________________
સાધનામાં માયાનું શિલ્ય હોય તો શું થાય એનો વિચાર પણ આપણે કર્યો છે કે કેમ ? એનો જવાબ આપવાનું પણ આપણા માટે દુષ્કર છે. કંઈકેટલી ય જાતિની માયા છે. “કરવું નથી' એના બદલે “થતું નથી' – આવા અધ્યવસાયથી માયાની શરૂઆત થાય છે. એ પ્રગટ ન થાય અને સર્વદા પ્રચ્છન્ન બની રહે એ માટે અનવરતપણે આપણને માયાનો આશ્રય કરવો પડે છે. આ બત્રીશીના પ્રારંભમાં જ નિર્ચાનં વો વિદીયતે કહીને ખૂબ જ માર્મિક રીતે યોગના અર્થીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અત્યાર સુધી યોગને યોગાભાસ બનાવીને આરાધ્યો હોવાથી મોક્ષસાધક યોગની પ્રાપ્તિ આપણને થઈ નહીં. યોગને યોગાભાસ બનાવવામાં જો કોઈ મુખ્ય કારણ હોય તો તે માયા-કપટને છોડીને બીજું કોઈ જ નથી. યોગના આરંભકાળથી જ મુમુક્ષુ આત્માઓએ માયાના પરિવાર માટે પ્રયત્નપૂર્વક ધ્યાન આપવું જોઇએ. અન્યથા યોગના આરંભમાં જ યોગાભાસનો આરંભ થશે. ૧૯-૧|| ઇચ્છાયોગનું નિરૂપણ કરાય છે–
चिकीर्षोः श्रुतशास्त्रस्य, ज्ञानिनोऽपि प्रमादिनः ।
હાવિનો યોજા, રૂછાયો ડાહત: 19૧-૨|| चिकीर्षोरिति-चिकीर्षास्तथाविधक्षयोपशमाभावेऽपि निर्व्याजमेव कर्तुमिच्छोः । श्रुतार्थस्य श्रुतागमस्य । अर्यतेऽनेन तत्त्वमिति तत्त्वा(कृत्वा)र्थशब्दस्यागमवचनत्वात् । ज्ञानिनोऽपि अवगतानुष्ठेयतत्त्वार्थस्यापि । प्रमादिनो विकथादिप्रमादवतः । कालादिना विकलोऽसम्पूर्णः । योगश्चैत्यवन्दनादिव्यापार इच्छायोग उदाहृतः प्रतिपादितः ।।१९-२।।
આગમમાં જણાવેલા અર્થને કરવાની ઇચ્છાવાળા જ્ઞાની એવા પણ પ્રમાદીનો કાલાદિથી વિકલ જે યોગ છે તેને ઇચ્છાયોગ કહેવાય છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે શ્રુતશાસ્ત્ર એટલે શ્રુતાગમ; અને શ્રુતાગમનો અર્થ સૃતાર્થ થાય છે. કારણ કે પથ્થર્સ (VIBતે) તમનેન અર્થાત્ જેના વડે તત્ત્વ અધિગત થાય છે તેને અર્થ કહેવાય છે. આવી વ્યુત્પત્તિથી અર્થ અને આગમ બંન્ને સમાનાર્થક છે. એ મુજબ શ્રુતશાસ્ત્રને અર્થાત આગમમાં જેનું વિધાન કરાયું છે તે ધૃતાર્થને કરવાની ઇચ્છાને ધરનારા એવા જ્ઞાનીઓનો જે કાલાદિથી વિકલ યોગ(ધર્મવ્યાપાર) છે, તેને ઇચ્છાયોગ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે આગમમાં વિધાન કરેલા અનુષ્ઠાન કરવાની ઇચ્છા હોય અને તે અનુષ્ઠાન કઈ રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે અને એ માટે ક્યા દ્રવ્યાદિની અપેક્ષા છે... વગેરેનું જ્ઞાન હોય તોપણ એવા જ્ઞાનીને વિકથા-નિદ્રાદિ પ્રમાદને લઇને તે અનુષ્ઠાન તે રીતે કરવાનું શક્ય બનતું નથી. તેથી તે તે અનુષ્ઠાનો કાળ, દ્રવ્ય કે ક્ષેત્ર વગેરેની ઉપેક્ષા કરીને થતાં હોય છે. તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ કાલાદિથી
૧૦૪
યોગવિવેક બત્રીશી