________________
પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક રીતે યોગના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવવા માટે આ બત્રીશીમાં એ રીતે જ યોગવિવેકનું નિરૂપણ કરાયું છે.
એ યોગવિવેકના જ્ઞાનથી આત્માનાં પાપો ક્ષીણ થાય છે. આવી હીનકલ્મષ અવસ્થામાં પોતાની શક્તિ અનુસાર અર્થાત્ પોતાની શક્તિને ગોપવ્યા વિના જો યોગની સાધનામાં પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ જ આત્મા પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. શ્લોકમાં યતમાનો યથાશત્તિ – આ ત્રીજું પદ છે, જે મુમુક્ષુજનોએ નિરંતર યાદ કરવું જોઇએ. યોગની સાધનામાં યથાશક્તિ પ્રયત્ન હોય તો મોક્ષની પ્રાપ્તિમાં કોઇ અવરોધ નથી. અર્થ અને કામની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન થાય છે તેનો જેને ખ્યાલ છે, એવા આત્માઓને યથાશક્તિ યત્નનો અર્થ સમજાવવાની આવશ્યકતા નથી. આપણી પાસે જેટલી શક્તિ છે એટલી બધી જ શક્તિનો ઉપયોગ કરી યોગની સાધનામાં પ્રયત્ન કરવા સ્વરૂપ જ અહીં યથાશક્તિ યતમાન અવસ્થા છે. અંતે એવી અવસ્થાને પામવા દ્વારા ગ્રંથમાં જણાવ્યા મુજબ આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૧૯-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगविवेकद्वात्रिंशिका ॥
૧૩૨
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
યોગવિવેક બત્રીશી