________________
એટલે કે અભિભૂત થયેલી નહિ એવી અનભિભૂત હોય છે. તેથી સ્કૂલબોધના બીજ સ્વરૂપ એ અપાયની શક્તિ, સૂક્ષ્મ બોધનો પ્રતિબંધ કરવાનું કાર્ય કરે છે.
આ અવેદ્યસંવેદ્યપદમાં જે પણ પુણ્યબંધ થાય છે, તે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા વિદ્ગઅપાયથી સંબદ્ધ મનાય છે. તેથી તે પુણ્યબંધને પાપાનુબંધીરૂપે વર્ણવાય છે. અહીં વેદ્યસંવેદ્યપદથી ભિન્ન એવા અવેદ્યસંવેદ્યપદને આશ્રયીને સામાન્યથી વર્ણન કર્યું છે. વિશેષથી; આગળના
શ્લોકો દ્વારા વર્ણવેલા અર્થનું અનુસંધાન કરી એના તાત્પર્યને સમજી લેવું જોઈએ. પાપાનુબંધી પુણ્યબંધનું પ્રયોજક માત્ર અવેદ્યસંવેદ્યપદ જ નથી. બીજી પણ સામગ્રી એની પ્રયોજક છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૨-૨થી અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં સ્કૂલબોધ હોય છે તેનું કારણ જ પ્રકારાંતરે જણાવાય છે–
प्रवृत्तिरपि योगस्य, वैराग्यान्मोहगर्भतः ।
प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ॥२२-२८।। प्रवृत्तिरपीति-तत्रेति प्राक्तनमत्रानुषज्यते । तत्र मोहगर्भतो वैराग्याद् योगस्य प्रवृत्तिरपि सद्गुरुपारतन्त्र्याभावेऽपायजननीमुत्तरां मोहवासनां प्रसूते । मोहमूलानुष्ठानस्य मोहवासनाऽवन्ध्यबीजत्वाद् । अतोऽत्र योगप्रवृत्तिरप्यकिञ्चित्करीति भावः ।।२२-२८।।
અવેદ્યસંવેદ્યપદમાં યોગની પ્રવૃત્તિ પણ મોહગર્ભિત વૈરાગ્યથી ઉત્તરોત્તર અપાયને ઉત્પન્ન કરનારી મોહવાસના(સંસ્કાર)ને ઉત્પન્ન કરે છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં ગ્રંથિનો ભેદ થયેલો ન હોવાથી વૈરાગ્ય મોહગર્ભિત હોય છે. એ વૈરાગ્યના કારણે થતી યોગની પ્રવૃત્તિ પણ; જો સદ્ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય ન હોય તો અપાય(નરકાદિ ગમન)ને ઉત્પન્ન કરનારી ઉત્તરોત્તર મોહવાસનાને ઉત્પન્ન કરે છે.
કારણ કે સદ્ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય ન હોય તો મોહમૂલક અનુષ્ઠાન મોહના સંસ્કારનું અવંધ્ય(ચોક્કસ જ ફળને ઉત્પન્ન કરનાર) કારણ છે. આથી અહીં અવેદ્યસંવેદ્યપદમાં યોગની પ્રવૃત્તિ અકિંચિત્કર છે. અર્થાત એ કરે કે ન કરે તેથી કોઈ લાભ નથી. આવી સ્થિતિમાં પણ સદ્ગુરુપરતંત્ર્યનો યોગ મેળવી લઈએ તો જે યોગની પ્રવૃત્તિ મોહવાસનાને ઉત્પન્ન કરતી હતી; તે જ પ્રવૃત્તિ મોહના ઉન્મેલનનું કારણ બની જાય. અવેદ્યસંવેદ્યપદથી વેદ્યસંવેદ્યપદને પામવા માટે સદ્ગુરુદેવના પાતંત્ર્યને છોડીને બીજો કયો ઉપાય છે? મોહોત્પાદક મોહનાશક બને : એ એક અદ્ભુત ચમત્કાર છે; સગુરુદેવશ્રીના પારતંત્રનો... /૨૨-૨૮
સક્રુપાતંત્ર્યસહિત અને તેનાથી રહિત એવા અવેદ્યસંવેદ્યપદ વખતે જે પુણ્યબંધાદિ થાય છે - તે જણાવાય છે–
એક પરિશીલન
૨૩૧