________________
“તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે પ્રમાદથી રહિત એવા આત્માની, શક્તિના અતિક્રમણ વિના જે અખંડપણે આરાધના થાય છે તે વચનાનુષ્ઠાનને લઇને શાસ્ત્રયોગ જણાવાય છે અર્થાત્ તે અનુષ્ઠાન શાસ્ત્રયોગનું વર્ણવાય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
એનો આશય એ છે કે તેવા પ્રકારના મિથ્યાત્વાદિ મોહનીય વગેરે કર્મના અપગમથી આત્માને નિર્મલતર શ્રદ્ધા અને અવબોધની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરદેવોના પ્રવચન પ્રત્યે જે આસ્તિક્ય(‘છે' એવી દૃઢ માન્યતા) છે, તેને શ્રદ્ધા કહેવાય છે અને તત્ત્વપરિચ્છેદસ્વરૂપ અવબોધ છે. એ તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે વિકથા કે નિદ્રાદિ પ્રમાદથી રહિત એવા આત્માઓ, પોતાની શક્તિનો સમગ્રપણે ઉપયોગ કરી અર્થાતુ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના તે તે અનુષ્ઠાનો અખંડપણે આરાધે છે. તેમનાં તે તે કાલાદિથી અવિકલ અનુષ્ઠાનથી શાસ્ત્રયોગ સિદ્ધ બને છે. તીવ્ર શ્રદ્ધા અને અવબોધ, શક્તિનો સમગ્ર રીતે ઉપયોગ, વિકથાદિ પ્રમાદનો પરિહાર અને કાલાદિસાપેક્ષ અખંડ આરાધનાને આશ્રયીને શાસ્ત્રયોગનો વિચાર કરવો જોઇએ. દઢશ્રદ્ધા, અત્યંત સ્પષ્ટ બોધ, અપ્રતિમવીર્ષોલ્લાસ, પ્રમાદનો અભાવ અને કાલાદિનો આગ્રહ : આ શાસ્રયોગનાં મુખ્ય સાધનો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી તે તે દોષોથી રહિત અખંડિત અનુષ્ઠાનો શાસ્ત્રયોગનાં છે. ૧૯-જા સામર્થ્યયોગનું વર્ણન કરાય છે–
शास्त्रेण दर्शितोपायः फलपर्यवसायिना ।
तदतिक्रान्तविषयः, सामर्थ्याख्योऽतिशक्तितः ॥१९-५।। शास्त्रेणेति-फलपर्यवसायिना मोक्षपर्यन्तोपदेशेन शास्त्रेण । दर्शितः सामान्यतो ज्ञापित उपायो यस्य सामान्यतः फलपर्यवसानत्वाच्छास्त्रस्य द्वारमात्रबोधनेन विशेषहेतुदिक्प्रदर्शकत्वाद् । अतिशक्तितः शक्तिप्राबल्यात् । तदतिक्रान्तविषयः शास्त्रातिक्रान्तगोचरः । सामर्थ्याख्यो योग उच्यते ।।१९-५॥
“મોક્ષસ્વરૂપ ફળ સુધીનું વર્ણન કરનારા શાસ્ત્ર વડે જેનો ઉપાય જણાવાયો છે અને શક્તિની પ્રબળતાના કારણે જે શાસ્ત્રનો વિષય બનતો નથી, તે સામર્થ્યયોગ છે.” – એ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રો મોક્ષસ્વરૂપ અંતિમ ફળની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરતાં હોય છે. તેથી શાસ્ત્ર ફલપર્યવસાયી હોય છે. ફેલપર્યવસાયી એવા શાસ્ત્ર વડે સામાન્યથી સામર્થ્યયોગનો ઉપાય ચારિત્ર વગેરે વર્ણવાયો છે. જે પણ થોડાઘણા વિશેષ હેતુઓનું વર્ણન શાસ્ત્રમાં ઉપલબ્ધ છે તે દ્વારમાત્રને જણાવવા વડે તે તે વિશેષ હેતુઓનું દિશાસૂચન માત્ર છે. આથી સમજી શકાય છે કે શાસ્ત્ર ફલપર્યવસાયી હોવા છતાં ફળના ઉપાયોનું વર્ણન સામાન્યથી જ કરે છે.
એક પરિશીલન
૧૦૭