________________
અવિકલ અનુષ્ઠાન થતું નથી. પરંતુ નિષ્કપટભાવે, તે અનુષ્ઠાન શ્રી વીતરાગપરમાત્માના વચન અનુસા૨ ક૨વાની ઇચ્છા હોવાથી કાલાદિથી વિકલ(અસંપૂર્ણ) પણ અનુષ્ઠાન તેઓ કરે છે. એવા જ્ઞાની પ્રમાદીનો ચૈત્યવંદનાદિધર્મવ્યાપારસ્વરૂપ યોગ ઇચ્છાયોગ કહેવાય છે. એ વિકલ અનુષ્ઠાનમાં ઇચ્છાનું જ પ્રાધાન્ય હોવાથી તેને ઇચ્છાયોગ કહેવાય છે.
અહીં સમજી લેવું જોઇએ કે પ્રમાદાદિના કારણે જ્ઞાનીઓ પણ જ્યારે તે તે અનુષ્ઠાનો શાસ્ત્રાનુસાર કરી શકતા નથી ત્યારે કોઇ પણ જાતિની માયા સેવ્યા વિના ઉત્કટ ઇચ્છાથી કરાતાં તે તે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો ઇચ્છાયોગનાં કહેવાય છે. ક૨વાયોગ્ય અનુષ્ઠાનનું જ્ઞાન હોવું જોઇએ, તેને અનુકૂળ ક્ષયોપશમનો અભાવ હોય, વિકથાદિ પ્રમાદનો અવરોધ હોય અને અનુષ્ઠાનસંબંધી પ્રબળ ઇચ્છા હોય ત્યારે ઇચ્છાયોગની પ્રાપ્તિ થતી હોય છે. અજ્ઞાનથી, મજેથી, સામર્થ્ય હોવા છતાં ગતાનુગતિકે કરાતાં વિકલ અનુષ્ઠાનો ઇચ્છાયોગની મર્યાદામાં આવતાં નથી. અહીં યાદ રાખવું જોઇએ કે યોગના ભેદો વર્ણવવાનું અહીં તાત્પર્ય છે. યોગાભાસનું વર્ણન કરવાનું તાત્પર્ય ન હોવાથી સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષની સાધકતાનો જ વિચાર કરીને યોગસ્વરૂપ સમજવું જોઇએ. ।।૧૯-૨।।
ન
प्रधानस्येच्छायोगत्वे तदङ्गस्यापि तथात्वमिति दर्शयन्नाह
ઉપર જણાવ્યા મુજબ મુખ્ય કર્મ(કાર્ય-અનુષ્ઠાન) ઇચ્છાયોગ હોવાથી તેનું અંગ પણ ઇચ્છાયોગ છે - તે જણાવાય છે
साङ्गगमप्येककं कर्म, प्रतिपन्ने प्रमादिनः ।
त्वेच्छायोगत इति, श्रवणादत्र मज्जति ॥ १९-३॥
साङ्गमिति—साङ्गमपि अङ्गसाकल्येनाविकलमपि । एककं स्वल्पं किञ्चित् कर्म । प्रतिपन्ने बहुकालव्यापिनि प्रधाने कर्मण्याहते । प्रमादिनः प्रमादवतः । नत्वेच्छायोगत इति श्रवणादत्र इच्छायोगे निमज्जति निमग्नं भवति । अन्यथा हीच्छायोगाधिकारी भगवान् हरिभद्रसूरिर्योगदृष्टिसमुच्चयप्रकरणप्रारम्भे मृषावादपरिहारेण सर्वत्रौचित्यारम्भप्रदर्शनार्थं नत्वेच्छायोगतोऽयोगमित्यादि नाऽवक्षत् । वाग्नमस्कारमात्रस्याल्पस्य विधिशुद्धस्यापि सम्भवात् । प्रतिपन्नस्वपर्यायान्तर्भूतत्वेन च प्रकृतनमस्कारस्यापीच्छायोगप्रभवत्वमदुष्टमिति विभावनीयम् ।।१९-३।।
“લાંબા કાળ સુધી ચાલે એવા પ્રધાન(ઉત્તમ) કાર્ય કરવામાં તત્પર બનનારા પ્રમાદવાળા જીવોનું થોડું અવિકલ પણ કોઇ કર્મ(કાર્ય-અનુષ્ઠાન), ‘ઇચ્છાયોગથી નમસ્કાર કરીને’ - આ પ્રમાણે વચન હોવાથી ઇચ્છાયોગમાં સમાય છે. અર્થાત્ એ કર્મ પણ ઇચ્છાયોગનું મનાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ‘શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય'ના પ્રારંભમાં જ ગ્રંથકારશ્રીએ ‘નત્વેચ્છાયો તોડયોનું યોશિશમાં બિનોત્તમમ્'... ઇત્યાદિનો ઉલ્લેખ કરી ગ્રંથના એક પરિશીલન
૧૦૫