________________
છે. એનું તાત્પર્ય એ છે કે જે યોગના યોગીના સાંનિધ્યને લઈને બીજાને વૈરત્યાગ વગેરેની પ્રાપ્તિ થાય છે તે યોગસ્વરૂપ યમની સિદ્ધિને સિદ્ધિયમ કહેવાય છે.
જેમનો અંતરાત્મા(મન) કર્મમલના ક્ષયથી નિર્મળ છે તે શુદ્ધમનવાળા યોગીજનોના અચિંત્યવીર્ષોલ્લાસ સ્વરૂપ સામર્થ્યથી બીજાને પણ પોતાની સિદ્ધિ જેવી સિદ્ધિને પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ સ્વરૂપ ચોથા યમની પ્રાપ્તિ થાય છે. કોઈ સંયોગોમાં તેવા પ્રકારની અન્ય કારણસામગ્રીનો અભાવ હોય તો યોગીઓની સિદ્ધિથી બીજાને તેવી સિદ્ધિ ન પણ મળે એ બનવાજોગ છે. એટલા માત્રથી યોગીજનને સિદ્ધિ મળી નથી – એમ માનવાની ભૂલ કરવી ના જોઇએ. કારણ કે આવા પ્રસંગે યોગીજનોની સિદ્ધિમાં પરાર્થ-સાધત્વસ્વરૂપયોગ્યતારૂપે છે જ... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૯-૨૮
ચાર પ્રકારના ઇચ્છાદિયમોનું નિરૂપણ કરીને હવે અવચ્ચક ત્રણ યોગોનું સ્વરૂપ જણાવતાં પ્રથમ અવંચક યોગનું સ્વરૂપ વર્ણવાય છે–
सद्भिः कल्याणसम्पन्नै दर्शनादपि पावनैः ।
તથા વનતો થોડા સાદાવઝવ વધ્યતે II9૧-૨૬ सद्भिरिति-सद्विरुत्तमैः । कल्याणसम्पन्नैर्विशिष्टपुण्यवद्भिः । दर्शनादप्यवलोकनादपि पावनैः पवित्रैः । तथा तेन प्रकारेण गुणवत्तयेत्यर्थः । दर्शनतो योगः सम्बन्ध आद्यावञ्चकः सद्योगावञ्चक इष्यते ।।१९-२९।।
“દર્શનથી પણ પવિત્ર કરનારા એવા ઉત્તમ વિશિષ્ટ પુણ્યવાના યોગીઓની સાથે તેવા પ્રકારે દર્શનને આશ્રયીને જે સંબંધ છે તેને આઘાવંચક(યોગાવંચક) યોગ કહેવાય છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગીજનોના દર્શન દ્વારા તેમની સાથે આપણો જે સંબંધ થાય છે તેને પ્રથમ યોગાવંચક યોગ કહેવાય છે. અવંચક ત્રણ યોગમાં તે પ્રથમ છે.
જે યોગીજનોના દર્શનથી યોગાવંચકયોગની પ્રાપ્તિ થાય છે, તે યોગીઓનું સ્વરૂપ શ્લોકના પૂર્વાદ્ધથી વર્ણવ્યું છે. તે યોગીજનો વિશિષ્ટપુણ્યસ્વરૂપ કલ્યાણના ભાજન હોય છે અને તેમના દર્શનમાત્ર થવાથી પણ તેઓ આપણા આત્માને પવિત્ર કરનારા હોય છે. એ ઉત્તમ યોગીઓનાં તેમને ગુણી માનીને જે દર્શન થાય છે તેવા દર્શનને આશ્રયીને તેમની સાથે થનારા સંબંધને આદ્ય (પ્રથમ) અવંચક (યોગાવંચક) યોગ કહેવાય છે. અવંચકયોગની શરૂઆતની આ અવસ્થા છે. આ અવસ્થાનું ઘણું જ મહત્ત્વ છે. એને અનુરૂપ જ આગળના યોગની પ્રાપ્તિ થવાની છે. શરૂઆતમાં જ યોગી સારા મળે, એ પણ સિદ્ધિનું મુખ્ય અંગ છે, નહિ તો આપણને યોગની સિદ્ધિ મેળવવી હોય અને એ વખતે માર્ગદર્શક યોગી સારા ન મળે તો; સિદ્ધિ તો દૂર રહી, પણ જે સિદ્ધ છે તે પણ ગુમાવવાનો વખત આવે એવું પણ બને !
એક પરિશીલન
૧૨૯