________________
કરી શકતા નથી અને જે જીવો આવા છે તેઓ જ્ઞાનયોગની આરાધના કરતા નથી એવું નથી અર્થાતુ કરતા હોય છે. આગમ શ્રી સર્વજ્ઞભગવંતોના વચન સ્વરૂપ છે. તેથી ત્યાં આ વાત જણાવી નથી – એવું નથી.
કેવલજ્ઞાન વડે, અચિંત્યવીર્યના કારણે ભવોપગ્રાહી કમ તત્કાલમાં ક્ષય પામે તે રીતે વ્યવસ્થિત કરી તે કર્મોનો ક્ષય કરવાના વ્યાપારને(આત્માના પ્રયત્નવિશેષને) આયોજયકરણ કહેવાય છે. તેનું ફળ શૈલેશી-અવસ્થા છે. આયોજયકરણ પછી યોગસંન્યાસસ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે તેના જાણકારો કહે છે. શૈલેશી અવસ્થામાં કાયા, વચન અને મનના યોગોનો સંન્યાસ થવાથી અયોગ નામના સર્વસંન્યાસ સ્વરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૧૯-૧૨ા. યોગસામાન્યના ભેદ જણાવાય છે
तात्त्विकोऽतात्त्विकश्चेति, सामान्येन द्विधाप्ययम् ।
तात्त्विको वास्तवोऽन्यस्तु, तदाभासः प्रकीर्तितः ।।१९-१३॥ तात्त्विक इति-सामान्येन विशेषभेदानुपग्रहेण तात्त्विकोऽतात्त्विकश्चेति द्विधाप्ययं योग इष्यते । तात्त्विको वास्तवः केनापि नयेन मोक्षयोजनफल इत्यर्थः । अन्योऽतात्त्विकस्तु तदाभास उक्तलक्षणविरहितोऽपि योगोचितवेषादिना योगवदाभासमानः प्रकीर्तितः ।।१९-१३।।
“સામાન્યથી આ યોગ તાત્ત્વિક અને અતાત્ત્વિક : એમ બે પ્રકારે પણ મનાય છે. તાત્ત્વિક્યોગ વાસ્તવિક હોય છે અને અતાત્ત્વિકયોગ તો યોગાભાસસ્વરૂપ કહેવાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી એટલે કે યોગના અધ્યાત્માદિ વિશેષભેદોની વિવક્ષા ન કરીએ તો યોગસામાન્યના તાત્ત્વિક અને અતાત્ત્વિક : આવા બે ભેદ છે. અર્થાત્ તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદથી યોગ બે પ્રકારનો પણ મનાય છે.
તાત્ત્વિકક્યોગ કોઇ પણ નયને આશ્રયીને સાક્ષાત્ કે પરંપરાએ આત્માને મોક્ષની સાથે જોડી આપવા સ્વરૂપ ફળવાળો હોવાથી તે વાસ્તવિક છે. પરંતુ તાત્ત્વિક્યોગને છોડીને જે બીજો અતાત્ત્વિયોગ છે, તે કોઈ પણ નયની અપેક્ષાએ મોક્ષની સાથે આત્માને જોડી આપનારો ન હોવાથી વાસ્તવિક નથી. યોગને ઉચિત વેષાદિના કારણે યોગની જેમ પ્રતીત થતો હોવાથી તે યોગાભ્યાસ, યોગ તરીકે વર્ણવાય છે, પરમાર્થથી તો તે યોગ નથી. ll૧૯-૧all તાત્ત્વિક્યોગ કોને હોય છે, તે જણાવાય છે–
अपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्त्विकः । અધ્યાત્મમાવનારૂપો, નિશયનોત્તરસ્ય તું /૧૬-૧૪||
૧૧૬
યોગવિવેક બત્રીશી