________________
આરંભે મંગલ તરીકે ઇચ્છાયોગને આશ્રયીને મંગલ કર્યું છે (ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યો છે.) - એમ જણાવ્યું છે. એની પાછળનો આશય એ છે કે ગ્રંથરચના સ્વરૂપ પ્રધાન કાર્યનો આદર કર્યા પછી લાંબા કાળ સુધી ચાલનારા કાર્ય વખતે પ્રમાદનો સંભવ હોવાથી પ્રમાદવાળાનું એ અનુષ્ઠાન ઇચ્છાયોગનું છે. તેથી તેના અંગભૂત નમસ્કારાત્મક મંગલ સ્વરૂપ અનુષ્ઠાન પણ ઇચ્છાયોગનું છે.અન્યથા વાગ્નમસ્કારમાત્ર સ્વરૂપ એ મંગલરૂપ અનુષ્ઠાન વિશુદ્ધ-શાસ્ત્રયોગાદિ સ્વરૂપ થઈ શકે છે. કારણ કે અત્યંત અલ્પકાલીન એ અનુષ્ઠાન છે. અપ્રમત્તપણે થઈ શકનારું એ કર્મ હોવા છતાં, ઇચ્છાયોગના અધિકારી યોગદષ્ટિસમુચ્ચયના કર્તા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પ્રકરણના આરંભે નત્વેચ્છાયો તોડયો... ઇત્યાદિ વચન દ્વારા તેને ઇચ્છાયોગનું વર્ણવ્યું છે, તે; ઉપર જણાવ્યા મુજબ અવિકલ પણ અનુષ્ઠાન ઇચ્છાયોગનું હોવાથી મૃષાવાદનો પરિત્યાગ કરવા માટે અને સર્વત્ર ઉચિત જ પ્રવૃત્તિ કરવી જોઈએ એ જણાવવા માટે છે. અન્યથા અવિકલ અનુષ્ઠાનને ઇચ્છાયોગનું વર્ણવવાનો કોઈ જ અર્થ નથી.
અવિકલ-અનુષ્ઠાનમાત્ર, જો શાસ્ત્રયોગાદિસ્વરૂપ જ હોય અને તે અત્યંત અલ્પકાલીન હોવાથી કરી શકાતું હોય તો એને ઇચ્છાયોગનું વર્ણવવાથી મૃષાવાદનો પ્રસંગ આવે. તેમ જ તેને ઇચ્છાયોગનું ન વર્ણવીએ તોય તે અશક્ય ન હોવાથી તે કરવામાં ઔચિત્યનો ભંગ પણ નથી... એ સમજી શકાય છે. તેમ જ ઉપર જણાવ્યા મુજબ અવિકલ એવા અંગભૂત એ અનુષ્ઠાનને ઇચ્છાયોગનું વર્ણવવાથી મૃષાવાદનો પરિહાર થાય છે. અને ઇચ્છાયોગના અધિકારીએ તે મુજબ જ અનુષ્ઠાન કર્યું હોવાથી ઔચિત્યપૂર્વક જ એનો આરંભ છે – એ પણ સમજી શકાય છે.
યદ્યપિ અલ્પકાલીન વાગ્નમસ્કારાદિસ્વરૂપ અવિકલ અનુષ્ઠાનને ઇચ્છાયોગનું અનુષ્ઠાન માનવાની આવશ્યકતા નથી. કારણ કે તે વિકલ નથી. પરંતુ વાગ્યોગનમસ્કાર સ્વરૂપ પ્રકૃત અનુષ્ઠાન ઇચ્છાયોગથી થયેલું છે. કારણ કે દીર્ઘકાલીન ગ્રંથરચના સ્વરૂપ અનુષ્ઠાન ઇચ્છાયોગનું છે અને ઈષ્ટદેવતાનમસ્કાર(સ્તવ) સ્વરૂપ મંગલ તેના પર્યાય(અંગભૂત છે. તેથી ઇચ્છાયોગથી જન્ય એ અનુષ્ઠાન ઇચ્છાયોગનું છે, એમ કહેવામાં કોઇ દોષ નથી – એ વિચારવું જોઇએ. ૧૯-3. શાસ્ત્રયોગનું નિરૂપણ કરાય છે–
यथाशक्त्यप्रमत्तस्य, तीव्रश्रद्धावबोधतः ।
शास्त्रयोगस्त्वखण्डाराधनादुपदिश्यते ॥१९-४॥ यथाशक्तीति-यथाशक्ति स्वशक्त्यनतिक्रमेण । अप्रमत्तस्य विकथादिप्रमादरहितस्य । तीव्रौ तथाविधमोहापगमात् पटुतरौ यौ श्रद्धावबोधौ जिनप्रवचनास्तिक्यतत्त्वपरिच्छेदौ ततः । अखण्डार्थाराधनात् कालाद्यविकलवचनानुष्ठानात्तु । शास्त्रयोग उपदिश्यते ।।१९-४।।
૧૦૬
યોગવિવેક બત્રીશી