________________
(આત્મત્વ) તાત્ત્વિક છે. કારણ કે ધ્યાતા એવા જીવમાં (અંતરંગ આત્મામાં) આત્મત્વ વાસ્તવિક છે. જીવનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ એક જ છે. આ રીતે ધ્યાનમાં અતાત્ત્વિક, તાત્ત્વિક અને એકત્વ(એકસ્વરૂપત્ન) પરિણામને લઇને અનુક્રમે ત્રણેય આત્માનું સંવિધાન સમાપત્તિસ્વરૂપ ધ્યાનમાં હોય છે. અતાત્ત્વિક પરિણામની નિવૃત્તિ માટે તેનો (અતાત્ત્વિક પરિણામનો) વિચાર કરવો પડે છે. અતાત્વિક પરિણામની નિવૃત્તિ થયે છતે તાત્ત્વિક પરિણામનો ઉપલંભ-સાક્ષાત્કાર થાય છે અને એ જ સમાપત્તિ છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. /૨૦-૧૭
બીજાઓના મતે બાહ્યાત્માદિ ત્રણ આત્માનું સ્વરૂપ જણાવાય છે–
अन्ये मिथ्यात्वसम्यक्त्वकेवलज्ञानभागिनः । मिश्रे च क्षीणमोहे च, विश्रान्तास्ते त्वयोगिनि ॥२०-१८॥
अन्य इति-अन्ये पुनराहुः-मिथ्यात्वसम्यक्त्वकेवलज्ञानभागिनो बाह्यात्मान्तरात्मपरमात्मानः । ते तु मिश्रे च क्षीणमोहे चायोगिनि च गुणस्थाने क्रमेण विश्रान्ताः । तत्र च बाह्यात्मतादशायामन्तरात्मपरमात्मनोः शक्तिस्तदेकद्रव्यत्वाद्, अन्तरात्मदशायां च परमात्मनः शक्ति र्बाह्यात्मनस्तु भूतपूर्वनयेन योगः, परमात्मतादशायां च बाह्यात्मान्तरात्मनोईयोरपि भूतपूर्वनयेनैव योग इति वदन्ति । तत्त्वमत्रत्यमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितमस्माभिः ।।२०-१८॥
મિથ્યાત્વી, સમ્યકત્વવંત અને કેવલજ્ઞાની અનુક્રમે મિશ્રગુણસ્થાનક સુધીના, ત્યાર બાદ ક્ષીણમોહગુણસ્થાનક સુધીના અને ત્યાર બાદ અયોગગુણસ્થાનક સુધીના આત્માઓ ક્રમશઃ બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા સ્વરૂપ છે – એમ બીજા કહે છે.” - આ પ્રમાણે અઢારમા
શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્યથી જે આત્માઓ મિથ્યાત્વી છે અને સમ્યકત્વવંત નથી એવા આત્માઓને અહીં બાહ્યાત્મા તરીકે વર્ણવ્યા છે, જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગુણસ્થાનક સુધી હોય છે. જે આત્માઓ સમ્યકત્વવંત છે અને કેવલજ્ઞાન પામ્યા નથી એવા આત્માઓને અહીં અંતરાત્મા તરીકે વર્ણવ્યા છે; જે ચોથાગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. કેવલજ્ઞાનને વરેલા આત્માઓ પરમાત્મા છે; જે છેલ્લાં બે ગુણસ્થાનક સુધી છે. - આ ત્રણ પ્રકારની આત્માની દશાઓમાં જ્યારે બાહ્યાત્મદશા ચાલતી હોય છે ત્યારે અંતરાત્મા અને પરમાત્માની શક્તિ હોય છે. કારણ કે તે ત્રણેય દશાઓ એક જ દ્રવ્યને (એકાત્મદ્રવ્યને) આશ્રયીને છે. અંતરાત્મદશા જ્યારે ચાલતી હોય છે ત્યારે પરમાત્માની શક્તિ હોય છે અને બાહ્યાત્માનું અસ્તિત્વ ભૂતપૂર્વનયથી હોય છે. વસ્તુ વર્તમાનમાં ન હોય પરંતુ તે ભૂતકાળમાં હતી, તેનો ઉપચાર વર્તમાનમાં ભૂતપૂર્વનયથી કરાય છે. પરમાત્મદશા જયારે હોય ત્યારે તો બાહ્યાત્મા અને અંતરાત્મા એ બંન્નેનો યોગ ભૂતપૂર્વનયથી જ છે - આ પ્રમાણે બીજાઓ કહે છે. આ પૂર્વે સત્તરમા શ્લોકથી જણાવેલા ત્રણ આત્માઓ જુદા જુદા દ્રવ્યને આશ્રયીને
૧૫૨
યોગાવતાર બત્રીશી