________________
કહેવાય છે – આ પ્રમાણે “વેદ્યસંવેદ્યપદનો વ્યુત્પત્યર્થ છે, શબ્દની પ્રવૃત્તિમાં એ નિમિત્ત નથી. કોઈ વાર પ્રવૃત્તિનિમિત્ત અને વ્યુત્પત્તિનિમિત્ત બંન્ને જુદા પણ હોય છે... ઇત્યાદિ એના જાણકારો પાસેથી સમજી લેવું જોઇએ. ll૨૨-૨પા.
ત્રેવીસમા શ્લોકમાં વેદસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધ હોય છે – એ પ્રમાણે જણાવ્યું છે, તેનું કારણ જણાવાય છે–
अपायशक्तिमालिन्यं, सूक्ष्मबोधविघातकृत् ।
न वेद्यसंवेद्यपदे, वज्रतण्डुलसन्निभे ॥२२-२६॥ अपायेति-अपायशक्तिमालिन्यं नरकाद्यपायशक्तिमलिनत्वं सूक्ष्मबोधस्य विघातकृद्, अपायहेत्वासेवनक्लिष्टबीजसद्भावात्तस्य सज्ज्ञानावरणक्षयोपशमाभावनियतत्वात् । न वेद्यसंवेद्यपदे उक्तलक्षणे वज्रतण्डुलसन्निभे । प्रायो दुर्गतावपि मानसदुःखाभावेन तद्वद्वेद्यसंवेद्यपदवतो भावपाकायोगाद् । एतच्च व्यावहारिकं वेद्यसंवेद्यपदं भावमाश्रित्योक्तं । निश्चयतस्तु प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणां नास्त्येव वेद्यसंवेद्यपदभावः । नैश्चयिकतद्वति क्षायिकसम्यग्दृष्टौ श्रेणिकादाविव पुनर्तुगत्ययोगेन तप्तलोहपदन्यासतुल्याया अपि पापप्रवृत्तेश्चरमाया एवोपपत्तेः । यथोक्तम्-“अतोऽन्यदुत्तरा स्वस्मात् पापे कर्मागसोऽपि हि तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।।१।। वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । चरमैव भवत्येषा પુનર્વત્યયોત: ર.” તિ રર-રદ્દા.
“વજના ચોખા જેવા વેદ્યસંવેદ્યપદમાં; સૂક્ષ્મ બોધના વિઘાત કરનારું અપાયની શક્તિ સ્વરૂપ માલિન્ય હોતું નથી.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચોથી દષ્ટિમાં પ્રાણાયામની પ્રાપ્તિ વગેરે થવાથી અનેક વિશેષતાઓની ઉપલબ્ધિ થતી હોવા છતાં ત્યાં સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થતી નથી. કારણ કે ત્યાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી નથી - એ આ પૂર્વે જણાવ્યું છે. એ જાણ્યા પછી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસુને શંકા ઉદ્ભવે છે કે વેદ્યસંવેદ્યપદમાં જ સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે અને અન્યત્ર એ થતી નથી – એનું કયું કારણ છે ? એ શંકાનું સમાધાન આ શ્લોકથી કરાય છે.
એનો આશય એ છે કે સૂક્ષ્મબોધનો વિઘાત કરનારું અપાયશક્તિનું માલિન્ય છે. નરકાદિસ્વરૂપ અપાયને પ્રાપ્ત કરાવનાર તે તે કર્મોના બંધની જે યોગ્યતા છે તે સ્વરૂપ અપાયની શક્તિ છે. એ જ આત્માનું મલિનત્વછે. જ્યાં સુધી અપાયના હેતુનું આસેવન કરાવનાર ક્લિષ્ટ બીજોનો સદ્ભાવ છે ત્યાં સુધી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમનો અભાવ હોય છે. વજના ચોખા જેવું વેદ્યસંવેદ્યપદ છે. ગમે તેટલો અગ્નિનો તાપ આપવામાં આવે તોપણ વજના ચોખામાં જેમ પાકનો સંભવ નથી, તેમ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિમાં અપાયશક્તિનું માલિન્ય હોતું નથી.
એક પરિશીલન
૨ ૨૯