________________
આ પ્રાણાયામ; નાસિકાથી બાર આંગળ વગેરે દેશ વડે; છવ્વીસમાત્રાદિ (અહીં છત્રીશમાત્રાદિ આવો પાઠ હોવો જોઇએ) પ્રમાણયુક્ત કાલ વડે અને આટલી વાર (અમુક વાર) ઇત્યાદિ સંખ્યાના પ્રમાણ વડે કરાયો છે. અર્થાત્ તે દેશ, કાળ અને તેટલી વારને(સંખ્યાને) આશ્રયીને શ્વાસ-પ્રશ્વાસથી પ્રથમ ઉઘાત થાય છે... ઇત્યાદિ સ્વરૂપે જણાતો એ પ્રાણાયામ દીર્ઘસૂક્ષ્મ તરીકે વર્ણવાય છે. આશય એ છે કે જ્યારે યોગી પ્રાણાયામ કરે છે ત્યારે પ્રથમ દેશને આશ્રયીને તેની પરીક્ષા કરે છે. નાસિકાના અગ્રભાગથી એક આંગળ પ્રદેશ ઉપર રૂ રાખી બાહ્યવાયુવિષયક રેચક પ્રાણાયામની પરીક્ષા કરવી કે રૂ સુધી વાયુ પહોંચે છે કે નહીં? રૂ હાલે તો નિશ્ચય થાય કે અહીં સુધી બાહ્યવાયુ સ્થિરતાપૂર્વક વહે છે. ત્યાર પછી એક વેંત દૂર રૂ રાખી પરીક્ષા કરવી. એમ કરતાં જયારે બાર અંગુલ પર્યત રેચક સ્થિર થઇ જાય ત્યારે તે દીર્ઘસૂક્ષ્મ કહેવાય છે. આવી જ રીતે કીડીના સ્પર્શ જેવા સ્પર્શથી આત્યંતર પૂરકની પરીક્ષા કરવી. એ વાયુ નાભિચક્ર સુધી જાય ત્યારે તે (પૂરક) દીર્ઘસૂક્ષ્મ કહેવાય છે. દેશને આશ્રયીને પ્રાણાયામની પરીક્ષા ઉપર જણાવ્યા મુજબ કર્યા પછી કાળને આશ્રયીને તેની પરીક્ષા કરવી. આટલી માત્રા સુધી તે રેચક પૂરક સ્થિર રહે છે. એનો ખ્યાલ એ પરીક્ષાથી આવે છે. હાથને જાનુ (ઢીંચણ) ઉપરથી ચારે તરફ ફેરવીને એક ચપટી વગાડવામાં જેટલો સમય જાય છે; તે સમયને એક માત્રા કહેવાય છે. આવી છત્રીશ માત્રા સુધી વધતો પ્રાણાયામ સ્થિર થાય ત્યારે તેને દીર્ઘસૂક્ષ્મ કહેવાય છે. આ રીતે દેશ અને કાળને આશ્રયીને પ્રાણાયામની પરીક્ષા કર્યા પછી સંખ્યાને આશ્રયીને તેની પરીક્ષા કરવામાં આવે છે. અમુક પ્રમાણ શ્વાસ-પ્રશ્વાસથી પ્રથમ ઉઘાત થયો. આટલા શ્વાસપ્રશ્વાસથી બીજો ઉઘાત થયો.. ઇત્યાદિ રીતે સંખ્યાને આશ્રયીને પ્રાણાયામની પરીક્ષા કરાય છે. ઊર્ધ્વગમન કરતો પ્રાણ જ્યારે નીચે સ્થિર થાય ત્યારે તેને ઉદ્દાત કહેવાય છે. બાર માત્રા કાળ પર્વતની એ અવસ્થાને પ્રથમ ઉઘાત કહેવાય છે. ચોવીશ માત્રા કાળ પર્વતની એ અવસ્થાને બીજો ઉદ્દાત કહેવાય છે અને ત્રીજો ઉદ્દાત; છત્રીશ માત્રા કાળની એ અવસ્થાથી થાય છે,
આ પ્રમાણે દેશ કાળ અને સંખ્યાથી પરીક્ષા કરાયેલ અને અભ્યાસથી પરિવર્દ્રિત થયેલો જે પ્રાણાયામ છે, તેને દીર્ઘસૂક્ષ્મ પ્રાણાયામ કહેવાય છે. જેમ પીંજેલો રૂનો ઢગલો પસરીને લાંબો અને સૂક્ષ્મ થઈ જાય છે. તેમ જ અહીં પણ દેશ કાળ અને સંખ્યાદિથી પરીક્ષિત અને પરિવર્તિત પ્રાણાયામ દીર્ધ-સૂક્ષ્મ થાય છે. આ વિષયનું નિરૂપણ યોગસૂત્ર(૨-૫૦)માં કર્યું છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે. આ શ્લોકમાં ઉપર જણાવ્યા મુજબ પ્રાણાયામ ત્રણ પ્રકારનો છે. સામાન્ય રીતે ક્રમિક ભૂમિકાની અપેક્ષાએ એ નિરૂપણ છે. પરંતુ યોગીની વિશેષ યોગ્યતાએ તપેલા પથ્થર ઉપર પડતાંની સાથે જળ જેમ શોષાઈ જાય છે તેમ એકાએક દેશકાળની અપેક્ષાએ પરીક્ષા વિના જ કુંભક પ્રાણાયામ થાય છે. તે ચતુર્થ પ્રાણાયામ છે. બાર અંગુલ જેટલો જે, નાસિકાથી માંડીને દેશ સ્વરૂપ પૂરકનો બાહ્યવિષય છે અને હૃદયથી માંડીને નાભિચક્રાદિ સુધીના દેશ સ્વરૂપ જે
એક પરિશીલન
૨૧૯