________________
સિદ્ધિ થતી નથી. શ્લોકમાં “દિતીય' પદનું ઉપાદાન કર્યું ન હોત તો સામાન્યથી અપૂર્વકરણમાત્રમાં તાત્ત્વિક સામર્થ્યયોગની સિદ્ધિ માનવાનો પ્રસંગ આવત.
યદ્યપિ પ્રથમ અપૂર્વકરણમાં તેવા પ્રકારના સામર્થ્યયોગની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને અપૂર્વકરણ કહેવું ના જોઇએ. પરંતુ અનાદિકાળથી પ્રાપ્ત નહીં થયેલા એવા ગ્રંથિભેદ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે અપૂર્વફળને આશ્રયીને તે પ્રમાણે ત્યાં અપૂર્વકરણના નિરૂપણમાં કહેવામાં આવ્યું છે. પ્રથમ અપૂર્વકરણ પ્રધાન છે. બીજું અપૂર્વકરણ પ્રધાનતમ છે. તેથી તે મુજબ તે બંન્નેનો ઉપન્યાસ કર્યો છે. પશ્ચાનુપૂર્વીએ તે ચારુ અર્થાત્ સુંદર છે. દ્વિતીય અપૂર્વકરણ સુંદર છે. એની અપેક્ષાએ પ્રથમ અપૂર્વકરણ ઓછું સુંદર છે - એ પ્રમાણે આગમના જાણકારો જણાવે છે.
તેથી સ્પષ્ટ છે કે, તેવા પ્રકારની અંતઃકોટાકોટિ સાગરોપમની આસપાસની કર્મસ્થિતિનું સંખ્યાત સાગરોપમ પ્રમાણ અતિક્રમ થયે છતે પ્રાપ્ત થનારા બીજા આ અપૂર્વકરણમાં પ્રથમ ધર્મસંન્યાસસ્વરૂપ યોગ તાત્ત્વિક રીતે પ્રાપ્ત થાય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે જે કર્મસ્થિતિ હોય છે, તે સ્થિતિ સંખ્યાત સાગરોપમ જેટલી ઓછી થાય ત્યારે આ બીજું અપૂર્વકરણ હોય છે અને તેમાં પ્રથમ ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ તાત્વિક હોય છે. કારણ કે એ સમયે ક્ષપકશ્રેણીનો આરંભ કરનાર યોગીને ક્ષયોપશમભાવના ક્ષમા વગેરે ધર્મોની નિવૃત્તિ થાય છે.
અતાત્ત્વિક(અપારમાર્થિક) એવો ધર્મસંન્યાસયોગ તો પ્રવ્રયાકાળમાં પણ હોય છે. કારણ કે તે સમયે પ્રવૃત્તિસ્વરૂપ (સાવઘપ્રવૃત્તિસ્વરૂપ) ધર્મોનો સંન્યાસ હોય છે. પ્રવ્રયા દરમ્યાન પૂજા દાનાદિ ધર્મોનો ત્યાગ કરવાનો હોય છે. તેથી પ્રવ્રજયા જ્ઞાનયોગની પ્રતિપત્તિ (સ્વીકાર) સ્વરૂપ છે. ચતુર્થગુણસ્થાનકાદિ માટે વિહિત પણ એવી પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મોનો, છઠ્ઠા ગુણસ્થાનકાદિ માટે તે નિષિદ્ધ હોવાથી ત્યાગ કરવો પડે છે. આથી જ એ પ્રવ્રયાનો અધિકારી ભવવિરક્ત મનાય છે. રાગ, પ્રવૃત્તિનું કારણ છે અને વૈરાગ્ય નિવૃત્તિનું કારણ છે. નિવૃત્તિ વખતે પ્રવૃત્તિસ્વરૂપ ધર્મોનો ત્યાગ હોય જ એ સમજી શકાય છે.
પ્રવ્રજ્યાના અધિકારી તરીકે ભવવિરક્તનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે – આર્યદેશમાં જન્મેલા, વિશિષ્ટ જાતિ અને કુળવાળા, લગભગ ક્ષીણ થયેલા કર્મમલવાળા, નિર્મળબુદ્ધિવાળા, “મનુષ્યપણું દુર્લભ છે, જન્મ-મરણનું કારણ છે, પુણ્યથી પ્રાપ્ત સંપત્તિ ચંચળ છે, વિષયો દુઃખના કારણ છે, સંયોગના અંતે વિયોગ છે, પ્રત્યેક ક્ષણે મરણ છે (આયુષ્ય ક્ષીણ થાય છે), ભવાંતરમાં ભયંકર વિપાક છે.” - આ પ્રમાણે સંસારની નિર્ગુણતાના જ્ઞાનવાળા, તેથી જ તેનાથી વિરક્ત થયેલા, અત્યંતમંદ કષાયવાળા, અલ્પ(નહિવત) હાસ્ય રતિ વગેરે નોકષાયવાળા, કૃતજ્ઞ, વિનયવાળા, દીક્ષા લેવાની ભાવના પૂર્વે પણ રાજા મંત્રી વગેરેથી માન્ય બનેલા, ગુવદિકનો દ્રોહ નહીં કરનારા, અક્ષત અંગવાળા, શ્રદ્ધાવંત અને સામેથી પોતાની મેળે દીક્ષા લેવા માટે આવેલા જીવો પ્રવ્રજ્યાના અધિકારી છે. જે જીવો એવા નથી, તેઓ જ્ઞાનયોગની આરાધના
એક પરિશીલન
૧૧૫