________________
તલસ્પર્શી અધ્યયનથી જ મેળવી શકાશે. અહીં તો સામાન્યપણે દિપ્રદર્શનનું તાત્પર્ય છે; તેથી જિજ્ઞાસુએ અધ્યાપક પાસેથી સ્પષ્ટપણે સમજી લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ૨૦-૧૪ો.
___ तदेवमुक्तौ पराभिमतौ सभेदौ सोत्पत्तिक्रमौ च सम्प्रज्ञातासम्प्रज्ञाताख्यौ योगभेदौ, अथानयोर्यथासम्भवमवतारमाह
ઉપર જણાવ્યા મુજબ પાતંજલદર્શનાભિમત પ્રકારો અને ઉત્પત્તિના ક્રમ સાથે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત નામના યોગવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેનો યથાસંભવ (સંગત બને તે રીતે) સ્વમતમાં જે રીતે જયાં અવતરણ થાય છે - તે વર્ણવાય છે–
सम्प्रज्ञातोऽवतरति, ध्यानभेदेऽत्र तत्त्वतः । तात्त्विकी च समापत्ति, त्मिनो भाव्यतां विना ॥२०-१५॥
सम्प्रज्ञात इति-अत्र सम्प्रज्ञातासम्प्रज्ञातयोर्योगभेदयोर्मध्ये सम्प्रज्ञातस्तत्त्वतो ध्यानभेदेऽवतरति, स्थिराध्यवसानरूपत्वाद्, अध्यात्मादिकमारभ्य ध्यानपर्यन्तं यथाप्रकर्षं सम्प्रज्ञातो विश्राम्यतीत्यर्थः । यदाह योगबिन्दुकृत्-“समाधिरेष एवान्यैः सम्प्रज्ञातोऽभिधीयते । सम्यक्प्रकर्षरूपेण वृत्त्यर्थज्ञानतस्तथा ।।१।। इति” । एष एवाध्यात्मादियोगः तात्त्विकी निरुपचरिता च समापत्तिरात्मनो भाव्यतां भावनाविषयतां विना न घटते शुद्धस्याभाव्यत्वे विशिष्टस्यापि तत्त्वायोगाद् विशेषणसम्बन्धं विना वैशिष्ट्यस्यापि दुर्वचत्वाच्चेति । तथा च गृहीतृसमापत्तिर्वाङ्मात्रमेवेति भावः ।।२०-१५।।
- “વાસ્તવિક રીતે સંપ્રજ્ઞાતયોગ ધ્યાનમાં અવતરે છે. તાત્ત્વિક સમાપત્તિ તો આત્માને ભાવ્ય માન્યા વિના ઘટતી નથી.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત આ બે પ્રકારના યોગમાંથી સંપ્રજ્ઞાતયોગનો અવતાર(સમાવેશ) ધ્યાનસ્વરૂપ યોગભેદમાં થઈ શકે છે. કારણ કે તે સ્થિર અધ્યવસાયસ્વરૂપ છે. અધ્યાત્મ ભાવના ધ્યાન સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારનો યોગ છે. એમાંના અધ્યાત્મ ભાવના અને ધ્યાન: આ ત્રણ ભેદમાં યથાસંભવ સંપ્રજ્ઞાતયોગનો અવતાર થાય છે. સમતા અને વૃત્તિસંક્ષય: આ છેલ્લા બે યોગમાં સંપ્રજ્ઞાત-સમાધિનો અવતાર થતો નથી-એ તાત્પર્ય છે.
“યોગબિંદુમાં (શ્લો.નં. ૪૧૯) આ અંગે ફરમાવ્યું છે કે - “મનુષ્ય નારક વગેરે આત્મપર્યાયસ્વરૂપ વૃત્તિઓ અને દીપ પર્વત સમુદ્ર વગેરે સ્વરૂપ અર્થને તે તે સ્વરૂપે- યથાર્થપણે નિશ્ચય કરવા વડે માનવાથી આ અધ્યાત્માદિ યોગને બીજા દર્શનકારોએ સંપ્રજ્ઞાતયોગ તરીકે વર્ણવ્યો છે. તાત્ત્વિક-ઉપચાર વિનાની સમાપત્તિ તો આત્માને ભાવનાનો વિષય બનાવ્યા વિના ઘટી શકે એમ નથી. યદ્યપિ શુદ્ધ એવા આત્માનું ધ્યાન ન હોવા છતાં અહંકારોપાધિવિશિષ્ટ આત્માનું ધ્યાન સાંખ્યોએ માન્યું છે. પરંતુ શુદ્ધનું ભાવ્યત્વ(ભાવનાવિષયત્વ) શક્ય ન હોય તો તાદશ
એક પરિશીલન
૧૪૯