________________
વિચાર કરી આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવા પ્રયત્નશીલ બની રહીએ – એ એકમાત્ર આશયથી અહીં તાત્ત્વિક સમાપત્તિનું નિરૂપણ છે. ૨૦-૧૬ll.
जीवात्मनि परमात्मनः सत्त्वोपपत्त्यर्थमात्मत्रयं सन्निहितमुपदर्शयति
જીવાત્મામાં પરમાત્માની સમાપત્તિની ઉપપત્તિ (પ્રાપ્તિ) માટે ત્રણ આત્માનું સાંનિધ્ય જણાવાય છે
बाहात्मा चान्तरात्मा च, परमात्मेति च त्रयः ।
कायाधिष्ठायकध्येयाः, प्रसिद्धा योगवाङ्मये ॥२०-१७॥ बाह्यात्मा चेति-कायः स्वात्मधिया प्रतीयमानोऽहं स्थूलोऽहं कृश इत्याद्युल्लेखेनाधिष्ठायकः कायचेष्टाजनकप्रयलवान् ध्येयश्च ध्यानभाव्य एते त्रयो बाह्यात्मा चान्तरात्मा च परमात्मा चेति योगवाङ्मये योगशास्त्रे प्रसिद्धाः । एतेषां च स्वेतरभेदप्रतियोगित्वध्यातृत्वध्येयत्वैानोपयोगस्तात्त्विकातात्त्विकैकत्वपरिणामतश्च सन्निधानमतात्त्विकपरिणामनिवृत्तौ तात्त्विकपरिणामोपलम्भश्च समापत्तिरिति ध्येयम् ।।२०-१७।।
કાયસ્વરૂપ, તેના અધિષ્ઠાયક સ્વરૂપ અને ધ્યેયસ્વરૂપ; અનુક્રમે બાહ્યાત્મા અંતરાત્મા અને પરમાત્મા : આ ત્રણ આત્મા યોગવાયમાં પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. પોતાના આત્માની બુદ્ધિએ જ્યારે પોતાના શરીરમાં આત્માની પ્રતીતિ થાય છે, ત્યારે કાય-શરીર સ્વરૂપ બાહ્યાત્મા મનાય છે. પૂતોડ અને શોડન ઈત્યાદિ પ્રતીતિ બાહ્યાત્માની છે. સ્થૂલત્વાદિ ધર્માશ્રયથી અભિન્ન એવા આત્માની અહીં પ્રતીતિ થાય છે. સ્કૂલત્વાદિ ધર્મો શરીરના છે અને તેનો પદથી (આત્મવાચક પદથી) ઉલ્લેખ છે. આ રીતે શરીરસ્વરૂપ બાહ્યાત્માની પ્રસિદ્ધિ છે.
કાયાની ચેષ્ટાને ઉત્પન્ન કરનાર પ્રયત્નનો જે આશ્રય છે; તે કાયામાં રહેલો અંતરાત્મા છે. હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહારઃ તેને અનુકૂળ જે ક્રિયા છે તેને ચેષ્ટા કહેવાય છે. એ ચેષ્ટાસ્વરૂપ ક્રિયાવિશેષનો જનક પ્રયત્ન છે. તાદશ પ્રયત્નનો આશ્રય જે છે તે અંતરાત્મા છે અને તે કાયામાં અધિષ્ઠિત છે.
ધ્યેય અર્થાતુ ધ્યાનના ભાવ્ય(ભાવવાયોગ્ય-વિષય)ભૂત આત્મા પરમાત્મા છે. બાહ્યાત્માદિ ત્રણ આત્મા આ રીતે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્વરભેદપ્રતિયોગિત, ધ્યાતૃત્વ અને ધ્યેયત્વ સ્વરૂપે ધ્યાન કરાતું હોવાથી તે ત્રણનો ધ્યાનમાં ઉપયોગ છે. જીવ; પોતાથી ઇતર શરીરાદિથી ભિન્ન છે. શરીરાદિનો ભેદ જીવમાં છે. શરીરાદિ ભેદના પ્રતિયોગી (જનો ભેદ હોય તે ભેદના પ્રતિયોગી) છે અને તે ભેદનું પ્રતિયોગિત્વ શરીરાદિમાં છે. તે સ્વરૂપે શરીરાદિ ધ્યાનના ભાવ્યા બને છે. અનાદિકાળથી શરીરમાં જીવ અધિષ્ઠિત હોવાથી એ નિરંતર સહવાસથી જીવનું આત્મત્વ શરીરમાં (બાહ્યાત્મામાં) પ્રતીત થતું આવેલું પરંતુ એ અતાત્ત્વિક પરિણામ છે. જીવનું જીવત્વ
એક પરિશીલન
૧૫૧