________________
અધિકૃત વસ્તુના સમર્થન માટે અન્વયની પ્રધાનતાએ દષ્ટાંત જણાવાય છે– ___ वीक्ष्यते स्वल्परोगस्य, चेष्टा चेष्टार्थसिद्धये ।
स्वल्पकर्ममलस्यापि, तथा प्रकृतकर्मणि ॥२१-२२॥
वीक्ष्यत इति-स्वल्परोगस्य मन्दव्याधेश्चेष्टा राजसेवादिप्रवृत्तिलक्षणा चेष्टार्थस्य कुटुम्बपालनादिलक्षणस्य सिद्धये निष्पत्तये वीक्ष्यते । न तु तीव्ररोगस्येव प्रत्यपायाय । स्वल्पकर्ममलस्यापि पुंसस्तथा प्रकृतकर्मणि योगबीजोपादानलक्षणे । ईशस्यैव स्वप्रतिपन्ननिर्वाहक्षमत्वात् ।।२१-२२।।
આ પૂર્વે એકવીસમા શ્લોકથી એ સમજાવ્યું કે તીવ્રમલ હોય તો સાધુઓને વિશે સાધુપણાની બુદ્ધિ નહીં જ થાય. હવે આ શ્લોકથી સ્વલ્પમલ હોય તો યોગબીજનું ઉપાદાન થઈ શકે છે: એ અન્વયદષ્ટાંતથી જણાવાય છે. “સ્વલ્પ રોગવાળા માણસની ચેષ્ટા ઈષ્ટાર્થની સિદ્ધિ માટે થાય છે એમ જોવા મળે છે - તેમ સ્વલ્પકર્મમલ હોતે છતે પ્રકૃતકર્મમાં પણ સમજવું.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે.
આશય એ છે કે જેઓ સર્વથા રોગરહિત ન હોય પણ મંદવ્યાધિવાળા હોય તો ય તેઓની રાજાની નોકરી વગેરે કરવા સ્વરૂપ ચેષ્ટા, પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા સ્વરૂપ ઇષ્ટની સિદ્ધિ માટે થાય છે. પરંતુ તીવ્રરોગીની જેમ પ્રત્યપાય માટે થતી નથી. તીવ્રરોગવાળા માણસો નોકરી-ધંધે જાય તો ઉપરથી પોતાનું આરોગ્ય વધારે બગડવાથી પોતાના કુટુંબના ભરણ-પોષણની વાત તો દૂર રહી પરંતુ પોતાની સારવાર કરાવવાનો જ પ્રસંગ આવે. સર્વથા રોગરહિત હોય તો તો સારું જ છે. પરંતુ એવું તો બધાને માટે ન જ બને. એથી અલ્પવ્યાધિવાળાની ચેષ્ટા પ્રત્યપાયનું કારણ બન્યા વિના જેમ ઈષ્ટસિદ્ધિનું કારણ બને છે. તેમ અહીં પણ જેઓ અલ્પકર્મમલ - (કર્મબંધયોગ્યતાસ્વરૂપ મલ)વાળા જીવો યોગબીજોના પ્રહણ સ્વરૂપ કર્મ(કાય) માટે યોગ્ય છે. તેઓની એ પ્રવૃત્તિ ઈષ્ટસિદ્ધિ માટે થાય છે. અલ્પકર્મમલવાળા આત્માઓ જ પોતે સ્વીકારેલાં યોગબીજોનો નિર્વાહ કરવા માટે સમર્થ બને છે.. ઇત્યાદિ વિચારવું. ૨૧-૨રા
ઉપર જણાવ્યા મુજબની યોગબીજોપાદાનાદિની બધી અવસ્થા જયારે પ્રાપ્ત થાય છે; તે જણાવાય છે
यथाप्रवृत्तकरणे, चरमे चेदृशी स्थितिः ।
તાતો પૂર્વમવેમપૂર્વાસત્તિતો વિવું 1ર9-૨રૂા. यथेति-यथाप्रवृत्तकरणे चरमे पर्यन्तवर्तिनि च । ईदृशी योगबीजोपादाननिमित्ताऽल्पकर्मत्वनियामिका । स्थितिः स्वभावव्यवस्था । अपूर्वस्यापूर्वकरणस्यासत्तितः सन्निधानात्फलव्यभिचारायोगाद् ।
૧૯૨
મિત્રા બત્રીશી