________________
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે આ સત્પણામાદિમાં અંતરંગ - મુખ્ય હેતુ; ભાવમલ અર્થાત્ કર્મના સંબંધ માટેની યોગ્યતા સ્વરૂપ ભાવમલની અલ્પતા છે. રત્નના મલનો અપગમ થવાથી જેમ રત્નની કાંતિ પ્રગટે છે તેમ અહીં પણ કર્મબંધ માટેની યોગ્યતાનો હ્રાસ થવાથી સત્કામાદિ સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. રત્નની કાંતિને પ્રગટ કરવા જેમ ક્ષાર આપીને અગ્નિનો તાપ આપવો પડે છે. તેમ અહીં પણ મૃત્યુટપાકાદિતુલ્ય સદ્યોગાદિ સસામાદિની પ્રત્યે નિમિત્તરૂપે જ ઉપયોગી બને છે. જ્યાં સુધી મળનો વિગમ થાય નહિ ત્યાં સુધી સ્વભાવસિદ્ધ કાંતિનો આવિર્ભાવ નહીં થાય - એ સમજી શકાય છે. બાહ્ય નિમિત્તો પણ અંતરંગ મળના પ્રક્ષાલન દ્વારા જ સ્વભાવના આવિર્ભાવ માટે ઉપયોગી બને છે, અન્યથા બાહ્ય નિમિત્તોનો ખાસ કોઇ ઉપયોગ રહેતો નથી. ર૧-૨ના
ઉપર જણાવેલ અંતરંગ હેતુના સમર્થન માટે વ્યતિરેકમુખે જણાવાય છે. અર્થાત્ હેતુની ઉપસ્થિતિમાં કાર્યનું સત્ત્વ જણાવીને હવે કાર્યના અભાવમાં તે હેતુનો અભાવ છે – એ જણાવાયછે–
सत्सु सत्त्वधियं हन्त, मले तीव्र लभेत कः ।
अगुल्या न स्पृशेत् पङ्गुः, शाखां सुमहतस्तरोः ॥२१-२१॥ सत्स्विति-सत्सु साधुषु सत्त्वधियं साधुत्वबुद्धिं हन्त तीव्र प्रबले मले कर्मबन्धयोग्यतालक्षणे सति को लभेत ? ततो लाभशक्तेरयोगान्न कोऽपीत्यर्थः । अङ्गुल्या पङ्गुः सुमहतस्तरोः शाखां न स्पृशेत्, तत्प्राप्तिनिमित्तस्योच्चत्वस्यारोहशक्तेर्वाऽभावात्, तद्वत्प्रकृतेऽपि भावनीयम् ।।२१-२१॥
શ્લોકાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે કર્મબંધની યોગ્યતા સ્વરૂપ મળ તીવ્ર હોય તો સાધુઓને વિશે સાધુત્વબુદ્ધિ કોણ પ્રાપ્ત કરે ? કારણ કે તાદેશ બુદ્ધિના લાભ માટેની શક્તિ તીવ્રમલની વિદ્યમાનતામાં હોતી નથી. તેથી તે વખતે કોઈને પણ એવી બુદ્ધિનો લાભ થાય નહીં. આ વાતનું સમર્થન કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંતનો ઉપન્યાસ કર્યો છે. | સુવિશાલ(અતિશય ઉન્નત) વૃક્ષની શાખાને કોઈ પાંગળો માણસ પોતાની આંગળીથી સ્પર્શ નહીં કરે. કારણ કે તે શાખા સુધી પહોંચવા માટે જે ઊંચાઈ જોઈએ તે પંગમાં નથી. અથવા વૃક્ષ ઉપર ચઢવા માટેની શક્તિ પંગમાં નથી. વૃક્ષ નાનું હોય, તેના થડને અડકવું હોય, અથવા તેની શાખાને લાકડી વગેરેથી અડકવું હોય તો હજી પંગુ માણસ માટે એ કથંચિત્ શક્ય છે. પરંતુ સુમહાન વૃક્ષની શાખાને પોતાની આંગળીથી અડકવાનું હોય તો કોઇ પણ રીતે એ પંગુ માણસ માટે તો શક્ય નથી. આવી જ રીતે પ્રકૃતમાં(ચાલુ વિષયમાં) પણ સમજી લેવું જોઈએ. કર્મબંધની યોગ્યતા સ્વરૂપ મલની તીવ્રતા હોય તો કોઈને પણ કોઈ પણ રીતે સાધુમહાત્માને વિશે સાધુત્વની બુદ્ધિ નહિ થાય... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૧-૨૧
એક પરિશીલન
૧૯૧