________________
વાર દૂધ પીવાથી પિત્તાદિ રસ ઉત્પન્ન થવાના કારણે દુગ્ધપાનાદિથી સુખ-દુઃખાદિની ઉત્પત્તિ થતી હોય છે. તેથી અદષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે અદષ્ટ માનવામાં ન આવે તો સર્વત્ર દુગ્ધપાનાદિના કારણે પિત્તાદિરસનો ઉદ્દભવ માનવાનો પ્રસંગ આવશે.
“રોગીને જેમ ઔષધાદિથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ સહકારી દષ્ટકારણોથી સુખદુઃખાદિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી અદષ્ટ-કર્મની કલ્પના કરવાની જરૂર નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે તેથી ઔષધનું સેવન કરનારાદિ સૌને સુખાદિની પ્રાપ્તિ સમાનપણે થવાનો પ્રસંગ આવશે. “ઔષધાદિનું સેવન કરનારના શરીરની ધાતુઓની વિષમતાદિના કારણે તેમને સરખી રીતે સુખાદિની પ્રાપ્તિ થતી નથી.” આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે ધાતુની વિષમતાદિના ઉત્તરકાળમાં જ ઔષધાદિનું સેવન હોવાથી તેનાથી તુરત જ સુખાદિની પ્રાપ્તિ થવી જોઈએ. આથી સ્પષ્ટ છે કે તુલ્યસાધનવાળાં બંનેના ફળમાં જે વિશેષતા છે, તે દષ્ટકારણને લઈને નથી. પરંતુ અદકારણને લઈને છે. એ મુજબ ભાષ્યકારશ્રીએ (૧૬૧૩ ગાથા) ફરમાવ્યું છે કે તુલ્યસાધનવાળાઓના ફળમાં જે વિશેષતા છે; તેઘડાની જેમ કાર્ય હોવાથી હે ગૌતમ ! કારણથી રહિત નથી. તે કારણ કર્મ છે. ./૧૭-૧પો. અદષ્ટ-કર્મને કારણ માનવામાં ન આવે તો જે દોષ પ્રાપ્ત થાય છે તે જ જણાવાય છે
न चापि क्षणिकं कर्म, फलायादृष्टमन्तरा ।
वैयर्थ्यञ्च प्रसज्येत, प्रायश्चित्तविधेरपि ॥१७-१६॥ न चेति-न च क्षणिकं क्रियाकालमात्रोपरतं कर्म अदृष्टमन्तरा फलाय फलं जनयितुमलं समर्थं । चिरध्वस्तस्य कालान्तरभाविफलजनकत्वस्य भावव्यापारकत्वव्याप्तत्वावधारणाद्, ध्वंसस्य च व्यापारत्वेऽनुभवेनापि तद्द्वारैव स्मृतिजननोपपत्तौ संस्कारोऽप्युच्छिद्येत । तदुक्तमुदयनेनापि-“चिरंध्वस्तं फलायालं न कर्मातिशयं विना” इति । अपि च प्रायश्चित्तविधेरपि अदृष्टमन्तरा वैयर्थ्यं प्रसज्येत । अधर्मनाशेनैव तस्य फलवत्त्वाद्, नरकादिदुःखानां प्रायश्चित्तविषयकर्मजन्यानामप्रसिद्ध्या तन्नाशस्य कर्तुमशक्यत्वाद् दुःखप्रागभावस्याप्यसाध्यत्वात् । प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन तज्जन्यदुःखोत्पत्त्यापत्तेश्चेत्यन्यत्र વિસ્તર: 19૭-૧દ્દો
અષ્ટ-કર્મ(દેવ) વિના ક્ષણિક એવું કર્મ(અનુષ્ઠાન-ક્રિયા), ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ નહીં બને. તેમ જ અદષ્ટ વિના પ્રાયશ્ચિત્તનું વિધાન પણ વ્યર્થ બને છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવપૂજાદિસ્વરૂપ જે અનુષ્ઠાનો છે, તે અનુષ્ઠાનોનું સ્વર્ગાદિ સ્વરૂપ ફળ કાલાંતરે બીજા ભવમાં જયારે પ્રાપ્ત થાય છે ત્યારે તે અનુષ્ઠાનોનો નાશ થયેલો હોય છે. આ રીતે ફળની પ્રાપ્તિ થાય એ પહેલાં જ જે અનુષ્ઠાનો નષ્ટ
એક પરિશીલન
૫૧