________________
કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના બીજા શ્લોકમાં જણાવ્યા મુજબ ઇચ્છાયોગના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે સાધનની વિકલતામાં જ્યારે વિહિત અનુષ્ઠાનની ઉત્કટ ઇચ્છાથી કાલાદિથી વિકલ અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે તે ઇચ્છાયોગનું અનુષ્ઠાન હોય છે. ઈચ્છાયમ પણ ઇચ્છાયોગવિશેષ છે. અહિંસાદિ પાંચ પ્રકારના યમસ્વરૂપ મહાવ્રતોને જે લોકો સારી રીતે આરાધે છે, તેઓની કથાના પુણ્યશ્રવણથી આત્માને પરમ આનંદ થાય છે અને તેથી તે તે મહાત્માઓની જેમ મને પણ તે અહિંસાદિયમની પ્રાપ્તિ ક્યારે થશે, કઈ રીતે થશે... ઇત્યાદિ ઇચ્છા, યમના વિષયમાં થાય છે. તેને ઇચ્છાયમ કહેવાય છે. યોગની તીવ્ર ઇચ્છાની અભિવ્યક્તિ આ રીતે થતી હોય છે. યમ-નિયમાદિ અષ્ટાંગયોગની સાધનામાં યોગના પ્રથમ અંગ સ્વરૂપે અહિંસાદિ પાંચ યમની પ્રાપ્તિ થતી હોય છે. મહાવ્રતોના નામથી પ્રસિદ્ધ યમ, ઇચ્છાદિના ભેદથી ચાર પ્રકારનો છે. પ્રવૃત્તિના અભાવમાં પણ ઇચ્છા કેટલી ઉત્કટ હોય છે તે આપણે આપણી દૈનિક આહારાદિની પ્રવૃત્તિથી સમજી શકીએ છીએ. એ મુજબ જ આ ઇચ્છાયમનું સ્વરૂપ સમજી લેવું જોઇએ. આપણે જે ઇચ્છીએ છીએ તે કરી શકતા ન હોઇએ ત્યારે તે વસ્તુને પામેલાઓની તેમ જ તે વસ્તુની કે તેના સાધનાદિની કથા(વાત) સાંભળવામાં અત્યંત પ્રીતિ થતી હોય છે અને તેને લઇને તે વિષયની તીવ્ર સ્પૃહા થાય છે. એવી યમવિષયણી તીવ્ર સ્પૃહાને ઇચ્છાયમ કહેવાય છે.
તે યમો (અહિંસાદિ)નું ક્રોધાદિ કષાયોના ઉપશમપૂર્વકનું જે પાલન(પ્રવૃત્તિ) છે, તેને પ્રવૃત્તિયમ કહેવાય છે. અહીં કાલાદિથી અવિકલ પાલન જ પ્રવૃત્તિયમ તરીકે વિવક્ષિત છે, તેથી કાલાદિથી વિકલ એવા પાલનથી યુક્ત એવા ઇચ્છાયમને પ્રવૃત્તિયમ કહેવાનો પ્રસંગ નહીં આવે. અન્યથા પાલનસામાન્યને (વિકલ-અવિકલ) પ્રવૃત્તિમ માનવામાં આવે તો ઇચ્છાયમને પણ પ્રવૃત્તિયમ માનવાનો પ્રસંગ સ્પષ્ટ છે.
યમના વિકલ પણ પાલનને પ્રવૃત્તિયમ કહેવાનું યોગ્ય નથી. કારણ કે વિકલયમની પ્રવૃત્તિ સ્થળે તેવી સાધુઓની સચ્ચેષ્ટાને લઈને ત્યાં પ્રધાન-શ્રેષ્ઠ ઇચ્છાયમ જ મનાય છે. શુદ્ધક્રિયાનો જયાં અભાવ છે પરંતુ તાત્ત્વિક પક્ષપાત(આગ્રહ) છે, ત્યાં દ્રવ્યક્રિયા(વિકલ અનુષ્ઠાન)ની અપેક્ષાએ તાત્ત્વિક પક્ષપાતને શ્રેષ્ઠ મનાય છે. યોગદષ્ટિ સમુચ્ચય'માં શ્લો.નં. ૨૨૩થી ફરમાવ્યું છે કે – “તાત્ત્વિકપક્ષપાત(ક્રિયાશૂન્ય ભાવ) અને ભાવશૂન્ય જે ક્રિયા(તાત્ત્વિકપક્ષપાત-રહિત ક્રિયા) : એ બંન્નેમાં સૂર્ય અને ખદ્યોત(ખજવો) જેટલું અંતર છે અર્થાત્ ઘણો મોટો ફરક છે.
યદ્યપિ સંવિગ્નપાક્ષિક આત્માઓનું તે તે અનુષ્ઠાન કાલાદિથી વિકલ હોવા છતાં તેમને પ્રવૃત્તચક્રયોગી મનાય છે, તેથી તે મુજબ તેમને પ્રવૃત્તિયમ છે - એમ માનવાનું આવશ્યક હોવાથી પ્રવૃત્તિયમની વિવક્ષામાં પ્રવૃત્તિસામાન્યની વિવક્ષા કરવી જોઈએ. અન્યથા સંવિગ્નપાક્ષિકોને તેવા પ્રકારના અવિકલ અનુષ્ઠાનના અભાવે પ્રવૃત્તિયમના અભાવમાં પ્રવૃત્તચક્રયોગી માનવાનું
એક પરિશીલન
૧૨૭