________________
ચોક્કસ જ મોક્ષની પ્રાપ્તિ થશે - એ પ્રમાણે આગમના જાણકારો કહે છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઇએ. /ર૧-૧૨ી
શ્રી જિનેશ્વરદેવોને વિશે કુશલ ચિત્ત.. વગેરે ઉપર જણાવેલાં જ યોગનાં બીજ છે.. એવું નથી; તેનાથી અન્ય પણ છે – તે જણાવાય છે
आचार्यादिष्वपि होतद्, विशुद्धं भावयोगिषु ।
न चान्येष्वप्यसारत्वात्, कूटेऽकूटधियोऽपि हि ॥२१-१३॥ आचार्यादिष्वपीति-आचार्यादिष्वपि आचार्योपाध्यायतपस्व्यादिष्वपि । एतत् कुशलचित्तादि । विशुद्धं संशुद्धमेव । भावयोगिषु तात्त्विकगुणशालिषु योगबीजं । न चान्येष्वपि द्रव्याचार्यादिष्वपि । कूटेऽकूटधियोऽपि हि । असारत्वादसुन्दरत्वात् । तस्याः सद्योगबीजत्वानुपपत्तेः ।।२१-१३।।
ભાવયોગી - પૂ. આચાર્યભગવંતાદિને વિશે પણ આ કુશલ ચિત્ત વગેરે સંશુદ્ધ છે; બીજાને વિશે તે વિશુદ્ધ નથી; કારણ કે જે ફૂટસ્વરૂપ (ખોટા-આભાસાદિ સ્વરૂપ) છે તેમનામાં અકૂટપણાની બુદ્ધિ અસાર છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોને વિશે જેમ કુશલ ચિત્તાદિ (નમસ્કાર-પંચાંગ પ્રણામાદિ) વિશુદ્ધ યોગબીજ છે તેમ ભાવયોગીસ્વરૂપ અર્થાત્ તાત્ત્વિક રીતે ગુણોને ધરનારા એવા પૂ. આચાર્યભગવંતો, પૂ. ઉપાધ્યાયભગવંતો અને પૂ. તપસ્વી મહાત્માઓ વગેરેને વિશે પણ જે કુશલ ચિત્તાદિ છે તે પણ વિશુદ્ધ એવાં યોગબીજ છે.
પરંતુ ભાવયોગી એવા આચાર્યભગવંતાદિને છોડીને બીજા જે દ્રવ્યાચાર્યાદિ છે તેમને વિશે કુશલચિત્તાદિ યોગબીજ નથી. જે ભાવથી રહિત અને તાત્ત્વિક ગુણોથી રહિત છે તેમને ભાવયોગી માનીને તેમને વિશે કુશલચિત્તાદિ ધારણ કરવાનું ઉચિત નથી. કારણ કે કૂટમાં અકૂટત્વની બુદ્ધિ સુંદર નથી. અસાર બુદ્ધિથી ધારણ કરેલા કુશલચિત્તાદિમાં સદ્યોગબીજત્વ અનુપપન્ન છે - એ સમજી શકાય છે. ૨૧-૧૩
પૂ. આચાર્યાદિ ભગવંતોને વિશે કુશલ ચિત્તાદિ સ્વરૂપ યોગનાં બીજોથી અતિરિક્ત યોગનાં બીજો જણાવાય છે–
श्लाघनाद्यसदाशंसापरिहारपुरःसरम् ।
વૈયાવૃત્યે ઘ વિધિના, તેથ્વાશવિશેષત: //ર૧-૧૪| श्लाघनेति-श्लाघनादेः स्वकीर्त्यार्याऽसत्यसुन्दराशंसा प्रार्थना तत्परिहारपुरस्सरं । वैयावृत्त्यं च व्यापृतभावलक्षणमाहारादिदानेन । विधिना सूत्रोक्तन्यायेन । तेषु भावयोगिष्वाचार्येषु । आशयविशेषतश्चित्तोत्साहातिशयात् । योगबीजम् ।।२१-१४।।
એક પરિશીલન
૧૮૫