________________
“યોગમાર્ગમાં પ્રવૃત્ત ન થનારનો જ તે કુલમ ઉદ્વેગ છે. તેથી યોગદ્વેષથી થનારી યોગક્રિયા રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે, જેના ફળસ્વરૂપે યોગીઓના કુળમાં જન્મ બાધિત થાય છે. અર્થાત્ યોગીકુળમાં જન્મ પ્રાપ્ત થતો નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ક્રિયાના કારણે ઉત્પન્ન થયેલા ખેદના કારણે ભવિષ્યમાં યોગની પ્રવૃત્તિ ન થાય ત્યારે ખેદ વખતનો જે કુલમ છે, તે યોગમાં અપ્રવૃત્ત આત્માનો છે – તેને જ ઉગ કહેવાય છે. ખેદ વખતે પ્રવૃત્તિ હોય છે અને ઉગ વખતે વાસ્તવિક રીતે પ્રવૃત્તિ હોતી નથી.
ઉદ્વેગ નામનો દોષ હોતે છતે યોગ પ્રત્યે દ્વેષ હોવાથી ગુવદિકના અનુરોધે જ્યારે પણ યોગની ક્રિયા થાય ત્યારે તે યોગના અનાદરથી પરવશતાએ થયેલી તે તે યોગની ક્રિયા, રાજાની વેઠ ઉતાર્યા જેવી બને છે. રાજા દ્વારા નિયુક્ત અનુષ્ઠાન કરતી વખતે જેમ ઉલ્લાસ ન હોવાથી ક્રિયામાં બહુ ભલીવાર આવતો નથી તેમ જ રાજાએ કહ્યું છે માટે કર્યા વિના ચાલે એવું નથી; આવી પરવશતાએ કરાતાં કાર્યમાં જેમ વેઠ ઉતારવાનું જ બનતું હોય છે તેમ ઉગના કારણે
જ્યાં પણ યોગની ક્રિયાઓ પરવશપણે કરવી પડે છે, ત્યાં વેઠ ઉતાર્યા જેવી જ ક્રિયાઓ થાય છે. તેથી રાષ્ટિના ક્રિયા - આ પ્રમાણે ઉચિત જ જણાવ્યું છે.
- આ રીતે ઉગદોષના કારણે થતી ક્રિયાથી યોગના અનાદરના કારણે ઉત્પન્ન થયેલા યોગદ્વેષને લઈને શ્રદ્ધાસંપન્ન યોગી જનોના કુળમાં જન્મનો પ્રતિબંધ થાય છે. કારણ કે અનાદરથી કરેલી યોગક્રિયા યોગી જનોના કુળમાં જન્મનો બાધ કરનારી છે - એવો નિયમ છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – “ઉદ્વેગ હોતે છતે યોગ પ્રત્યેના દ્વેષથી અનાદરપૂર્વક યોગની ક્રિયા કરવાનું, વેઠ ઉતારવા જેવું થાય છે. તેથી સારી રીતે યોગી જનોના કુળમાં તેના જન્મનો બાધ થાય છે. એમ યોગના જાણકારોનું માનવું છે.” |૧૮-૧૪ની ત્રીજા ભ્રમદોષનું વર્ણન કરાય છે–
भ्रमोऽन्तर्विप्लवस्तत्र, न कृताकृतवासना ।
तां विना योगकरणं, प्रस्तुतार्थविरोधकृत् ॥१८-१५॥ भ्रम इति-भ्रमोऽन्तर्विप्लवश्चित्तविपर्ययः, शुक्तिकायां रजतमिदमितिवदतस्मिंस्तद्ग्रह इतियावत् । तत्र तस्मिन् सति । कृताकृतवासना इदं मया कृतमिदं वा न कृतमित्येवंरूपा वासना न भवति । विभ्रमदोषेण सत्यसंस्कारनाशाद्विपरीतसंस्कारोत्पादाद्वा । तां कृताकृतवासनां विना योगकरणं प्रस्तुतार्थस्य योगसिद्धिलक्षणस्य विरोधकृत् । संस्काररहितयोगस्य तादृशयोग एव हेतुत्वादिति भावः । तदिदमुक्तं-“भ्रान्तो विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ।।१।। ।।१८-१५।।
ચિત્તના વિપર્યયને ભ્રમ કહેવાય છે. એ હોતે છતે યોગના વિષયમાં “આ મેં કર્યું અથવા આ મેં ન કર્યું ઇત્યાદિ સંસ્કાર પડતા નથી અને એ સંસ્કાર વિના કરાતી યોગની પ્રવૃત્તિ યોગની
८४
યોગભેદ બત્રીશી