________________
જણાવ્યા હતા અને આ શ્લોકથી એકાત્મદ્રવ્યને આશ્રયીને તે તે દશાની અપેક્ષાએ ત્રણ આત્માઓનું નિરૂપણ કર્યું છે. આ વિષયમાં વસ્તુતત્ત્વનું નિરૂપણ અધ્યાત્મમત પરીક્ષામાં ગ્રંથકારશ્રીએ કર્યું છે, તત્ત્વજિજ્ઞાસુએ તે ગ્રંથથી જાણી લેવું જોઇએ. /૨૦-૧૮
પરમાત્મસમાપત્તિની જેમ વિષય(ભાવ્ય બાહ્યવિષય)સમાપત્તિ પણ હોય છે - તે જણાવવાપૂર્વક તે બંન્નેની તાત્ત્વિકતાદિ જણાવાય છે
विषयस्य समापत्तिरुत्पत्तिर्भावसज्ञिनः ।
आत्मनस्तु समापत्तिर्भावो द्रव्यस्य तात्त्विकः ॥२०-१९॥ विषयस्येति-विषयस्यात्मातिरिक्तस्य भाव्यस्य समापत्तिर्भावसज्ञिनो भावाभिधानस्योत्पत्तिरुच्यते । वदन्ति हि नयदक्षाः-“अग्न्युपयुक्तो माणवकोऽप्यग्निरेवेति” । शब्दार्थप्रत्ययानां तुल्याभिधानत्वान्नत्वर्थज्ञानयोः कश्चनैकवृत्त्यारूढतया एकत्वपरिणामः सम्भवति, चेतनत्वाचेतनत्वयोर्विरोधादिति भावः । आत्मनस्तु समापत्तिव्यस्य परमात्मदलस्य तात्त्विकः सहजशुद्धो भावः परिणामः ।।२०-१९॥
વિષયાત્મક ભાવનામવાળાની ઉત્પત્તિ સ્વરૂપ વિષયની સમાપત્તિ કહેવાય છે અને આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના પરિણામને કહેવાય છે - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ભાવ્ય એવા પદાર્થના તે તે સ્વરૂપની આત્માને જે પ્રાપ્તિ થાય છે તેને સમાપત્તિ કહેવાય છે. આત્મા અને આત્માતિરિક્ત વિષયો એ બે ભાવ્ય છે. આત્માતિરિક્ત વિષયોની જયારે ભાવના પ્રવર્તે છે, ત્યારે આત્મા તે વિષયાકાર પરિણામવાળો થાય છે. અર્થાત્ તે વિષયના ઉપયોગવાળો બને છે. અને તસ્વરૂપ તે ઉપયોગને લઇને તે ભાવના નામને આત્મા ધારણ કરે છે, જેથી ભાવ્યની સંજ્ઞા અને આત્માની સંજ્ઞા બંન્ને એક થાય છે. આને વિષયસમાપત્તિ કહેવાય છે. | નયના નિપુણો પણ આ વાતને જણાવતાં કહે છે કે “અગ્નિના ઉપયોગવાળો માણવક (નાનો છોકરો, તે નામનો માણસ) પણ અગ્નિ કહેવાય છે.” શબ્દ(ઘટાદિ), અર્થઘટાદિ) અને પ્રત્યય(વટાદિજ્ઞાન) : આ ત્રણેય સમાન(એક) અભિધાન(સંજ્ઞા, નામ) વાળા છે. અર્થ અને જ્ઞાન : એ બેમાં એકરૂપતાત્મક પરિણામ થવાનો સંભવ નથી. કારણ કે ચેતનત્વ અને અચેતનત્વનો વિરોધ છે. એક અભિધાન હોવાથી એક શબ્દથી એ બંન્નેનો ઉલ્લેખ થવાથી એ બંન્ને એકરૂપ થાય એવો સંભવ નથી. આથી સમજી શકાશે કે વિષયની સમાપત્તિ ઉપયોગને લઈને છે. પરંતુ વિષયના સ્વરૂપની પ્રાપ્તિના કારણે નથી. આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના સહજ શુદ્ધ(સ્વભાવથી જ નિર્મળ) તાત્ત્વિક પરિણામ સ્વરૂપ છે. આત્માના સહજ શુદ્ધ પરિણામની પ્રાપ્તિ પરમાત્મસમાપત્તિથી થાય છે, જે ઔપચારિક નથી પરંતુ તાવિક છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૦-૧૯ાા.
એક પરિશીલન
૧૫૩