SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગનું સ્વરૂપ શાસ્ત્રાતીત છે. તેનું વર્ણન જો શાસ્ત્રો કરે તો ઉપર જણાવ્યા મુજબ તે તે શાસ્ત્રના શ્રવણકાળમાં શ્રોતાઓને મોક્ષની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. “એ પ્રસંગ ઈષ્ટ જ છે' - એમ કહી શકાય એવું નથી. કારણ કે એમ બનતું નથી. તેથી સામર્થ્યયોગને શાસ્ત્રથી ગમ્ય માનતા નથી, પરંતુ પ્રાતિજ્ઞાનથી ગમ્ય મનાય છે. | સર્વજ્ઞપણાનો કારણભૂત એ યોગ માર્ગાનુસારી પ્રકૃષ્ટ વિચારનો જ વિષય છે, વાણીનો તે વિષય નથી. કારણ કે ક્ષપકશ્રેણીના કાળમાં થનાર ધર્મવ્યાપાર માત્ર સ્વાનુભવથી જ વેદ્ય (ગમ્યો છે. પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીના કાળમાં હોવાથી તે શાસ્ત્રથી ગમ્ય નથી. પરંતુ સ્વાનુભવ(પ્રાતિજજ્ઞાનાત્મક અનુભવ)થી ગમ્ય બને છે. યદ્યપિ પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રથી ગમ્ય નથીઃ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે પ્રાતિજજ્ઞાન પણ શ્રુતજ્ઞાનવિશેષ સ્વરૂપ છે. અન્યથા એને શ્રુતજ્ઞાનથી અતિરિક્ત માનવામાં આવે તો છઠું જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે. અર્થાત્ જ્ઞાન પાંચ છે એ વાક્યનો વિરોધ આવશે. તેથી સામર્થ્યયોગમાં શાસ્ત્રાતિક્રાંતિવિષયત્વ છે. શાસ્ત્રમાં સર્વ પ્રકારે તેનું વર્ણન નથી.) – એ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. પરંતુ પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોવાથી તેનાથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાંતગોચર છે – એમ કહેવામાં કોઈ દોષ નથી. “પ્રાતિજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોય તો છઠ્ઠા જ્ઞાનને માનવાનો પ્રસંગ આવશે.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તે પ્રાતિજજ્ઞાન કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યની પૂર્વકાળમાં થતું હોવાથી અરુણોદય (લાલ આભા) જેવું છે. અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનની વચ્ચે થનારું એ જ્ઞાન હોવાથી તેનો સમાવેશ ઉભયમાં શક્ય છે. ./૧૯-છા एतदेव भावयतिઅરુણોદય જેવું પ્રાતિજજ્ઞાન છઠું જ્ઞાન નથી – એ સ્પષ્ટ કરાય છે– रात्रेर्दिनादपि पृथग, यथा नो वारुणोदयः । श्रुताच्च केवलज्ञानात्, तथेदमपि भाव्यताम् ॥१९-८॥ रात्रेरिति-यथाऽरुणोदयो रात्रेर्दिनादपि पृथग् नो वाऽपृथगित्यर्थः । न पुनरत्रैकरूप्यं विवेचयितुं शक्यते, पूर्वापरत्वाविशेषेणोभयभागसम्भवात् । श्रुतात् केवलज्ञानाच्च तथेदमपि प्रातिभं ज्ञानं भाव्यता, तत्काल एव तथाविधक्षयोपशमभाविनस्तस्य श्रुतत्वेन तत्त्वतोऽसंव्यवहार्यतया श्रुतादशेषद्रव्यपर्यायाविषयत्वेन क्षायोपशमिकत्वेन च केवलज्ञानाद्विभिन्नत्वात् केवलश्रुतपूर्वापरकोटिव्यवस्थितत्वेन तद्धेतुकार्यतया च ताभ्यामभिन्नत्वात् ।।१९-८।।। જેમ અરુણોદય રાત્રિ અને દિવસથી પૃથ(અતિરિક્ત) અથવા અપૃથ(અનતિરિક્ત) નથી, તેમ કેવલજ્ઞાનથી કે શ્રુતજ્ઞાનથી આ પ્રાતિજજ્ઞાન પૃથ કે અપૃથર્ નથી – એ વિચારવું ૧૧૦ યોગવિવેક બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy