________________
આમંત્યમાં તદાકાર હોવાથી શરીરનો અધ્યાસ રહેતો નથી. તેથી યોગસૂત્ર(૨-૪૭)માં જણાવ્યા મુજબ “પ્રયત્નની શિથિલતા અને આનંયની સમાપત્તિ આ બંન્નેના કારણે આ ત્રીજી બલાદષ્ટિમાં સ્થિર સુખાસનની સિદ્ધિ થાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. //૨૨-૧૧| સ્થિર સુખાસનની સિદ્ધિનું ફળ વર્ણવાય છે
अतोऽन्तरायविजयो, द्वन्द्वानभिहतिः परा ।
કૃષ્ટોષપરિત્યા:, પ્રધાનપુર:સર: રર-૧૨ા. अत इति-अतो यथोक्तादासनादन्तरायाणामङ्गमेजयादीनां विजयः । द्वन्द्वैः शीतोष्णादिभिरनभिहतिर्दुःखाप्राप्तिः परा आत्यन्तिकी 'ततो द्वन्द्वानभिघात' [२-४८] इत्युक्तेः । दृष्टानां च दोषाणां मनःस्थितिजनितक्लेशादीनां परित्यागः प्रणिधानपुरस्सरः प्रशस्तावधानपूर्वः ॥२२-१२।।
“ઉપર જણાવેલા સ્થિર-સુખાસનના કારણે; શરીરના કંપનાદિ સ્વરૂપ અંતરાયોનો વિજય, શીત-ઉષ્ણ... ઇત્યાદિ ઢંઢોથી દુઃખ ન પામવા સ્વરૂપ શ્રેષ્ઠ અનભિહતિ અને પ્રણિધાનપૂર્વક મનના સંક્લેશાદિનો પરિત્યાગ થાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ દૃષ્ટિમાં સ્થિર સુખાસનની સિદ્ધિ થવાથી શરીરમાં કંપ(ધ્રુજારી) નથી થતો. તાત્પર્ય એ છે કે યોગની સાધનામાં પ્રવૃત્તિ કરતી વખતે યોગાર્થીએ ધ્યાન રાખવું જોઇએ કે એ પ્રવૃત્તિમાં સ્થિરતા આવવી જોઈએ. એ પ્રવૃત્તિ વખતે, તેના આરંભ પૂર્વે જો લૌકિક પ્રવૃત્તિ વધારે કરી હોય તો શરીર થાકેલું હોવાથી શરીર કંપાયમાન થાય છે. તેથી જેમ બને તેમ લૌકિક પ્રવૃત્તિ ઓછી કરી આસનની સ્થિરતા પ્રાપ્ત કરી અંગમેજય (શરીરનું કંપન) ઉપર વિજય મેળવી શકાય છે, જે આ દૃષ્ટિમાં પ્રાપ્ત થનાર આસનસિદ્ધિનું ફળ છે.
તેમ જ આ દષ્ટિમાં આસનની સિદ્ધિના કારણે શીત-ઉષ્ણ; માન-અપમાન અને હર્ષવિષાદ... ઇત્યાદિ કંદોથી દુઃખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે યોગાર્થીને આસનના કારણે પીડા નથી અને અસત્ તૃષ્ણા નથી. દુઃખની અપ્રાપ્તિ સ્વરૂપ અનભિહતિ શ્રેષ્ઠ છે, ચિરકાળસ્થાયિની છે. આવી જ રીતે મનના પ્રશસ્ત અવધાન(ઉપયોગવિચારણા)પૂર્વક દોષોનો પરિત્યાગ થાય છે. મનની સ્થિતિના કારણે જે ક્લેશ વગેરે દેખીતા દોષો ઉદ્ભવતા હતા તેનો પરિત્યાગ; આસનની સ્થિરતા અને સુખરૂપતાના કારણે થાય છે. “તતો જામિયતઃ ૨-૪૮' - આ યોગસૂત્રમાં ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. શરીરની સ્થિરતા, ધંધોની સહિષ્ણુતા અને મનની પ્રશસ્તભાવમાં એકાગ્રતાપૂર્વક ક્લેશાદિ દષ્ટ દોષોનો પરિત્યાગ : એ આ દૃષ્ટિમાં થતી આસનસિદ્ધિનું ફળ છે. રર-૧રો
શુક્રૂષાનું સ્વરૂપ વર્ણવાય છે–
૨૧૪
તારાદિત્રય બત્રીશી