________________
કરનારને તેવી ઇચ્છા નથી. “અનુષ્ઠાન કર્યા વિના ચાલે એવું નથી' એમ માનીને અનુષ્ઠાન કરવામાં આવે તો તે બળાત્કારે-પરાણે જ થવાનું, જેનું વાસ્તવિક કોઈ પ્રયોજન નથી.
શ્રી ષોડશકપ્રકરણમાં (૧૪-૧૦) ગુ (રોગ) નામના દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે – રુગુદોષ હોતે છતે અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થવાથી જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરી ઈષ્ટ(કર્મનિર્જરાદિ)ની સિદ્ધિ થતી નથી. તેથી તે અનુષ્ઠાન ન કરવા સ્વરૂપ જ છે, માટે તે વંધ્ય ફળવાળું છે.”
તેથી સ્પષ્ટ છે કે ઉપર વર્ણવેલા ખેદ, ઉદ્વેગ.. વગેરે દોષોના અભાવે ક્રોધ, લોભ વગેરે વિકારથી રહિત એવા યોગી જનોને જ કુશલાનુબંધી (ઉત્તરોત્તર વિશિષ્ટ ફળને આપવાવાળું) ધ્યાન હોય છે. પણ જો ખેદાદિ દોષો વિદ્યમાન હોય તો તે તે યોગી જનોને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થતી નથી. કુશલાનુબંધી ધ્યાનની પ્રાપ્તિ માટે ખેદાદિ ચિત્તદોષોનો પરિહાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. ૧૮-૨૦ના કુશલાનુબંધી એવા ધ્યાનનું ફળ વર્ણવાય છે–
वशिता चैव सर्वत्र, भावस्तैमित्यमेव च ।
अनुबन्धव्यवच्छेदश्चेति ध्यानफलं विदुः ॥१८-२१॥ वशितेति-सर्वत्र कार्ये । वशिता चैवात्मायत्ततैव । भावस्यान्तःकरणपरिणामस्य स्तमित्यमेव च निश्चलत्वमेव । अनुबन्धव्यवच्छेदो भवान्तरारम्भकाणामितरेषां च कर्मणां वन्ध्यभावकरणं चेत्येतळ्यानफलं વિતુર્નાનને ધ્યાનપત્તવિવ: I9૮-૨૧/
“સઘળાં ય કાર્યોને વિશે સ્વાધીનતા, ભાવની નિશ્ચળતા અને અનુબંધનો વ્યવચ્છેદ : આ ધ્યાનનાં ફળ છે એમ ધ્યાનફળના જાણકારો માને છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે આત્માઓને હિતકર એવા ધ્યાનની પ્રાપ્તિ થાય છે, તે આત્માઓને દરેક કાર્યને વિશે વશિતા પ્રાપ્ત થાય છે. જ્યારે પણ તેમને તે તે કાર્ય-અનુષ્ઠાન કરવાની ભાવના થાય ત્યારે તેઓને તેમાં કોઈ જ અવરોધ નડતો નથી. સ્વાધીનપણે તેઓ તે તે કાર્ય કરવા માટે સ્વભાવથી જ સમર્થ બને છે. તે તે કાર્ય કરવાનો જાણે તેમનો સ્વભાવ હોય તે રીતે તેઓ કાર્ય કરે છે.
કુશલાનુબંધી ધ્યાનને પ્રાપ્ત કરનારા આત્માઓના મનના પરિણામો અત્યંત સ્થિર-નિશ્ચલ હોય છે. ખેદાદિ આઠ દોષોના પરિહારથી તેમનું મન શુદ્ધ બને છે. તેથી મનમાં કોઈ પણ જાતના વિકારાદિ ન હોવાથી મન ધ્યેયને વિશે સ્થિર બને છે. સ્થિરતા પ્રાપ્ત થવાના કારણે મનની ચંચળતા નાશ પામે છે. સ્વાધીનતા અને ભાવની સ્થિરતાના કારણે કર્મોના અનુબંધ પડતા નથી.
એક પરિશીલન
૯૧