________________
“વિવક્ષિત દેશ અને કાળ વગેરેની અપેક્ષા વિના; દરેક ભૂમિકામાં થનારા(હોનારા) અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય અને અકિંચનતા(અપરિગ્રહ) : આ મહાવ્રત સ્વરૂપ “યમ” છે.” – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય આમ તો સ્પષ્ટ છે. પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં તેનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું છે કે, પ્રાણનો વિયોગ કરવાનું જેનું પ્રયોજન છે, એવા મન - વચન - કાયાના વ્યાપારને હિંસા કહેવાય છે. તેના અભાવને અહિંસા કહેવાય છે. વાણી અને મનની યથાર્થતાને સૂતૃત કહેવાય છે. બીજાના ધનાદિના અપહરણને તેય કહેવાય છે અને તેનો અભાવ, અસ્તેય છે. જનનેન્દ્રિયના સંયમને બ્રહ્મચર્ય કહેવાય છે. ભોગનાં સાધનોના અસ્વીકારને અકિંચનતા કહેવાય છે. આ પાંચ યમ છે. એ જણાવતાં યોગસૂત્રમાં (૨-૩૦) જણાવ્યું છે કે – “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ યમ છે.'
મન, વાણી અને કાયાથી; બીજાનું અનિષ્ટ ચિંતન, કઠોર ભાષણ અને પ્રાણીઓને સતાવવું આ હિંસા છે અને તેનો અભાવ અહિંસા છે. જેવું જોયું હોય, જેવું અનુમાન કરેલું હોય અને જેવું સાંભળેલું હોય તે પ્રમાણે જ કહેવું તે સત્ય છે. એ વાણી બીજાને છેતરનારી હોવી ન જોઈએ અને તેથી બીજાનો ઉપઘાત થવો ના જોઈએ. અન્યથા તે વાણી સત્યસ્વરૂપ મનાતી નથી. શાસ્ત્રોક્ત વિધિ વિના બીજાની પાસેથી દ્રવ્ય ગ્રહણ કરવા સ્વરૂપ તેય છે અને તેનો અભાવ અસ્તેય છે. અહીં ગ્રહણ ન કરવું એનો અર્થ ચિત્તથી સ્પૃહા પણ ન કરવી – એ પ્રમાણે છે. તેથી જ અસ્પૃહરૂપમત્તેય-આ પ્રમાણે ભાષ્યકારે જણાવ્યું છે. સર્વઇન્દ્રિયોના નિરોધપૂર્વકજનનેન્દ્રિયનો સંયમ કરવો તે બ્રહ્મચર્ય છે. સ્ત્રીનું સ્મરણ કરવું, સ્ત્રીનું કીર્તન કરવું, તેની સાથે હાસ્ય વગેરે ક્રીડા કરવી, તેની સામે દૃષ્ટિપાત કરવો, તેની સાથે એકાંતમાં વાત કરવી, સ્ત્રીના ભોગનો સંકલ્પ કરવો, સ્ત્રીભોગનો નિશ્ચયપૂર્વક વિચાર કરવો અને સ્ત્રીની સાથે મૈથુન સેવવુંઆ આઠ પ્રકારે અબ્રહ્મ છે. તેનો ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય છે. વિષયભોગમાં; સંપાદન આસક્તિ અને હિંસા... વગેરે દોષો છે – એમ સમજીને તેનો(વિષયોનો) સ્વીકાર ન કરવો તેને અપરિગ્રહ કહેવાય છે.
ઉપર જણાવેલા આ પાંચ યમને મહાવ્રત કહેવાય છે. તે અહિંસાદિનો સ્વીકાર કરતી વખતે દિગૂ-દેશ, કાલ, જાતિ અને સમયને આશ્રયીને અપવાદ રાખવામાં આવતો નથી. તેથી તે યમને દિકાલાઘનવચ્છિન્ન કહેવાય છે. અન્યથા તે દિક્વાલાદ્યવચ્છિન્ન કહેવાય છે. તીર્થક્ષેત્રાદિ સ્વરૂપ દેશ છે. ચૌદસ આદિ તિથિ વગેરે કાળ છે. બ્રાહ્મણી વગેરે જાતિ છે અને પ્રયોજનરૂપ સમય છે. તીર્થમાં કોઇને પણ હરીશ નહીં, ચૌદશે હણીશ નહિ, બ્રાહ્મણને હણીશ નહિ અને દેવ કે બ્રાહ્મણાદિને છોડીને બીજા માટે હણીશ નહીં... ઈત્યાદિ રીતે જે અહિંસાનો સ્વીકાર છે; તે ક્રમશઃ દેશ, કાલ, જાતિ અને સમયથી અવચ્છિન્ન છે, અનવચ્છિન્ન નથી. તેથી તે મહાવ્રતો સ્વરૂપ નહીં બને. મહાવ્રતો સર્વવિષયમાં હોય છે. અને ચિત્તની દરેક અવસ્થાઓમાં હોય છે તેથી સાર્વભૌમ કહેવાય છે. ક્ષિણ મૂઢ વિક્ષિણ 1 અને નિરુદ્ધ: આ પાંચ ચિત્તની
૧૭૪
મિત્રા બત્રીશી