________________
મોક્ષ માટે વિહિત કરાયેલી ક્રિયા કરતી વખતે જે કુલમ થાય છે તેને ખેદ કહેવાય છે. થાક, પરિશ્રમ, પ્રયાસ... વગેરેને કુલમ કહેવાય છે. કોઈ પણ કામ કરીએ તો પરિશ્રમ પડવાનો જ, પરંતુ પરિશ્રમ બે પ્રકારના હોય છે. એક પરિશ્રમ થયા પછી મનને આનંદપ્રદ થાય છે અને બીજો પરિશ્રમ (પ્રયાસ) માનસિક દુઃખના અનુબંધનું કારણ બને છે. જે ક્રિયા કર્યા પછી અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી હોય છે, ત્યારે તે ક્રિયાના કારણે થયેલો કૂલમ(પરિશ્રમ-પ્રયાસ); માનસિક દુઃખનો અનુબંધી થતો નથી. પરંતુ જયારે ક્રિયાથી અભીષ્ટની સિદ્ધિ થતી નથી, ત્યારે તે ક્રિયાજનિત કુલમ ખેદસ્વરૂપ મનાય છે. અર્થ-કામાદિની પ્રવૃત્તિમાં પરિશ્રમ થવા છતાં ખેદ થતો નથી અને ધર્માદિની પ્રવૃત્તિમાં અલ્પ પરિશ્રમ થવા છતાં ખેદ થાય છે – એ આપણા અનુભવની વાત છે. ધર્માદિની પ્રવૃત્તિથી નિર્જરા પ્રાપ્ત કરવાનો આશય સેવ્યો હોત તો ખેદ થાત નહિ. ધમદિની પ્રવૃત્તિથી સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ કરવાનો આશય હોય અને તેમ ન બને એટલે પરિશ્રમ, માનસિક દુઃખનો અનુબંધ કરે – એ સ્પષ્ટ છે. વર્ષોથી કરવા છતાં ખેદ ન થાય ને કોઈ વાર જ કરવા છતાં ખેદ થાય એમાં જે હેતુ છે તેનો વિચાર કરવાથી સમજી શકાશે કે ખેદનું મુખ્ય કારણ નિર્જરાના અર્થીપણાનો અભાવ છે.
આ ખેદને લઈને, પ્રણિધાનથી થનારી જે મન-વચન-કાયાની એકાગ્રતા સ્વરૂપ દઢતા છે તે ચિત્તમાં આવતી નથી. સામાન્ય રીતે ક્રિયાથી પ્રાપ્ત થનારા વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાના આશયથી વિહિત રીતે ક્રિયા કરવાના સંકલ્પને(અધ્યવસાયને) પ્રણિધાન કહેવાય છે. એ પ્રણિધાનથી ક્રિયામાં મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, તે દઢતા સ્વરૂપ છે. ચિત્તની દઢતા ફળની સિદ્ધિમાં મુખ્ય કારણ છે. ખેતીના કાર્યમાં ફળની નિષ્પત્તિ માટે જેમ પાણી મુખ્ય કારણ છે, તેમ અહીં યોગની સિદ્ધિમાં ચિત્તની દઢતા અસાધારણ કારણ છે, જે ખેદદોષના અભાવમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણને વિષે જણાવ્યું છે કે “ખેદ નામનો દોષ હોતે છતે ચિત્તની દઢતા ન હોવાથી સુંદર પ્રણિધાન હોતું નથી. ખેતીના કાર્યમાં પાણીની જેમ આ સુંદર એવું પ્રણિધાન યોગની સિદ્ધિમાં અસાધારણ કારણ જાણવું.” l/૧૮-૧all બીજા ઉગદોષનું નિરૂપણ કરાય છે–
स्थितस्यैव स उद्वेगो, योगद्वेषात् ततः क्रिया ।
राजविष्टिसमा जन्म, बाधते योगिनां कुले ॥१८-१४॥ स्थितस्यैवेति-स्थितस्यैवाप्रवृत्तस्यैव । स क्लम उद्वेग उच्यते । ततस्तस्मादनादरजनिताद् योगद्वेषात् । क्रिया पारवश्यादिनिमित्ता प्रवृत्तिः । राजविष्टिसमा नृपनियुक्तानुष्ठानतुल्या । योगिनां श्रीमतां श्राद्धानां कुले जन्म बाधते प्रतिबध्नाति । अनादरेण योगक्रियाया योगिकुलजन्मबाधकत्वनियमात् । तदुक्तम्“उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकमलमेतत्तद्विदामिष्टम् ।।१।। ।।१८-१४।। એક પરિશીલન
૮૩