________________
“મિથ્યાત્વની મંદતાને કારણે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી નિસર્ગથી જેઓ ભદ્રક શાંત વિનીત મૃદુ અને ઉત્તમ છે એવા મિથ્યાષ્ટિ પણ પરમાનંદના ભાજન બને છે.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે જેઓ મિથ્યાષ્ટિ હોવા છતાં સ્વભાવથી જ અનુપમ કલ્યાણની મૂર્તિ સ્વરૂપ છે, ક્રોધના વિકારથી રહિત છે, વિનીત એટલે કે ઉદ્ધત સ્વભાવ વગરના છે, દંભરહિત છે અને સંતોષના સુખને જ મુખ્ય માનનારા છે; તેઓ સવતિશાયી એવા મોક્ષસુખના ભાજન બને છે.
- મિથ્યાત્વની મંદતામાં સ્વભાવથી જ જેઓ ઉપર જણાવ્યા મુજબ ભદ્રકતાદિ ગુણો ધરાવતા હોય તેમની યોગને ઉચિત એવી યોગ્યતા અંગે કોઈ વિવાદ નથી. પોતાનું નિરુપદ્રવ સ્વરૂપ, કષાયના વિકારનો અભાવ, નિર્દમ્ભાવસ્થા અને વાસ્તવિક સંતોષસુખનું પ્રાધાન્ય... વગેરે ગુણના જેઓ નિસર્ગથી જ સ્વામી છે; તેઓને યોગ્ય પૂ. ગુરુદેવશ્રીનો યોગ મળતાંની સાથે તેમની એ યોગ્યતા ફળની ઉત્પાદિકા બનતી હોય છે. શિવરાજ ઋષિ... વગેરે આત્માઓના જીવનનો વિચાર કરવાથી એ વાત સમજી શકાય છે. મિથ્યાત્વની અવસ્થામાં પણ અવધિજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) જેવા જ્ઞાનને પામવા સુધીની સાધના કર્યા પછી પણ તેમનું મિથ્યાત્વ ગયું ન હતું. પરંતુ શ્રી વીતરાગ પરમાત્માનો પરિચય થતાં જ તેમને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. સ્વભાવસિદ્ધ એ ગુણોથી અભિવ્યક્ત થયેલી એ યોગ્યતા આત્માને પરમાનંદનું ભાજન બનાવે છે – એ પરમાર્થ છે. એને યાદ રાખી એવી યોગ્યતાને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૨૦-૩રો.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगावतारद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન