________________
આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વિવેકવિશેષથી રહિત એવા મુગ્ધ જીવોને કલ્યાણમિત્ર વગેરે સપુરુષોનો યોગ પ્રાપ્ત થાય તો તેઓ વિશિષ્ટ વિવેકાદિ ગુણને ધારણ કરનારા બને છે. તેના વિપર્યયથી એટલે કે અકલ્યાણમિત્રો.. વગેરે અસપુરુષોનો યોગ પ્રાપ્ત થાય તો અવિવેકાદિ દોષને ધારણ કરે છે.
લાલ અને કાળા વર્ણવાળા પુષ્પના સાંનિધ્યથી સ્ફટિક જેમ લાલાશ અને કાળાશને ધારણ કરે છે તેમ મુગ્ધ જીવોની પણ તે તે અવસ્થા સમજી શકાય છે. મિત્રાદષ્ટિને પામેલા જીવો સામાન્યથી મુગ્ધ હોય છે. પ્રબુદ્ધ હોતા નથી; કે જેથી સ્વયં વિવેકી બની ગુણ-દોષને ધારણ કરે કે પરિહરે. સદસદ્યોગના કારણે તેઓને સામાન્યથી ગુણ અને દોષની પ્રાપ્તિ થતી હોય છે. મુખ્ય રીતે મિત્રાદષ્ટિમાં સદ્યોગનું મહત્ત્વ ઘણું છે. એ સદ્યોગથી જ મિત્રાદષ્ટિમાંથી અનુક્રમે તારાદિ દૃષ્ટિમાં જવાનું થાય છે. અન્યથા તો અસદ્યોગથી ગુણાભાસ જ નહીં, પ્રતિપાત પણ થતો હોય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૧-૨લા સંદ્યોગની મુખ્યતા દૃષ્ટાંતથી વર્ણવાય છે–
यथौषधीषु पीयूषं, द्रुमेषु स्वर्दुमो यथा ।
गुणेष्वपि सतां योगस्तथा मुख्य इहेष्यते ॥२१-३०॥
ઔષધીઓમાં જેમ અમૃત મુખ્ય છે, વૃક્ષોને વિશે જેમ કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ ગુણોને વિશે સપુરુષોનો યોગ આ મિત્રાદષ્ટિમાં મુખ્ય મનાય છે...” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સમજી શકાય છે. ઔષધી અને વૃક્ષોમાં અનુક્રમે અમૃત અને કલ્પવૃક્ષની મુખ્યતા સુપ્રસિદ્ધ છે તેમ યોગની સાધનામાં આ મિત્રાદેષ્ટિને વિશે જે જે ગુણો પ્રાપ્ત થાય છે, તે બધામાં સત્પુરુષોનો (કલ્યાણમિત્રોનો) યોગ મુખ્ય-પ્રધાન મનાય છે.
અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં લગભગ અસપુરુષોનો પરિચય આપણને થતો આવેલો. કર્મની લઘુતાએ કોઈ વાર એવો યોગ પ્રાપ્ત થયો ત્યારે તેઓની વાત ગમી નહીં. તેથી પરમાર્થથી તો સપુરુષોનો યોગ પ્રાપ્ત થયો ન હતો. મિત્રાદષ્ટિમાં આ સદ્યોગ અનેકાનેક ગુણોની પ્રાપ્તિનું કારણ બનવાથી તે બધા ગુણોમાં પણ મુખ્ય મનાય છે. અનાદિકાળની અજ્ઞાનદશાને દૂર કરી બોધનો પ્રારંભ કરાવનાર આ સંયોગ છે. યોગદષ્ટિઓના વિકાસમાં સદ્યોગનું જે મહત્ત્વ છે એ અહીં સમજી લેવું જોઇએ. આજે લગભગ એની ઉપેક્ષા કરાય છે. પરમ કલ્યાણમિત્ર એવા સદ્ગુરુનો યોગ પણ કેટલો ગમે છે એ એક પ્રશ્ન છે, જેનો પ્રામાણિકપણે જવાબ આપવાનું પણ શક્ય નથી. યોગની દૃષ્ટિ તરફ દષ્ટિ હોય તો જ સદ્યોગનું મહત્ત્વ સમજી શકાશે. અન્યથા એની ઉપેક્ષા થવાની જ છે. મોક્ષસાધક યોગ પણ મોક્ષની ઇચ્છા વિના મોક્ષસાધક બનતા નથી. સદગુરુના યોગથી મોક્ષની ઇચ્છા આવિર્ભાવ પામે છે. ૨૧-૩ના
૧૯૮
મિત્રા બત્રીશી