________________
આવા વાદ અને પ્રતિવાદને નિશ્ચિતરૂપે બોલનારા અર્થાત્ એ વખતે કોઈ પણ હેત્વાભાસ સ્વરૂપ દોષ આવી ન જાય એ રીતે દોષના નિવાસપૂર્વક બોલનારા એવા વાદી અને પ્રતિવાદીઓ તેમ જ મુમુક્ષુઓ પણ પોતપોતાના તે તે શાસ્ત્રને અનુસરીને બોલતા હોવા છતાં સુપ્રસિદ્ધ આત્માદિ તત્ત્વને જાણી શકતા નથી. આસપાસ જુએ નહિ – એ આશયથી જેની આંખો ઉપર નિયંત્રણ કરાયું છે એવા બળદ વગેરે ઘાણીમાં જોડાઈને નિત્ય ફરતા હોવા છતાં જેમ ત્યાંને ત્યાં જ હોય છે. આંખો ઉપર આવરણ હોવાથી નિત્ય ફરવા છતાં તે કેટલું ચાલ્યો એને જાણી શકતો નથી. બસ! આવી રીતે આ વાદી પ્રતિવાદીઓ વગેરે પોતપોતાના પક્ષમાં અભિનિવેશથી અંધ બનેલા વિચિત્ર બોલનારા પણ; સામી વ્યક્તિ દ્વારા જેનું સમર્થન કરાય છે એવા તત્ત્વનો સ્વીકાર કરતા નથી.
અસિદ્ધ અનૈકાંતિક અને વિરુદ્ધ... વગેરે હેત્વાભાસ છે, જે હેતુ જેવા જણાય છે. જેમાં સાધ્ય સિદ્ધ કરાય છે, તેને પક્ષ કહેવાય છે. જે સિદ્ધ કરાય છે તે સાધ્ય છે. જેના કારણે સિદ્ધ થાય છે તે હેતુ છે અને જે દુષ્ટ હેતુ છે તે હેત્વાભાસ છે. પર્વત અગ્નિવાળો છે. કારણ કે ત્યાં ધુમાડો છે. અહીં પર્વત પક્ષ છે, અગ્નિ સાધ્ય છે અને ધુમાડો હેતુ છે. જે પક્ષમાં હોતો નથી; એવા દુષ્ટ હેતુને અસિદ્ધ કહેવાય છે. જેમ જલ અગ્નિવાળું છે, કારણ કે ત્યાં ધુમાડો છે. અહીં ધુમાડો અસિદ્ધ છે. જે પક્ષ અને વિપક્ષ(સાધ્યાભાવવાળો) બંન્નેમાં હોય છે તે હેતુ અનૈકાંતિક છે. જેમ પર્વતમાં ધુમાડો છે; કારણ કે ત્યાં અગ્નિ છે. અહીં અગ્નિ હેતુ અનૈકાંતિક છે, કારણ કે તે પર્વત અને તપેલું લોઢું બંન્નેમાં છે.. ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું. અહીં તો સામાન્યથી જ જણાવ્યું છે. ૨૩-પા. કુતર્કમાં અભિનિવેશ યુક્ત નથી એ જ જણાવાય છે
विकल्पकल्पनाशिल्पं, प्रायोऽविद्याविनिर्मितम् ।
તથ્યોનનામયશાત્ર, ગુરુતઃ મિનેન તત્ રરૂ-દા विकल्पेति-विकल्पाः शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूपं शिल्पं। प्रायो बाहुल्येन । अविद्याविनिर्मितं ज्ञानावरणीयादिकर्मसम्पर्कजनितं । तद्योजनामयस्तदेकधारात्मा चात्र कुतर्कः । तत् किमनेन मुमुक्षूणां दुष्टकारणप्रभवस्य सत्कार्याहेतुत्वात् ।।२३-६।।
“પ્રાયઃ વિકલ્પોની કલ્પનાનું શિલ્પ અવિઘાથી વિનિર્મિત હોય છે અને વિકલ્પોની કલ્પનાની યોજનામાં તત્પર કુતર્ક હોય છે. તેથી અહીં યોગમાર્ગની સાધનામાં તેનાથી સર્યું.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વિકલ્પો બે પ્રકારના છે. શબ્દવિકલ્પો અને અર્થવિકલ્પો. શબ્દની અને અર્થની મુખ્યતાએ જયારે તેના સ્વરૂપની શૂન્યતા પ્રતીત થાય છે; ત્યારે ત્યાં અનુક્રમે શબ્દવિકલ્પ અને અર્થવિકલ્પ હોય છે. સામાન્ય રીતે આ વંધ્યાનો પુત્ર
૨૪૨
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી