________________
બીજ છે તે સરસ છે – બરાબર છે... ઇત્યાદિ સ્વરૂપ તે તે બીજો પ્રત્યેના સ્વાસંગને પ્રતિબંધ કહેવાય છે. આવા પ્રકારના પ્રતિબંધની નિષ્ઠાવાળું યોગનું બીજ હોવાથી સ્વતઃ સુંદર જ છે પરંતુ એવા બીજથી મુમુક્ષુ જે પહેલા ગુણસ્થાનકાદિ ગુણસ્થાનકે હોય તે ગુણસ્થાનકે જ તેની સ્થિતિ રહે છે. તે વસ્તુને સ્પષ્ટ કરવા ઉદાહરણ તરીકે અહીં શ્રી ગૌતમસ્વામીને વર્ણવ્યા છે.
ભગવાન દેવાધિદેવ શ્રી મહાવીરપરમાત્માની પ્રત્યે શ્રી ગૌતમસ્વામીને બહુમાનગર્ભિત રાગ હતો. પરંતુ તે સ્વરૂપથી સુંદર(પરમાત્મા પ્રત્યેનો રાગ) હોવા છતાં એની વિદ્યમાનતામાં શ્રી ગૌતમસ્વામીને આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ ન થઈ. ગુણસ્થાનકની સ્થિતિ અને સ્વોત્તરગુણસ્થાનકની પ્રાપ્તિ : એ બેમાં ઘણું જ અંતર છે. ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં જેટલું અંતર છે એટલે એ બેમાં અંતર છે. આથી સમજી શકાશે કે “આ જ સારું છે' - આવા પ્રકારના આસંગદોષથી યુક્ત અનુષ્ઠાન ઇષ્ટફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી. માત્ર ગુણસ્થાનકની સ્થિતિને ટકાવી રાખે છે. અસંગસક્તિથી જ અનુષ્ઠાન, ઉત્તરોત્તર પરિણામના પ્રવાહની પ્રત્યે કારણ બનવા દ્વારા અર્થાત્ તાદશ અનુષ્ઠાન તેવા પ્રકારના પરિણામના પ્રવાહને ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષફળની પ્રાપ્તિમાં પર્યવસિત બને છે... આ પ્રમાણે આ પૂર્વે વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. ૨૧-૧૦ગા.
સામાન્ય રીતે યોગનાં બીજોનું ઉપાદાન ચરમાવર્તકાળમાં શક્ય બને છે તે જણાવીને હવે તે કાળમાં પણ તે ચોક્કસ ક્યારે બને છે તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે–
सरागस्याप्रमत्तस्य, वीतरागदशानिभम् ।
अभिन्दतोऽप्यदो ग्रन्थि, योगाचार्येर्यथोदितम् ॥२१-११॥ सरागस्येति-अदः शुद्धयोगबीजोपादानं ग्रन्थिमभिन्दतोऽपि जीवस्य चरमयथाप्रवृत्तकरणसामर्थ्येन तथाविधक्षयोपशमादतिशयितानन्दानुभवात् । सरागस्याप्रमत्तस्य सतो यतेर्वीतरागदशानिभं सरागस्य वीतरागत्वप्राप्ताविव योगबीजोपादानवेलायामपूर्वः कोऽपि स्वानुभवसिद्धोऽतिशयलाभ इति भावः । થોહિત ગોવા ર9-99ો.
આશય એ છે કે ચરમપુદ્ગલપરાવર્તકાળમાં પણ અનાદિમિથ્યાદૃષ્ટિ જીવોએ જ્યાં સુધી ગ્રંથિભેદ કર્યો નથી, ત્યાં સુધી મિથ્યાત્વની વિદ્યમાનતા હોવાથી તે કાળમાં પણ શુદ્ધયોગબીજોની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે પ્રશ્નના સમાધાનને શ્લોકથી જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, રાગસહિત એવા અપ્રમત્તયતિને(સાધુને) વીતરાગદશા જેમ પ્રાપ્ત થાય છે તેમ ગ્રંથિને ભેદતો ન હોવા છતાં આ યોગનું બીજ ચરમાવર્તકાળમાં તે તે જીવોને પ્રાપ્ત થાય છે.
આ શ્લોકથી જણાવેલી વાતનો આશય એ છે કે ચરમપુદ્ગલાવર્તકાળમાં તથાભવ્યત્વના પરિપાકથી ચરમ(શુદ્ધ) યથાપ્રવૃત્તિ પ્રવૃત્તીકરણના સામર્થ્યથી તેવા પ્રકારના વિશિષ્ટ ક્ષયોએક પરિશીલન
૧૮૩