________________
પહેલી ચાર દૃષ્ટિઓ મિથ્યાદૃષ્ટિઓને હોય છે - તે જણાવ્યું. હવે મિથ્યાત્વની કેવી અવસ્થામાં હોય છે - તે જણાવાય છે. કારણ કે મિથ્યાત્વની અવસ્થા તો અનાદિની છે—
मिथ्यात्वे मन्दतां प्राप्ते, मित्राद्या अपि दृष्टयः । માર્ગાભિમુલમાવેન, વંતે મોક્ષયોનનમ્ ॥૨૦-૩૧||
मिथ्यात्व इति-मिथ्यात्वे मिथ्यात्वमोहनीये कर्मणि मन्दतां प्राप्तेऽपुनर्बन्धकत्वादिभावेन । मित्राद्या अपि दृष्टयश्चतस्रः । किं पुनः स्थिराद्या इत्यप्यर्थः । मार्गाभिमुखभावेन मार्गसाम्मुख्येन द्रव्ययोगतया मोक्षयोजनं कुर्वते । चरमावर्तभावित्वेन समुचितयोग्यतासिद्धेः ।।२०-३१।।
-
કહેવાનો આશય એ છે કે જીવમાત્રની મિથ્યાત્વની અવસ્થા અનાદિકાળની હોવાથી મિત્રાદિ ચાર દષ્ટિઓ ત્યારની કેવી અવસ્થામાં પ્રાપ્ત થાય છે : આવી શંકા સહજ છે. યોગની દૃષ્ટિઓ મોક્ષની સાથે આત્માને જોડી આપે છે તેથી જ તેને યોગની દૃષ્ટિઓ પણ કહેવાય છે. પરંતુ મિથ્યાત્વકાળે પ્રાપ્ત થનારી પ્રથમ ચાર દૃષ્ટિઓ મિથ્યાત્વના કાળમાં આત્માને મોક્ષની સાથે કઇ રીતે જોડે... આ શંકા પણ ઉદ્ભવી શકે છે. તેના સમાધાનને જણાવવા આ એકત્રીસમો શ્લોક છે. તેનો અર્થ એ છે કે – “મિથ્યાત્વ મંદ થયે છતે મિત્રાદિ ચાર દૃષ્ટિઓ પણ આત્માને માભિમુખ ભાવ દ્વારા મોક્ષની સાથે જોડી આપે.’’ એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અપુનર્બંધકાદિ દશાને પામવાથી મિથ્યાત્વમોહનીયકર્મ મંદતાને પ્રાપ્ત થયે છતે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દૃષ્ટિઓ પણ જીવને; માર્ગને અભિમુખ કરવા દ્વારા મોક્ષની સાથે જોડી આપે છે. સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ જ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે એવું નથી. સ્થિરાદિ દૃષ્ટિઓ આત્માને મોક્ષની સાથે જોડી આપે જ. પણ આ રીતે મિત્રાદિ ચાર દૃષ્ટિઓ પણ દ્રવ્યયોગસ્વરૂપે (ભાવના કારણ સ્વરૂપે) આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. ચરમાવર્ત્તકાળમાં મિત્રાદિ દષ્ટિઓની પ્રાપ્તિ થતી હોવાથી યોગને ઉચિત એવી યોગ્યતાની સિદ્ધિ થાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. II૨૦-૩૧ મિથ્યાત્વની મંદતાને લઇને મિત્રાદિ દૃષ્ટિઓ મોક્ષનું કારણ બને છે - એમાં સૂત્રાનુસારિતા જણાવાય છે—
૧૬૮
प्रकृत्या भद्रकः शान्तो, विनीतो मृदुरुत्तमः । સૂત્રે મિથ્યાદૃાવ્યુò:, પરમાનન્દમાત: ૨૦-૩૨।।
प्रकृत्येति-अत उक्तहेतोः सूत्रे जिनप्रवचने प्रकृत्या निसर्गेण । भद्रको निरुपमकल्याणमूर्तिः । शान्तः क्रोधविकाररहितः । विनीतोऽनुद्धतप्रकृतिः । मृदुर्निर्दम्भः । उत्तमः सन्तोषसुखप्रधानः । मिथ्यादृगपि परमानन्दभाक् निरतिशययोगसुखभाजनमुक्तः शिवराजर्षिवदिति ।।२०-३२।।
યોગાવતાર બત્રીશી