________________
કહેવાનું તાત્પર્ય એ છે કે ભવાંતરને પ્રાપ્ત કરાવનારાં તેમ જ ભવાંતરને પ્રાપ્ત ન કરાવનારાં કર્મોને નિષ્ફળ બનાવવાનું કાર્ય ધ્યાનથી શક્ય બને છે. બદ્ધ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે એવા કર્મબંધમાં કારણ બનતું નથી કે જેથી ભવાંતરમાં જવું પડે. આથી સમજી શકાશે કે હિતકર એવા ધ્યાનથી કર્મોના બંધાભાવને કરવા સ્વરૂપ અનુબંધનો વ્યવચ્છેદ થાય છે. (જુઓ યોગબિંદુ શ્લો.નં. ૩૬૩). II૧૮-૨૧॥
ધ્યાનનું વર્ણન કરીને હવે ‘સમતા’નું વર્ણન કરાય છે—
व्यवहारकुदृष्ट्योच्चैरिष्टानिष्टेषु वस्तुषु । લ્પિતેષુ વિવેન, તત્ત્વધીઃ સમતોઘ્યતે ||૧૮-૨૨૫
व्यवहारेति-व्यवहारकुदृष्ट्याऽनादिमत्यां वितथगोचरया कुव्यवहारवासनयाऽविद्यापराभिधानया । उच्चैरतीव । कल्पितेषु इष्टानिष्टेषु इन्द्रियमनः प्रमोददायिषु तदितरेषु च वस्तुषु शब्दादिषु । विवेकेन “तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतो नानिष्टं न विद्यते किञ्चिदिष्टं वे” त्यादिनिश्चयालोचनेन । तत्त्वधीरिष्टानिष्टत्वपरिहारेण तुल्यताधीरुपेक्षालक्षणा समतोच्यते । यदुक्तं“વિદ્યાન્વિતપૂવ્વેરિષ્ટનિટેવુ વસ્તુપુ / સજ્ઞાનાત્ત યુવાસેન સમતા સમતોઘ્યતે II9]” ||૧૮-૨૨||
“અનાદિના વિતથવ્યવહારના સંસ્કારોથી અજ્ઞાનના કારણે કલ્પિત અત્યંત ઇષ્ટાનિષ્ટ વસ્તુઓને વિશે વિવેકથી પ્રાપ્ત થયેલી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનાદિકાળથી આ સંસારમાં શરીરાદિ વસ્તુઓને વિશે અજ્ઞાનાદિને લઇને આત્માદિની જે વિતથબુદ્ધિ થાય છે - તેને અવિદ્યા કહેવાય છે.
શરીર એ આત્મા નથી. શરીરથી આત્મા ભિન્ન છે. જ્ઞાનાદિ ગુણોના સ્વામી એવા આત્માને શરીરસ્વરૂપ માની જે જે પ્રવૃત્તિ કરાય છે, તે બધી અજ્ઞાનમૂલક છે. તેમ જ આત્માના જ્ઞાનાદિ ગુણોને છોડીને માતાપિતાદિ પરિવાર, ધન અને તેનાથી પ્રાપ્ત થનારા તે તે શબ્દાદિ વિષયો : એ બધામાં આત્મીયત્વ(પોતાનાપણા)ની જે બુદ્ધિ થાય છે તે અજ્ઞાનઅવિદ્યાને લઇને છે. એ અવિદ્યા આત્માના સંસારનું એકમાત્ર બીજ છે. અનાદિકાળની વિતથ (અવાસ્તવિક) વિષયવાળી જે દુષ્ટ વાસના(કુસંસ્કાર) છે તેને અહીં વ્યવહારકુદૃષ્ટિ તરીકે વર્ણવી છે, જેનું ‘અવિદ્યા’ : બીજું નામ છે. એ અવિઘાના કારણે માનેલા, ઇન્દ્રિય અને મનને આનંદ આપનારા અને નહિ આપનારા ઇષ્ટ અને અનિષ્ટ એવા શબ્દાદિ વિષયોમાં વિવેકને લઇને જે તત્ત્વબુદ્ધિ થાય છે, તેને સમતા કહેવાય છે.
ઇન્દ્રિય અને મનને આનંદ આપવાથી અને નહિ આપવાથી અત્યંત ઇષ્ટ અને અનિષ્ટ તરીકે શબ્દ વગેરે વિષયોને કલ્પી લેવામાં આવે છે. પરંતુ તે અવિઘાથી કલ્પિત છે, વાસ્તવિક નથી. શબ્દાદિ વિષયો તત્ત્વદૃષ્ટિએ જોઇએ તો સમજાશે કે વસ્તુતઃ તે ઇષ્ટ અને અનિષ્ટ નથી. પ્રશમરતિ
યોગભેદ બત્રીશી
૯૨