ્રત્યે અનાદરભાવ હોય તો એ રીતે ઉચિત પ્રવૃત્તિ રહ્યા વિના નહીં રહે. શક્તિના અભાવ કરતાં પણ આદરના અભાવના કારણે જ વધારે તો ઉચિત પ્રવૃત્તિ રહી જતી હોય છે. તારાદૃષ્ટિ પ્રાપ્ત થયે છતે એવું બનતું નથી. આનો વિચાર કરીએ તો સમજાશે કે આપણે હજી ઘણું વિચારવાનું છે. વર્તમાનની આપણી ધર્મક્રિયાઓમાં પણ જ્યાં ઉચિત ક્રિયા દેખાતી ન હોય તો સર્વત્ર કાર્યમાં ઉચિત ક્રિયાનો અવકાશ ક્યાંથી હોઇ શકે ? આવી જ રીતે અજ્ઞાનથી પણ અત્યંત અનુચિત એવી સાધુજનની નિંદાદિ સ્વરૂપ અનુચિત ક્રિયાઓ આ દૃષ્ટિમાં થતી નથી. જાણી-જોઇને તો આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ અત્યંત અનુચિત ક્રિયા ન જ કરે; પરંતુ અનુપયોગાદિથી પણ એ આત્માઓ સાધુજનોની નિંદાદિ સ્વરૂપ અનુચિત ક્રિયાઓ કરતા નથી. બીજી દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ એક અદ્ભુત યોગ્યતા છે. ધર્મ પામવા માટેની યોગ્યતાને પ્રાપ્ત કરવાનું પણ સરળ નથી. ૨૨-૭ આઠમા શ્લોકથી પણ તારાદૃષ્ટિમાં પ્રાપ્ત થનારા ગુણાદિનું નિરૂપણ કરાય છે— स्वकृत्ये विकले त्रासो, जिज्ञासा सस्पृहाधिके । ૩:લોએેવાર્થિનાં વિત્ર, યન્તાથીઃ પરિશ્રમે ।।૨૨-૮॥ स्वकृत्य इति-स्वकृत्ये स्वाचारे कायोत्सर्गकरणादौ । विकले विधि । त्रास 'हा विराधकोऽह'मित्याशयलक्षणोऽधिके स्वभूमिकापेक्षयोत्कृष्टे आचार्यादिकृत्ये जिज्ञासा 'कथमेतदेवं स्यादिति' सस्पृहाऽभिलाषसहिता । दुःखोच्छेदार्थिनां संसारक्लेशजिहासूनां । चित्रे नानाविधे । परिश्रमे तत्तन्नीतिप्रसिद्धक्रियायोगे । कथन्ताधीः । कथम्भावबुद्धिः । कथं नानाविधा मुमुक्षुप्रवृत्तिः कार्त्स्न्येन ज्ञातुं शक्यत इति । तदाह—“दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । चित्रा सतां प्रवृत्तिश्च साऽशेषा જ્ઞાયતે થમ્ ? ||9||” ૨૨-૮।। “આ દૃષ્ટિમાં વિકલ એવા પોતાના આચારને વિશે ત્રાસ થાય છે; પોતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક એવા ગુરુભગવંતોના આચારને વિશે તેને પામવાની સ્પૃહા પૂર્વક જિજ્ઞાસા જાગે છે અને પારમાર્થિક દુઃખનો(સંસારનો) ઉચ્છેદ કરવાની ઇચ્છાવાળા યોગીઓના જુદા જુદા પ્રયત્નો વિશે ‘એ સમગ્ર રીતે કઇ રીતે જાણી શકાય :' એવી બુદ્ધિ થાય છે....” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે આ દૃષ્ટિને પામેલા આત્માઓ જ્યારે પણ કાઉસ્સગ્ગ(કાયોત્સર્ગ) વગેરે ક્રિયા કરે ત્યારે જો કોઇ વિધિથી એ રહિત થઇ હોય તો તેમને તારાદિત્રય બત્રીશી ૨૧૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ ત્રાસ થાય છે; અર્થાત્ “હા ! હું વિરાધક બન્યો'... ઇત્યાદિ પ્રકારનો આશય ઉત્પન્ન થાય છે. જાણી-જોઈને તો તેઓ તે તે ક્રિયાઓ વિધિથી રહિત બનીને કરતા નથી. પરંતુ કોઈ વાર અનુપયોગાદિના કારણે પણ વિધિથી રહિત થાય ત્યારે એવા પ્રકારનો ત્રાસ થાય છે. પોતાની ભૂમિકા કરતાં ઉત્કૃષ્ટ એવી પૂ. આચાર્ય ભગવંતાદિની પરિશુદ્ધ ક્રિયાને જોઈને એવી ક્રિયાની ઉત્કટ ઇચ્છા સાથે તે તે ક્રિયા કઈ રીતે કરી શકાય એવી જિજ્ઞાસા આ દૃષ્ટિમાં ઉત્પન્ન થાય છે. મારાથી આવી ક્રિયા થતી નથી અને આ પૂ.આ.ભ. આદિ મહાત્માઓ આવી ક્રિયાઓ કેવી રીતે કરી શકે છે... ઇત્યાદિ જિજ્ઞાસા અહીં ઉત્પન્ન થાય છે. તેમ જ દુઃખોના ઉચ્છેદના અર્થજનો અર્થાત્ આ સંસારના ક્લેશોનો ત્યાગ(દૂર) કરવાની ઇચ્છાવાળા જનોનો તેના ઉપાય તરીકે જુદા જુદા પ્રયત્નોને જોઇને આ દૃષ્ટિમાં રહેલા આત્માઓને એમ થાય છે કે “આ કઈ રીતે થાય અર્થાત્ બધા જ મુમુક્ષુઓની ક્લેશ સ્વરૂપ સંસારના ઉચ્છેદ માટેની સઘળીય પ્રવૃત્તિ કઈ રીતે જાણી શકાય'... ઇત્યાદિ પ્રકારની બુદ્ધિ થાય છે. આ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચય'માં (શ્લો.નં. ૪૭) ફરમાવ્યું છે કે “જન્મ જરા અને મરણાદિ સ્વરૂપ આ સમગ્ર સંસાર દુઃખસ્વરૂપ છે; એનો ઉચ્છેદ ક્ષમા વગેરે હેતુથી(કયા હેતુથી) કઈ રીતે થાય? દુઃખસ્વરૂપ ભવનો ઉચ્છેદ કરવાની ઇચ્છાવાળા મહાત્માઓની તેને લગતી પ્રવૃત્તિ જુદા જુદા પ્રકારની છે. એ બધી કઈ રીતે જાણી શકાય”. આ પ્રમાણે બીજી દૃષ્ટિમાં રહેલા આત્માઓ વિચારતા હોય છે. આ દૃષ્ટિની મહત્ત્વની સિદ્ધિ જિજ્ઞાસા છે. અર્થકામને આશ્રયીને આવા પ્રકારની જિજ્ઞાસા આપણે અનુભવીએ છીએ. પરંતુ ભવના ઉચ્છેદના વિષયમાં આવી જિજ્ઞાસા લગભગ અનુભવાતી નથી. એટલું જ નહીં, એ અંગે જે દુઃખનો અનુભવ થવો જોઈએ એ પણ ક્યાં અનુભવાય છે? બીજી તારાદષ્ટિની જિજ્ઞાસાને આત્મસાત્ કરવા પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી. ૨૨-૮ દુઃખોચ્છેદના અર્થી જનોની જુદી જુદી પ્રવૃત્તિને જોવાથી બીજી દૃષ્ટિમાં રહેલા આત્માને એ બધી પ્રવૃત્તિઓ કઈ રીતે જાણી શકાય?' આવી શંકા થવાનું કારણ જણાવાય છે नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ॥२२-९॥ नेति-नास्माकं महती प्रज्ञाऽविसंवादिनी बुद्धिः, स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनात् । तथा सुमहानपारः शास्त्रस्य विस्तरस्तत्तस्मात् शिष्टाः साधुजनसम्मताः प्रमाणमिह प्रस्तुतव्यतिकरे, यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः । इत्येतदस्यां दृष्टौ मन्यते सदा निरन्तरम् ।।२२-९॥ “અમારી પ્રજ્ઞા મોટી નથી અને શાસ્ત્રનો વિસ્તાર મોટો છે. તેથી શિષ્ટ પુરુષો અહીં પ્રમાણ છે – આ પ્રમાણે આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ માને છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ એક પરિશીલન ૨૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - આ દૃષ્ટિને પ્રાપ્ત કરી લીધેલા આત્માઓ વાસ્તવિક રીતે એમ માને છે કે આપણી બુદ્ધિ મોટી નથી અર્થાત્ અવિસંવાદિની બુદ્ધિ નથી. કારણ કે પોતાની પ્રજ્ઞાથી કલ્પેલા અર્થમાં વિસંવાદ જણાય છે. તેથી આપણી બુદ્ધિ મોટી નથી. તેની સામે શાસ્ત્રનો વિસ્તાર ઘણો જ મોટો - અપાર છે, જેનો પોતાની બુદ્ધિથી પાર પામી શકાય એવો નથી. : તેથી દુઃખના ઉચ્છેદના અર્થી જનોની સકલ પ્રવૃત્તિને જાણવાદિના વિષયમાં સાધુજનોને સંમત એવા શિષ્ટપુરુષો જ પ્રમાણભૂત છે. અર્થાત્ એ શિષ્ટ પુરુષોનું જે આચરણ છે એવું જ આચરણ સામાન્યથી ક૨વાનું યોગ્ય છે ઃ આ પ્રમાણે આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ નિરંતર માને છે. પોતાની બુદ્ધિનો જેને ખ્યાલ છે અને શાસ્ત્રની અપારતાનો પણ જેને પરિચય છે, એ બધાને શિષ્ટપુરુષોનું પ્રામાણ્ય સમજાવવાની આવશ્યકતા નથી. આપણી બુદ્ધિ અલ્પ અને શાસ્ત્ર અપાર છે - એમાં કોઇ સંદેહ નથી. જે કોઇ પણ સવાલ છે તે શિષ્ટને પ્રમાણ માનવાનો છે. આ દૃષ્ટિમાં એ સવાલ પણ હોતો નથી. ઉત્કટ જિજ્ઞાસા; શિષ્ટ પ્રત્યેની અગાધ શ્રદ્ધા અને પોતાની બુદ્ધિની અલ્પતાનો ખ્યાલ આવવો... ઇત્યાદિ આ દૃષ્ટિની વિશેષતા છે, જેના યોગે ત્રીજી દૃષ્ટિની પ્રાપ્તિ સરળ બને છે. ૨૨-૯ ત્રીજી બલાદૃષ્ટિનું નિરૂપણ કરાય છે— सुखस्थिरासनोपेतं, बलायां दर्शनं दृढम् । પરા ચ તત્ત્વશુશ્રૂષા, ન ક્ષેષો યોનોવરઃ ૫૨૨-૧૦ની सुखमिति - सुखमनुद्वेजनीयं स्थिरं च निष्कंपं यदासनं तेनोपेतं सहितम् उक्तविशेषणविशिष्टस्यैवासनस्य योगाङ्गत्वात् । यत्पतञ्जलिः- “ (तत्र) स्थिरसुखमासनमिति [ २-४६ ] ” । बलायां दृष्टौ दर्शनं दृढं काष्ठाग्निकणोद्योतसममिति कृत्वा । परा प्रकृष्टा च तत्त्वशुश्रूषा तत्त्वश्रवणेच्छा जिज्ञासासम्भवात् । नक्षेपो योगगोचरस्तदनुद्वेगे उद्वेगजन्यक्षेपाभावात् ।।२२-१०।। “સુખકારક અને સ્થિર એવા આસનથી યુક્ત દૃઢ દર્શન(બોધ) બલાદષ્ટિમાં હોય છે. તેમ જ આ દૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી તત્ત્વવિષયિણી શુશ્રુષા અને યોગના વિષયમાં ક્ષેપનો અભાવ હોય છે...” આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ બલા નામની ત્રીજી દૃષ્ટિમાં યમ અને નિયમ વગેરે આઠ યોગનાં અંગોમાંથી ‘આસન’ સ્વરૂપ ત્રીજા અંગની પ્રાપ્તિ થાય છે. આસનસ્વરૂપ એ યોગનું અંગ સુખકારક અર્થાત્ તેનાથી ઉદ્વેગ ન થાય એવું હોવું જોઇએ; તેમ જ સ્થિર-નિષ્કપ હોવું જોઇએ. સુખ-સ્થિર જ આસન યોગના અંગ તરીકે વર્ણવાય છે. યોગસૂત્રમાં સૂત્રકાર પતંજલિએ જણાવ્યું છે કે; જેનાથી સુખનો લાભ થાય છે તે સ્થિર એવા આસનને આસન કહેવાય છે. (જુઓ સ.નં. ૨-૪૬) પદ્માસન, વીરાસન અને ભદ્રાસન વગેરે આસન પ્રસિદ્ધ છે. યોગમાર્ગમાં મનવચનકાયાની સ્થિરતા જેથી પ્રાપ્ત થાય તારાદિત્રય બત્રીશી ૨૧૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ છે, તેને સામાન્યથી આસન કહેવાય છે. આસન એવું તો ન જ હોવું જોઇએ કે જેથી આપણે યોગમાર્ગમાંથી ખસી જઈએ. આસનનો ઉપયોગ સ્થિરતા માટે છે. આ ત્રીજી બલાદષ્ટિમાં, મિત્રો અને તારા દષ્ટિમાંના દર્શન કરતાં દઢ દર્શન હોય છે. કારણ કે અહીં કાષ્ઠના અગ્નિના કણ જેવો બોધ હોય છે, જે તૃણ અને છાણાના અગ્નિના કણ જેવો બાધ કરતાં વિશિષ્ટ છે – એ સમજી શકાય છે. જિજ્ઞાસાના કારણે થયેલી હોવાથી તત્ત્વશ્રવણની ઇચ્છા; અહીં ઉત્કટ હોય છે. તેમ જ યોગના વિષયમાં ઉગ ન હોવાથી અહીં યોગના વિષયમાં; ઉગથી ઉત્પન્ન થનારો ક્ષેપ નામનો દોષ હોતો નથી. જે ક્રિયા કરવાનું નિશ્ચિત કર્યું હોય તે ક્રિયા કરતી વખતે વચ્ચે વચ્ચે તેનાથી બીજી ક્રિયામાં ચિત્ત જાય ત્યારે ક્ષેપદોષ ઉત્પન્ન થાય છે, જેનું કારણ ઉગ છે. આ પદોષના કારણે ક્રિયામાં સાતત્ય રહેતું નથી. ફળની સિદ્ધિમાં ક્રિયાનું સાતત્ય આવશ્યક છે. આ દષ્ટિમાં યોગના વિષયમાં ક્ષેપ નામનો દોષ ન હોવાથી ક્રિયાનું સાતત્ય જળવાય છે. યોગના પ્રતિબંધક આઠ દોષોનું વર્ણન ષોડશકપ્રકરણમાં વિસ્તારથી છે. ll૨૨-૧૦ની આ દૃષ્ટિમાં યોગનાં અંગોમાંથી ત્રીજા અંગ આસનની સિદ્ધિ થાય છે. તેના ઉપાયને હવે જણાવાય છે असत्तृष्णात्वराभावात्, स्थिरं च सुखमासनम् । प्रयत्नश्लथतानन्त्यसमापत्तिबलादिह ॥२२-११॥ असदिति-असत्तृष्णाया असुन्दरलालसायास्त्वरायाश्चान्यान्यफलौत्सुक्यलक्षणाया अभावात् स्थिरं सुखं चासनं भवति । प्रयत्नस्य श्लथताऽक्लेशेनैवासनं बध्नामीतीच्छायामङ्गलाघवेन तन्निबन्धः, आनन्त्ये चाकाशादिगते समापत्तिरवधानेन मनस्तादात्म्यापादनं दुःखहेतुदेहाहङ्काराभावफलं तबलादिह बलायां દટો ભવતિ | યથો¢–“પ્રતિથિીન—(7)સમાપ્પિા ” રિ-૪૭] રર-૧૧ા. “અસત્ તૃષ્ણા અને ત્વરાનો અભાવ હોવાથી પ્રયત્નની શિથિલતા અને આતંત્યની સમાપત્તિના સામર્થ્યથી સ્થિર અને સુખકર આસન બલાદષ્ટિમાં થાય છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બલાદષ્ટિમાં અસુંદર (અસ) એવી લાલસાનો અભાવ હોવાથી તેમ જ ઉત્તરોત્તર બીજા બીજા ફળની ઉત્સુકતા સ્વરૂપ ત્વરાનો અભાવ હોવાથી સ્થિર અને સુખકર આસન સિદ્ધ થાય છે. “કોઈ પણ ક્લેશ વિના જ આસન કરું આવી ઇચ્છા હોવાથી અહીં શરીરની લઘુતાથી આસન થાય છે. તેથી પ્રયત્ન(શરીરની ચેષ્ટાવિશેષ)ની શિથિલતા હોય છે. અર્થાત્ ખૂબ જ સરળતાથી આસન થતું હોવાથી તે સુખકર બને છે. તેમ જ આકાશાદિના આમંત્યમાં મન એકાકાર બને છે તેથી તે સ્વરૂપ આતંત્યની સમાપત્તિ અહીં હોય છે. તેથી દુઃખના કારણભૂત અહંકારનો અભાવ થાય છે. દુઃખનું કારણ, શરીરનો અહંકારભાવ છે. મન આકાશાદિના એક પરિશીલન ૨૧૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ આમંત્યમાં તદાકાર હોવાથી શરીરનો અધ્યાસ રહેતો નથી. તેથી યોગસૂત્ર(૨-૪૭)માં જણાવ્યા મુજબ “પ્રયત્નની શિથિલતા અને આનંયની સમાપત્તિ આ બંન્નેના કારણે આ ત્રીજી બલાદષ્ટિમાં સ્થિર સુખાસનની સિદ્ધિ થાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. //૨૨-૧૧| સ્થિર સુખાસનની સિદ્ધિનું ફળ વર્ણવાય છે अतोऽन्तरायविजयो, द्वन्द्वानभिहतिः परा । કૃષ્ટોષપરિત્યા:, પ્રધાનપુર:સર: રર-૧૨ા. अत इति-अतो यथोक्तादासनादन्तरायाणामङ्गमेजयादीनां विजयः । द्वन्द्वैः शीतोष्णादिभिरनभिहतिर्दुःखाप्राप्तिः परा आत्यन्तिकी 'ततो द्वन्द्वानभिघात' [२-४८] इत्युक्तेः । दृष्टानां च दोषाणां मनःस्थितिजनितक्लेशादीनां परित्यागः प्रणिधानपुरस्सरः प्रशस्तावधानपूर्वः ॥२२-१२।। “ઉપર જણાવેલા સ્થિર-સુખાસનના કારણે; શરીરના કંપનાદિ સ્વરૂપ અંતરાયોનો વિજય, શીત-ઉષ્ણ... ઇત્યાદિ ઢંઢોથી દુઃખ ન પામવા સ્વરૂપ શ્રેષ્ઠ અનભિહતિ અને પ્રણિધાનપૂર્વક મનના સંક્લેશાદિનો પરિત્યાગ થાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ દૃષ્ટિમાં સ્થિર સુખાસનની સિદ્ધિ થવાથી શરીરમાં કંપ(ધ્રુજારી) નથી થતો. તાત્પર્ય એ છે કે યોગની સાધનામાં પ્રવૃત્તિ કરતી વખતે યોગાર્થીએ ધ્યાન રાખવું જોઇએ કે એ પ્રવૃત્તિમાં સ્થિરતા આવવી જોઈએ. એ પ્રવૃત્તિ વખતે, તેના આરંભ પૂર્વે જો લૌકિક પ્રવૃત્તિ વધારે કરી હોય તો શરીર થાકેલું હોવાથી શરીર કંપાયમાન થાય છે. તેથી જેમ બને તેમ લૌકિક પ્રવૃત્તિ ઓછી કરી આસનની સ્થિરતા પ્રાપ્ત કરી અંગમેજય (શરીરનું કંપન) ઉપર વિજય મેળવી શકાય છે, જે આ દૃષ્ટિમાં પ્રાપ્ત થનાર આસનસિદ્ધિનું ફળ છે. તેમ જ આ દષ્ટિમાં આસનની સિદ્ધિના કારણે શીત-ઉષ્ણ; માન-અપમાન અને હર્ષવિષાદ... ઇત્યાદિ કંદોથી દુઃખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે યોગાર્થીને આસનના કારણે પીડા નથી અને અસત્ તૃષ્ણા નથી. દુઃખની અપ્રાપ્તિ સ્વરૂપ અનભિહતિ શ્રેષ્ઠ છે, ચિરકાળસ્થાયિની છે. આવી જ રીતે મનના પ્રશસ્ત અવધાન(ઉપયોગવિચારણા)પૂર્વક દોષોનો પરિત્યાગ થાય છે. મનની સ્થિતિના કારણે જે ક્લેશ વગેરે દેખીતા દોષો ઉદ્ભવતા હતા તેનો પરિત્યાગ; આસનની સ્થિરતા અને સુખરૂપતાના કારણે થાય છે. “તતો જામિયતઃ ૨-૪૮' - આ યોગસૂત્રમાં ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. શરીરની સ્થિરતા, ધંધોની સહિષ્ણુતા અને મનની પ્રશસ્તભાવમાં એકાગ્રતાપૂર્વક ક્લેશાદિ દષ્ટ દોષોનો પરિત્યાગ : એ આ દૃષ્ટિમાં થતી આસનસિદ્ધિનું ફળ છે. રર-૧રો શુક્રૂષાનું સ્વરૂપ વર્ણવાય છે– ૨૧૪ તારાદિત્રય બત્રીશી Page #218 -------------------------------------------------------------------------- ________________ कान्ताजुषो विदग्धस्य, दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा, तथाऽस्यां तत्त्वगोचरा ॥२२-१३॥ कान्तेति-कान्ताजुषः कामिनीसहितस्य विदग्धस्य गेयनीतिनिपुणस्य दिव्यस्यातिशयितस्य गेयस्य । किन्नरादिसम्बन्धिनः श्रुतौ श्रवणे यथा यूनो यौवनगामिनो कामिनो भवति शुश्रूषा, तथाऽस्यां बलायां તત્વોપરી શુકૂવા રર-૧રૂ. મનોહર એવી પત્નીથી સહિત અને વિચક્ષણ એવા યુવાનને દિવ્યગીત સાંભળવાની જેમ ઇચ્છા હોય છે તેમ આ બલાદષ્ટિમાં તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે રમણીય સ્ત્રીનું સાંનિધ્ય હોય, પોતે ગીતગાનનો નિપુણ હોય અને યુવાન હોય : એવા કામી(વિષય-રસિક)ને કિન્નરાદિ દેવોના દિવ્યગીતને સાંભળવાની જેવી ઇચ્છા હોય છે એવી તત્ત્વ સાંભળવાની ઇચ્છા(શુશ્રુષા) આ ત્રીજી દષ્ટિને પામેલા આત્માને હોય છે. અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં જે સાંભળવા મળ્યું ન હતું એ તત્ત્વના શ્રવણમાં અત્યંત પ્રીતિ થાય : એ સમજી શકાય છે. ભાવની દુઃખગહનતાને જાણ્યા પછી એના ઉચ્છેદનાં સાધનોની પ્રાપ્તિ માટે તત્ત્વશ્રવણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ધનાદિની ઇચ્છાવાળાને જેમ ધંધાદિની વાતને સાંભળવાની ઇચ્છા હોય છે તેમ અહીં તત્ત્વશ્રવણની ઇચ્છા હોય છે. ભવસ્વરૂપ ગહન દુઃખના ઉચ્છેદનો ઉપાય અહીં તત્ત્વ છે. આ દૃષ્ટિમાં નિરંતર એને સાંભળવાની ઉત્કટ ઇચ્છા હોય છે. રોગીને ગમે તેવી પણ સુખની અનુકૂળતામાં જેમ રોગના ઉચ્છેદના ઉપાયની વાત સાંભળવાની ઇચ્છા હોય છે તેમ અહીં પણ ભવરોગીને તેના ઉચ્છેદના ઉપાયને સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય છે. ભવરોગ રોગ લાગે તો આ દૃષ્ટિમાં ઉદ્દભવનારી શુશ્રુષા પ્રાપ્ત કરવાનું ખૂબ જ સરળ બને. ૨૨-૧all શુશ્રુષાના અભાવમાં અને ભાવમાં(વિદ્યમાનતામાં) શું થાય છે, તે જણાવાય છે– अभावेऽस्याः श्रुतं व्यर्थं, बीजन्यास इवोषरे । શ્રતામાવેડ િમાવેડચા, ઘુવઃ શર્મક્ષયઃ પુનઃ રર-૧૪ अभाव इति-अस्या उक्तलक्षणशुश्रूषाया अभावे । श्रुतमर्थश्रवणं व्यर्थम्, ऊषर इव बीजन्यासः । श्रुताभावेऽप्यर्थश्रवणाभावेऽप्यस्या उक्तशुश्रूषाया भावे पुन धुंवो निश्चितः कर्मक्षयः । अतोऽन्वयव्यतिरेकाभ्यामियमेव प्रधानफलकारणमिति भावः ।।२२-१४॥ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે “સાંભળવાની ઇચ્છાનો અભાવ હોય તો; ઊખર ભૂમિમાં વાવેલા બીજની જેમ સાંભળવાની પ્રવૃત્તિનું ફળ શ્રમ સિવાય બીજું કોઈ નથી અને અર્થ એક પરિશીલન ૨૧૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ સાંભળવાની પ્રવૃત્તિનો અભાવ હોય તો પણ સાંભળવાની ઇચ્છા હોય તો ચોક્કસ જ કર્મક્ષય થાય છે....... કહેવાનો આશય એ છે કે આ શુશ્રષા બોધસ્વરૂપ પાણીની પ્રાપ્તિ માટે પાણીની સેર-સરવાણી જેવી છે. જ્યાં પણ ભૂમિમાં એવી સરવાણી હોય ત્યાં ખોદવાથી નિરંતર પાણીનો પ્રવાહ પ્રાપ્ત થયા જ કરે છે. પરંતુ જયાં એવી સરવાણી ન હોય ત્યાં ખોદવાથી જેમ પાણી મળતું નથી અને માત્ર શ્રમ જ પ્રાપ્ત થાય છે તેમ અહીં પણ શુશ્રુષાના અભાવે શ્રવણ નિરર્થક બને છે. તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. કોઈ વાર શુશ્રુષા હોવા છતાં સંયોગવશ શ્રવણની પ્રવૃત્તિના અભાવમાં પણ કર્મક્ષય સ્વરૂપ ફળ; નિશ્ચિત જ પ્રાપ્ત થાય છે. આથી સમજી શકાશે કે શુશ્રુષાના ભાવમાં ફળની પ્રાપ્તિ થાય છે અને તેના અભાવમાં ફળની પ્રાપ્તિ થતી નથી. અનુક્રમે આ અન્વય અને વ્યતિરેકથી બોધાદિ સ્વરૂપે ફળની પ્રાપ્તિમાં આ શુશ્રુષા જ મુખ્ય કારણ છે. શ્રવણના અભાવમાં પણ એને ટકાવી રાખવી જોઇએ કે જેથી કર્મક્ષય તો થયા કરે! આજે લગભગ તદન વિપરીત દશા છે. શુશ્રુષાના અભાવમાં પણ શ્રવણની પ્રવૃત્તિ ચિકાર છે. સાંભળવા ખાતર સાંભળવાથી કોઈ લાભ નથી. હજામની પાસે સૂતાં સૂતાં કથાનું શ્રવણ કરનાર રાજા-મહારાજાની જેમ સાંભળવાથી શુશ્રુષાના અભાવે બોધની પ્રાપ્તિ શક્ય નહીં બને. બોધની કેટલી આવશ્યકતા છે ? એ આ દૃષ્ટિને પામેલાને સમજાવવાની આવશ્યકતા નથી. તેઓ સારી રીતે એ સમજે છે. અજ્ઞાન જેવું કોઇ દુઃખ નથી, એની પીડાનો જેણે અનુભવ કર્યો હોય તે તેને દૂર કરવા પ્રયત્ન કર્યા વિના ન જ રહે- એ સમજવાનું અઘરું નથી. ૨૨-૧૪ll ક્ષેપના અભાવનું ફળ જણાવાય છે योगारम्भ इहाक्षेपात्, स्यादुपायेषु कौशलम । ૩થમાને તરો તૃષ્ટા, પરસેવેન વીનતા રર-૭/ योगेति-इह बलायामक्षेपादन्यत्र चित्ताभ्यासाद्योगारम्भे उपायेषु योगसाधनेषु कौशलं दक्षत्वं भवति, उत्तरोत्तरमतिवृद्धियोगादिति भावः । उप्यमाने तरौ पयःसेकेन पीनता दृष्टा, तद्वदिहाप्यक्षेपेणैवमतिपीनत्वलक्षणमुपायकौशलं स्याद् । अन्यथा पूर्णपयःसेकं विनोप्तस्य तरोरिव प्रकृतानुष्ठानस्य कार्यमेवाકૌશલ્તત્તક્ષણં ચાહિતિ ભાવ: રર-૧૧ આ બલાદષ્ટિમાં ક્ષેપનો અભાવ હોવાથી યોગના આરંભમાં તેનાં સાધનોના વિષયમાં કુશળતા પ્રાપ્ત થાય છે. વવાતાં વૃક્ષોમાં પાણીના સિંચનથી પુષ્ટતા દેખાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગની સાધનામાં અવરોધ કરનારા એવા આઠ દોષોમાં ત્રીજો ક્ષેપ નામનો દોષ છે, જેનો અભાવ આ ત્રીજી દૃષ્ટિમાં હોય છે. આરંભેલી ક્રિયાને છોડીને બીજી બીજી ક્રિયામાં જે ચિત્ત જાય છે તેને ક્ષેપ નામનો દોષ કહેવાય છે. આ દોષને લઈને ક્રિયામાં સાતત્ય રહેતું નથી, અને તેથી આરંભેલી ક્રિયા ઈષ્ટની ૨૧૬ તારાદિત્રય બત્રીશી Page #220 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિનું કારણ બનતી નથી. આ દૃષ્ટિમાં એ દોષનો અભાવ હોવાથી ચિત્તનો ન્યાસ આરંભેલી ક્રિયામાં જ હોય છે. અન્ય ક્રિયાઓમાં ચિત્તનો ન્યાસ ન હોવાથી યોગના આરંભમાં સાતત્ય જળવાય છે, જેથી યોગસાધક ઉપાયોમાં કૌશલ્ય પ્રાપ્ત થાય છે. એ કુશળતાના કારણે યોગની સાધનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત દ્વારા ઉક્ત વાતનું જ સમર્થન કર્યું છે. વવાતાં વૃક્ષોને પાણી સિંચાય તો તે વૃક્ષો પુષ્ટ (મોટા) થાય છે. તેની જેમ જ યોગની સાધના ક્ષેપના અભાવના કારણે જ અત્યંત પુષ્ટ બને છે. તે સ્વરૂપ અહીં ઉપાયની કુશળતા છે. અન્યથા પાણીના સિંચન વિના જેમ વૃક્ષો કૃશ બને છે અર્થાત્ સુકાય છે; તેમ આરંભેલ યોગનું અનુષ્ઠાન અકુશળતા સ્વરૂપ કૃશતાને પામે છે. આથી સમજી શકાશે કે ક્ષેપ નામનો દોષ આરંભેલા અનુષ્ઠાનને કૃશ બનાવનારો છે. એ દોષના અભાવે આ બલાદૃષ્ટિમાં અનુષ્ઠાન પુષ્ટ બને છે. પાણીના સિંચન વિના થનારી વવાતા વૃક્ષની સ્થિતિનો જેને ખ્યાલ છે; તે પદોષની ભયંકરતાને સમજી શકે છે. આપણે જ આરંભેલા કાર્યના ફળથી આપણને દૂર રાખવાનું કાર્ય પદોષ કરે છે, જેનો અભાવ આ બલાદેષ્ટિમાં છે. આ રીતે બલાદષ્ટિનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. ll૧૨-૧પી. ચોથી દીપ્રાદષ્ટિનું વર્ણન કરાય છે प्राणायामवती दीप्रा, योगोत्थानविवर्जिता । तत्त्वश्रवणसंयुक्ता, सूक्ष्मबोधमनाश्रिता ॥२२-१६॥ प्राणायामवतीति-प्राणायामवती प्राणायामसहिता दीपा दृष्टिः । योगोत्थानेन विवर्जिता प्रशान्तवाहितालाभात्तत्त्वश्रवणेन संयुक्ता शुश्रूषाफलभावात् सूक्ष्मबोधेन विवर्जिता वेद्यसंवेद्यपदाप्राप्तेः ।।२२-१६।। “પ્રાણાયામવાળી યોગના ઉત્થાનથી વર્જિત, તત્ત્વશ્રવણથી સંયુક્ત અને સૂક્ષ્મબોધથી રહિત એવી ચોથી દીપ્રાદેષ્ટિ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે યોગનાં યમ નિયમ આસન અને પ્રાણાયામ... વગેરે આઠ અંગોમાંથી ચોથા પ્રાણાયામ સ્વરૂપ યોગાંગથી સહિત આ દીપ્રાદષ્ટિ છે. તેમ જ ખેદ ઉગ ક્ષેપ અને ઉત્થાન વગેરે, યોગાવરોધક આઠ દોષોમાંથી ચોથા ઉત્થાનદોષથી રહિત આ દષ્ટિ હોય છે. કારણ કે પ્રશાંતવાહિતાની અહીં પ્રાપ્તિ થયેલી હોય છે. અદ્વેષ, જિજ્ઞાસા અને શુક્રૂષા... વગેરે યોગગુણોમાંથી ચોથા ગુણ સ્વરૂપે તત્ત્વશ્રવણની અહીં પ્રાપ્તિ થાય છે. કારણ કે આ પૂર્વે ત્રીજી દૃષ્ટિમાં તાત્ત્વિક શુશ્રુષાની પ્રાપ્તિ થઈ હોવાથી તેના ફળસ્વરૂપે ચોથી દષ્ટિમાં તત્ત્વશ્રવણની પ્રાપ્તિ થાય છે. આમ છતાં આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. કારણ કે અહીં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી નથી. સૂક્ષ્મ બોધ, વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિથી જ પ્રાપ્ત થાય છે. અહીં નામથી જ વર્ણવેલા પ્રાણાયામાદિનું વર્ણન હવે પછી કરાશે. ૨૨-૧૬ll એક પરિશીલન ૨૧૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામનું વર્ણન કરાય છે– रेचकः स्याद् बहिर्वृत्तिरन्तर्वृत्तिश्च पूरक: । कुम्भकः स्तम्भवृत्तिश्च, प्राणायामस्त्रिधेत्ययम् ॥२२-१७॥ रेचक इति–बहिर्वृत्तिः श्वासो रेचकः स्याद् । अन्तर्वृत्तिश्च प्रश्वासः पूरकः । स्तम्भवृत्तिश्च कुम्भकः । यस्मिन् जलमिव कुम्भे निश्चलतया प्राणोऽवस्थाप्यते । इत्ययं त्रिधा प्राणायामः प्राणगतिविच्छेदः । यदाह“ ( तस्मिन्सति) श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः” इति [ २-४९ ] । अयं च नासाद्वादशान्तादिदेशेन षड्विंशतिमात्रादिप्रमाणकालेन । सङ्ख्यया चेयतो वारान् कृत एतावद्भिश्च श्वासप्रश्वासैः प्रथम उद्घातो भवतीत्यादिलक्षणोपलक्षितो दीर्घसूक्ष्मसंज्ञ आख्यायते । यथोक्तं - " स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसञ्ज्ञ (सूक्ष्मः) इति” [२-५०] । बाह्याभ्यन्तरविषयो द्वादशान्तहृदयनाभिचक्रादिरूप एव पर्यालोच्यैव सहसा तप्तोपलनिपतितजलन्यायेन युगपत् स्तम्भवृत्त्या निष्पद्यमानात् कुम्भकात्तत्पर्यालोचनपूर्वकत्वमात्रभेदेन च चतुर्थोऽपि प्राणायाम इष्यते । यथोक्तं - "बाह्याभ्यन्तरविषयाक्षेपी ચતુર્થ” કૃતિ [૨-૧૧] ||૨૨-૧૭|| “બાહ્યવૃત્તિ શ્વાસને રેચક કહેવાય છે; આવ્યંતર વૃત્તિ પ્રશ્વાસને પૂરક કહેવાય છે અને સ્તંભવૃત્તિ એ બંન્નેને કુંભક કહેવાય છે - આ રીતે ત્રણ પ્રકારનો પ્રાણાયામ કહેવાય છે.” આ પ્રમાણે સત્તરમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - યોગના ત્રીજા અંગ આસનની સિદ્ધિ થયા પછી શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો જે અભાવ થાય છે; તેને પ્રાણાયામ કહેવાય છે. બહારના વાયુને અંદર લેવો તેનું નામ શ્વાસ છે અને ઉદરમાં(પેટમાં) રહેલા વાયુને બહાર કાઢવો તેનું નામ પ્રશ્વાસ છે. તે શ્વાસ-પ્રશ્વાસનો જે અભાવ તે પ્રાણાયામ છે. પૂરકપ્રાણાયામમાં શ્વાસનો અભાવ હોય છે અને રેચકપ્રાણાયામમાં પ્રશ્વાસનો અભાવ હોય છે. અર્થાત્ બંન્ને પ્રાણાયામમાં એક-એકનો અભાવ હોય છે. બંન્નેનો અભાવ ન હોવાથી યદ્યપિ તેને પ્રાણાયામ કહી શકાય નહીં, પરંતુ બંન્ને સ્થાને શ્વાસ અને પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો અભાવ હોવાથી તે અપેક્ષાએ તેને પ્રાણાયામ કહેવાય છે - એમ તેના જ્ઞાતાઓ કહે છે. ૨૧૮ પ્રશ્વાસ દ્વારા સ્વાભાવિક પ્રાણગતિનો જે અભાવ છે; તેને બાહ્યવૃત્તિ રેચક કહેવાય છે. શ્વાસ દ્વારા જે પ્રાણની ગતિનો અભાવ છે; તે આવ્યંતરવૃત્તિ પૂરક છે અને પ્રયત્નથી એક સાથે શ્વાસ-પ્રશ્વાસનો જે અભાવ છે તેને સ્તંભવૃત્તિ કુંભક કહેવાય છે, જે હોતે છતે ઘડામાં નિશ્ચલપણે રખાતા પાણીની જેમ પ્રાણને સ્થાપન કરાય છે. આ રીતે ત્રણ પ્રકાર વડે પ્રાણની ગતિનો વિચ્છેદ કરાય છે તેથી પ્રાણાયામ ત્રણ પ્રકારનો છે. આ વિષયનું વર્ણન કરતાં યોગસૂત્ર(૨-૪૯)માં જણાવ્યું છે કે – પૂર્વે જણાવેલા આસનનો પૂર્ણ લાભ થયે છતે શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો અભાવ થાય છે, તેને પ્રાણાયામ કહેવાય છે. . તારાદિત્રય બત્રીશી Page #222 -------------------------------------------------------------------------- ________________ આ પ્રાણાયામ; નાસિકાથી બાર આંગળ વગેરે દેશ વડે; છવ્વીસમાત્રાદિ (અહીં છત્રીશમાત્રાદિ આવો પાઠ હોવો જોઇએ) પ્રમાણયુક્ત કાલ વડે અને આટલી વાર (અમુક વાર) ઇત્યાદિ સંખ્યાના પ્રમાણ વડે કરાયો છે. અર્થાત્ તે દેશ, કાળ અને તેટલી વારને(સંખ્યાને) આશ્રયીને શ્વાસ-પ્રશ્વાસથી પ્રથમ ઉઘાત થાય છે... ઇત્યાદિ સ્વરૂપે જણાતો એ પ્રાણાયામ દીર્ઘસૂક્ષ્મ તરીકે વર્ણવાય છે. આશય એ છે કે જ્યારે યોગી પ્રાણાયામ કરે છે ત્યારે પ્રથમ દેશને આશ્રયીને તેની પરીક્ષા કરે છે. નાસિકાના અગ્રભાગથી એક આંગળ પ્રદેશ ઉપર રૂ રાખી બાહ્યવાયુવિષયક રેચક પ્રાણાયામની પરીક્ષા કરવી કે રૂ સુધી વાયુ પહોંચે છે કે નહીં? રૂ હાલે તો નિશ્ચય થાય કે અહીં સુધી બાહ્યવાયુ સ્થિરતાપૂર્વક વહે છે. ત્યાર પછી એક વેંત દૂર રૂ રાખી પરીક્ષા કરવી. એમ કરતાં જયારે બાર અંગુલ પર્યત રેચક સ્થિર થઇ જાય ત્યારે તે દીર્ઘસૂક્ષ્મ કહેવાય છે. આવી જ રીતે કીડીના સ્પર્શ જેવા સ્પર્શથી આત્યંતર પૂરકની પરીક્ષા કરવી. એ વાયુ નાભિચક્ર સુધી જાય ત્યારે તે (પૂરક) દીર્ઘસૂક્ષ્મ કહેવાય છે. દેશને આશ્રયીને પ્રાણાયામની પરીક્ષા ઉપર જણાવ્યા મુજબ કર્યા પછી કાળને આશ્રયીને તેની પરીક્ષા કરવી. આટલી માત્રા સુધી તે રેચક પૂરક સ્થિર રહે છે. એનો ખ્યાલ એ પરીક્ષાથી આવે છે. હાથને જાનુ (ઢીંચણ) ઉપરથી ચારે તરફ ફેરવીને એક ચપટી વગાડવામાં જેટલો સમય જાય છે; તે સમયને એક માત્રા કહેવાય છે. આવી છત્રીશ માત્રા સુધી વધતો પ્રાણાયામ સ્થિર થાય ત્યારે તેને દીર્ઘસૂક્ષ્મ કહેવાય છે. આ રીતે દેશ અને કાળને આશ્રયીને પ્રાણાયામની પરીક્ષા કર્યા પછી સંખ્યાને આશ્રયીને તેની પરીક્ષા કરવામાં આવે છે. અમુક પ્રમાણ શ્વાસ-પ્રશ્વાસથી પ્રથમ ઉઘાત થયો. આટલા શ્વાસપ્રશ્વાસથી બીજો ઉઘાત થયો.. ઇત્યાદિ રીતે સંખ્યાને આશ્રયીને પ્રાણાયામની પરીક્ષા કરાય છે. ઊર્ધ્વગમન કરતો પ્રાણ જ્યારે નીચે સ્થિર થાય ત્યારે તેને ઉદ્દાત કહેવાય છે. બાર માત્રા કાળ પર્વતની એ અવસ્થાને પ્રથમ ઉઘાત કહેવાય છે. ચોવીશ માત્રા કાળ પર્વતની એ અવસ્થાને બીજો ઉદ્દાત કહેવાય છે અને ત્રીજો ઉદ્દાત; છત્રીશ માત્રા કાળની એ અવસ્થાથી થાય છે, આ પ્રમાણે દેશ કાળ અને સંખ્યાથી પરીક્ષા કરાયેલ અને અભ્યાસથી પરિવર્દ્રિત થયેલો જે પ્રાણાયામ છે, તેને દીર્ઘસૂક્ષ્મ પ્રાણાયામ કહેવાય છે. જેમ પીંજેલો રૂનો ઢગલો પસરીને લાંબો અને સૂક્ષ્મ થઈ જાય છે. તેમ જ અહીં પણ દેશ કાળ અને સંખ્યાદિથી પરીક્ષિત અને પરિવર્તિત પ્રાણાયામ દીર્ધ-સૂક્ષ્મ થાય છે. આ વિષયનું નિરૂપણ યોગસૂત્ર(૨-૫૦)માં કર્યું છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે. આ શ્લોકમાં ઉપર જણાવ્યા મુજબ પ્રાણાયામ ત્રણ પ્રકારનો છે. સામાન્ય રીતે ક્રમિક ભૂમિકાની અપેક્ષાએ એ નિરૂપણ છે. પરંતુ યોગીની વિશેષ યોગ્યતાએ તપેલા પથ્થર ઉપર પડતાંની સાથે જળ જેમ શોષાઈ જાય છે તેમ એકાએક દેશકાળની અપેક્ષાએ પરીક્ષા વિના જ કુંભક પ્રાણાયામ થાય છે. તે ચતુર્થ પ્રાણાયામ છે. બાર અંગુલ જેટલો જે, નાસિકાથી માંડીને દેશ સ્વરૂપ પૂરકનો બાહ્યવિષય છે અને હૃદયથી માંડીને નાભિચક્રાદિ સુધીના દેશ સ્વરૂપ જે એક પરિશીલન ૨૧૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ આવ્યંતર વિષય રેચકનો છે, તેની પરીક્ષા વિના એકદમ (સહસા એ બાહ્યાભ્યતર વિષયના વિચાર વિના) તપેલા પથ્થર ઉપર પડેલા પાણીના ન્યાયે ખંભવૃત્તિથી થતા કુંભક પ્રાણાયામને લઇને ચતુર્થ પ્રાણાયામ મનાય છે. અર્થાત્ જે કુંભકનો પૂરકરેચકસંબંધી દેશકાળાદિની પરીક્ષા કર્યા વિના એકદમ જ આરંભ કરાય છે તે ચતુર્થ કુંભક પ્રાણાયામ છે અને જે, પૂરક-રેચકના વિષયની પરીક્ષા કરવા પૂર્વક આરંભ કરાય છે, તે તૃતીય કુંભક પ્રાણાયામ છે. એ બંન્નેમાં પૂર્વોક્ત રીતે વિષયના પર્યાલોચન અને અપર્યાલોચનને લઈને ભેદ છે. અહીં આ શ્લોકની ટીકામાં ચિત્તરવિષયો આવો પાઠ છે. ત્યાં વાણિTચ્ચારવિષયો આવો પાઠ હોવો જોઇએ. તેમ જ હૃદયનામિવિહિપ વ પર્યા.. ઈત્યાદિ પાઠ છે. ત્યાં દયનામિપિવિપર્યા.. ઇત્યાદિ પાઠ હોવો જોઈએ - એમ માનીને ઉપર જણાવ્યા મુજબ ટીકાનો અર્થ જણાવ્યો છે. “વાIિTચ્ચત્તરવિષયાસેથી ચતુર્થ” રૂત્તિ (ર-૧૧) આ યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ચતુર્થ પ્રાણાયામનું સ્વરૂપ ઉપર જણાવ્યું છે. એ સૂત્રનો પરમાર્થ જણાવતાં “પાતંજલ દર્શન પ્રકાશ'માં બીજી રીતે પણ ત્રીજા ચોથા પ્રાણાયામનું સ્વરૂપ વર્ણવ્યું છે, જે ઉપર જણાવેલા સ્વરૂપથી જુદું છે. આ વિષયનું તત્ત્વ તો તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઇએ. ૨૨-૧૭ના પ્રાણાયામનું પ્રયોજન જણાવાય છે धारणायोग्यता तस्मात्, प्रकाशावरणक्षयः । अन्यैरुक्तः क्वचिच्चैतद्, युज्यते योग्यतानुगम् ॥२२-१८॥ धारणेति-तस्मात्प्राणायामाद् धारणानां योग्यता, प्राणायामेन स्थिरीकृतं चेतः सुखेन नियतदेशे થાત તિ | તકુ–“ઘારા(સુ) ઘ યોગ્યતા મનસ: રિ-ધરૂ રૂતિ | તથા પ્રાશય વિત્તજ્વતિય यदावरणं क्लेशरूपं तत्क्षयः । तदुक्तं-“ततः क्षीयते प्रकाशावरणमिति” [२-५२] । अयमन्यैः पतञ्जल्यादिभिरुक्तः । भगवत्प्रवचने तु व्याकुलताहेतुत्वेन निषिद्ध एव श्वासप्रश्वासरोधः, यथायोगसमाधानमेव प्रवृत्तेः श्रेयस्त्वात्, प्राणरोधपलिमन्थस्यानतिप्रयोजनत्वात् । तदुक्तं-“उस्सासं ण णिरुंभइ आभिग्गहिओ वि किमु अचेठ्ठा । पसज्जमरणं निरोहे मुहुमुस्सासं च जयणाए ।।१।” एतच्च पतञ्जल्याद्युक्तं क्वचित्पुरुषविशेषे योग्यतानुगं योग्यतानुसारि युज्यते, नानारुचित्वाद्योगिनां, प्राणायामरुचीनां प्राणायामेनापि फलसिद्धेः स्वरुचिसम्पत्तिसिद्धस्योत्साहस्य योगोपायत्वात् । यथोक्तं योगबिन्दौ-“उत्साहान्निश्चयाद्धैर्या सन्तोषात्तत्त्वदर्शनात् । मुनेर्जनपदत्यागात् षड्भिोगः प्रसिध्यति ।।१।।” इति । तस्माद्यस्य प्राणवृत्तिनिरोधेनैवेन्द्रियवृत्तिनिरोधस्तस्य तदुपयोग इति तत्त्वम् ।।२२-१८॥ “તેથી(પ્રાણાયામથી) ધારણાની યોગ્યતા પ્રાપ્ત થાય છે તેમ જ પ્રકાશના આવરણભૂત ક્લેશોનો ક્ષય થાય છે. આવા પ્રકારનો પ્રાણાયામપતંજલિવગેરેએ વર્ણવ્યો છે તે, કોઇયોગીવિશેષની યોગ્યતાને અનુલક્ષીને યોગ્ય છે, સર્વત્ર એ યોગ્ય નથી.” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. ૨૨૦ તારાદિત્રય બત્રીશી Page #224 -------------------------------------------------------------------------- ________________ એનો કહેવાનો આશય એ છે કે પ્રાણાયામની સિદ્ધિ થવાથી ચિત્ત સ્થિર થાય છે અને તેથી સ્થિર થયેલા એ ચિત્તને સુખેથી નિયત કરેલા દેશ(વિષય)માં ધારી શકાય છે. આ રીતે પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પ્રાપ્ત થાય છે તેમ જ સાત્ત્વિક સત્ત્વગુણપ્રધાન) ચિત્તમાં જે વિવેકજ્ઞાન સ્વરૂપ પ્રકાશ છે; તેના આવરણભૂત અવિદ્યાદિ ક્લેશોનો ક્ષય થાય છે. આ પ્રમાણે યોગસૂત્રમાં પણ વર્ણવ્યું છે. (જુઓ સૂ.નં. ૨-૫૩ અને ૨-પર) આવા પ્રકારના પ્રાણાયામને પતંજલિ વગેરેએ યોગની સિદ્ધિ માટે વર્ણવ્યો છે. પરંતુ ભગવાન શ્રી જિનેશ્વર દેવોના પ્રવચનમાં તો એ પ્રાણાયામ વ્યાકુળતામાં કારણ હોવાથી શ્વાસપ્રશ્વાસનો નિરોધ નિષિદ્ધ જ છે. મનવચનકાયાના યોગોની સમાધિ ટકી રહે એવી પ્રવૃત્તિ જ કલ્યાણને કરનારી છે. શ્વાસનો વિરોધ કરવા સ્વરૂપ વ્યાઘાત(સ્વાધ્યાયાદિ વ્યાઘાત)નું કોઈ જ પ્રયોજન નથી. શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિમાં; એ વિષયમાં વર્ણવ્યું છે કે – કાઉસ્સગ્નમાં ઊભો રહેલો નવો સાધક ઉચ્છવાસને રૂંધે નહિ; તો પછી ચેષ્ટા સહિત કાયોત્સર્ગ કરનારની તો વાત જ ક્યાંથી હોય? અર્થાત્ તે તો ઉચ્છવાસને ન જ રૂપે; કારણ કે શ્વાસને સદંતર રોકવાથી તુરંત જ મરણ આવે છે. તેથી કાઉસગ્નમાં રહેલો સાધક સૂક્ષ્મ ઉચ્છવાસને જયણાથી છોડે. આમ છતાં પતંજલિ વગેરેએ જે જણાવ્યું છે તે કોઈ પુરુષવિશેષમાં તેની યોગ્યતા પ્રમાણે યોગ્ય છે. કારણ કે યોગીઓની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. ઉક્ત પ્રાણાયામની રુચિવાળા જીવોને પ્રાણાયામથી પણ ફળની સિદ્ધિ થાય છે. પોતાની રુચિના કારણે સારી રીતે સિદ્ધ થયેલો ઉત્સાહ યોગનો ઉપાય છે. “યોગબિંદુ(૪૧૧)માં એ અંગે જણાવ્યું છે કે – “ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સંતોષ, તત્ત્વદર્શન અને જનપદનો ત્યાગ : આ છથી યોગની પ્રાપ્તિ થાય છે. વર્ષોલ્લાસને ઉત્સાહ કહેવાય છે; કર્તવ્યના જ એકમાત્ર પરિણામને નિશ્ચય કહેવાય છે; સંકટ પડે પણ પ્રતિજ્ઞાથી વિચલિત ન થવા સ્વરૂપ ધૈર્ય છે; આત્મામાં રમણતા સ્વરૂપ સંતોષ છે; “યોગ એક જ પરમાર્થ છે – આવી સમાલોચનાને તત્ત્વદર્શન કહેવાય છે અને ભવનું અનુસરણ કરનારા લોકવ્યવહારનો ત્યાગ કરવો - એ જનપદત્યાગ છે. એ છ ઉપાયોથી યોગના અર્થી જનોને યોગની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે પ્રાણવૃત્તિનિરોધ(પ્રાણાયામ)થી જ જેને ઇન્દ્રિયોની વૃત્તિઓનો નિરોધ પ્રાપ્ત થાય છે; તેને પ્રાણાયામનો ઉપયોગ છે. પરંતુ પ્રાણાયામ વિના જ જેને ઇન્દ્રિયવૃત્તિનિરોધ પ્રાપ્ત થાય છે તેને તેનો (પ્રાણાયામનો) કોઈ જ ઉપયોગ નથી.. ઇત્યાદિ બરાબર સમજી લેવું. ૨૨-૧૮ ભાવને આશ્રયીને પ્રાણાયામનું સ્વરૂપ વર્ણવાય છે– रेचनाद् बाहाभावानामन्तर्भावस्य पूरणात् । कुम्भनानिश्चितार्थस्य प्राणायामश्च भावतः ॥२२-१९॥ એક પરિશીલન ૨ ૨૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ रेचनादिति–बाह्यभावानां कुटुम्बदारादिममत्वलक्षणानां रेचनात् । अन्तर्भावस्य श्रवणजनितविवेकलक्षणस्य पूरणात् । निश्चितार्थस्य कुम्भनात् स्थिरीकरणाच्च । भावतः प्राणायामोऽयमेवाव्यभिचारेण योगाङ्गगम् । अत एवोक्तं - “ प्राणायामवती चतुर्थाङ्गभावतो भावरेचकादिभावादिति” ।।२२-१९।। “બાહ્યભાવોના રેચનથી, અત્યંતરભાવના પૂરણથી અને નિશ્ચિત અર્થના કુંભનથી જે પ્રાણાયામ થાય છે તેને ભાવ-પ્રાણાયામ કહેવાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - પતંજલિ ઇત્યાદિએ જણાવેલ પ્રાણાયામ; ઉપર જણાવ્યા મુજબ બધા માટે જો યોગનું અંગ બને નહીં તો અહીં દીપ્રાર્દષ્ટિમાં પ્રાપ્ત થનાર યોગના અંગ તરીકે તેનું વર્ણન કરવાનું પ્રયોજન નથી - એમ લાગે; પરંતુ અન્યાભિમત પ્રાણાયામનું વર્ણન કરીને સ્વાભિમત પ્રાણાયામનું(ભાવપ્રાણાયામનું) આ શ્લોકથી વર્ણન કરાય છે. આ ભાવપ્રાણાયામ બધા માટે સર્વથા ઉપયોગી હોવાથી યોગનું અવ્યભિચારી અંગ છે. પોતાનું કુટુંબ, સ્ત્રી અને ધન વગેરે સંબંધી જે મમત્વભાવ છે; તેને બાહ્યભાવ કહેવાય છે. ભાવ પ્રાણાયામમાં તેનું રેચન કરાય છે. ત્રીજી દૃષ્ટિમાં કરેલા તત્ત્વશ્રવણથી ઉત્પન્ન થયેલ હેયોપાદેયના તેમ જ ભક્ષ્યાભથ્યાદિના વિવેક સ્વરૂપ અહીં આત્યંતરભાવ છે. તેના પૂરણને અહીં ભાવપૂરણ તરીકે વર્ણવ્યું છે અને ‘પ્રાણો કરતાં અત્યંત શ્રેષ્ઠ ધર્મ છે.’... ઇત્યાદિ પ્રકારના નિશ્ચયથી નિશ્ચિત થયેલા ધર્મને (નિશ્ચિતાર્થને) સ્થિર કરવા સ્વરૂપ; અહીં કુંભન છે. આ ભાવને આશ્રયીને પ્રાણાયામ છે, જે અવ્યભિચારી યોગાંગ છે. અર્થાત્ ચોથી દૃષ્ટિમાં બધાને જ આવા ભાવપ્રાણાયામની પ્રાપ્તિ થયેલી હોય છે. આથી જ યોગદૃષ્ટિ સમુચ્ચયના શ્લો.નં. ૫૭ની ટીકામાં પણ ફરમાવ્યું છે કે - “આ દીપ્રાદેષ્ટિ પ્રાણાયામવાળી છે. કારણ કે એમાં ભાવરેચક આદિના કારણે ચોથા યોગાંગ(પ્રાણાયામ)નો સદ્ભાવ હોય છે, અર્થાત્ ભાવપ્રાણાયામ હોય છે.” આત્મા અને તેના ગુણોને અનુલક્ષીને જે કોઇ વિચારણા કરાય છે; તેને સામાન્ય રીતે અંતર્ભાવ અને એનાથી ભિન્ન ભાવોને બાહ્યભાવ કહેવાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે બાહ્યભાવોથી દૂર થવાનું અને આવ્યંતરભાવોને પ્રાપ્ત કરવાનું ખૂબ જ આવશ્યક છે. અનાદિકાળથી અભ્યસ્ત કરેલા બાહ્યભાવોને દૂર કરવાનું ઘણું જ કપરું છે અને સર્વથા અપ્રાપ્ત જેવા આત્યંતર ભાવોને મેળવવાનું પણ એટલું જ કપરું છે. ‘પ્રાણથી પણ અધિક ધર્મ છે.'... ઇત્યાદિ નિશ્ચયને સ્થિર કર્યા વિના બાહ્યભાવોનું રેચન અને આત્યંતર ભાવોનું પૂરણ શક્ય નથી. ભાવપ્રાણાયામમાં મુમુક્ષુ આત્માઓને બાહ્યભાવોના રેચનની; આવ્યંતર ભાવોના પૂરણની અને તાદશ નિશ્ચિતાર્થના કુંભન(સ્થિરીકરણ)ની અવસ્થા પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૨૨-૧૯ ભાવરેચકાદિના ગુણોનું વર્ણન કરાય છે— ૨૨૨ प्राणेभ्योऽपि गुरुर्धर्मः, प्राणायामविनिश्चयात् । પ્રાળાંસ્ત્યન્તિ ધર્માર્થ, ન ધર્મ પ્રાનસો ૨૨-૨૦॥ તારાદિત્રય બત્રીશી Page #226 -------------------------------------------------------------------------- ________________ प्राणेभ्योऽपीति-प्राणेभ्योऽपीन्द्रियादिभ्योऽपि गुरुर्महत्तरो धर्मः । इत्यतो भावप्राणायामतो विनिश्चयाद् धर्मार्थं प्राणांस्त्यजति, तत्रोत्सर्गप्रवृत्तेः । अत एव न धर्मं त्यजति प्राणसङ्कटे प्राणकष्टे .રર-૨૦|| શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભાવપ્રાણાયામના કારણે; “પ્રાણો કરતાં પણ ધર્મ શ્રેષ્ઠતર છે.” - આ પ્રમાણે નિશ્ચય થવાથી આ દૃષ્ટિમાં મુમુક્ષુઓ ધર્મના અર્થે પ્રાણોનો ત્યાગ કરે છે. પરંતુ પ્રાણો ઉપર સંકટ આવે તો ય ધર્મનો ત્યાગ કરતા નથી. એનો આશય એ છે કે ભાવપ્રાણાયામના કારણે આ ચોથી દષ્ટિમાં ધર્મનું મહત્ત્વ સમજાય છે. અત્યાર સુધી આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા પોતાના પ્રાણ લાગતા હતા. પાંચ ઇન્દ્રિયો, મનવચનકાયાના ત્રણ બળ અને આયુષ્ય તથા શ્વાસોશ્વાસ: આ દશ પ્રાણો છે. યથાયોગ્ય જીવમાત્રને કોઈને કોઈ પ્રાણ હોય છે. સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાને પામેલા જીવને દશ પ્રાણ હોય છે. આવા પ્રકારની અવસ્થામાં જયારે ચોથી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે; ત્યારે એ પ્રાણો કરતાં પણ મહત્તર(શ્રેષ્ઠતર) આ ધર્મ જણાય છે. ચોથી દષ્ટિનો સાર જ એ નિશ્ચય છે. એથી ધર્મ માટે એ મુમુક્ષુ આત્માઓ પ્રાણનો ત્યાગ કરે છે. કારણ કે ઉત્સર્ગથી તેઓ પ્રવૃત્તિ કરે છે. પ્રાણની અપેક્ષા રાખે તો ગમે ત્યારે પણ ઉત્સર્ગથી કરાતી પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો જ પ્રસંગ આવશે. તેથી જ ગમે તેવા પ્રાણના સંકટમાં પણ તેઓ ધર્મનો ત્યાગ કરતા નથી. કષ્ટ વેઠીને પણ ધર્મની પ્રવૃત્તિ ઉત્સર્ગથી કરતા હોય છે. પ્રથમ ગુણસ્થાનકની આ ચોથી દષ્ટિ છેલ્લી દૃષ્ટિ છે. “પ્રાણ કરતાં ધર્મ મહત્તર છે'- આવો નિશ્ચય જ આ દૃષ્ટિનો સાર છે. એ નિશ્ચય ન હોય તો પાંચમી... વગેરે દષ્ટિઓ કઈ રીતે પ્રાપ્ત થાય? જે ધર્મથી; શરીરાદિના મૂળભૂત કર્મનો ઉચ્છેદ(નાશ) કરવાનો છે એ ધર્મ કરતાં; કર્મના યોગે પ્રાપ્ત થયેલા શરીરાદિ શ્રેષ્ઠ લાગે તો તેના મૂળભૂત કર્મનો ઉચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. લોકોત્તરધર્મની પૂર્વભૂમિકાનો સ્પર્શ કર્યા વિના લોકોત્તરધર્મની સાધના આપણને સિદ્ધિ સુધી પહોંચાડે એમાં બહુ તથ્ય નથી. ધર્મનું વાસ્તવિક મૂલ્ય સમજ્યા વિના જ ધર્મ કરાય તો તેના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાનું શક્ય નથી. “જે મરેલાને પણ અનુસરે છે તે ધર્મ એક જ મિત્ર છે. બીજું બધું તો શરીરના નાશની સાથે જ નાશ પામે છે...' ઇત્યાદિ તત્ત્વશ્રવણના પ્રભાવે આ દૃષ્ટિમાં ધર્મની મહત્તા સમજાય છે અને તેથી મુમુક્ષુજનો સ્વભાવથી જ તેનો સ્વીકાર ચોથી દૃષ્ટિમાં કરે છે. ચોથી દૃષ્ટિની એ એક અદ્ભુત સિદ્ધિ છે. એ તત્ત્વશ્રવણના કારણે લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે ઘણી જ અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ll૨૨-૨ના તત્ત્વશ્રવણના ગુણનું વર્ણન કરાય છે पुण्यबीजं नयत्येवं, तत्त्वश्रुत्या सदाशयः । भवक्षाराम्भसस्त्यागाद्, वृद्धिं मधुरवारिणा ॥२२-२१॥ એક પરિશીલન ૨૨૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ पुण्यबीजमिति एवं धर्मस्य प्राणेभ्योऽप्यधिकत्वप्रतिपत्त्या, तत्रोत्सर्गप्रवृत्त्या । तत्त्वश्रुत्या तथातत्त्वश्रवणेन । मधुरवारिणा । सदाशयः शोभनपरिणामः । भवलक्षणस्य क्षाराम्भसस्त्यागात् । पुण्यबीजं वृद्धिं नयति । यथा हि मधुरोदकयोगतस्तन्माधुर्यानवगमेऽपि बीजं प्ररोहमादत्ते, तथा तत्त्वश्रुतेरचिन्त्यसामर्थ्यातत्त्वविषयस्पष्टसंवित्त्यभावेऽपि अतत्त्वश्रवणत्यागेन तद्योगात् पुण्यवृद्धिः स्यादेवेति भावः ।।२२-२१॥ આ ચોથી દૃષ્ટિમાં ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ કરવાથી સુંદર-શુભ આશયવાળો આત્મા મીઠા પાણીની જેમ તત્ત્વશ્રવણથી પુણ્યના બીજને વધારે છે...” – આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રાણી કરતાં ધર્મ અધિક છે એમ સમજીને ઉત્સર્ગથી ધર્મની પ્રવૃત્તિ કરવા વડે ધર્મની અધિકતાની(મહત્તરતાની) પ્રતિપત્તિ(સ્વીકાર) કરવાથી; સુંદર પરિણામ છે જેના એવા આત્માઓ આ ચોથી દૃષ્ટિમાં ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ કરે છે, જેથી તત્ત્વશ્રવણસ્વરૂપ મીઠા પાણી વડે પુણ્યસ્વરૂપ બીજની વૃદ્ધિ કરે છે. જેમ મધુર પાણીથી બીજની વૃદ્ધિ થાય છે, વૃક્ષના બીજને મધુર પાણીનો યોગ મળવાથી તેના માધુર્યનો અનુભવ ન હોય તો પણ બીજની વૃદ્ધિ થઈ જ જાય છે, તેમ તત્ત્વશ્રવણના અચિંત્ય સામર્થ્યથી; તત્ત્વના વિષયનું સ્પષ્ટ સંવેદન ન હોય તો ય અતત્ત્વશ્રવણનો ત્યાગ કરવાના કારણે તત્ત્વશ્રવણના યોગે પુણ્યની વૃદ્ધિ થાય છે જ. તત્ત્વવિષયક સ્પષ્ટ અવગમ ન હોય તો ય અતત્ત્વશ્રવણનો ત્યાગ કરવાથી પુણ્યવૃદ્ધિ થાય છે. આથી સમજી શકાશે કે પુણ્યવૃદ્ધિનું બીજ (કારણ) અતત્ત્વશ્રવણનો ત્યાગ છે. અત્યાર સુધીના આપણા સંસારનું મુખ્ય કારણ પણ અતત્ત્વશ્રવણ છે. અતત્ત્વની જિજ્ઞાસા, તેની શુશ્રુષા અને તેનું શ્રવણ લગભગ અખંડપણે ચાલુ છે, જેના યોગે ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ પણ ન થયો. તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુર પાણીના અભાવે; યોગનાં બીજોનો પ્રરોહ પણ ન થયો. ચોથી દૃષ્ટિમાં એ મધુર પાણીના યોગથી પુણ્યબીજો વૃદ્ધિને પામે છે. આત્મા અને તેના ગુણોને અનુલક્ષીને જે શ્રવણ કરાય છે, તેને તત્ત્વશ્રવણ કહેવાય છે. આનાથી ભિન્ન વસ્તુને અનુલક્ષીને જે કોઈ શ્રવણ કરાય છે, તે બધું જ અતત્ત્વશ્રવણ છે. આથી જ આ ચોથી દૃષ્ટિમાં ભવસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ કરવાનું આવશ્યક છે. અન્યથા તત્ત્વશ્રવણસ્વરૂપ મધુર પાણીના યોગનો સંભવ નથી રહેતો. આ સમગ્ર સંસાર ખારા પાણી જેવો છે. એમાં કોઈ તત્ત્વ નથી. તેથી તેના શ્રવણાદિનો ત્યાગ કરી માત્ર તત્ત્વશ્રવણમાં જ રુચિ કેળવવી જોઈએ, જે આ ચોથી દષ્ટિમાં શક્ય બને છે. એના યોગે પુણ્યબીજ(યોગના બીજ) વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. આમાંથી જ આગળ જતાં પાંચમી દષ્ટિમાં અત્યંત સુંદર એવા લોકોત્તર ધર્મની સાધનાનો પ્રારંભ થાય છે. બીજના પ્રરોહમાં મધુર પાણીના મહત્ત્વનો ખ્યાલ જેને છે તેને આ તત્ત્વશ્રવણનું મહત્ત્વ સમજતાં વાર નહીં લાગે. તત્ત્વ પ્રત્યે પ્રીતિ હોય તો તત્ત્વશ્રવણમાં કોઈ તકલીફ નથી.i૨૨-૨ ૨૨૪ તારાદિત્રય બત્રીશી Page #228 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વશ્રવણનું જ ફળ વર્ણવાય છે– तत्त्वश्रवणतस्तीवा, गुरुभक्तिः सुखावहा । समापत्त्यादिभेदेन, तीर्थकृद्दर्शनं ततः ॥२२-२२॥ तत्त्वेति-तत्त्वश्रवणतः । तीवा उत्कटा । गुरौ तत्त्वश्रावयितरि भक्तिराराध्यत्वेन प्रतिपत्तिः । सुखावहोभयलोकसुखकरी । ततो गुरुभक्तेः समापत्त्यादिभेदेन तीर्थकदर्शनं भगवत्साक्षात्कारलक्षणं भवति । तदुक्तं-“गुरुभक्तिप्रभावेण तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ।।१।।” समापत्तिरत्र ध्यानजस्पर्शना भण्यते, आदिना तन्नामकर्मबन्धविपाकतदावापत्त्युपपत्तिपरिग्रहः ॥२२-२२॥ તત્ત્વશ્રવણથી સુખને કરનારી ઉત્કટ એવી ગુરુભક્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સમાપત્તિ... વગેરે પ્રકારે શ્રી તીર્થંકર પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તત્ત્વશ્રવણ કરવાથી સાંભળનારને પોતાના પરમઈષ્ટસિદ્ધિની સાધનાનું ચોક્કસ જ્ઞાન થાય છે. તેથી તેવું જ્ઞાન આપનારા અને તત્ત્વનું શ્રવણ કરાવનારા પરમતારક ગુરુદેવશ્રીની પ્રત્યે ઉત્કટ કોટિનો ભક્તિભાવ જન્મે છે. તેને લઇને આ પરમતારક ગુરુદેવશ્રીનો; આરાધ્યસ્વરૂપે મુમુક્ષુ આ દૃષ્ટિમાં સ્વીકાર કરે છે. આરાધ્યસ્વરૂપે જે પ્રતિપત્તિ (અંતરથી સ્વીકાર) છે તેને ભક્તિ કહેવાય છે. આ ભક્તિ આ લોક અને પરલોક : ઉભય લોકમાં સુખ-હિતને કરનારી છે. એવી ઉત્કટ ભક્તિ તત્ત્વશ્રવણથી ચોથી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એ ગુરુભક્તિથી સમાપત્તિ વગેરે પ્રકારે ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માનું સાક્ષાત દર્શન પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયમાં (ગ્લો.નં. ૬૪) જણાવતાં ફરમાવ્યું છે કે – ગુરુભક્તિપ્રભાવથી અર્થાત્ તેને લઈને ઉપાર્જન કરેલા શુભકર્મથી સમાપત્તિ વગેરે પ્રકારે શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન માનવામાં આવ્યું છે, જે મોક્ષનું ચોક્કસ કારણ છે. અહીં જે શ્રી તીર્થંકરપરમાત્માનું દર્શન; સમાપત્તિ વગેરે પ્રકારે થાય છે – એમ જણાવ્યું છે ત્યાં સમાપત્તિ ધ્યાનજ સ્પર્શનાસ્વરૂપ છે. પરમાત્માએ ઉપદેશેલા પરમતારક તત્ત્વશ્રવણથી શ્રોતાને નિરંતર પરમાત્માનું પુણ્યસ્મરણ થાય છે. એ રીતે સતત પરમાત્મધ્યાનથી ધ્યેયસ્વરૂપે પરમાત્માની સાથે જે તન્મયતા પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ જ અહીં સમાપત્તિ છે. તેમ જ આ તત્ત્વશ્રવણથી સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ દ્વારા શ્રી તીર્થકર નામકર્મનો બંધ થાય છે, તેનો વિપાક અનુભવાય છે અને તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય છે. તે સ્વરૂપે શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન; આ દષ્ટિમાં તત્ત્વશ્રવણથી થાય છે. જેના મૂળમાં ઉત્કટ ગુરુભક્તિ કામ કરે છે. એ સ્પષ્ટ છે કે ગુરુભગવંત પ્રત્યેની ભક્તિ પરમગુરુના દર્શનનું પ્રબળ કારણ છે. ૨૨-૨૨ા. એક પરિશીલન ૨૨૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવતી... ઇત્યાદિ (ગ્લો.નં. ૧૬) શ્લોકમાં જણાવ્યું છે કે આ દષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. (સૂક્ષ્મવોશમનાતા) હવે તેનું કારણ જણાવાય છે कर्मवज्रविभेदेनानन्तधर्मकगोचरे । વેદવેદપકને, ચોથે સૂક્ષ્મત્વમત્ર ન ર૨-૨રૂા. कर्मेति-कमव वज्रमतिदुर्भेदत्वात् तस्य विभेदेनानन्तधर्मकं भेदाभेदनित्यत्वानित्यत्वाद्यनन्तधर्मशबलं यद्वस्तु तद्गोचरे वस्तुनस्तथात्वपरिच्छेदिनि । वेद्यसंवेद्यपदजे बोधे सूक्ष्मत्वं यत्तदत्र दीप्रायां दृष्टौ न भवति, तदधोभूमिकारूपत्वादस्याः । तदुक्तं- भवाम्भोधिसमुत्तारात् कर्मवज्रविभेदतः । ज्ञेयव्याप्तेश्च વર્જેિન સૂક્ષ્મત્વે નાયમત્ર તુ II9ll” /૨૨-૨૩/l. “કર્મસ્વરૂપ વજના વિભેદથી; વેદ્યસંવેદ્યપદના કારણે ઉત્પન્ન થનાર; અનંતધર્માત્મક વસ્તુને તે સ્વરૂપે ગ્રહણ કરનાર બોધમાં સૂક્ષ્મત્વ મનાય છે. એ સૂક્ષ્મત્વ આ દૃષ્ટિ હોય ત્યારે હોતું નથી...' - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અનાદિકાળથી આત્માની સાથે કમનો સંયોગ છે. એ કર્મો અત્યંત દુર્ભેદ્ય હોવાથી વજજેવાં કઠોર છે. આત્માના વિશુદ્ધ પરિણામથી જ્યારે એનો વિભેદ થાય છે; અર્થાત્ ફરી પાછા ન બંધાય તે રીતે તેનો નાશ થાય ત્યારે વેદ્યસંવેદ્યપદમાં આ સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ થાય છે. ભેદ-અભેદ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરે અનંત ધર્મથી વ્યાપ્ત એવી વસ્તુને તે સ્વરૂપે ગ્રહણ કરનાર બોધમાં જ સૂક્ષ્મત્વ મનાય છે. અર્થાત્ તેવો બોધ જ સૂક્ષ્મ બોધ છે, જે બોધ આ દિપ્રાષ્ટિમાં હોતો નથી. કારણ કે વેદ્યસંવેદ્યપદની અપેક્ષાએ આ દૃષ્ટિની ભૂમિકા થોડી નીચી છે. આ દૃષ્ટિમાં એવો કર્મવિભેદ(ગ્રંથિભેદો થતો નથી. આ વાતને જણાવતાં યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લોક નં.૬૬) ફરમાવ્યું છે કે સૂક્ષ્મ બોધ; લોકોત્તર પ્રવૃત્તિનો હેતુ હોવાથી ભવસમુદ્રથી તારનારો હોય છે. કર્મના; ફરી પાછા બંધાય નહીં તે રીતે થયેલા વિભેદથી તે પ્રાપ્ત થાય છે અને અનંતધર્માત્મક વસ્તુને તે સ્વરૂપે તે જણાવનારો હોય છે. અર્થાત્ સંસારસાગરથી પાર ઉતારનાર; કર્મના વિભેદથી ઉત્પન્ન થનાર અને સમગ્રરૂપે શેય વસ્તુને ગ્રહણ કરનાર સૂક્ષ્મ બોધ છે. આવા પ્રકારનો સૂક્ષ્મ(નિપુણ-પટુ) બોધ આ દૃષ્ટિમાં અને એની પૂર્વેની દૃષ્ટિમાં હોતો નથી. કારણ કે ત્યાં અને અહીં ગ્રંથિનો(રાગ-દ્વેષની તીવ્રપરિણતિનો) ભેદ થયેલો નથી. એના ભેદ પછી જ સૂક્ષ્મ બોધ હોય છે. ૨૨-૨૩ વેદસંવેદ્યપદનો પણ પહેલી ચાર દષ્ટિમાં અભાવ હોવાથી ત્યાં સૂક્ષ્મ બોધનો અભાવ હોય છે, તે જણાવાય છે अवेद्यसंवेद्यपदं, चतसृष्वासु दृष्टिषु । पक्षिच्छायाजलचरप्रवृत्त्याभं यदुल्बणम् ॥२२-२४॥ ૨૨૬ તારાદિત્રય બત્રીશી Page #230 -------------------------------------------------------------------------- ________________ अवेद्येति—आसु मित्राद्यासु चतसृषु दृष्टिषु यद्यस्मादवेद्यसंवेद्यपदमुल्बणमधिकं । पक्षिच्छायायां जलसंसर्गिन्यां जलधिया जलचरप्रवृत्तिरिवाभा वेद्यसंवेद्यपदसम्बन्धिनी यत्र तत्तथा । तत्र हि न तात्त्विकं वेद्यसंवेद्यपदं, किं त्वारोपाधिष्ठानसंसर्गितयाऽतात्त्विकम् । अत एवानुल्बणमित्यर्थः । एतदपि चरमासु चरमयथाप्रवृत्तकरणेन एवेत्याचार्याः । तदिदमभिप्रेत्योक्तम् - "अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् । પક્ષિચ્છાયાનતવરપ્રવૃત્ત્વામમતઃ પરમ્ ||9||” ||૨૨-૨૪|| “જેથી; પક્ષીઓની છાયામાં જલચર-મત્સ્યાદિ-જીવોની પ્રવૃત્તિ જેવું પ્રબળ એવું અવેઘસંવેદ્યપદ પહેલી ચાર દૃષ્ટિમાં હોય છે. (તેથી ત્યાં સૂક્ષ્મ બોધ હોતો નથી.)” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે મિત્રા, તારા અને બલા દૃષ્ટિમાં તેમ જ આ ચોથી દીપ્રાદેષ્ટિમાં ખૂબ જ પ્રબળ(અધિક) અવેઘસંવેદ્યપદ હોય છે. એ અવેઘસંવેદ્યપદ; જળમાં પડતી આકાશમાં ઊડતા પંખીની છાયામાં, પક્ષીની બુદ્ધિએ તેને ગ્રહણ કરવાના આશયથી જલચર જીવો-મત્સ્ય વગેરે જે પ્રવૃત્તિ કરે છે, તેના જેવું છે. પાણીમાં પક્ષી નથી, પરંતુ પક્ષીની છાયા જ છે. એને પંખી માનીને જલચર જીવો એને ગ્રહણ ક૨વાની પ્રવૃત્તિ કરે છે પરંતુ એ જેમ તાત્ત્વિક નથી તેમ જ અહીં પણ વેદ્યસંવેદ્યપદ તાત્ત્વિક નથી. પણ આરોપનો વિષય હોવાથી અતાત્ત્વિક છે. આથી જ આ ચાર દૃષ્ટિઓમાં તે(વેદ્યસંવેદ્યપદ) અત્યંત મંદ-અવ્યક્ત હોય છે. સામાન્ય રીતે જે વસ્તુ જેના જેવી હોય છે તે વસ્તુને તેના કોઇ ધર્મને લઇને તે રૂપે જણાવાય છે ત્યારે તે વસ્તુમાં તેનો આરોપ કરવામાં આવે છે. જેમ આહ્લાદકત્વ, વર્તુલત્વ અને સુંદરત્વાદિ ધર્મને લઇને મુખમાં ચંદ્રનો અધ્યવસાય કરાય છે, તે આરોપ છે તેમ અહીં પણ સૂક્ષ્મબોધ ન હોવા છતાં તેના જેવું જણાય છે. તેથી વેદ્યસંવેદ્યપદનો પહેલી ચાર દૃષ્ટિઓમાં આરોપ કરાય છે. આરોપનું અધિષ્ઠાન સાદૃશ્ય છે. જેમાં જેનો આરોપ કરાય છે તેમાં તે અતાત્ત્વિક હોય છે... ઇત્યાદિ અધ્યાપકાદિ પાસેથી સમજી લેવું જોઇએ. આવું અતાત્ત્વિક પણ વેદ્યસંવેદ્યપદ પહેલી ચાર દૃષ્ટિઓમાં ચરમયથાપ્રવૃત્તકરણ(શુદ્ધ યથાપ્રવૃત્તકરણ)ના કારણે છે - એમ યોગાચાર્યો કહે છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય'ના શ્લો.નં. ૬૭ થી આ વિષયમાં જણાવ્યું છે કે - જે કા૨ણે આ પહેલી ચાર દૃષ્ટિઓમાં જે અવેઘસંવેદ્યપદ છે તે પક્ષીની છાયામાં પક્ષીની બુદ્ધિએ થતી જલચર જીવોની પ્રવૃત્તિ જેવું અત્યંત પ્રબળ છે. તેથી અહીં વેઘસંવેદ્યપદ તાત્ત્વિક નથી. કારણ કે ગ્રંથિભેદ અહીં થયેલો નથી. અતાત્ત્વિક પણ એ વેદ્યસંવેદ્યપદ; ચરમ યથાપ્રવૃત્તકરણને કારણે છે - એમ યોગાચાર્યો કહે છે. ૨૨-૨૪ પ્રથમ ચાર દૃષ્ટિઓમાં અતાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ હોય છે. એમાં વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ વર્ણવાય છે— એક પરિશીલન वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । पदं तद् वेद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ॥२२-२५।। ૨૨૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ वेद्यमिति-वेद्यं वेदनीयं वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाविकल्पकज्ञानग्राह्यमित्यर्थः । संवेद्यते क्षयोपशमानुरूपं निश्चयबुद्ध्या विज्ञायते । यस्मिन्नाशयस्थाने । अपायादिनिबन्धनं नरकस्वर्गादिकारणं स्यादि(हिंसाहिंसादि) । तद्वद्यसंवेद्यं पदम्, अन्यदवेद्यसंवेद्यपदमेतद्विपर्ययादुक्तलक्षणव्यत्ययात् । यद्यपि शुद्धं यथावद्वेद्यसंवेदनं माषतुषादावसम्भवि, योग्यतामात्रेण च मित्रादिदृष्टिष्वपि सम्भवि, तथापि वेद्यसंवेद्यपदप्रवृत्तिनिमित्तं ग्रन्थिभेदजनितो रुचिविशेष एवेति न दोषः ।।२२-२५।। “જે આશયવિશેષમાં અપાયાદિના કારણભૂત વેદ્યનો(જાણવાયોગ્યનો) અનુભવ થાય છે; તે આશયવિશેષને વેદસંવેદ્યપદ કહેવાય છે. એનાથી વિપરીત સ્વરૂપવાળું બીજું(અન્ય) અવેદ્યસંવેદ્ય પદ છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – તેવા પ્રકારના વાસ્તવિક) ભાવયોગી સામાન્ય વડે અર્થાત્ દરેક ભાવયોગી વડે વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી કોઈ પણ પ્રકારના વિકલ્પથી રહિત એવા જ્ઞાનનો જે ગ્રાહ્ય-વિષય છે તેને વેદ્ય કહેવાય છે. અપાયાદિભૂત નરક-સ્વર્ગાદિનું જે કારણ હિંસા-અહિંસાદિ છે તે બધા અપાયાદિના નિબંધન કહેવાય છે. અપાયાદિના નિબંધનભૂત વેદ્યનું પોતાના ક્ષયોપશમ મુજબ નિશ્ચયાત્મક જે જ્ઞાન છે તેને તે વેદ્યનું સંવેદન કહેવાય છે. અહીં અપાયાદિના નિબંધન તરીકે હિંસાહિંસાદિ જણાવ્યા છે. યોગદષ્ટિસમુચ્ચય શ્લો.નં. ૭૩ની ટીકામાં સ્ત્રી વગેરે જણાવ્યા છે. એ મુજબ અહીં નરવશ્વવિહારનું સહિ આવો પાઠ સુધારી શકાય છે. જે આશય(આત્મપરિણામ)વિશેષમાં ઉપર જણાવ્યા મુજબ અપાયાદિના કારણભૂત વેદ્યનું સંવેદન થાય છે, તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. એનાથી અન્ય જે અવેદ્યસંવેદ્યપદ છે તે ઉપર જણાવેલા સ્વરૂપથી વિપરીત સ્વરૂપે સમજવું. અર્થાત્ ત્યાં તાદશ વેદ્યનું સંવેદન હોતું નથી. આવા યથાવત્ વેદના શુદ્ધ સંવેદનને લઈને જ વેદસંવેદ્યપદનો વ્યવહાર થતો હોય અર્થાત વેદ્યસંવેદ્યપદની વ્યવહારસ્વરૂપ પ્રવૃત્તિનું નિમિત્ત તાદશ સંવેદનને માનવાનું હોય તો મહામુનિ શ્રી માતુષાદિમાં તાદશ સંવેદન ન હોવાથી તેઓશ્રીમાં વેદ્યસંવેદ્યપદને નહિ માનવાનો પ્રસંગ આવશે. એના નિવારણ માટે તાદશ સંવેદનની યોગ્યતાને જ વેદ્યસંવેદ્યપદના વ્યવહારનું નિમિત્ત માનવામાં આવે તો માણતુષાદિ મહાત્માઓમાં તેવા પ્રકારની યોગ્યતા હોવાથી વેદસંવેદ્યપદ માનવામાં કોઈ દોષ નથી. પરંતુ એવા પ્રકારની યોગ્યતા તો મિત્રાદિ ચારેય દૃષ્ટિઓમાં પણ સંભવે છે. તેથી પહેલી ચાર દષ્ટિઓ વખતે પણ વેદ્યસંવેદ્યપદ માનવાનો પ્રસંગ આવશે. આ રીતે બંન્ને રીતે યદ્યપિ દોષ છે, પરંતુ વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત; તાદશ સંવેદન કે તેની યોગ્યતા મનાતું નથી પણ ગ્રંથિભેદના કારણે ઉત્પન્ન રુચિવિશેષ મનાય છે. તેથી કોઈ દોષ નથી. કારણ કે માષતુષાદિ મહાત્માઓમાં તાદેશરુચિવિશેષ છે અને મિત્રાદિ ચાર દષ્ટિઓમાં ગ્રંથિભેદ થયેલો ન હોવાથી તાદેશ રુચિવિશેષ ત્યાં નથી. વેદ્યનું સંવેદન જ્યાં છે, તેને વેદસંવેદ્યપદ ૨૨૮ તારાદિત્રય બત્રીશી Page #232 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે – આ પ્રમાણે “વેદ્યસંવેદ્યપદનો વ્યુત્પત્યર્થ છે, શબ્દની પ્રવૃત્તિમાં એ નિમિત્ત નથી. કોઈ વાર પ્રવૃત્તિનિમિત્ત અને વ્યુત્પત્તિનિમિત્ત બંન્ને જુદા પણ હોય છે... ઇત્યાદિ એના જાણકારો પાસેથી સમજી લેવું જોઇએ. ll૨૨-૨પા. ત્રેવીસમા શ્લોકમાં વેદસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધ હોય છે – એ પ્રમાણે જણાવ્યું છે, તેનું કારણ જણાવાય છે– अपायशक्तिमालिन्यं, सूक्ष्मबोधविघातकृत् । न वेद्यसंवेद्यपदे, वज्रतण्डुलसन्निभे ॥२२-२६॥ अपायेति-अपायशक्तिमालिन्यं नरकाद्यपायशक्तिमलिनत्वं सूक्ष्मबोधस्य विघातकृद्, अपायहेत्वासेवनक्लिष्टबीजसद्भावात्तस्य सज्ज्ञानावरणक्षयोपशमाभावनियतत्वात् । न वेद्यसंवेद्यपदे उक्तलक्षणे वज्रतण्डुलसन्निभे । प्रायो दुर्गतावपि मानसदुःखाभावेन तद्वद्वेद्यसंवेद्यपदवतो भावपाकायोगाद् । एतच्च व्यावहारिकं वेद्यसंवेद्यपदं भावमाश्रित्योक्तं । निश्चयतस्तु प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणां नास्त्येव वेद्यसंवेद्यपदभावः । नैश्चयिकतद्वति क्षायिकसम्यग्दृष्टौ श्रेणिकादाविव पुनर्तुगत्ययोगेन तप्तलोहपदन्यासतुल्याया अपि पापप्रवृत्तेश्चरमाया एवोपपत्तेः । यथोक्तम्-“अतोऽन्यदुत्तरा स्वस्मात् पापे कर्मागसोऽपि हि तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।।१।। वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । चरमैव भवत्येषा પુનર્વત્યયોત: ર.” તિ રર-રદ્દા. “વજના ચોખા જેવા વેદ્યસંવેદ્યપદમાં; સૂક્ષ્મ બોધના વિઘાત કરનારું અપાયની શક્તિ સ્વરૂપ માલિન્ય હોતું નથી.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચોથી દષ્ટિમાં પ્રાણાયામની પ્રાપ્તિ વગેરે થવાથી અનેક વિશેષતાઓની ઉપલબ્ધિ થતી હોવા છતાં ત્યાં સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થતી નથી. કારણ કે ત્યાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી નથી - એ આ પૂર્વે જણાવ્યું છે. એ જાણ્યા પછી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસુને શંકા ઉદ્ભવે છે કે વેદ્યસંવેદ્યપદમાં જ સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે અને અન્યત્ર એ થતી નથી – એનું કયું કારણ છે ? એ શંકાનું સમાધાન આ શ્લોકથી કરાય છે. એનો આશય એ છે કે સૂક્ષ્મબોધનો વિઘાત કરનારું અપાયશક્તિનું માલિન્ય છે. નરકાદિસ્વરૂપ અપાયને પ્રાપ્ત કરાવનાર તે તે કર્મોના બંધની જે યોગ્યતા છે તે સ્વરૂપ અપાયની શક્તિ છે. એ જ આત્માનું મલિનત્વછે. જ્યાં સુધી અપાયના હેતુનું આસેવન કરાવનાર ક્લિષ્ટ બીજોનો સદ્ભાવ છે ત્યાં સુધી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમનો અભાવ હોય છે. વજના ચોખા જેવું વેદ્યસંવેદ્યપદ છે. ગમે તેટલો અગ્નિનો તાપ આપવામાં આવે તોપણ વજના ચોખામાં જેમ પાકનો સંભવ નથી, તેમ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિમાં અપાયશક્તિનું માલિન્ય હોતું નથી. એક પરિશીલન ૨ ૨૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ કોઇ વાર ભૂતકાળમાં બંધાયેલા અશુભ કર્મના યોગે પ્રાપ્ત થયેલ નકાદિગતિમાં પણ માનસિક દુઃખોનો અભાવ હોય છે. તેથી વેદ્યસંવેદ્યપદવાળા (પાંચમી... વગેરે દૃષ્ટિવાળા) આત્માઓને ભાવપાક (કષાયાદિનો ઉદય) થતો નથી. આ વાત વ્યવહારનયને આશ્રયીને કરી છે. અર્થાત્ વ્યવહારનયને અભિમત વેદ્યસંવેદ્યપદસ્વરૂપ ભાવને આશ્રયીને એ વાત કરી છે. નિશ્ચયનયને અભિમત એવા વિશુદ્ધ વેઘસંવેદ્યપદની અપેક્ષાએ તો જેઓ સમ્યગ્દર્શનથી પડેલા અનંતસંસારી છે, તેમને વેઘસંવેદ્યપદભાવ જ નથી. નિશ્ચયનયસંબંધી વેઘસંવેદ્યપદવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રેણિક મહારાજાદિમાં તો ફરીથી દુર્ગતિમાં તેઓ ગયા ન હોવાથી તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી પણ પાપપ્રવૃત્તિ છેલ્લી જ હતી. એ વિષયમાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૭૦-૭૧) ફરમાવ્યું છે કે - “અવેઘસંવેદ્યપદથી અન્ય વેદ્યસંવેદ્યપદ છેલ્લી ચાર દૃષ્ટિમાં(સ્થિરાદિદષ્ટિમાં) હોય છે. આ વેદ્યસંવેદ્યપદથી પ્રાયઃ પાપકર્મ-હિંસાદિમાં પ્રવૃત્તિ થતી નથી. કોઇ વાર ભૂતકાળમાં બાંધેલા કર્મના વિપાકથી પાપકર્મ-હિંસાદિમાં જે પણ પ્રવૃત્તિ થાય તે તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી અત્યંતકંપસહિત નાછૂટકે હોય છે અને સંવેગના સારવાળી હોય છે. વેદ્યસંવેદ્યપદથી સંવેગ(તીવ્ર મોક્ષાભિલાષા-નિશ્ચલશ્રદ્ધા)ના અતિશયથી એ પાપની પ્રવૃત્તિ છેલ્લી જ હોય છે. કારણ કે શ્રેણિક મહારાજાદિની જેમ ફરીથી તેમને દુર્ગતિનો યોગ થતો નથી...” આ વાત નિશ્ચયનયને અભિમત એવા ક્ષાયિકસમકિતી આત્માઓના વેદ્યસંવેદ્યપદને આશ્રયીને સમજવી જોઇએ. વ્યવહારનયને આશ્રયીને પણ આ વેદ્યસંવેદ્યપદ જ સારું છે. કારણ કે એ વખતે એ હોતે છતે પ્રાયે કરી દુર્ગતિમાં પણ માનસિક દુઃખનો અભાવ હોય છે. ઉ૫૨ જણાવ્યા મુજબ વજતંડુલની જેમ ભાવને આશ્રયીને પાક થતો નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. II૨૨-૨૬॥ અવેઘસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધ હોતો નથી પણ સ્થૂલબોધ જ હોય છે. તેનું કારણ જણાવાય છે— तच्छक्तिः स्थूलबोधस्य, बीजमन्यत्र चाक्षतम् । तत्र यत्पुण्यबन्धोऽपि हन्तापायोत्तरः स्मृतः ॥ २२-२७॥ तच्छक्तिरिति - अन्यत्र चावेद्यसंवेद्यपदे तच्छक्तिरपायशक्तिः स्थूलबोधस्य बीजमक्षतमनभिभूतं । तत्रावेद्यसंवेद्यपदे यद्यस्मात् पुण्यबन्धोऽपि हन्तापायोत्तरो विघ्ननान्तरीयकः स्मृतः । ततस्तत्पुण्यस्य પાપાનુન્ધિત્વાત્ ॥૨૨-૨૭॥ “અવેઘસંવેદ્યપદમાં અપાયશક્તિસ્વરૂપ; સ્થૂલબોધનું બીજ અક્ષત હોય છે. તે અવેઘસંવેદ્યપદમાં જે કા૨ણે પુણ્યબંધ પણ અપાયોત્તર(અપાયવાળો) થાય છે, તેથી તે પુણ્યબંધ પાપાનુબંધી હોય છે.” – આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે વેદ્યસંવેદ્યપદથી અન્યત્ર અવેઘસંવેદ્યપદમાં નરકાદિ અપાયને પ્રાપ્ત કરવાની યોગ્યતા અક્ષત તારાદિત્રય બત્રીશી ૨૩૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ એટલે કે અભિભૂત થયેલી નહિ એવી અનભિભૂત હોય છે. તેથી સ્કૂલબોધના બીજ સ્વરૂપ એ અપાયની શક્તિ, સૂક્ષ્મ બોધનો પ્રતિબંધ કરવાનું કાર્ય કરે છે. આ અવેદ્યસંવેદ્યપદમાં જે પણ પુણ્યબંધ થાય છે, તે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા વિદ્ગઅપાયથી સંબદ્ધ મનાય છે. તેથી તે પુણ્યબંધને પાપાનુબંધીરૂપે વર્ણવાય છે. અહીં વેદ્યસંવેદ્યપદથી ભિન્ન એવા અવેદ્યસંવેદ્યપદને આશ્રયીને સામાન્યથી વર્ણન કર્યું છે. વિશેષથી; આગળના શ્લોકો દ્વારા વર્ણવેલા અર્થનું અનુસંધાન કરી એના તાત્પર્યને સમજી લેવું જોઈએ. પાપાનુબંધી પુણ્યબંધનું પ્રયોજક માત્ર અવેદ્યસંવેદ્યપદ જ નથી. બીજી પણ સામગ્રી એની પ્રયોજક છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૨-૨થી અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં સ્કૂલબોધ હોય છે તેનું કારણ જ પ્રકારાંતરે જણાવાય છે– प्रवृत्तिरपि योगस्य, वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ॥२२-२८।। प्रवृत्तिरपीति-तत्रेति प्राक्तनमत्रानुषज्यते । तत्र मोहगर्भतो वैराग्याद् योगस्य प्रवृत्तिरपि सद्गुरुपारतन्त्र्याभावेऽपायजननीमुत्तरां मोहवासनां प्रसूते । मोहमूलानुष्ठानस्य मोहवासनाऽवन्ध्यबीजत्वाद् । अतोऽत्र योगप्रवृत्तिरप्यकिञ्चित्करीति भावः ।।२२-२८।। અવેદ્યસંવેદ્યપદમાં યોગની પ્રવૃત્તિ પણ મોહગર્ભિત વૈરાગ્યથી ઉત્તરોત્તર અપાયને ઉત્પન્ન કરનારી મોહવાસના(સંસ્કાર)ને ઉત્પન્ન કરે છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં ગ્રંથિનો ભેદ થયેલો ન હોવાથી વૈરાગ્ય મોહગર્ભિત હોય છે. એ વૈરાગ્યના કારણે થતી યોગની પ્રવૃત્તિ પણ; જો સદ્ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય ન હોય તો અપાય(નરકાદિ ગમન)ને ઉત્પન્ન કરનારી ઉત્તરોત્તર મોહવાસનાને ઉત્પન્ન કરે છે. કારણ કે સદ્ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય ન હોય તો મોહમૂલક અનુષ્ઠાન મોહના સંસ્કારનું અવંધ્ય(ચોક્કસ જ ફળને ઉત્પન્ન કરનાર) કારણ છે. આથી અહીં અવેદ્યસંવેદ્યપદમાં યોગની પ્રવૃત્તિ અકિંચિત્કર છે. અર્થાત એ કરે કે ન કરે તેથી કોઈ લાભ નથી. આવી સ્થિતિમાં પણ સદ્ગુરુપરતંત્ર્યનો યોગ મેળવી લઈએ તો જે યોગની પ્રવૃત્તિ મોહવાસનાને ઉત્પન્ન કરતી હતી; તે જ પ્રવૃત્તિ મોહના ઉન્મેલનનું કારણ બની જાય. અવેદ્યસંવેદ્યપદથી વેદ્યસંવેદ્યપદને પામવા માટે સદ્ગુરુદેવના પાતંત્ર્યને છોડીને બીજો કયો ઉપાય છે? મોહોત્પાદક મોહનાશક બને : એ એક અદ્ભુત ચમત્કાર છે; સગુરુદેવશ્રીના પારતંત્રનો... /૨૨-૨૮ સક્રુપાતંત્ર્યસહિત અને તેનાથી રહિત એવા અવેદ્યસંવેદ્યપદ વખતે જે પુણ્યબંધાદિ થાય છે - તે જણાવાય છે– એક પરિશીલન ૨૩૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ अवेद्यसंवेद्यपदे, पुण्यं निरनुबन्धकम् । भवाभिनन्दिजन्तूनां, पापं स्यात्सानुबन्धकम् ॥२२-२९॥ अवेद्येति-अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकमनुबन्धरहितं स्यात् । यदि कदाचिन्न स्यात् पापानुबन्धि । सानुबन्धे तत्र ग्रन्थिभेदस्य नियामकत्वात् । भवाभिनन्दिनां क्षुद्रत्वादिदोषवतां जन्तूनां पापं सानुबन्धकमनुबन्धसहितं स्यात् । रागद्वेषादिप्राबल्यस्य तदनुबन्धावन्ध्यबीजत्वात् ।।२२-२९।। “અવેદ્યસંવેદ્યપદમાં અનુબંધ વિનાનું પુણ્ય બંધાય છે અને ભવાભિનંદી જીવોને અનુબંધસહિત પાપનો બંધ થાય છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે વેદ્યસંવેદ્યપદથી ભિન્ન અવેદ્યસંવેદ્યપદ છે. સામાન્યથી એ પદ ગ્રંથિનો ભેદ થવાની પૂર્વાવસ્થામાં હોય છે. પહેલી ચાર દૃષ્ટિઓમાં અને ભવાભિનંદીપણામાં અવેદ્યસંવેદ્યપદ હોય છે. પહેલી ચાર દષ્ટિઓમાં ભવાભિનંદી જીવો ન હોવાથી એ જીવોને જ્યારે પણ કોઈ વાર પાપાનુબંધી પુણ્યબંધન થાય તો તે વખતે પુણ્યબંધ; અનુબંધથી રહિત હોય છે. સાનુબંધ (પુણ્યાનુબંધી) પુણ્ય તો ગ્રંથિભેદથી થાય છે. અર્થાત્ એવા પુણ્યબંધનો નિયામક ગ્રંથિભેદ છે. ભવાભિનંદી જીવોને; યાંચાશીલત્વ દીનત્વ માત્સર્ય ભય શકત્વ અને સર્વત્રાભિનિવેશ... ઇત્યાદિ દોષોના કારણે રાગદ્વેષાદિની પ્રબળતા હોવાથી પાપનો બંધ સાનુબંધ (પાપાનુબંધી) થાય છે. કારણ કે પાપાનુબંધી પાપનું અવંધ્ય બીજ; રાગદ્વેષાદિની પ્રબળતા છે. ભવાભિનંદી જીવોમાં એવી રાગ-દ્વેષાદિની પ્રબળતા ઘણી જ હોય છે. કૃપણ, માંગણ, દિન, બીજાના કલ્યાણથી દુઃખી, ભયવાન, માયાવી, મૂર્ખ અને સર્વત્ર અતત્ત્વના અભિનિવેશી : આ બધા જીવો ભવાભિનંદી અર્થાત્ સંસાર પ્રત્યે બહુમાનવાળા હોય છે. એ જીવોનો બોધ અસત્પરિણામથી અનુવિદ્ધ હોય છે. તેથી જ વિષયુક્ત અન્નની જેમ એ સુંદર હોતો નથી. આવા પ્રકારના અવેદ્યસંવેદ્યપદવાળા વિપર્યાસને જ પ્રાપ્ત કરતા હોય છે, હિતાહિતના વિવેકથી રહિત હોય છે, માત્ર વર્તમાનકાળને જોનારા તેઓ પદે પદે ખેદને પામે છે. ૨૨-૨૯ો. ભવાભિનંદી એવા અવેદ્યસંવેદ્યપદવાળા જીવો કેવા હોય છે : તે જણાવાય છે– कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यमेव हि । अत्र व्यामूढचित्तानां, कण्डूकण्डूयनादिवत् ॥२२-३०॥ कुकृत्यमिति-कुकृत्यं प्राणातिपातादिकृत्यं करणीयमाभाति । कृत्यं चाहिंसादि अकृत्यमेव हि अनाचरणीयमेव । अत्रावेद्यसंवेद्यपदे व्यामूढचित्तानां मोहग्रस्तमानसानां कण्डूलानां कण्डूयनादिवद् । आदिना कृम्याकुलस्य कुष्टिनोऽग्निसेवनग्रहः । कण्डूयकादीनां कण्ड्वादेरिव भवाभिनन्दिनामवेद्यसंवेद्यपदादेव વિપર્યયધીરિતિ ભાવ: રર-રૂ ૨૩૨ તારાદિત્રય બત્રીશી Page #236 -------------------------------------------------------------------------- ________________ “અહીં અવેદ્યસંવેદ્યપદમાં વ્યામૂઢચિત્તવાળા આત્માઓને; ખંજવાળના રોગીને ખંજવાળમાં જેમ વિપરીત બુદ્ધિ થાય છે તેમ કુકૃત્ય કૃત્ય અને કૃત્ય અકૃત્ય જણાય છે.” - આ પ્રમાણે ત્રીસમાં શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે અવેદ્યસંવેદ્યપદવાળા ભવાભિનંદી જીવોનું ચિત્ત બામૂઢ હોય છે. અર્થાત મોહથી ગ્રસ્ત હોય છે. તેથી તેમને પ્રાણાતિપાત અસત્ય... વગેરે કુકૃત્યો, કૃત્ય(કરવા યોગ્ય) લાગે છે અને અહિંસાદિ કૃત્યો અનાચરણીય(કરવા માટે અયોગ્ય) લાગે છે. ખંજવાળનો રોગ જેને થયો હોય તેને જેમ ખંજવાળવાની પ્રવૃત્તિ અકૃત્ય હોવા છતાં કૃત્ય લાગે છે; તેમ જ કૃમિથી આકુળ-વ્યાકુળ બનેલા કોઢના રોગીને જેમ અગ્નિના સેવનમાં કર્તવ્યત્વની બુદ્ધિ થાય છે તેમ અહીં ભવાભિનંદી આત્માઓને કૃત્યાદિને વિશે અત્યવાદિની બુદ્ધિ થાય છે. ભવાભિનંદી જીવોને અવેદ્યસંવેદ્યપદના કારણે જ એવી વિપરીત બુદ્ધિ થાય છે. નૂપૂર્વનાવિદ્ આનું તાત્પર્ય વર્ણવતાં યોગદષ્ટિ સમુચ્ચયની ટીકામાં (શ્લો.નં. ૮૧) કથાનક જણાવ્યું છે. કોઈ ખંજવાળનો રોગી હતો. ખંજવાળવાના અતિરેકથી એના નખ પણ ખલાસ થઈ ગયા. એટલે તે ઘાસની સળી વગેરેથી ખંજવાળતો હતો. પરંતુ એક વાર ખંજવાળવા માટે તેને ઘાસની સળી મળી નહીં. એવામાં જેની પાસે ઘાસનો પૂળો છે એવા વૈદ્યનું તેને દર્શન થયું. તેણે તેની પાસે ઘાસની સળી માંગી. તેણે તેને તે આપી પણ ખરી. તેથી તે ખુશ થયો. સંતુષ્ટ થયેલા તેણે વિચાર્યું કે - ખરેખર આ ધન્ય પુરુષ છે કે જેની પાસે ખંજવાળવા માટે આટલી ઘાસની સળીઓ છે. આમ મનમાં ચિંતવીને તેણે તે વૈદ્ય મુસાફરને પૂછ્યું કે ક્યાં આટલી ચિકાર પ્રમાણમાં ઘાસની સળીઓ મળે છે? ત્યારે તેણે તે રોગીને કહ્યું કે – ‘લાદેશમાં મળે છે, પરંતુ તારે એનું શું કામ છે?” તેથી ખંજવાળના રોગીએ કહ્યું કે – “મારે ખંજવાળવા માટે જોઈએ છે.” આ સાંભળીને વૈદ્યપથિકે તેને કહ્યું કે - “આ ઘાસની સળીનું કામ જ નહીં પડે. સાત દિવસમાં જ તારી ખંજવાળ દૂર કરી દઉં! ત્રિફળાનો પ્રયોગ શરૂ કર.” ત્યારે તે વાત સાંભળીને રોગીએ કહ્યું કે - જો ખંજવાળ જ દૂર થઈ જાય, તો ખંજવાળવાનો આનંદ જતો રહે, પછી જીવવાનું જ વ્યર્થ બને ! તેથી ત્રિફળાના પ્રયોગ વડે સર્યું ! કથાનકનો આશય સ્પષ્ટ છે કે ખંજવાળના રોગીને જેમ ખંજવાળવાની બુદ્ધિની નિવૃત્તિ થતી નથી, પણ ઉપરથી વધ્યા જ કરે છે તેમ આ ભવાભિનંદી એવા અવેદ્યસંવેદ્યપદવાળા આત્માઓની ભોગેચ્છાની નિવૃત્તિમાં બુદ્ધિ થતી નથી પણ ઉપરથી વધ્યા જ કરે છે, જેથી વૃદ્ધાવસ્થામાં પણ ઔષધાદિનું સેવન કરી તેઓ ભોગેચ્છાને વધાર્યા કરતા હોય છે. એ/૨૨-૩૦માં ઉપર જણાવ્યા મુજબ ભવાભિનંદી જીવોને જેથી વિપરીત બુદ્ધિ થાય છે તેથી તેઓ જે કરે છે તે જણાવાય છે. અર્થાત્ વિપરીત બુદ્ધિનું ફળ વર્ણવાય છે– एतेऽसच्चेष्टयात्मानं, मलिनं कुर्वते निजम् । बडिशामिषवत्तुच्छे, प्रसक्ता भोगजे सुखे ॥२२-३१॥ એક પરિશીલન ૨૩૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ एत इति-एते भवाभिनन्दिनोऽसच्चेष्टया महारम्भादिप्रवृत्तिलक्षणया निजमात्मानं मलिनं कुर्वते, कर्मरजःसम्बन्धात् । बडिशामिषवद् मत्स्यगलमांसवत् । तुच्छेऽल्पे रौद्रविपाके प्रसक्ता भोगजे भोगप्रभवे સુવે રિર-રૂ9ી! આ ભવાભિનંદી જીવો, માછલાને પકડવાના કાંટામાં રહેલા માંસના કટકા જેવા અત્યંત તુચ્છ એવાં ભોગજન્યસુખોમાં અત્યંત આસક્ત બનેલા; અસત્ ચેષ્ટાદ્વારા પોતાના આત્માને મલિન કરે છે. એનો આશય સ્પષ્ટ છે કે બડિશામિષની જેમ અલ્પ-તુચ્છ અને ખૂબ જ ભયંકર વિપાક(ફળ)વાળા; ભોગથી ઉત્પન્ન થતા સુખમાં ખૂબ આસક્ત બનેલા ભવાભિનંદી જીવો; મહારંભ અને મહાપરિગ્રહાદિની દુષ્ટ પ્રવૃત્તિ દ્વારા પોતાના આત્માને કમરજના સંબંધથી મલિન કરે છે. ભવાભિનંદી જીવો પ્રાણાતિપાતાદિ અસત્યવૃત્તિ દ્વારા અવિચારી કાર્યો વડે પોતાના આત્માને પાપસ્વરૂપ ધૂળથી મલિન કરે છે. કર્મભૂમિમાં ધર્મના કારણભૂત મનુષ્યજન્મને પામીને પણ ધર્મના બીજાધાનાદિને વિશે પ્રયત્ન કરતા નથી અને તુચ્છ એવા ભોગોની પ્રવૃત્તિમાં આસક્ત બની સતુ ચેષ્ટા(ધર્મસાધના)નો ત્યાગ કરે છે. આ દારુણ અજ્ઞાનદશાનો વિપાક છે... ઇત્યાદિ યોગદષ્ટિસમુચ્ચયથી (શ્લો.નં. ૮૨-૮૩-૮૪થી) વિચારવું જોઈએ. ll૧૨-૩૧ અવેદ્યસંવેદ્યપદના નિરૂપણનો ઉપસંહાર કરાય છે– अवेद्यसंवेद्यपदं, सत्सङ्गागमयोगतः । તતિપ્રદં , પરમાનમિચ્છતા રર-રૂ૨ી अवेद्येति-यतोऽस्यायं दारुणो विपाकस्तत्तस्मादवेद्यसंवेद्यपदं दुर्गतिप्रदं नरकादिदुर्गतिकारणं । सत्सङ्गागमयोगतो विशिष्टसङ्गमागमसम्बन्धात् । परमानन्दं मोक्षसुखमिच्छता जेयम् । अस्यामेव भूमिकायामन्यदा जेतुमशक्यत्वाद् । अत एवानुवादपरोऽप्यागम इति योगाचार्या अयोग्यनियोगासिद्धेरिति ।।२२-३२।। જે કારણથી આ અવેદ્યસંવેદ્યપદનો દારુણ વિપાક છે, “તેથી દુર્ગતિને આપનાર એવા અવેદ્યસંવેદ્યપદને; પરમાનંદની ઇચ્છાવાળાએ સત્સંગ અને આગમના યોગે જીતવું જોઇએ...” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ આ અવેદ્યસંવેદ્યપદ અત્યંત કઠોર અને દારુણ વિપાકવાળું છે. તેથી તે નરકાદિ દુર્ગતિમાં લઈ જનારું છે. જેમને પરમાનંદ સ્વરૂપ મોક્ષની(મોક્ષસુખની) ઇચ્છા હોય તેઓએ તેને જીતવું જોઇએ. એ અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે સત્સંગ અને આગમ : એ બંન્નેના યોગ સિવાય બીજું કોઈ સાધન નથી. પૂ. સાધુભગવંતો પાસે ઉચિત રીતે આગમનું પુણ્યશ્રવણ કરવામાં આવે તો અવેદ્યસંવેદ્યપદનો પરાભવ કરી શકાય છે. આપણે પૂ. સાધુભગવંતો પાસે જતા નથી – એવું નથી અને આગમનું શ્રવણ કરતા નથી – એવું પણ નથી. પરંતુ સાધુમહાત્માઓનો સંગ આગમના પુણ્યશ્રવણ માટે કરવો જોઇએ અને આગમનું પુણ્યશ્રવણ સાધુમહાત્માની પાસે જ ૨૩૪ તારાદિત્રય બત્રીશી Page #238 -------------------------------------------------------------------------- ________________ કરવું જોઈએ. એનો ખ્યાલ આપણે લગભગ રાખતા નથી. આગમનું જ્ઞાન આગમના શ્રવણથી મેળવવું જોઈએ અને આગમનું શ્રવણ પૂ. સાધુમહાત્મા પાસે વિધિપૂર્વક કરવું જોઇએ, જેથી અવેદ્યસંવેદ્યપદને જીતવાનું ખૂબ જ સરળ બને. આમ તો અવેદ્યસંવેદ્યપદ પહેલી ત્રણ દૃષ્ટિઓમાં પણ હતું, પરંતુ તેને જીતવા માટેની ભૂમિકા આ ચોથી દષ્ટિમાં જ પ્રાપ્ત થાય છે. એ પૂર્વે એવી ભૂમિકા જ ન હોવાથી ત્યાં તેને જીતવાનું કોઈ પણ રીતે શક્ય નથી અને આ ચોથી દષ્ટિમાં તો એવી ભૂમિકા તૈયાર હોવાથી અવેદ્યસંવેદ્યપદને જીતવાનું સહજ જ બને છે. આથી સમજી શકાશે કે અહીં ચોથી દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદને જીતવાના ઉપદેશની આવશ્યકતા નથી અને એ પૂર્વે એનો ઉપદેશ નિરર્થક બને છે. આથી જ આવા પ્રસંગે આગમને પ્રવર્તક ન માનતા અનુવાદપરક મનાય છે. પ્રસિદ્ધ અર્થને જણાવવું એ અનુવાદ છે અને અપ્રાપ્તની પ્રાપ્તિ માટે ઉપાય જણાવવો : એ ઉપદેશ છે. આગમ ઉપદેશક જ હોય છે - એવું નથી. ક્વચિત્ એ અનુવાદપરક પણ હોય છે - એમ યોગાચાર્યો વર્ણવે છે... અંતે ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી દિશાએ સત્સંગ અને આગમના યોગે અવેદ્યસંવેદ્યપદને જીતીને આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. ૨૨-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां तारादित्रयद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન ૨૩૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે ચોથી દષ્ટિને પામ્યા પછી પાંચમી દષ્ટિને પામવા માટે જે કુતર્કગ્રહ નડે છે, તેનું સ્વરૂપ વર્ણવીને તેની નિવૃત્તિનો ઉપદેશ આ બત્રીશીમાં કરાયો છે. આ બત્રીશીના નામથી તેમાં વર્ણવેલા વિષયનો સામાન્યથી ખ્યાલ આવી જાય છે. ચોથી દષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. કારણ કે ત્યાં અવેદ્યસંવેદ્યપદ હોય છે. તેને જીત્યા વિના પાંચમી દષ્ટિ પ્રાયોગ્ય સૂક્ષ્મ બોધ પ્રાપ્ત થતો નથી. અવેદ્યસંવેદ્યપદને જીતવાના ઉપાય સ્વરૂપે અહીં કુતર્કગ્રહનિવૃત્તિનું નિરૂપણ કરાય છે. આ બત્રીશીના પ્રારંભમાં જ કુતર્કની ભયંકરતા સમજાવતાં જણાવ્યું છે કે શમ, જ્ઞાન અને શ્રદ્ધાનો સર્વથા વિનાશ કરનારો કુતર્ક છે. શમ, જ્ઞાન અને શ્રદ્ધાનું મહત્ત્વ મુમુક્ષુઓને સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. તેઓ તે સારી રીતે સમજે છે. મુમુક્ષુ આત્માઓએ કુતર્કમાં અભિનિવેશ રાખ્યા વિના શ્રત, શીલ અને સમાધિમાં તે રાખવો જોઈએ. અહીં કુતર્કની ભયંકરતા જણાવીને તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. અરસપરસ યુક્તિઓનું આદાન-પ્રદાન કર્યા પછી છેલ્લે સ્વભાવવાદના શરણે કુતર્ક લઈ જાય છે. સ્વભાવવાદના કારણે તદ્દન જ અપ્રતીતિકર સ્વભાવની સિદ્ધિ પણ કુતર્કથી થતી હોય છે... ઇત્યાદિનું વર્ણન સામાન્યથી ૮ થી ૧૨મા શ્લોક સુધીના શ્લોકથી કરવામાં આવ્યું છે. એનાથી કુતર્કની વિષમતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે કુતર્કનો કોઈ જ ઉપયોગ નથી : એ વાતને બારમા શ્લોકથી જણાવીને તેરમા શ્લોકમાં અતીન્દ્રિયાર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર જ એક ઉપાય છે – તેમ જણાવ્યું છે. ત્યાર પછી તાત્ત્વિક રીતે મોક્ષપ્રાપક માર્ગના નિરૂપણને લઈને શાસ્ત્રમાં કોઈ ભેદ નથી, તેથી મોક્ષમાર્ગમાં પણ કોઈ ભેદ નથી અને સર્વજ્ઞ પરમાત્મામાં પણ કોઈ ભેદ નથી... ઇત્યાદિનું વર્ણન લગભગ દશ શ્લોકોથી વિસ્તારપૂર્વક કર્યું છે. તે બધામાં ભેદ ન હોવા છતાં સર્વજ્ઞપરમાત્માઓની દેશનામાં જે ફરક વર્તાય છે; તેનું જ કારણ છે તેનું વર્ણન કરતી વખતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ: આ ત્રણ પ્રકારના બોધનું નિરૂપણ કર્યું છે. બુદ્ધિ વગેરે પૂર્વકનાં તે તે અનુષ્ઠાનોના ફળનું વર્ણન કરતી વખતે શ્રુતશક્તિને મુક્તિના કારણ તરીકે વર્ણવી છે. સાક્ષાતુ કે પરંપરાએ કોઈ પણ અનુષ્ઠાન મોક્ષનું કારણ બનતું હોય તો તેમાં શ્રુતશક્તિનો સમાવેશ મુખ્યપણે હેતુ હોય છે. શ્રી સર્વજ્ઞપરમાત્માઓની દેશના આ રીતે બુદ્ધિ વગેરેના કારણે ભિન્ન જણાતી હોવા છતાં પ્રાપ્ય મોક્ષ એક હોવાથી તેનો માર્ગ પણ એક છે... ઇત્યાદિ વસ્તુ ખૂબ જ સરસ રીતે વર્ણવી છે. જીવની યોગ્યતા મુજબ બીજાધાનાદિ માટે શ્રી સર્વજ્ઞભગવંતો તે તે નયોની પ્રધાનતાએ દેશના આપતા હોય છે. મોક્ષ કે મોક્ષમાર્ગના ભેદના કારણે નહીં. ૨૩૬ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #240 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના અંતે અનુમાનને જ મુખ્ય પ્રમાણ તરીકે માનનારાને જે વિષમતા પ્રાપ્ત થાય છે તેને ખૂબ જ સારી રીતે જણાવી છે. શ્રુતશક્તિની સામે તર્કશક્તિ તદ્દન જ સામર્થ્યહીન છે - એ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવીને કુતર્કથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેવાની હિતશિક્ષા આપવામાં આવી છે. અહીં જે જણાવ્યું છે એનો આધાર લઇને કોઇ એમ માનતા હોય કે કપિલાદિ સર્વજ્ઞ હતા અને તેમના દર્શનમાં પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે; તો તે સાચું નથી. કપિલાદિની સર્વજ્ઞતાને સિદ્ધ કરવાનું શક્ય નથી. આટલું યાદ રાખી કુતર્કની નિવૃત્તિ દ્વારા છેલ્લી ચાર દૃષ્ટિઓને પ્રાપ્ત કરી આપણે સૌ પરમાનંદની સંપદાના સ્વામી બની રહીએ – એ જ એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મુંબઈ – લાલબાગ અ.વ. ૨ : રવિવાર એક પરિશીલન ૨૩૭. Page #241 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका । अनन्तरमवेद्यसंवेद्यपदं जेयमित्युक्तम्, अत्र तज्जयेनैव कुतर्कनिवृत्तिर्भवति, सैव चात्यन्तमादरणीयेत्याह આ પૂર્વે બાવીસમી તારાદિત્રય બત્રીશીમાં અવેદ્યસંવેદ્યપદ જીતવું જોઈએ; તે જણાવ્યું છે. તેના જયથી જ કુતર્કની નિવૃત્તિ થાય છે. તે કુતર્કની નિવૃત્તિ જ અત્યંત આદર કરવા યોગ્ય છે – એ અહીં જણાવાય છે– जीयमानेऽत्र राजीव, चमूचरपरिच्छदः । નિવર્તિતે સ્વતઃ શાં, તર્વવિષમ : ર૩-૧ जीयमान इति-जीयमानेऽत्रावेद्यसंवेद्यपदे महामिथ्यात्वनिबन्धने पशुत्वादिशब्दवाच्ये । स्वत एवात्मनैवापरोपदेशेन शीघ्रं । कुतर्क एव विषमग्रहो दृष्टापायहेतुत्वेन क्रूरग्रहः । कुतर्कस्य विषमग्रहः कुटिलावेशरूपो वा निवर्तते । राज्ञि जीयमान इव चमूचरपरिच्छदः ॥२३-१॥ “રાજા જિતાયે છતે; તેની સેના અને ગુપ્તચર પુરુષોનો પરિવાર જેમ નિવૃત્ત થાય છે અર્થાત્ જિતાય છે તેમ આ અવેદ્યસંવેદ્યપદ જિતાયે છતે કુતર્કસ્વરૂપ વિષમગ્રહ તરત જ પોતાની મેળે નિવૃત્ત થાય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મહામિથ્યાત્વનું કારણ આ અવેદ્યસંવેદ્ય પદ છે. જેને અન્યત્ર પશુત્વ (પશુપણું)... વગેરે શબ્દોથી વર્ણવ્યું છે. વિવેકશૂન્ય એવી અજ્ઞાનદશા આ પદમાં ચિકાર છે. આવા અવેદ્યસંવેદ્યપદને જીતવામાં આવે તો કુતર્કસ્વરૂપ વિષમગ્રહની નિવૃત્તિ તરત જ આપમેળે થાય છે; અર્થાત્ તેને દૂર કરવા માટે ગુર્નાદિકના ઉપદેશની આવશ્યકતા રહેતી નથી. ગ્રહ જેવો ગ્રહ હોવાથી અહીં કુતર્કને વિષમગ્રહ સ્વરૂપે વર્ણવ્યો છે. કારણ કે રાહુ વગેરે દષ્ટ અપાયના કારણ સૂચક) હોવાથી તે જેમ કૂરગ્રહ છે તેમ આ કુતર્ક પણ પ્રત્યક્ષ અપાયનો કારણ હોવાથી વિષમ ગ્રહ છે. અથવા કુતર્કનો વિષમગ્રહ અર્થાત્ કુટિલ આવેશ; આ અવેદ્યસંવેદ્યપદને જીતવાથી તરત જસ્વયં નિવૃત્ત થાય છે. અર્થાત્ એને દૂર કરવા બીજો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. રાજાને જીત્યા પછી તેની સેના વગેરે પરિવારને જીતવાનો કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી. તેમ અહીં પણ અવેદ્યસંવેદ્યપદને જીતવાના પ્રયત્નથી જ કુતર્કવિષમગ્રહની નિવૃત્તિ થાય છે. ર૩-૧ કુતર્કનું સ્વરૂપ વર્ણવાય છે– शमारामानलज्वाला, हिमानी ज्ञानपङ्कजे । श्रद्धाशल्यं स्मयोल्लासः, कुतर्कः सुनयार्गला ॥२३-२॥ ૨૩૮ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #242 -------------------------------------------------------------------------- ________________ શતિ-વ્ય: રિરૂ-રા. “શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનું તાત્પર્ય પણ સમજી શકાય છે કે શમસ્વરૂપ બગીચાને બાળી નાખવા માટે અગ્નિની જવાલા જેવો કુતર્ક છે. વિષય-કષાયની પરિણતિના અભાવની અવસ્થાને “શમ' કહેવાય છે. અનાદિકાળથી એ પરિણતિના કારણે સંતપ્ત આત્માને શમના કારણે સંતાપને દૂર કરવાનું શક્ય બને છે. ગ્રીષ્મઋતુના તાપથી પીડાતા આત્માને બગીચામાં જેમ શીતલતા પ્રાપ્ત થાય છે તેમ અહીં શમના કારણે આત્માને શીતલતાનો અનુભવ થાય છે. આ શમસ્વરૂપ આરામને બાળી નાખવાનું કામ કુતર્ક કરે છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનમાં શંકા પડે અથવા તેમાં વિપર્યય થાય ત્યારે તેની અપ્રમાણતા સિદ્ધ કરવા માટે કુતર્ક કરવામાં આવે છે, જેના મૂળમાં પોતાની વાત પ્રત્યેનો રાગ અને શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યેનો દ્વેષ પડેલો હોય છે; જે શમનો નાશ કરે છે. જ્ઞાનસ્વરૂપ કમળના વિકાસ માટે કુતર્ક હિમજેવો છે. કમળ ખીલવામાં હોય ત્યારે હિમ પડે તો તે જેમ ખીલતું નથી, તેમ પૂ. પરમતારક ગુરુદેવશ્રી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાના અવસરે કુતર્ક કરવાથી જ્ઞાનનો વિકાસ અટકી જાય છે. શ્રદ્ધા માટે શલ્ય જેવો કુતર્ક છે. કુતર્ક કરવાથી સામી વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ જણાય છે. શ્રદ્ધા હોય તો તેનો નાશ થતાં વાર લાગતી નથી. શરીરમાં શલ્ય હોય તો તે જેમ પ્રાણઘાતક બને છે તેમ શ્રદ્ધાસ્વરૂપ પ્રાણનો ઘાત કુતર્કથી થાય છે. ધર્મનો પ્રાણ શ્રદ્ધા છે. એનો ઘાત કુતર્કથી થાય છે. જ્ઞાનના અજીર્ણ સ્વરૂપ સ્મય(અહંકાર-ગવીને ઉલ્લસિત (વધારવું) કરનાર કુતર્ક છે. આપણા કરતાં મહાજ્ઞાની હોવા છતાં આપણે એની અપેક્ષાએ વિશિષ્ટ જ્ઞાની છીએ એ સિદ્ધ કરવાનું કાર્ય કુતર્કનું છે. તદ્દન ઋજુ અને સુનીતિપૂર્ણ માર્ગ હોવા છતાં એ માર્ગે ચાલવા ના દે અને તેમાં અવરોધ ઊભો કરે એવો કુતર્ક છે. સુનયસ્વરૂપ દ્વારને અટકાવી રાખવા માટે કુતર્ક નકુચાનું કાર્ય કરે છે... ઇત્યાદિ સમજી શકાય એવું છે. l૨૩-રા. ઉપર જણાવ્યા મુજબ કુતર્કનું સ્વરૂપ ભયંકર છે; તેથી જે કરવું જોઈએ તે જણાવાય છે– कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिमिच्छताम् । યુWપુનઃ શ્રતે શાન્ત, સમાથી શુદ્ધચેતસામ્ પરિરૂ-રૂા. कुतर्क इति-श्रुते आगमे । शीले परद्रोहविरतिलक्षणे । समाधौ ध्यानफलभूते ॥२३-३।। પૂર્વે જણાવ્યા મુજબ અગ્નિની જવાલાદિ સ્વરૂપ કુતર્ક હોવાથી મોક્ષની ઇચ્છાવાળા સંન્યાસીઓને કુતર્કમાં અભિનિવેશ(આગ્રહ) રાખવો એ ઉચિત નથી. પરંતુ શ્રત, શીલ અને સમાધિમાં એવો અભિનિવેશ રાખવો એ મહાત્માઓને માટે યુક્ત છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે. મોક્ષના અર્થી જનો માટે આવો કુતર્કનો આગ્રહ રાખવો એક પરિશીલન ૨૩૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ એ યુક્ત નથી. મોક્ષની ઇચ્છાવાળા મહાત્માઓએ તો આગમમાં; પરદ્રોહવિરતિ સ્વરૂપ શીલમાં અને ધ્યાનના ફળભૂત સમાધિમાં અભિનિવેશ રાખવો જોઇએ. અહીં યાદ રાખવું જોઇએ કે સામાન્યથી અભિનિવેશમાત્ર રાખવો ના જોઇએ. પરંતુ કુતર્કના અભિનિવેશને દૂર કરવા માટે આગમાદિની પ્રત્યે અભિનિવેશ રાખ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. મિથ્યાત્વગુણસ્થાનકે ચોથી દષ્ટિમાં કુતર્કગ્રહની નિવૃત્તિ થાય; પછી જ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થાય છે. એ વખતે આગમાદિની પ્રત્યેનો અભિનિવેશ સ્વતઃ દૂર થાય છે. શ્રુતનો અર્થ આગમ પ્રસિદ્ધ છે. શીલનો અર્થ પરદ્રોહની નિવૃત્તિ (વિરતિ) આ પ્રમાણે કર્યો છે, જે સદૈવ સ્મરણીય છે. શીલનો અર્થ સદાચરણ પ્રસિદ્ધ છે. શ્રી વીતરાગપરમાત્માદિનો દ્રોહ કરવામાં ન આવે તો અસદાચારથી દૂર રહી શકાય. જયારે પણ આપણે અસદ્ આચરણ કરીએ છીએ ત્યારે તે દેવાધિદેવાદિના દ્રોહને લઈને કરતા હોઇએ છીએ. એનો વિચાર કરવાથી સમજી શકાશે કે પરદ્રોહની વિરતિ સ્વરૂપ જ શીલ (સદાચરણ) છે અને સમાધિ ધ્યાનના ફળ સ્વરૂપ છે. ધ્યાનના વિષયનો જ્ઞાનથી અભિન્નરૂપે જે પ્રતિભાસવિશેષ છે; તેને સમાધિ કહેવાય છે. ધ્યાન અને સમાધિનું સ્વરૂપ પાતંજલ યોગસૂત્રાદિથી સમજી લેવું. ર૩-૩ કુતર્કમાં અભિનિવેશ યુક્ત નથી : આ વાત બીજા લોકોના વચનથી જણાવાય છે उक्तञ्च योगमार्ग स्तपोनिधूतकल्मषैः । भावियोगिहितायोच्चैर्मोहदीपसमं वचः ॥२३-४।। उक्तं चेति-उक्तं च निरूपितं पुनः । योगमार्गज्ञैरध्यात्मविद्भिः पतञ्जलिप्रभृतिभिः । तपसा निर्धूतकल्मषैः प्रशमप्रधानेन तपसा क्षीणमार्गानुसारिबोधबाधकमोहमलैः । भावियोगिहिताय भविष्यद्विवादबहुलकलिकालयोगिहितार्थम् । उच्चैरत्यर्थं । मोहदीपसमं मोहान्धकारप्रदीपस्थानीयं । वचो वचनम् ।।२३-४।। તપથી જેઓએ મોહસ્વરૂપ આત્મમળને દૂર કર્યો છે એવા, યોગમાર્ગના જ્ઞાતાઓએ ભવિષ્યમાં થનારા યોગીઓના હિત માટે મોહસ્વરૂપ અંધકારને દૂર કરવા ઉજ્જવળ દીપકસમાન એવું વચન કહ્યું છે.” (જે પાંચમાં શ્લોકથી જણાવાશે.) - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશમભાવના પ્રાધાન્યથી તપ કરવા વડે માર્ગાનુસારીબોધનો બાધક એવો મોહમળ જેમનો ક્ષીણ થયો છે – એવા અધ્યાત્મના જાણકાર પતંજલિ વગેરેએ ભવિષ્યના વિવાદપૂર્ણકલિકાલના યોગી જનોના હિત માટે જે કહ્યું છે, તે વચન; મોહસ્વરૂપ(અજ્ઞાનસ્વરૂપ) અંધકારને સારી રીતે દૂર કરવા માટે પ્રદીપજેવું છે, જે આગળના શ્લોકથી જણાવાશે. અહીં એ વિચારવું જોઈએ કે પતંજલિ વગેરેને અહીં યોગમાર્ગ(અધ્યાત્મ)ના જાણકાર તરીકે વર્ણવ્યા છે. તેમને જે માર્ગાનુસારી બોધ પ્રાપ્ત થાય છે તેમાં મોહમળનો ક્ષય કારણભૂત છે અને માર્ગાનુસારી બોધના બાધક એવા મોહમળના ક્ષયનું કારણ તપ છે, જે પ્રશમપ્રધાન ૨૪૦ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #244 -------------------------------------------------------------------------- ________________ છે. માર્ગાનુસારી બોધમાં બાધક એવા મોહમળનો ક્ષય પ્રશમપ્રધાન તપથી જ થાય છે. વિષયકષાયની પરિણતિનું જ્યાં પ્રાધાન્ય હોય એવા તપથી એ મોહમલનો ક્ષય થઈ શકતો નથી. પતંજલિ વગેરે અધ્યાત્મના જાણકારોને માર્ગાનુસારી બોધપ્રાપ્ત થવા છતાં માર્ગના બોધમાં એમને અવરોધ નડ્યા - એ માન્યા વિના ચાલે એવું નથી. મુખ્યપણે આત્માને એકાંતે નિત્ય અપરિણામી અને ઔપચારિક બંધ... વગેરે માન્યતાને એ લોકો વરેલા હતા, જે શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક માર્ગને અનુસરનારી ન હતી. તેથી જ આ પૂર્વેની બત્રીશીઓમાં યથાસ્થાને તેની અયુક્તતા ગ્રંથકાર પરમર્ષિએ જણાવી છે... ઇત્યાદિનો વિચાર કર્યા વિના આ શ્લોકનો પરમાર્થ વાસ્તવિક રીતે સમજી નહિ શકાય. મર્યાદાનું પાલન એ વાડાબંધી નથી. શ્રી વીતરાગપરમાત્માના વચનને જ સત્ય માનવા એ સંકુચિતતા નથી. અસત્યને અસત્ય માનવું એ ક્ષુદ્રતા નથી. અસને ન સ્વીકારવું એ તુચ્છતા નથી. અસદ્દનું નિરાકરણ એ સાંપ્રદાયિક ઝનૂન નથી અને તાત્ત્વિક પક્ષપાત એ દૃષ્ટિરાગ નથી. વાડાબંધી, સંકુચિતતા, ક્ષુદ્રતા, તુચ્છતા, સાંપ્રદાયિક ઝનૂન અને દૃષ્ટિરાગ વગેરેને દૂર કરવાનો એકમાત્ર ઉપાય શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે – એ મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવું જોઇએ. વાડાબંધી, સંકુચિતતા... ઇત્યાદિના નામે મર્યાદાદિનું અતિક્રમણ કરવું એ કેટલું ઉચિત છે... ઇત્યાદિ સ્વસ્થ ચિત્તે વિચારવું. ૨૩-૪ મોહાંધકારને દૂર કરવા માટે દીપકસમાન જે વચન છે તે જણાવાય છે वादांश्च प्रतिवादांश्च, वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥२३-५॥ वादांश्चेति-वादांश्च पूर्वपक्षरूपान् । प्रतिवादांश्च परोपन्यस्तपक्षप्रतिवचनरूपान् । वदन्तो बुवाणाः । निश्चितानसिद्धानैकान्तिकादिहेत्वाभासनिरासेन । तथा तेन प्रकारेण तत्तच्छास्त्रप्रसिद्धेन सर्वेऽपि दर्शनिनो मुमुक्षवोऽपि । तत्त्वान्तमात्मादितत्त्वप्रसिद्धिरूपं । न नैव गच्छन्ति प्रतिपद्यन्ते । तिलपीलकवत् तिलपीलक इव । निरुद्धाक्षिसञ्चारस्तिलयन्त्रवाहनपरो यथा ह्ययं नित्यं भ्राम्यन्नपि निरुद्धाक्षतया न तत्परिमाणमवबुध्यते, एवमेतेऽपि वादिनः स्वपक्षाभिनिवेशान्धा विचित्रं वदन्तोऽपि नोच्यमानतत्त्वं प्रतिपद्यन्ते इति ॥२३-५।। “દોષથી રહિતપણે ચોક્કસ એવા વાદ અને પ્રતિવાદને બોલનારા(કરનારા) સુપ્રસિદ્ધ એવા તત્ત્વના સારને; તલને પીલનારની જેમ, ગતિ હોવા છતાં પામી શકતા નથી.” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે કોઈ પણ વિષયમાં મતભેદ પડે ત્યારે અર્થનિર્ણય માટે વાદ-વિવાદ થતા હોય છે. તેમાં પૂર્વપક્ષની વાતનું સમર્થન કરનાર વાદ હોય છે અને તેનું વિરુદ્ધ જે વચન છે તેને પ્રતિવાદ કહેવાય છે. એક પરિશીલન ૨૪૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ આવા વાદ અને પ્રતિવાદને નિશ્ચિતરૂપે બોલનારા અર્થાત્ એ વખતે કોઈ પણ હેત્વાભાસ સ્વરૂપ દોષ આવી ન જાય એ રીતે દોષના નિવાસપૂર્વક બોલનારા એવા વાદી અને પ્રતિવાદીઓ તેમ જ મુમુક્ષુઓ પણ પોતપોતાના તે તે શાસ્ત્રને અનુસરીને બોલતા હોવા છતાં સુપ્રસિદ્ધ આત્માદિ તત્ત્વને જાણી શકતા નથી. આસપાસ જુએ નહિ – એ આશયથી જેની આંખો ઉપર નિયંત્રણ કરાયું છે એવા બળદ વગેરે ઘાણીમાં જોડાઈને નિત્ય ફરતા હોવા છતાં જેમ ત્યાંને ત્યાં જ હોય છે. આંખો ઉપર આવરણ હોવાથી નિત્ય ફરવા છતાં તે કેટલું ચાલ્યો એને જાણી શકતો નથી. બસ! આવી રીતે આ વાદી પ્રતિવાદીઓ વગેરે પોતપોતાના પક્ષમાં અભિનિવેશથી અંધ બનેલા વિચિત્ર બોલનારા પણ; સામી વ્યક્તિ દ્વારા જેનું સમર્થન કરાય છે એવા તત્ત્વનો સ્વીકાર કરતા નથી. અસિદ્ધ અનૈકાંતિક અને વિરુદ્ધ... વગેરે હેત્વાભાસ છે, જે હેતુ જેવા જણાય છે. જેમાં સાધ્ય સિદ્ધ કરાય છે, તેને પક્ષ કહેવાય છે. જે સિદ્ધ કરાય છે તે સાધ્ય છે. જેના કારણે સિદ્ધ થાય છે તે હેતુ છે અને જે દુષ્ટ હેતુ છે તે હેત્વાભાસ છે. પર્વત અગ્નિવાળો છે. કારણ કે ત્યાં ધુમાડો છે. અહીં પર્વત પક્ષ છે, અગ્નિ સાધ્ય છે અને ધુમાડો હેતુ છે. જે પક્ષમાં હોતો નથી; એવા દુષ્ટ હેતુને અસિદ્ધ કહેવાય છે. જેમ જલ અગ્નિવાળું છે, કારણ કે ત્યાં ધુમાડો છે. અહીં ધુમાડો અસિદ્ધ છે. જે પક્ષ અને વિપક્ષ(સાધ્યાભાવવાળો) બંન્નેમાં હોય છે તે હેતુ અનૈકાંતિક છે. જેમ પર્વતમાં ધુમાડો છે; કારણ કે ત્યાં અગ્નિ છે. અહીં અગ્નિ હેતુ અનૈકાંતિક છે, કારણ કે તે પર્વત અને તપેલું લોઢું બંન્નેમાં છે.. ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું. અહીં તો સામાન્યથી જ જણાવ્યું છે. ૨૩-પા. કુતર્કમાં અભિનિવેશ યુક્ત નથી એ જ જણાવાય છે विकल्पकल्पनाशिल्पं, प्रायोऽविद्याविनिर्मितम् । તથ્યોનનામયશાત્ર, ગુરુતઃ મિનેન તત્ રરૂ-દા विकल्पेति-विकल्पाः शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूपं शिल्पं। प्रायो बाहुल्येन । अविद्याविनिर्मितं ज्ञानावरणीयादिकर्मसम्पर्कजनितं । तद्योजनामयस्तदेकधारात्मा चात्र कुतर्कः । तत् किमनेन मुमुक्षूणां दुष्टकारणप्रभवस्य सत्कार्याहेतुत्वात् ।।२३-६।। “પ્રાયઃ વિકલ્પોની કલ્પનાનું શિલ્પ અવિઘાથી વિનિર્મિત હોય છે અને વિકલ્પોની કલ્પનાની યોજનામાં તત્પર કુતર્ક હોય છે. તેથી અહીં યોગમાર્ગની સાધનામાં તેનાથી સર્યું.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વિકલ્પો બે પ્રકારના છે. શબ્દવિકલ્પો અને અર્થવિકલ્પો. શબ્દની અને અર્થની મુખ્યતાએ જયારે તેના સ્વરૂપની શૂન્યતા પ્રતીત થાય છે; ત્યારે ત્યાં અનુક્રમે શબ્દવિકલ્પ અને અર્થવિકલ્પ હોય છે. સામાન્ય રીતે આ વંધ્યાનો પુત્ર ૨૪૨ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #246 -------------------------------------------------------------------------- ________________ જાય છે... ઇત્યાદિ સ્થળે શબ્દવિકલ્પ હોય છે અને આત્મા એકાંતે નિત્ય છે કે અનિત્ય છે?... ઇત્યાદિ સ્થળે અર્થવિકલ્પ છે. બહુલતયા આવા વિકલ્પોનું કલ્પનાશિલ્પ(રચના) જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયથી થતું હોય છે. કુતર્ક તો વિકલ્પોની યોજનાના સ્વરૂપવાળો હોવાથી અર્થાત્ વિકલ્પોના પ્રવાહ સ્વરૂપ હોવાથી મુમુક્ષુ આત્માઓ માટે તે તદ્દન નિરર્થક છે. કારણ કે જેનું ઉપાદાન(પ્રકૃતિ) કારણ દુષ્ટ છે તે સત્કાર્યનો હેતુ ન બની શકે. ૨૩-૬l કુતર્કની અયુક્તતા સ્પષ્ટ કરાય છે– जातिप्रायश्च बाध्योऽयं प्रकृतान्यविकल्पनात् । हस्ती हन्तीतिवचने प्राप्ताप्राप्तविकल्पवत् ॥२३-७॥ जातिप्रायश्चेति-जातिप्रायश्च दूषणाभासकल्पश्च । बाध्यः प्रतीतिफलाभ्यामयं कुतर्कः । प्रकृतान्यस्योपादेयाद्यतिरिक्तस्य अप्रयोजनस्य वस्त्वंशस्य विकल्पनात् । हस्ती हन्तीति वचने हस्त्यारूढेनोक्ते प्राप्ताप्राप्तविकल्पवन्नैयायिकच्छात्रस्य । यथा ह्ययमित्थं वक्तारं प्रति-“किमयं हस्ती प्राप्तं व्यापादयति ? उताप्राप्तम् ? आये त्वामपि व्यापादयेद्, अन्त्ये च जगदपीति विकल्पयन्नेव हस्तिना गृहीतो मिण्ठेन कथमपि मोचितः । तथा तथाविधविकल्पकारी तत्तद्दर्शनस्थोऽपि कुतर्कहस्तिना गृहीतः सद्गुरुमिण्ठेनैव मोच्यत ત્તિ રિરૂ-છા. દૂષણાભાસ જેવો આ કુતર્ક પ્રતીતિ અને ફળથી બાધ્ય બને છે. કારણ કે “હાથી હણે છે' - આ પ્રમાણે કહ્યા પછી તે પ્રાપ્તને હણે છે કે અપ્રાપ્તને હણે છે?' આવા પ્રકારના વિકલ્પની જેમ પ્રકૃતાન્ય(અપ્રસ્તુસ્ત)ને લઈને કલ્પના કરાય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - સામાન્ય રીતે બીજાની વાતને અસત્ય પુરવાર કરવાના ઇરાદે કુતર્ક કરવામાં આવતા હોય છે. બીજાની વાતમાં કોઈ દોષ ન હોવા છતાં તેમાં દોષનું ઉદ્દભાવન કરવા સ્વરૂપ કુતર્ક છે. તેથી તે ખરી રીતે તો દૂષણ ન હોવા છતાં બીજાની વાતમાં જે દૂષણ જણાવાય છે તે વસ્તુતઃ દૂષણાભાસસ્વરૂપ(જાતિપ્રાય:) હોય છે. આવા કુતર્કથી જે જણાવાય છે તેનાથી વિપરીત જ પ્રાયઃ પ્રતીતિ થતી હોય છે. તેથી પ્રતીતિના કારણે તેનો બાધ થતો હોવાથી કુતર્ક જ બાધ્ય બને છે. જે ફળની ઇચ્છાથી કુતર્ક પ્રયુક્ત હોય છે તે ફળ પ્રાપ્ત થતું ન હોવાથી વિવક્ષિત ફળનો પણ બાધ થાય છે. તેને લઈને કુતર્ક પણ બાધ્ય બને છે. આ રીતે પ્રતીતિ અને ફળ : બંન્નેને લઇને કુતર્ક બાધ્ય બને છે. કારણ કે પ્રસ્તુત વાતને છોડી દઈને અપ્રસ્તુત વાતને અનુલક્ષી ત્યાં વિકલ્પ કરાય છે. પ્રકૃતિ (નિરૂપણની વિષયભૂત) વાતને છોડીને બીજી વાતને અનુલક્ષી અર્થાત્ ઉપાદેય, હેય અને શેયાદિથી બીજી બીજી વાતને એક પરિશીલન ૨૪૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ અનુલક્ષી જેનું કોઈ પ્રયોજન નથી એવા, વસ્તુના અંશની કલ્પના અહીં કરાય છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત જણાવ્યું છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે. હાથી ઉપર બેસેલા મહાવતે ન્યાયના વિદ્યાર્થીને કહ્યું કે “હાથી હણે છે.” ત્યારે તે વિદ્યાર્થીએ કહ્યું કે હાથીને જે અડકે છે તેને હણે છે કે નહિ અડકનારને હણે છે? જો હાથી પ્રાપ્તને સ્પર્શ કરનારને) હણે તો તને પણ હશે અને જો અપ્રાપ્તને હણે તો તારા સિવાય સમગ્ર વિશ્વને હણે.' - આ પ્રમાણે બોલતા એવા એ ન્યાયના વિદ્યાર્થીને હાથીએ પકડ્યો. ત્યારે મહાવતે માંડ છોડાવ્યો. આથી સમજી શકાશે કે કુતર્ક; પ્રતીતિ અને ફળ : બંન્નેથી બાધ્ય છે. તેને કરવાનું કોઈ પણ રીતે ઉચિત જ નથી. આમ છતાં તે તે દર્શનને માનનારા એવા તાદેશ વિકલ્પને કરનારાને જ્યારે કુતર્કસ્વરૂપ હાથી ગ્રહણ કરે છે, ત્યારે તેઓને સદ્ગુરુ સ્વરૂપ મહાવત છોડાવે છે. એ પરમતારક સદ્ગુરુભગવંતની કરુણાનો કોઈ પાર નથી. ૨૩-છા. કુતર્કનું સ્વરૂપ જણાવાય છે. અર્થાત્ તેને જાણવાનો ઉપાય જણાવાય છે– स्वभावोत्तरपर्यन्त, एषोऽत्रापि च तत्त्वतः । नार्वाग्दृग्ज्ञानगम्यत्वमन्यथान्येन कल्पनात् ॥२३-८॥ स्वभावेति-एष कुतर्कः । स्वभावोत्तरपर्यन्तः । अत्र च “वस्तुस्वभावैरुत्तरं वाच्यम्” इति वचनाद् । अत्रापि च स्वभावे नार्वाग्दृशश्छद्मस्थस्य ज्ञानगम्यत्वं तत्त्वतः । अन्यथा क्लृप्तस्यैकेन वादिना स्वभावस्यान्येनान्यथाकल्पनात् ॥२३-८।। “છેલ્લે સ્વભાવસ્વરૂપ ઉત્તરવાળો આ કુતર્ક છે. એ સ્વભાવ પણ તત્ત્વથી(વાસ્તવિક રીતે) છદ્મસ્થોના જ્ઞાનથી જાણી શકાય એવો નથી. કારણ કે એક કલ્પેલા સ્વભાવથી જુદી રીતે તે સ્વભાવ બીજા વડે કલ્પાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે વાદી જે વાત કરે એના ઉત્તરરૂપે પ્રતિવાદી કુતર્કથી વાત કરે; એની સામે વાદી પાછો કુતર્ક કરે; તેની સામે પણ પ્રતિવાદી પાછો કુતર્ક કરે.. આમ કુતર્કની હારમાળા ચાલે. અંતે થાકીને “આ પ્રમાણે એનો સ્વભાવ છે.' એમ કહીને કુતર્કની પરંપરાને અટકાવાય છે. આથી સમજી શકાશે કે “સ્વભાવ છે અંતે ઉત્તર જેમાં એવો આ કુતર્ક છે. અન્યત્ર એ પ્રમાણે જણાવ્યું છે કે “વસ્તુના સ્વભાવથી ઉત્તર જણાવવો...' - યદ્યપિ એ રીતે વસ્તુના સ્વભાવથી ઉત્તર આપવામાં કોઈ દોષ નથી. કારણ કે અગ્નિ ઉષ્ણ છે, જલ શીત છે... ઇત્યાદિમાં હેતુ તરીકે સ્વભાવને જણાવાય છે; પરંતુ સર્વજનપ્રસિદ્ધ પ્રત્યક્ષસિદ્ધ વસ્તુમાં સ્વભાવસ્વરૂપ ઉત્તર આપવામાં દોષ નથી, પણ જયાં એકે જણાવેલા સ્વભાવને બીજો ભિન્ન સ્વરૂપે જણાવે ત્યારે છબસ્થ આત્માઓ વાસ્તવિક રીતે તે તે વસ્તુના તથા ૨૪૪ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #248 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવને પોતાના જ્ઞાનથી જાણી શકતા નથી. તેથી અપ્રસિદ્ધ અતીન્દ્રિય અર્થના જ્ઞાન માટે સ્વભાવસ્વરૂપ ઉત્તર કુતર્કને જ જણાવે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૩-૮॥ તથાહિ— બીજી રીતે કલ્પેલા સ્વભાવને તેનાથી વિપરીત રીતે બીજો વાદી સ્વભાવની કલ્પના કરે છે તે જણાવાય છે. અર્થાત્ આઠમા શ્લોકમાં ઉત્તરાર્ધ્વથી જણાવેલી વાત સ્પષ્ટ કરાય છે— अपां दाहस्वभावत्वे, दर्शिते दहनान्तिके । વિપ્રòટેડથયાને, સ્વાર્થશò: મુિત્તરમ્ ? ।।રરૂ-૧|| अपामिति - अपां शैत्यस्वभावत्ववादिनं प्रति अपां दहनान्तिके दाहस्वभावत्वे दर्शिते । अध्यक्षविरोधपरिहारात् । विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेर्लोहाकर्षणशक्तेर्विप्रकर्षमात्रस्याप्रयोजकत्वात् किमुत्तरम् ? अन्यथावादिनः स्वभावस्यापर्यनुयोज्यत्वाद्विशेषस्याविनिगमात् । तदुक्तम् - " अतोऽग्निः क्लेदयत्यम्बु सन्निधौ दहतीति च । अबग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः || १ || कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकृद्दृश्यते यतः ॥ २।। ।।२३-९।। “દૂરવર્તી લોહચુંબક લોઢાને ખેંચવાનું કાર્ય કરતો હોવાથી; અગ્નિ સમીપે પાણીનો સ્વભાવ બાળવાનો છે - એમ જણાવવામાં આવે તો તેની સામે કયો ઉત્તર છે ?’’ - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પાણીનો સ્વભાવ શીત છે; આ પ્રમાણે જણાવનારા વાદીની પ્રત્યે કુતર્ક કરનાર પ્રતિવાદી એમ કહે કે અગ્નિની સમીપમાં પાણીનો સ્વભાવ બાળવાનો છે, તો તેને કયો ઉત્તર છે ? કારણ કે; આ અવસરે વાદી એમ કહે કે પાણીનો સ્વભાવ તો શીત જ છે. પરંતુ ત્યાં અગ્નિ નજીક હોવાથી અને પાણી દૂર હોવાથી પાણીનો શીત સ્વભાવ જણાતો નથી. ત્યારે તેના અનુસંધાનમાં પ્રતિવાદી જણાવે કે સ્વભાવ માટે એ નિયમ નથી કે એ (પાણી વગેરે) દૂર ન હોવું જોઇએ. દૂર રહેલો લોહચુંબક તેના સ્વભાવ મુજબ લોઢાને ખેંચે છે. તેથી પ્રત્યક્ષવિરોધનો પરિહાર થઇ શકે છે. વિપ્રકર્ષમાત્ર(દૂર હોવું તે) સ્વભાવ માનવામાં વિરોધી નથી. અર્થાત્ સ્વભાવ નહિ માનવામાં એ પ્રયોજક નથી. તેથી અયસ્કાંત(લોહચુંબક)ની જેમ અગ્નિની સમીપે પાણીનો સ્વભાવ બાળવાનો છે - આ પ્રમાણે કુતર્કવાદીના કથનમાં કયો ઉત્તર આપી શકાય ? કારણ કે સ્વભાવસ્વરૂપ ઉત્તરમાં પ્રશ્નોત્તર હોતા નથી. પાણીના શૈત્યસ્વભાવમાં અને દાહસ્વભાવમાં કોઇ પ્રબળ પ્રમાણ નથી. આ વાતને જણાવતાં યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૯૩-૯૪) ફરમાવ્યું છે કે— અર્વાગ્દષ્ટિવાળા-છદ્મસ્થો અધિકૃત(ચોક્કસ) એક સ્વભાવ કયો છે તે જાણી શકતા નથી. તેથી અગ્નિ ભીંજવે છે - આ પ્રમાણે કહીને પ્રત્યક્ષથી બાધદોષ હોવાથી તેના પરિહાર માટે તે કહે કે પાણીના સંનિધાનમાં. તેમ જ પાણી બાળે છે - આ પ્રમાણે કહીને; થતા પ્રતીતિના એક પરિશીલન ૨૪૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ બાધના પરિહાર માટે કહે કે અગ્નિના સંનિધાનમાં. આ પ્રમાણે અગ્નિ અને પાણીનો તેવો સ્વભાવ જ્યારે પરવાદી જણાવે... ત્યારે– શુષ્કતર્કયુક્તિથી અગ્નિ અને પાણીના સ્વભાવને જાણવા માટે સોગંદ ખાવા સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. આવા પ્રસંગે કોઇ એમ કહે કે “અગ્નિ અને પાણી દૂર હોવાથી અનુક્રમે પાણી અને અગ્નિના સાંનિધ્યમાં બાળતો નથી અને ભીંજવતું નથી.” આના જવાબમાં કુતર્કવાદી વિપ્રકૃષ્ટ અયસ્કાંતનું દૃષ્ટાંત આપે છે, જેનો આશય આ પૂર્વે ઉપર જણાવ્યો છે. લોકમાં પણ એ મુજબ પ્રસિદ્ધ છે. અયસ્કાંત(લોહચુંબક) દૂરથી જ ખેંચે છે, નજીકથી નહિ. લોઢાને જ ખેંચે છે, તાંબાને નહિ. ખેંચે જ છે, કાપતો નથી... આથી સમજી શકાશે કે છદ્મસ્થ આત્માને વિવક્ષિત એક સ્વભાવના જ્ઞાન માટે કોઇ જ ઉપાય નથી. અગ્નિ વગેરેના ભીંજવવાદિ સ્વભાવની કલ્પનાનો બાધ કઇ રીતે થાય ? અર્થાત્ કોઇ પણ રીતે એ કાર્ય (કલ્પનાનો બાધ) કોઇથી પણ નહીં થાય. ।।૨૩-૯॥ કુતર્કનો બાધ કરવા માટે જણાવેલા ઉપાયનું નિરાકરણ કરાય છે— दृष्टान्तमात्रसौलभ्यात्, तदयं केन बाध्यताम् । સ્વમાવવાધને નાતું, વ્યત્વના ગૌરવાવિમ્ ॥૨રૂ-૧૦ની - दृष्टान्तेति–दृष्टान्तमात्रस्य सौलभ्यात् । तत्तस्माद् । अयमन्यथास्वभावविकल्पकः कुतर्कः केन वार्यताम् ? । अग्निसन्निधावपां दाहस्वभावत्वे कल्पनागौरवं बाधकं स्यादित्यत आह-स्वभावस्योपपत्तिसिद्धस्य बाधने कल्पनागौरवादिकं नालं न समर्थं, कल्पनासहस्रेणापि स्वभावस्यान्यथाकर्तुमशक्यत्वाद्। अत एव न कल्पनालाघवेनापि स्वभावान्तरं कल्पयितुं शक्यमिति द्रष्टव्यम् । अथ स्वस्य भावोऽनागन्तुको धर्मो नियतकारणत्वादिरूप एव, स च कल्पनालाघवज्ञानेन गृह्यते, अन्यथागृहीतश्च कल्पनागौरवज्ञानेन त्यज्यतेऽपीति चेन्न, गौरवेऽपि अप्रामाणिकत्वस्य दुर्ग्रहत्वात् प्रामाणिकस्य च गौरवादेरप्यदोषत्वादिति दिक् ||૨૩-૧૦|| ૨૪૬ “કુતર્કથી બીજી રીતે સ્વભાવની કલ્પના કરવામાં બધા જ પ્રકારનાં દૃષ્ટાંતો સુલભ હોવાથી તે કુતર્કને કોણ નિવારે ? (વાધ્યતામ્ ના સ્થાને શ્લોકમાં વાર્યતામ્ આવો પાઠ હોવો જોઇએ.) સ્વભાવનો બાધ ક૨વામાં કલ્પનાગૌરવ વગેરે સમર્થ નથી.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જગત્પ્રસિદ્ધ છે કે અગ્નિનો દાહકત્વ સ્વભાવ છે અને પાણીનો શીતસ્વભાવ છે. આમ છતાં કુતર્કથી પાણીના સાંનિધ્યમાં અગ્નિનો શૈત્ય સ્વભાવ છે અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહકત્વ સ્વભાવ છે... ઇત્યાદિ સિદ્ધ કરવામાં અનેક પ્રકારનાં દૃષ્ટાંતો સુલભ હોવાથી અન્યથા (લોકપ્રસિદ્ધથી જુદી રીતે) સ્વભાવની કલ્પના કરનાર કુતર્કને કોણ અટકાવી શકે ? અર્થાત્ કોઇ અટકાવી ન શકે. કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #250 -------------------------------------------------------------------------- ________________ એવા કુતર્કને અન્યથાસ્વભાવની કલ્પના કરતાં અટકાવવા માટે એમ કહેવામાં આવે કે કલ્પનાગૌરવ અને લાઘવજ્ઞાન... વગેરે અટકાવી શકે છે. પરંતુ અન્યથાસ્વભાવની કલ્પનાનો બાધ કરવાનું સામર્થ્ય કલ્પનાગૌરવ... વગેરેમાં નથી. કારણ કે હજારો કલ્પનાથી પણ સ્વભાવમાં પરિવર્તન અશક્ય છે. આશય એ છે કે પાણીના અને અગ્નિના સન્નિધાનમાં અનુક્રમે અગ્નિના અને પાણીના શૈત્ય અને દાહકત્વ સ્વભાવની કલ્પના કરવાની અપેક્ષાએ અગ્નિ અને પાણીના અનુક્રમે દાહકત્વ અને શૈત્ય સ્વભાવની કલ્પના કરવામાં ઔચિત્ય છે – આ પ્રમાણે કહેવામાં આવે તો પણ માત્ર કલ્પના કરવાથી સ્વભાવમાં પરિવર્તન શક્ય નથી. તેથી જ અગ્નિ અને પાણીના અનુક્રમે દાહકત્વ અને શૈત્ય સ્વભાવની કલ્પના કરવામાં લાઘવ છે... આવા પ્રકારના કલ્પનાલાઘવથી પણ; જે જેનો સ્વભાવ છે તેનો તેનાથી બીજા સ્વભાવની કલ્પના કરવાનું શક્ય નથી. યદ્યપિ - “જે સ્વભાવ સહજ છે તેમાં કલ્પના કરવાથી પરિવર્તન શક્ય નથી – એ વાત માની લઈએ; પણ પોતાનો ભાવ એટલે કે નિયતકારણતાદિ સ્વરૂપ તે તે કાળે ઉત્પન્ન થનાર ધર્મ - એ સ્વભાવ છે. એ સ્વભાવની કલ્પના કરતી વખતે કલ્પનાના લાઘવના જ્ઞાનથી તેવા પ્રકારના સ્વભાવની કલ્પના કરાય છે અને ત્યારે કલ્પનાના ગૌરવના જ્ઞાનથી બીજી રીતે કલ્પલા સ્વભાવને માનવામાં આવતો નથી. એ મુજબ પાણી અને અગ્નિનો અનુક્રમે શૈત્ય અને દાહકત્વ સ્વભાવ માનવામાં આવે છે અને અનુક્રમે તેનાથી વિપરીત એવો દાહકત્વ અને શૈત્ય સ્વભાવ માનવામાં આવતો નથી. કારણ કે ત્યાં કલ્પનાનું ગૌરવજ્ઞાન બાધક બને છે.” – આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ તેવા પ્રકારનું ગૌરવ અપ્રામાણિક છે.” એ સમજવાનું શક્ય બનતું નથી; અને જો એ ગૌરવ પ્રામાણિક હોય તો તે દોષાવહ નથી. કારણ કે પ્રામાણિક ગૌરવ દોષાવહ નથી... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. અહીં તો માત્ર દિશાસૂચન જ છે. ૨૩-૧૦ના અન્યથાસ્વભાવના વિકલ્પક એવા કુતર્કને જે રીતે દષ્ટાંત સુલભ બને છે તે સ્પષ્ટ કરાય છે द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः । धियां निरालम्बनतां, कुतर्कः साधयत्यपि ॥२३-११॥ द्विचन्द्र इति-द्विचन्द्रस्वप्नविज्ञाने एव निदर्शने उदाहरणमात्रे तबलादुत्थितः कुतर्कः । धियां सर्वज्ञानानां । निरालम्बनतामलीकविषयतामपि साधयति ।।२३-११॥ “શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, “બે ચંદ્ર અને સ્વમના વિજ્ઞાન સ્વરૂપ ઉદાહરણના બળે ઉત્પન્ન થયેલો કુતર્ક સઘળાં ય જ્ઞાનોની અસવિષયતાને પણ સિદ્ધ કરે છે.” આશય એ છે કે દષ્ટાંતના બળે કુતર્ક ગમે તે વસ્તુને સિદ્ધ કરી શકે છે. આંખના રોગીને આકાશમાં બે ચંદ્ર દેખાય છે, એક પરિશીલન ૨૪૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આકાશમાં બે ચંદ્રો હોતા નથી, તેમ જ સ્વપ્રમાં આપણને અનેક વિષયો દેખાતા હોય છે, પરંતુ તેમાંનો એક પણ વિષય હોતો નથી – એ સ્પષ્ટ છે. આ રીતે દ્વિચંદ્રજ્ઞાન અને સ્વપ્રવિજ્ઞાન - આ બેને દષ્ટાંત બનાવીને કુતર્ક, જ્ઞાનને નિરાલંબન સિદ્ધ કરી શકે છે. એનો કહેવાનો આશય એ છે કે જ્ઞાન જ એક સદ્ છે. તેમાં પ્રતીય માન(જણાતા) ઘટ પટ વગેરે વિષયો અસત્ છે. જે જ્ઞાનમાં પ્રતીયમાન છે, તે અસત્ છે. દ્વિચન્દ્રાદિજ્ઞાનમાં પ્રતિયમાન દિચન્દ્રાદિ જેમ અસત્ છે તેમ બાહ્ય ઘટ પટ... વગેરે જણાતા વિષયો અસત્ છે. આ રીતે બધા જ જ્ઞાનના વિષયો અસત્ છે - એ સિદ્ધ કરી શકાય છે. તેથી જ્ઞાનમાત્રમાં અલીક(અસત્, અસત્ય)વિષયતા પણ કુતર્ક સિદ્ધ કરી શકે છે... ઇત્યાદિ સમજી શકાય છે. ૨૩-૧૧, કુતર્કથી ઉપર જણાવ્યા મુજબ ગમે તેની સિદ્ધિ થાય છે તેથી તેના વડે તત્ત્વસિદ્ધિ થતી નથી; તત્ત્વસિદ્ધિમાં તેનું કોઈ પ્રયોજન નથી, તે જણાવાય છે– तत्कुतर्केण पर्याप्तमसमञ्जसकारिणा । अतीन्द्रियार्थसिद्ध्यर्थं, नावकाशोऽस्य कुत्रचित् ॥२३-१२॥ तदिति-तदसमञ्जसकारिणा प्रतीतिबाधितार्थसिद्ध्यनुधाविना पर्याप्तं कुतर्केण । अतीन्द्रियार्थानां धर्मार्थानां सिद्ध्यर्थं नास्य कुतर्कस्य कुत्रचिदवकाशः ।।२३-१२॥ કુતર્કથી ગમે તેની સિદ્ધિ થાય છે; તેથી અસમંજસને કરનારા કુતર્કથી સર્યું. અતીન્દ્રિયાર્થ(ધર્માદિ)ની સિદ્ધિ માટે કુતર્કને ક્યાંય અવકાશ નથી.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ જ છે કે ઉપર જણાવ્યા મુજબ દૃષ્ટાંતના બળે કુતર્કથી ગમે તેને સિદ્ધ કરી શકાય છે. તેથી જે અર્થ પ્રતીતિથી બાધિત થાય છે; એવા પણ અર્થને સિદ્ધ કરવામાં તત્પર એવા અસમંજસ કાર્ય કરનાર કુતર્કની કોઈ જ આવશ્યકતા નથી. અતીન્દ્રિય ધર્મ અને મોક્ષાદિની સિદ્ધિ માટે કોઈ પણ સ્થાને કુતર્કને અવસર જ નથી. જે જે અર્થો પ્રત્યક્ષસિદ્ધ છે; એની સિદ્ધિ માટે વસ્તુતઃ કોઈની જ આવશ્યકતા નથી. પરંતુ જે જે અતીન્દ્રિય ધર્માદિ સ્વરૂપ અર્થ છે; એની સિદ્ધિ માટે ખરેખર જ પ્રમાણવિશેષની અપેક્ષા છે. પણ ત્યાં કુતર્ક તદન જ નિરર્થક છે. કારણ કે એનાથી, પ્રતીતિથી બાધિત થયેલા એવા પણ અર્થની સિદ્ધિ કરી શકાય છે અને તેથી મુમુક્ષુ આત્માઓના અશ્રદ્ધામલનું પ્રક્ષાલન થવાના બદલે તે મલ વધવા માંડે છે. ll૧૩-૧૨ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે કુતર્કનો અવકાશ નથી તો તેની સિદ્ધિ માટે કોનો અવકાશ છે – આ આશંકામાં જણાવાય છે– ૨૪૮ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #252 -------------------------------------------------------------------------- ________________ शास्त्रस्यैवावकाशोऽत्र, कुतर्काग्रहतस्ततः । शीलवान् योगवानत्र, श्रद्धावांस्तत्त्वविद् भवेत् ॥२३-१३॥ शास्त्रस्येति-अत्रातीन्द्रियार्थसिद्धौ शास्त्रस्यैवावकाशः, तस्यातीन्द्रियार्थसाधनसमर्थत्वाच्छुष्कतर्कस्यातथात्वात् । तदुक्तं-“गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ।।१।।” ततस्तस्मात् कुतर्काग्रहतोऽत्र शास्त्रे श्रद्धावान् शीलवान् परद्रोहविरतियोगवान् सदा योगतत्परस्तत्त्वविद्धर्माद्यतीन्द्रियार्थदर्शी भवेत् ।।२३-१३।। “અતીન્દ્રિયાર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે; તેથી કુતર્કના ગ્રહને કર્યા વિના શાસ્ત્રના વિષયમાં; શીલવાન યોગવાન અને શ્રદ્ધાવાન તત્ત્વના જાણકાર બને છે.” – આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સમજી શકાય છે કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિનું સામર્થ્ય શુષ્કતર્કમાં નથી. એ સામર્થ્ય માત્ર શાસ્ત્રમાં હોવાથી અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે શાસ્ત્રનો જ અવકાશ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં(શ્લો.નં. ૯૯) આ અંગે ફરમાવ્યું છે કે – અતીન્દ્રિય અર્થ આગમનો જ વિષય છે. કારણ કે આગમથી જ અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિ થાય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણાદિ સ્વરૂપ જે લૌકિક(લોકપ્રસિદ્ધ) અર્થ છે તેનું યથાર્થજ્ઞાન આગમ કરાવે છે. એ રીતે બીજા પણ ધર્માદિ સ્વરૂપ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ આગમથી જ થઈ શકે છે. તેથી કુતર્કગ્રહ કર્યા વિના જેઓ પરદ્રોહથી વિરામ પામેલા છે; યોગમાં સદા તત્પર છે અને પ્રાજ્ઞ છે; તેઓ શાસ્ત્રના વિષયમાં અતીન્દ્રિય ધર્માદિ અર્થના જ્ઞાતા થાય છે. શાસ્ત્રના વિષયભૂત અતીન્દ્રિય અર્થના પારમાર્થિક જ્ઞાન માટે પરદ્રોહનો ત્યાગ કરવો આવશ્યક છે. શાસ્ત્રનું જ્ઞાન ગુરુભગવંતની પાસેથી પ્રાપ્ત થાય છે. બીજાનો(ગુર્નાદિનો) જે દ્રોહ કરે છે, તેને પૂ. ગુર્નાદિક જ્ઞાનનું પ્રદાન કરતા નથી. તેમ જ જેઓ યોગતત્પર નથી અને સદા વિષયોપભોગમાં તત્પર હોય છે, તે લોકોને પણ પૂ. ગુર્નાદિક તેવા પ્રકારના શાસ્ત્રનું જ્ઞાન આપતા નથી. કારણ કે જ્ઞાન વિરતિ માટે છે, અવિરતિ માટે નથી. શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાવદ્ જ્ઞાનની(બુદ્ધિની) અપેક્ષા છે. બુદ્ધિ સારી હોવા છતાં ઘણી વાર શ્રદ્ધાના અભાવે માર્ગનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી ઉચિત જ છે કે અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે શીલાદિમાન બનવું જોઈએ. ર૩-૧all ननु शास्त्राणामपि भिन्नत्वात्कथं शास्त्रश्रद्धापि स्यादित्यत आह અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરંતુ શાસ્ત્રો જ કંઈકેટલીય જાતિનાં છે. તેથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં શ્રદ્ધા કઈ રીતે થાય? - આ શંકાનું સમાધાન કરાય છે– तत्त्वतः शास्त्रभेदश्च, न शास्तृणामभेदतः । મોદસ્તમુહીનાં, તજેવાશ્રય તતઃ ર૩-૧૪|| એક પરિશીલન ૨૪૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ तत्त्वत इति-तत्त्वतो धर्मवादापेक्षया तात्पर्यग्रहात् शास्त्रभेदश्च नास्ति । शास्तृणां धर्मप्रणेतृणामभेदतः । तत्तन्नयापेक्षदेशनाभेदेनैव स्थूलबुद्धीनां तद्भेदाभिमानाद् । अत एवाह-ततस्तस्मात्तदधिमुक्तीनां शास्तृश्रद्धावतां तददाश्रयणं शास्तृभेदाङ्गीकरणं मोहोऽज्ञानं । निर्दोषत्वेन सर्वेषामैक्यरूप्यात् । तदुक्तं“ન તવતો મિત્ર-તા: સર્વજ્ઞા વદવો યત: | મોહસ્તવધિમુક્કીનાં તજેવાશ્રય તત: Iકા” Iરરૂ-૧૪|| શાસ્ત્રકારપરમર્ષિઓમાં કોઈ ભેદ ન હોવાથી તત્ત્વને આશ્રયીને તેઓશ્રીનાં બનાવેલાં શાસ્ત્રોમાં પણ કોઈ ભેદ નથી તેથી શાસ્ત્રકારશ્રીમાં જેમને શ્રદ્ધા છે; એવા મુમુક્ષુઓ જો શાસ્ત્રને ભિન્ન ભિન્ન માને તો તે તેમનું અજ્ઞાન છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તત્ત્વને આશ્રયીને અર્થાત્ ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્ય ગ્રહણ કરવાના કારણે ખરી રીતે શાસ્ત્રમાં કોઈ ભેદ નથી. બધાનું તાત્પર્ય એક જ છે. ધર્મના પ્રણેતાઓમાં કોઈ ભેદ ન હોવાથી ધર્મના તાત્પર્યમાં ભેદ નથી. ધર્મપ્રણેતાઓ જીવવિશેષની યોગ્યતા મુજબ તે તે નયસાપેક્ષ દેશના આપતા હોવાથી; તે દેશનાના ભેદના કારણે કોઈ વાર ધર્મના પ્રણેતાઓમાં ભેદ જણાય. પણ તે વાસ્તવિક નથી આભિમાનિક છે. આથી જ આ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાયું છે કે શાસ્ત્ર અને તેના પ્રણેતાઓમાં ઉપર જણાવ્યા મુજબ વાસ્તવિક ભેદ ન હોવાથી જેમને શાસ્ત્રકારશ્રીની પ્રત્યે શ્રદ્ધા છે; એ શ્રદ્ધાળુઓ જો શાસ્ત્રકર્તાઓમાં ભેદ સ્વીકારે તો તે તેમનો મોહ(અજ્ઞાન) છે. અર્થાત્ તે તે શાસ્ત્રકર્તાઓમાં ભેદનો સ્વીકાર મોહથી થાય છે. મોહજન્ય તાદેશ ભેદાશ્રયણ પ્રામાણિક નથી. ર૩-૧૪ શાસ્ત્રકર્તાઓમાં ભેદ નથી : એનું કારણ જણાવાય છે सर्वज्ञो मुख्य एकस्तत्प्रतिपत्तिश्च यावताम् । सर्वेऽपि ते तमापन्ना, मुख्यं सामान्यतो बुधाः ॥२३-१५॥ सर्वज्ञ इति-सर्वज्ञो मुख्यस्तात्त्विकाराधनाविषय एकः, सर्वज्ञत्वजात्यविशेषात् । तदुक्तं-“सर्वज्ञो नाम यः कश्चित् पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ।।१।।” तत्प्रतिपत्तिः सर्वज्ञभक्तिश्च यावतां तत्तद्दर्शनस्थानां ते सर्वेऽपि बुधास्तं सर्वज्ञं मुख्यं सामान्यतो विशेषानिर्णयेऽप्यापन्ना आश्रिताः, निरतिशयितगुणवत्त्वेन प्रतिपत्ते वस्तुतः सर्वज्ञविषयकत्वाद् गुणवत्तावगाहनेनैव तस्या भक्तित्वाच्च । यथोक्तं-“प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा Iકા” ર૩-. સર્વજ્ઞ મુખ્યપણે એક છે. તે તે દર્શનમાં રહેલા જેટલા પણ પ્રાજ્ઞો સર્વજ્ઞની ભક્તિ કરે છે તે બધા મુખ્ય એક જ સર્વજ્ઞને સામાન્યથી આશ્રયીને રહેલા છે.” - આ પ્રમાણે પંદરમાં શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે તાત્ત્વિક-આરાધનાના વિષય સ્વરૂપ (આરાધ્ય) સર્વજ્ઞ એક જ છે. કારણ કે સર્વજ્ઞસ્વરૂપે આરાધનાના વિષય બનેલા બધા સર્વજ્ઞોની સર્વજ્ઞત્વજાતિ ૨૫૦. કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #254 -------------------------------------------------------------------------- ________________ સમાન – એક જ છે. આ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૩) ફરમાવ્યું છે કે – “શ્રી અરિહંત પરમાત્માદિ જે કોઈ પણ પારમાર્થિક જ સર્વજ્ઞ છે, તે તાત્ત્વિક રીતે ઋષભાદિ નામનો ભેદ (વ્યક્તિનો ભેદ) હોવા છતાં એક જ છે.” તે તે દર્શનમાં રહેલા જેટલા પણ પ્રાજ્ઞ પુરુષો શ્રી સર્વજ્ઞપરમાત્માની પ્રત્યે ભક્તિ આચરે છે; તે બધા જ પ્રાજ્ઞ પુરુષો, વિશેષને આશ્રયીને કોણ સર્વજ્ઞ છે... ઇત્યાદિનો નિર્ણય ન હોવા છતાં સામાન્યથી મુખ્ય એવા સર્વજ્ઞપરમાત્માનો જ આશ્રય કરીને રહેલા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા ગુણવાન હોવાથી પરમાત્માની જે ભક્તિ કરાય છે, તે વસ્તુતઃ શ્રીસર્વજ્ઞવિષયક હોય છે. સર્વોત્કૃષ્ટ ગુણવત્તાનું અવગાહન કરી (સર્વ પ્રકારે જાણીને) પરમાત્માને શ્રી સર્વજ્ઞ તરીકે સ્વીકારવા એ જ પરમાત્માની ભક્તિ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૪) આ અંગે જણાવ્યું છે કે – જેટલા પણ પરદર્શનીઓ સામાન્યથી સર્વજ્ઞ પરમાત્માની પ્રતિપત્તિ કરે છે, તે બધા જ મુખ્ય શ્રી સર્વજ્ઞ પરમાત્માના જ આશ્રયે રહેલા છે. આ જ શ્રેષ્ઠ ન્યાયાનુસરણ છે. આ રીતે સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે સ્વીકાર્યા વિના સર્વજ્ઞની પ્રતિપત્તિ સિદ્ધ નહીં બને. ૨૩-૧પ અન્યદર્શનકારો પોતપોતાના દર્શનમાં રહેવા છતાં સામાન્યથી તેઓ સર્વશની પ્રતિપત્તિ કરે છે; અર્થાત્ બધા જ સર્વજ્ઞનો સ્વીકાર સામાન્યથી કરે છે; એમ જણાવીને હવે વિશેષથી સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે કોઈ જ સ્વીકારી શકતા નથી : એ જણાવાય છે न ज्ञायते विशेषस्तु, सर्वथाऽसर्वदर्शिभिः । अतो न ते तमापन्ना, विशिष्य भुवि केचन ॥२३-१६॥ नेति-विशेषस्तु सर्वज्ञज्ञानादिगतभेदस्तु । असर्वदर्शिभिश्छद्मस्थैः । सर्वथा सर्वैः प्रकारैः । न ज्ञायते। अतो न ते सर्वज्ञाभ्युपगन्तारः । तं सर्वज्ञमापन्ना आश्रिताः । विशिष्य भुवि पृथिव्यां केचन । तदुक्तं“विशेषस्तु पुनस्तस्य कात्स्न्येनासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥१॥” ।।२३-१६।। “છદ્મસ્થ આત્માઓ બધી રીતે સર્વજ્ઞના જ્ઞાનાદિમાં રહેલા વિશેષને જાણતા નથી. તેથી તેઓ વિશેષરૂપે સર્વજ્ઞ પરમાત્માનો આશ્રય કરનારા નથી. આ પૃથ્વી ઉપર પરમાત્માને વિશેષ સ્વરૂપે આશ્રયીને રહેલા હોય એવા કોઈ પણ છદ્મસ્થ આત્માઓ નથી.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પ્રસ્થ આત્માઓને એવું વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી શ્રી સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનાદિ ગુણોને સર્વ પ્રકારે વિશેષધર્મના ગ્રહણ પૂર્વક જાણી શકવા તેઓ સમર્થ બનતા નથી. તેથી સર્વજ્ઞ પરમાત્માના વિશેષ ધર્મોનું જ્ઞાન ન હોવાથી છબસ્થ જીવો પરમાત્માને સામાન્ય સ્વરૂપે જ સ્વીકારે છે. વિશેષ સ્વરૂપે સર્વજ્ઞપરમાત્માને સર્વજ્ઞ તરીકે સ્વીકારનારા આ પૃથ્વીમાં છબસ્થ એવા કોઈ નથી. એક પરિશીલન ૨૫૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ એ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૫) ફરમાવ્યું છે કે “સર્વજ્ઞ ભગવંતોમાં ભેદ છે જ – આ પ્રમાણે, બધા જ અસર્વદર્શી એવા છબસ્થો સર્વ પ્રકારે જાણી શકતા નથી. તેથી વિશેષ સ્વરૂપે શ્રી સર્વજ્ઞ પરમાત્માને આશ્રયીને આરાધના કરનાર અસર્વદર્શી કોઈ નથી.” ૨૩-૧૬ll अतः सामान्यप्रतिपत्त्यंशेन सर्वयोगिषु परिशिष्टा तुल्यतैव भावनीयेत्याह આથી સર્વદર્શનોમાં રહેલા યોગીજનો(મુમુક્ષુ) સામાન્ય સ્વરૂપે સર્વજ્ઞની પ્રતિપત્તિ કરે છે – એ અંશને લઇને તે બધામાં તુલ્યતા ભાવવી જોઈએ : એ જણાવાય છે सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामलया धिया । निर्व्याजं तुल्यता भाव्या, सर्वतन्त्रेषु योगिनाम् ॥२३-१७॥ सर्वज्ञेति - सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्य । अमलया रागद्वेषमलरहितया । धिया बुद्ध्या । निर्व्याजमौचित्येन सर्वज्ञोक्तपालनपरतया तुल्यता भाव्या । सर्वतन्त्रेषु सर्वदर्शनेषु । योगिनां मुमुक्षूणां । तदुक्तं“तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमता ।।१।। ।।२३-१७।। નિર્મળ બુદ્ધિએ નિર્ચાજપણે સર્વજ્ઞપરમાત્માની પ્રતિપત્તિની અપેક્ષાએ સર્વદર્શનોમાં યોગીઓની તુલ્યતાનું પરિભાવન કરવું જોઇએ...” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગ દ્વેષ અને મોહ સ્વરૂપ, બુદ્ધિના મલથી રહિત એવી નિર્મળ બુદ્ધિએ તેમ જ ઔચિત્યપૂર્વક પોતાની ભૂમિકા મુજબ) શ્રી સર્વજ્ઞ ભગવંતોના પરમતારક વચનના પાલનની તત્પરતા વડે સર્વ દર્શનોમાં રહેલા મુમુક્ષુઓ સામાન્યસ્વરૂપે સર્વજ્ઞપરમાત્માની પ્રતિપત્તિ કરે છે. તે અંશને આશ્રયીને તે બધામાં તુલ્યતાનું પરિભાવન કરવું જોઇએ. યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૬) આ અંગે જણાવ્યું છે કે– તેથી સામાન્યથી પણ શ્રી સર્વજ્ઞપરમાત્માને; જે કોઇ છબસ્થ (અસર્વદર્શી) માને છે, તે ઔચિત્યપૂર્વક શ્રી સર્વજ્ઞવચનના પાલનમાં તત્પર એવા આત્મા; બુદ્ધિમાનો માટે શ્રી સર્વજ્ઞપરમાત્માની પ્રતિપત્તિના અંશને લઈને તુલ્ય જ છે. આ શ્લોકમાં અને યોગદ૦-૧૦૬માં જે જણાવ્યું છે; તેમાં થોડો ફરક છે. તે તેના જાણકારો પાસેથી જિજ્ઞાસુઓએ સમજી લેવો જોઇએ. અર્થની દૃષ્ટિએ મૂલ સ્વારસ્યમાં ખાસ ફરક પડતો નથી. શાબ્દિક યોજનામાં અન્વયની દૃષ્ટિએ થોડો ફરક પડે છે. ર૩-૧થી अवान्तरभेदस्तु सामान्याविरोधीत्याह સામાન્યસ્વરૂપે સર્વજ્ઞપ્રતિપત્તિના અંશને લઈને સર્વજ્ઞોપાસકોમાં તુલ્યતા હોવા છતાં વિશેષ સ્વરૂપે તુલ્યતા ન હોવાથી તુલ્યતા(સામાન્ય)માં વિરોધ નથી. અર્થાત્ એ વિશેષ ભેદ સામાન્યનો વિરોધી નથી, એ જણાવાય છે– ૨૫૨ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #256 -------------------------------------------------------------------------- ________________ दूरासन्नादिभेदोऽपि तद्भृत्यत्वं निहन्ति न । જો નામાવિષેવેન, મિત્રાચારેપિ પ્રમુઃ ।।૨રૂ-૧૮|| दूरेति–दूरासन्नादिभेदस्तु तद्भृत्यत्वं सर्वज्ञोपासकत्वं न निहन्ति । एकस्य राज्ञो नानाविधप्रतिपत्तिकृतामपि एकभृत्यत्वाविशेषवत् प्रकृतोपपत्तेः । भिन्नाचारेष्वपि तथाधिकारभेदेन नानाविधानुष्ठाने योगिषु नामादीनामर्हदादिसञ्ज्ञादीनां भेदेनैकः प्रभुरुपास्यः । तदुक्तं - “ यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्भृत्याः सर्व एव ते || १ || सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि || २ || न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथानामादिभेदेऽपि માવ્યતે તન્મહાત્મમિઃ ||રૂ||” ||૨૩-૧૮|| “દૂર અને આસન્ન વગેરે ભેદને લઇને પણ તેના મૃત્યત્વની(સર્વજ્ઞોપાસકત્વની) હાનિ થતી નથી. જુદા જુદા પણ અનુષ્ઠાનવાળા યોગીજનોને વિષે ઉપાસ્ય(આરાધ્ય) તરીકે નામાદિના ભેદથી એક જ પ્રભુ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે; એક જ સ્વામીના અનેક સેવક હોય છે. પોત-પોતાની યોગ્યતાનુસાર કોઇ દૂર હોય, કોઇ પાસે હોય અથવા કોઇ વચ્ચે હોય તોપણ દરેક સેવકમાં તત્કૃત્યત્વ(તત્સવકત્વ) અર્થાત્ એકસ્વામિકત્વસ્વરૂપ સામાન્ય ધર્મ હોય છે જ. દૂરત્વાદિ વિશેષને લઇને એકસ્વામિકત્વસ્વરૂપ સામાન્ય ધર્મનો નાશ થતો નથી. આવી જ રીતે તે તે દર્શનોમાં રહેવા છતાં યોગીજનોમાં ‘સર્વજ્ઞોપાસકત્વ’ સ્વરૂપ સામાન્યધર્મ હણાતો નથી. એક રાજાની જુદા જુદા પ્રકારની સેવા કરનારા અનેક સેવકોમાં જેમ એકનું મૃત્યત્વ (એકસ્વામિકત્વ) સંગત છે તેમ અહીં પણ એકસર્વજ્ઞોપાસકત્વ તે તે મુમુક્ષુઓમાં સંગત છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૭ થી ૧૦૯) એ વસ્તુનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - “જેમ કોઇ એક રાજાના, પાસે અથવા દૂર વગેરે ભેદથી નીમેલા ઘણા સેવકો જુદા જુદા હોવા છતાં તે બધા એક જ રાજાને આશ્રયીને રહેલા છે; તેમ સર્વજ્ઞતત્ત્વ પૂર્વે જણાવ્યા મુજબ એક હોવાથી; તે બધા સર્વજ્ઞપરમાત્માના મતનું અવલંબન લેનારા; જુદા જુદા આચારમાં રહેલા હોવા છતાં સર્વજ્ઞતત્ત્વને અનુસરનારા જ જાણવા. આથી સમજી શકાશે કે ભાવસર્વશ મહાત્માઓમાં પરમાર્થથી કોઇ ભેદ નથી. તેઓશ્રીના નામ આદિનો ભેદ હોય તો ય તેમાં કોઇ ભેદ નથી... ઇત્યાદિ બુદ્ધિમાનોએ વિચારવું જોઇએ.” ।।૨૩-૧૮।। શ્રી સર્વજ્ઞપરમાત્મા એક જ છે ઃ એ સિદ્ધ કરવા શાસ્રગર્ભિત યુક્તિ જણાવાય છે— એક પરિશીલન देवेषु योगशास्त्रेषु, चित्राचित्रविभागतः । મવિર્જીનમધ્યેવું, યુખ્યતે તમેવતઃ ।।૨૩-૧૬|| ૨૫૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ देवेष्विति-एवमिष्टानिष्टनामभेदेऽपि । तदभेदतस्तत्त्वतः सर्वज्ञाभेदात् । योगशास्त्रेषु सौवाध्यात्मचिन्ताशास्त्रेषु देवेषु लोकपालमुक्तादिषु । चित्राचित्रविभागतो भक्तिवर्णनं युज्यते । तदुक्तं-“चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ।।१।। ।।२३-१९।। ઈષ્ટ-અનિષ્ટ નામાદિનો ભેદ હોવા છતાં સર્વજ્ઞ પરમાત્મામાં કોઈ ભેદ ન હોવાથી યોગનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારની અને એક પ્રકારની એમ વિભાગ કરીને દેવોની ભક્તિનું વર્ણન કર્યું છે – એ સંગત થાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિવ કપિલ બુદ્ધ અહ... ઇત્યાદિ સર્વજ્ઞનામોમાં ભેદ હોવા છતાં ઉપાસ્યભૂત સર્વજ્ઞપરમાત્મા એક જ છે. આથી જ અધ્યાત્મના નિરૂપક સલ્ફાસ્ત્રોમાં અધ્યાત્મની વિચારણા વખતે દેવસંબંધી ભક્તિનું વર્ણન કરતાં ચિત્રો અને અચિત્રા ભક્તિ જણાવી છે. એનો આશય એ છે કે સર્વજ્ઞપરમાત્માની અચિત્રા એટલે કે એક સ્વરૂપની ભક્તિ છે અને લોકપાલાદિ દેવોની ચિત્રા એટલે કે જુદા જુદા પ્રકારની ભક્તિ છે. લોકપાલાદિ દેવોની જેમ સર્વજ્ઞપરમાત્માઓમાં પણ ભેદ હોય તો તેઓશ્રીની પણ ભક્તિ ચિત્રા (ભિન્ન ભિન્ન પ્રકારની) બતાવવી જોઇએ. અર્થાત્ ચિત્રા અને અચિત્રા રૂપે વિભાગ કરીને ભક્તિનું નિરૂપણ કરવું ના જોઇએ. આમ છતાં ચિત્રાદિસ્વરૂપે વિભાગ કરીને; અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં ભક્તિનું વર્ણન કર્યું છે. તેથી સિદ્ધ થાય છે કે લોકપાલાદિ દેવોની જેમ સર્વજ્ઞપરમાત્માઓમાં ભેદ નથી. તેઓશ્રી એક જ છે અને તેથી અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં ચિત્રાચિત્રા સ્વરૂપ ભક્તિનું વર્ણન કર્યું છે; એ યુક્ત જ છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૧૦) આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે, “સદ્યોગશાસ્ત્રોમાં દેવોને વિશે ચિત્રાચિત્રરૂપે વિભાગ કરીને ભક્તિનું વર્ણન કર્યું છે. તે કારણે પણ આ પ્રસ્તુત વસ્તુ(સર્વજ્ઞપરમાત્માઓમાં ભેદ નથી તે) બરાબર છે. ર૩-૧૯ll ચિત્રાદિ ભક્તિ કયા દેવોને વિશે હોય છે, તે જણાવાય છે संसारिषु हि देवेषु, भक्तिस्तत्कायगामिनाम् । તવતીતે પુનતત્ત્વ, તકતીતાર્થ વિનામ્ સરરૂ-૨૦ संसारिष्विति-संसारिषु हि देवेषु लोकपालादिषु । भक्तिः सेवा । तत्कायगामिना संसारिदेवकायगामिनां । तदतीते पुनः संसारातीते तु तत्त्वे तदतीतार्थयायिनां संसारातीतमार्गगामिनां योगिनां भक्तिः /ર૩-૨૦| સંસારી લોકપાલાદિ દેવોને વિશે; તેમના(સંસારી દેવોના) સમુદાયમાં જેમને જનમવાનું છે; એવા જીવોને ભક્તિ હોય છે. સંસારથી પર એવા મોક્ષતત્ત્વમાં તો જેઓ મોક્ષમાર્ગગામી છે એવા યોગીજનોને ભક્તિ હોય છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ ૨૫૪ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #258 -------------------------------------------------------------------------- ________________ છે કે સામાન્ય રીતે જેને જે ઇષ્ટ હોય તે તેની પ્રાપ્તિમાં સહાય કરનાર આલંબનમાં જ ભક્તિભાવ રાખે અને એ મુજબ એની સેવા-સુશ્રુષા કરે – એ સમજી શકાય છે. સંસારમાં જ જેમને રહેવાનું છે; એવા જીવોને સંસારી દેવો પ્રત્યે ભક્તિ હોય છે અને સંસારથી પાર પામેલા શ્રી સર્વજ્ઞપરમાત્મા પ્રત્યે તો જેઓ મોક્ષમાર્ગે ચાલી રહ્યા છે તેવા જીવોને ભક્તિ હોય છે – આ વાત નિરંતર યાદ રાખવી જોઇએ. આપણી મનોદશાનો ચોક્કસ ખ્યાલ એથી આવી શકે છે. કર્મક્ષયસ્વરૂપ મુક્તાવસ્થા એક જ સ્વરૂપવાળી હોવાથી તેને ઉદ્દેશીને કરાતી ભક્તિ પણ એક જ પ્રકારની છે. ૨૩-૨ના લોકપાલાદિ સંસારી દેવો પ્રત્યેની ભક્તિ અને મુક્તદેવો પ્રત્યેની ભક્તિ : એ બેમાં જે વિશેષ છે; તે જણાવાય છે चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा, शमसाराखिलैव हि ॥२३-२१॥ चित्रा चेति-चित्रा च नानाप्रकारा च । आद्येषु सांसारिकेषु देवेषु । तद्रागतदन्यद्वेषाभ्यां स्वाभीष्टदेवतारागानभीष्टद्वेषाभ्यां सङ्गता युक्ता, मोहगर्भत्वाद् । अचित्रा एकाकारा चरमे तु तदतीते तु । एषा भक्तिः । शमसारा शमप्रधाना अखिलैव हि, तथासम्मोहाभावादिति ।।२३-२१॥ “સંસારી લોકપાલાદિદેવોને વિષે; તેમની પ્રત્યેના રાગથી અને તેમનાથી ભિન્ન (અનિષ્ટ) એવા દેવની પ્રત્યેના દ્વેષથી સંગત એવી અનેક પ્રકારની ભક્તિ હોય છે. મુક્ત દેવોને વિશે તો બધી જ શમના સારવાળી એક જ પ્રકારની ભક્તિ હોય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે સાંસારિક દેવોને વિષે ભક્તિ અનેક પ્રકારની હોય છે. તે તે ઈષ્ટ દેવની પ્રત્યે રાગ હોવાથી અને તે તે દેવથી ભિન્ન એવા અનિષ્ટ દેવની પ્રત્યે દ્વેષ હોવાથી એ ભક્તિ રાગ-દ્વેષથી સંગત છે. કારણ કે એ મોહગર્ભિત છે. સંસારાતીત મુક્ત દેવોને વિષે તો ભક્તિ એક પ્રકારવાળી હોય છે. એ સંપૂર્ણ ભક્તિ; વિષયકષાયની પરિણતિથી રહિત હોવાથી શમના પ્રાધાન્યવાળી હોય છે. કારણ કે અહીં તેવા પ્રકારનો સંમોહ હોતો નથી. ૨૩-૨૧ સામાન્ય રીતે તે તે દેવોની ભક્તિ અનેક પ્રકારની હોય છે તેમ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ પણ અનેક પ્રકારની દેખાય છે; કારણ કે એક પૂજામાં પણ અનેક પ્રકાર વિહિત છે. પરંતુ ત્યાં એકમાત્ર મોક્ષપ્રાપ્તિનો અધ્યવસાય હોવાથી એક ઉદ્દેશને લઇને ભક્તિ એક જ પ્રકારની છે. આથી સમજી શકાય છે કે આશયવિશેષને આશ્રયીને તે તે અનુષ્ઠાનો ફળનાં જનક બનતાં હોય છે – એ વાતને હવે સ્પષ્ટ કરાય છે– એક પરિશીલન ૨૫૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ इष्टापूर्तानि कर्माणि, लोके चित्राभिसन्धितः । फलं चित्रं प्रयच्छन्ति, तथाबुद्ध्यादिभेदतः ॥२३-२२॥ इष्टापूर्तानीति-इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धितः संसारिदेवस्थानादिगतविचित्राध्यवसायात् । मृदुमध्याधिमात्ररागादिरूपात् । तथा बुद्ध्यादीनां वक्ष्यमाणलक्षणानां भेदतः फलं चित्रं नानारूपं प्रयच्छन्ति । विभिन्नानां नगराणामिव विभिन्नानां संसारिदेवस्थानानां प्राप्तेरुपायस्यानुष्ठानस्याभिसन्ध्यादिभेदेन विचित्रत्वात् । तदुक्तं-“संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावादौ स्थानानि प्रतिशासनम् ।।१।। तत्तस्मात्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन //રા” રિરૂ-૨૨ લોકમાં, ભિન્ન ભિન્ન આશયથી થતાં ઇષ્ટ અને પૂર્વ કર્મો બુદ્ધિ વગેરે ભેદથી જુદા જુદા ફળને આપે છે.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આશયવિશેષના કારણે ફળવિશેષ પ્રાપ્ત થાય છે. તેથી સંસારી દેવોની જુદા જુદા પ્રકારની ભક્તિથી જુદા જુદા ફળની પ્રાપ્તિ થાય છે – આ વાત લોકપ્રસિદ્ધ દષ્ટાંતથી સમજાવી છે. યજ્ઞના આયોજકોએ; મંત્રસંસ્કારો વડે બ્રાહ્મણોની સમક્ષ બીજા લોકોને જે સુવર્ણાદિ આપ્યું છે તેને ઇષ્ટકર્મ કહેવાય છે અને વાવડી કૂવાતલાવ દેવકુલિકા અન્નપ્રદાન.. વગેરે કામોને પૂર્તકર્મો કહેવાય છે. સંસારી દેવના સ્થાન ઐશ્વર્ય પ્રભાવ અને સ્થિતિ... વગેરે સંબંધી અધ્યવસાય વિશેષના કારણે થનારાં ઈષ્ટાપૂર્વકમથી અર્થાત્ મૃદુ મધ્ય અને અધિમાત્ર (મંદમધ્યમ અને ઉત્કૃષ્ટ) રાગાદિ સ્વરૂપ તાદશ અધ્યવસાયવિશેષથી થનારાં ઈષ્ટાપૂર્ત કર્મોથી; બુદ્ધિ જ્ઞાન અને અસંમોહના કારણે જુદાં જુદાં ફળ પ્રાપ્ત થાય છે. જુદાં જુદાં નગરોની જેમ જુદાં જુદાં દેવોના સ્થાનાદિની પ્રાપ્તિનાં ઉપાયભૂત અનુષ્ઠાનો અધ્યવસાયના ભેદથી ભિન્ન ભિન્ન છે. જેમ જુદાં જુદાં નગરોમાં જવાનો માર્ગ એક નથી. તેમ જુદાં જુદાં દેવસ્થાનોની પ્રાપ્તિનો ઉપાય પણ એક નથી. એ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં ફરમાવ્યું છે કે (જુઓ ગ્લો.નં. ૧૧૩-૧૧૪) લોકપાલાદિ સંસારી દેવોની સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ, સ્વાભાવિક રૂપ વગેરેને લઈને તેમનાં વિમાનો વગેરે દરેક લોકમાં જે કારણથી જુદાં જુદાં છે તેથી સંસારી દેવોના સ્થાનને સિદ્ધ કરવાના ઉપાયો પણ ચોક્કસ જ અનેક પ્રકારના જ હોય છે. ભિન્ન ભિન્ન નગરોનો માર્ગ, કોઈ પણ રીતે એક ન જ હોય અને જો હોય તો; તે તે નગરોમાં ભિન્નત્વ સંગત થશે નહીં. ll૨૩-૨૨ા. બુદ્ધિ વગેરેના કારણે એક જ પ્રકારના અનુષ્ઠાનથી જુદું જુદું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં બુદ્ધિ વગેરેનું સ્વરૂપ વર્ણવાય છે– बुद्धिर्ज्ञानमसम्मोहस्त्रिविधो बोध इष्यते । रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तिनिदर्शनात् ॥२३-२३॥ ૨૫૬ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #260 -------------------------------------------------------------------------- ________________ बुद्धिरिति-बुद्धिस्तथाविधोहरहितं शब्दार्थश्रवणमात्रजं ज्ञानं । यदाह-“इन्द्रियार्थाश्रया बुद्धिः” । ज्ञानं तथाविधोहेन गृहीतार्थतत्त्वपरिच्छेदनं । तदाह-“ज्ञानं त्वागमपूर्वकम्” । असम्मोहो हेयोपादेयत्यागोपादानोपहितं ज्ञानं । यदाह-“सदनुष्ठानवच्चैतदसम्मोहोऽभिधीयते” । एवं त्रिविधो बोध इष्यते स्वस्वपूर्वाणां कर्मणां भेदसाधकः “तदेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम्” इति वचनात् । रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तीनां निदर्शनात् । यथा हापलम्भादिभेदादलग्रहणभेदस्तथा प्रकृतेऽपि बुझ्यादिभेदादनुष्ठानभेद इति ।।२३-२३।। રત્નનો ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિના દૃષ્ટાંતથી અનુક્રમે બુદ્ધિ જ્ઞાન અને અસંમોહ સ્વરૂપ બોધના ત્રણ પ્રકાર છે. અર્થાત્ ત્રણ પ્રકારનો બોધ છે.” - આ પ્રમાણે ત્રેવીસમાં શ્લોકનો સામાન્યર્થ છે. એનું તાત્પર્ય એ છે કે તેવા પ્રકારની વિચારણાથી(ઊહથી) રહિત માત્ર શબ્દાર્થશ્રવણથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને બુદ્ધિસ્વરૂપ બોધ કહેવાય છે. એનું સ્વરૂપ વર્ણવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં (ગ્લો.નં. ૧૨૧) ફરમાવ્યું છે કે માત્ર ઇન્દ્રિયના કારણે જે અર્થનું જ્ઞાન થાય છે, તે બુદ્ધિ છે. તીર્થયાત્રાએ જતા એવા લોકોને જોઇને ત્યાં જવાનું મન થાય. એ વખતે બીજો કોઈ વિચાર ન આવે. શા માટે તીર્થયાત્રાએ જવાનું? તીર્થયાત્રા અંગેનો વિધિ કયો છે? અને તીર્થ કોને કહેવાય?... ઇત્યાદિ વિચારણાથી રહિત જે તીર્થયાત્રાએ જવાનો બોધ છે તે બુદ્ધિસ્વરૂપ બોધ છે. બુદ્ધિથી ગ્રહણ કરેલા અર્થના તત્ત્વનો પરિચ્છેદ કરવા સ્વરૂપ જ્ઞાન છે, જે તેવા પ્રકારની વિચારણાથી થાય છે. એ પ્રમાણે યોગદષ્ટિ સમુચ્ચયના શ્લો.નં. ૧૨૧માં જ્ઞાનનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે આગમપૂર્વકના બોધને જ્ઞાન કહેવાય છે. તીર્થયાત્રાના વિધિના જ્ઞાનની જેમ આ જ્ઞાન આગમપૂર્વક હોય છે. હેય અને ઉપાદેયના અનુક્રમે ત્યાગ અને ઉપાદાન(ગ્રહણ કરવું)થી સંબદ્ધ જ્ઞાનને અસંમોહસ્વરૂપ બોધ કહેવાય છે. એ મુજબ યોગદષ્ટિ સમુચ્ચયમાં ફરમાવ્યું છે કે – સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન અસંમોહસ્વરૂપ બોધ છે, જે બોધરાજ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રમાણે ત્રણ પ્રકારનો બોધ મનાય છે, જે પોતપોતાની (તે તે બોધની) પૂર્વે રહેલાં કર્મોનો (અનુષ્ઠાનોનો) ભેદક બને છે. કારણ કે “બધા જીવોનાં બધાં અનુષ્ઠાનો તે બોધના ભેદથી ભિન્ન બને છે.” - આ પ્રમાણે વચન છે. (યોગદષ્ટિ સમુચ્ચય શ્લો.નં. ૧૨૦) રત્નનો ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિના દષ્ટાંતથી ત્રણ પ્રકારના બોધનું સ્વરૂપ સમજી લેવું. રત્નનો ઉપલંભ (જોવું વગેરે), રત્નનું જ્ઞાન (જાણવું) અને રત્નની પ્રાપ્તિના કારણે જેમ તેના ગ્રહણમાં ફરક પડે છે તેમ અહીં પણ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહના કારણે અનુષ્ઠાનમાં ભેદ પડે છે. ૨૩-૨૩ જે અનુષ્ઠાનને લઇને અસંમોહસ્વરૂપ બોધરાજની પ્રાપ્તિ થાય છે; તે સદનુષ્ઠાનનું લક્ષણ જણાવાય છે– आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम् ।।२३-२४॥ એક પરિશીલન ૨૫૭. Page #261 -------------------------------------------------------------------------- ________________ ___ आदर इति-आदरो यलातिशय इष्टाप्तौ । करणे प्रीतिरभिष्वङ्गात्मिका । अविघ्नः करण एवादृष्टसामर्थ्यादपायाभावः । सम्पदागमस्तत एव शुभभावपुण्यसिद्धेः । जिज्ञासा इष्टादिगोचरा । तज्ज्ञसेवा चेष्टादिज्ञसेवा । चशब्दात्तदनुग्रहः । एतत्सदनुष्यनलक्षणं तदनुबन्धसारत्वात् ।।२३-२४।। આદર, કરવામાં પ્રીતિ, વિદ્ગોનો અભાવ, સંપદાનું આગમન, જિજ્ઞાસા, તજ્જ્ઞની સેવા અને તજ્જ્ઞોનો અનુગ્રહ: આ સદનુષ્ઠાનનું લક્ષણ છે.” – આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સદનુષ્ઠાનવાળું જ્ઞાન અસંમોહબોધસ્વરૂપ છે. ઉપર જણાવેલા આદર વગેરે સદનુષ્ઠાનનાં લક્ષણ (પરિચાયક) છે. અનુષ્ઠાન સદ્ બને એ માટે આદર વગેરે લક્ષણો આત્મસાત્ કરવાનું આવશ્યક છે. અનુષ્ઠાન કરતી વખતે જે પ્રયત્નાતિશય દેખાય તેને આદર કહેવાય છે. સદનુષ્ઠાનનું આ પ્રથમ લક્ષણ છે. આપણી શક્તિ કરતાં પણ વધારે કરવાનું મન થાય ત્યારે સમજવું કે આપણને ક્રિયા પ્રત્યે આદર છે. આદરનું આ સ્વરૂપ ખૂબ જ પ્રતીત છે. આપણને પ્રશસ્ત કે અપ્રશસ્ત ક્રિયા પ્રત્યે જ્યારે આદર હોય છે ત્યારે ખૂબ જ ઉત્કટ પ્રયત્નથી એ ક્રિયા(અનુષ્ઠાન) આપણે કરતા હોઈએ છીએ. નાના બાળકોમાં આ ખૂબ જ સ્પષ્ટપણે જોવા મળે છે. મોટાઓ જે જે પ્રવૃત્તિ કરતા હોય; તે પ્રવૃત્તિ કરવાનું તેમને મન થાય ત્યારે પોતાની શક્તિ બહારની એ પ્રવૃત્તિ તેઓ ખૂબ જ ઉલ્લાસથી કરતા હોય છે. ત્યારે તેઓ પોતાની શક્તિનો પણ વિચાર કરતા નથી. મુમુક્ષુ આત્માઓને વિહિત અનુષ્ઠાન પ્રત્યે આવો આદર હોવો જ જોઈએ. જેની ઉત્કટ ઇચ્છા હોય તેમાં તે ઇચ્છાના યોગે ઉત્કટ પ્રયત્ન થાય - એ સમજી શકાય છે. આવા વખતે કોઈ પણ અનુષ્ઠાનમાં પોતાની શક્તિનો જ વિચાર કરવાથી યોગની સાધનામાં આગળ વધવાનું કઈ રીતે શક્ય બને ? શક્તિ છુપાવવી; શક્તિના પ્રમાણમાં કાર્ય ન કરવું અને “શક્તિ ઉપરાંત કરીએ તો આગળ જતાં પ્રવૃત્તિ સાવ જ બંધ થઈ જશે' - એવી વિચારણા કરવી... આ બધાં લક્ષણો આદરના અભાવને સૂચવનારાં છે. અવિધિ, દ્રવ્યની અશુદ્ધિ, ક્ષેત્રની ઉપેક્ષા, કાળની અવગણના અને ભાવવિહીનતા... વગેરે ચિહ્નો અનાદરભાવનાં છે. યોગમાર્ગની સાધનામાં અનાદર જેવું કોઈ પાપ નથી. એ અનાદરથી સદનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ અનુષ્ઠાન અસદ્ બને છે. તેથી ઈષ્ટ-મોક્ષાદિની પ્રાપ્તિ માટે પ્રયત્નાતિશય કરવા સ્વરૂપ આદરનો આદર કર્યા વિના ચાલે એવું નથી. સદનુષ્ઠાનનું બીજું લક્ષણ કરવામાં પ્રીતિ (રતિ)' છે. અનુષ્ઠાન કરવાના પ્રસંગે જે પ્રીતિ અર્થાત્ અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે; તેને સદનુષ્ઠાનનું બીજું લક્ષણ કરવામાં પ્રીતિ) કહેવાય છે. આદરપૂર્વક પ્રારંભેલાં તે તે અનુષ્ઠાનોની પ્રવૃત્તિ વખતે ગમે તેવી પ્રતિકૂળતા આવે; તોપણ તેની પ્રત્યેની પ્રીતિ બની રહે તો તે અનુષ્ઠાનની સદનુષ્ઠાનતાને જણાવે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક અનુષ્ઠાનો તેઓશ્રીની પરમતારક આજ્ઞાનુસાર કરીએ તો ૨૫૮ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળતા આવે ય ખરી; પરંતુ તે અનુષ્ઠાન કરતી વખતે સદનુષ્ઠાનના યોગીજનોને અરતિ થતી નથી અને પ્રીતિ બની રહે છે. કારણ કે સાધકને સિદ્ધિની સમીપ કે સમીપતરાદિ અવસ્થાને પ્રાપ્ત કરવાથી રતિ અનુભવાય છે. જયાં રતિ હોય ત્યાં પ્રીતિ જળવાતી હોય છે. સદનુષ્ઠાનનું ત્રીજું લક્ષણ અવિપ્ન છે. અનુષ્ઠાન કરતી વખતે; અદષ્ટવિશેષના સામર્થ્યથી જે અપાયનો અભાવ થાય છે, તે અપાયાભાવને અવિપ્ન કહેવાય છે. સદનુષ્ઠાનમાં વિઘ્ન આવતું નથી. વિશુદ્ધ અનુષ્ઠાનના સામર્થ્યથી ક્લિષ્ટ કર્મની નિર્જરા થાય છે અને સુંદર વિપાકવાળા પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ પૂર્વે અનુષ્ઠાન કરતી વખતે વિપ્ન આવતાં હતાં અને અનુકૂળતા મળતી ન હતી. પરંતુ હવે એવું બનતું નથી. સદનુષ્ઠાનના પ્રભાવે વિપ્નનો અભાવ થાય છે. આપણે જે કોઈ પણ અનુષ્ઠાન કરવાનું વિચારીએ ત્યારે કોઈ વિઘ્ન ન આવે અને અનુકૂળતા મળી રહે તો એ આપણા સદનુષ્ઠાનને સૂચવે છે. આ પ્રમાણે પાપની પ્રવૃત્તિ વખતે આપણને ઘણી વાર જોવા મળે છે. પાપનો વિચાર આવે અને વિના વિપ્ન પૂરતી અનુકૂળતા મળી રહેતી હોય છે. આવું જ સાધકને સાધનામાર્ગે બનતું હોય છે. સદનુષ્ઠાનના સ્વામીને સદનુષ્ઠાનમાં વિઘ્ન આવતું નથી. એનો અર્થ એ છે કે સદનુષ્ઠાન વખતે ભૂતકાળના કોઈ ક્લિષ્ટ કર્મના ઉદયથી વિઘ્ન આવે તો તે વિઘ્નરૂપ બનતું નથી. કારણ કે એવી સ્થિતિમાં પણ તેમની યોગ-સાધના અવિરત ચાલ્યા જ કરે છે. આથી સમજી શકાશે કે દુઃખ કે દુઃખનાં કારણ એ વિદ્ધ નથી. પરંતુ સાધનામાં જેનાથી અવરોધ આવે તે વિપ્ન છે. તેનો અભાવ - એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સંપદાનો લાભઆગમ) : આ સદનુષ્ઠાનનું ચોથું લક્ષણ છે. તેથી જ શુભભાવસ્વરૂપ પુણ્યની સિદ્ધિ થતી હોય છે. સાધકને સદનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી ઉત્તરોત્તર શુભભાવસ્વરૂપ પુણ્યની સિદ્ધિ થવાથી કોઈ પણ સાધનની ન્યૂનતા વર્તાતી નથી. ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ સાધનાનો પ્રતિબંધ થતો નથી. એ જ અવિષ્મ અને સંપદાગમની અવસ્થા છે. સાધકની સાધકતા વસ્તુતઃ સાધનની અપેક્ષામાં નથી. વિદ્યમાનને સાધન બનાવતાં આવડે તો સિદ્ધિ દૂર નથી. સંપદાના આગમનથી(લાભથી) મુમુક્ષુઓને ઉત્તરોત્તર યોગની વૃદ્ધિ થાય છે. એ વખતે સાથેના સાધકો જે રીતે યોગની પરિશુદ્ધ સાધના કરી રહ્યા હોય છે, એ રીતે યોગની સાધના પોતે કરી શકતો નથી – એવું જયારે જયારે સાધકને જણાય, ત્યારે ત્યારે આ કઈ રીતે બને? શું કરું તો યોગની પરિશુદ્ધ સાધના કરવા હું સમર્થ બનું?... આવા પ્રકારની જિજ્ઞાસા થાય છે. આ સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે. સારા અનુષ્ઠાનને કે સારા યોગીઓને જોઇને આવી જિજ્ઞાસા થાય તો આપણું એ અનુષ્ઠાન સદનુષ્ઠાન છે – એમ સમજી શકાય છે. વર્તમાનમાં એવી જિજ્ઞાસા લગભગ જોવા ન મળે. વિશુદ્ધ સાધનાદિને જોયા પછી પણ જેની જેવી શક્તિ, શક્તિ મુજબ બધું થાય... એમ વિચારી લગભગ ઉપેક્ષા જ કરાય છે, જે સદનુષ્ઠાનના અભાવને જણાવે છે. જિજ્ઞાસા આપણા અનુષ્ઠાનને પરિશુદ્ધ બનાવી ઉત્તરોત્તર યોગની સાધનાને વિશુદ્ધ બનાવે છે. એક પરિશીલન ૨૫૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ ‘તજ્ઞસેવા’ આ સદનુષ્ઠાનનું છઠ્ઠું લક્ષણ છે. અહીં ‘તન્નિસેવા’ આવો પણ પાઠ જોવા મળે છે. બંન્નેનું તાત્પર્ય સામાન્યથી એક જ છે. ઉપર જણાવ્યા મુજબ ઇષ્ટ-મોક્ષ અને અનિષ્ટસંસારના અનુક્રમે સંયોગ અને વિયોગની જિજ્ઞાસા થયા પછી તેના સ્વરૂપાદિના જાણકારની સેવા કરવી : એ સદનુષ્ઠાનનું છઠ્ઠું લક્ષણ છે. આપણા અનુષ્ઠાનમાં જે કોઇ ખામી હોય તે જણાવીને તેને દૂર કરવાના ઉપાયોને જણાવવા દ્વારા ઇષ્ટાદિના જાણકારો આપણા અનુષ્ઠાનને વિશુદ્ધ બનાવે છે. એવા તજ્જ્ઞોની સેવા કરવાનું આમ સરળ છે, પરંતુ લગભગ એ શક્ય બનતી નથી. આપણા કરતાં વધારે જાણકાર એવા આત્માઓનું અંતરથી પારતંત્ર્ય અંગીકાર કરવાનું ઘણું જ કપરું કામ છે. અહીં શ્લોકમાં સદનુષ્ઠાનના લક્ષણ તરીકે ‘તજ્ઞોનો અનુગ્રહ’ આ સાતમા લક્ષણને ચ શબ્દથી વર્ણવ્યું છે, જેનો આશય સ્પષ્ટ જ છે. સર્વથા અપરિચિત એવા યોગમાર્ગે પગલે પગલે સ્ખલના થવાનો પૂરતો સંભવ છે. એવા સંયોગોમાં તજ્ઞોનો અનુગ્રહ, યોગમાર્ગમાં સ્ખલના વિના અનવરત પ્રયાણ કરાવે છે. : આદર વગેરે સાત લક્ષણોથી લક્ષિત અનુષ્ઠાન જ સદનુષ્ઠાન છે, જે અસંમોહદશામાં પ્રાપ્ત થતું હોય છે. વિશિષ્ટ કોટિની કર્મની લઘુતા વિના અહીં સુધી પહોંચવાનું શક્ય જ નથી. યોગમાર્ગમાં આપણું સ્થાન ક્યાં છે અને આપણે ક્યાં જવાનું છે ઃ એનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય તો આપણી સાધના વેગવંતી બને. સદનુષ્ઠાનનાં લક્ષણો જોતાં તો એમ જ લાગે કે હજી સાધનાની શરૂઆત જ થઇ નથી, ત્યાં તો સાધનાની સમાપ્તિ થઇ ના હોય એવી રીતે આપણે જીવી રહ્યા છીએ એમ જ લાગે ! ॥૨૩-૨૪॥ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહપૂર્વકનાં તે તે અનુષ્ઠાનોની ભિન્નતા વર્ણવીને હવે તે તે અનુષ્ઠાનોનું ફળ વર્ણવાય છે— भवाय बुद्धिपूर्वाणि, विपाकविरसत्वतः । कर्माणि ज्ञानपूर्वाणि, श्रुतशक्त्या च मुक्तये ॥ २३-२५॥ भवायेति-बुद्धिपूर्वाणि कर्माणि स्वकल्पनाप्राधान्याच्छास्त्रविवेकानादरात् । विपाकस्य विरसत्वतो भवाय संसाराय भवन्ति । तदुक्तं - " बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव विपाकविरसत्वतः ।।१।।” ज्ञानपूर्वाणि च तानि तथाविवेकसम्पत्तिजनितया श्रुतशक्त्या अमृतशक्तिकल्पयामुक् निःश्रेयसाय । यदुक्तं–“ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ||9||” ||૨૩-૨૫॥ “બુદ્ધિપૂર્વકનાં કર્મો(અનુષ્ઠાનો) વિપાકની વિરસતાના કારણે સંસાર માટે થાય છે અને જ્ઞાનપૂર્વકનાં કર્મો શ્રુતના સામર્થ્યના કારણે મુક્તિ માટે થાય છે – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી ૨૬૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ છે. કહેવાનો આશય એ છે કે બુદ્ધિ વગેરેના કારણે જેમ અનુષ્ઠાનમાં ભેદ છે તેમ તેના ફળને આશ્રયીને પણ અનુષ્ઠાનમાં ભેદ છે – એ વાત તે તે અનુષ્ઠાનના ફળનું વર્ણન કરવા દ્વારા સૂચવી છે. બુદ્ધિપૂર્વકનાં કર્મો સંસારમાં પરિભ્રમણ કરાવનારાં જ બને છે. કારણ કે બુદ્ધિપૂર્વકનાં કમમાં પોતાની કલ્પનાનું જ પ્રાધાન્ય હોય છે. આગમનું પ્રાધાન્ય હોતું નથી. માત્ર પોતાને જે ઠીક લાગે તેમ તે અનુષ્ઠાનો કરાય છે. એ અનુષ્ઠાનોમાં; શાસ્ત્રમાં વર્ણવેલા હેયોપાદેય વગેરેના વિવેકનો આદર કરવામાં આવેલો હોતો નથી. તેથી વિપાકની વિરસતાને કારણે બુદ્ધિ(ઇન્દ્રિયમાત્રથી જ ઉત્પન્ન જ્ઞાનીપૂર્વકનાં અનુષ્ઠાનો સંસારમાં પરિભ્રમણ કરાવનારાં જ બને છે. યોગદષ્ટિ સમુચ્ચય'માં (શ્લો.નં. ૧૨૪) આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “આ લોકમાં બધા પ્રાણીઓને બુદ્ધિપૂર્વકનાં અનુષ્ઠાનો; શાસ્ત્રપૂર્વક ન હોવાથી સંસારસ્વરૂપ જ (ભવભ્રમણ જ) ફળને આપનારાં બને છે. કારણ કે ચોક્કસ જ તે વિરસવિપાકવાળા હોય છે.” જ્ઞાનપૂર્વકનાં એ કર્મો મુક્તિ માટે થાય છે. કારણ કે તેવા પ્રકારના વિવેક સ્વરૂપ સંપત્તિથી ઉત્પન્ન થયેલી અને અમૃતશક્તિદેવી શ્રુતશક્તિથી એ અનુષ્ઠાન થયેલાં હોય છે. તેથી જ્ઞાનપૂર્વકનાં (આગમપૂર્વકના જ્ઞાનને જ્ઞાનસ્વરૂપ બોધ કહેવાય છે.) એ કર્મોથી નિઃશ્રેયસમોક્ષની પ્રાપ્તિ થાય છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં આ અંગે ફરમાવ્યું છે કે- જ્ઞાનપૂર્વકનાં એ જ અનુષ્ઠાનો મુક્તિનાં અંગ બને છે. કુલયોગીઓને અમૃતની શક્તિ જેવી શ્રુતશક્તિના અનુવેધથી ઉત્તરોત્તર અનુબંધ દ્વારા એ અનુષ્ઠાનો મોક્ષનું અંગ બને છે. આથી સમજી શકાશે કે જ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો કુલયોગીઓને જ પ્રાપ્ત થાય છે. જે યોગીઓના કુળમાં જન્મ્યા છે અને તેમના ધર્મનું અનુસરણ કરે છે, તેમને કુલયોગી કહેવાય છે. એ યોગીઓ જે અનુષ્ઠાન કરે છે, તેમાં શ્રુતશક્તિનો અનુવેધ (એક રસથી સમાવેશ) હોય છે. એવી અમૃતશક્તિ જેવી શ્રુતશક્તિનો સમાવેશ ન હોય તો તે કુલયોગીઓમાં મુખ્ય કુલયોગિત્વ જ હોતું નથી. જ્ઞાનપૂર્વકના આ અનુષ્ઠાનના કારણે ઉત્તરોત્તર શુભાનુબંધની પ્રાપ્તિ થવાથી કુલયોગીઓને એ અનુષ્ઠાનો મુક્તિનાં અંગ બને છે. તાત્ત્વિક અનુબંધો મુત્યંગસ્વરૂપ જ હોય છે. જે અનુબંધ મોક્ષનાં અંગ ન બને એ વસ્તુતઃ અનુબંધ જ નથી. ર૩-૨પા અસંમોહસ્વરૂપ બોધપૂર્વકના અનુષ્ઠાનનું ફળ વર્ણવાય છે– असम्मोहसमुत्थानि, योगिनामाशु मुक्तये । भेदेऽपि तेषामेकोऽध्या, जलधौ तीरमार्गवत् ॥२३-२६॥ असम्मोहेति-असम्मोहसमुत्थानि तु कर्माणि । योगिनां भवातीतार्थयायिनाम् । आशु शीघ्रं न पुननिपूर्वकवदभ्युदयलाभव्यवधानेऽपि मुक्तये भवन्ति । यथोक्तम्-“असम्मोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः। निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥१॥ प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । એક પરિશીલન ૨૬૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ।।२।।” भेदेऽपि गुणस्थानपरिणतितारतम्येऽपि तेषां योगिनामेकोऽध्वा एक एव मार्गः । जलधौ समुद्रे तीरमार्गवद् दूरासन्नादिभेदेऽपि तत्त्वतस्तदैक्यात् । प्राप्यस्य मोक्षस्य सदाशिवपरब्रह्मसिद्धात्मतथतादिशब्दैर्वाच्यस्य शाश्वतशिवयोगातिशयितसद्भावालम्बनबृहत्त्वबृहकत्वनिष्ठि तार्थत्वाकालतथाभावाद्यर्थाभेदेनैकत्वात्तन्मार्गस्यापि तथात्वात् । तदुक्तम्-“एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।।१।। संसारातीततत्त्वं तु परं निर्वाणसज्ञितम् । तथैकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।।२।। सदाशिवः परम्ब्रह्म सिद्धात्मा तथतेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥३।। तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥४।। ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसम्मोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्वक्तौ विवाद उपपद्यते III” પારરૂ-૨દ્દા “અસંમોહ (સદનુષ્ઠાનવાળું જ્ઞાન)ના કારણે ઉત્પન્ન થયેલાં કર્મો (અનુષ્ઠાનો) યોગીજનોને શીઘ મુક્તિ માટે થાય છે. પરસ્પર તે યોગીજનોમાં ભેદ હોવા છતાં, સમુદ્રમાં તીરમાર્ગની જેમ તેમનો માર્ગ એક જ છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આદર, કરવામાં પ્રીતિ અને અવિપ્ન ઈત્યાદિ લક્ષણોથી લક્ષિત એવાં સદનુષ્ઠાનવાળા બોધના કારણે ઉત્પન્ન થયેલ અનુષ્ઠાન (અસંગાનુષ્ઠાન) યોગીજનોને અર્થાત્ ભવાતીતાર્થાયી જનોને શીઘ મોક્ષ માટે થાય છે. જ્ઞાનપૂર્વકનાં કર્મો; અભ્યદય સ્વરૂપ લાભ કરાવવા દ્વારા વિલંબથી જેમ મોક્ષ માટે થતાં હતાં તેમ, અસંમોહપૂર્વકના અનુષ્ઠાનમાં બનતું નથી. યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૨૬-૧૨૭) ફરમાવ્યું છે કે “અસંમોહના કારણે ઉત્પન્ન થયેલાં કર્મો, એકાંત પરિશુદ્ધિના કારણે ભવાતીતાર્થયાયી અર્થાત્ સમ્યકુપરતત્ત્વ(મોક્ષ)ના જાણકારોને શીધ્ર નિર્વાણફળને આપનારાં બને છે. શબ્દ, રૂપ, રસ.... વગેરે વિષયોમાં જેમનું ચિત્ત ઉત્સુકતાથી રહિત છે, એવા ભવભોગથી વિરામ પામેલા જીવોને ભવાતીતાર્થયાથી કહેવાય છે. કારણ કે ભવનો ચિત્તમાં સ્પર્શ નથી. ગુણસ્થાનકની પરિણતિમાં ભેદ હોવા છતાં તે યોગીજનોનો મોક્ષમાર્ગ તો એક જ છે. સમુદ્રમાં તીરમાર્ગ જેમ એક જ છે તેમ અહીં મોક્ષમાર્ગ પણ એક જ છે. સમુદ્રમાં કોઈ દૂર હોય છે, કોઈ પાસે હોય છે. કોઈ વચ્ચે હોય છે. એ રીતે એમનામાં ભેદ હોવા છતાં તે બધા તીરે જતા હોવાથી તે બધાના માર્ગ તીરમાર્ગસ્વરૂપે એક છે. એવી જ રીતે ભવાતીતાર્થ(મોક્ષ)યાયી મુમુક્ષુ આત્માઓની ગુણસ્થાનકની પરિણતિમાં તરતમતા હોવા છતાં તેમનો મોક્ષમાર્ગ એક છે. કહેવાનો આશય એ છે કે પ્રાણ-ગંતવ્ય સ્થાન મોક્ષ એક જ છે તેથી તેનો માર્ગ પણ એક છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મ અને તથાતા વગેરે શબ્દથી વાચ્ય મોક્ષ છે. જ્યાં સદાને માટે શિવ છે, તે મોક્ષ સદાશિવ છે. અર્થાત્ શાશ્વતશિવયોગસ્વરૂપ(સદાશિવ) મોક્ષ છે. પરબ્રહ્મ એટલે કે અતિશયિતશ્રેષ્ઠ બૃહત્વ અને બૃહકત્વથી સંભાવનું આલંબન. મોક્ષ મહાન છે અને અન્યને મહાન બનાવે ૨૬૨ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #266 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી આત્માને મોક્ષપ્રાપ્તિ માટે તે શ્રેષ્ઠ આલંબન છે. પરમ-શ્રેષ્ઠ સદ્દભાવના આલંબન સ્વરૂપ બૃહત્વ અને બૃહકત્વાત્મક પરમબ્રહ્મ (શુદ્ધ આત્મા) છે. જેમનાં સઘળાં ય પ્રયોજનો સિદ્ધ થયાં છે એવા આત્માઓને સિદ્ધાત્મા કહેવાય છે. તેઓશ્રીની એ અવસ્થા મોક્ષસ્વરૂપ છે. તેમ જ મોક્ષપ્રાપ્તિ માટેની યોગ્યતા અનાદિકાળથી આત્મામાં હોવાથી આત્માની એ અવસ્થાને તથાતા કહેવાય છે. જુદી જુદી રીતે સદાશિવ વગેરે શબ્દો દ્વારા અહીં નિર્વાણપદનું જ વર્ણન કર્યું છે. અર્થની અપેક્ષાએ મોક્ષ એક જ હોવાથી સમુદ્રમાં તીરમાર્ગની જેમ મોક્ષમાર્ગ પણ એક જ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૨૮ થી ૧૩૨) એ વાતને અનુલક્ષીને ફરમાવ્યું છે કે – “તે ભવાતીતાર્થયાયી જનોને, ગુણસ્થાનકની પરિણતિમાં ભેદ હોવા છતાં શમનિષ્ઠ મોક્ષમાર્ગ, સમુદ્રમાં તીરમાર્ગની જેમ એક જ છે.” ૧૨૮ “શબ્દ(નામ)નો ભેદ હોવા છતાં શ્રેષ્ઠ નિર્વાણ નામનું સંસારાતીતતત્ત્વ; નિયમે કરી એક જ છે.” I૧૨લા “સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા અને તથાતા... ઈત્યાદિ શબ્દો દ્વારા નિર્વાણ સ્વરૂપ તત્ત્વનું નિરૂપણ કરાય છે. ત્યાં શબ્દોમાં ભેદ હોવા છતાં તે તે શબ્દના અર્થને અનુસાર તે નિર્વાણતત્ત્વ એક જ છે.” II૧૩ના કારણ કે “તે તે શબ્દોના અર્થની સાથે તેના(નિર્વાણના) લક્ષણનો વિસંવાદ આવતો નથી. મોક્ષ નિરાબાધ છે, દ્રવ્ય અને ભાવ રોગથી રહિત છે અને ત્યાં કર્તવ્યનો અભાવ હોવાથી તેમ જ કોઈ કારણ ન હોવાથી તે પરતત્ત્વ નિષ્ક્રિય છે, જેથી ત્યાં જન્માદિનો યોગ નથી.” ૧૩૧. આથી સ્પષ્ટ છે કે “અસંમોહસ્વરૂપ બોધ વડે આવા પ્રકારના નિર્વાણતત્ત્વને જાણી લીધા પછી વસ્તુતઃ નિર્વાણતત્ત્વની સેવામાં બુદ્ધિમાનને વિવાદ ઉત્પન્ન થતો નથી. જો આમ છતાં વિવાદ જાગે તો તેમાં બુદ્ધિમત્તા નથી - એમ સમજવું જોઈએ.”||૧૩રા આ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવ્યું છે. ll૧૩-૨૬ll ઉપર જણાવ્યા મુજબ સર્વજ્ઞપરમાત્મામાં ભેદ નથી; તો તે તે સર્વજ્ઞની વાણીમાં ભેદ કેમ છે, તે જણાવાય છે तस्मादचित्रभक्त्याप्याः, सर्वज्ञा न भिदामिताः । चित्रा गीर्भववैद्यानां, तेषां शिष्यानुगुण्यतः ॥२३-२७॥ तस्मादिति-तस्मात् सर्वेषां योगिनामेकमार्गगामित्वाद् । अचित्रभक्त्या एकरूपया भक्त्या । आप्याः प्राप्याः सर्वज्ञाः । न भिदामिता न भेदं प्राप्ताः । तदुक्तं–“सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । आसन्नोऽयमृजुर्मार्गस्तदेदस्तत्कथं भवेत् ।।१।” कथं तर्हि देशनाभेद: ? इत्यत आह-तेषां सर्वज्ञानां भववैद्यानां संसाररोगभिषग्वराणां । चित्रा नानाप्रकारा गीः । शिष्यानुगुण्यतो विनेयाभिप्रायानुरोधात् । यथा वैद्या बालादीन् प्रति नैकमोषधमुपदिशन्ति, किं तु यथायोग्यं विचित्रं, तथा कपिलादीनामपि कालान्तरापायभीरून् शिष्यानधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना देशना, सुगतादीनां तु એક પરિશીલન ૨૬૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ भोगास्थावतोऽधिकृत्योपसर्जनीकृत्यद्रव्या पर्यायप्रधाना देशनेति । न तु तेऽन्वयव्यतिरेकवस्तुवेदिनो न भवन्ति, सर्वज्ञत्वानुपपत्तेः । तदुक्तं-“चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो નવવ્યાધિમષવરા: III” રરૂ-ર૭ી. બધા યોગીઓ એકમાર્ગગામી હોવાથી એકસરખી ભક્તિથી પ્રાપ્ત કરી શકાય એવા સર્વજ્ઞોમાં ભેદ નથી. ભવના રોગને દૂર કરવા માટે વૈદ્ય જેવા એ સર્વજ્ઞોની દેશના શિષ્યને અનુકૂળ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ સમુદ્રમાં તીરમાર્ગની જેમ બધા જ યોગીજનો ચિત્તશુદ્ધિસ્વરૂપ એક જ માર્ગગામી હોવાથી તેઓ એક જ પ્રકારની ભક્તિથી સર્વજ્ઞને પ્રાપ્ત કરી શકે છે. તેથી સર્વજ્ઞપરમાત્મા ભેદને પ્રાપ્ત કરી શકતા નથી અર્થાત્ એક જ માર્ગથી પ્રાપ્ય એવા સર્વજ્ઞોમાં ભેદ નથી. આ વાતનું નિરૂપણ કરતાં યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૩૩) જણાવ્યું છે કે – જેથી સર્વજ્ઞપૂર્વક આ નિવણતત્ત્વ પ્રાપ્ત થાય છે, અસર્વજ્ઞોને એની પ્રાપ્તિ થતી નથી - એ ચોક્કસ છે તો આ નિર્વાણનો સર્વજ્ઞસ્વરૂપ નિકટનો સરળમાર્ગ ભિન્ન કઈ રીતે હોય? અર્થાત્ ન જ હોય - એ સમજી શકાય છે.” જો આ રીતે મોક્ષમાર્ગ એક જ છે તો તેમની દેશનામાં ભેદ કેમ છે - એનું સમાધાન કરતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે તે ભવના રોગને દૂર કરનારા શ્રેષ્ઠ વૈદ્ય સમાન શ્રી સર્વજ્ઞપરમાત્માઓની દેશના શિષ્યોને આશ્રયીને ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જેમ કોઈ વૈદ્ય બાલ યુવાન અને વૃદ્ધાદિ રોગીઓને એક જ પ્રકારનું ઔષધ જણાવતા નથી પરંતુ તેમની પ્રકૃતિ આદિને અનુરૂપ દવા જણાવે છે, એવી જ રીતે કપિલાદિની દેશના પણ તે તે જીવોને આશ્રયીને ભિન્ન ભિન્ન પ્રકારની છે. કાલાંતરે મરણાદિ સ્વરૂપ અપાયથી ભયભીત થનારા જીવોને આશ્રયીને પર્યાયને ગૌણ બનાવી દ્રવ્યના પ્રાધાન્યની દેશના કપિલાદિએ પોતાના શિષ્યોને આપી. આવી જ રીતે ભોગમાં આસ્થાવાળા જીવોને આશ્રયીને દ્રવ્યને ગૌણ બનાવી પર્યાયની પ્રધાનતાને જણાવનારી દેશના દ્વારા વિષયાદિની અનિત્યતાને જણાવવાનું કાર્ય બુદ્ધાદિએ કર્યું. તે લોકો દ્રવ્ય અને પર્યાયના અન્વય-વ્યતિરેકને (સંબંધ-સંબંધાભાવને) જાણતા ન હતા એવું ન હતું. કારણ કે તેમ હોય તો તેમના સર્વજ્ઞત્વની અનુપપત્તિ થશે. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચય'ના શ્લો.નં. ૧૩૪થી જણાવ્યું છે કે કપિલાદિની જે “આત્મા નિત્ય છે'.. “આત્મા અનિત્ય છે'.. ઇત્યાદિ દેશના છે; તે તેવા તેવા પ્રકારના શિષ્યોને અનુસરીને છે. પરંતુ દ્રવ્યપર્યાયના અન્વયવ્યતિરેકના જ્ઞાનના અભાવને કારણે તેવા પ્રકારની તેઓની દેશના નથી. અન્યથા તેઓને સર્વજ્ઞ માની શકાશે નહિ. કારણ કે ભવવ્યાધિને દૂર કરવા માટે મહાવૈદ્યસમાન તેઓ જો સર્વજ્ઞ છે તો તેમની દેશના અજ્ઞાનમૂલક ન હોય... એ સમજી શકાય છે. ૨૩-૨૭ ૨૬૪ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબ શિષ્યોને અનુસરીને સર્વજ્ઞ ભગવંતોની દેશનામાં ભેદ છે તેમ જ બીજી રીતે પણ તેમાં ભેદ છે, તે જણાવાય છે– तयैव बीजाधानादे, र्यथाभव्यमुपक्रिया । अचिन्त्यपुण्यसामर्थ्यादेकस्या वा विभेदतः ॥२३-२८॥ तयैवेति-तयैव चित्रदेशनयैव । बीजाधानादेर्भवोद्वेगादिभावलक्षणात् । यथाभव्यं भव्यसदृशम् । उपक्रिया उपकारो भवति । यदुक्तं-“यस्य येन प्रकारेण बीजाधानादिसम्भवः । साधु बन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ।।१।।” एकस्या वा तीर्थकरदेशनाया अचिन्त्यपुण्यसामर्थ्यादनिर्वचनीयपरबोधाश्रयोपात्तकर्मविपाकाद्विभेदतः श्रोतृभेदेन विचित्रतया परिणमनाद्यथाभव्यमुपक्रिया भवतीति न देशनावैचित्र्यात्सर्वज्ञवैचित्र्यसिद्धिः । यदाह-“एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ।।१।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ।।२।।" //રરૂ-૨૮. તે ભિન્ન ભિન્ન પ્રકારની જ દેશના વડે ભવ્ય જીવોને પોતાની યોગ્યતા પ્રમાણે ભવોઢેગાદિ સ્વરૂપ યોગનાં બીજોનું આધાન થવાથી ઉપકાર થાય છે - આ પ્રમાણે શ્લોકના પૂર્વાર્ધનો અર્થ સ્પષ્ટ છે. એ મુજબ યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં.૧૩૫) ફરમાવ્યું છે કે “જે જીવોને જે, આત્માદિની નિત્યતા વગેરે સંબંધી દેશનાથી યોગનાં બીજોનું સાનુબંધ (ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિવાળું) આધાન થાય છે; તે પ્રમાણે તે જીવોને સર્વજ્ઞભગવંતોએ દેશના આપી.” સર્વજ્ઞભગવંતોની દેશનાના ભેદનું બીજું પણ કારણ જણાવાય છે - રિન્ય. ઇત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા; જેનો આશય સ્પષ્ટ છે કે શ્રી તીર્થંકરપરમાત્માની દેશના એક જ હોવા છતાં અચિંત્ય પુણ્યસામર્થ્યથી અર્થાત્ જેનું નિરૂપણ ન કરી શકાય એવા; બીજા જીવોને સમ્યગ્દર્શનાદિન નિમિત્તભૂત; પૂર્વભવમાં ઉપાર્જેલા શ્રી તીર્થકર નામકર્મના વિપાકને લઈને શ્રોતાઓના ભેદથી એ પરમતારક દેશના તેમને જુદી જુદી રીતે પરિણમતી હોવાથી ભવ્યત્વને અનુરૂપ ઉપકાર થતો હોય છે. તેથી દેશના વિચિત્ર - જુદા જુદા પ્રકારની જણાય છે. એટલા માત્રથી સર્વજ્ઞોમાં ભેદની સિદ્ધિ થતી નથી. એ પ્રમાણે યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૩૬૧૩૭) જણાવ્યું છે કે – શ્રી સર્વજ્ઞ પરમાત્માઓની એક પણ દેશના; અચિંત્ય પુણ્યના સામર્થ્યથી શ્રોતાઓના ભેદને લઈને તથાભવ્યત્વને અનુસાર તે તે રૂપે પરિણમતી હોવાથી ભિન્ન ભિન્ન પ્રકારે જણાય છે. આટલામાત્રથી એવી દેશનાથી કોઈ ગુણ-લાભ નથી – એમ કહેવાનું ઉચિત નથી; કારણ કે ભવ્યત્વને અનુસાર તે દેશનાથી ઉપકાર પણ થાય છે. પૂર્વે જણાવ્યા મુજબ બીજાધાનાદિના કારણે તે તે દેશના નિષ્ફળ પણ નથી, સફળ છે તેથી સર્વત્ર એ સુસ્થિત છે... ઇત્યાદિ વિચારવું જોઈએ. ર૩-૨૮ એક પરિશીલન ૨૬૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ प्रकारान्तरमाहદેશનાનો ભેદ જે કારણથી જણાય છે તે પ્રકારમંતરથી જણાવાય છે– चित्रा वा देशना तत्तन्नयैः कालादियोगतः । यन्मूला तत्प्रतिक्षेपोऽयुक्तो भावमजानतः ॥२३-२९॥ चित्रेति-वाऽथवा । तत्तन्नयै र्द्रव्यास्तिकादिभिः । कालादियोगतो दुःषमादियोगमाश्रित्य । यन्मूला यद्वचनानुसारिणी । चित्रा नानारूपा देशना कपिलादीनामृषीणां । तस्य सर्वज्ञस्य प्रतिक्षेपः । भावं तत्तद्देशनानयाभिप्रायमजानतोऽयुक्तः । आर्यापवादस्यानाभोगजस्यापि महापापनिबन्धनत्वात् । तदुक्तं“यद्वा तत्तत्रयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ।।१।। तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥२॥ निशानाथप्रतिक्षेपो यथान्धानामसङ्गतः । तदेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ।।३।। न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ।।४। कुदृष्ट्यादि च नो सन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवच्चैव किं तु सत्त्वार्थकृत्सदा ।।५।।” ।।२३-२९।। “જેના આધારે તે તે નયથી કાલાદિને આશ્રયીને ભિન્ન પ્રકારની દેશના કપિલાદિની પ્રવર્તેલી છે, તેના ભાવને ન જાણનાર માટે તેનો પ્રતિષેધ કરવો યુક્ત નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વોક્ત રીતે શ્રોતાઓના વિભેદથી સર્વજ્ઞ ભગવંતોની દેશનામાં ભેદ જણાય છે. અથવા તે દ્રવ્યાસ્તિકાદિ નયોની અપેક્ષાએ અને દુઃષમાદિકાળને આશ્રયીને એ દેશનાઓ કપિલાદિએ આપેલી. તે ભિન્ન ભિન્ન પ્રકારની દેશના જે વચનના આધારે પ્રવર્તેલી છે, તે વચનાદિ ભાવોને જે જાણતા નથી તેઓએ તે દેશનાના દેશક સર્વજ્ઞપરમાત્માની પ્રતિષેધ(ખંડન) કરવો એ ઉચિત નથી. કારણ કે અજ્ઞાનમૂલક પણ કરેલો આર્યાપવાદ મહાપાપનું કારણ બને છે. એ વાતને જણાવતાં યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૩૮ થી ૧૪૨) ફરમાવ્યું છે કે, “અથવા દ્રવ્યાસ્તિકાયાદિ તે તે નયોની અપેક્ષાએ દુઃષમાદિ કાળને આશ્રયીને કપિલાદિ ઋષિઓથી પ્રવર્તેલી દેશના ભિન્ન ભિન્ન પ્રકારની છે. એ દેશના પણ સાવ આધાર વિનાની નથી. કારણ કે તે પણ તત્ત્વથી સર્વજ્ઞમૂલક છે. (૧૩૮)” “તેથી સર્વજ્ઞ પરમાત્માનો અભિપ્રાય જાણ્યા વિના સ્થૂલદષ્ટિવાળા પ્રમાતા(પ્રામાણિક)ઓને; મહાનર્થને કરનારો સર્વજ્ઞપ્રતિષેધ કરવાનું ઉચિત નથી. (૧૩૯)” “જેમ દૃષ્ટિથી વિકલ એવા અંધપુરુષોને ચંદ્રમાનો વિરોધ કરવાનું ઉચિત નથી : જેમ કે ચંદ્રમાં ગોળ નથી, વાંકો નથી, ચોરસ છે... ઇત્યાદિ રીતે ચંદ્રમાના ભેદો(વિશેષ ધર્મો)ની પરિકલ્પના કરવાનું અંધ પુરુષો માટે ઉચિત નથી; તેમ સર્વજ્ઞ-પરમાત્મામાં ભેદની પરિકલ્પના કરવાનું અગ્દષ્ટિવાળા છદ્મસ્થો માટે ઉચિત નથી. II૧૪ળા” સામાન્યથી કોઇ ૨૬૬ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #270 -------------------------------------------------------------------------- ________________ પણ માણસનો પરિક્ષેપ યુક્ત નથી. તો પછી મુનિઓના અપવાદ અંગે પૂછવાનું શું? એ મુનિઓના સર્વજ્ઞપણાના પરિભવ સ્વરૂપ આર્યાપવાદથી; તેવા પ્રકારનું મહાપાપ થવાના કારણે જીભ કપાયાથી પણ અધિક દોષ મનાય છે. ૧૪૧” આ ખરાબ-નિંદનીય છે. ઇત્યાદિ કુસ્ય સંતો-મુનિઓ બોલતા નથી. પરંતુ નિશ્ચિત કામનું(સાર્થક) બીજાના ઉપકારનું કારણભૂત એવું સદાને માટે બોલે છે. ૧૪રા”... ઇત્યાદિ યોગદષ્ટિ સમુચ્ચયપ્રકરણથી સમજી લેવું જોઈએ. ર૩-૨લા तस्मात्सर्वज्ञवचनमनुसृत्यैव प्रवर्तनीयं, न तु तद्विप्रतिपत्त्यानुमानाद्यास्थया स्थेयं, तदननुसारिणस्तस्याव्यवस्थितत्वादित्यत्रभर्तृहरिवचनमनुवदन्नाह આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સર્વજ્ઞ પરમાત્માઓમાં તાત્ત્વિક રીતે કોઈ ભેદ નથી; તેથી તેઓશ્રીના પરમતારક વચનનું અનુસરણ કરીને જ પ્રવર્તવું જોઈએ. પરંતુ તેઓશ્રીના વિષયમાં વિવાદ કરીને અનુમાનાદિમાં આસ્થા કરી તેના આશ્રયે રહેવું ના જોઈએ. કારણ કે સર્વજ્ઞ પરમાત્માના પરમતારક વચનનું અનુસરણ નહીં કરનાર અનુમાન પોતે જ વ્યવસ્થિત નથી – આ વાતનું સમર્થન ભર્તુહરિના વચનથી કરાય છે यत्नेनानुमितोऽप्यर्थः, कुशलैरनुमातृभिः । ૩મયુરન્યરચર્થવોપપદ્યતે રરૂ-રૂા. यत्नेनेति-यत्नेनासिद्धत्वादिदोषनिरासप्रयासेनानुमितोऽप्यर्थः । कुशलैर्व्याप्तिग्रहादिदक्षैरनुमातृभिरभियुक्ततरैरधिकव्याप्त्यादिगुणदोषव्युत्पत्तिकैरन्यैरन्यथैवासिद्धत्वादिनैवोपपद्यते ॥२३-३०॥ કુશળ એવા અનુમાન પ્રમાણવાદીઓ દ્વારા પ્રયત્નપૂર્વક અનુમાન પ્રમાણથી સિદ્ધ કરેલો પણ અર્થ; એના કરતાં અધિક કુશળ એવા અનુમાનપ્રમાણવાદીઓ દ્વારા બીજી જ રીતે ઉપપન્ન બને છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાતિગ્રહપરામર્શ... વગેરેમાં જેઓ કુશળ છે; એવા અનુમાનકર્તાઓ દ્વારા ખૂબ જ ધ્યાન રાખીને અસિદ્ધિ બાધ વ્યભિચાર...વગેરે દોષોની પ્રાપ્તિનો પ્રસંગ આવી ન જાય એ રીતે પ્રયત્નપૂર્વક કરેલા અનુમાનથી સિદ્ધ થયેલા પણ અર્થને; એ અનુમાનકર્તાઓ કરતાં જેઓ અધિક જ્ઞાની છે એવા કુશલતર અનુમાનપ્રમાણના વિદ્વાનો તદ્દન વિપરીત રીતે જ સિદ્ધ કરતા હોય છે. તેથી અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે સર્વજ્ઞભગવંતના વચન સિવાય બીજું કોઈ જ વિશ્વસનીય પ્રમાણ નથી. ૨૩-૩૦ના अभ्युच्चयमाह અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે ઉપર જણાવ્યા મુજબ અનુમાન પ્રમાણમાં આસ્થા રાખવાનું નિરર્થક છે. એ વાતના સમર્થન માટે કારણાંતર જણાવાય છે. અર્થાત્ ઉક્તાર્થમાં યુફત્યંતર જણાવવા સ્વરૂપ અભ્યશ્ચય કહેવાય છે– એક પરિશીલન ૨૬૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । સાજોનતાવતા પ્રાક્ષ, કૃતઃ ચારેષ નિશા: રરૂ-રૂકાઈ ज्ञायेरन्निति-हेतुवादेनानुमानवादेन । यदि अतीन्द्रिया धर्मादयः पदार्था ज्ञायेरन् । तदा एतावता कालेन प्राज्ञैस्तार्किकैस्तेषु अतीन्द्रियेषु पदार्थेषु निश्चयः कृतः स्याद्, उत्तरोत्तरतर्कोपचयात् ।।२३-३१।। અનુમાનવાદથી જો અતીન્દ્રિય પદાર્થો જણાતા હોત તો આટલા કાળમાં બુદ્ધિમાનો દ્વારા તેનો નિશ્ચય થઈ ગયો હોત.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે આજ સુધીમાં અનંતો કાળ વીત્યો છે. આ કાળમાં અનંતા તાર્કિકો થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય તેઓથી થયો નથી. અનુમાનથી જ જો અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થઈ શકતો હોત તો ઉત્તરોત્તર તાર્કિકોના પ્રબળ તર્કથી તેનો નિર્ણય ક્યારનોય થઈ ગયો હોત. આથી સ્પષ્ટ છે કે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય અનુમાન દ્વારા શક્ય નથી, સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચનથી જ એ શક્ય છે. ૨૩-૩૧II પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે– तत्कुतर्कग्रहस्त्याज्यो, ददता दृष्टिमागमे । प्रायो धर्मा अपि त्याज्याः, परमानन्दसम्पदि ॥२३-३२॥ तदिति-तत्तस्मात् कुतर्कग्रहः शुष्कतर्काभिनिवेशः त्याज्यो दृष्टिमागमे ददता । परमानन्दसम्पदि मोक्षसुखसम्पत्तौ प्रायो धर्मा अपि क्षायोपशमिकाः क्षान्त्यादयस्त्याज्याः । ततः कुतर्कग्रहः सुतरां त्याज्य एव । क्वचिदपि ग्रहस्यासङ्गानुष्ठानप्रतिपन्थित्वेनाश्रेयस्त्वादिति भावः । क्षायिकव्यवच्छेदार्थं प्रायोग्रहणं । तदिदमुक्तं-“न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ।।१।। ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।।२।।” इति //રરૂ-રૂરી. તેથી આગમમાં દષ્ટિ આપનારે કુતર્કનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે પરમાનંદસ્વરૂપ મોક્ષની સંપત્તિમાં પ્રાયઃ ધર્મનો પણ ત્યાગ કરવાનો હોય છે; તેથી કુતર્કોનો તો ત્યાગ અવશ્ય કરવો જોઈએ.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે; આગમમાં જ જેઓ દૃષ્ટિ આપતા હોય અથતુ આગમના જ અનુસાર જેઓ પ્રવૃત્તિ કરતા હોય તેઓએ શુષ્કતનો અભિનિવેશ ત્યજવો જોઇએ. કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવાની ભાવના ન હોય અને માત્ર તેના નિરાકરણ માટે તર્કનું પ્રતિપાદન કરાય, ત્યારે તે તર્કને શુષ્કતર્ક કહેવાય છે. એવા શુષ્કતર્કનો આગ્રહ; આગમમાં જ જેમની દષ્ટિ સ્થિર છે એવા આત્માઓ માટે ઉચિત નથી. શ્રી સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ આગમ કરતાં પોતાના જ્ઞાન પ્રત્યે જયારે વધારે વિશ્વાસ હોય છે ત્યારે આ શુષ્કતકનો અભિનિવેશ જન્મે છે. ૨૬૮ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબની આરાધનાથી પ્રાપ્ત થયેલા ક્ષયોપશમભાવના ક્ષમા મુક્તિ આર્જવ... વગેરે ધર્મો પણ, મોક્ષસુખની પ્રાપ્તિ વખતે જ્યારે ત્યાજ્ય બને છે, ત્યારે કુતર્ક તો ચોક્કસ જ ત્યાજ્ય કોટિનો છે - એ સમજી શકાય છે. કોઇ પણ વસ્તુને વિશે(શુભાશુભવિષયમાં) ગ્રહ(આગ્રહ), અસંગાનુષ્ઠાનનો પ્રતિપંથી(વિરોધી-પ્રતિબંધક) છે. શ્લોકમાં પ્રાયો ધર્મા... અહીં પ્રાયઃ પદ ક્ષાયિકભાવના ધર્મોનો વ્યવચ્છેદ ક૨વા માટે છે. અર્થાત્ મોક્ષસુખની પ્રાપ્તિમાં બધા ધર્મો ત્યાજ્ય બનતા નથી. પરંતુ ક્ષયોપશમભાવના ધર્મો ત્યાજ્ય બને છે, ક્ષાયિકભાવના ધર્મો ત્યાજ્ય બનતા નથી - એ અર્થને જણાવવા માટે પ્રાયઃ પદ છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૪૭-૧૪૮) એ વિષયમાં ફરમાવ્યું છે કે – “જે કારણથી પ્રાજ્ઞપુરુષો દ્વારા આજ સુધી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરાયો નથી તેથી શુષ્કતર્કગ્રહ અત્યંત ભયંકર છે. મિથ્યાભિમાનનું કારણ હોવાથી મોક્ષની ઇચ્છાવાળાએ શુષ્કતર્કગ્રહનો ત્યાગ કરવો જોઇએ.” (૧૪૭) પરમાર્થથી કોઇ પણ વસ્તુમાં આગ્રહ રાખવો : એ મુમુક્ષુઓ માટે અસંગત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્મો પણ ત્યજવાના છે, તો પછી આ કુતર્કગ્રહથી શું ? અર્થાત્ એ તો કોઇ પણ સંયોગોમાં કરવો ના જોઇએ. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે અનુમાનના વિદ્વાનો જે રીતે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવા માટે શુષ્કતર્કનો આશ્રય કરે છે તે શ્રદ્ધેય નથી. અતીન્દ્રિય અર્થોના નિર્ણય માટે સર્વજ્ઞપરમાત્માના પરમતા૨ક વચનને છોડીને બીજો કોઇ ઉપાય નથી. અંતે કુતર્કનો ત્યાગ કરીને શ્રી સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચનને અનુસરીને પાંચમી દૃષ્ટિને પામવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. II૨૩-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्द्वात्रिंशिकायां कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका ॥ એક પરિશીલન अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૨૬૯ Page #273 --------------------------------------------------------------------------  Page #274 -------------------------------------------------------------------------- ________________ Vejas Printers AHMEDABAD M. 98253 47620