________________
મોક્ષની પ્રાપ્તિ વગેરે ઇશ્વરની ઇચ્છા વિના અનુપપન્ન છે તેથી અનાદિજ્ઞાનાદિમાન પરમાત્માને માન્ય વિના ચાલે એવું નથી... ઇત્યાદિ ક્રિ . ઇત્યાદિ ગ્રંથનો આશય છે. ૧૬-રા. પરમાત્માના અનાદિ જ્ઞાન, વૈરાગ્ય વગેરેમાં યુક્તિ જણાવાય છે
सात्त्विकः परिणामोऽत्र, काष्ठाप्राप्ततयेष्यते ।
નાક્ષપ્રાતિહાપ્રાણ, રૂતિ સર્વજ્ઞાતિઃ ૧૬-રૂ. सात्त्विक इति-अत्रेश्वरे सात्त्विकः परिणामः । काष्ठाप्राप्ततयाऽत्यन्तोत्कृष्टत्वेन इष्यते । तारतम्यवतां सातिशयानां धर्माणां परमाणावल्पत्वस्येवाकाशे परममहत्त्वस्येव काष्ठाप्राप्तिदर्शनाद् ज्ञानादीनामपि चित्तधर्माणां तारतम्येन परिदृश्यमाणानां क्वचिन्निरतिशयत्वसिद्धेः । न पुनरक्षप्रणालिकया इन्द्रियद्वारा प्राप्त उपनीतः । इति हेतोः । सर्वविषयत्वादेतच्चित्तस्य सर्वज्ञतायाः स्थितिः प्रसिद्धिः । तदुक्तं-“तत्र निरतिशयं સર્વજ્ઞવીનમ્” [૧-૨૧] I9૬-રૂ
“ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપે મનાય છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સ્વરૂપે મનાતો નથી. તેથી સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્મા-ઈશ્વરમાં શુદ્ધ સાત્ત્વિક ભાવ છે. રજોગુણ કે તમોગુણના લેશથી પણ અનુવિદ્ધ નથી. અત્યંત ઉત્કૃષ્ટ સ્વરૂપે તે ત્યાં છે. અર્થાત્ એના કરતાં બીજે ક્યાંય પણ ઉત્કૃષ્ટ ન હોવાથી પરમાત્મામાં તે સર્વોત્કૃષ્ટ છે. કારણ કે તરતમતાવાળા અતિશયથી યુક્ત ધર્મો પરાકાષ્ઠાને પામેલા દેખાય છે. પરમાણુમાં અલ્પત્વ અને આકાશમાં જેમ પરમમહત્ત્વ પરાકાષ્ઠા(સર્વોત્કર્ષ)ને પામેલું છે. અર્થાત્ પરમાણુમાં જે અલ્પત્વ છે તેથી વધારે અલ્પતા બીજે ક્યાંય નથી અને આકાશમાં જે પરમમહત્ત્વ છે, તેના કરતાં સહેજ પણ વધારે પરમમહત્ત્વ બીજે ક્યાંય નથી. તેમ ચિત્તના જ્ઞાનાદિ ધર્મો પણ તરતમતાએ દેખાય છે. તેથી તે કોઈ સ્થાને નિરતિશય (સતિશય) છે – એ સિદ્ધ થાય છે. પરમાત્મામાં રહેલા જ્ઞાનાદિ ધર્મો ઇન્દ્રિયો દ્વારા ઉપનીત નથી. અન્યપુરુષોને; પ્રકૃતિ સાથેના ભેદનું જ્ઞાન ન હોવાથી ઇન્દ્રિયો સ્વરૂપ નીક દ્વારા વિષયાકાર પરિણત થયેલી બુદ્ધિના પ્રતિબિંબ સ્વરૂપ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ઉપનીત છે, જે તાત્ત્વિક નથી.
આથી સમજી શકાશે કે પરમાત્મા-ઈશ્વરનું ચિત્ત સર્વવિષયવાળું હોવાથી પરમાત્મામાં સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. ઇન્દ્રિયો દ્વારા ઉપનીત, સર્વવિષયક હોતું નથી. કારણ કે ઇન્દ્રિયો પોતપોતાની મર્યાદામાં મર્યાદિત જ વિષયોનું ગ્રહણ કરીને બુદ્ધિને સમર્પિત કરે છે. તેથી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારું જ્ઞાન સર્વવિષયક હોતું નથી. આ જ વાત “તત્ર નિરતિશયં સર્વાવીનમ્” (૧ર૬) | આ પાતંજલ યોગ-સૂત્રથી જણાવી છે. એનો આશય સ્પષ્ટ છે કે ઈશ્વરમાં સર્વજ્ઞતાનું કારણભૂત કાષ્ઠાપ્રાપ્ત જ્ઞાન છે. સત્ત્વગુણની તરતમતાને લઈને કોઈ પુરુષ વર્તમાનકાળના જ પદાર્થોને જાણે છે અને કોઈ ભૂતકાલાદિના પણ જાણે છે. તેમ જ કોઈ પુરુષ સ્થૂલ પદાર્થોને
એક પરિશીલન