________________
છે કે આ તાત્ત્વિક સંસ્કારના પણ નિરોધથી બધી જ ચિત્તવૃત્તિઓ પોતાના કારણમાં વિલય પામતી હોવાથી યોગીને અસંપ્રજ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે.
વ્યુત્થાનકાળના સંસ્કાર અને સમાધિકાળના સંસ્કારોથી યુક્ત ચિત્ત પ્રકૃતિમાં લીન થવા છતાં અધિકાર વિશિષ્ટ જ પ્રતીત થાય છે. પરંતુ તે અધિકાર, વિરોધી નિરોધસંસ્કારને લઇને હોવાથી તે ભોગ માટે થતો નથી. તેથી આ અસંપ્રજ્ઞાતયોગમાં યોગીને શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૦-૧૩॥
અસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ અને તેનું ફળ જણાવાય છે—
विरामप्रत्ययाभ्यासान्नेति नेति निरन्तरात् । તતઃ સંહારશેષાવ્ય, જૈવલ્યમુપતિપ્તે ।।૨૦-૧૪||
विरामेति-विरामो वितर्कादिचिन्तात्यागः स एव प्रत्ययो विरामप्रत्ययस्तस्याभ्यासः पौनःपुन्येन चेतसि निवेशनं ततः । नेति नेति निरन्तरादन्तररहितात्संस्कारशेषादुत्पन्ना ततोऽसम्प्रज्ञातसमाधेः । यत उक्तं—“विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषादन्य इति” [ १ १८ षोऽन्य ] । कैवल्यमात्मनः स्वप्रतिष्ठत्वलक्षणमुपतिष्ठत आविर्भवति ॥ २०-१४।।
“વિતઽદિસમાધિની ચિંતાના ત્યાગના જ્ઞાનવિશેષના અભ્યાસથી નિરંતર ‘નહિ.. નહિ’ - એવી ભાવનાથી - (સંસ્કાર-શેષસ્વરૂપ ભાવનાથી) ઉત્પન્ન એવી જીવની અવસ્થાવિશેષસ્વરૂપ અસંપ્રજ્ઞાતસમાધિ છે. એ સમાધિથી આત્માને કૈવલ્ય પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિતર્કાદિ સંપ્રજ્ઞાતસમાધિની ભાવનાનો ત્યાગ કરવાના પ્રત્યય(જ્ઞાન)ના વિષયના અભ્યાસથી અર્થાત્ તેમાં વારંવાર ચિત્તનો નિવેશ ક૨વાથી તેમ જ પૂર્વઅવસ્થાથી પોતાનું સ્વરૂપ વિલક્ષણ હોવાથી ‘એ નહિ, એ નહિ...’ ઇત્યાદિ પ્રકારના નિવૃત્તિક ચિત્તના સાતત્યથી માત્ર સંસ્કારસ્વરૂપ ચિત્તની અવસ્થાવિશેષ જે ઉત્પન્ન થાય છે તે અવસ્થાવિશેષને અહીં અસંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. યોગસૂત્રમાં “વિરામપ્રત્યયાભ્યાસપૂર્વ: સંહારશેોડન્ચઃ ||૧-૧૮||” - આ સૂત્રથી જણાવ્યું છે કે - સર્વ વૃત્તિઓના લયનો હેતુ જે પરવૈરાગ્ય, તેનો અભ્યાસ છે સાધન જેનું એવી અને માત્ર સાત્ત્વિક સંસ્કારો જ જેમાં શેષ રહે છે; એવી અસંપ્રજ્ઞાતસમાધિ જાણવી.
આ અસંપ્રજ્ઞાતસમાધિના કારણે આત્માને, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવા સ્વરૂપ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે... ઇત્યાદિ પદાર્થનો વિચાર સાંખ્યદર્શનના આધારે કરવો જોઇએ. સામાન્ય રીતે અહીં ગુણસંપન્ન પ્રથમ ગુણસ્થાનક, ચતુર્થગુણસ્થાનક, ષષ્ઠસપ્તમગુણસ્થાનક અને સામર્થ્યયોગમાં ક્ષાયોપશમિક ભાવોના ત્યાગ... વગેરેની વિચારણાનું અનુસંધાન કરવાથી ઉ૫૨ જણાવેલી વાતનો થોડો થોડો ખ્યાલ આવી શકશે. બાકી તો તે અર્થનો સ્પષ્ટ ખ્યાલ ‘યોગસૂત્ર’ના યોગાવતાર બત્રીશી
૧૪૮