________________
(ભવ્યત્વવિશેષ)ના પરિપાકથી અનાદિકાલીન મિથ્યાત્વની કટુતા દૂર થવાના કારણે સહેજ માધુર્ય આવે છે તેથી છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં જ શુદ્ધ એવા યોગબીજની પ્રાપ્તિ થાય છે.
એ યોગબીજોની શુદ્ધિ; આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા વગેરે સંજ્ઞાઓનો ઉદય ન હોવાથી આ લોકના કે પરલોકના ફળની અભિસંધિ(ઉત્કટ ઇચ્છા)ના અભાવના કારણે છે. એવી અભિસંધિના કારણે જો યોગનાં બીજોનું ગ્રહણ કરવામાં આવે તો તે યોગનાં બીજો સ્વયં પ્રતિબંધ(સુખનો રાગ વગેરે)ના સારવાળાં બને છે. પ્રતિબંધોથી ઉજ્જિત (રહિત) નથી રહેતાં. જે બીજો(યોગબીજો)ના કારણે વસ્તુતઃ પ્રતિબંધથી રહિત(સર્વથા મુક્ત) બનવાનું છે એ યોગબીજો પોતે જ રાગ વગેરે પ્રતિબંધથી સહિત હોય તો કેવી સ્થિતિ થાય - એ આપણને સમજી શકાય એવું છે. કારણ કે જે પાણીથી કપડાં ધોવાનાં છે, એ પાણી જ જો ગંદું હોય તો કપડાંનું શું થાય - એ આપણે બરાબર સમજી શકીએ છીએ. આથી જ આ પ્રતિબંધોથી ઉજિઝત યોગનાં બીજોનું ઉપાદાન ઉપાદેયબુદ્ધિથી અર્થાતુ એનાથી અન્યને દૂર કરી યોગબીજો પ્રત્યેના આદરપૂર્વક થાય છે. આ યોગબીજની આદરણીયતાબુદ્ધિના કારણે તે બીજો શુદ્ધ છે. આ વાતને જણાવતાં યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લોક નં. ૨૫) ફરમાવ્યું છે કે – “અત્યંત ઉપાદેયબુદ્ધિથી, આહારસંજ્ઞાદિ સર્વ સંજ્ઞાઓના ઉદયના અભાવથી યુક્ત અને ભવાંતર્ગત ફળની અભિસંધિથી રહિત એવું યોગબીજોનું આ ઉપાદાન સંશુદ્ધ છે. અર્થાત્ તેવા પ્રકારનાં તે તે કાલાદિ કારણોની પ્રાપ્તિ થયે છતે તથાસ્વભાવે જેમ ફળનો પાક શરૂ થાય છે, તેમ આ યોગનાં બીજો ફળાનુકૂલ બને છે.” - ઇત્યાદિનું અનુસંધાન યોગદૃષ્ટિસમુચ્ચયથી કરી લેવું જોઇએ. //ર૧-૯ાા
યોગનાં બીજો પ્રતિબંધોથી રહિત હોય તો શુદ્ધ બને છે - એ જણાવીને હવે તે પ્રતિબંધસહિત હોય તો કેવાં હોય છે : તે જણાવાય છે–
प्रतिबन्धैकनिष्ठं तु, स्वतः सुन्दरमप्यदः ।
तत्स्थानस्थितिकार्येव, वीरे गौतमरागवत् ॥२१-१०॥ प्रतिबन्धेति-प्रतिबन्धे स्वासङ्गे एका केवला निष्ठा यस्य तत्तथा । अदो जिनविषयकुशलचित्तादि तत्स्थानस्थितिकार्येव तथास्वभावत्वात् । वीरे वर्धमानस्वामिनि गौतमरागवद् गौतमीयबहुमानवद् । असङ्गसक्त्यैव ह्यनुष्ठानमुत्तरोत्तरपरिणामप्रवाहजननेन मोक्षफलपर्यवसानं भवति इति विवेचितं प्राक् |૨૬-૧૦ની
“પોતાની આસક્તિમાત્રમાં નિષ્ઠાવાળું આ યોગનું બીજ સ્વરૂપથી સુંદર હોવા છતાં શ્રી મહાવીર પરમાત્માને વિશેના શ્રી ગૌતમસ્વામીના બહુમાનની જેમ તે સ્થાનમાં જ સ્થિતિને કરાવનારું છે. (આગળના ગુણસ્થાનકે લઈ જતું નથી.)”. આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનેશ્વરદેવોને વિશે કુશલચિત્ત.. વગેરે સ્વરૂપ જે યોગનાં
૧૮૨
મિત્રા બત્રીશી