________________
कान्ताजुषो विदग्धस्य, दिव्यगेयश्रुतौ यथा ।
यूनो भवति शुश्रूषा, तथाऽस्यां तत्त्वगोचरा ॥२२-१३॥ कान्तेति-कान्ताजुषः कामिनीसहितस्य विदग्धस्य गेयनीतिनिपुणस्य दिव्यस्यातिशयितस्य गेयस्य । किन्नरादिसम्बन्धिनः श्रुतौ श्रवणे यथा यूनो यौवनगामिनो कामिनो भवति शुश्रूषा, तथाऽस्यां बलायां તત્વોપરી શુકૂવા રર-૧રૂ.
મનોહર એવી પત્નીથી સહિત અને વિચક્ષણ એવા યુવાનને દિવ્યગીત સાંભળવાની જેમ ઇચ્છા હોય છે તેમ આ બલાદષ્ટિમાં તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે રમણીય સ્ત્રીનું સાંનિધ્ય હોય, પોતે ગીતગાનનો નિપુણ હોય અને યુવાન હોય : એવા કામી(વિષય-રસિક)ને કિન્નરાદિ દેવોના દિવ્યગીતને સાંભળવાની જેવી ઇચ્છા હોય છે એવી તત્ત્વ સાંભળવાની ઇચ્છા(શુશ્રુષા) આ ત્રીજી દષ્ટિને પામેલા આત્માને હોય છે.
અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં જે સાંભળવા મળ્યું ન હતું એ તત્ત્વના શ્રવણમાં અત્યંત પ્રીતિ થાય : એ સમજી શકાય છે. ભાવની દુઃખગહનતાને જાણ્યા પછી એના ઉચ્છેદનાં સાધનોની પ્રાપ્તિ માટે તત્ત્વશ્રવણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ધનાદિની ઇચ્છાવાળાને જેમ ધંધાદિની વાતને સાંભળવાની ઇચ્છા હોય છે તેમ અહીં તત્ત્વશ્રવણની ઇચ્છા હોય છે. ભવસ્વરૂપ ગહન દુઃખના ઉચ્છેદનો ઉપાય અહીં તત્ત્વ છે. આ દૃષ્ટિમાં નિરંતર એને સાંભળવાની ઉત્કટ ઇચ્છા હોય છે. રોગીને ગમે તેવી પણ સુખની અનુકૂળતામાં જેમ રોગના ઉચ્છેદના ઉપાયની વાત સાંભળવાની ઇચ્છા હોય છે તેમ અહીં પણ ભવરોગીને તેના ઉચ્છેદના ઉપાયને સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય છે. ભવરોગ રોગ લાગે તો આ દૃષ્ટિમાં ઉદ્દભવનારી શુશ્રુષા પ્રાપ્ત કરવાનું ખૂબ જ સરળ બને. ૨૨-૧all શુશ્રુષાના અભાવમાં અને ભાવમાં(વિદ્યમાનતામાં) શું થાય છે, તે જણાવાય છે–
अभावेऽस्याः श्रुतं व्यर्थं, बीजन्यास इवोषरे ।
શ્રતામાવેડ િમાવેડચા, ઘુવઃ શર્મક્ષયઃ પુનઃ રર-૧૪ अभाव इति-अस्या उक्तलक्षणशुश्रूषाया अभावे । श्रुतमर्थश्रवणं व्यर्थम्, ऊषर इव बीजन्यासः । श्रुताभावेऽप्यर्थश्रवणाभावेऽप्यस्या उक्तशुश्रूषाया भावे पुन धुंवो निश्चितः कर्मक्षयः । अतोऽन्वयव्यतिरेकाभ्यामियमेव प्रधानफलकारणमिति भावः ।।२२-१४॥
શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે “સાંભળવાની ઇચ્છાનો અભાવ હોય તો; ઊખર ભૂમિમાં વાવેલા બીજની જેમ સાંભળવાની પ્રવૃત્તિનું ફળ શ્રમ સિવાય બીજું કોઈ નથી અને અર્થ
એક પરિશીલન
૨૧૫