________________
છે, તેને સામાન્યથી આસન કહેવાય છે. આસન એવું તો ન જ હોવું જોઇએ કે જેથી આપણે યોગમાર્ગમાંથી ખસી જઈએ. આસનનો ઉપયોગ સ્થિરતા માટે છે.
આ ત્રીજી બલાદષ્ટિમાં, મિત્રો અને તારા દષ્ટિમાંના દર્શન કરતાં દઢ દર્શન હોય છે. કારણ કે અહીં કાષ્ઠના અગ્નિના કણ જેવો બોધ હોય છે, જે તૃણ અને છાણાના અગ્નિના કણ જેવો બાધ કરતાં વિશિષ્ટ છે – એ સમજી શકાય છે. જિજ્ઞાસાના કારણે થયેલી હોવાથી તત્ત્વશ્રવણની ઇચ્છા; અહીં ઉત્કટ હોય છે. તેમ જ યોગના વિષયમાં ઉગ ન હોવાથી અહીં યોગના વિષયમાં; ઉગથી ઉત્પન્ન થનારો ક્ષેપ નામનો દોષ હોતો નથી. જે ક્રિયા કરવાનું નિશ્ચિત કર્યું હોય તે ક્રિયા કરતી વખતે વચ્ચે વચ્ચે તેનાથી બીજી ક્રિયામાં ચિત્ત જાય ત્યારે ક્ષેપદોષ ઉત્પન્ન થાય છે, જેનું કારણ ઉગ છે. આ પદોષના કારણે ક્રિયામાં સાતત્ય રહેતું નથી. ફળની સિદ્ધિમાં ક્રિયાનું સાતત્ય આવશ્યક છે. આ દષ્ટિમાં યોગના વિષયમાં ક્ષેપ નામનો દોષ ન હોવાથી ક્રિયાનું સાતત્ય જળવાય છે. યોગના પ્રતિબંધક આઠ દોષોનું વર્ણન ષોડશકપ્રકરણમાં વિસ્તારથી છે. ll૨૨-૧૦ની
આ દૃષ્ટિમાં યોગનાં અંગોમાંથી ત્રીજા અંગ આસનની સિદ્ધિ થાય છે. તેના ઉપાયને હવે જણાવાય છે
असत्तृष्णात्वराभावात्, स्थिरं च सुखमासनम् । प्रयत्नश्लथतानन्त्यसमापत्तिबलादिह ॥२२-११॥
असदिति-असत्तृष्णाया असुन्दरलालसायास्त्वरायाश्चान्यान्यफलौत्सुक्यलक्षणाया अभावात् स्थिरं सुखं चासनं भवति । प्रयत्नस्य श्लथताऽक्लेशेनैवासनं बध्नामीतीच्छायामङ्गलाघवेन तन्निबन्धः, आनन्त्ये चाकाशादिगते समापत्तिरवधानेन मनस्तादात्म्यापादनं दुःखहेतुदेहाहङ्काराभावफलं तबलादिह बलायां દટો ભવતિ | યથો¢–“પ્રતિથિીન—(7)સમાપ્પિા ” રિ-૪૭] રર-૧૧ા.
“અસત્ તૃષ્ણા અને ત્વરાનો અભાવ હોવાથી પ્રયત્નની શિથિલતા અને આતંત્યની સમાપત્તિના સામર્થ્યથી સ્થિર અને સુખકર આસન બલાદષ્ટિમાં થાય છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બલાદષ્ટિમાં અસુંદર (અસ) એવી લાલસાનો અભાવ હોવાથી તેમ જ ઉત્તરોત્તર બીજા બીજા ફળની ઉત્સુકતા સ્વરૂપ ત્વરાનો અભાવ હોવાથી સ્થિર અને સુખકર આસન સિદ્ધ થાય છે.
“કોઈ પણ ક્લેશ વિના જ આસન કરું આવી ઇચ્છા હોવાથી અહીં શરીરની લઘુતાથી આસન થાય છે. તેથી પ્રયત્ન(શરીરની ચેષ્ટાવિશેષ)ની શિથિલતા હોય છે. અર્થાત્ ખૂબ જ સરળતાથી આસન થતું હોવાથી તે સુખકર બને છે. તેમ જ આકાશાદિના આમંત્યમાં મન એકાકાર બને છે તેથી તે સ્વરૂપ આતંત્યની સમાપત્તિ અહીં હોય છે. તેથી દુઃખના કારણભૂત અહંકારનો અભાવ થાય છે. દુઃખનું કારણ, શરીરનો અહંકારભાવ છે. મન આકાશાદિના એક પરિશીલન
૨૧૩