________________
આ પ્રવૃત્તચક્રયોગીઓ ઈચ્છાયોગાદિના અધિકારી છે. પ્રવૃત્તચક્રયોગીઓમાં જે યોગ્યતા છે, તેને લઇને તેઓ ઇચ્છાયોગાદિને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે, તેથી અધિકૃત યોગની પ્રવૃત્તિના અધિકારી પ્રવૃત્તચક્યોગી છે - એમ યોગના જાણકારો કહે છે. ૧૯-૨૪ પૂર્વે જણાવેલા ચાર પ્રકારના યમને જણાવાય છે
यमाश्चतुर्विधा इच्छाप्रवृत्तिस्थैर्यसिद्धयः ।
યોથિીનાઢ્ય ૨, મર્યતડવત્રયમ્ ૨૧-૨૧/ यमा इति-यमाश्चतुर्विधा इच्छायमाः प्रवृत्तियमाः स्थिरयमाः सिद्धियमाश्च । अवञ्चकत्रयं च योगक्रियाफलाख्यं श्रूयते योगावञ्चकः क्रियावञ्चकः फलावञ्चकश्चेति ।।१९-२५।।
“ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ સ્વરૂપ ચાર પ્રકારનો યમ છે અને યોગ, ક્રિયા તેમ જ ફળના નામવાળો અવચ્ચક યોગ ત્રણ પ્રકારનો છે.” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ યમ છે. તેના દરેકના ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકાર છે. તેથી પાંચ ઇચ્છાયમ છે, પાંચ પ્રવૃત્તિયમ છે, પાંચ ધૈર્યયમ છે અને પાંચ સિદ્ધિયમ છે, જેનું સ્વરૂપ આગળના શ્લોકથી જણાવવામાં આવશે.
યોગ, ક્રિયા અને ફલના નામવાળો અવચ્ચક્યોગ ત્રણ પ્રકારનો છે. યોગાવચ્ચકયોગ, ક્રિયાવચ્ચકયોગ અને ફ્લાવચ્ચકયોગનું સ્વરૂપ પણ આગળના શ્લોકથી વર્ણવાશે. જુદી જુદી રીતે યોગનું સ્વરૂપવર્ણવવાનું અહીં તાત્પર્ય છે. તેથી પ્રસંગથી તે તેયોગનું નિરૂપણ કર્યું છે.૧૯-રપો ઇચ્છા અને પ્રવૃત્તિ યમનું સ્વરૂપ વર્ણવાય છે–
इच्छायमो यमेष्विच्छा, युता तद्वत्कथामुदा ।
स प्रवृत्तियमो यत्तत्पालनं शमसंयुतम् ।।१९-२६॥ इच्छेति-तद्वतां यमवतां कथातो या मुत् प्रीतिस्तया युता सहिता यमेष्विच्छा इच्छायम उच्यते । यत्तेषां यमानां पालनं शमसंयुतमुपशमान्वितं स प्रवृत्तियमः । तत्पालनं चात्राविकलमभिप्रेतं, तेन न कालादिविकलतत्पालनक्षणे इच्छायमेऽतिव्याप्तिः । न च सोऽपि प्रवृत्तियम एव, केवलं तथाविधसाधुचेष्टया प्रधान इच्छायम एव तात्त्विकपक्षपातस्यापि द्रव्यक्रियातिशायित्वात् । तदुक्तं-“तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।१।।” संविग्नपाक्षिकस्य प्रवृत्तचक्रत्वानुरोधे तु प्रवृत्तियम एवायं तस्य शास्त्रयोगानियतत्वादिति नयभेदेन भावनीयम् ।।१९-२६।।
અહિંસાદિયમવાળા આત્માઓની કથાના શ્રવણાદિથી થતા આનંદથી યુક્ત એવી છે યમની ઇચ્છા, તેને ઇચ્છાયમ કહેવાય છે અને પ્રવૃત્તિયમ તેને કહેવાય છે કે જે ઉપશમથી યુક્ત તેનું પાલન કરે છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. ૧૨૬
યોગવિવેક બત્રીશી