________________
પશમના કારણે અતિશય આનંદ થતો હોવાથી આ શુદ્ધયોગબીજનું ઉપાદાન, ગ્રંથિભેદ કર્યા વિના પણ થાય છે. રાગસહિત એવા અપ્રમત્ત સાધુમહાત્માને વીતરાગદશાની (વીતરાગતુલ્ય દશાની) પ્રાપ્તિ થયે છતે જે નિરતિશય આનંદનો અનુભવ થાય છે, એવો યોગબીજના ઉપાદાન વખતે મિત્રાદૃષ્ટિમાં અપૂર્વ એવો કોઈ સ્વાનુભવસિદ્ધ અતિશય પ્રાપ્ત થાય છે. આ વિષયમાં યોગાચાર્યો (આગળના શ્લોકથી જણાવવામાં આવશે તે) કહે છે. ૨૧-૧૧ યોગાચાર્યોએ જે કહ્યું છે તે જણાવાય છે
ईषदुन्मज्जनाभोगो, योगचित्तं भवोदधौ ।
तच्छक्त्यतिशयोच्छेदि, दम्भोलिन्थिपर्वते ॥२१-१२॥ ईषदिति-योगचित्तं योगबीजोपादानप्रणिधानचित्तं । भवोदधौ संसारसमुद्रे । ईषन्मनागुन्मज्जनस्याभोगः । तच्छक्तेर्भवशक्तेरतिशयस्योद्रेकस्योच्छेदि नाशकं । ग्रन्थिरूपे पर्वते दम्भोलिर्वजं नियमात्तद्वेदकारित्वाद् । इत्थं चैतत्फलपाकारम्भसदृशत्वादस्येति समयविदः ।।२१-१२।।
“યોગનું ચિત્ત; આ ભવસમુદ્રમાં થોડા ઉપર આવવા માટે આભોગ (માર્ગ-જગ્યાઉપાય...) છે, ભવમાં ભ્રમણને અનુકૂળ એવી ભવશક્તિના ઉચ્છેદન કરનારું છે અને ગ્રંથિસ્વરૂપ પર્વતને ભેદવા માટે જ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ યોગનું ચિત્ત અર્થાત્ યોગના બીજનું ગ્રહણ કરવા અંગેનું જે પ્રણિધાન (ઉત્કટ નિર્ણય) છે તે પ્રણિધાનયુક્ત ચિત્તનું સ્વરૂપ આ શ્લોકથી યોગશાસ્ત્રના જાણકારોના જણાવ્યા મુજબ વર્ણવ્યું છે.
અનાદિકાળથી આત્મા ભવસમુદ્રના તળિયે હોવાથી તેને તારનાર કોઈ પ્રાપ્ત થયો ન હતો. તળિયે બેસેલાની કોઈને ખબર પણ ન પડે. તેઓ બચાવવા માટે બૂમ પણ પાડે તો તે કોઇને પણ સંભળાય નહિ. આવી સ્થિતિમાં ભવસમુદ્રમાં ડૂબેલા આત્માને સહેજ ઉપર આવવા માટેના માર્ગ ઉપાય સ્વરૂપે આ યોગના બીજના ઉપાદાન સંબંધી પ્રણિધાનવાળા યોગચિત્તની પ્રાપ્તિ થાય છે. એથી એ આત્મા ભવસમુદ્રથી બહાર આવવા પોતાની મેળે થોડીઘણી મહેનત કરી શકે તેમ જ બચાવવા માટે બૂમ પણ પાડી શકે, જેથી તારક સામગ્રીનો ખૂબ જ સરળપણે યોગ પ્રાપ્ત થાય છે.
તેમ જ અત્યાર સુધીના ભવભ્રમણનું એકમાત્ર કારણ રાગાદિથી યુક્ત સંક્લિષ્ટ ચિત્ત છે. એ સંક્લેશ જ ભવની શક્તિ છે. એનો ઉચ્છેદ-નાશ આ યોગનું ચિત્ત કરે છે. રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ છે. અત્યાર સુધી એને ભેદવાનું શક્ય બન્યું ન હોવાથી એ આત્મપરિણામ (ગ્રંથિ) પર્વતજેવો દુર્ભેદ છે, જેને ભેદવા માટે તાદશ પરિણામવાળું(પ્રણિધાનવાળું) યોગનું ચિત્ત વજજેવું છે... એ પ્રમાણે યોગાચાર્યોએ કહ્યું છે. આ પ્રમાણે યોગના બીજના ઉપાદાન સંબંધી પ્રણિધાનથી યુક્ત ચિત્ત, મોક્ષસ્વરૂપ ફળના પાકના આરંભ જેવું છે અર્થાત એથી ભવિષ્યમાં
૧૮૪
મિત્રા બત્રીશી