________________
દેવના કાર્યમાં તેમ જ ગુરુના કાર્ય વગેરેમાં મિત્રાદેષ્ટિના યોગીને વ્યાકુળતાસ્વરૂપ ખેદ થતો નથી, ઉપરથી તે તે કાર્ય ઉપસ્થિત થયે છતે તે તે પ્રસંગે તેમને પરિતોષ થાય છે. ખેદ થતો નથી, પરંતુ તે તે કાર્યમાં પ્રવૃત્તિ જ થાય છે. ભવાભિનંદી જીવોને તે તે વિષયોનો પરિભોગ કરવાથી માથું ભારે થવાદિ દોષો પ્રાપ્ત થવા છતાં જેમ ભોગની પ્રવૃત્તિ ચાલે જ છે તેમ દેવ, ગુરુ અને ધર્મની પ્રવૃત્તિ વખતે તકલીફ પડવા છતાં મિત્રાદષ્ટિના યોગીને તે વખતે ખેદ થતો નથી, પરંતુ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે.
અહીં દેવ, ગુરુ વગેરેના કાર્યને છોડીને અન્ય કાર્ય પ્રસંગે માત્સર્યસ્વરૂપ દ્વેષ થતો નથી. કારણ કે માત્સર્યની શક્તિ સ્વરૂપ બીજ હોવા છતાં અહીં યોગી તત્ત્વને જાણતા હોવાથી માત્સર્યના પરિણામ સ્વરૂપ ભાવાંકુરનો ઉદય થતો ન હોવાથી તેવા પ્રકારના દિવ, ગુરુ અને ધર્મને છોડીને બીજાના) કાર્યને આશ્રયીને આ દૃષ્ટિને પામેલા યોગીને થોડી કરુણાનો અંશ સ્લરે છે. આશય એ છે કે આ દૃષ્ટિમાં રહેલા યોગીને ઉપર જણાવ્યા મુજબ દેવ, ગુરુ અને ધર્મના તે તે કાર્ય પ્રત્યે પ્રીતિ હોય છે. આવા વખતે તેનાથી અતિરિક્ત (અદેવકાર્યાદિ) અનુષ્ઠાનનો પ્રસંગ આવે તો તે સમજે છે કે એ કાર્ય કર્યા વિના ચાલે એવું નથી. એ કર્યા પછી દેવકાર્યાદિ કરવાની અનુકૂળતા મળશે. તેથી તે કાર્ય પણ કરી આપું... ઇત્યાદિ સ્વરૂપ કરુણાભાવે અહીં બીજાં કાર્યો કરાય છે. તેથી માત્સર્યસ્વરૂપ દ્વેષનો અહીં સંભવ નથી રહેતો. ૨૧-૧ાા
यमस्वरूपं सभेदमभिधत्ते
પ્રથમ દૃષ્ટિમાં પ્રાપ્ત થતા યોગના પહેલા અંગ યમનું એના ભેદો(પ્રકારો) સાથે સ્વરૂપ જણાવાય છે–
अहिंसासूनृतास्तेयब्रह्माकिञ्चनता यमाः ।
दिकालाधनवच्छिन्नाः, सार्वभौमा महाव्रतम् ॥२१-२॥ अहिंसेति-प्राणवियोगप्रयोजनो व्यापारो हिंसा तदभावोऽहिंसा । वाङ्मनसोर्यथार्थत्वं सूनृतं । परस्वापहरणं स्तेयं तदभावोऽस्तेयम् । उपस्थसंयमो ब्रह्म । भोगसाधनानामस्वीकारोऽकिञ्चनता । एते યમ: | તદુ—“ટિંસા સત્યાન્ત વહીવર્યારિ પ્રહ યમાં તિ” રિ-રૂ૦] વિશસ્તીથ, છાત્તश्चतुर्दश्यादिः, आदिना ब्राह्मण्यादिरूपाया जातेर्बाह्मणादिप्रयोजनरूपस्य समयस्य च ग्रहः । ततो दिकालादिनाऽनवच्छिन्नाः “तीर्थे कञ्चन न हनिष्यामि, चतुर्दश्यां न हनिष्यामि, ब्राह्मणान्न हनिष्यामि, देवब्राह्मणाद्यर्थव्यतिरेकेण न कमपि हनिष्यामि” इत्येवंविधावच्छेदव्यतिरेकेण सर्वविषया अहिंसादयो यमाः सार्वभौमाः सर्वासु क्षिप्राद्यासु चित्तभूमिषु सम्भवन्तो महाव्रतमित्युच्यते । तदुक्तम्-“एते तु जातिदेश
સમયનિર્વચ્છિન્ના: સાર્વમીમાં મહેવિતમ્” રિ-રૂ9] રૂતિ ર૭-રા
એક પરિશીલન
૧૭૩